
અમેરિકાના નેતાએ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોની સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ
અમેરિકા: બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકો પર હુમલાના પડઘાં હવે સમગ્ર દુનિયામાં પડી રહ્યા છે. અમેરિકન કોંગ્રેસના નેતા રાજા કૃષ્ણમૂર્તિએ ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં ફેલાયેલી અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકારને માનવાધિકારોની રક્ષા કરવા, કાયદાકીય સુરક્ષાની ગેરેન્ટી આપવા અને હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓને બંધ કરાવવાનો આગ્રહ કર્યો.
ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં અલગ-અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન થયા. પ્રદર્શન એટલા હિંસક થયા કે ચટગાંવ કોર્ટની બહાર ચિન્મય દાસના અનુયાયીઓ અને બાંગ્લાદેશના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થઈ ગયું, જેમાં એક વકીલનું મોત થયું.
ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓને લઈને મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સાથે વારંવાર પોતાની ચિંતા શેર કરી છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતાં હુમલા રોકવાની ભારત દ્વારા માગ કરવાં છતાં યુનુસ સરકારની સેના, પોલીસ અને પ્રશાસન અત્યાચાર રોકવામાં નિષ્ફળ રહી છે. શેખ હસીનાના દેશવટો અને યુનુસ સરકારની રચના બાદ બંને દેશો વચ્ચેના તણાવ વચ્ચે ભારતીય વિદેશ સચિવ પ્રથમ વખત વિદેશ સચિવ સ્તરની બેઠક માટે ઢાકા જવાના છે.
મહાદેવ બેટિંગ એપ કેસમાં EDએ રૂ. 388 કરોડની સંપત્તિ કરી જપ્ત
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મનીલોન્ડરિંગ એક્ટ હેઠળ મહાદેવ બેટિંગ એપ કેસમાં 387.99 કરોડ રૂપિયાની વધારાની સંપત્તિ જપ્ત કરી છે. જપ્ત કરાયેલી મિલકતોમાં અચ-અચલ સંપત્તિઓ સામેલ છે, જેમાં પ્રમોટરો, પેનલ ઓપરેટરો અને અનેક સટ્ટાબાજીની એપ અને વેબસાઇટ્સના પ્રમોટરોના સહયોગીઓને નામે આ મિલકતો છે અને આ મિલકતો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મુંબઈ અને મોરિશિયસમાં આવેલી છે.
EDની તપાસમાં આ ખુલાસો થયો છે કે મહાદેવ ઓનલાઇન બુક બેટિંગ પ ગેરકાયદે સટ્ટાબાજી વેબસાઇટોને નવા યુઝર્સને આઇન અપ કરાવવા, યુઝર ID બનાવી અને અનેક સ્તરે નકલી બેન્ક એકાઉન્ટ્સની જાળમાં ફંડસની હેરાફેરી કરવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવતી હતી. એજન્સી કહ્યું હતું કે આ સંપત્તિઓને જપ્ત કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ એક હંગામી હુકમ જાહેર કરાયો હતો, જેનું કુલ મૂલ્ય 387.99 કરોડ રૂપિયા છે. આ મામલે એજન્સી ટિબરેવાલને પૂછપરછ કરી રહી છે.
આ મામલે 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને EDએ ચાર ચાર્જશીટ દાખલ કરાઈ છે. એજન્સીએ પહેલા પણ આરોપ લગાવ્યા છે કે મહાદેવ ઓનલાઈન બેટિંગ (MOB) ગેમિંગ અને બેટિંગ એપની તપાસમાં છત્તીસગઢના કેટલાક મોટા નેતાઓ અને અધિકારીઓની સંડોવણી સામે આવી છે. એપના બે મુખ્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ આ રાજ્યથી છે.EDના આ નવા આદેશની સાથે અત્યાર સુધી 2,295.61 કરોડ રૂપિયાની સંપત્તિ અથવા તો ફ્રીઝ, જપ્ત કરી લેવામાં આવી છે.
