Home Blog Page 129

પંચાંગ 19/04/2026

૧૯ એપ્રિલ ૨૦૨૬

‘નારી શક્તિ કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે…’: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં મહિલા અનામત બિલ લોકસભામાં પડી જવા બદલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોની આકરી ટીકા કરી છે. 131માં બંધારણીય સુધારા માટે જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળતા આ બિલ પસાર થઈ શક્યું નથી. પીએમ મોદીએ આરોપ લગાવ્યો છે કે પરિવારવાદી પાર્ટીઓએ મહિલાઓના અધિકારો છીનવીને સંસદમાં જે રીતે ઉજવણી કરી છે, તે દેશની નારી શક્તિનું અપમાન છે. તેમણે દેશની માતાઓ અને બહેનોની માફી માંગતા વિશ્વાસ અપાવ્યો કે સરકાર આ દિશામાં પ્રયાસો ચાલુ રાખશે.

 

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં જ ભાવુકતા સાથે કહ્યું કે, તેઓ આજે દેશની માતાઓ, બહેનો અને દીકરીઓ સાથે સીધી વાત કરવા આવ્યા છે. તેમણે જણાવ્યું કે સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે કેવી રીતે ભારતની નારી શક્તિની ઉડાન રોકવા માટે વિપક્ષે તેમના સપનાઓને કચડી નાખ્યા છે. સરકારના અથાક પ્રયાસો છતાં જરૂરી મતોના અભાવે આ સુધારો થઈ શક્યો નથી. વડાપ્રધાને પીડા વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે સંસદમાં આ પ્રસ્તાવ નિષ્ફળ ગયો, ત્યારે કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી અને સપા જેવી પાર્ટીઓના સાંસદો ટેબલ થપથપાવીને તાળીઓ વગાડી રહ્યા હતા. આ દ્રશ્ય દેશની કરોડો મહિલાઓ માટે અત્યંત આઘાતજનક હતું.

પીએમ મોદીએ કોંગ્રેસના કાર્યકારી સિદ્ધાંતો પર પ્રહાર કરતા કહ્યું કે, ‘લટકાવવું અને અટકાવવું’ એ કોંગ્રેસની કાર્યસંસ્કૃતિ રહી છે. જે પણ નિર્ણય દેશના હિતમાં હોય તેને કોંગ્રેસ હંમેશા કાર્પેટ નીચે દબાવી દે છે. વડાપ્રધાને દાવો કર્યો કે કોંગ્રેસે દરેક મોટા સુધારાનો વિરોધ કર્યો છે – પછી તે જનધન યોજના હોય, આધાર હોય, ડિજિટલ પેમેન્ટ હોય, જીએસટી હોય કે પછી આર્ટિકલ ૩૭૦ હટાવવાનો નિર્ણય હોય. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ હવે યુનિફોર્મ સિવિલ કોડ અને ‘વન નેશન વન ઇલેક્શન’ જેવા સુધારાઓમાં પણ અવરોધ ઊભો કરી રહી છે. રીફોર્મનું નામ સાંભળતા જ કોંગ્રેસ વિરોધના મોડમાં આવી જાય છે.

મહિલા અનામતના મુદ્દે વડાપ્રધાને આરોપ લગાવ્યો કે પરિવારવાદી પક્ષોને ડર છે કે જો સામાન્ય પરિવારની મહિલાઓ સશક્ત થશે તો તેમનું વર્ચસ્વ ખતમ થઈ જશે. પંચાયતો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓએ પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે, પરંતુ આ દળો નથી ઈચ્છતા કે મહિલાઓ સંસદ અને વિધાનસભાઓમાં પહોંચે. પીએમ મોદીએ સ્પષ્ટતા કરી કે પરિસીમન અંગે વિપક્ષ દ્વારા જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે; હકીકતમાં કોઈ પણ રાજ્યનું પ્રતિનિધિત્વ ઘટશે નહીં, પરંતુ તમામ રાજ્યોની બેઠકો સમાન ગુણોત્તરમાં વધશે.

પોતાના સંબોધનના અંતિમ ચરણમાં પીએમ મોદીએ ખૂબ જ ગંભીર ચેતવણી આપતા કહ્યું કે, ‘નારી બધું ભૂલી શકે છે, પણ પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી.’ સંસદમાં વિપક્ષી નેતાઓનું વર્તન દરેક નારીના મનમાં હંમેશા ખટકતું રહેશે. વડાપ્રધાને દેશની મહિલાઓની ક્ષમા યાચના કરતા કહ્યું કે, સરકાર માટે દેશહિત સર્વોપરી છે, પરંતુ જ્યારે કેટલાક લોકો માટે દળહિત દેશહિત કરતા મોટું થઈ જાય છે ત્યારે દેશને નુકસાન થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશની જનતા અને ખાસ કરીને મહિલાઓ આ અપમાનનો જવાબ લોકશાહી ઢબે ચોક્કસ આપશે.

