મહારાષ્ટ્ર: મુંબઈ સ્થિત આઝાદ મેદાન ખાતે ગુરૂવારે મહારાષ્ટ્રના 27મા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ શપથ લીધા. દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેમની સાથે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા. દેવેન્દ્ર ફડણવીસને રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને શપથ લેવડાવ્યા હતા. તેમણે મરાઠીમાં શપથ લીધા હતા.
ફડણવીસ બાદ પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. શપથ લેતાં પહેલાં તેમણે બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેનું નામ લીધું અને પીએમ મોદી-અમિત શાહનો આભાર માન્યો હતો. શિંદે મહારાષ્ટ્રના બીજા એવા નેતા છે, જે સીએમ પછી ડેપ્યુટી સીએમ બન્યા છે. શિંદેની સરકારમાં ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા છે.
એકનાથ શિંદે પછી NCP નેતા અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ છઠ્ઠી વખત ડેપ્યુટી સીએમ બન્યા છે. અજિત પવાર મહાયુતિ અને મહાવિકાસ આઘાડીની સરકારમાં ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે.
ફડણવીસના શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રીઓ, NDA શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ, સલમાન ખાન-શાહરૂખ ખાન સહિતના બોલિવૂડ કલાકારો, મુકેશ અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહ્યાં હતા.
CMનો તાજ ફડણવીસના શિરે, શિંદે-અજિતે લીધા નાયબ CM પદના શપથ
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ડે-નાઇટ મેચ આવતી કાલથી એડિલેડમાં
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસકર ટ્રોફીની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની બીજી ટેસ્ટ મેચ આવતી કાલે છઠ્ઠી ડિસેમ્બરથી એડિલેડમાં રમાવાની છે. આ મેચ ડે-નાઇટ હશે. આ ટેસ્ટ મેચ પિંક બોલથી રમાશે. પર્થમાં જીત મેળવનારી ટીમ ઇન્ડિયાની નજર એડિલેડમાં ચાર વર્ષ જૂનો હિસાબ ચૂકતે કરવા પર હશે.
આ પહેલાં એડિલેડમાં જ પિંક બોલથી ટેસ્ટ મેચ રમાઈ હતી. ટીમ ઇન્ડિયા એ મેચમાં 36 રનમાં ઓલઆઉટ થઈ હતી. જોકે એક સિરીઝ જીતવામાં સફળ રહી હતી. ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટ મેચમાં આત્મવિશ્વાસથી રમશે. આત્મવિશ્વાસ એ પણ છે કે ભારત 2016 પછી ક્યારેય બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હાર્યું નથી.
બીજી ટેસ્ટ મેચ એડિલેડના ઓવલ સ્ટેડિયમમાં રમાશે. જે ભારતીય સમયાનુસાર સવારે 9.30 કલાકથી શરૂ થશે. જેના અડધા કલાક પહેલાં ટોસ થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની બંને ટીમોના પ્લેઇંગ 11માં ફેરફાર નિશ્ચિત છે. ભારતીય ટીમમાં ઓછામાં ઓછા બે ફેરફાર થશે. રોહિત શર્મા અને શુભમન ગિલની વાપસી થશે. દેવદત્ત પડિક્કલ અને ધ્રુવ જુરેલને ટીમ બહાર થવાની શક્યતા છે. રોહિત મિડલ ઓર્ડરમાં રમતો જોવા મળવાની શક્યતા છે. વોશિંગ્ટન સુંદરની જગ્યાએ રવીન્દ્ર જાડેજાને તક મળી શકે છે. ઓસ્ટ્રેલિયામાં જોશ હેઝલવુડ ઈજાગ્રસ્ત છે તો તેના સ્થાને સ્કોટ બોલેન્ડનો સમાવેશ થાય એવી સંભાવના છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, નીતીશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર કે રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ (વાઇસ કેપ્ટન), મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.
પુસ્તક મહોત્સવમાં શ્રીલંકન બાળસાહિત્યનાં બે ગુજરાતી પુસ્તકોનું લોકાર્પણ
અમદાવાદ: શહેરમાં ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ- 2024માં શ્રીલંકાનાં બે બાળ-પુસ્તકોની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું. મૂળ સિંહલી ભાષામાં લખાયેલ સચિત્ર પુસ્તકોનો અંગ્રેજી માધ્યમે ગુજરાતી અનુવાદ ભાગ્યેન્દ્ર પટેલે કરેલ છે. જેનું પ્રકાશન નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા (એન.બી.ટી.) દ્વારા કરવામાં આવ્યું છે.
પુસ્તક મહોત્સવના આંતરરાષ્ટ્રીય મંચ પર એન.બી.ટી.ના સંયુક્ત નિયામક રાકેશ કુમારના હસ્તે બંને પુસ્તકોનું લોકાર્પણ કરાયું. શ્રીલંકાનાં પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર અને આઈ.બી.એમ.સી. પ્રકાશન સંસ્થાનાં ડાયરેક્ટર વી. વી. પથમાસીલીએ મૂળ પુસ્તકોનો પરિચય આપ્યો હતો. ભાગ્યેન્દ્ર પટેલે ભારત અને શ્રીલંકા વચ્ચે સાહિત્યિક-સાંસ્કૃતિક સંબંધો પર પોતાના વિચાર રજૂ કર્યા હતા.
ભાગ્યેન્દ્ર પટેલ એન.બી.ટી.માં છેલ્લાં ત્રીસ વર્ષથી ગુજરાતી ભાષાના સંપાદક તરીકે સેવારત છે અને દેશવિદેશના ઉત્તમ બાળસાહિત્યના ગુજરાતી અનુવાદનાં તેમનાં 100 ઉપરાંત પુસ્તકો પ્રકાશિત છે. એન.બી.ટી.ના મેનેજર અમિત કુમાર સિંહે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
સુરતમાં 20 નકલી તબીબ પકડાયા, 1500 ડિગ્રીઓ જપ્ત
સુરત: ગુજરાતમાં ફરી એક વખત નકલીનો ડોક્ટરના ખેલ સામે તંત્ર એક્શન મોડ આવી છે. સુરતના ઝોન-4 પોલીસે 20 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે 1500 જેટલી નકલી ડિગ્રીઓ જપ્ત કરાઈ છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્યમાંથી વધુ એકવાર બોગસ તબીબોને પોલીસ અને SOG ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે આ પહેલા સુરતમાં અનેકવાર નકલી તબીબોને લઈ મામલા સામે આવ્યા છે. ત્યારે સુરતમાં બોગસ તબીબ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝોન-4 પોલીસે પોલીસે 20 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે 1500 જેટલી નકલી ડિગ્રીઓ જપ્ત કરાઈ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આજે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાંથી પોલીસે બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતાં. આ એવા તબીબો હતા જેઓ પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હતી. ભૂતકાળમાં કમ્પાઉન્ટર તરીકે કામ કરતા લોકો પોતાનું ક્લિનિક ઉભું કરી રૂપિયા 50થી લઈને 200 રૂપિયા લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતાં. આ તપાસમાં કુલ 20 તબીબોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તપાસ દરમિયાન હજારોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
37 છગ્ગા સાથે 349 રન ખડકીને T20માં વડોદરાની ટીમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ઈન્દોર: ટી-20 ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર હવે વડોદરા ક્રિકેટ ટીમના નામે નોંધાયો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં વડોદરાએ સિક્કિમ સામે 20 ઓવરમાં પાંચ વિકેટે 349 રન ખડકી દીધા છે. વડોદરા તરફથી ભાનુ પુનિયાએ અણનમ 134 રન બનાવ્યા હતા. આ મેચમાં વડોદરાની ઇનિંગ દરમિયાન કૂલ 37 સિક્સર લાગી હતી. ટી-20 ક્રિકેટમાં આ પહેલા એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ પણ વડોદરાએ પોતાના નામે કર્યો છે.
ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ આ પહેલા ઝિમ્બાબ્વેના નામે હતો જેમાં ગાંબિયા વિરૂદ્ધ 23 ઓક્ટોબર, 2024ના રોજ 344 રન બનાવવાનો ઝિમ્બાબ્વેનો રેકોર્ડ હતો. એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ પણ ઝિમ્બાબ્વેના નામે આ મેચમાં નોંધાયો હતો. ઝિમ્બાબ્વે તરફથી એક ઇનિંગમાં 27 સિક્સર લાગી હતી. વડોદરાની ટીમે એક ઇનિંગમાં સૌથી વધુ 37 સિક્સર ફટકારી સિક્સરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વડોદરાની ટીમ તરફથી ભાનુ પુનિયાએ સૌથી વધુ 15 સિક્સર ફટકારી હતી.
કૃણાલ પંડ્યાની કેપ્ટન્સી ધરાવતી વડોદરાની ટીમ તરફથી આ મેચમાં હાર્દિક પંડ્યા ન હતો રમતો. આ મેચમાં વડોદરાના ચાર ખેલાડીઓએ 50+ સ્કોર બનાવ્યો હતો. શાશ્વત રાવત અને અભિમન્યુ સિંહે મળીને આક્રમક શરૂઆત કરી હતી. બન્નેએ મળીને પ્રથમ વિકેટ માટે 5 ઓવરમાં જ 90 રન ફટકાર્યા હતા. અભિમન્યુ 17 બોલમાં 57 રન બનાવીને આઉટ થયો હતો. તે બાદ શાશ્વત 43 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ભાનુ અને શિવાલિક શર્માએ મળીને આક્રમક રમત રમી હતી. શિવાલિક 17 બોલમાં 55 રન બનાવીને આઉટ થયો હતો અને વિષ્ણુ સોલંકીએ 16 બોલમાં 50 રન બનાવ્યા હતા. ભાનુએ 51 બોલમાં અણનમ 134 રન ફટકાર્યા હતા. જેમાં પાંચ ફોર અને 15 સિક્સર સામેલ છે.
Record Alert 🚨
349 runs 😮, 37 sixes 🔥
Baroda have rewritten the history books in Indore! They smashed 349/5 against Sikkim, the highest total in T20 history, & set a new record for most sixes in an innings – 37 👏#SMAT | @IDFCFIRSTBank
Scorecard: https://t.co/otTAP0gZsD pic.twitter.com/ec1HL5kNOF
— BCCI Domestic (@BCCIdomestic) December 5, 2024
ટી-20 ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ જોકે ભાનુ તોડવાથી ચુકી ગયો હતો. ભાનુએ જો ચાર સિક્સર લગાવી દીધી હોત તો આ વર્લ્ડ રેકોર્ડ પણ તૂટી જાત. ટી-20 ક્રિકેટ ઇતિહાસમાં એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન ક્રિસ ગેલ છે. ગેલે રંગપુર રાઇડર્સ તરફથી રમતા બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ઢાકા ડાયનામાઇટ્સ વિરૂદ્ધ 146 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન 18 સિક્સર ફટકારી હતી.
શિંદે યુગ પૂરો થયો, હવે તેઓ ક્યારેય સીએમ નહીં બને શકે: સંજય રાઉત
મુંબઈ: મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલા સસ્પેન્સ પર પડદો ઉંચકાયો છે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે. શિવસેના (UBT) નેતા સંજય રાઉતે ફડણવીસને સીએમ તરીકે ચૂંટતા મહાગઠબંધન (ભાજપ, શિવસેના, એનસીપી) પર પ્રતિક્રિયા આપી.

સંજય રાઉતે કહ્યું કે શિંદે યુગ પૂરો થયો છે. તેઓ ફરી ક્યારેય સીએમ નહીં બને. સંજય રાઉતે આ નિવેદન દેવેન્દ્ર ફડણવીસની મુખ્યમંત્રી તરીકે નિમણૂકની જાહેરાત કર્યા બાદ અને આઉટગોઇંગ સીએમ એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કર્યા બાદ આપ્યું હતું. શિવસેના (યુબીટી)ના નેતાએ દાવો કર્યો હતો કે ભાજપે શિંદેનો ઉપયોગ કર્યો હતો અને હવે તેમને બાજુ પર મુકવામાં આવ્યા છે. સંજય રાઉતે સ્પષ્ટ બહુમતી હોવા છતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને જાહેર કરવામાં વિલંબ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે મહાયુતિમાં કંઇક ખોટું છે.
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું,”આજે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના મુખ્યમંત્રી બનશે. બહુમતી હોવા છતાં તેઓ છેલ્લા 15 દિવસથી સરકાર બનાવી શક્યા ન હતા. આનો અર્થ એ થયો કે તેમની પાર્ટી અથવા મહાગઠબંધનમાં કંઈક ખોટું છે. આ સમસ્યા આવતીકાલથી દેખાવાનું શરૂ થશે.” તમને જણાવી દઈએ કે દેવેન્દ્ર ફડણવીસ આજે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેશે. તેમની સાથે એકનાથ શિંદે અને અજિત પવાર પણ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેના (UBT)નું પ્રદર્શન સારું રહ્યું ન હતું. પાર્ટીએ 36 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ માત્ર 10 જ જીતી હતી. ભાજપે 132થી વધુ બેઠકો જીતી છે. જો આપણે ભાજપના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનના ઘટક પક્ષોની વાત કરીએ તો, એકનાથ શિંદેની શિવસેના 57 બેઠકો જીતવામાં સફળ રહી અને અજિત પવારની એનસીપી 41 બેઠકો જીતવામાં સફળ રહી. મહાવિકાસ આઘાડી (કોંગ્રેસ, શિવસેના-યુબીટી, એનસીપી-એસપી) માત્ર 46 બેઠકો જીતી શકી.
‘સચિન તેંડુલકર ફાઉન્ડેશન’ના ડિરેક્ટર બન્યા સારા તેંડુલકર
મુંબઇ: પૂર્વ લેજેન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકરે પુત્રી સારા તેંડુલકરને પોતાના ફાઉન્ડેશન ‘સચિન તેંડુલકર ફાઉન્ડેશન’ (STF)ના નવા ડિરેક્ટર બનાવ્યા છે. આ ફાઉન્ડેશન ગરીબ બાળકોના કલ્યાણ માટેનું કામ કરે છે. સચિને પોતે સોશિયલ મીડિયા પોસ્ટથી આ માહિતી આપી હતી. આ પહેલા સચિનના પત્ની અંજલિ STFના ડિરેક્ટર હતા.’
I’m overjoyed to share that my daughter Sara Tendulkar has joined the @STF_India as Director.
She holds a Master’s degree in Clinical and Public Health Nutrition from University College London. As she embarks on this journey to empower India through sports, healthcare, and… pic.twitter.com/B78HvgbK62
— Sachin Tendulkar (@sachin_rt) December 4, 2024
સચિને સોશિયલ મીડિયા પર લખ્યું, મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મારી પુત્રી સારા STFમાં ડિરેક્ટર તરીકે જોડાઈ છે. તેણે યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
સચિન તેંડુલકર ફાઉન્ડેશનની શરૂઆત સચિન અને તેમના પત્ની અંજલિ તેંડુલકરે વર્ષ 2019માં કરી હતી. મુંબઈમાં સ્કૂલનો અભ્યાસ પૂરો કરનાર સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 7.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. સારા પહેલાથી જ STFના કામમાં સહકાર આપે છે.




અમદાવાદ શહેરના ધમધમતા ટ્રાફિક અને ચારે તરફ દબાણો વચ્ચે ઘેરાયેલા માણેકચોક વચ્ચે અનોખી ઐતિહાસિક વિરાસત આવેલી છે. જામા મસ્જિદની એકદમ નજીક અને અહમદશાહના રોજાની સામેની બાજુ આવેલો મિનારાવાળો રોજો એટલે રાણીનો હજીરો. રાણીના હજીરા તરીકે ઓળખાતા આ સ્મારકનું બાંધકામ ગુજરાતના સલ્તનત સમયમાં કરવામાં આવ્યું હતું. હાલમાં આ રોજો વેપારથી ધમધમતા માણેકચોક વિસ્તારની વચ્ચે ઘેરાયેલો છે.

