Home Blog Page 1286

દેવ આનંદ પોતાના ફેન્સ માટે આ ખાસ કામ કરતા હતા

મુંબઈ: દેવ આનંદ હિન્દી સિનેમાના સદાબહાર અભિનેતા હતા. 3 ડિસેમ્બરે ‘પ્રેમ પૂજારી’, ‘ગાઈડ’, ‘મંઝિલ’ અને ‘હરે કૃષ્ણ હરે રામા’ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર બૉલીવુડના પ્રથમ ફૅશન આઇકન દેવની પુણ્યતિથિ છે. તેઓ તેમના સમયના સૌથી પ્રખ્યાત અભિનેતાઓમાંના એક હતા. ફિલ્મોની જેમ દેવનું જીવન પણ ઘણું રસપ્રદ હતું. ભલે તેઓ આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના ચાહકો આજે પણ તેમને યાદ કરે છે. અભિનેતા તેમજ લેખક, દિગ્દર્શક અને નિર્માતા દેવ જે બોલિવૂડમાં પોતાના કામ માટે જાણીતા હતા. તેણે લગભગ 6 દાયકા સુધી સિનેમા જગત પર રાજ કર્યું. તેમણે એવી છાપ છોડી કે તેમનું કામ આજે પણ યાદ કરવામાં આવે છે.

અભિનેતાઓ ચાહકો માટે હાથ વડે પત્ર લખતા હતા

ભારત અને વિદેશમાં નામના મેળવનાર દેવ આનંદનું સાચું નામ ધરમદેવ પિશોરીમલ આનંદ હતું. 26 સપ્ટેમ્બર 1923ના રોજ એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા આ અભિનેતાએ બે વર્ષ સુધી સંઘર્ષ કર્યા બાદ વર્ષ 1946માં ફિલ્મ ‘હમ એક હૈ’થી હિન્દી સિનેમામાં પ્રવેશ કરીને ધૂમ મચાવી હતી. તેની ખાસ વાત એ હતી કે તેને મિત્ર બનાવતા પહેલા કોઈએ બહુ વિચાર્યું ન હતું. દેવ આનંદ, રતન ટાટાના પિતા નવલ ટાટા, સોલી ગોદરેજ અને વિજય માલ્યાના પિતા વિઠ્ઠલ માલ્યા અને નેપાળના રાજા મહેન્દ્ર તેમના મિત્રો બન્યા. પીઢ અભિનેતાને જ્યારે પણ સમય મળતો ત્યારે તે પોતાના હાથે પોતાના ચાહકો માટે પત્ર લખતા હતા. બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેતાએ આ ખુલાસો કર્યો હતો.

દેવ આનંદ કેવી રીતે ફેશન આઇકોન બન્યા

દેવ આનંદે ‘વિદ્યા’, ‘જીત’, ‘શાયર’, ‘અફસર’, ‘દો સિતારે’ અને ‘સનમ’ સહિત 116 ફિલ્મોમાં કામ કર્યું હતું. દેવ આનંદ છેલ્લે ફિલ્મ ‘ચાર્જશીટ’માં જોવા મળ્યા હતા જે તેમના નિધનના 3 મહિના પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. દેવ આનંદે તેના દુપટ્ટા, મફલર અને જેકેટ સાથે ફેશન સ્ટેટમેન્ટ આપ્યું હતું. આજે પણ લોકો તેના કાળા કોટ અને સફેદ શર્ટના લુકને કોપી કરવાનો પ્રયાસ કરે છે. પોતાની 65 વર્ષની ફિલ્મી કરિયરમાં તેણે પોતાની અલગ અંદાજથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે તેના સિગ્નેચર પફ સાથે ફેશન સ્ટેટમેન્ટ બનાવ્યું અને તે બોલીવુડના પ્રથમ ફેશન આઇકોન બની ગયા.

શપથગ્રહણ પહેલાં હમાસ બંધકોને નહીં છોડે તો થશે વિનાશઃ ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથગ્રહણથી પહેલાં પેલેસ્ટાઇન ગ્રુપ હમાસને સીધી ધમકી આપતાં કહ્યું હતું કે જો મારા શપથગ્રહણથી પહેલાં ઇઝરાયેલી બંધકોને છોડી નહીં મૂકવામાં આવ્યા હોય તો મધ્ય-પૂર્વમાં વિનાશ થશે. ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025એ રાષ્ટ્રપતિ પદભાર સંભાળશે.

