Home Blog Page 1276

અભિનેત્રી આરોહી પટેલ અને તત્સત મુનશી લગ્નના બંધનમાં બંધાયા

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા મલ્હાર ઠાકર બાદ હવે અભિનેત્રી આરોહી પટેલ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. લવની ભવાઈ ફેમ આરોહી પટેલે અભિનેતા તત્સત મુનશી સાથે લગ્ન કર્યા છે. ઉદયપુરમાં આયોજિત ડેસ્ટિનેશન વેડિંગમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારો સામેલ થયા હતાં. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે લગ્નની ફોટોઝ શેર કરી છે.

રાજસ્થાનના રમણીય શહેર ઉદયપુરમાં રાજવી ઠાઠમાઠ સાથે આરોહી પટેલ અને તત્સત મુનશીએ લગન્ના એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. અગાઉ સોશિયલ મીડિયા પર તેમના પ્રિ-વેડિંગ ફંક્શનની તસવીરો પણ સામે આવી હતી. ન્યુલી વેડ્સ કપલ મલ્હાર ઠાકર અને પુજા જોષી પણ લગ્નમાં સામેલ થવા ઉદયપુર પહોંચ્યા હતાં. અભિનેત્રી ઈશા કંસારા, મિત્ર ગઢવી, નૈત્રી ત્રિવેદી, યશ સોની સહિત અનેક કલાકારોએ પ્રસંગમાં હાજરી આપી હતી.

અભિનેત્રી આરોહી પટેલે સોશિયલ મીડિયા પર ભવ્ય લગ્નની તસવીરો શેર કરી છે. વ્હાઈટ સાડી અને રેડ બ્લાઉઝમાં સિમ્પલ લૂકમાં આરોહી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. જ્યારે તત્સત મુનશી પણ વ્હાઈટ શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો છે. બંનેએ લગ્નની તસવીર શેર કરતાં લખ્યું છે કે,’પ્યાર દોસ્તી હૈ’.

લગ્નની વિધિ પહેલા અમદાવાદમાં તત્સત મુનશીના ઘરે સંગીત નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નામી કલાકારો સામેલ થયા હતાં.

ગુલકંદ – ૦૭ ડિસેમ્બર ૨૦૨૪

ઈન્સ્ટન્ટ બન ઢોસા

ઢોસામાં પણ જોઈએ તેટલી નવી વેરાયટી જાણવા મળે છે. વળી, ઢોસા તો બાળકોના પ્રિય છે જ!  તો ઈન્સ્ટન્ટ બન ઢોસા તો સહુને ભાવશે!

સામગ્રીઃ

  • રવો 1 કપ
  • દહીં ¾ કપ
  • પાણી ½ કપ
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • કાંદો 1
  • બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેઃ

  • જીરુ 1 ટી.સ્પૂન
  • રાઈ 1 ટી.સ્પૂન
  • અડદ દાળ 1 ટી.સ્પૂન
  • કળીપત્તાના પાન 7-8
  • તેલ 1 ટી.સ્પૂન
  • સફેદ 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન

ચટણી માટેઃ

  • ચણા દાળ 1 ટે.સ્પૂન
  • અળદ દાળ 1 ટે.સ્પૂન
  • નાનો કાંદો 1
  • ટામેટું 1
  • કાશ્મીરી લાલ મરચાં 3-4 (પાણીમાં પલાળેલા)
  • રાઈ ½ ટી.સ્પૂન
  • કળી પત્તાના પાન 3-4
  • તેલ ½ ટી.સ્પૂન

રીતઃ રવો તેમજ દહીં મેળવીને તેમાં ½ કપ જેટલું પાણી થોડું થોડું ઉમેરી દો. આ મિશ્રણને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો.

એક ફ્રાઈ પેનમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ તેમજ જીરૂ તતડાવી દો. અળદની દાળ ઉમેરીને 2 મિનિટ સાંતળો, જેથી ચઢી જાય. ત્યારબાદ તેમાં કળી પત્તાના પાન ઉમેરીને ઝીણો સમારેલો કાંદો મેળવીને ગુલાબી રંગનો સાંતળો. ત્યારબાદ સફેદ તલ તેમજ કોથમીર ઉમેરીને તરત ગેસ બંધ કરી દો.

10 મિનિટ થાય એટલે દહીં રવાનું મિશ્રણ લઈ તેને મિક્સીમાં બારીક પીસી લીધા બાદ તેમાં વઘારેલી સામગ્રી તથા મીઠું સ્વાદ મુજબ ઉમેરી દો. થોડી કોથમીર મેળવી દો. હવે બેકીંગ સોડા તેમાં નાખીને ઉપર 1 ટી.સ્પૂન જેટલું પાણી મેળવીને ચમચા વડે એકસરખું હલાવ્યા બાદ આ મિશ્રણને એક વઘારીયામાં 1 ટી.સ્પૂન જેટલું તેલ ગરમ કરી ગેસની ધીમી આંચે 1 થી 1½  કળછી જેટલું તેમાં ઉમેરીને ઢાંકીને ધીમી આંચે ½ મિનિટ રાખીને ચમચી વડે તેને ઉથલાવીને બીજી બાજુ પણ ઢાંકીને થવા દો. બંને બાજુએથી સોનેરી રંગના બન ઢોસા શેકાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો.

ચટણીઃ ફ્રાઈ પેનમાં ચણા તેમજ અળદ દાળને શેકી લો. તેમાં સમારેલા કાંદા તેમજ ટામેટાં પણ સાંતળી લો. આ મિશ્રણ ઠંડું થાય એટલે મિક્સીમાં પલાળેલાં મરચાં, મીઠું સ્વાદ મુજબ ઉમેરીને બારીક પીસી લો. એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈ તતડાવી, કળીપત્તાના પાન ઉમેરી લીધા બાદ વઘારને ચટણીમાં રેડી દો.

બન ઢોસા ચટણી સાથે પીરસો.

૦૭ ડિસેમ્બર ૨૦૨૪

પંચાંગ 07/12/2024

Nutshell in 99

એક્સપ્રેસવે પર ડબલ ડેકર બસનો અકસ્માતઃ આઠનાં મોત, 19 ઘાયલ

લખનૌઃ ઉત્તર પ્રદેશના કન્નોજમાં  આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર એક ભીષણ અકસ્માત થયો છે. આ  અકસ્માતમાં આઠ લોકોનાં મોત થયાં છે, જ્યારે 19થી વધુ લોકો ઘાયલ થયા છે.  લખનૌથી આગ્રા જઈ રહેલી ડબલ ડેકર બસ કન્નૌજ પાસે એક ટ્રમાં ઘૂસી હતી. ઘાયલ લોકોને તાત્કાલિક સૈફઈ મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત બપોરે કન્નોજ જિલ્લાના સકરાવા પોલીસ સ્ટેસનના આગરા-લખનૌ એક્સપ્રેસ 141 પર ઓરૈયા બોર્ડરની પાસે થયો હતો. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને ઘાયલ મુસાફરોને તાત્કાલિક સારવાર અપાઈ રહી છે.

આ અકસ્માત સમયે જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ પણ આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. તેમણે અકસ્માત જોઈને પોતાનો કાફલો રોકાવ્યો હતો અને ઘાયલ લોકોને તાત્કાલિક મદદ કરવા માટે આદેશ આપ્યો હતો. મંત્રીએ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે તાત્કાલિક વ્યવસ્થા કરી હતી. મુસાફરોના જણાવ્યા અનુસાર બસ ભરેલી હતી અને કેટલાક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

અકસ્માતના સ્થળે નજીક એક ટેન્કર પણ હાજર હતું. બસ સાથેની ટક્કરથી ટેન્કરમાં આગ લાગી ગઇ હતી. આ કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. નજીકના લોકો તાત્કાલિક બચાવ કાર્ય માટે આગળ આવ્યા અને પોલીસને જાણ કરી. અકસ્માતને કારણે લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

 

કચ્છમાં રાપર નજીક 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 1:59એ 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિમી વેસ્ટ સાઉથ વેસ્ટ દૂર નોંધાયું છે. ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોમાં ફફડાટ મચ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આચકા આવી રહ્યા છે. જેનું મુખ્યા કારણ એ છેકે, 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 1:59એ 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિમી વેસ્ટ સાઉથ વેસ્ટ દૂર નોંધાયું છે. ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોમાં ફફડાટ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ 18 નવેમ્બરે પણ કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ આવતા રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી. જેમાં કચ્છના રાપરથી 26 કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આ સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ સહિતના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4 નોંધાઈ હતી.

ટેસ્ટ મેચઃ ભારત 180 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયા 86/1 વિકેટ

એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસકર ટ્રોફીની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં આજથી શરૂ થઈ હતી. ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. જોકે ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ થઈ હતી અને સમયાંતરે વિકેટ પડતી હતી. ટીમ ઇન્ડિયા કુલ 180 રનમાં ઓલઆઉટ થઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા દિવસની રમતને અંતે એક રન ગુમાવીને 86 2ન કર્યા હતા.

એ પહેલાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ શૂન્ય પર આઉટ થયો હતો. મિચેલ સ્ટાર્કે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતની બીજી વિકેટ કેએલ રાહુલના રૂપમાં પડી હતી. 64 બોલનો સામનો કરીને તે 37 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલે આ ઈનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલીના રૂપમાં ટીમની ત્રીજી વિકેટ પડી, તે માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો.

ત્યાર બાદ શુભમન ગિલ અને રાહુલ વચ્ચે અડધી સદીની ભાગીદારી બની હતી. પરંતુ તે લાંબો સમય ટકી શક્યો નહીં. શુભમન 51 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. રિષભ પંતે 35 બોલનો સામનો કરીને 21 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. અશ્વિને 3 ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. હર્ષિત રાણા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જોકે રેડ્ડીએ ઓસ્ટ્રેલિયન બોલરોને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે 54 બોલનો સામનો કર્યો અને 42 રન બનાવ્યા. મોહમ્મદ સિરાજે એક ફોરની મદદથી અણનમ 4 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 14.1 ઓવરમાં 48 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. કેપ્ટન પેટ કમિન્સે 2 વિકેટ લીધી હતી. સ્કોટ બોલેન્ડે 13 ઓવરમાં 54 રન આપીને 2 વિકેટ લીધી હતી.

 

સુરતમાં 13 નકલી ડોક્ટરની ધરપકડઃ 2002થી ચાલતો હતો ખેલ

સુરતઃ શહેર પોલીસે ફરી એક વખત 13 નકલી ડોક્ટરોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસે પોલીસે  નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરી છે. શહેરમાં નકલી ડિગ્રીઓ બનાવી આપનારા ડો. રશેષ ગુજરાતી અને તેના બે સાગરીતોની પણ પોલીસે ધરપકડ કરી છે.

પોલીસે નકલી ડિગ્રીઓ વેચતા ડો.રશેષ ગુજરાતીના ઘરેથી ડોકટરની ડિગ્રીનાં નકલી પ્રમાણપત્રો અને રિન્યુઅલ ફોર્મ પણ કબજે કર્યાં છે. સુરત પોલીસે 1200થી વધુ નકલી ડિગ્રી બનાવીને વેચનાર રશેષ ગુજરાતીનો પર્દાફાશ કર્યો છે.

સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને નકલી તબીબોની ધરપકડ કરી છે. જેમની પૂછપરછ અને અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, આ દરોડામાં પોલીસની સાથે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીની ટીમ પણ હાજર રહી હતી.

આ કાર્યવાહી અંતર્ગત પોલીસે પાંડેસરા તુલસીધામ સોસાયટીમાં કવિતા ક્લિનિક, ઈશ્વર નગર સોસાયટીમાં શ્રેયાન ક્લિનિક, રણછોડ નગરમાં પ્રિન્સ ક્લિનિક પર દરોડા પાડ્યા હતા. પોલીસે બિહારના શશિકાંત મહંતોની ધરપકડ કરી હતી, જેઓ બંગાળના સિદ્ધાર્થ દેવનાથ અને પાર્થ દેવનાથને તેમના ક્લિનિકમાંથી રૂ. 55 હજારની કિંમતની ઈલેક્ટ્રો હોમિયોપેથિક દવાઓ, ઈન્જેક્શન, સિરપ અને BEMS ડિગ્રી મળી આવી હતી 210ની કિંમતનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો.

પોલીસે ગુજરાતીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તેણે 2002માં સુરતના ગોપીપુર કાનજી મેદાન વિસ્તારમાં ગોવિંદ પ્રભાવ આરોગ્ય સંકુલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. એ પછી  તે કોઈ પણ વ્યક્તિને BEMSમાં ભણવા માટે એડમિશન આપતો હતો અને 75 હજારની ફી વસૂલતો હતો અને એક અઠવાડિયામાં તેને BEMS ડિગ્રીની માર્કશીટ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ આપી દેતો હતો. આ શખસે 1200 લોકોને નકલી ડોક્ટર બનાવી આપ્યા હતા.