શું તમે જાણો છો શરીરને સ્વસ્થ અને શક્તિશાળી રાખવા માટે યોગ્ય વિટામિન અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ખૂબજ મહત્વના છે. વિટામિન અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સમાં શરીરને સ્વસ્થ રાખવા માટેનીજાદુઈ તાકાત રહેલી છે. આપણે જાણીએ કેવી રીતે વિટામિન A, C, D, આયરન, ઝિંક અને મેગ્નેશિયમ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
વિટામિન A:
આ તમારી આંખોની રક્ષા કરે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેથી તમે સ્વસ્થ અને શક્તિશાળી રહી શકો.
વિટામિન C:
એક શક્તિશાળી એન્ટીઓક્સીડન્ટ તરીકે, વિટામિન C ઘાવોને ઝડપી ઠીક કરવામાં અને સંક્રમણોથી લડવામાં મદદ કરે છે.
વિટામિન D:
“સૂર્યકિરણોનું વિટામિન” તરીકે ઓળખાતા વિટામિન D હાડકાંના આરોગ્ય માટે જરૂરી છે અને કલ્શિયમના અભિગમમાં મદદ કરે છે.
આયરન:
આ મહત્વપૂર્ણ ખનિજ એનોમિયા (લોહીની ઉણપ) ને રોકે છે અને શરીરને સ્વસ્થ લાલ લોહી કોષો બનાવવામાં મદદ કરે છે.
ઝિંક:
ઝિંક શરીરના રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે અને કોષોના વૃદ્ધિ અને વિભાજન માટે જરૂરી છે.
મેગ્નેશિયમ:
મેગ્નેશિયમ શરીરના મસલ્સ અને નસોને ટેકો આપે છે, જેથી શરીર આરામથી અને સરળતાથી કાર્ય કરે છે.
સૂચન: આ પોષક તત્વોને મેળવવા માટે ફળ, શાકભાજી, સંપૂર્ણ અનાજ અને લીન પ્રોટીનનો સમૃદ્ધ આહાર ખાવો જોઈએ.
(અમદાવાદસ્થિત ડો. નિધિ દવે હોમિયોપેથી પ્રેક્ટીશનર છે. પરિવારમાં ચોથી પેઢીના ફિઝીશ્યન એવા ડો. નિધિ હોમિયોપેથી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાની સાથે યુનાઇટેડ યુરોપિયન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાથે પણ સંકળાયેલા છે. વન-મિલિયન યુથ એક્શન ચેલેન્જના એમ્બેસેડર છે અને વિવિધ હોસ્પિટલ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલા છે.)
મુંબઈ: સાઉથ સ્ટાર્સ નાગા ચૈતન્યા અને શોભિતા ધુલીપાલા આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં દક્ષિણ ભારતીય શૈલીમાં લગ્નની વિધિઓ સાથે લગ્ન કરવામાં આવ્યા. આ લગ્નમાં સાઉથ સિનેમાના ફિલ્મ સ્ટાર્સે પણ હાજરી આપી હતી. પુષ્પા-2 ફેમ એક્ટર અલ્લુ અર્જુન પણ લગ્નમાં સામેલ થયા હતાં.
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ આ વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી. રામ ચરણ, મહેશ બાબુ અને અલ્લુ અર્જુન સહિત ઘણા સ્ટાર્સે લગ્નમાં હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાગાર્જુન અને પરિવારે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર્સને આમંત્રણ આપ્યું છે. તેમાં ચિરંજીવી, અલ્લુ અર્જુન, પીવી સિંધુ, નયનથારા, અક્કીનેની અને દગ્ગુબાતી પરિવાર, એનટીઆર, રામ ચરણ અને ઉપાસના કોનિડેલા અને મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરનો સમાવેશ થાય છે. દરમિયાન, લગ્ન પહેલા જ્યુબિલી હિલ્સમાં નાગાર્જુનનું ઘર સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે નાગા ચેતન્યા અને શોભિતા બે વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. ચૈતન્યના પ્રથમ લગ્ન ફેમિલી મેન 2 એક્ટર સામંથા રૂથ પ્રભુ સાથે થયા હતા. લગ્નના લગભગ ચાર વર્ષ પછી તેઓએ 2021માં અલગ થવાની જાહેરાત કરી. જો રિપોર્ટ્સનું માનીએ તો ચેતન્ય અને સેમ લગ્ન પહેલા દસ વર્ષથી એકબીજાને ઓળખતા હતા. જ્યારે શોભિતાના સંબંધો ક્યારેય મીડિયા રિપોર્ટ્સમાં આવ્યા નથી. ચૈતન્ય સાથેનો તેનો સંબંધ પ્રથમ હોય એવુ બની શકે.
નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટર સલમાન ખાનને જાનનું જોખમ છે. બાબા સિદ્દીકી હત્યાકાંડમાં ધરપકડ કરવામાં આવેલા આરોપી શૂટરે જણાવ્યું હતું કે સલમાનને મારવાની યોજના હતી, સુરક્ષાને કારણે ત્યાં સુધી પહોંચી ના શક્યા. થોડા મહિના પહેલાં NCP નેતા અને સલમાનના જિગરી મિત્ર બાબા સિદ્દીકીની હત્યા થઈ હતી. હવે બાબા સિદ્દીકી હત્યાકાંડમાં ખુલાસો થયો છે કે એના પહેલાં સલમાન ખાનને મારવાની યોજના હતી. આરોપીઓએ પોલીસ તપાસમેં ગેગસ્ટર લોરેન્સ બિશ્નોઇના હિટલિસ્ટમાં સલમાન ખાન નામ હોવાનું પણ જણાવ્યું હતું. સલમાનને સતત ધમકીઓ મળતાં તેને ઊંચી સિક્યોરિટી આપવામાં આવી હતી.
પાછલા દિલવસોમાં સલમાન ખાનના શૂટિંગ સેટ પર એક અજાણી વ્યક્તિ ગેરકાયદે રીતે ઘૂસી આવી હતી. જેને પકડી લેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે આ યુવકની પૂછપરછ કરવામાં આવી કે તે કોણ છે તો તેણે લોરેન્સ બિશ્નોઈનું નામ લઈને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલ અનુસાર આ ઘટનાની જાણકારી એક અધિકારીએ આપી હતી. જેમણે કહ્યું હતું કે શંકાસ્પદ યુવકને તાત્કાલિક પકડીને શિવાજી પાર્ક પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો જ્યાં હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.
હાલના મહિનાઓમાં સલમાન ખાનને બિશ્નોઇ ગેન્ગ તરફથી સતત ધમકીઓ મળી રહી છે. એપ્રિલમાં સલમાનના બાંદરાસ્થિત નિવાસસ્થાને ગોળીબારની ઘટના પછી મુંબઈ પોલીસે તેની સુરક્ષા વધારી દીધી છે. બાબા સિદ્દીકીની હત્યા પછી આ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
એક વાત તમે પણ નોંધી જ હશેઃ દરેક હાઉસિંગ સોસાયટીમાં અમુક એવા સભ્ય હોય, જેને વાતે વાતે વાંકું પડે. મિટિંગમાં નકામા મુદ્દા ઊભા કરે, જાતજાતના કાયદા બતાવે. મુંબઈની એક પૉશ ગણાતી હાઉસિંગ સોસાયટીની વાત. આ સોસાયટીમાં પણ આવા ચારેક જણ છે. થોડા સમય પહેલાં સોસાયટીના રહેવાસીઓની મિટિંગમાં એમણે મેનેજિંગ કમિટીને ભિડાવવાના મનસૂબા સાથે સાવ અતાર્કિક લાગે એવી દલીલો કરીઃ “આમ થવું જોઈતું હતું તે કેમ થયું નહીં? અમને કેમ જાણ ન કરી? જવાબ આપો.” કમિટીના અમુક સભ્ય પણ ઉગ્ર સ્વભાવના. એ બાંયો ચડાવીને જડબાંતોડ જવાબ આપવા જતા હતા ત્યાં ચેરમેને એમને અટકાવી પેલી ચોકડી સામે જોઈને કહ્યું, “તમારી વાત સાચી છે. ભવિષ્યમાં અમે ધ્યાન રાખીશું… ચલો, આ સિવાય કોઈ ચર્ચવા જેવો પૉઈન્ટ છે?” ગણતરીની પળોમાં આખો મામલો શાંત થઈ ગયો.
મુંબઈથી હવે અમેરિકા જઈએ. અહીં રેન્ડોલ્ફ ‘રેન્ડી’ પોશ નામના પ્રખર શિક્ષણશાસ્ત્રી- કમ્પ્યૂટર સાયન્સના પ્રોફેસર થઈ ગયા. રેન્ડી 10 વર્ષના હતા ત્યારે મોટાં બહેન સાથે ડિઝની વર્લ્ડ ફરવા ગયા. ત્યાં સોવિનિયર સ્ટોરમાંથી તેમણે દસ ડોલરનું રમકડું ખરીદ્યું. એ સ્ટોરની બહાર નીકળતા હતા ત્યારે હાથમાંથી રમકડું પડી ગયું ને તૂટી ગયું. ભાઈ–બહેન દુઃખી થઈ ગયાં. એ સમયે એક વ્યક્તિએ એમને સલાહ આપી કે “તમે સ્ટોર મેનેજર પાસે જાઓ અને રમકડું પાછું આપી દો.” રેન્ડીએ કહ્યું, “રમકડું મારી બેદરકારીના લીધે તૂટ્યું છે, તો કેવી રીતે પાછું અપાય?” પેલી વ્યક્તિએ કહ્યું કે, “પ્રયત્ન તો કરી જુઓ.” ભાઈ-બહેન ખચકાતાં સ્ટોરમાં ગયાં અને વિવેકપૂર્વક મેનેજરને કહ્યું, “અમારી ભૂલથી રમકડું તૂટી ગયું છે, તો આપ અમને કોઈ રીતે મદદ કરી શકો?” મેનેજરે તૂટેલું રમકડું પાછું લઈ લીધું અને રેન્ડીને નવું રમકડું આપતાં કહ્યું, માફ કરજો, પણ આ તમારી નહીં, અમારી ભૂલ કહેવાય. અમારું પેકિંગ એવું હોવું જોઈએ કે બાળક આનંદમાં આવી જાય અને તેના હાથમાંથી રમકડું પડી જાય તો પણ તે ન તૂટે… અમે એવું પેકિંગ નથી કરી શક્યા એ અમારી ખામી છે.”
ઉપરોક્ત બન્ને જુદા જુદા પ્રસંગમાં ભૂલ કોની હતી એ આપણે જાણીએ છીએ. આમ છતાં સામેની વ્યક્તિએ ભૂલ સ્વીકારી લઈને ખેલદિલી બતાવી. માણસમાત્ર ભૂલને પાત્ર એ ઉક્તિ પણ આપણે કેટલીય વાર ઉચ્ચારી હશે, પરંતુ સ્વીકારી કેટલી વખત? જ્યારે આપણે બીજા તરફ આંગળી ચીંધીએ ત્યારે એક જ આંગળી સામોવાળા તરફ હોય છે. બાકીની ત્રણ આંગળી આપણી તરફ જ હોય છે.
માણસને કોઈ એની ભૂલ બતાવે તે ગમતું નથી. પતિ-પત્નીનો ઝઘડો હોય, શેઠ-કર્મચારી વચ્ચે અણસમજણ હોય, યુવાનો-વડીલો વચ્ચે ઉદભવતું પેઢીગત અંતર હોય કે સાસુ-વહુ વચ્ચેનો ગજગ્રાહ હોય- તમામ પ્રશ્નોનાં મૂળ ભૂલનો અસ્વીકાર જ હોય છે. જો વ્યક્તિ ભૂલોને સ્વીકારી સુધારવાનો પ્રયત્ન કરે તો તે શ્રેષ્ઠતાના માર્ગે અવશ્ય ચડી શકે. એક વાત ધ્યાનમાં રાખજો કે અન્યો દ્વારા આપણી ભૂલોનાં ભૂંગળાં વાગતાં જ રહેવાનાં, પરંતુ તેને સાંભળીને આપણે સ્વીકાર કરતાં શીખીશું તો શાંતિનો અને પૂર્ણતાનો અનુભવ થઈ શકશે.
વિશ્વવિખ્યાત કંપની માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ કહે છે કે “મને મારી દરેક ભૂલમાંથી કંઈક શીખવા મળે છે, કારણ કે ભૂલ જીવનને સુધારવાની દિશા આપે છે. ભૂલ થઈ હોય ને તેને સ્વીકારવી તે તો સારી વાત જ છે, પરંતુ ભૂલ ન હોવા છતાં એને પોતાના માથે વહોરવી તે મહાપુરુષોની પરમ સિદ્ધિ છે.”
જો મહાપુરુષો પોતાની ભૂલ ન હોવા છતાં જો ભૂલનો સ્વીકાર કરી શકતા હોય તો આપણા દ્વારા તો સતત ભૂલો થતી હોય છે. શું આપણે આપણી ભૂલનો સ્વીકાર ન કરીએ?
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
મુંબઈ: 03 ડિસેમ્બર 2024 ના રોજ મુંબઈ ખાતે વાઈસ એડમિરલ સંજય જે સિંહે, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વેસ્ટર્ન નેવલ કમાન્ડ, વેસ્ટર્ન ફ્લીટના સ્ટીલ્થ ડિસ્ટ્રોયર INS મોર્મુગાઓ પર નૌકાદળ સપ્તાહ 2024 ની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને સંબોધિત કર્યા.
તેમના પ્રારંભિક સંબોધનમાં, તેમણે વેસ્ટર્ન નેવલ કમાન્ડ (WNC) દ્વારા અમારા કાર્યક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા જાળવવા અને સુનિશ્ચિત કરવા અને આપણા રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે જહાજો, સબમરીન અને એરક્રાફ્ટની વ્યાપક તૈનાતી પર પ્રકાશ પાડ્યો હતો. મીડિયાના સભ્યોને વેસ્ટર્ન નેવલ કમાન્ડ દ્વારા પાછલા એક વર્ષમાં હાંસલ કરાયેલી પહેલો અને સીમાચિહ્નો જેવી કે ઓપ સંકલ્પ, મિશન આધારિત જમાવટ, વિદેશી નૌકાદળ સાથેની કવાયત, સુરક્ષા, સલામતી, માનવતાવાદી સહાય, નાર્કોટિક્સ અને વિરોધી ચાંચિયાગીરી કામગીરી, આપત્તિ રાહત અને પર્યાવરણીય ચેતના વિશે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
મીડિયા તરફથી વિશાળ શ્રેણીના પ્રશ્નો ઉઠાવતા, વાઇસ એડમિરલ સંજય જે સિંઘે દરિયાકાંઠાના સંરક્ષણ, દરિયાઇ સુરક્ષા, આત્યંતિક પરિસ્થિતિઓમાં કામ કરવા માટેના SOPs, સમુદ્ર દ્વારા ડ્રગની હેરાફેરી સામેની લડત, સ્વદેશી યુદ્ધ જહાજનું ઉત્પાદન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ, અન્ય વિષયો વચ્ચે સુરક્ષા અને ભાવિ સંપાદન તથા સાયબર જેવા પ્રશ્નોની સ્પષ્ટતા કરી હતી.
ભારતીય નૌકાદળ દર વર્ષે 04 ડિસેમ્બરે નૌકાદળ દિવસ (Navy Day)ની ઉજવણી કરે છે, જે તારીખે, 1971ના ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન નૌકાદળના જહાજો, કરાચીથી ચોરીછૂપીથી દાવપેચ કરી અને ઘાતક મિસાઇલ હુમલો કર્યો જેનાથી બંદર સળગી ગયું અને નાશ પામ્યું.
મુંબઈ: સચિન તેંડુલકર લાંબા સમયથી એક ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે, જેનું નામ સચિન તેંડુલકર ફાઉન્ડેશન રાખવામાં આવ્યું છે. આ ફાઉન્ડેશન હેઠળ ગરીબ બાળકોને શિક્ષણ, આરોગ્ય તેમજ રમતગમત સાથે જોડવાનું કામ કરવામાં આવે છે. હવે આ ફાઉન્ડેશનમાં સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સચિન તેંડુલકરે બુધવારે તેની પુત્રી સારા તેંડુલકર સાથે જોડાયેલા એક મોટા સમાચાર શેર કર્યા છે. જેમાં તેણે જણાવ્યું કે સારાને સચિન તેંડુલકર ફાઉન્ડેશનમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
સચિન તેંડુલકરે દીકરી સારા વિશે મહત્વના સમાચાર શેર કર્યા છે
સચિન તેંડુલકરે એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે જણાવ્યું કે સારાને STF એટલે કે સચિન તેંડુલકર ફાઉન્ડેશનમાં ડિરેક્ટરનું પદ આપવામાં આવ્યું છે. સારાએ આ ફાઉન્ડેશનને લગતા કામમાં તેની માસ્ટર ડિગ્રી પણ મેળવી લીધી છે અને હવે તે પોતે તેની બાગડોર સંભાળશે. સચિન તેંડુલકરે આ અંગે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેણે પોતાની પુત્રી પર ગર્વ વ્યક્ત કર્યો છે અને ચાહકોને આ ખુશખબર આપી છે.
સચિન તેંડુલકરની પોસ્ટ
સચિન તેંડુલકરે પોતાની પોસ્ટમાં લખ્યું,’મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મારી પુત્રી સારા તેંડુલકર એસટીએફ ઇન્ડિયા (સચિન તેંડુલકર ફાઉન્ડેશન)માં ડિરેક્ટર તરીકે જોડાઈ છે. તેણીએ યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. જ્યારે તેણી રમતગમત, આરોગ્યસંભાળ અને શિક્ષણ દ્વારા ભારતને સશક્ત બનાવવાની સફર શરૂ કરે છે, ત્યારે તે વૈશ્વિક શિક્ષણ કેવી રીતે સંપૂર્ણ વર્તુળમાં આવી શકે છે તેની યાદ અપાવે છે.’
STFની સ્થાપના ઘણા વર્ષો પહેલા થઈ હતી
સચિન તેંડુલકરે પણ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં સારા આ ફાઉન્ડેશનના કામમાં મદદ કરતી જોવા મળી હતી. ફોટામાં સારા બાળકો સાથે બેસીને મસ્તી કરતી જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, સારા તેંડુલકર ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય સ્ટારકિડ્સમાંથી એક છે. સારા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને ઘણી વખત તેના બોલિવૂડ ડેબ્યૂની પણ ચર્ચા થાય છે. પરંતુ, હવે સારાએ તેના પિતાના ફાઉન્ડેશન સાથે જોડાઈને લોકોની સેવા કરવાની જવાબદારી પોતાના ખભા પર લીધી છે. સચિન તેંડુલકરે ઘણા વર્ષો પહેલા આ ફાઉન્ડેશનનો પાયો નાખ્યો હતો, જેનો ઉદ્દેશ્ય ગરીબ બાળકોને શિક્ષણ, આરોગ્ય અને રમતગમત સાથે જોડવાનો છે. સચિન અને તેની પત્ની અંજલિ તેંડુલકર આ ફાઉન્ડેશનના સહ-સ્થાપક અને નિર્દેશક છે.
સન ૧૯૦૭માં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના થયા બાદ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં આ સત્સંગ-કાર્યકરો દ્વારા સેવાની પ્રવૃત્તિઓ અહોરાત્ર ગતિમાન હતી જ. પરંતુ પ્રમુખસ્વામી મહારાજે દીર્ઘદૃષ્ટિથી ૧૯૭૨માં આયોજન કરીને કાર્યકરોનું એક વિધિવત્ માળખું સ્થાપિત કર્યું હતું.એ વાતને આજે ૫૦ વર્ષનો સમય વીતી ગયો છે. પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના પુરુષાર્થથી બી.એ.પી.એસ. સંસ્થાના લાખો સ્વયંસેવકો અને એક લાખથી વધુ રજિસ્ટર્ડ કાર્યકરોનું એક વૈશ્વિક વૃંદ તૈયાર થયું છે.આ કાર્યકરોની નિઃસ્વાર્થ સેવાઓને બિરદાવવા માટે મહંત સ્વામી મહારાજની નિશ્રામાં જાન્યુઆરી ૨૦૨૪માં સુરત ખાતે ‘બી.એ.પી.એસ. કાર્યકર સુવર્ણ મહોત્સવ’ પર્વનો આરંભ કરવામાં આવ્યો હતો.
આ મહોત્સવના ઉપક્રમે સંસ્થાના અનેકવિધ કેન્દ્રોમાં મે તથા જૂન મહિના દરમિયાન સંયુક્ત-યુવા-બાળ- મહિલા-યુવતી-બાલિકા પ્રવૃત્તિના કાર્યકરોને નવાજતા અનેક કાર્યકર અભિવાદન સમારોહ દબદબાભેર યોજાયા હતા. જયારે આગામી 7 ડિસેમ્બર શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થશે.