મધ્યપ્રદેશ: ભોપાલમાં આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભોપાલની શૂટિંગ એકેડમીમાં શૂટિંગ શીખી રહેલા 17 વર્ષના છોકરાએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. ગોળી વાગતાં છોકરાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકના પિતા રમત-ગમત વિભાગમાં વરિષ્ઠ અધિકારી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર કરનારનું નામ યથાર્થ રઘુવંશી છે. યથાર્થે શોટ ગન વડે પોતાની જાતને છાતીમાં ગોળી મારી લીધી છે. આ સમગ્ર ઘટના રેસ્ટ રૂમમાં બની હતી. તેના પિતા અરુણ રઘુવંશી અશોક નગર જિલ્લાના રમતગમત અધિકારી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, યથાર છેલ્લા બે વર્ષથી શૂટિંગ એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આત્મહત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસને તેની પાસેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. યથાર્થના પરિવારજનોના નિવેદન લીધા બાદ પોલીસ એકેડેમી સ્ટાફની પણ પૂછપરછ કરી રહી છે.
ભોપાલમાં શૂટિંગ એકેડમીમાં 17 વર્ષના છોકરાનો જાતને ગોળી મારી આપઘાત
ભાજપનાં મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યા કે હત્યા?
સુરતઃ રાજ્યમાં ભાજપના એક મહિલા નેતાએ આત્મહત્યા કરતાં ખળભળાટ મચી ગયો છે. શહેરના અલથાણમાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખે પોતાના જ ઘરમાં ગળોફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 34 વર્ષની દીપિકા પટેલે આપઘાત કરી લેતા પરિવાર સહિત ભાજપમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસ તેમના મોબાઇલની કોલ ડિટેલ ચકાસી રહી છે.
ભાજપનાં મહિલા નેતાના આપઘાતની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ મોકલી આગળની તપાસ હાથ ધરી છે. જોકે મૃતકના પરિવારજનો આ આપઘાતની વાતને નકારી રહ્યા છે. પરિવાર આ ઘટનાને આત્મહત્યા નહીં, પરંતુ હત્યા જણાવી રહ્યો છે.
મૃતકના સંબંધી મિનેષ પટેલે જણાવ્યું કે તેઓ ઘણા સમયથી ભાજપના કાર્યકર્તા હતાં અને સમાજસેવિકા પણ હતાં. અમને આશંકા છે કે આ આત્મહત્યા નહીં, પરંતુ હત્યા છે. કારણ કે જ્યાં દીપિકાએ ફાંસો ખાધો હતો ત્યાં કોઈ દોરડું કે દુપટ્ટો નહોતો. પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતાં અને પતિ ખેતરે ગયાં હતાં. એ રૂમમાં ફક્ત સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખસ આકાશ હાજર હતો. જો કોઈએ ફાંસો ખાધો હોય તો તે પહેલાં પોલીસને જાણ કરે, પરંતુ ચિરાગે પોલીસને બોલાવવાની બદલે દીપીકાને નીચે ઉતારી. અમને આશંકા છે કે દિપીકાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે, તેથી આ કેસની તપાસ કરવામાં આવે અને અમને ન્યાય મળે.
