Home Blog Page 1284

અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું પાલન માટે AI બેઝડ ડેશકેમ લોન્ચ

અમદાવાદ: દિવસેને દિવસે શહેરમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધતા અકસ્તાનો સંખ્યામાં ઘટાડો કરવા પોલીસ દ્વારા AI બેઝડ ડેશકેમ લોન્ચ કર્યું છે. અમદાવાદમાં આજથી અલગ-અલગ 32 ગાડી AI કેમેરા સાથે અને 28 પોલીસકર્મીઓ રોડ પર AI કેમેરા સાથે દેખાશે. આ કેમેરા દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનારને મેમો આપશે. હેલ્મેટ, ટ્રીપલ સવારી અને રોંગ સાઇડ વાહન ચલાવનારને સાંજ સુધીમાં જ મેમોનો મેસેજ મળી જશે.

અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી હેલ્મેટ વિનાના વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેનાથી માત્ર મોબાઈલ શરૂ કરતા જ ઓટોમેટિક નિયમ ભંગ કરનારને મેમો આપવામાં આવશે. આજથી શહેરના તમામ વિસ્તારમાં ડેશકેમ વાળી ગાડી અને AI કેમેરા સાથે પોલીસકર્મીઓ જોવા મળશે. AIએ બેઝડ કેમેરાવાળી ગાડી જ્યારે ચાલુ હશે તે દરમિયાન પણ ગાડીની અંદરનો કેમેરો ચાલુ હશે. આ કેમેરામાં જે પણ વાહનચાલકો હેલ્મેટ વિના, રોંગ સાઈડમાં વાહનચલાવતા અને ત્રિપલ સવારીમાં વાહન ચલાવતા રેકોર્ડ થશે તો તે વીડિયોમાંથી AI દ્વારા ઓટોમેટિક નિયમોના ભંગ બદલ ફોટો ક્લિક થશે, તે ફોટો કંટ્રોલ રૂમને મળશે. કંટ્રોલ રૂમ દ્વારા ખરેખર નિયમોનો ભંગ કર્યો છે કે કેમ? તે વેરીફાઈ કરવામાં આવશે. ત્યારબાદ વાહનચાલકને મેસેજ દ્વારા નિયમના ભંગની વિગત અને દંડની રકમ સાથે મેમો મળશે. દિવસ દરમિયાન નિયમનો ભંગ કરનાર વાહનચાલકને સાંજ સુધીમાં મેમો મળશે. આ મેમો વાહન માલિકના મોબાઈલ નંબર પર ટેક્સ મેસેજથી મળશે.

આ ઉપરાંત 28 જેટલા ટ્રાફિક પોલીસને કર્મચારીઓને પણ ટ્રાયપોડ અને AI બેઝ કેમેરાવાળો મોબાઈલ ફોન આપવામાં આવ્યો છે. આ પોલીસ કર્મચારીઓ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ વિસ્તારમાં ટ્રાફિક પોઇન્ટ ઉપર હાજર રહેશે. પોલીસકર્મીઓને આપવામાં આવેલા મોબાઈલમાં તેઓ માત્ર એપ્લિકેશન ચાલુ કરશે, ત્યારબાદ એપ્લિકેશન કામ કરે છે કે નહીં? તે જોવાનું રહેશે. આ દરમિયાન AI દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોનો મેમો જનરેટ કરવામાં આવશે. આ મેમો પણ કંટ્રોલ રૂમને મળશે અને કંટ્રોલરૂમ દ્વારા મેમો વેરિફાય કરીને વાહન માલિકોને મેસેજ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના એસજી 1, એસજી 2 ટ્રાફિક પોલીસ સ્ટેશન અને ઇન્ટરસેપ્ટરમાં પ્રાયોગિક ધોરણે ઇન્સ્ટોલ કર્યા હતાં, જેમાં હેલ્મેટના 794, 21 જોખમી રીતે વાહન ચલાવતા વાહનચાલક, 14 ત્રીપલ સવારીમાં વાહન ચલાવતા વાહનચાલક, 4 સીટબેલ્ટ વિનાના વાહનચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ભવિષ્યમાં નો પાર્કિંગ તથા ટ્રાફિક વાયોલેશન અન્ય હેડનો પણ ઉમેરો કરવામાં આવશે.

અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર દિવ્યાંગોના સશક્તિકરણ માટે કટિબદ્ધ

અમદાવાદ: મંગળવારે ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત સરકારે સાથે મળીને દિવ્યાંગજનો માટે કામ કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી.અદાણી એરપોર્ટ્સના ડાયરેક્ટર જીત અદાણીએ જણાવ્યું, “હું આજે માત્ર અદાણી ગ્રુપના અગ્રણી તરીકે નહી પરંતુ આપ તમામ દિવ્યાંગ ભાઇ-બહેનોની હિંમતથી પ્રેરિત થયેલ વ્યક્તિ તરીકે અહીં હાજર રહ્યો છું. આપની શક્તિઓ જોઈ મને જીવનનો સાચો અર્થ સમજાયો છે. અદાણી ગ્રુપ વતી હું આપને ખાતરી આપું છું કે આપની પ્રગતિ અને સશક્તિકરણ પ્રત્યેની અમારી પ્રતિબધ્ધતા અચલ છે. મને ગૌરવ છે કે છેલ્લા 10 વર્ષમાં અદાણી ફાઉન્ડેશન કૌશલ્યવૃધ્ધિ, આજીવિકાની તકો, શિક્ષણ તેમજ રોજીંદા જીવનને આસાન બનાવવા માટે સાધન સહાય મારફતે તમારી સાથે જોડાયેલું છે. ખાસ કરીને કચ્છના મુંદ્રા, ખાવડા અને લખપત તાલુકાઓમાં દિવ્યાંગ લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે અમે કામ કરી રહ્યા છીએ અને હંમેશા કરતા રહીશું.”અદાણી ફાઉન્ડેશન સમગ્ર રાજ્યમા દિવ્યાંગ વિદ્યાર્થીઓને 1,152 ટેક્નિકલ કીટ્સનું વિતરણ કરવાનું છે. અદાણી ફાઉન્ડેશને સમગ્ર કચ્છમાં દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે શરૂ કરેલી તેમની સફરની ઝાંખી કરાવતી એક સંકલિત પુસ્તિકા ‘સ્વાવલંબન’ ખુલ્લી મૂકી હતી.આ કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા તથા અતિથિ વિશેષ તરીકે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર અને વિભાગના અગ્ર સચિવ મોહમ્મદ શાહિદ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર વી. એસ. ગઢવી અને ખાસ મહેમાન તરીકે દીવા શાહ હાજર રહ્યા હતા.

ફૂડ વિભાગના ઘીના વેપારીના ગોડાઉન પર દરોડા

પાલનપુરઃ ફૂડ વિભાગે ઘીનો વેપાર કરતા વેપારીને ત્યાં દરોડા પાડ્ય છે. શહેરના ચડોતર નજીક કોમ્પ્લેક્સમાંથી શંકાસ્પદ ઘી મળ્યું હતુ, જેમાં અધિકારીઓને જોઇને વેપારી ફરાર થઈ ગયો હતો. ફૂડ વિભાગે પોલીસ બોલાવી ગોડાઉનને સીલ કર્યું છે, વિભાગે બાતમીની આધારે દરોડા પાડ્યા હતા. પાલનપુરના ચડોતર નજીક ખાનગી કોમ્પ્લેક્સમા શંકાસ્પદ ઘીના ગોડાઉન ઉપર ફૂડ વિભાગે રેડ કરી હતી. ફૂડ વિભાગના અધિકારીઓને જોઈને વેપારી ગોડાઉનને લોક મારી ચાવી લઈને ભાગી ગયો હતો. આ શંકાસ્પદ ઘીનું ગોડાઉન ચડોતરના કેબી લોજિસ્ટમાં આવેલું છે.

જોકે ફૂડ વિભાગને ઉલ્લુ બનાવીને વેપારી છૂમંતર થયો હતો. પોલીસે ગોડાઉન સીલ કરી દીધું છે.  વેપારીને હવે ફરીથી ધંધો કરવો હોય તો તેણે ગોડાઉનનું સીલ ખોલાવવું પડશે અને તપાસ કરાવવી પડશે પછી જ ધંધો કરી શકશે.

