અમદાવાદ: શહેરમાં વધતા રોડ અકસ્માત અને વધતા અસમાજિક તત્વો સામે અમદાવાદ શહેર પોલીસે ત્રણ દિવસની કોમ્બિંગ ડ્રાઈવ શરૂ કરી હતી. જેમાં બે દિવસમાં 3000 જેટલા વાહનચાલકોને દંડવામાં આવ્યા. ત્યારે આ ડ્રાઈવનો ગતરોજના ત્રીજો દિવસ હતો. શહેરમાં વધી રહેલી ગુનાખોરીને રોકવા ગૃહમંત્રીએ આદેશ આપ્યા બાદ સતત ત્રીજા દિવસે પણ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું,સતત ત્રીજા દિવસે ચાલી રહેલા કોમ્બિંગ નાઈટ ઓપરેશનમાં અમદાવાદ શહેરના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ નીરજ બર્ડગુજર પણ હાજર રહ્યા હતા.

અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ગણતરી થતી હોય તેવા જુહાપુરા વિસ્તારમાં જેસીપીએ હથિયારધારી જવાનોને સાથે રાખીને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અનેક વાહન ચાલકો ગુનાહિત પ્રવૃત્તિ કરાયેલા ઝડપાયા હતા જેમની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ પૂર્વ હોય કે પશ્ચિમ તમામ વિસ્તારોના મુખ્ય રસ્તાઓ પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં નંબર પ્લેટ વિનાના વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા આ સાથે જ લાઇસન્સ વિના તેમજ અપૂરતા ડોક્યુમેન્ટ સાથે વાહન ચલાવનાર સામે મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી કરવામાં આવી રહેલા કોંબિંગ નાઈટમાં ચેકીંગ દરમ્યાન વાહનોમાં દંડા તેમજ તિક્ષણ હથિયાર રાખતા વાહનચાલકો પણ મળી આવ્યાં હતા આવા વાહનચાલકો સામે BNS એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ કેટલાક વાહનોમાં નશાયુક્ત પદાર્થો તેમજ તેનું સેવન કરેલા વાહનચાલકો પણ મળી આવ્યા હતા જેમની સામે પ્રોહીબિશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.સતત ત્રણ દિવસથી અમદાવાદ શહેરમાં ચાલી રહેલા કોમ્બીંગ નાઈટ વાહન ચેકિંગ ના કારણે ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. કાર્યવાહીમાં અમદાવાદની વાસ્તવિક્તા સામે આવી છે જેમાં એક જ રાતની કાર્યવાહીમાં ચૌંકાવનારા આંકડા સામે આવ્યા છે.દારૂ પીને રસ્તા પર ફરનાર 470 લોકોની પોલીસે ધરપકડ કરી છે.નિયમ ભંગ બદલ 1791 વાહનો ડિટેઇન કરાયા છે,નિયમ ભંગ બદલ 1685 મેમો ઇશ્યુ કરાયા છે,200 જેટલા હથિયાર લઇને ફરતા શખ્સોને ઝડપ્યા છે,તો 178 લોકોની અટકાયત કરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં સતત કોમ્બિંગની જરૂરિયાત હોય તેમ લાગી રહ્યું છે.














ત્રિપુરાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે માત્ર 10.2 ઓવરમાં 2 વિકેટે 156 રન બનાવીને જીત મેળવી હતી. ઉર્વિલે ટીમને 8 વિકેટે જીત અપાવી હતી. તેણે ઓપનર આર્યન દેસાઈ સાથે પ્રથમ વિકેટ માટે 150 રનની ભાગીદારી કરી હતી.
ઉર્વિલ T-20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારો વિશ્વનો બીજો બેટર બની ગયો છે. તેના પહેલાં એસ્ટોનિયાના સાહિલ ચૌહાણે સાયપ્રસ સામે 27 બોલમાં સદી ફટકારી હતી. ત્રીજા નંબર પર વેસ્ટ ઈન્ડીઝનો ક્રિસ ગેલ છે. તેણે IPL-2013ની સિઝનમાં પુણે વોરિયર્સ સામે RCB તરફથી રમતી વખતે 30 બોલમાં સદી ફટકારી હતી. T-20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેણે 2017માં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી.