નવી દિલ્હીઃ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજ્યસભામાં રોકડ મળવાનો દાવો કર્યો છે. સુરક્ષા કર્મચારીઓને તપાસ દરમ્યાન નોટોનું એક બંડલ મળ્યું છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંધવીની સીટની નીચેથી આ રોકડ જપ્ત થઈ છે. જેપી નડ્ડાએ કહ્યું હતું કે એનાથી સંસદની ગરિમાને ઠેસ પહોંચી છે. કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે રોકડ મળવાની તપાસ થવી જોઈએ.
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળતાં હોબાળો મચી ગયો છે. રાજ્યસભામાં આ મામલે વિપક્ષ ભારે હોબાળો મચાવી રહ્યો છે. સભાપતિ જગદીપ ધનખડે કહ્યું હતું કે આ એક ગંભીર મામલો છે અને તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
તેમણે માહિતી આપી હતી કે ગઈ કાલે ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ સુરક્ષા અધિકારીઓએ અમને જણાવ્યું હતું કે સીટ નંબર 222 પરથી કેશ મળી આવી છે. આ સીટ તેલંગાણાથી સાંસદ અભિષેક મનુ સિંધવીને અલોટ કરવામાં આવી હતી. આ મામલે નિયમો અનુસાર તપાસ થવી જોઈએ અને તપાસ શરૂ પણ કરી દેવામાં આવી છે.

કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તરત જ ઊભા થઈ સલાહ આપી હતી કે તમે કહી રહ્યા છો કે આ મામલે તપાસ હાથ ધરી છે તો જ્યાં સુધી સત્ય બહાર ન આવે ત્યાં સુધી નામ જાહેર કરવું જોઈએ નહીં.
સત્તા પક્ષ ભાજપ તરફથી આ મામલે કોંગ્રેસને ઘેરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ તરફથી પણ સત્તા પક્ષને જવાબ આપવામાં આવી રહ્યા છે. આ મામલે ખુલાસો કરતાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે આ નોટોનાં બંડલ મારા નથી.








કૃષિ મહોત્સવના નવતર પ્રયોગની શરૂઆત 2005માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. સમયને અનુરૂપ ટેક્નોલોજીના ઉપયોગથી ખેતી દ્વારા ધરતીપુત્રોને સમૃદ્ધ કરવાના અભિગમ સાથે આ પરંપરા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાને આગળ ધપાવતાં રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ વર્ષે રવિ કૃષિ મહોત્સવનું બહુ આયામી આયોજન કર્યું છે.
બે દિવસીય કૃષિ મહોત્સવમાં વિવિધ ટેક્નિકલ માર્ગદર્શન સેમિનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેક્નોલોજીનું નિદર્શન-પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો-સાથ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવ્યા.










દેખાતા હોય. એક તરફ મોટા લેન્સ વાળા ફોટોગ્રાફરની ગાડીઓ આમ તેમ આકાશમાં નજર રાખી દોડયા જ કરે. ક્યાંક રણમાં મોટા પત્થર પડયો હોય ત્યાં જઈએ અટકે.
કોલકાતામાં બાંગ્લાદેશના કાર્યવાહક ડેપ્યુટી હાઈ કમિશનર મોહમ્મદ અશરફુર રહેમાન ઢાકા પહોંચી ગયા છે. તેઓ બાંગ્લાદેશ સરકારના વિદેશ સલાહકાર તૌહીદ હુસૈનને પણ મળ્યા હતા. ત્રિપુરાના બાંગ્લાદેશી આસિસ્ટન્ટ હાઈકમિશનર આરિફ મોહમ્મદ હાલ ઢાકા પહોંચ્યા નથી.
યુ.એસ.જી.એ તેની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યું છે, “આ ભૂકંપ ઉત્તરી કેલિફોર્નિયાના દરિયાકિનારે મેન્ડોસિનો ફ્રેક્ચર ઝોનની નજીકમાં, કેલિફોર્નિયાના ફર્ન્ડેલથી લગભગ 100 કિ.મી. દક્ષિણ-પશ્ચિમમાં આવ્યો હતો. આ ધરતીકંપ મેન્ડોસિનો ટ્રિપલ જંક્શન નજીક આવ્યો હતો. આ એ વિસ્તાર છે જ્યાં પેસિફિક, ઉત્તર અમેરિકા અને જુઆન ડી ફુકા/ગોર્ડા પ્લેટો ભેગી થાય છે.”
સુનામીની ચેતવણી લગભગ એક કલાક સુધી અમલમાં રહી. તે ધરતીકંપ પછી તરત જ જારી કરવામાં આવી હતી અને કેલિફોર્નિયામાં મોન્ટેરી ખાડીથી ઓરેગોન સુધી લગભગ 805 કિલોમીટરનો દરિયાકિનારો તેમાં આવરી લેવામાં આવ્યો હતો. સાન ફ્રાન્સિસ્કોના બે એરિયા રેપિડ ટ્રાન્ઝિટ ડિસ્ટ્રિક્ટ (BART) એ સાન ફ્રાન્સિસ્કો અને ઓકલેન્ડને જોડતી પાણીની અંદરની ટનલ મારફતે તમામ દિશાઓમાં સેવાઓ સ્થગિત કરી દીધી હતી.