બનાસકાંઠાના ડીસામાં GIDC વિસ્તારમાં ખાદ્ય તેલ અને ઘીનું પ્રોડક્શન કરતા ત્રણ એકમો પર ફૂડ વિભાગે દરોડા પાડયા છે. જ્યાંથી શંકાસ્પદ જણાતા ઘી અને તેલના સેમ્પલ લઈ કેટલોક જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ડીસામાં 36 લાખની કિંમતનો શંકાસ્પદ માવો મળી આવ્યો હતો. ડીસા GIDCમાં આવેલ અમર ઇન્ડસ્ટ્રીઝમાંથી રિફાઈન સોયાબીન ઓઇલનો જથ્થો સીઝ કરાયો હતો. જિલ્લા ફૂડ વિભાગ દ્વારા મોડી રાત સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી અને નમૂના લેવામાં આવ્યા હતા. જેથી અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો.

 

ખ્યાતિકાંડમાં ડો. સંજય પટોળીયા ઝડપાયો, કુલ સાતની ધરપકડ, બે ફરાર

અમદાવાદ: રાજ્યમાં ચકચાર મચાવનાર ખ્યાતિકાંડના કેટલાક આરોપી હજી પણ પોલીસની પકડની બાર છે. ત્યારે બીજી બાજું પણ આરોપીઓને સજા દેવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે હવે ખ્યાતિકાંડ મામલે ગુનો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળીયાને પોલીસે ઝડપી પાડ્યો છે. ડો. સંજય પટોળીયાએ કરેલી આગોતરા જામીન અરજી મંગળવારે રદ થઈ હતી. ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ સોંપાયા બાદ અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજી પણ પોલીસ પકડથી દૂર છે.

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી ડો. સંજય પટોળીયાએ પોલીસ ધરપકડથી બચવા માટે ત્રણ કેસોમાં આગોતરા જામીન માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, હું નિર્દોષ છું, મારે આ કેસ સાથે કોઇ જ લેવા દેવા નથી, મને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે, ક્યાંય નાસી કે ભાગી જાઉં તેમ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન પર મુક્ત કરવો જોઇએ. જોકે, અરજીની સામે ખાસ સરકારી વકીલ વિજય બારોટે એવી દલીલ કરી હતી કે, આરોપીઓએ પીએમજેએવાય યોજનાનો ખોટી રીતે આર્થિક લાભ લેવા માટે પૂર્વ આયોજીત કાવતરું રચ્યું હતું. ખ્યાતિકાંડના આરોપી ડો. સંજય પટોડીયા જે ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર રાજકોટમાં છુપાયો હતો અને અમદાવાદના ગોતામાં મિત્રને મળવા આવ્યો ત્યારે તેને લોકેશનના આધારે ઝડપી પાડવામાં આવ્યો હોવાનો દાવો કરી રહી છે. ડો. સંજય પટોળીયા સામે ગુનો નોંધાયાના 24 દિવસ બાદ ઝડપાયો છે. જેની સામે LOC નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી.રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની તૈયારી હતી અને હવે આરોપી શહેરમાંથી જ ઝડપાય છે. ડો. સંજય પટોળિયાના મંગળવારે આગોતરા જામીન રદ થયાના બીજા દિવસે જ તેની ધરપકડ કરવામાં આવી છે. જેથી અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.

ગુજરાતમાં પ્રજનનક્ષમતા દર ઘટીને 1.9, ક્યા કારણો છે જવાબદાર?

અમદાવાદ: આગામી 6, 7 અને 8 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગરના મહાત્મા ગાંધી કનેક્શન હાલ ખાતે ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી દ્વારા એક ખાસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ 20મી વાર્ષિક કોન્ફરન્સનું ફર્ટિવેશન 2024 નામ આપવામાં આવ્યું છે. જેમાં ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશભરના તથા અન્ય દેશમાંથી પણ એક્સપર્ટ તબીબો ભાગ લેવાના છે. લગભગ 750થી વધુ લોકો ભાગ લેવાના છે, ત્યારે તે પૂર્વે ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