રાષ્ટ્રજોગ સંબોધનમાં PM મોદીની હૂંકાર

લોકસભામાં મહિલા અનામત બિલ માટે જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળતા 131મો બંધારણીય સુધારો 54 મતોથી નિષ્ફળ રહ્યો છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ કોંગ્રેસની ‘લટકાવવા અને અટકાવવાની’ રાજનીતિની ટીકા કરતા જણાવ્યું કે આ પરિણામથી મહિલાઓના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે. વડાપ્રધાને દેશની માતાઓ-બહેનોની માફી માંગતા વચન આપ્યું છે કે સરકાર હજુ પણ હાર માની નથી અને ભવિષ્યમાં આ બિલને પસાર કરાવવા માટે અન્ય વિકલ્પો શોધવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ પોતાના 30 મિનિટના સંબોધનમાં વિપક્ષના સ્વાર્થી રાજકારણની ટીકા કરતા કહ્યું કે, સંસદમાં જ્યારે આ પ્રસ્તાવ પડ્યો ત્યારે વિપક્ષી સાંસદો તાળીઓ વગાડી રહ્યા હતા. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ તાળીઓ માત્ર મેજ થપથપાવવા માટે નહોતી, પરંતુ તે નારી શક્તિના અપમાનનો જશ્ન હતો. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે સરકારને જરૂરી 66 ટકા મતો (બે-તૃતીયાંશ બહુમતી) મળ્યા નથી, પરંતુ 100 ટકા મહિલાઓના આશીર્વાદ તેમની સાથે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભલે આજે તેમની પાસે પૂરતું સંખ્યાબળ નહોતું, પરંતુ ભવિષ્યમાં તક મળશે ત્યારે તેઓ આ તમામ અવરોધોને દૂર કરીને રહેશે.

કોંગ્રેસ પર સીધું નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે દેશના હિતમાં લેવાતા દરેક નિર્ણયને રોકવો એ કોંગ્રેસનો મૂળભૂત સિદ્ધાંત રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે અત્યાર સુધી જનધન, આધાર, ડિજિટલ પેમેન્ટ, જીએસટી, આર્ટિકલ 370 અને ત્રણ તલાક જેવા મહત્વના સુધારાનો પણ વિરોધ કર્યો હતો. વડાપ્રધાને ઉમેર્યું કે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો ‘પરિવારવાદી’ રાજકારણમાં એટલા ડૂબેલા છે કે તેમને ડર લાગે છે કે જો સામાન્ય પરિવારની મહિલાઓ સશક્ત થશે તો તેમનું વર્ચસ્વ ખતમ થઈ જશે. તેમણે નારી શક્તિ વંદન અધિનિયમને ૨૧મી સદીનો એક ‘મહાયજ્ઞ’ ગણાવ્યો હતો.

પરિસીમન અંગેના વિપક્ષના આક્ષેપોને નકારતા વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે આ પ્રક્રિયાથી કોઈ પણ રાજ્યનું પ્રતિનિધિત્વ ઘટશે નહીં, પરંતુ તમામ રાજ્યોની બેઠકો સમાન ગુણોત્તરમાં વધશે. તેમણે કહ્યું કે વિપક્ષ ટેકનિકલ બહાના હેઠળ દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પીએમ મોદીએ ભાવુક થઈને કહ્યું કે, ‘નારી બધું ભૂલી શકે છે, પણ પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી.’ સંસદમાં વિપક્ષી દળોએ જે રીતે મહિલાઓના અધિકારોને નકાર્યા છે, તેની કસક દરેક મહિલાના મનમાં રહેશે અને જનતા તેમને આ માટે ક્યારેય માફ નહીં કરે.

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં કુલ 528 મતો પડ્યા હતા, જેમાંથી બિલને પસાર કરવા માટે 352 મતોની જરૂર હતી, પરંતુ પક્ષમાં માત્ર 298 મતો જ પડ્યા હતા. આ 54 મતોના અભાવે બિલ અટકી પડ્યું છે. આ પરિણામ બાદ ભાજપની મહિલા સાંસદોએ સંસદના મકર દ્વાર પર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. વડાપ્રધાને અંતમાં દેશની તમામ મહિલાઓની ક્ષમા માંગતા પુનરોચ્ચાર કર્યો કે સરકાર માટે દેશહિત સર્વોપરી છે અને તેઓ આ ઐતિહાસિક સુધારાને અંતિમ ઓપ આપવા માટે કટિબદ્ધ છે.

હોર્મુઝમાં ભારતના જહાજ પર હુમલો

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા ભારતીય સુપરટેન્કર પર કરવામાં આવેલા ગોળીબારને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. અંદાજે 20 લાખ બેરલ ઈરાકી તેલ લઈને જઈ રહેલા આ જહાજ પર હુમલો થતા ભારત સરકારે દિલ્હીમાં ઈરાની રાજદૂતને તલબ કર્યા છે. ઈરાને આ માર્ગ પર ફરીથી પૂર્ણ નાકેબંધી જાહેર કરી છે, જેના કારણે વૈશ્વિક તેલ પુરવઠો અટવાઈ પડ્યો છે. આ ભૌગોલિક-રાજકીય તણાવને પગલે વિશ્વભરમાં કાચા તેલની કિંમતો વધવાની ભીતિ સેવાઈ રહી છે.

હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય જહાજ પર થયેલા ગોળીબારના મામલાએ હવે મોટું રાજદ્વારી સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ આ ઘટના પર કડક વાંધો ઉઠાવતા ઈરાનના રાજદૂતને દિલ્હીમાં તલબ કર્યા છે અને આ આક્રમક કાર્યવાહી અંગે સ્પષ્ટતા માંગી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં વ્યાપારી જહાજોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક રીતે મહત્વના ગણાય છે.

શિપિંગ મોનિટર ‘ટેન્કરટ્રેકર્સ’ અને યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) ના અહેવાલ મુજબ, શનિવારે જ્યારે ભારતીય સુપરટેન્કર આશરે ૨૦ લાખ બેરલ ઈરાકી તેલ લઈને આ સાંકડા માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સની બે ગનબોટ્સે અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સદનસીબે, આ હુમલામાં જહાજ અને તેના ચાલક દળના સભ્યો સુરક્ષિત હોવાના અહેવાલ છે, પરંતુ સુરક્ષાના કારણોસર જહાજને પોતાનો રસ્તો બદલવાની અને પાછા હટવાની ફરજ પડી હતી.

Nutshell in 99

Chitralekha Gujarati 76th Anniversary – March-April, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

ઈરાને 24 કલાકની અંદર ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કર્યો બંધ

નવી દિલ્હીઃ ઈરાને ફરીથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાને આ નિર્ણય લીધો છે. ઈરાનની સંયુક્ત સૈનિક કમાન્ડે શનિવારે જણાવ્યું હતું કે હોર્મુઝ પર તેનો નિયંત્રણ પહેલાની જેમ ફરી સ્થાપિત થઈ ગયો છે. તેણે ચેતવણી આપી કે જ્યાં સુધી ઈરાની બંદરો પર અમેરિકી નાકાબંધી ચાલુ રહેશે, ત્યાં સુધી હોર્મુઝમાંથી જહાજોની અવરજવર અવરોધિત રાખવામાં આવશે.

અમેરિકા પર સમજૂતીના ઉલ્લંઘનનો આરોપ

સરકારી ટેલિવિઝન પર પ્રસારિત નિવેદનમાં ઈરાની સેનાએ અમેરિકા પર ઈરાની બંદરો તરફ આવતાં-જતાં જહાજો પર નૌસેનાની નાકાબંધી ચાલુ રાખીને કરારનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા ઈરાન જતાં તમામ જહાજો માટે અવરજવરનું સ્વતંત્રતા પુનઃસ્થાપિત નહીં કરે, ત્યાં સુધી હાલની સ્થિતિ યથાવત્ રહેશે. સેનાએ એ પણ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં હોર્મુઝ ‘કડક નિયંત્રણ’ હેઠળ રહેશે.

લેબેનોનમાં યુદ્ધવિરામ કરાર બાદ ઈરાને શુક્રવારે મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ હોર્મુઝ ફરીથી ખોલવાની જાહેરાત કરી હતી. જોકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથે વ્યાપક કરાર ન થાય ત્યાં સુધી નૌસેનાની નાકાબંધી ચાલુ રહેશે. સરકારી ટેલિવિઝન પર પ્રસારિત નિવેદનમાં ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ જણાવ્યું હતું કે તે હોર્મુઝનું કડક સંચાલન અને નિયંત્રણ ફરી શરૂ કરશે. તેણે કહ્યું હતું કે અમેરિકાએ પોતાની નૌસેનાની નાકાબંધી ચાલુ રાખીને વચન તોડ્યું છે.

ટ્રમ્પે આપી હતી ધમકી

ટ્રમ્પે ઈરાનને ધમકી આપતાં કહ્યું કે જો બુધવાર સુધી કોઈ કાયમી સમજૂતી નહીં થાય તો સીઝફાયર આગળ વધારી શકાશે નહીં. એ સાથે જ તેમણે ચેતવણી આપી કે દબાણ વધારવા માટે ઈરાની બંદરો પર સતત નાકાબંધી અને ફરી બોમ્બમારો કરવાની શક્યતા પર પણ વિચાર કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે કદાચ હું તેને (સીઝફાયરને) આગળ ન વધારું, પરંતુ નાકાબંધી ચાલુ રહેશે અને દુર્ભાગ્યે ફરી બોમ્બમારો શરૂ કરવો પડી શકે છે.

થેપલા – ધ અલ્ટિમેટ!

`કહીં તો જાતે હૈં યાર!’ ગયા વર્ષે અમારી બિલ્ડિંગના ફ્રેન્ડ્સના ગેધરિંગમાં કોઈકે સૂર લગાવ્યો. `સુધીર કહાં લેકે જાતે હો હમેં?’ સુધીરે કહ્યું, `જો આપણે બધા જવાના હોઈએ તો હું ઓર્ગેનાઈઝરના મોડમાં જવાનો નથી. મને પણ તમારા બધાની સાથે ટુર એન્જોય કરવાની છે.’ સુધીરની વાત બરોબર હતી. મેં પણ તેને સાથ આપ્યો. જીવનભર અમે ઓર્ગેનાઈઝરના મોડમાં જ છીએ. પર્યટકોની નિશ્ચિંતતા, સુરક્ષિતતા અને આનંદ માટે `વી આર ઓલ્વેઝ ઓન અવર ટોઝ.’ પરંતુ  ફ્રેન્ડ્સ સાથે જતી વખતે આ મોડમાંથી બહાર આવવાનું મહત્ત્વનું હતું. `અમને પણ ક્યારેક અમારા પર્યટકો સાથે રહેવાનું ગમશે.’ બધાને આ વાત ગમી અને અમે તે જ બેઠકમાં દુનિયાનો નકશો ઊથલાવવાનું શરૂ કર્યું. સ્થળ કે દેશ એવો જોઈતો હતો કે અમારાં પાંચ કપલ્સમાંથી કોઈ અગાઉ ત્યાં ગયેલું નહીં હોય. મજલ દરમજલ કરીને અમે મોરોક્કો દેશ પર મંજૂરીની મહોર મારી.

કાસાબ્લાંકા, મારાકેશ, શેફ શો, સબસહારન નામ સાંભળ્યાં હતાં, હોલીવૂડની ફિલ્મમાંથી તેનાં અનેક વાર દર્શન થયાં હતાં, પરંતુ અમારા ફ્રેન્ડ્સમાંથી કોઈ ત્યાં ગયું નહોતું. `મોરોક્કો રોડ ટ્રિપ કરીએ, પોતાની કાર ચલાવતાં મોરોક્કો ફરીએ’ એવો થોડો એડવેન્ચરસ વિચાર કરીને અમે બધાએ કાસાબ્લાંકા ટુ કાસાબ્લાંકા રોડ ટ્રિપ બુક કરી પણ દીધી. આપણી ટુરમાં નહીં હોય તે ફેઝ શહેર કાસાબ્લાંકાથી એક દિવસની ટ્રિપમાં કવર કરી શકાશે, તેથી ત્યાં પણ જઈએ એવું વિચારીને અમે બે દિવસ પૂર્વે કાસાબ્લાંકામાં જવાનું નક્કી કર્યું અને બહુ ઉત્સાહ સાથે અમે અમારી રોડ ટ્રિપ પર નીકળી પડ્યાં. નિયોજિત સમય અનુસાર અમે મોરોક્કોમાં કાસાબ્લાંકા નામે હોલીવૂડની ફિલ્મે ફેમસ કરેલા અનોખા શહેરની ભૂમિ પર પગ મૂક્યો અને વધુ એક દેશ અમારા ટ્રાવેલ મિશનમાં સમાવિષ્ટ થઈ ગયો. અમે સવારે જ પહોંચવાનાં હતાં, જેથી સાંજે `એટલાંટિક ઓશન વ્યુ’ ધરાવતી એક સારી ફાઈન ડાઈનિંગ રેસ્ટોરાંમાં બુકિંગ કર્યું હતું. હવે હોટેલ ચેક-ઈન સુધી શું કરવાનું તેની ચર્ચા કરતાં અમે બેગેજ બેલ્ટ પર ઊભાં હતાં અમારી બેગ્સની પ્રતિક્ષામાં. થોડા સમય પછી અમારા ધ્યાનમાં આવ્યું કે તે બેગેજ બેલ્ટ પરની ગિરદી ઓછી થઈ છે અને અમારામાંથી એકેયની બેગ આવી નથી. દુનિયાના પ્રવાસમાં અમુક વાર અમારી બેગો આ રીતે મોડેથી આવવાની અથવા ગેરવવ્લે થવાની ઘટનાઓ બની હોવાથી અમે મેંટલી તે તુરંત સ્વીકાર્યું. જોકે અમારા ફ્રેન્ડ્સને, તેઓ યુરોપ અમેરિકા ઈન્ગ્લેન્ડની ટ્રિપ્સ વર્ષમાં અનેક વાર કરતા હોવા છતાં ક્યારેય આવી બેગ મિસપ્લેસ્ડ થવાની ઘટનાનો સામનો કરવાનો વારો આવ્યો નહોતો. તેમને માટે આ નવું હતું. `અબ ક્યા કરને કા?’ આ પ્રશ્નએ અમને બધાને પરેશાન કરી નાખ્યાં હતાં. સુધીર શાંતિથી ઓર્ગેનાઈઝરની ભૂમિકામાં આવી ગયો. આદતથી મજબૂર, બીજું શું? બધાએ મળીને કમ્પ્લેઈન્ટ નોંધાવી. `બેગ આવતીકાલની ફ્લાઈટથી રાત્રે પહોંચશે કદાચ. તમારે પોતે આવીને જોવું પડશે. અમે બેગ હોટેલમાં ડિલિવર કરતા નથી.’ આ બીજો આંચકો પચાવીને હેન્ડબેગ અને પર્સ લઈને અમે એરપોર્ટની બહાર આવ્યાં. હમણાં સુધી એરલાઈન્સની બહુ ટીકા કરવામાં આવી હતી. આ સાથે `સુધીર, તુમ ઈતને શાંત કૈસે રહ સકતે હો?’ આ સવાલજવાબ પણ થઈ ગયા હતા.

હવે ખરેખર તો અહીંથી અમારી ટુર શરૂ થવાની હતી, પરંતુ શરૂઆતમાં જ એક અણધાર્યો વળાંક આવ્યો હતો. એક બાજુ થોડું ચીડચીડિયાપણું, થોડી અસ્વસ્થતા તો બીજી બાજુ `ચલો, દેખતે હૈં આગે ક્યા હોતા હૈ’ એવો પ્રવાસી એટિટ્યુડ એટલે ફક્ત પ્લાન પ્રમાણે બધું થાય જ એવું નથી હોતું ને? તો આવા નાનામોટા અણધાર્યા પ્રસંગોથી જ પ્રવાસ રંગતદાર થાય છે. એરપોર્ટની બહાર આવ્યાં તેમ ઠંડી હવાએ અને નવા દેશના વાતાવરણથી મન થોડું પ્રસન્ન થયું. બેગ નહીં હોવા છતાં ઉત્સાહ ઓછો નહીં થવો જોઈએ એવું અમે પોતાને જ મનાવી લેતાં હતાં. આમ પણ કયારેક ક્યારેક આવી નાની મુશ્કેલીઓ જ પ્રવાસને અલગ ટિવસ્ટ આપે છે અને આગળ જતાં આ જ યાદોમાં સૌથી વધુ રંગ ભરે છે.

સુધીરે કહ્યું, `બેગ આવી નથી એ સત્ય છે. તે સ્વીકારીએ અને આગળ જઈએ. તેના ફાયદા જુઓ. ચેક-ઈન સુધી શું કરવાનું એવો આપણા બધાને પ્રશ્ન હતો તેનો ઉકેલ આવી ગયો, કારણ કે સૌપ્રથમ આપણે એકાદ શોપિંગ મોલ અથવા યુનિક્લો જેવો સ્ટોર શોધવો પડશે, જ્યાં એક જ ઠેકાણે બધું મળશે. બીજું, આજે રૂમમાં આપણે સડાફટિંગ જઈશું, જેથી બેગ ખોલવાનો – સમુંસૂતર કરવાનો પ્રશ્ન નહોતો. લેસ લગેજ મોર કમ્ફર્ટસ.’ બધાએ સુધીરને કોણીથી હાથ જોડીને દંડવત કર્યા. એરપોર્ટથી હોટેલ માર્ગમાં એક સેન્ડવિચ પર બપોરની ભૂખ સંતોષીને અમે હોટેલમાં પહોંચ્યાં. અમારા બેગલેસ  ગ્રુપને જોઈને ફ્રન્ટ ડેસ્ક પરના લોકો છક થઈ ગયાં. રૂમ પર જઈને ફ્રેશન-અપ થઈને અમે બહાર નીકળ્યાં. એક મોટા મોલનો રસ્તો પકડ્યો જ્યાં અમને યુનિક્લો હોવાનું ગૂગલ પર દેખાતું હતું. અડધા કલાકના પ્રવાસ પછી અમે ત્યાં પહોંચ્યાં. આખો મોલ ભટક્યાં, પણ યુનિક્લોનો કોઈ પત્તો નહીં લાગ્યો. ગૂગલ ચૂકી ગયો હતો. બધાએ ત્યાંના અમુક સ્ટોર્સમાંથી જોઈએ તેટલી જરૂરી વસ્તુઓ લીધી અને અમે શોપિંગની બેગ્સ લઈને ફાઈન ડાઈનિંગ રેસ્ટોરાંમાં પહોંચ્યાં. ખાસ કરીને આ ઈવનિંગ માટે લાવેલાં અમારાં કપડાં મોટી બેગમાં અટકી જવાથી અમે બધાં તે ફાઈન ડાઈનિંગ રેસ્ટોરાંમાં `ડોન્ટ લાફ એટ અસ, વી હેવ મર્સિડીઝ બેક ઈન ઈન્ડિયા’ કહીને અમારા તે સિંપલ પોશાક સાથે અતિસુંદર સી-વ્યુવાળા ટેબલ પર બિરાજમાન થયાં. હવે આપણો પહેરવેશ ભૂલી જવાનો અને ખાવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વિચારીને રીતસર ખાવાનું ઝાપટી નાખ્યું.

બીજા દિવસે સવારે નીકળીને અમે ફેઝ પર પહોંચ્યાં. પ્રવાસ મોટો હતો, આખો દિવસ હતો અને આવ્યા પછી એરપોર્ટ પર જવાનું હતું, બેગ આવી છે કે કેમ તે જોવા માટે. ફેઝમાં અમે ખાધું, ખાવાનું સ્વાદિષ્ટ હતું. જોકે અમારા સાઉથ ઈન્ડિયન તમિલિયન ફ્રેન્ડ્સને દહીંભાત યાદ આવ્યા. હજુ બાર દિવસ મોરોક્કન ભોજન સાથે નિભાવવાનું હતું. મને અમારી ટુર પરના પર્યટકોના કિસ્સા યાદ આવવા લાગ્યા. ગમે તેટલું ઓથેંટિક લોકલ ફૂડ હોવા છતાં દાળભાત અને દહીંની યાદ એંશી ટકા ભારતીયોને આવે જ છે. `અરે મૈને થેપલા લાયા હૈ લેકિન વો બેગ મેં હૈ નં, હોપ સો આજ બેગ આ રહી હૈ!’ અમારી પાડોશી ગીતા બોલી.

ફેઝ પરથી આવતી વખતે રાત્રે 10.00 વાગ્યા, એરપોર્ટ પર પહોંચ્યાં. ડિનર સ્કિપ કરવું પડ્યું, કારણ કે બેગ મહત્ત્વની હતી. એરટેગ પર અડધા લોકોની બેગો આવતી દેખાતી હતી અને અડધાની નહીં. આ સ્થિતિ ગંભીર હતી. ગઈકાલે બધાની બેગો નહીં આવવાથી તે ચિંતામાં પણ બધા ખુશ હતા, કારણ કે બધા જ તે મુશ્કેલીનો સામનો કરતા હતા. આજે આ રીતે અડધું થયું તો `અન્યની બેગ આવી, પરંતુ મારી આવી નહીં’ તેનું દુઃખ થવાનું હતું. સદનસીબે બધાની બેગ આવી હતી મારી એક બેગ સિવાય. સારું થયું મારી જ બેગ રહી ગઈ. આમ પણ હું આવી બાબતોથી યુઝ્ડ-ટુ હતી.

બેગ જોઈને બધાના ચહેરા પર આનંદ દેખાતો હતો. `બેગો આવી!’ એ ભાવના જ જાણે તે દિવસનો ક્લાયમેક્સ હતો. જોકે મારી બેગ નહીં આવવાથી બધાની નજર આપોઆપ મારા તરફ વળી. `તને દુઃખ થતું નથી?’ એવો પ્રશ્ન તેમની આંખોમાં હતો. અને ખરેખર કહું તો તે ક્ષણે મને પોતાને જ મહેસૂસ થયું કે પ્રવાસે આપણને ખરેખર કેટલું બધું શીખવ્યું છે. અમુક બાબતો આપણા હાથમાં હોતી નથી અને તેની પર ગુસ્સો કરવાને બદલેતે સ્વીકારીને આગળ જવાનું એ જ આસાન હોય છે એ પ્રવાસે સૌથી મોટો પાઠ શીખવ્યો હતો. મારા માટે આ નવું નહોતું, પરંતુ અમારા ફ્રેન્ડ્સ માટે તે એક શીખવાનો અનુભવ હતો. `એકાદ બાબત બને ત્યારે તેમાં અટવાઈ નહીં રહેતાં હવે આગળ શું?’ તેની પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પ્રવાસ આપણને શીખવે છે. અને ખરેખર કહીએ તો આ બેગની બાબતને લીધે અમારી ટ્રિપને એક અલગ જ રંગ ચઢ્યો હતો. હવે પછી શું થશે? તેની ઉત્સુકતા બધાના મનમાં હતી. પ્રવાસમાં આવી નાની `ગડબડ’ જ તો આગળ જઈને બધાની મજેદાર યાદો બને છે નહીં?

બેગ લઈને અમે એરપોર્ટની બહાર નીકળ્યાં. બહુ ભૂખ લાગેલી હતી. ગીતાએ અમારી કાર આવે ત્યાં સુધી વાટ જોઈ નહીં. `મેરી બેગ- મેરા થેપલા’ એવા ઉત્સાહમાં થેપલાનાં પેકેટ્સ બહાર કાઢ્યાં. કારમાં બેઠાં બેઠાં અમે બધાએ તે થેપલા અને ચટણી અથાણા એવા ઝાપટ્યા કે પૂછો જ નહીં. આપણું સ્ટેટસ, આપણી પોઝિશન… બધું જ તે થેપલા સામે ભૂલી ગયાં હતાં. બેગ મળવા કરતાં થેપલા મળ્યા અને તે ખાવાનો આનંદ વધુ હતો.

મને યાદ છે કે ત્રણેક વર્ષ પૂર્વે અમે સમધી-સમધન જાપાનમાં ગયાં હતાં નીલ હેતા સાથે. હેતાના સિંગાપોરનાં મામા મામી પણ જોડે હતાં. આ બધા ગુજરાતી, જાપાનમાં ખાવામાં મુશ્કેલી નહીં પડે તે માટે તે બંને કપલ્સે થેપલા અને અન્ય પદાર્થોની બે મોટી બેગ જોડે લીધી હતી. વચ્ચે જ `આજે અમને ડિનર કરવું નથી’ કહીને તેઓ કલટી મારીને રૂમમાં થેપલા અને અન્ય પણ ઘણા બધા ગુજરાતી ખાદ્યપદાર્થો ઝાપટતાં હતાં. અમને પણ વચ્ચે જ તે જાપાની ખાદ્યનો કંટાળો આવે એટલે થેપલા મગાવી લેતાં હતાં. ગયા વર્ષે નીલ, હેતા, રાયા અને તેને સંભાળતી સિસ્ટર શાયની સ્પેનમાં દસ દિવસ જઈ આવ્યાં. કેરલાઈટ સિસ્ટરે પચાસથી વધુ થેપલા જોડે લીધા હતા, `મુઝે નહી જમતા હૈ રોજરોજ વો પિઝ્ઝા પાસ્તા’ એમ કહીને.

`થેપલા’ પર્યટકોના પ્રવાસમાં એક અનિવાર્ય ઘટક નીવડ્યું છે. યુરોપ અમેરિકામાં આપણા બાળકોને અથવા સંબંધીઓને મળવા જનારની બેગમાં `થેપલા’ નહીં હોય એવું બને જ નહીં. વિમાનમાંની બેગોના વજનમાં થેપલાનું વજન દુર્લક્ષિત કરવા જેવું નથી. ગુજરાતી વ્યાવસાયિક અગાઉ કામ નિમિત્તે બહાર જતા ત્યારે ખાવાની મુશ્કેલી નહીં થાય તે માટે તેમને થેપલા બાંધી અપાતા હતા. સેંકડો વર્ષ પૂર્વે તેની શરૂઆત થઈ હશે, પરંતુ આજે પણ થેપલાનું મહત્ત્વ જરાય ઓછું થયું નથી. ઊલટું, થેપલા મોટો ઉદ્યોગ બની ગયો છે. અત્યંત સુંદર પેકેટ્સમાં થેપલા મળે છે અને આપણી ટ્રાવેલ બેગનો મહત્ત્વનો ભાગ બને છે. મહારાષ્ટ્રિયન, બંગાળી, તમિળ, કેરલિયન આ બધાને થેપલા એકત્ર લાવે છે એવું હું કહીશ. અગાઉ અમે પણ પર્યટકોને સ્નેક પેકેટ્સમાં થેપલા આપતાં,પરંતુ કોવિડ પછી અમે તે બંધ કર્યું અને લોકલી મળતા સ્નેક્સ પર ભાર આપ્યો, કારણ કે જ્યાં જઈએ ત્યાં ત્યાંનું કાંઈક ટેસ્ટ કરવું જોઈએ એવો વિચાર તેની પાછળ હતો. દેશમાંથી દુનિયામાંથી ક્યાંયથી જોઈન થનારા પર્યટકોની વધતી સંખ્યા અને વિમાનના વજનની મર્યાદાને લીધે અગાઉની જેમ હવે ટુર મેનેજર સાથે પણ તે આપી શકાય નહીં. પર્યટકો પણ હેલ્ધી ફૂડ્સની પાછળ પડ્યા છે. તેલમાં તળેલી વસ્તુઓ પર પ્રશ્નચિહન ઊભું થઈ રહ્યું છે. ભારતભરમાં અને દુનિયાભરમાં ઘણા બધા પર્યટકોને અમે અગાઉ આપતા તે સ્નેક્સ આઉટડેટેડ લાગવા માંડ્યાં, જેથી કોવિડમાં સેફ્ટી તરીકે બંધ થયેલાં સ્નેક પેકેટ્સની સંકલ્પના અમે બંધ જ રાખી. જોકે પર્યટકોને અમે કહીએ છીએ કે તમે જોઈએ તે સ્નેક્સ જરૂર જોડે રાખો. તેમાં અન્ય પદાર્થો સાથે થેપલા પણ રાખો, કારણ કે `થેપલા ઈઝધ અલ્ટિમેટ ફૂડ!’ તે ફક્ત એક ખાદ્યપદાર્થ નથી,પરંતુ તે આપણા પ્રવાસનો એક ભાવનાત્મક સાથીદાર છે. તે આપણને આપણે ક્યાંથી આવ્યાં છીએ તેની યાદ અપાવે છે. વિદેશમાં ધમધમતા શહેરમાં, એકાદ હોટેલના રૂમમાં કે એકાદ લાંબા પ્રવાસમાં અચાનક બેગમાંથી બહાર આવેલા થેપલા એટલે જાણે આપણા ઘરનું એક નાનું દ્વાર ખોલવા જેવું લાગે છે, કારણ કે આ થેપલામાં ફક્ત સ્વાદ નથી હોતો, પરંતુ તેમાં ઘરનો સ્પર્શ હોય છે, પરિચિતનો સુગંધ હોય છે અન એક અલગ જ સુરક્ષિતતાની ભાવના હોય છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં હોઈએ તો પણ આપણા પદાર્થનો એક કોળિયો ખાઈએ તો પણ આપણે `આપણા લોકોમાં’ પાછા આવ્યાં છીએ એવું લાગે છે. આથી જ કદાચ દરેક ભારતીય પ્રવાસી પોતાની બેગમાં થોડું પણ `ઘરનું’ લઈને જ ફરતાં હોઈએ છીએ. ક્યારેક લાડવા હોય તો ક્યારેક અથાણાની નાની બરણી હોય છે. અને મજાની વાત એ છે કે આ નાનીનાની બાબતો જ વિદેશમાં ગયા પછી આપણને સૌથી મોટી લક્ઝરી લાગે છે. ફાઈન ડાઈનિંગ, એક્ઝોટિક ક્યુઝિન, સુંદર રેસ્ટોરાં આ બધું જ પોતાની જગ્યા પર પરંતુ એકદ રાત્રે ફરીને થાક્યા પછી હોટેલ રૂમ પર પાછા આવ્યા બાદ આપણા લોકો સાથે બેસીને ઘરનું કશુંક ખાવાનો આનંદ જ અલગ હોય છે. તે રાત્રે કારમાં બેસીને થેપલા ખાતી વખતે હોટેલ પર જતી વખતે અમને એક બાબત ફરીથી જણાઈ કે આધુનિક પ્રવાસ ગમે તેટલો ગ્લોબલ થાય છતાં મન કાયમ `લોકલ’ જ રહે છે! આવી નાનીનાની બાબતો આપણને આપણા મૂળ સાથે જોડીને રાખે છે.આપણે નવા સ્વાદ અનુભવીએ છીએ, નવી સંસ્કૃતિ આત્મસાત કરીએ છીએ, પરંતુ તે છતાં આપણા સ્વાદનો, આપણી આદતનો એક નાનો ટુકડો આપણે જોડે લઈનેજ ફરીએ છીએ. આ નવા જૂનાનો સમતોલ સાધી શકાય તે જ પ્રવાસની ખરી સુંદરતા છે. આથી જ તમે પણ આ વખતે રજામાં ફરવા જશો ત્યારે તમારી બેગ પેક કરતી વખતે એક પ્રશ્ન પોતાને ચોક્કસ પૂછો, `હું દુનિયા જોવા જતી વખતે મારા ઘરનું શું લઈ જઈશ?’ કારણ કે અંતે પ્રવાસ ગમે તેટલો દૂરનો હોવા છતાં મનને આપણા લોકોમાં પાછું લાવવા એક `થેપલું’ કાયમ પૂરતું હોય છે.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

PM મોદી આજે રાત્રે 8.30 કલાકે રાષ્ટ્રને સંબોધન કરશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધિત કરશે. લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પસાર ન થઈ શક્યા બાદ પીએમ મોદીનું આ સંબોધન થવાનું છે. શનિવારે થયેલી કેબિનેટ બેઠકમાં પણ પીએમ મોદીએ વિપક્ષના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે એટલું સુધી કહ્યું હતું કે આ ભૂલની રાજકીય કિંમત વિપક્ષને ચૂકવવી પડશે. હવે આજે રાત્રે 8:30 વાગ્યે તેમનું સંબોધન થવાનું છે.

લોકસભામાં મહિલા આરક્ષણ સુધારા બિલ સંબંધિત 131મું બંધારણીય સુધારા વિધેયક પસાર થઈ શક્યું નહોતું. આ વિધેયક પર સતત બે દિવસ ચર્ચા થઈ હતી. ત્યાર બાદ શુક્રવારે સાંજે થયેલા મતદાનમાં આ વિધેયક પડી ગયું. આ સુધારા વિધેયકના સમર્થનમાં 298 સાંસદોએ મત આપ્યો હતો જ્યારે વિરોધમાં 230 મત પડ્યા હતા.

 લોકસભામાં બિલ કેમ પડી ગયું?

લોકસભામાં મહિલા આરક્ષણ સંબંધિત સુધારા વિધેયક પર કુલ 528 સાંસદોએ મતદાન કર્યું હતું. વિધેયક પસાર થવા માટે 326 મતની જરૂર હતી, પરંતુ સમર્થનમાં માત્ર 298 મત મળ્યા. તેથી બિલ પસાર થઈ શક્યું નહોતું.

 ભાજપનું વલણ

ભાજપ સતત પ્રેસ કોન્ફરન્સ કરીને વિપક્ષ પર નિશાન સાધી રહ્યો છે. ભાજપ નેતા સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને તેના સમર્થક દળોએ વર્ષોથી સંઘર્ષ કરતી મહિલાઓને 33 ટકા હક ન મળે તેવો જશ્ન મનાવ્યો છે. તેમણે કહ્યું કે મહિલાઓના અધિકારોથી તેમને વંચિત રાખવાનો પ્રયાસ થયો છે. ભાજપ માટે આ સત્તાનો પ્રશ્ન નથી, પરંતુ સમાન અધિકાર આપવાનો પ્રશ્ન છે.

આજે થયેલી કેબિનેટ બેઠક દરમિયાન વડા પ્રધાને વિપક્ષને એ માટે જવાબદાર ઠેરવ્યો અને કહ્યું હતું કે મહિલાઓના આરક્ષણ બિલને સમર્થન ન આપીને તેમણે મહિલાઓ વિરુદ્ધ કામ કર્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.  તેમણે વિપક્ષના આ વલણને મોટી ભૂલ ગણાવી અને ચેતવણી આપી કે ભવિષ્યમાં તેમને તેની રાજકીય કિંમત ચૂકવવી પડશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ સંદેશ દેશના દરેક ગામ સુધી પહોંચાડવો જોઈએ કે વિપક્ષ મહિલાઓ પ્રત્યે નકારાત્મક વિચારધારા રાખે છે.