ટ્રમ્પે કહ્યું હતું કે જો બંધકોને 20 જાન્યુઆરી પહેલાં છોડવામાં નહીં આવે તો મધ્ય-પૂર્વએ ભારે કિંમત ચૂકવવી પડશે. યુક્રેન-રશિયા યુદ્ધ અને ઇઝાયેલ-પેલેસ્ટાઇન વિવાદ અંગે તેઓ આકરાં પગલાં ભરે તેવી આશંકા છે. તેમણે કહ્યું કે જો ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા લોકોને તેમના પદગ્રહણ પહેલા (20 જાન્યુઆરી પહેલા) છોડવામાં નહીં આવે તો મધ્ય-પૂર્વમાં ભારે ખુવારી સર્જાશે.

માનવતા વિરુદ્ધ આ અત્યાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેમને અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી સજા આપવામાં આવશે. જો યોગ્ય સમયે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમેરિકા એવી સજા આપશે જે આજ સુધી કોઈને ન મળી હોય.

હમાસે બંધકોની મુક્તિના બદલામાં ઇઝરાયલને હુમલા રોકવાની માગ કરી છે. જ્યારે ઇઝરાયેલના PM બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું છે કે જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ નાશ નહીં થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. બંધકોની મુક્તિ માટે ઈઝરાયેલમાં પણ લોકો નેતાન્યાહુ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે.હમાસના કાર્યકારી ચીફ ખલીલ અલ-હૈયાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પેલેસ્ટાઈનના પ્રદેશોમાં યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી ઈઝરાયેલ સાથે બંધકોને છોડવાનો કરાર કરવામાં આવશે નહીં. એક ઈન્ટરવ્યુમાં હૈયાએ કહ્યું હતું કે યુદ્ધ સમાપ્ત થયા વિના કેદીઓની આપ-લે થઈ શકે નહીં.

ગયા વર્ષે ઈઝરાયેલ પર હુમલા દરમિયાન હમાસે ઈઝરાયેલ-અમેરિકન નાગરિકો સહિત 250થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા. જેમાંથી ઘણા લોકોને હમાસે સલામત રીતે છોડી દીધા છે. એક અહેવાલ મુજબ ગાઝામાં હજુ પણ 101 બંધકો છે, જેમાંથી લગભગ અડધા હજુ પણ જીવિત છે. બીજી તરફ ઇઝરાયલની જેલોમાં હજારો પેલેસ્ટિનિયન નાગરિકો સબડી રહ્યા છે.

મહારાષ્ટ્ર: એકનાથ શિંદેની તબિયત અચાનક લથડી, હોસ્પિટલમાં દાખલ

મુંબઈ: મહારાષ્ટ્રમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત અચાનક બગડી ગઈ છે જેના પછી તેમને જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની આજે કે કાલે જાહેરાત થઈ શકે છે અને તે પહેલા રાજકીય વર્તુળોમાં કંઈ પણ થઈ શકે છે. આજે જ મહાયુતિની મહત્વની બેઠક યોજાવાની હતી. પરંતુ તે પહેલા જ એકનાથ શિંદેની તબિયત લથડી હતી. તમને જણાવી દઈએ કે મહાયુતિની આ બેઠક આજે બપોરે 3 વાગ્યે એકનાથ શિંદેના સત્તાવાર બંગલા વર્ષા ખાતે યોજાવા જઈ રહી છે.

મળતી માહિતી મુજબ આ બેઠકમાં ત્રણ નેતાઓ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સામેલ થવાની ચર્ચા છે.પરંતુ શિંદેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બેઠકમાં મંત્રાલયોના વિભાજન અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત બીજેપી વિધાયક દળના નેતાની પસંદગી થયા બાદ કરવામાં આવશે.

મહારાષ્ટ્ર: ચૂંટણીના પરિણામ બાદ આ ગામમાં લોકો ફરી કરી રહ્યા છે બેલેટ પેપરથી મતદાન

મુંબઈ: મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલસિરસ વિધાનસભા સીટના મરકડવાડી ગામમાં આજે ગ્રામજનોએ બેલેટ પેપર પર મતદાન કરવાની જાહેરાત કરી છે. લોકો પણ મતદાન મથકે પહોંચી રહ્યા છે.ગ્રામજનોનો આરોપ છે કે વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ એનસીપી (શરદ પવાર) પાર્ટીના ઉમેદવાર ઉત્તમરાવ શિવદાસ જાનકરને મત આપ્યો હતો, પરંતુ વિધાનસભા પરિણામોમાં આ ગામના મતદાન મથક પર ભાજપના ઉમેદવાર રામ સાતપુતેને વધુ મત મળ્યા હતા.

ભાજપને વધુ મત મળતા ગ્રામજનો આશ્ચર્યચકિત

આ ગામના મતદાન મથક પર થયેલા કુલ મતદાનમાં રામ સાતપુતે (ભાજપ)ને 1003 અને ઉત્તમરાવ શિવદાસ જાનકરને (NCP sp)ને 843 મત મળ્યા હતા. ઉત્તમ આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા પરંતુ મરકડવાડી ગામમાં ભાજપના ઉમેદવારને વધુ મત મળતાં ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું છે. કારણ કે, 2014થી અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં ઉત્તમ જાનકરને હંમેશા લીડ મળી છે.

ચૂંટણી પરિણામો પછી ગ્રામજનોએ સ્થાનિક વહીવટીતંત્રને બેલેટ પેપર પર ફરીથી મતદાન કરાવવાની અપીલ કરી હતી, જેને વહીવટીતંત્રે નકારી કાઢી હતી. આ પછી ઈવીએમમાં ​​ખરાબીનો આરોપ લગાવીને ગ્રામજનોએ જાતે જ બેલેટ પેપર પર મતદાનનું આયોજન કર્યું.

મતદાનની પૂર્ણ તૈયારી, પ્રશાસને નથી આપી પરવાનગી

જોકે, વહીવટીતંત્રે આવા મતદાનની મંજૂરી આપી નથી. મારકડવાડી ગામમાં મોટા પાયે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસને ગ્રામજનોને કહ્યું છે કે ચૂંટણી પંચને મતદાન કરાવવાનો અધિકાર છે. આ રીતે ગેરકાયદે મતદાન મથકો બાંધીને ગ્રામજનો મતદાન કરાવી શકતા નથી. સ્થાનિક પ્રશાસને ગેરકાયદે મતદાનના કાર્યક્રમોનું આયોજન કરવા સામે પગલાં લેવાની ચેતવણી પણ આપી છે.

વહીવટીતંત્રની ચેતવણી છતાં ગ્રામજનો બેલેટ પેપર પર મતદાન કરવા પર અડગ છે. વહીવટીતંત્રના વિરોધને કારણે હજુ મતદાન શરૂ થયું નથી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ઉત્તમરાવ શિવદાસ જાનકરને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

હિન્દુઓ પરના હુમલાનો માસ્ટરમાઇન્ડ મોહમ્મદ યુનુસઃ શેખ હસીના

નવી દિલ્હીઃ બંગલાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓની વિરુદ્ધ હિંસાનો દોર જારી છે, ત્યારે ભૂતપૂર્વ PM શેખ હસીનાએ આરોપ લગાવ્યો છે કે બંગલાદેશમાં થઈ રહેલી હિંસા માટે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ જવાબદાર છે. આ ઉપરાંત શેખ હસીનાએ મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામેની હિંસાનો માસ્ટર માઇન્ડ પણ ગણાવ્યા છે.

ભૂતપૂર્વ PM શેખ હસીનાએ અવામી લીગના એક કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મંદિરો અને ચર્ચો પર થયેલા હુમલા પાછળ મોહમ્મદ યુનુસનો હાથ છે. તે આ ઘટનાઓ પાછળ માસ્ટરમાઇન્ડ તરીકે કામ કરી રહ્યા છે. પાંચમી ઓગસ્ટે તખતાપલટા બાદ ભારત આવેલાં શેખ હસીનાએ જણાવ્યું હતું કે આજે મારા પર નરસંહાર કરવાનો આરોપ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે મોહમ્મદ યુનુસ આ કરી રહ્યા છે. તે સંપૂર્ણ ડિઝાઇન સાથે કામ કરી રહ્યો છે. તેઓ વિદ્યાર્થી સંગઠનોને નામે સત્તામાં છે.બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બન્યા બાદ પાકિસ્તાન તરફનો ઝુકાવ વધી ગયો છે. બંગબંધુ મુજિબુર રહેમાનની પ્રતિમા પર હુમલો કરવામાં આવ્યો હતો અને ઓફિસોમાંથી તેમની તસવીરો હટાવી દેવામાં આવી છે. એટલું જ નહીં, બંગલાદેશની રચનાના હીરો સાથે સંકળાયેલા દિવસોની રજાઓ પણ રદ કરવામાં આવી છે. હિન્દુઓ પર પણ એમ કહીને હુમલા કરવામાં આવી રહ્યા છે કે તેઓ શેખ હસીનાની સરકારના સમર્થક હતા. ઘણી મોટી હિન્દુ હસ્તીઓનાં ઘરો અને પૂજા સ્થાનો પર હુમલાની ઘટનાઓ બની છે. તેમણે દાવો કર્યો હતો કે તેમના પિતાની જેમ તેમની પણ હત્યા કરવાની યોજના હતી, જેથી તેમણે બંગલાદેશ છોડ્યું છે.

ગુસ્સે થઈ કહ્યું ચૂપ…અમિતાભ બચ્ચનની પોસ્ટ વાયરલ

મુંબઈ: ઐશ્વર્યા અને અભિષેક આ દિવસોમાં તેમના છૂટાછેડાની અફવાઓને કારણે ચર્ચામાં છે. આ કપલના લગ્ન 2007માં થયા હતા. જો કે, છેલ્લા કેટલાક સમયથી બચ્ચન પરિવારના પુત્ર અને પુત્રવધૂ તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. અભિષેક અને ઐશ્વર્યાના અલગ થવાને લઈને ઘણી અટકળો ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી બંનેએ આ મામલે મૌન જાળવી રાખ્યું છે. આ દરમિયાન બિગ બીનું એક ટ્વિટ ચર્ચામાં આવ્યું છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ એક શબ્દના ટ્વિટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

અમિતાભ બચ્ચનનું ટ્વીટ વાયરલ થયું હતું

તાજેતરમાં, થોડા દિવસો પહેલા, અમિતાભ બચ્ચને તેમના બ્લોગ પર ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાના સમાચાર પર પ્રતિક્રિયા આપી હતી અને હવે ફરીથી તેણે તેમની એક ટ્વિટર પોસ્ટથી હલચલ મચાવી દીધી છે. તેણે ગુસ્સામાં ટ્વીટ કર્યું, જે દરેકને આશ્ચર્યચકિત કરે છે. લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શું આ અભિષેક અને ઐશ્વર્યા વિશે ચાલી રહેલી છૂટાછેડાની ચર્ચાનો જવાબ હતો. 2 ડિસેમ્બર, 2024 ના રોજ, અમિતાભે ‘ચુપ’ શબ્દ ટ્વીટ કર્યો, ત્યારબાદ એન્ગી ઈમોજી પણ મુક્યુ છે.

ઐશ્વર્યા-અભિષેકના છૂટાછેડાની અફવા પર અમિતાભ

21 નવેમ્બર, 2024 ના રોજ અમિતાભ બચ્ચને તેમના બ્લોગ પર એક નોંધ લખી હતી, જેમાં તેમણે ‘અસત્ય’ અને ‘અટ્ટહાસ્ય’ વિશે વાત કરી હતી. અભિનેતાએ કહ્યું કે તે તેના પરિવાર વિશે વધુ વાત કરતો નથી કારણ કે તેને લાગે છે કે પરિવારની ગોપનીયતા વધુ મહત્વપૂર્ણ છે. ‘અસત્ય અને સત્ય’ વિશે વાત કરતા અમિતાભે શેર કર્યું હતું કે ‘લોકો ઘણીવાર અનુમાન અને ચકાસાયેલ સત્ય સાથે પ્રશ્નાર્થ ચિહ્નોનો ઉપયોગ કરે છે જે તેમના માટે કાયદાકીય રક્ષણની જેમ કામ કરે છે, પરંતુ તે અન્ય લોકોના મનમાં ઘણા સ્તરીય પ્રશ્નોના બીજ વાવે છે.’

થોડા દિવસો પહેલા ઐશ્વર્યા રાય બચ્ચને દુબઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. જ્યાં અભિનેત્રીને તેના પહેલા નામથી જ સંબોધવામાં આવતી હતી અને બચ્ચન વિના સ્ક્રીન પર ‘ઐશ્વર્યા રાય’ નામ બતાવવામાં આવ્યું હતું. આ ઘટનાએ ફરી એકવાર અભિષેક બચ્ચનથી અલગ થવાની ચર્ચાને વેગ આપ્યો. જોકે એમાં તર્ક એવો હતો કે તે મહિલા કેન્દ્રિત ઈવેન્ટ હોવાથી તેમાં માત્ર ઐશ્વર્યાનું નામ લખાયું હતું. ઈન્સ્ટાગ્રામ હેન્ડલર પર ઐશ્વર્યા રાય બચ્ચન જ નામ લખેલું જોવા મળે છે.

સંભલ હિંસા એ ભાજપનું આયોજનબદ્ધ કાવતરું: અખિલેશ યાદવ

લખનૌઃ સંભલ હિંસાને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ભાજપનું કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે ભાજપ એના દ્વારા લોકોનું ધ્યાન બીજે દોરવા માગે છે. સંભલના અધિકારીઓ મનફાવે એ રીતે કામ કરી રહ્યા છે, જેમ કે તેઓ ભાજપના પાર્ટી કાર્યકર્તા તરીકે કામ કરતા હોય એ રીતે કામ કરી રહ્યા છે. બંગલાદેશના મુદ્દે તેમણે કહ્યું હતું કે ભારત સરકારે આ વિશે વિચારવું જોઈએ. આ બધું ના થવું જોઈએ. જો તેઓ અમારા સંતોનું સન્માન નથી કરી શકતા તો તેઓ એક મજબૂત સરકાર હોવાનો દાવો કઈ રીતે કરી શકે, એમ તેમણે કહ્યું હતું.

સંભલની શાહી જામા મસ્જિદમાં સર્વે પર છેડાયેલા  વિવાદ પર પોતાના વિચારો વ્યક્ત કરતાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવે હતું હતું કે આવા સર્વે દ્વારા દેશમાં અશાંતિ પેદા કરવાનું કાવતરું રચવામાં આવે છે.

અજમેર શરીફ વિવાદ અંગે SP નેતા રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે મેં આ પહેલાં પણ કહ્યું હતું કે આવા નાના-નાના જજો બેઠા છે જે આ દેશને આગ લગાડવા માગે છે. તેનો કોઈ અર્થ નથી. આપણા વડા પ્રધાન પોતે  અજમેર શરીફમાં ચાદર મોકલે છે. દેશ અને દુનિયામાંથી લોકો ત્યાં આવે છે. તેને વિવાદોમાં નાખવી એ ખૂબ જ ઘૃણાજનક અને ઓછી માનસિકતાનું પ્રતીક છે. સત્તામાં બની રહેવા માટે ભાજપ સમર્થિત લોકો કંઈ પણ કરી શકે છે, દેશમાં આગ લાગી જાય તેનાથી તેમને કોઈ મતલબ નથી. તેમને માત્ર સત્તાથી મતલબ છે. તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે, નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું છે કે તેમને આ કેસમાં પક્ષકાર બનાવવામાં નથી આવ્યા.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૩ ડિસેમ્બર ૨૦૨૪

ટૂંકી ગરદન લંબે કાન, હરામખોરના આ નિશાન

ટૂંકી ગરદન લંબે કાન, હરામખોરના આ નિશાન

 

ઉપરોક્ત બંને કહેવતો સામુદ્રીક શાસ્ત્રની વ્યક્તિત્વ વાંચવા માટેની ધારણા ઉપર આધારિત છે. હરામી એટલે કે અપ્રમાણિક, બેઈમાન અને ગુનાખોર વૃત્તિ ધરાવતો માણસ.

તેની ઓળખ તરીકે આ કહેવત એવું કહે છે કે ગરદન એટલે કે ગળાનો ભાગ ટૂંકો હોય, કાન પ્રમાણમાં લાંબા હોય અથવા તો પેશાની એટલે કે લલાટ/કપાળ લાંબુ હોય તો આવો વ્યક્તિ જુઠ્ઠો, લબાડ અને ગુનાહિત મનોવૃત્તિ ધરાવતો માણસ છે એવું અનુમાન મૂકવું.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)