ભ્રષ્ટાચારની ભરમાર: ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કૌંભાડ અને 300 કરોડનું ગુનાહિત નેટવર્ક
ઉત્તર ગુજરાતમાં મસ મોટું કૌંભાડ કરનાર BZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાનું એક કાવતરુ છતું થયા બાદ હવે અનેક કારનામાઓ બહાર આવી રહ્યા છે. હવે ગ્રોમોર ચેરીટેબલ ટ્રસ્ટના નામે લોન મેળવી હતી અને ગ્રોમોર એ ભૂપેન્દ્ર ઝાલાએ શરૂ કરેલી શૈક્ષણિક સંસ્થા છે સાથે સાથે તેણે લોને મેળવીને 8 કરોડ અલગ અલગ શિક્ષકોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા,તો બીજી તરફ 80 શિક્ષકોમાં 8 – 8 લાખ ટ્રાન્સફર કરી રોકડા લીધા હતા અને લોનના પૈસા શિક્ષકોના ખાતામાં નાખી ઉપાડતો હોવાની કરતૂત સામે આવી છે.વિદ્યાર્થીની 80 લાખની ગ્રાન્ટમાં પણ કર્યો ભ્રષ્ટાચાર.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 300 SC-ST વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પણ પડાવી લીધી હોવાની વાત સામે આવી છે. વિદ્યાર્થીઓની 75 લાખની ગ્રાન્ટ પડાવ્યાનું કૌંભાડ સામે આવ્યું છે. BZ ગ્રુપ સામે કાર્યવાહી થતા અન્ય ઈન્વેસ્ટમેન્ટ પેઢીના સંચાલકો પણ ગાયબ છે, હિંમતનગરમાં 26 નવેમ્બરથી અનેક પેઢીઓના શટર ડાઉન થઈ ગયા છે. હિંમતનગર, તલોદ અને મોડાસામાં પેઢીઓને તાળા લાગ્યા છે, AR ગ્રુપની પેઢીઓ સતત સાતમા દિવસે બંધ હાલતમાં જોવા મળી છે. અજય અને રાજુ નામના સંચાલકો ચલાવતા હતા AR ગ્રુપ. AR ગ્રુપમાં 250થી 300 કરોડ રૂપિયાના રોકાણની સંભાવના છે, તો સહકારી જીન વિસ્તારમાં આવેલી ઓફિસને તાળા લાગ્યા છે. પોલીસ પણ આવા ફરાર આરોપીઓને શોધી રહી છે અને પોલીસે ફરિયાદ પણ નોંધી છે. અનેક શિક્ષકો પણ ફરાર થઈ ગયા છે અને પેઢીઓને તાળા લાગી ગયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા માત્ર 30 વર્ષનો છે અને અપરિણીત છે. ભૂપેન્દ્રસિંહ સૌથી પહેલા લોકોમાં ચર્ચામાં આવ્યો તે ઘટના હતી ગત લોકસભા ચૂંટણી. જેમાં ભૂપેન્દ્રસિંહે ભાજપના કાર્યકર હોવા છતાં ટિકિટ નહીં મળતા સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી. જો કે ચૂંટણી લડવાને બદલે તેઓએ ઉમેદવારી પરત ખેંચી લીધી. તેમજ મોડાસામાં યોજાયેલી એક સભામાં ભાજપના એક મોટા ગજાના નેતાએ એમ પણ કહ્યું હતું કે મારા કહેવાથી ભૂપેન્દ્રએ ફોર્મ પરત ખેંચ્યું છે.
શેખ હસીનાએ 15 વર્ષમાં, દર વર્ષે 16 બિલિયન ડોલરની ચોરી કરી?
બાંગ્લાદેશ: દેશની વચગાળાની સરકારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને લઈને એક આશ્ચર્યજનક રિપોર્ટ રજૂ કર્યો છે. જે અનુસાર, શેખ હસીનાના 15 વર્ષના શાસન દરમિયાન દેશમાંથી દર વર્ષે સરેરાશ 16 અબજ ડૉલરની ચોરી થતી હતી.
વચગાળાની સરકારના વડા પ્રધાન મુહમ્મદ યુનુસે અહેવાલ રજૂ કરનારી સમિતિની રચના કરી હતી. અહેવાલ સામે આવ્યા બાદ મુહમ્મદ યુનુસે એક નિવેદનમાં કહ્યું, ‘શેખ હસીનાએ અર્થતંત્રને કેવી રીતે લૂંટ્યું તે જાણીને અમારું લોહી ઉકળે છે. દુઃખની વાત એ છે કે તેઓએ ખુલ્લેઆમ લૂંટ કરી અને આપણામાંથી મોટાભાગના લોકો તેનો સામનો કરવાની હિંમત કરી શક્યા નથી. આ રિપોર્ટ દર્શાવે છે કે અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ શું છે.’
ગોવિંદાએ કૃષ્ણા અભિષેક સાથેના ઝઘડા પર પહેલી વાર ખુલીને કરી વાત
મુંબઈ: અભિનેતા ગોવિંદા હાલમાં જ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં પહોંચ્યા હતા જ્યાં ચંકી પાંડે અને શક્તિ કપૂર પણ શોમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા. ઉપરાંત, બોલિવૂડના હીરો નંબર વન તેના ભત્રીજા કૃષ્ણા અભિષેક સાથેના લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડા પર પહેલીવાર ખુલીને વાત કરી. સાત વર્ષ સુધી ચાલેલા આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજાએ કોમેડી શોમાં ક્રિષ્ના દ્વારા કરવામાં આવેલી મજાક સામે વાંધો ઉઠાવ્યો. જ્યારે ક્રિષ્નાની પત્ની કાશ્મીરા શાહ પણ આ મામલામાં સામેલ થઈ ત્યારે સ્થિતિ વણસી હતી. જેના કારણે તેમનું સોશિયલ મીડિયા વોર શરૂ થઈ ગયું.

ગોવિંદા અને કૃષ્ણા અભિષેક 7 વર્ષ પછી સાથે જોવા મળ્યા
પરિવારના સંબંધો વર્ષોથી વણસેલા રહ્યા હતા, પરંતુ ગોવિંદા અને ક્રિષ્નાએ આખરે તેમના મતભેદોને બાજુ પર રાખીને સમાધાન કરવાનું નક્કી કર્યું. ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ના તાજેતરના એપિસોડમાં, જ્યાં ગોવિંદા શક્તિ કપૂર અને ચંકી પાંડે સાથે ખાસ મહેમાન તરીકે દેખાયા હતા. આ દરમિયાન તેણે એવી ઘટનાઓ વિશે જણાવ્યું કે જેના કારણે તેમની લડાઈ થઈ અને તે બધું કેવી રીતે શરૂ થયું.
ગોવિંદાએ કૃષ્ણ સાથેની લડાઈનું સાચું કારણ જણાવ્યું
ગોવિંદાએ કહ્યું, ‘આ ખૂબ જ રમુજી વાર્તા છે, જેના કારણે અમે લડ્યા, હવે હું સત્ય કહીશ… એક દિવસ હું ખૂબ ગુસ્સે થયો હતો. મેં પૂછ્યું કે આ સંવાદો કોણ લખે છે? આ સાંભળીને મારી પત્ની સુનીતાએ કહ્યું,’આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આવું કરે છે. કૃષ્ણને કંઈ બોલશો નહીં. તે પૈસા કમાઈ રહ્યો છે અને તેને તેનું કામ કરવા દો. કોઈને રોકશો નહીં, કોઈને ખોટું બોલશો નહીં. બાળકો આ સમજી શક્યા નહીં અને ઝઘડો થયો. તેથી હું કહેવા માંગુ છું, તમે તેણીને માફ કરશો, તે દરેકને પ્રેમ કરે છે.’
કૃષ્ણાએ ગોવિંદાની માફી માંગી
કૃષ્ણાએ જવાબ આપ્યો, ‘હા, હા, હું પણ તેને પ્રેમ કરું છું. જો મેં આવી ખોટી ભાવનાથી કોઈ મજાક કરી હોય તો માફ કરશો, હું તમને ખૂબ પ્રેમ કરું છું. તેણે આગળ કહ્યું, ‘મારા મામા સાથે આ સ્ટેજ શેર કરીને આજે મારા સાત વર્ષના વનવાસ પૂરા થયા છે. મને લાગે છે કે તે શ્રેષ્ઠ ક્ષણોમાંની એક છે. બધા આની પણ અપેક્ષા રાખતા હતા.
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
મુંબઈ: પ્રખ્યાત કન્નડ અભિનેત્રી શોભિતા શિવન્ના ટેલિવિઝન અને ફિલ્મો બંનેમાં તેના ઉત્તમ કામ માટે જાણીતી છે. તેણીએ આત્મહત્યા કરી લીધી છે. તે રવિવારે હૈદરાબાદના કોંડાપુરમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. 30 વર્ષીય અભિનેત્રીએ ગઈકાલે 30 નવેમ્બરે મોડી રાત્રે પોતાનો જીવ લીધો હતો, જેણે તેના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી કન્નડ મનોરંજન ઉદ્યોગ અને તેના ચાહકોમાં હલચલ મચાવી દીધી હતી. કર્ણાટકના હાસન જિલ્લાના સકલેશપુરની રહેવાસી શોભિતા પરિણીત હતી અને છેલ્લા બે વર્ષથી હૈદરાબાદમાં રહેતી હતી. અભિનેત્રીના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી, તેના નજીકના લોકો અને ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

પ્રખ્યાત અભિનેત્રીએ આત્મહત્યા કરી
ANI અનુસાર, જ્યારે કન્નડ અભિનેત્રી શોભિતા શિવન્નાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી ત્યારે ત્યાં કોઈ નહોતું. પોલીસને ફરિયાદ મળતાં આ કરુણ ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તેઓએ અભિનેત્રીનો મૃતદેહ બહાર કાઢ્યો અને તપાસ શરૂ કરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. તેમના દુઃખદ અવસાન પાછળના કારણો હજુ સ્પષ્ટ થયા નથી.
શોભિતા શિવન્નાના અંતિમ સંસ્કાર
અભિનેત્રીના આત્મહત્યા કેસની તપાસ ચાલી રહી છે. તેમના મૃત્યુનું સાચું કારણ તેમના પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે. તમને જણાવી દઈએ કે શોભિતા શિવન્નાને અંતિમ સંસ્કાર માટે બેંગલુરુ લઈ જઈ શકે છે. શોભિતા શિવન્ના કન્નડ ઈન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો હતો. તેણે ‘ઈરાડોન્ડલા મૂરુ’, ‘એટીએમ: મર્ડરનો પ્રયાસ’, ‘ઓંધ કાથે હેલા’, ‘જેકપોટ’ અને ‘વંદના’ સહિત ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. તે ‘બ્રહ્મગંતુ’ અને ‘નિન્નિંદલે’ જેવી ટીવી સિરિયલોમાં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળી હતી.
30 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું
શોભિતા શિવન્ના, જે સકલેશપુર, હાસન, કર્ણાટકની છે, તેણે કન્નડ મનોરંજન ઉદ્યોગમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેમની સફર એક ટેલિવિઝન એન્કર તરીકે શરૂ થઈ હતી. થોડા સમય પછી, તેનું નસીબ ચમક્યું અને તે અભિનેત્રી બની ગઈ. તે ‘ગલીપતા’, ‘મંગલા ગોવરી’, ‘કોગીલે’, ‘ક્રિષ્ના રુક્મિણી’, ‘દીપાવુ નિનાદે ગલીયુ નિનાદે’ અને ‘માનદેવરુ’ જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી હતી. શોભિતાના અકાળે અવસાનથી કન્નડ ફિલ્મ અને ટેલિવિઝન જગતને આઘાત લાગ્યો છે.
મધ્યમ વર્ગની મુશ્કેલી વધી, શિયાળામાં શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને
અમદાવાદ: સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થતો હોય છે. અને ગુજરાતી સ્વાદ પ્રેમીઓ માટે ઉંધિયાની લીજત માણતા હોય છે. પરંતુ આ વર્ષ એવું નહીં થાય, કેમકે કમોસમી વરસાદથી શાકભાજીની કિંમતમાં રૂપિયા 10થી રૂપિયા 20નો વધારો થયો છે. સામાન્ય રીતે શિયાળો શરુ થતાં શાકભાજીની આવક શરુ થઈ જતી હોય છે. શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા રહેતા હોય છે. પરંતુ આ વખતે હજુ શાકભાજીના ભાવ આસમાને છે.

પરંતુ હાલ સ્થિતિ એવી બની છે કે શાકભાજીના ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગના લોકોને પરેશાન થવાની વારો આવ્યો છે. અમદાવાદમાં વટાણા, મેથી, ગાજર અને તુવેરનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. ટામેટા અને ડુંગળી 80 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. આ સિવાય ગુવાર, ભીંડા, મરચાં સહિત અન્ય શાકભાજીના ભાવ પણ ખૂબ વધારે છે. મઘ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં લસણની આયાત થાય છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને પગલે આ બંને રાજ્યોમાં પણ લસણનું ઉત્પાદન ઓછું થયું છે.જૂના લસણનો સ્ટોક પૂરો થવા આવ્યો છે જ્યારે નવું ઉત્પાદન ઓછું હોવાથી બજારમાં માલની આવક ઘટી છે. શિયાળાને પગલે લસણની માગ વધી છે અને બજારમાં તેનો પુરવઠો સતત ઘટી રહ્યો છે. સૂકા લસણની કિંમત ઓનલાઇન હાલ રૂપિયા 600ની આસપાસ પહોંચી છે.
UPSCના મશહૂર શિક્ષક અવધ ઓઝા AAP પાર્ટીમાં સામેલ
નવી દિલ્હીઃ UPSCવાળા મશહૂર શિક્ષક અને મોટિવેશનલ સ્પીકર અવધ ઓઝાએ દિલ્હીના ભૂતપૂર્વ CM કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીનું સભ્યપદ મેળવી લીધું છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ઉમેદવાર તરીકે ઝંપલાવશે તેવી પૂરેપૂરી શક્યતા છે. મનીષ સિસોદિયા પણ એ દરમ્યાન હાજર રહ્યા હતા. તેઓ દિલ્હીની કોઈ પણ સીટ પરથી ચૂંટણી લડે એવી શક્યતા છે.
આ પહેલાં ઉત્તર પ્રદેશના ગોંડાના રહેવાસી અવધ ઓઝા વિશે એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ લોકસભાની ચૂંટણી લડે એવી શક્યતા છે. તેઓ પ્રયાગરાજથી લોકસભાની ટિકિટ મેળવવા માટે ભાજપના સંપર્કમાં હતા. પરંતુ તે વખતે મામલો ફાઇનલ થઇ શક્યો ન હતો.
કોણ છે અવધ ઓઝા?
UPSCની તૈયારી કરાવતા જાણીતા શિક્ષક અવધ ખાસ તો ઓઝા સર તરીકે જાણીતા છે. તેઓ એક શિક્ષક તેમ જ મોટિવેશનલ સ્પીકર પણ છે. સોશિયલ મિડિયા પર અને યુવાનોમાં તેમની સારી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીને આશા છે કે તેમના પાર્ટીમાં જોડાવાથી ચૂંટણીમાં મોટો ફાયદો થશે. અવધ ઓઝાએ અનેક વખતે અરવિંદ કેજરીવાલના વખાણ કર્યા હતા.
Welcome Awadh Ojha Sir 😍🙌
दिल्ली में @ArvindKejriwal जी की शिक्षा क्रांति से प्रभावित होकर आज देश के प्रख्यात शिक्षक अवध ओझा जी ने आम आदमी पार्टी की सदस्यता ली। pic.twitter.com/Q5Zvt5aBHL
— AAP (@AamAadmiParty) December 2, 2024
તેમનું સપનું હતું કે તેઓ વહીવટી અધિકારી બને. ઓઝા સંઘની લોકસેવા સેવા પંચની તૈયારી કરતા હતા, પણ તેમાં તેઓ સફળ ના થઈ શક્યા. ત્યારે બાદ વર્ષ 2022માં એક ઇન્ટરવ્યુમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ ક્યારેય પણ ચૂંટણી નહીં લડે. ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે જો રાજ્યસભાની કોઈ ઓફર આવશે તો એનો પણ તેઓ ઇનકાર કરી દેશે.






ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોવા માટે વડાપ્રધાન મોદી બપોરે 3 વાગ્યે બાલ યોગી ઓડિટોરિયમ પહોંચશે. ફિલ્મનું સ્ક્રિનિંગ સાંજે 4 વાગ્યે શરૂ થશે. ફિલ્મ સાંજે 6.15 કલાકે પૂરી થશે. જો કે, બાદમાં વડાપ્રધાન મોદી ફિલ્મના કલાકારોને મળશે અને સાંજે 6.25 વાગ્યે ડિનર માટે જશે. આ પછી તેઓ સાંજે 7 વાગ્યે રવાના થશે.
‘સાબરમતી રિપોર્ટ’માં ફિલ્મમાં વિક્રાંત મેસીની સાથે રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના મુખ્ય ભૂમિકામાં છે. શરૂઆતમાં આ ફિલ્મ મે, 2024માં રિલિઝ કરવામાં આવવાની હતી. ત્યાર બાદ ઓગષ્ટ અને છેલ્લે હવે નવેમ્બર મહિનામાં રિલિઝ થઈ છે. જેમાં વિક્રાંસ મેસીની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે.