અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 24મી નવેમ્બરે આઠમી અદાણી અમદાવાદ મેરેથોન યોજાઇ હતી. જેમાં 20 હજારથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. અદાણી અમદાવાદ મેરેથોન સશસ્ત્ર્ર દળોને સમર્પિત વાર્ષિક દોડ છે, જેમાં વિશેષ રન ફોર અવર સોલ્જર્સ ઝુંબેશ કેન્દ્રમાં છે. આ મેરેથોનમાં ભાગ લેવા માટે સ્થાનિક લોકોમાં અદભૂત ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય એથ્લેટિક્સ ફેડરેશન તરફથી પ્રથમ વખત પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
એસોસિયેશન ઓફ ઈન્ટરનેશનલ મેરેથોન્સ એન્ડ ડિસ્ટન્સ રેસ દ્વારા માન્યતા પ્રાપ્ત, મેરેથોનને સુંદર સાબરમતી રિવરફ્રન્ટ પર એર માર્શલ નર્મદેશ્વર તિવારી AVSM VM, મેજર જનરલ ગૌરવ બગ્ગા, ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજ, અભિનેત્રી અને એથ્લેટ સૈયામી ખેર અને એશિયન મેરેથોન દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. ચેમ્પિયન ડો.સુનીતા ગોદરાએ લીલી ઝંડી આપી હતી. આ મેરેથોનની શરૂઆતમાં અદાણી ગ્રુપના એગ્રો, ઓઈલ એન્ડ ગેસના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ અદાણી અને અદાણી સ્પોર્ટ્સલાઈનના C.B.O. સંજય આડેસરા પણ હાજર રહ્યા હતા.
સતત બીજી વખત આ ઇવેન્ટ શહેરના મધ્યમાં યોજવામાં આવી હતી, જેમાં શહેરના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત સ્થળો- ગાંધી આશ્રામ, અટલ બ્રિજ અને એલિસ બ્રિજને પણ આવરી લેવામાં આવ્યા હતા. પાર્ટિસિપન્ટ્સને ફૂલ મેરેથોન, હાફ્-મેરેથોન, 10 કિમી દોડ અને 5 કિમી દોડ એમ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા.
અદાણી અમદાવાદ મેરેથોનમાં ભાગ લેનારાઓને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. ફુલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિમી દોડ અને 5 કિમી દોડ. દરેક રેસ પહેલા, સશસ્ત્ર દળોના બેન્ડે રાષ્ટ્રગીત વગાડ્યું અને તેના આકર્ષણમાં વધારો કર્યો. મેરેથોનને એ હકીકત માટે પણ યાદ રાખવામાં આવશે કે તે પર્યાવરણને અનુકૂળ ઇવેન્ટ હતી. કારણ કે પ્લાસ્ટિકની પાણીની બોટલોને રિસાયકલ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં તેનો ઉપયોગ પાર્ક બેન્ચ બનાવવા માટે કરવામાં આવશે.
આ પ્રસંગે બોલતા, પ્રણવ અદાણી, મેનેજિંગ ડિરેક્ટર, એગ્રો, ઓઈલ એન્ડ ગેસ, અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે, “અદાણી અમદાવાદ મેરેથોન આપણા દેશના રમત-ગમત કેલેન્ડરમાં એક નિર્ણાયક ક્ષણ બની ગઈ છે અને 8મી આવૃત્તિની સહભાગિતા તેના મહત્વને દર્શાવે છે. 20,000થી વધુ લોકો માત્ર દોડ અને ફિટનેસની ઉજવણી કરવા માટે જ નહીં પરંતુ આપણા સશસ્ત્ર દળોને સન્માન આપવા માટે પણ એકઠા થતા હોય તે જોવું હૃદયસ્પર્શી છે. આ ઇવેન્ટને ખરેખર ખાસ બનાવનાર દરેક સહભાગીને મારા હૃદયપૂર્વક અભિનંદન.”






બીજી તરફ અફઘાનિસ્તાન તરફથી રમતા 18 વર્ષનો મિસ્ટ્રી સ્પિનર અલ્લાહ ગઝનફરને મુંબઈએ બેઝ પ્રાઇસ કરતાં 6 ગણી વધુ કિંમતે ખરીદ્યો હતો. ગઝનફર, જેની બેઝ પ્રાઇસ 75 લાખ રૂપિયા હતી, તેને મુંબઈએ 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ફાસ્ટ બોલર આકાશ દીપને લખનઉએ 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી. તે ગત સિઝનમાં બેંગલુરુ તરફથી રમ્યો હતો. તેની IPL કારકિર્દીમાં તેણે 8 મેચમાં 7 વિકેટ ઝડપી છે.

હરિગિરિ બાપુ છેલ્લા દસ બાર વર્ષથી વિવાદોમાં આવે છે તેઓ ભવનાથમાં ગમે તે જગ્યા ઉપર લખાણ કરાવી અને ગુંડાઓને મોકલીને ડરાવે ધમકાવે છે. તેવા આક્ષેપો સરકડીયા હનુમાન મંદિરના મહંત દ્વારા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાધુઓને પૈસાની લાલચ ન હોવી જોઈએ પરંતુ જો કોઈ સાધુ પૈસા આપીને મહંત બનતા હોય તેવી સાધુતા શું કામની? ઉપરાંત તેઓએ આ સમગ્ર મામલાને લઈને તટસ્થ તપાસ કરવા માટે પણ માંગણી કરી છે. ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળના ઉપાધ્યક્ષ અને સરખડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુએ જણાવ્યું હતું કે, હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે. તેમાં મહેશ ગીરીબાપુ જે બોલી રહ્યા છે કે કરી રહ્યા છે અને પુરાવા આપી રહ્યા છે તેમાં અમે સૌ સાધુ-સંતો સાથે છીએ. હરીગીરી બાપુએ એક લેટરપેડ પર 8 કરોડ રૂપિયાનો વહીવટ થયાનો ખુલાસો કર્યો છે. ત્યારે ધર્મ સત્તા નીચે રાજ સત્તા આવે છે. અમે લોકો સાધુ સંતો છીએ અને મંદિરની પૂજા કરીએ છીએ. સાધુ સંતો દાન ધર્માદો લે છે અને ધાર્મિક જગ્યાનો વિકાસ કરીએ છીએ. ત્યારે લેટર પેડમાં જે રાજકીય પાર્ટીને પૈસા આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે તે જરા પણ યોગ્ય નથી. એમાં પણ ખાસ સાધુ-સંતો ને રૂપિયા આપવામાં આવ્યા છે તેની નીંદનીય બાબત છે.


મહાકુંભ 2025માં પહેલી વખત AI જનરેટિવ ચેટબોટ ‘Kumbh Sah’AI’yak’ (કુંભ સહાયક) વિકસિત કરવામાં આવી રહ્યું છે. જે ભાષિણી એપની મદદથી ગુજરાતી સહિત દસથી વધુ ભાષાઓમાં શ્રદ્ધાળુઓને મહાકુંભ સાથે સંકળાયેલી તમામ માહિતી ઉપલબ્ધ કરાવશે. આ ચેટબોટ ગૂગલ નેવિગેશન, ઇન્ટરેક્ટિવ કન્વર્ઝેશન તેમજ વ્યક્તિગત GIFની સુવિધાઓથી સજ્જ હશે.
એડિશનલ ફેર ઓફિસર વિવેક ચતુર્વેદીએ જણાવ્યું કે મહાકુંભમાં પહેલીવાર ‘કુંભ સહાયક’ નામક ચેટબોટ વિકસિત કરવામાં આવી રહ્યું છે, જે વિશ્વની અત્યાધુનિક ટેક્નોલોજી જનરેટિવ AI આધારિત છે. આ ચેટબોટ મહાકુંભ 2025 એપ અથવા વ્હોટ્સએપ દ્વારા સંચાલિકત થશે. મહાકુંભ દરમિયાન આ ચેટબોટ તમારા વ્યક્તિગત માર્ગદર્શક તરીકે કાર્ય કરશે.
ચેટબોટ ભાષિણી એપના માધ્યમથી ગુજરાતી, હિંદી, અંગ્રેજી સહિત 10થી વધુ ભાષાઓમાં મહાકુંભ સાથે સંકળાયેલી તમામ જરૂરી માહિતીઓ પ્રદાન કરશે. આ ચેટબોટ શ્રદ્ધાળુઓને લખીને અથવા બોલીને, બંને રીતે ઇન્ટરેક્ટિવ કન્વર્ઝેશન એટલે કે અરસપરસ વાતચીતના માધ્યમથી મહાકુંભનો ઇતિહાસ, પરંપરા સહિત સાધુ, સંન્યાસી, અખાડા, સ્નાન માટેના ઘાટ, તિથિઓ, રસ્તાઓ, પાર્કિંગ સ્થળો, રાતવાસો કરવા માટેના સ્થળો વગેરે જેવી તમામ માહિતીઓ પ્રદાન કરશે.
કુંભ સહાયક ચેટબોટ ગૂગલ નેવિગેશનની સુવિધા પણ પ્રદાન કરશે. જેના માધ્યમથી મહાકુંભ વિસ્તારમાં સેક્ટર, અખાડા, કલ્પવાસના ટેન્ટ, સ્નાનઘાટના રસ્તાઓનું નેવિગેશન પણ મળી શકશે. આ ચેટબોટ મહાકુંભ વિસ્તાર ઉપરાંત પ્રયાગરાજ શહેરના મુખ્ય દાર્શનિક સ્થળો, મંદિરો, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડના રસ્તાઓ પણ બતાવશે. ઉપરાંત, તે મહાકુંભમાં થનારા વિવિધ આયોજનોની જાણકારી પણ સમય-સમય પર આપતું રહેશે. ચેટબોટ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ટુર-ટ્રાવેલ યાત્રા પેકેજ અને હોટલો તેમજ હોમસ્ટેના નામ અને સરનામાની પણ જાણકારી આપશે. આમ, કુંભ સહાયક ચેટબોટ મહાકુંભ દરમિયાન વ્યક્તિગત માર્ગદર્શક તરીકે કાર્ય કરશે.
કોર્ટે આ આદેશ ત્યારે આપ્યો જ્યારે એક કેસની સુનાવણી દરમિયાન એ વાત સામે આવી કે સખત નિયમોના કારણે દિલ્હીમાં ઘણા બાળકો શાળાએ જઈ શકતા નથી. જેના કારણે તેમનું શૈક્ષણિક અને સામાજિક જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે હવાની ગુણવત્તા સુધારવા માટે જરૂરી પગલાંની સાથે-સાથે શહેરી વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની અસરને ઘટાડવા માટે લાંબા ગાળાના ઉકેલો શોધવાની પણ જરૂર છે. સુપ્રિમ કોર્ટે એ સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે કે લોકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને હવાની ગુણવત્તાની કટોકટીનું નિરાકરણ કરવામાં આવે.
દિલ્હી-એન.સી.આર.માં પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે ગ્રેપ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 4 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ એક્શન પ્લાન તહેત પ્રદૂષણ ઘટાડવા માટે જરૂરી પગલાં લેવામાં આવે છે.