કોન્ફરન્સ અંગે વાત કરતા નિષ્ણાંત તબીબોએ જણાવ્યું કે, સતત ઘટી રહેલા પ્રજજન દરથી દક્ષિણ કોરિયા આગામી 100 વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ‘ગાયબ’ થઇ જાય તેવો ચિંતાજનક અહેવાલ તાજેતરમાં આવ્યા હતા. જીવનશૈલીને કારણે ગુજરાતમાં પણ પ્રજજક્ષમતાનો દર સતત ઘટી  રહ્યો છે. ગુજરાતમાં હાલ પ્રજજનક્ષમતા દર 1.9 છે. સમગ્ર દેશમાં રિપ્લેસમેન્ટ ફર્ટિલિટી રેટ 2.1 છે. મતલબ કે, એક મહિલા બે બાળકને જન્મ આપે તો વસતી દર સ્થિર રહે. દેશમાં હાલ માત્ર પાંચ રાજ્ય એવા છે જેનો ફર્ટિલિટી રેટ બેથી વઘુ છે.ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટીના જોઈન સેક્રેટરી ડોક્ટર જયેશ અમીને જણાવ્યું હતું કે, દેશમાં વંધ્યત્વનું પ્રમાણ દિવસે અને દિવસે વધતું જઈ રહ્યું છે. હાલમાં દેશમાં 10થી 12 ટકા દંપતી વંધ્યત્વથી પીડાય છે. તથા તેનું મુખ્ય કારણ તમાકુનું સેવન અને ધુમ્રપાન કરવું. કારણ કે, વિવિધ રિસર્ચમાં પણ જાણવા મળ્યું છે કે, તમાકુના સેવનથી તકલીફ સર્જાઈ શકે છે. આ ઉપરાંત મહિલાઓમાં ઇન્ફર્ટિલિટીનું મુખ્ય કારણ PCOD ત્યાં અંડાશયની કોથળીમાં ઈંડાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવું. આ ઉપરાંત પણ મોડી ઉંમરે લગ્ન થવા અને 30 વર્ષ બાદ ગર્ભ ધારણ કરો તે ઇન્ફર્ટિલિટીનું મુખ્ય કારણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સામન્ય રીતે 24થી 30 વર્ષની મહિલાઓમાં ફર્ટિલિટીનું પ્રમાણ વધુ રહે છે. કારણ કે, આ વર્ષ દરમિયાન અંડાશયના ઈંડાઓનું પ્રમાણ વધુ હોય છે અને તેની ગુણવત્તા પણ સારી હોય છે. તેથી મહિલાઓ 24થી 30 વર્ષની ઉંમરમાં માતૃત્વ ધારણ કરવા માટે સક્ષમ હોય છે.બીજી તરફ ડો. ચૈતન્ય નાગોરીએ જણાવ્યું કે, ‘વ્યંધત્વ હેઠળ કરવામાં આવતી સારવારને પણ ઈન્સ્યોરન્સ હેઠળ આવરી લેવા અંગે વિચારણા થવી જોઇએ. સમગ્ર દેશમાં દર વર્ષે 2.50 લાખ આઇ.વી.એફ. સાયકલ થાય છે. આગામી થોડા વર્ષમાં આઇ.વી.એફ. સાયકલનો દર પાંચ લાખને પાર જઇ શકે છે.’બદલાતી જીવનશૈલી, મોટી ઉંમરે લગ્ન થવા, મોટી ઉંમરે સંતાનને જન્મ આપવાનો નિર્ણય લેવો જેવા પરિબળોને કારણે પ્રજજનદર ઉપર વઘુ અસર પડી રહી છે. પ્રજજનક્ષમતા દર ઓછો હોય તેવા મોટા રાજ્યોમાં ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, કેરળ, ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં સિક્કિમમાં 1.1 સાથે સૌથી ઓછો પ્રજજનક્ષમતા દર છે. આ સિવાય આંદમાન નિકોબાર, ગોવા, લદ્દાખમાં પણ પ્રજજનક્ષમતા દર માત્ર 1.1 છે.

પોલીસે રાહુલ ગાંધીના કાફલાને સંભલ જતા અટકાવ્યો

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતાને હિંસાગ્રસ્ત સંભલની મુલાકાતે જતાં પોલીસ વહીવટી તંત્રએ ગાઝીપુર બોર્ડર અટકાવી દીધા છે. પોલીસે તેમને અને પ્રિયંકા ગાંધી વાડ્રાના કાફલાને ગાઝીપુર બોર્ડર પર અટકાવ્યા છે. પોલીસે તેમને સંભલ જવાની મંજૂરી નથી આપી. પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પાંચ અન્ય સાંસદોની સાથે હિંસા પ્રભાવિત સંભલ માટે નીકળ્યા હતા.

પોલીસે રાહુલ-પ્રિયંકાના કાફલાને ગાઝીપુર બોર્ડર પર લગભગ 30 મિનિટ સુધી રોકી રાખ્યો હતો. કોંગ્રેસે પોલીસ અધિકારીઓને કહ્યું હતું કે  માત્ર પાંચ લોકોને જ જવા દેવા જોઈએ. જોકે  અધિકારીઓએ તેમને કહ્યું હતું કે સંભલમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે. હમણાં ત્યાં ન જશો. પોલીસે રાહુલ ગાંધીને પરત ફરવાની અપીલ કરી હતી. ગાઝિયાબાદ પોલીસના DCP નિમિષ પાટીલે રાહુલ ગાંધી સાથે વાત કરી છે. તેમને સંભલની સ્થિતિ અંગે જણાવ્યું હતું અને તેમણે રાહુલને આગળ ન જવા વિનંતી કરી હતી.

તેમની સાથે કેસી વેણુગોપાલ, કેએલ શર્મા, ઉજ્જલ રમણ સિંહ, તનુજ પુનિયા અને ઈમરાન મસૂદ પણ છે. રાહુલ અને પ્રિયંકા સંભલમાં તાજેતરની હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવાર સાથે મળવાના ઈરાદા સાથે ત્યાં જવા માગતા હતા. જોકે સ્થાનિક વહીવટી તંત્રએ 10 ડિસેમ્બર સુધી સંભલમાં નેતાઓ અને સામાજિક કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ દિલ્હીની સરહદ પર પોલીસ તહેનાત છે અને બેરિકેડિંગ કરવામાં આવી છે. વહીવટી તંત્રની સંપૂર્ણ તૈયારી હતી કે દિલ્હીની સરહદે જ રાહુલ ગાંધીને રોકી લેવામાં આવે. જોકે, રાહુલ ગાંધીના કાફલાને ગાઝીપુર બોર્ડર પર રોકી દેવામાં આવ્યો હતો.

UP કોંગ્રેસ ચીફ અજય રાયે કહ્યું હતું કે અમે પાંચ લોકો જઈશું, પાંચ લોકોને તો મંજૂરી છે. કલમ 163માં મંજૂરી હોય તો પાંચ લોકો જઈ શકે છે. સંભલમાં અત્યાચારને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 

પંજાબના પૂર્વ ડેપ્યુટી CM પર જીવલેણ હુમલો: આરોપીની ધરપકડ

અમૃતસર: પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ પર બુધવારે સુવર્ણ મંદિરના ગેટ પર ફાયરિંગ કરવામાં આવી. જો કે ગોળી દીવાલમાં વાગતા તેઓ બચી ગયા છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં હુમલાખોર હાથમાં પિસ્તોલ લઈને સુખબીરસિંહ બાદલ તરફ દોડ્યો અને ફાયરિંગ કર્યું. જો કે આ દરમિયાન ત્યાં ઊભેલા સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને દબોચી લીધો હતો અને પિસ્તોલ છીનવી લીધી હતી.

સુરક્ષાકર્મીઓએ સુખબીર બાદલને ઘેરી લીધા હતા. ઘટના બાદ સુવર્ણ મંદિરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ફાયરિંગ કરનાર વ્યક્તિની ઓળખ ગુરદાસપુરના ડેરાબાબા નાનકના રહેવાસી નારાયણ સિંહ ચૌડા તરીકે થઈ છે. તે દલ ખાલસાનો સભ્ય છે.આ ઘટના સુવર્ણ મંદિરના એન્ટ્રી ગેટ પર ત્યારે બની જ્યારે શિરોમણી અકાલી દળના નેતા અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ ધાર્મિક સજા તરીકે ચોકીદારી કરી રહ્યા હતા. સુખબીરને પગમાં ફ્રેક્ચર છે, તેથી તે વ્હીલચેર પર બેઠા હતા અને હાથમાં ભાલો લઈને ચોકીદારી કરી રહ્યા હતા.લોકોએ હુમલાખોરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. હુમલાખોરે પોતાનું નામ નારાયણ સિંહ ચૌરા હોવાનું જણાવ્યું છે. મળતી માહિતી મુજબ, આરોપી બબ્બર ખાલસા સાથે સંકળાયેલો છે અને તે પાકિસ્તાન પણ ગયો હતો.

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ,યોજાશે ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ

બઈ: કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? આ પ્રશ્નને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કેન્દ્રીય નિરીક્ષક નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રના નવા સીએમ દેવેન્દ્ર ફડણવીસ હશે. મુંબઈમાં વિધાન ભવનમાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. હવે મહાયુતિના નેતાઓ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. 5 ડિસેમ્બરે એટલે કે આવતી કાલે મુંબઈના આઝાદ મેદાનમાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવાર અને એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદ સંભાળશે.

વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ દેવેન્દ્ર ફડણવીસે પોતાના સંબોધનમાં સૌનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું- અમે આ ચૂંટણીમાં એક વાત કહી છે કે જો એક છે તો તે સુરક્ષિત છે અને જો મોદી છે તો તે શક્ય છે. મોદીજીના નેતૃત્વમાં જીતનો સિલસિલો ચાલુ છે. હું તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરું છું.

મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું હતુ કે અમે ફડણવીસના નેતૃત્વમાં જીત્યા છીએ. તેઓ રાજ્યના વિકાસ માટે સતત કામ કરી રહ્યા છે. આ પછી ચંદ્રકાંત પાટીલ અને સુધીર મુનગંટીવારે ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો. પંકજા મુંડેએ તેમના નામને મંજૂરી આપી હતી. બાદમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર લગાવવામમાં આવી અને બીજેપી વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા.

મહારાષ્ટ્ર: શું છે 6-1? જેના કારણે કેબિનેટનું વિભાજન થઈ શકે છે

મુંબઈ: મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે નવી સરકાર શપથ લેવાની છે. મહાયુતિ ગઠબંધન એ હજુ સુધી જાહેર કર્યું નથી કે તેના પક્ષમાંથી મુખ્યમંત્રી પદ કોને મળશે. જો કે એ વાત લગભગ નિશ્ચિત છે કે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી પદ પર જીત મેળવશે. તે જ સમયે, આ પહેલા સીએમ રહેલા એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ બનવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ ઉપરાંત અગાઉની સરકારમાં નાયબ મુખ્યપ્રધાન રહી ચૂકેલા અજિત પવારને પણ આ જ પદ પર ચાલુ રાખવાની વાતો સામે આવી છે. જો કે, આ ત્રણેય નેતાઓ કેબિનેટમાં મંત્રી પદની વહેંચણી કેવી રીતે કરશે તે હજુ સ્પષ્ટ થયું નથી.

Mumbai: Maharashtra CM Eknath Shinde, Deputy CMs Devendra Fadnavis, Ajit Pawar and others celebratefollowing the Mahayuti alliance’s victory in the Maharashtra Assembly elections in Mumbai on Saturday, November 23, 2024. (Photo: IANS)

આ દરમિયાન, ઘણા જૂથોમાં ચર્ચા છે કે ભાજપ, શિવસેના અને એનસીપી કેબિનેટ રચના માટે 6-1 ફોર્મ્યુલા અપનાવશે. એટલે કે દરેક છ ધારાસભ્યો પાછળ પાર્ટીને એક મંત્રી પદ મળશે. જો આપણે આ ફોર્મ્યુલાને અનુસરીએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ મંત્રીઓ ભાજપના હશે, જેણે ચૂંટણીમાં 132 બેઠકો જીતી છે. આ પછી શિવસેના અને એનસીપી વચ્ચે પણ મંત્રી પદ પર નફાકારક સોદો થવાની સંભાવના છે.

કયા પક્ષને કેટલા મંત્રી પદ મળવાની શક્યતા?

જો આ ફોર્મ્યુલાના આધારે આંકડાઓની વાત કરીએ તો ભાજપને કેબિનેટમાં 20 થી 22 પદ મળી શકે છે. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાને 12 મંત્રી પદ અને અજિત પવારની આગેવાનીવાળી NCPને 9-10 મંત્રી પદ મળશે. જો મહાગઠબંધનમાં આ રીતે મંત્રીપદની વહેંચણી કરવામાં આવશે તો પક્ષો વચ્ચે માત્ર પોર્ટફોલિયોની જ ચર્ચા બાકી રહેશે, જે શપથ ગ્રહણ બાદ પણ નક્કી થઈ શકે છે.

વિભાગોના વિભાજનમાં વાસ્તવિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે

એકનાથ શિંદેના મુખ્યમંત્રી પદ પરથી હટી જવાના બદલે શિવસેના નવી સરકારમાં કેટલાક મહત્વપૂર્ણ મંત્રાલયોની માંગ કરી શકે છે. પાર્ટીએ પહેલા જ કહ્યું હતું કે તેને ગૃહ મંત્રાલય જોઈએ છે. આ પહેલા ગૃહ મંત્રાલય ઘણા વર્ષો સુધી દેવેન્દ્ર ફડણવીસ પાસે હતું. આવી સ્થિતિમાં શિવસેના ડેપ્યુટી સીએમ પદની સાથે પોતાના માટે ગૃહ મંત્રાલયની માંગ કરી શકે છે.

બીજી બાજુ, એનસીપીએ માંગ કરી છે કે શિંદેને મંત્રીમંડળમાં સમાન સન્માન આપવું જોઈએ કારણ કે શિવસેના પાર્ટીના નેતા છગન ભુજબળે તાજેતરમાં કહ્યું હતું કે તેમની પાર્ટીનો સ્ટ્રાઈક રેટ વધુ સારો છે અને આ સંદર્ભે મંત્રી પદની વહેંચણી પણ થવી જોઈએ.

મહાયુતિએ વિધાનસભાની 288માંથી 235 બેઠકો કબજે કરી છે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ આવ્યા હતા. આ પરિણામોમાં મહાયુતિએ કુલ 288 વિધાનસભા બેઠકોમાંથી 235 બેઠકો મેળવી છે. ભાજપે સૌથી વધુ 132 બેઠકો જીતી હતી, જ્યારે તેના સાથી પક્ષો – મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 57 બેઠકો જીતી હતી અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીએ 41 બેઠકો જીતી હતી. આ ઉપરાંત, પાંચ બેઠકો મહાયુતિમાં સામેલ અન્ય પક્ષોએ જીતી હતી – જન સુરાજ્ય શક્તિ (2), રાષ્ટ્રીય યુવા સ્વાભિમાન પાર્ટી (1) અને રાષ્ટ્રીય સમાજ પક્ષ (1).

તેનાથી વિપરિત, લોકસભામાં વધુ બેઠકો જીતનાર મહાવિકાસ અઘાડી (MVA)ને વિધાનસભા ચૂંટણીમાં જોરદાર ફટકો પડ્યો. MVAમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) 20 બેઠકો જીતી, કોંગ્રેસે 16 બેઠકો જીતી અને શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) માત્ર 10 બેઠકો જીતી.

પરિણામો પછી શું થયું?
મહારાષ્ટ્રમાં મહાયુતિની ઐતિહાસિક જીત બાદ સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. ગઠબંધનના ઘટકો ભાજપ, શિવસેના અને એનસીપી વચ્ચે અલગ-અલગ બેઠકોનો રાઉન્ડ શરૂ થયો. આ સાથે સીએમ પદ માટે દબાણ ઉભું કરવાની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. પરિણામોના બીજા જ દિવસે એટલે કે 24મી નવેમ્બરે NCP ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી જેમાં અજિત પવારને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પાર્ટીના નેતા છગન ભુજબળે અજિત પવારને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી. તે જ સમયે, શિવસેનાના ધારાસભ્યોએ એકનાથ શિંદેને તેમના નેતા તરીકે પસંદ કર્યા.

જોકે, શિવસેનાના નેતા શિંદેએ 27 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી પદ માટે પોતાનો દાવો છોડી દેવાનો સંકેત આપ્યો હતો. તેમણે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ પદને લઈને ચાલી રહેલી ચર્ચા પર પૂર્ણવિરામ મૂક્યું હતું. એકનાથ શિંદેએ કહ્યું કે મને સીએમ બનવાની કોઈ ઈચ્છા નથી. પીએમ મોદી અને અમિત શાહ જે પણ નિર્ણય લેશે તે હું સ્વીકારીશ. સરકાર બનાવતી વખતે મારી તરફથી કોઈ અડચણ નહીં આવે. હું ખડકની જેમ એક સાથે ઉભો છું. ભાજપની બેઠકમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમે સ્વીકારીશું. હું ભાજપના મુખ્યમંત્રીને સ્વીકારું છું.

વાહ ભાઈ વાહ! – ૦૪ ડિસેમ્બર ૨૦૨૪