સાંવલિયા શેઠ મંદિરમાં 34 કરોડથી વધુનું દાન, 6 દિવસથી ગણતરી યથાવત્
રાજસ્થાનના ચિતોડગઢ જિલ્લામાં સ્થિત કૃષ્ણા ધામ સાંવલિયા શેઠ મંદિરમાં સતત છઠ્ઠા દિવસે પણ દાનની ગણતરી શરૂ છે. જેમાં ભગવાનના ભંડારમાં 34 કરોડ 91 લાખ રૂપિયાથી વધારે રકમ મળી આવી છે. આ દરમિયાન અઢી કિલોથી વધારે સોનું અને આશરે 188 કિલો ચાંદી પણ દાનમાં ચડાવવામાં આવ્યું છે. મંદિરમાં આ દાનનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. જ્યાં શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા સાથે દાન કરે છે અને મંદિરમાં આ પરંપરા શ્રદ્ધાળુઓના વિશ્વાસનું પ્રતીક બની ચુકી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 6 દિવસથી સતત દાનની ગણતરી કરવામાં આવી રહી હતી. જેમાં ભગવાનના ભંડારમાં 34, 91,95,008 રૂપિયા નીકળ્યા છે. આ સિવાય અઢી કિલોથી વધારે સોનું અને 188 કિલો ચાંદી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચિતોડગઢના સાંવલિયા શેઠ મંદિરમાં દાનનો આ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. શુક્રવારની સાંજે છઠ્ઠા તબક્કાની ગણના બાદ મંદિર પ્રશાસને અહીં મળેલાં દાન વિશે જાણકારી આપી. ભંડારમાંથી 25,61,67,581 રૂપિયા રોકડા મળ્યા છે. વળી, ઓનલાઇન અને દાન ગૃહમાંથી 30,27,427 રૂપિયા દાન મળ્યું છે. આ સાથે જ ભંડારમાંથી બે કિલો 290 ગ્રામ સોનું અને ભેટ ગૃહમાંથી 280 ગ્રામ 500 મિલીગ્રામ સોનું દાનમાં મળ્યું છે. આ પ્રકારે ભંડારમાંથી 58 કિલો 900 ગ્રામ ચાંદી અને ભેટમાં 129 કિલો ચાંદી મળી છે. મંદિરમાં શ્રદ્ઘાળુઓની માન્યતા છે કે, જેટલું દાન કરવામાં આવશે, તેટલું જ ભગવાન સાંવલિયા શેઠ દાનમાં આપશે. અહીં તમામ પ્રકારના લોકો આવીને દાન આપે છે. તેમના દાનથી કમાણીમાં બરકત થાય છે.
શ્રીલંકાને હરાવીને ભારત અંડર-19 એશિયા કપની ફાઈનલમાં પહોંચ્યું
શારજાહ: અંડર-19 એશિયા કપની સેમિફાઈનલમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે. હવે ભારત 8મી ડિસેમ્બરે ફાઈનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે.
શ્રીલંકાની ટીમે ટૉસ જીતીને બેટિંગ કરવા આવી હતી અને ભારતને 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે 21.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત મેળવી.
મેચમાં 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગમાં 5 સિક્સ અને 6 ફોર ફટકારી હતી. આયુષ મ્હાત્રેએ 34 રન બનાવ્યા હતા. કેપ્ટન અમાને સિક્સર ફટકારીને મેચ જીતાડી હતી. ચેતન શર્માની ત્રણ વિકેટની મદદથી ભારતે શ્રીલંકાને 46.2 ઓવરમાં 173 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
બોટાદમાં કલા મહાકુંભ 2024-25નું આયોજન
બોટાદ: ગુજરાત સરકારના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા બોટાદ જિલ્લા કચેરીના સક્રિય સહયોગથી વર્ષ 2024-25 દરમિયાન કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે કલા મહાકુંભ એ 37 વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને 4 જુદા-જુદા વયજૂથોમાં (6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપર) સ્પર્ધાઓનું આયોજન કરી રહ્યો છે. રાજ્યના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા, કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં પ્રતિભાશાળી કલાકારોને મંચ આપવા આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.

કલા મહાકુંભને લઈને ઝોન કક્ષાએ ઝોન કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે, જેથી કલાકારો પોતાના ફોર્મ સંબંધિત ઝોનના કન્વીનરોને પહોંચાડી શકશે. બોટાદ જિલ્લાના વિભિન્ન તાલુકાઓ માટે આયોજક સંસ્થાઓ પણ નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રજીસ્ટ્રેશન માટે ઓફ લાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 ડિસેમ્બર 2024 છે. ઇચ્છુક કલાકારોએ પોતાના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બોટાદ ખાતે રૂબરૂ કે પોસ્ટ દ્વારા મોકલી આપવાના રહેશે. બોટાદ તાલુકા માટે આદર્શ વિદ્યાલય, ગઢડા તાલુકા માટે ઉગામેડીની સરદાર પટેલ વિદ્યાલય, બરવાળા તાલુકા માટે સંસ્કાર ભારતી વિદ્યાલય અને રાણપુર તાલુકા માટે કે.ડી. પરમાર વિદ્યાલય ખાતે યોજાશે. વધુ વિગતો જાણવા માટે કલાકારો/સંસ્થાઓ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન, A/S-13, ખસ રોડ, બોટાદ ખાતેથી સંપર્ક કરવાની સુવિધા પણ ગોઠવવામાં આવી છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી દિનેશ.બી.દિહોરા આ બાબતે વધુ માર્ગદર્શન આપશે.
દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં ઝૂમી ઊઠી દીપિકા પાદુકોણ
બેંગલુરુ: દીપિકા પાદુકોણ હાલમાં એક્ટિંગથી દૂર છે અને મધરહૂડનો આનંદ માણી રહી છે. માતા બન્યા બાદ પહેલીવાર દીપિકા જાહેરમાં આવીને ચાહકોને ચોંકાવી દીધા હતા. બેંગ્લુરૂમાં દિલજીત દોસાંજના ‘દિલ-લુમિનાટી’ કોન્સર્ટમાં અભિનેત્રીને જોઈને ફેન્સ પાગલ થઈ ગયા હતા.
દીપિકા પાદુકોણ દીકરી દુઆને જન્મ આપ્યા બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળી હતી. દીપિકા પાદુકોણને અચાનક જોઈને ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી. એક્ટ્રેસ સફેદ સ્વેટશર્ટ અને ડેનિમ જીન્સમાં કોન્સર્ટ માણવા પહોંચી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયોમાં તે તેના મિત્રો સાથે દિલજીતનાં ગીતો પર ડાન્સ કરતી જોઈ શકાય છે.
View this post on Instagram
દિલજીતે સૌથી પહેલા દીપિકાની બ્રાન્ડની પ્રોડકટ હાથમાં પકડીને ચાહકોને પૂછ્યું કે શું તેમને ખબર છે કે તે કોની છે તો બધા દીપિકાનું નામ લે છે. આ પછી દિલજીત કહે છે કે હું આનાથી જ સ્નાન કરું છું અને મારો ચહેરો ધોઉં છું, તો આ મારી સુંદરતાનું રહસ્ય છે. આ પછી તે દીપિકાને સ્ટેજ પર બોલાવે છે, તે સ્ટેજની પાછળ બેસીને દિલજીતની વાત સાંભળીને હસી પડે છે.
ઓસ્ટ્રેલિયાના 337 રનના જવાબમાં ટીમ ઇન્ડિયાનો કંગાળ દેખાવ
એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસકર ટ્રોફીની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 337 રનમાં સમેટાઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 157 રનની જંગી લીડ હતી. જ્યારે ભારતે દિવસની રમતને અંતે પાંચ વિકેટ ગુમાવીને 128 રન કર્યા હતા. ભારત હજી 29 રનથી હજી પાછળ છે.
આ પહેલાં ઓસ્ટ્રેલિયા વતી ટ્રેવિસ હેડે 140 રન બનાવ્યા હતા, જ્યારે ટીમ ઇન્ડિયા વતી જસપ્રીત બુમરાહ અને સિરાજે 4-4 વિકેટ વિકેટ ઝડપી હતી. બીજા દિવસની શરૂઆત ઓસ્ટ્રેલિયાએ એક વિકેટે 86 રનથી કરી હતી. બીજા દિવસના પ્રથમ સત્રમાં ભારતીય બોલરોએ પ્રભુત્વ જમાવ્યું હતું કારણ કે સ્ટીવ સ્મિથ મેકસ્વિનીના થોડા સમય બાદ માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન, માર્નસ લાબુશેન એક છેડેથી મક્કમ રહ્યો, તેણે 64 રન બનાવ્યા હતા. 
ઓસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની શાનદાર ઇનિંગ્સના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઇનિંગમાં 157 રનની જંગી લીડ મેળવી હતી. ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે ચાર-ચાર વિકેટ લીધી હતી. નીતિશ રેડ્ડીએ તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ વિકેટ લીધી હતી અને રવિચંદ્રન અશ્વિન પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
ભારત પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ-11
પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વીની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.
ગુજરાતમાં ન્યાયતંત્ર માટે 133 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ, 21 નવા કોર્ટ રૂમનો સમાવેશ
ગુજરાતમાં ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરવા નવી 21 કોર્ટ સહિત 133 કરોડ રૂપિયા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે. ખાતમુહૂર્ત વખતે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું. ‘આજે સોલા ખાતે સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટી સાથેનું ગુજરાત હાઇકોર્ટનું અદ્યતન ભવન કાર્યરત છે. ન્યાયાલયો, તેની સાથે સંકળાયેલી નવી ઈમારતો કે મકાનો બાંધવા સહિત ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો હંમેશાં પ્રયાસ રહ્યો છે.’

વધુમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘કોઈ પણ દેશ કે રાજ્યના વિકાસમાં અને ગુડ ગવર્નન્સમાં કાયદો વ્યવસ્થા અને ન્યાયપ્રણાલીનું મહત્વનું યોગદાન હોય છે. ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને ધારાસભાએ લોકશાહીના અને સુશાસનના આધારસ્તંભ છે. આ ત્રણેય વચ્ચેનું યોગ્ય સંકલન સુશાસન અને લોકતંત્રને ગતિમાન રાખે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘લોકોને સુશાસનનો પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે ઝડપી ન્યાય પ્રાપ્ત થાય એ અતિ આવશ્યક છે. આ માટે રાજ્ય સરકાર ન્યાયતંત્ર અને હાઇકોર્ટની જરૂરિયાત અનુસારના સંસાધનો ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે. આ માટે કાયદા વિભાગના બજેટમાં રાજ્ય સરકારે નાણાકીય ફાળવણી કરી છે. વર્ષ 2021-22માં આ ફાળવણી 1698 કરોડ રૂપિયા હતી, જે 2024-25માં 2586 કરોડ રૂપિયા કરવામાં આવી છે. જે ન્યાયતંત્રની કાર્યક્ષમતા વધારવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ડિજિટલાઈઝેશન અને સુદૃઢ માનવબળ ઉપલબ્ધ કરાવવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ દર્શાવે છે.’




અનંત યુનિવર્સિટી ખાતે તેઓ કમ્યુનિટી લીડરશીપ ઇન એન્વાયર્નમેન્ટલ ડિઝાઇનના વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગ્રાઉન્ડ પર જઈને વિષયનો પ્રેક્ટિકલ અભ્યાસ કરાવશે. ડૉ. રાજેન્દ્રસિંહ વિશ્વના 123 દેશમાં જલ સંરક્ષણ માટે કાર્યરત છે. જો કે એમની કર્મભૂમિ રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલ ગોપાલપુર છે. ડૉ. રાજેન્દ્રસિંહે છેલ્લાં 50 વર્ષમાં 23 નદીઓને પૂનઃ જીવિત કરી ખરા અર્થમાં જળ ક્રાંતિ કરી છે. અમારા છોટી સી મુલાકાત વિભાગમાં અમે આજે ડૉ. રાજેન્દ્રસિંહ સાથે આજની શૈક્ષણિક પદ્ધતિઓ, દેશમાં નદીઓની સ્થિતિ તેમજ અન્ય કેટલાંક પર્યાવરણીય મુદ્દાઓ વિશે વાતચીત કરી.
પર્યાવરણ જેવાં વિષયને પણ ક્લાસરૂમની ચાર દિવલોમાં બેસીને ભણાવવામાં આવે છે? ત્યારે અનંત યુનિવર્સિટીની પહેલને તમે કેવી રીતે જુઓ છો?
આજની શૈક્ષણિક પદ્ધતિ વિશે શું કહેશો? ખાસ કરીને તમે જ્યારે પર્યાવરણના વિષયના વિદ્યાર્થીઓને ભણાવવાના છો ત્યારે તેના વિશે શું કહેશો?
પર્યાવરણ અને વિકાસને આપ કઈ રીતે જુઓ છો?
પોલીસી મેકર્સ અને સમાજના લોકો સાથે મળીને કેવી રીતે વોટર મેનેજમેન્ટ કરી શકે?
અર્બનાઈઝેશન વિશે તમારૂં શું માનવું છે?
મોર્ડન ટેક્નોલોજી અને પ્રાચીન પદ્ધતિઓ બંન્નેમાંથી વિદ્યાર્થીઓને તમે શું શીખવશો?