Home Blog Page 1291

ચૂંટણી પ્રણાલીને અંકુશમાં લેવા માટે સત્તા અને પૈસાનો દુરુપયોગ: શરદ પવાર

મુંબઈ: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે શનિવારે ચૂંટણીમાં ગોટાળાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સમગ્ર ચૂંટણી તંત્રને અંકુશમાં રાખવા માટે સત્તા અને નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, જે અગાઉ કોઈપણ વિધાનસભા કે રાષ્ટ્રીય ચૂંટણીમાં જોવા મળ્યો ન હતો. શરદ પવારે ડો.બાબા આધવ સાથેની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે આધવ તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઈવીએમના દુરુપયોગનો વિરોધ કરી રહ્યા છે. ગુરુવારે, તેઓએ સમાજ સુધારક જ્યોતિબા ફુલેના પુણેના નિવાસસ્થાન ફૂલે વાડા ખાતે ત્રણ દિવસીય વિરોધ શરૂ કર્યો હતો.

શરદ પવારે કહ્યું કે હાલમાં જ દેશમાં ચૂંટણીઓ થઈ છે અને તેને લઈને લોકોમાં બેચેની છે. તેમણે કહ્યું કે બાબા આધવનું આંદોલન આ બેચેની દર્શાવે છે. તેમણે કહ્યું,લોકોમાં એવો ગણગણાટ છે કે મહારાષ્ટ્રમાં તાજેતરની ચૂંટણીઓમાં સત્તાનો દુરુપયોગ થયો હતો અને જંગી રકમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે અગાઉ ક્યારેય જોવા મળ્યો ન હતો. સ્થાનિક કક્ષાની ચૂંટણીમાં આવી વાતો સાંભળવા મળે છે, પરંતુ પૈસાના જોરે અને સત્તાના દુરુપયોગથી સમગ્ર ચૂંટણી તંત્રને કબજે કરવામાં આવે તેવું આ પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. જો કે, અમે મહારાષ્ટ્રમાં આ જોયું અને લોકો હવે બેચેન છે.

શદર પવારે વધુમાં કહ્યું, “મેં સાંભળ્યું છે કે બાબા આધવે આ મુદ્દે આગેવાની લીધી છે અને તેઓ ફૂલે વાડામાં આંદોલન કરી રહ્યા છે. તેમનો વિરોધ લોકોને આશા આપે છે પરંતુ તે પૂરતો નથી. સંસદીય લોકતંત્ર નષ્ટ થવાના જોખમમાં છે, તેથી જાહેર બળવો જરૂરી છે, તેમણે કહ્યું કે, “દેશમાં આ મુદ્દા પર વ્યાપક ચર્ચા હોવા છતાં, જ્યારે પણ વિપક્ષ સંસદમાં તેને ઉઠાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેને બોલવા દેવામાં આવતો નથી. વિપક્ષી નેતાઓ છ દિવસથી આ મુદ્દાઓ પર બોલવાની તકની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમની માંગણીઓ એક વખત પણ સ્વીકારવામાં આવી નથી. આ દર્શાવે છે કે તેઓ સંસદીય લોકશાહી પર હુમલો કરવા માંગે છે.”

મહાયુતિને પ્રચંડ બહુમતી મળી
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મહા વિકાસ અઘાડીના સહયોગી કોંગ્રેસ, શિવસેના (UBT) અને NCP (SP)એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઈવીએમમાં ​​ગેરરીતિનો આરોપ લગાવ્યો છે.ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં મહાયુતિને જોરદાર જીત મળી છે. જેમાં ભાજપ, શિવસેના અને એનસીપીના મહાગઠબંધનને 288માંથી 230 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસની મહા વિકાસ આઘાડી, શિવસેના (UBT) અને NCP (SP)ને માત્ર 46 બેઠકો મળી હતી.

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનો પ્રારંભ, સાહિત્યપ્રેમીઓ માટે સાહિત્ય નવું સરનામું

ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૪’નો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ નેશનલ બુક ફેરમાંથી વિવિધ પુસ્તકો ખરીદ્યા હતા. મુખ્યમંત્રીએ મધર ઓફ ડેમોક્રેસી – ઇન્ડિયા, વેદ કલ્પતરુ, સામૂહિક હિત કા દીપ જલે (મન કી બાત @૧૦૦) અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લિખિત એક્ઝામ વોરીયર્સ જેવા પુસ્તકો ડિજિટલ પેમેન્ટ વડે ખરીદ્યા હતા.

રાજ્યમાં વાંચન અને સાહિત્યના સુયોગ્ય પ્રસાર થકી આવનારી પેઢી બૌદ્ધિક રીતે સક્ષમ બને અને સશક્ત સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ‘વાંચે ગુજરાત’ અભિયાનની શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં 12 વર્ષથી ‘અમદાવાદ નેશનલ બુક ફેર’ નામથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી યોજાયેલા ‘અમદાવાદ નેશનલ બુક ફેર’ના તમામ સંસ્કરણોને અમદાવાદ સહિત રાજ્યભરના પુસ્તકરસિકો અને સાહિત્યપ્રેમીઓનો અનેરો પ્રતિસાદ સાંપડ્યો છે.

હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ સાથે વાંચે ગુજરાત ૨.૦ અંતર્ગત ૩૦ નવેમ્બરથી ૮મી ડિસેમ્બર સુધી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ યોજાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટનો સહયોગ સાંપડતા અમદાવાદ નેશનલ બુક ફેર હવે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરીને પહેલી વખત ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ તરીકે યોજાઈ રહ્યો છે. આ સમગ્ર આયોજનમાં 100થી વધુ સાહિત્યિક કાર્યક્રમો, ૩૦૦થી વધુ પ્રકાશકોના સ્ટોલ સહિત 1000થી વધુ પ્રકાશકોનાં પુસ્તકો સાથે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ગુજરાત સહિત દેશભરના પુસ્તકરસિકો અને સાહિત્યપ્રેમીઓ માટે સાહિત્યનું સરનામું બની રહેશે.

આ સાથે ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં મુલાકાતીઓ માટે લેખક મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાન ગંગા, રંગમંચ, અભિકલ્પ સહિતના આકર્ષણો ઉપલબ્ધ રહેશે. અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં સ્પેન, શ્રીલંકા, પોલેન્ડ, ડેન્માર્ક, સ્કોટલેન્ડ, સિંગાપોર, યુ.એ.ઈ. જેવા દેશોના વક્તાઓ તથા પ્રખ્યાત ગુજરાતી લેખકો શ્રોતાઓનું માર્ગદર્શન કરશે. જેમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી જગદીશ ત્રિવેદી, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, મોનિકા હલાન, રામ મોરી, ઇ. વી. રામાકિશન, સૌરભ બજાજ, વિલિયમ ડેલરિમ્પલ, ગિલેર્મો રોડ્રિગ્ઝ માર્ટિન, મોનિકા કોવાલેસ્કો-સુમોવ્સ્કા અને મેટ્ટ જ્હોન્સન જેવા ખ્યાતનામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાહિત્યકારો, લેખકો અને વક્તાઓ વિવિધ વિષયો પર શ્રોતાઓ સાથે સંવાદ સાધશે.

શહેરમાંથી નકલી ડોલર છાપવાની ફેક્ટરી પકડાઈ, ચારની ધરપકડ

અમદાવાદઃ શહેરમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ડોલર છાપવાની ફેક્ટરી પકડી પાડવામાં આવી છે.  શહેરના વટવા GIDCમાં આવેલી ફેક્ટરીમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવામાં આવતા હતા. આરોપીઓ છાપેલી નોટોને બજારમાં વટાવવાની ફિરાકમાં હતા. એ પહેલાં જ ફેક્ટરી પર અમદાવાદ સિટી પોલીસના SOG  (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન રેકેટનો પર્દાફાશ થયો છે. SOGની ટીમે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

આ આરોપીઓમાં ઓસ્ટ્રેલિયન સિટીઝન મૌલિક પટેલ ઉપરાંત ધ્રુવ દેસાઈ, ખુશ પટેલ અને રોનક રાઠોડ નામના અન્ય ત્રણ આરોપીઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં અત્યાર સુધી નકલી ઈન્ડિયન કરન્સી છાપવામાં આવી હોય તેવી ઘણી ઘટના સામે આવી છે, પરંતુ ઓસ્ટ્રેલિયન ડોલર છાપવામાં આવતા હોવાની આ પહેલી ઘટના છે. આ કૌભાંડ અંગે પોલીસને સૌ પહેલા રોનક રાઠોડ નામના આરોપી અંગે બાતમી મળી હતી, જે 50 ડોલરની 119 નકલી નોટો વટાવવા માટે પ્રયાસ કરી રહ્યો હતો.

ત્યાર બાદ રોનકે એના સાથીદાર ખુશ પટેલે ધ્રુવ અને મૌલિકનાં નામ આપ્યાં હતાં, જે વટવામાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં નોટો છાપવાનું કામ કરતા હતા. પોલીસે આ પ્રિન્ટિંગ પ્રેસ પર દરોડા પાડતાં બંને જણ ઝડપાઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ કાંડનો માસ્ટરમાઇન્ડ મૌલિક પટેલ 2012માં ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયો હતો, જ્યાં તેણે ટ્રાન્સપોર્ટનો બિઝનેસ શરૂ કર્યો હતો, પરંતુ તેમાં મોટું નુક્સાન થતાં તેને નકલી નોટો છાપવાનો આઈડિયા આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં MBA કરનારા મૌલિકે સૌ પહેલાં ધ્રુવ દેસાઈનો સંપર્ક કર્યો હતો, જેના પિતા પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા હતા.

 

જ્યારે દિયા મિર્ઝા સલમાન ખાનની મજાક સાંભળીને દંગ રહી ગઈ

મુંબઈ: દિયા મિર્ઝાએ સલમાન ખાન સાથે ફિલ્મ તુમકો ના ભૂલ પાયેંગેમાં કામ કરીને ઘણા લોકોના દિલ જીતી લીધા હતા. તાજેતરમાં એક વાતચીતમાં તેણે કહ્યું કે આ ફિલ્મ તેના માટે ખાસ છે, કારણ કે આ તેની અને સલમાનની પ્રથમ ફિલ્મ હતી. સેટ સાથે જોડાયેલી કેટલીક યાદો શેર કરતી વખતે દિયાએ એક એવી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો જેણે તેને ચોંકાવી દીધી.

દિયાએ સ્ટોરી શેર કરી

કનેક્ટ સિને સાથેની વાતચીતમાં દિયાએ કહ્યું,”એક દિવસ જ્યારે અમે શૂટિંગ માટે તૈયાર થઈ રહ્યા હતા, ત્યારે ફિલ્મમાં સલમાનની માતાનો રોલ નિભાવી રહેલી એક અભિનેત્રી નજીકમાં ઊભી હતી. સલમાને મને કહ્યું, શું તમે જાણો છો, એક વખત જ્યારે તે પહેલા મારી હિરોઈન હતી, પણ હવે તે મારી માતાનો રોલ કરી રહી છે?”

સલમાનની મજાક સાંભળીને દિયા ચોંકી ગઈ હતી

આ સાંભળીને દિયા ચોંકી ગઈ અને સલમાને કહ્યું, “હા, મારી શરૂઆતની એક ફિલ્મમાં તે મારી લીડિંગ લેડી હતી.” દિયાને ખબર ન હતી કે અભિનેતાના આ નિવેદન પર કેવી પ્રતિક્રિયા આપવી, કારણ કે તેને લાગતું હતું કે અભિનેત્રી સલમાન જેટલી જ ઉંમરની હશે. આ પછી સલમાને મજાકમાં કહ્યું, “હા, અને એક દિવસ તું મારી માતાનો રોલ નિભાવીશ” દિયાએ કહ્યું કે હું આ સાંભળીને ચોંકી ગઈ હતી.

સુપરસ્ટાર સાથે ફિલ્મ મેળવીને ખૂબ જ ખુશ હતી

દિયાએ કહ્યું, “જ્યારે મેં તે ફિલ્મ સાઈન કરી, ત્યારે હું સલમાન ખાનની મોટી ફેન હતી અને જ્યારે અમે સાથે કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે હું દરરોજ તેને જોતી અને વિચારતી કે હું વિશ્વાસ નથી કરી શકતી કે હું તે વ્યક્તિ સાથે કામ કરી રહી છું. હું એવી ફિલ્મો કરી રહી છું જેની ફિલ્મો હું વારંવાર જોતી હતી.

આ વેબ સિરીઝમાં જોવા મળી હતી

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિયા છેલ્લે ધક ધક નામની ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઉઝમા નામની મહિલાનું પાત્ર ભજવ્યું હતું. તાજેતરમાં તે અનુભવ સિન્હાની વેબ સિરીઝ ‘IC 814: ધ કંધાર હાઈજેક’ માં જોવા મળી હતી.

ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: રાજ્યમાં નવેમ્બરના અંતમાં શિયાળની વધતા ઘટતા પાર સાથે ઠંડી જામી હોય તેવું લાગી રહ્યું છે. ઘણા સમય બાદ ઠંડીનું જોર નહિવત પ્રમાણમાં રહેતા પારો ત્રણ ડિગ્રી જંપ લગાવ્યો છે. જ્યારે બીજી તરફ દિવસ દરમિયાન 14 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે શહેરીજનોએ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો. વાતાવરણ ઠીડી રહેતા તાપમાનમાં પણ નોંધપાત્ર 2.2 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.

સરકારી આકડા પ્રમાણે થોડા દિવસ રાત્રિના સમયે ઠંડીનું જોર વધતું જોવા મળ્યું હતું. જ્યારે દિવસે ઠંડીની કોઈ અસર ન વર્તાતી હોવાથી તાપમાનમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો હતો. પરંતુ છેલ્લા 24 કલાકમાં સ્થિતિ બદલાઈ છે. ઠંડીનું જોર એકદમ જ ઘટતું જોવા મળી રહ્યું છે. જેના કારણે શહેરનું લઘુતમ તાપમાન પાછલા 24 કલાકમાં સડસડાટ 2.8 ડિગ્રી ઉંચકાઈને 19.2 ડિગ્રીને આંબી ગયું હતું. છેલ્લે 20 નવેમ્બરે લઘુતમ તાપમાન 19.2 ડિગ્રી રહ્યા બાદ પ્રથમ વખત ઠંડીનો પારો 19 ડિગ્રીની ઉપર પહોંચ્યો છે. રાત્રે ઠંડી નહિવત રહ્યા બાદ આજે સવારે દી’ ઉગતાની સાથે જ ઠંડા વાયરા ફૂંકાતા રહેતા સવારથી સાંજ સુધી વાતાવરણમાં ઠંડક રહી હતી. સવારે 12 કિ.મી. બાદ બપોરે પવનની ઝડપ 14 કિ.મી. પ્રતિકલાકે પહોંચી જતાં ભાવેણાંવાસીઓએ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો. ઠંડીના પગલે મહત્તમ તાપમાન પણ ગઈકાલની તુલનામાં ૨.૨ ડિગ્રી ઘટીને 29.4 ડિગ્રીએ પહોંચી ગયું હતું. ચાલુ સપ્તાહમાં પ્રથમ વખત દિવસે ઠંડીનું પ્રમાણ અનુભવાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ,રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહશે. તાપમાનમાં સામાન્ય ઘટાડો અને વધારો થશે પરંતુ કોઈ મોટા ફેરફારની શક્યતા હાલમાં નથી. રાજ્યમાં હાલ જેવું વાતાવરણ છે તેવું જ આગામી દિવસોમાં રહેવાની સંભાવના છે.

એકનાથ શિંદે નારાજ થવાથી મહારાષ્ટ્રનું કોકડું ગૂંચવાયું?

મુંબઈઃ મહારાષ્ટ્રના CM કોણ બનશે?  એના પર હજી સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહ સાથે થયેલી મીટિંગ પછી એકનાથ શિંદે સતાતા સ્થિત પોતાના ગામ ચાલી ગયા છે. એકનાથ શિંદે નારાજ છે અને તેમના ગામ જવાનો અર્થ છે કે રાજ્યમાં સરકારની રચનામાં વધુ વિલંબ થવાની શક્યતા છે.

શિવસેનાના એક નેતાએ જણાવ્યું હતું કે અમારા નેતા ખુશ નથી અને અમે પણય શિંદેએ તેમના કાર્યકાળમાં કશું ખોટું નથી કર્યું. તેમણે ચૂંટણી કેમ્પેનને લીડ કર્યું હતું અને એટલે તો તેઓ મહાયુતિના અસલી CM ચહેરો હતો. તેમને જ CM બનાવવામાં આવવા જોઈએ.આ પહેલાં  ભાજપના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનના ત્રણ મોટા નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા. આ પછી શુક્રવારે  મહાયુતિની બેઠક થવાની હતી, પણ તે પહેલાં શિવસેના પ્રમુખ એકનાથ શિંદે તેમના ગામ જવા રવાના થયા હતા.

હવે શિંદે સતારામાં તેમના ગામ જવા માટે રવાના થઈ ગયા છે અને તેમના પરત ફર્યા બાદ મીટિંગ યોજાશે. તેમની અચાનક યોજના એવી અટકળો તરફ દોરી રહી છે કે તેઓ સરકારની રચનાની વાતચીતથી નારાજ છે. ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે થયેલી બેઠકમાં શિવસેનાને વિકલ્પો આપવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ડેપ્યુટી સીએમ બનવાની ઓફર અને બીજી કેન્દ્રમાં મંત્રી બનવાની ઓફર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો એકનાથ શિંદે કેન્દ્રમાં મંત્રી બનવાનું નક્કી કરે છે, તો તેમના જૂથના કોઈ પણ નેતાને ડેપ્યુટી CM બનાવવામાં આવી શકે છે. 

અમિતાભ બચ્ચન રેડ કાર્પેટ પર જોવા મળ્યા, સ્પોર્ટ્સ ઈવેન્ટમાં આપી હાજરી

મુંબઈ: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને શુક્રવારે સાંજે મુંબઈમાં સ્ટાર-સ્ટડેડ સ્પોર્ટિંગ ઈવેન્ટમાં હાજરી આપી હતી. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

બ્લેક ટ્રેક પેન્ટ સાથે કેઝ્યુઅલ છતાં સ્ટાઇલિશ હૂડીમાં સજ્જ,અમિતાભ બચ્ચન ઘણાં સમય પછી કોઈ ઈવેન્ટમાં જોવા મળ્યા હતાં. અભિનેતાએ પાપારાઝીને પોઝ પણ આપ્યો હતો. અમિતાભ બચ્ચનની હાજરી ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતી, કારણ કે પીઢ અભિનેતા આ દિવસોમાં ઇવેન્ટ્સમાં ભાગ્યે જ જોવા મળે છે. ચાહકોએ તેની સરળ શૈલીની પ્રશંસા કરી.

અમિતાભ બચ્ચન કેબીસીના શૂટિંગમાં વ્યસ્ત છે

પ્રોફેશનલ રીતે અમિતાભ બચ્ચન હંમેશાની જેમ વ્યસ્ત રહે છે. તે હાલમાં આઇકોનિક ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 16મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે, જે સમગ્ર ભારતમાં પ્રેક્ષકોનું મનોરંજન કરી રહ્યો છે. તાજેતરના એપિસોડમાં, અભિનેતાએ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી, જેમાં દક્ષિણ મુંબઈના તત્કાલીન ડીસીપી વિશ્વાસ નાંગરે પાટીલ સાથેની વાતચીત કરી હતી. અમિતાભ દીપિકા પાદુકોણ સાથે ‘ધ ઈન્ટર્ન’માં જોવા મળશે. તે છેલ્લે કલ્કી 2898 એડીમાં જોવા મળ્યા હતા, જેમાં કમલ હાસન, પ્રભાસ અને દિશા પટાની અભિનીત ફિલ્મ હતી, અને ચાહકો આતુરતાથી સિક્વલની રાહ જોઈ રહ્યા છે, જેનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થવાનું છે.

સ્ટાર સ્ટડેડ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં હાજરી આપીને અમિતાભ બચ્ચને રમત પ્રત્યેનો પોતાનો જુસ્સો દર્શાવ્યો હતો. આ દિવસોમાં કૌન બનેગા કરોડપતિના શૂટિંગમાં વ્યસ્ત અમિતાભ બચ્ચને આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં અમિતાભ બચ્ચને ફિલ્મ સ્ટાર્સ સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ પણ આપ્યા હતા. બ્લેક હૂડીમાં અમિતાભ બચ્ચન સ્માર્ટ લાગી રહ્યા હતા. અહીં અમિતાભ બચ્ચને પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા.

ત્રણ બાળકીના શંકાસ્પદ મોતથી ચકચાર, સુરતના સચિન પાલી ગામનો બનાવ

સુરત: શહેરના સચિન પાલી ગામથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. ત્રણ બાળકોના શંકાસ્પદ મોત થતા ચકચાર મચી જવા પામ્યો છે. શુક્રવારે ત્રણેય બાળકીએ આઈસક્રીમ ખાધા બાદ તબિયત લથડતા તેઓને ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓના સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. તબીબો દ્વારા હાલ ત્રણેય બાળકોના મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાલી ગામમાં ત્રણેય બાળકીઓએ છેલ્લે આઈસક્રીમ ખાધુ હોવાનુ જાણવા મળી રહ્યું છે. જે બાદ બાળકીઓએ તાપણું પણ કર્યું હતું. જેથી આ ત્રણેય બાળકીઓના મોત આઈસક્રીણના કારણે થયા છે, તાપણાનો ધુમાડો લાગતા થયા છે કે પછી અન્ય કોઈ કારણોસર થયા છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પીએમ રિપોર્ટમાં તેનું ચોક્કસ કારણ સામે આવી શકે છે. મૃતક બાળકીઓ નામ દુર્ગા કુમારી મહંતો ઉ.વ.12, અમિતા મહંતો ઉ.વ. 14, અનિતા કુમારી મહંતો ઉં.વ. 8 છે. નોંધનીય વાત છે કે આ આઈસક્રીમ એક સાથે પાંચ બાળકીઓ ખાધા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ત્રણ બાળકીની તબીયત કેમ લથડી અને મોત પાછળનું સાચું કારણ જાણવા સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાઈ રહ્યું છે.

સંભલમાં બહારના લોકોના પ્રવેશ પર 10 ડિસેમ્બર સુધી પ્રતિબંધ

સંભલઃ જિલ્લામાં 24 નવેમ્બરે સર્વે દરમ્યાન હિંસાનો મામલો સામે આવ્યો હતો. ત્યાર બાદ જિલ્લામાં બહારી લોકોના પ્રવેશ પર રોક મૂકી દેવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે બહારની વ્યક્તિઓના પ્રવેશ પર 10 ડિસેમ્બર સુધી રોક લગાવી દીધી છે.

કોંગ્રેસના પ્રદેશાઅધ્યક્ષ અજય રાયે સંભલ મામલાની માહિતી મેળવવા માટે એક પ્રતિનિધિ મંડળ બીજી ડિસેમ્બરે ત્યાં જશે. આ પહેલાં સુપ્રીમ કોર્ટમાં સંભલ હિંસા કેસની સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતને કોઈ નિર્ણય ન લેવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે શાંતિ અને વ્યવસ્થા કાયમ રહેવી અને વહીવટી તંત્ર એ વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરે.કોર્ટે અરજદારને હાઈકોર્ટમાં જવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે આ મામલામાં નીચલી કોર્ટના આદેશ સામે કેટલાક વાંધાઓ છે. હાઈકોર્ટની પરવાનગી વગર કોઈ કાર્યવાહી કરવી જોઈએ નહીં. કોર્ટે અરજદારને પૂછ્યું કે તમે હાઈકોર્ટમાં કેમ ન ગયા?

 

 

 

‘મારી પત્નીને આમાં વચ્ચે ના લાવો’ રાજ કુન્દ્રાએ EDના દરોડા પર આપ્યું નિવેદન

મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે બિટકોઈન પોન્ઝી કૌભાંડમાં રાજ કુન્દ્રાની મિલકતો પર દરોડા પાડ્યા હતા. EDના આ દરોડા શુક્રવારે સવારે 6 વાગ્યે શરૂ થયા હતા અને કેટલાક કલાકો સુધી પ્રક્રિયા ચાલી હતી. હવે આ દરોડા પછી રાજ કુન્દ્રાનું પહેલું નિવેદન સામે આવ્યું છે. રાજ કુન્દ્રાના વકીલે પણ શુક્રવારે જ આ કેસનો વિરોધ કર્યો છે. હવે રાજ કુન્દ્રાએ આ અંગે એક પોસ્ટ કરી છે. જેમાં રાજ કુન્દ્રાએ કહ્યું છે કે તેમની પત્ની શિલ્પા શેટ્ટીનું નામ આ મામલે ન વચ્ચે લાવે. શુક્રવારે મોડી રાત્રે,રાજે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક નોંધ લખી અને સ્પષ્ટ કર્યું કે તે તપાસ એજન્સીઓને સહકાર આપી રહ્યો છે. તેણે દરેકને વિનંતી કરી કે તે તેની પત્ની શિલ્પા શેટ્ટીનું નામ આ મામલે ન વચ્ચે લાવે.

Mumbai : Businessman Raj Kundra along with his wife Shilpa Shetty attends the wedding reception of Aish Pandit and Sahil Chaudry in Mumbai on Thursday, April 11, 2024. (Photo: IANS)

રાજ કુન્દ્રાએ પોસ્ટમાં સ્પષ્ટતા આપી
રાજ કુન્દ્રાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું,’ આ કોના માટે ચિંતાનો વિષય હોઈ શકે છે, મીડિયામાં ઘણો ડ્રામા ચાલી રહ્યો છે. પરંતુ કેટલાક તથ્યો છે જે આપણે જાણવા જોઈએ. હું છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલી તપાસને સંપૂર્ણ રીતે અનુસરી રહ્યો છું. જ્યાં સુધી ‘સહયોગ’, ‘અશ્લીલ’ અને ‘મની લોન્ડરિંગ’ના દાવાઓનો સંબંધ છે, તો ચાલો આપણે માનીએ કે સનસનાટીભર્યા કોઈપણ પ્રમાણમાં સત્યને ઢાંકી ન શકે, આખરે ન્યાયનો વિજય થશે.’ અગાઉ શુક્રવારે બપોરે શિલ્પા શેટ્ટીના વકીલ એડવોકેટ પ્રશાંત પાટીલે પણ એક નિવેદન જારી કરીને તેણીને તપાસ સાથે જોડતા અહેવાલોને નકારી કાઢ્યા હતા.

ધરપકડ 2021માં થઈ હતી
આ જ કેસમાં 2021માં રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો બિટકોઈન પોન્ઝી સ્કીમ કૌભાંડ સાથે સંબંધિત છે. તેની શરૂઆત વર્ષ 2018માં કરવામાં આવી હતી. ગેઈન બિટકોઈન નામની કંપની સામે EDને તપાસનો કેસ મળ્યો હતો. ઘણા લોકોએ કંપની પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. આ કંપનીએ લોકોને ભારે વળતરની લાલચ આપીને પૈસાનું રોકાણ કરાવ્યું. આ પછી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. EDએ આ કેસની તપાસ કરી અને તેના માસ્ટરમાઇન્ડ અમિત ભારદ્વાજ સહિત અનેક લોકોની ધરપકડ કરી. તપાસ દરમિયાન અમિત ભારદ્વાજના ખાતામાંથી રાજ કુન્દ્રાને 285 બિટકોઈન મોકલવાનો રેકોર્ડ પણ મળી આવ્યો હતો. જેની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હવે ED આ મામલે તપાસ કરી રહી છે.

કોણ છે રાજ કુન્દ્રા?
રાજ કુન્દ્રા ભારતીય મૂળના બ્રિટિશ બિઝનેસમેન છે. રાજ કુન્દ્રા લંડનમાં રહેતા હતા અને ત્યાંથી બિઝનેસ કરતા હતા. રાજ કુન્દ્રાએ 2003માં બ્રિટિશ બિઝનેસમેનની પુત્રી કવિતા સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક દીકરી ‘ડેલિના’ પણ છે. પરંતુ રાજ કુન્દ્રા અને કવિતાના લગ્ન માત્ર 2 વર્ષ જ ચાલ્યા અને 2006માં તેમના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા સમયે રાજ કુન્દ્રાની પુત્રી 3 મહિનાની હતી. આ પછી રાજ કુન્દ્રા શિલ્પા શેટ્ટીને મળ્યા હતા. શિલ્પા શેટ્ટી પરફ્યુમ બ્રાન્ડ S2ના પ્રમોશન માટે લંડન ગઈ હતી. અહીં જ તેની મુલાકાત રાજ કુન્દ્રા સાથે થઈ હતી. અહીંથી બંને મિત્રો બન્યા અને પ્રેમમાં પડ્યા. 22 નવેમ્બર 2009ના રોજ શિલ્પાએ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા.