Home Blog Page 1308

‘લોકશાહીમાં જનતા સર્વોપરી છે’, કોંગ્રેસની હાર બાદ ગેનીબેનનું નિવેદન

દેશના અલગ અલગ વિસ્તારમાં ચૂંટણીનો રંગ જામ્યો તો, જ્યાં મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણી સાથે સાથે ગુજરાત બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પણ પરિણામ જાહેર થવાનું હતું. પરિણામોને લઈ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો. પરંતુ વાવની બેઠક જે ગેનીબેનનું ગઢ ગણાતી હતી. એ ગઢમાં ગાબડું પાડી અંતે ભાજપે પોતાનું કમળ ખીલવ્યું છે. ભાજપ 2500 વોટ લીડ સાથે જીત્યું છે.

ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત પર કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ‘કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મતદારોનો આભર માનુ છું. આ ચૂંટણીમાં કોંગ્રેસને ખૂબ મત મળ્યાં છે, પરંતુ ક્યાંકને ક્યાંક અમારી કચાસ રહી છે. લોકશાહીમાં જનતા સર્વોપરી છે. આ વખતે અમે થોડા મત માટે રહી ગયા છીએ, પરંતુ આવનાર સમયમાં પૂરો અભ્યાસ કરીને અમારી કચાસ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. જ્યારે ભાજપના ઉમેદવારે આપેલા વાયદા પૂરા કરે તેવી આશા રાખું છું. અમારી ગણતરી હતી કે, અપક્ષ ઉમેદવાર 30 હજારથી વધુ મત મેળવશે. પરંતુ જાતિવાદી મતદાન અને જાતિવાદી સમીકરણને કારણે અમારી ધારણાથી વધુ ભાજપને મત ગયા હતા, જેથી અમારી ક્યાંકને ક્યાંક નાની મોટી ભૂલ રહી ગઈ હતી. આવનાર સમયમાં અમે કચાસ દૂર કરીશું અને અમે લોક ચુકાદો માથે પર રાખીએ છીએ.’

વાવમાં ભાજપની જીત પર સી.આર.પાટીલની પ્રતિક્રિયા

વાવ બેઠક પર જીત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે, ‘કોંગ્રેસે જ માવજીભાઈને અપક્ષમાં ઉભા રાખ્યા, ત્રિપાખીયો જંગ ઉભો કરી કોંગ્રેસને જીતાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોંગ્રેસના એ તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા. લોકોને વિકાસમાં રસ છે.’

Maharashtra Election Result: મુંબઈની આ બેઠક પર ગુજરાતી નેતાની જીત

મુંબઈ: મુલુંડ વિધાનસભા મતવિસ્તાર, જે ઉત્તર પૂર્વ મુંબઈ લોકસભા મતવિસ્તારમાં આવે છે, તે ભાજપનો ખૂબ જ સુરક્ષિત ગઢ માનવામાં આવે છે. આ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપની જોરદાર તાકાત છે. મુલુંડમાં 1967થી 1990 સુધી કોંગ્રેસનું વર્ચસ્વ હતું. 1978 સિવાય અહીંથી ચાર વખત કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. 1978માં જનતા પાર્ટી મુલુંડથી જીતી હતી. 1990માં ભાજપે પ્રથમ વખત મુલુંડ વિધાનસભા બેઠક જીતી હતી. આ વખતે પણ ભાજપે જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે.

મુલુંડ વિધાનસભા ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો ભાજપના ઉમેદવાર ગુજરાતી મિહિર કોટેચાએ INCના રાકેશ શંકર શેટ્ટીને હરાવીને જીત મેળવી છે. મિહિર કોટેચાને 123369 મત મળ્યા છે જ્યારે રાકેશ શંકર શેટ્ટીને 39575 મત મળ્યા. આ અંગે મિહિર કોટેચાએ ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ‘મુલુંડકરે મહાયુતિમાં મારામાં અભૂતપૂર્વ વિશ્વાસ દર્શાવ્યો. 92,087ની જંગી લીડથી વિધાનસભાની જીત મેળવી. આ જીત મારા એકલાની નથી, પરંતુ ધર્મ, મૂલ્યો અને વિકાસના વિચારોની છે. તમારા વિશ્વાસ અને સમર્થન બદલ ખૂબ ખૂબ આભાર. આ જીત મુલુંડની પ્રગતિમાં એક નવો અધ્યાય લખવાનો છે. આવો સાથે મળીને વિકાસનું સ્વપ્ન સાકાર કરીએ!’

વામનરાવ પરબે કોંગ્રેસનો ગઢ તોડ્યો. ત્યારથી સતત સાત વિધાનસભા ચૂંટણીમાં મતદારોએ ભાજપને સમર્થન આપ્યું છે. કિરીટ સોમૈયા 1995માં મુલુંડથી જીત્યા હતા. તે પછી સરદાર તારા સિંહ સતત ચાર વખત અહીંથી વિધાનસભા પહોંચ્યા. તેણે 1999, 2004, 2009 અને 2014માં જીત મેળવી હતી. મિહિર કોટેચા 2019માં મુલુંડથી જીત્યા હતા.

છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો મુલુંડમાં ભાજપના ઉમેદવારો 25 હજારથી વધુ મતોથી જીતી રહ્યા છે. 2009માં સરદાર તારા સિંહે MNSના સત્યવાન દળવીને 27 હજાર 796 મતોથી હરાવ્યા હતા. તારા સિંહ 65 હજાર 748 મત મેળવીને જીત્યા.

મુલુંડમાં સ્પર્ધા રસપ્રદ બની હતી

2014માં ગઠબંધન અને ગઠબંધન તૂટ્યા બાદ મુલુંડની હરીફાઈ રસપ્રદ હતી. જો કે સરદાર તારા સિંહને 93 હજાર 850 વોટ મળ્યા હતા. કોંગ્રેસના ચરણસિંહ સાપરા 28 હજાર 543 મતો સાથે બીજા ક્રમે રહ્યા હતા. તારા સિંહ 65 હજારથી વધુ મતોથી જીત્યા. 2019માં ભાજપે મુલુંડથી મિહિર કોટેચાને ટિકિટ આપી હતી. તેઓ 87 હજાર 253 મત મેળવીને જીત્યા હતા.

મિહિર કોટેચાએ MNSની હર્ષલા ચવ્હાણને 57 હજાર 348 મતોથી હરાવ્યા. કોંગ્રેસના ગોવિંદ સિંહ ત્રીજા સ્થાને સરકી ગયા, તેમને 23 હજાર 854 મત મળ્યા. 2014 અને 2019માં ઉત્તર પૂર્વ મુંબઈ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવારો જીત્યા હતા. તેમની જીતમાં મુલુંડ વિધાનસભા મતવિસ્તારના મોટાભાગના મતોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

મુલુંડ સીટ પર મહા વિકાસ અઘાડીને લઈને વિવાદ થયો હતો. શરદ પવારની પાર્ટીના સત્તાવાર ઉમેદવાર સંગીતા વાઝે અને કોંગ્રેસના પ્રવક્તા રાકેશ શેટ્ટી મેદાનમાં હતા, જોકે સંગીતા વાઝે નામાંકન પરત ખેંચવાના છેલ્લા દિવસે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. મહાવિકાસ અઘાડીની સીટ વહેંચણીમાં મુલુંડ વિધાનસભા કોંગ્રેસના કોટામાં ગઈ.

ટેસ્ટ મેચઃ ટીમ ઇન્ડિયા બીજા દિવસે વિના વિકેટે 218 રન

પર્થઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ પર્થમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ મેચ પર પકડ મજબૂત બનાવી છે. પ્રથમ ઇનિંગમાં 150 રન પર ઓલઆઉટ થયેલી ટીમ ઈન્ડિયાના ઓપનર્સે બીજી ઇનિંગમાં ભારતે કુલ 218 રનની લીડ થઈ છે. બીજા દિવસની રમતના અંતે યશસ્વી જયસ્વાલ 90 અને KL રાહુલ 62 રન સાથે દાવમાં છે.

બંને વચ્ચે 100 રનની પાર્ટનરશિપ થઈ હતી. છેલ્લાં 20 વર્ષમાં પહેલી વખત કોઈ ભારતીય ઓપનિંગ જોડીએ ઓસ્ટ્રેલિયામાં 100 રનની પાર્ટનરશિપ કરી છે. ત્યાર બાદ તેમણે ભાગીદારીને 150 પાર પહોંચાડી હતી. ટેસ્ટ મેચના બીજા દિવસે યશસ્વી જયસ્વાલ અને લોકેશ રાહુલ બંનેએ અર્ધી સદી ફટકારી હતી.

ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં કોઈ પણ નુકશાન વિના 172 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. યશસ્વીએ 193 બોલનો સામનો કર્યો અને અણનમ 90 રન બનાવ્યા. યશસ્વીએ આ ઇનિંગમાં 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.આ પહેલાં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 26 રન બનાવ્યા હતા. આખી ટીમ 104 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ઓપનર ઉસ્માન ખ્વાજા 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મેકસ્વીન 10 રન બનાવીને આઉટ થયો હતો. લાબુશેન 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સ્ટીવ સ્મિથ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ટ્રેવિસ હેડ 11 રન બનાવીને આઉટ થયો હતો. મિચેલ માર્શ 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

મુંબઈ:વર્સોવા સીટ પર આ અભિનેતાની હાર, લાખો ફોલોઅર્સ છતાં મળ્યા માત્ર 100 મત

મુંબઈ: મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને મજબૂત સમર્થન મળ્યું છે. ભાજપ અને સહયોગીઓએ મહા અઘાડી ગઠબંધનનો સફાયો કરી નાખ્યો છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઘણી સીટો પર ચોંકાવનારા પરિણામો આવ્યા છે, પરંતુ અહીં અમે વાત કરી રહ્યા છીએ સોશિયલ મીડિયા પર લોકપ્રિય સેલિબ્રિટી એજાઝ ખાનની. એજાઝ ખાન પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં નસીબ અજમાવવા આવ્યા હતા. એજાઝે ઉંચા દાવા કર્યા હતા પરંતુ મતદારોએ તેમના દાવાઓને ઉડાવી દીધા.

એજાઝ ખાન વર્સોવા બેઠક પરથી ખરાબ રીતે હાર્યા

એજાઝ ખાનને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈની વર્સોવા બેઠક પરથી ખૂબ જ ઓછા મત મળ્યા હતા. એજાઝ ખાનને ચંદ્રશેખરની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) તરફથી ચૂંટણી ટિકિટ મળી હતી. જે બાદ ચંદ્રશેખર પોતે મુંબઈ પહોંચ્યા અને એજાઝ માટે પ્રચાર કર્યો. આજે સવારે જ્યારે પરિણામ જાહેર થવાનું શરૂ થયું ત્યારે એજાઝ ખાનની હાલત કફોડી બની હતી. 10 રાઉન્ડની મતગણતરી સુધી એજાઝને માત્ર 70 મત મળ્યા હતા. જ્યારે ખાસ વાત એ છે કે એજાઝનો દાવો છે કે તેના પરિવારના સભ્યો આનાથી વધુ છે. જો કે હવે તેમના મતોની સંખ્યા 100ને પાર થઈ હતી.

એજાઝ સોશિયલ મીડિયા ટ્રોલ

પરિણામ સામે આવ્યા બાદ નેટીઝન્સે સોશિયલ મીડિયા પર એજાઝ ખાનની ટીકા કરવાનું શરૂ કર્યું. એજાઝને લઈને સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ વાયરલ થતા જોવા મળ્યા હતા. એક મીમમાં યુઝરે લખ્યું હતું કે એજાઝને તેના પરિવારના વોટ પણ નથી મળ્યા. જ્યારે અન્ય એક યુઝરે એજાઝ પર કટાક્ષ કર્યો અને લખ્યું, ‘આખરે આ લોકો કોણ છે જેમણે એજાઝને વોટ આપ્યો છે? આ અંગે રિસર્ચ થવું જોઈએ.’ આ સિવાય એકે તો એમ પણ કહ્યું કે, ‘એજાઝ, રીલ લાઈફ વાસ્તવિક નથી. ઇન્સ્ટાગ્રામ પર 56 લાખ ફોલોઅર્સ ધરાવતી વ્યક્તિને સોથી ઓછા વોટ મળ્યા છે.’

તમને જણાવી દઈએ કે 18 રાઉન્ડની મતગણતરી બાદ પણ એજાઝ ખાનને માત્ર 146 વોટ મળ્યા હતા.

વડોદરામાં ડિજિટલ એરેસ્ટ ફ્રોડ: આરોગ્ય અધિકારી સાથે છેતરપીંડી, ચાર આરોપી ઝડપાયા

વડોદરામાં થોડા સમય પહેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાના નામે જિલ્લાના એક આરોગ્ય અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 32.50 લાખ પડાવી લેવાના કિસ્સામાં સંડોવાયેલા ચાર સાગરીતોને ઝડપી પાડવામાં વડોદરા પોલીસને સફળતા મળી છે. વડોદરા જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર સાથે થોડા સમય પહેલા ડિજિટલ એરેસ્ટનો બનાવ બન્યો હતો. જેમાં બેંગકોક ખાતે મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા.

આ તબીબને વિશ્વાસમાં લેવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સીબીઆ ઇના નામના પત્રો પણ મોકલવામાં આવ્યા હતા. જેથી તપાસમાં સહયોગના નામે તબીબના એકાઉન્ટમાંથી 32.50 લાખ ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. આ રકમ તપાસ પૂરી થતાં જ પરત કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ પરત કરી ન હતી. ઉપરોક્ત રકમ તબીબીના ભાઈની હોવાથી તેમને એટેક પણ આવી ગયો હતો. આ બનાવ અંગે વડોદરા સાયબર સેલે બોગસ કંપનીના નામે એકાઉન્ટ ખોલનાર મુંબઈના બે ઠગ તેમજ આઈ એકાઉન્ટમાંથી જેને કમિશન પેટે રકમ ચૂકવાઇ છે તે બે સાગરીત મળીને કુલ ચાર જણાને ઝડપી પાડ્યા છે. જેમાં કંપનીના ડિરેક્ટર તરીકે ઓળખ આપનાર (1) ઈબનુસિયાદ પી. અબ્દુલ સલિમ (2) અસરફ અલવી (બંને રહે નવી મુંબઈ, ધંધો રીયલ એસ્ટેટ) (3) રૂપિયા ટ્રાન્સફર કરી આપનાર પ્રિન્સ મહેન્દ્ર રવિપુરા (કામરેજ, સુરત) અને (4) રૂપિયા મેળવનાર ધીરજ લીંબાભાઇ ચોથાણી (નિકોલ અમદાવાદ) નો સમાવેશ થાય છે. પોલીસે તમામ રકમ કબજે કરી લીધી છે.

આ યુવાનને સ્ટંટ કરવા પડ્યા ભારે, પોલીસે કરી ધરપકડ, વીડિયો વાઈરલ

અમદાવાદમાં કેટલાક રોમિયો ફૂલ સ્પીડે કાર ચલાવીને સ્ટન્ટ કરતાં હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં હોય છે, ત્યારે અમદાવાદના સિંધુભવન રોડ ઉપર પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક કાર ચાલકે ફૂલ સ્પીડે કાર હંકારીને ભાગી ગયો હતો. સમગ્ર મામલે બોડકદેવ પોલીસ યુવકની ધરકડ કરી લેવામાં આવી.

અમદાવાદના સિંધુભવન રોડ ઉપર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક કાર ચાલકને પોલીસે કાર રોકવા કહ્યું હતું, પરંતુ કાર ચાલક ફૂલ સ્પીડને કાર હંકાવીને ભાગી ગયો હતો.  સમગ્ર ઘટના મામલે બોડકદેવ પોલીસે ગણતરીના કલાકોમાં જ કાર હંકાવીને ભાગી ગયેલા યુવકની ધરપકડ કરી હતી. પોલીસે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, પોલીસ ચેકિંગ દરમિયાન યુવક કાર લઈને ભાગી ગયો હતો. જ્યારે ધરપકડ કર્યાં બાદ યુવકે પોલીસની હાજરીમાં માફી માગી હતી.

મહારાષ્ટ્રમાં બીજેપીની જીતમાં આ પરિબળોની ભૂમિકા રહી મહત્વની

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોની સ્થિતિ લગભગ સ્પષ્ટ છે. મહાયુતિ 228થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે અને મહાવિકાસ અઘાડી માત્ર 58 બેઠકો પર રહી છે. આ આંકડો બદલાઈ શકે છે પરંતુ એ નિશ્ચિત છે કે રાજ્યમાં મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે. મહાયુતિ બહુમતીના આંકને પાર કરી ગઈ છે. આ દરમિયાન એવા પણ સમાચાર છે કે દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના નવા સીએમ બનાવવામાં આવી શકે છે. ભાજપ અધ્યક્ષ પણ તેમને મળવા પહોંચ્યા છે. ભાજપ ગઠબંધનની આ જીત પાછળ ઘણા પરિબળો કામ કરી રહ્યા છે, જેના વિશે આપણે વાત કરીએ.

(Photo: IANS)

લડકી બહિન યોજના

ભાજપ ગઠબંધન સરકારની લડકી બહિન યોજના ચૂંટણીમાં ખૂબ જ ઉપયોગી હતી. સામાન્ય જનતાના મનમાં આ છાપ ઉભી કરવામાં આવી હતી કે વર્તમાન સરકાર મહિલાઓના હિતોનું ધ્યાન રાખે છે. દર મહિને મહિલાઓના ખાતામાં પૈસા પહોંચવાથી આ માન્યતા મજબૂત થઈ હતી, જે મતમાં પરિવર્તિત થતી જોવા મળી.

PMના ‘એક હૈ તો સેફ હૈ’ના નારાની અસર, OBC મતો પર ફોકસ

ભાજપ ગઠબંધન ઓબીસી મતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ મતો ક્યાંય ન જાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તે જ સમયે, પીએમ મોદીના સૂત્ર ‘એક હૈ તો સેફ હૈ’ પણ અસરકારક રીતે કામ કર્યું અને લોકોને એક કર્યા અને તેમને ભાજપ ગઠબંધન પ્રત્યે વફાદાર બનાવ્યા.

વિદર્ભની સંભાળ લીધી

મહાયુતિએ પણ આ ચૂંટણીમાં વિદર્ભ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. મહાયુતિએ અહીં માત્ર પોતાની સ્થિતિ સુધારી નથી પરંતુ અહીંના લોકોને વિશ્વાસ પણ અપાવ્યો છે કે તે ખેડૂતોની સાથે છે. કપાસ અને સોયાબીનના ખેડૂતોને રાહત આપવા માટે ભાજપ ગઠબંધને પગલાં લીધા.

હિન્દુ મુસ્લિમ મતો આકર્ષવામાં સફળ

બીજેપી ગઠબંધને હિન્દુ અને મુસ્લિમ મતદારોને રીઝવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. એક તરફ, તેણે ‘બટેંગે તો કટંગે’ ના નારા આપીને હિંદુ મતોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો અને બીજી તરફ, શિંદે સરકારે મદરેસાના શિક્ષકોના પગારમાં વધારો કરીને સ્પષ્ટ કર્યું કે તે મુસ્લિમ વિરોધી નથી. જેના કારણે ભાજપ ગઠબંધનને મુસ્લિમ અને હિન્દુ બંનેના વોટ મળ્યા હતા.

સ્થાનિક આગેવાનો દ્વારા પ્રચાર કર્યો

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપે નવી વ્યૂહરચના અપનાવી અને મોટાભાગે સ્થાનિક નેતાઓ દ્વારા પ્રચાર કર્યો. દેવેન્દ્ર ફડણવીસે ભાજપ ગઠબંધન વતી સૌથી વધુ પ્રચાર કર્યો હતો. કેન્દ્રીય નેતાઓને પાછળ રાખીને સ્થાનિક મતો મેળવવાની સ્થાનિક નેતાની વ્યૂહરચના કામે લાગી ગઈ અને તેનો ફાયદો મતોના રૂપમાં જોવા મળ્યો.

સંઘ અને ભાજપ સાથે આવ્યા

વચ્ચે એવું લાગતું હતું કે સંઘ અને ભાજપ વચ્ચે કેટલાક મતભેદો છે પરંતુ મહારાષ્ટ્ર ચૂંટણી માટે સંઘ અને ભાજપે સાથે મળીને કામ કર્યું. સંઘના સ્વયંસેવકો બીજેપીનો સંદેશ લઈને ઘર-ઘરે ગયા. જેના કારણે લોકોના મનમાં ભાજપ ગઠબંધન પ્રત્યે વિશ્વાસ વધ્યો.

ટોલ પ્લાઝા પરથી ટોલ દૂર કરવાનો નિર્ણય

ટોલ પ્લાઝા પરથી ટોલ હટાવવાનો નિર્ણય પણ ભાજપ ગઠબંધન માટે ફાયદાકારક સાબિત થયો હતો અને લોકોએ તેના માટે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું.

વિપક્ષ પાસે મુદ્દાઓનો અભાવ છે

મહાયુતિની જીતનું એક કારણ એ છે કે આ ચૂંટણીમાં વિપક્ષ પાસે મુદ્દાઓનો અભાવ હતો. શાસક પક્ષને ઘેરવા માટે જે મહેનત કરવી જોઈતી હતી તે કામ વિપક્ષ કરી શક્યું નથી. મહાયુતિએ તેનો ફાયદો ઉઠાવ્યો અને તેની તરફેણમાં મતો મેળવ્યા.

શું મુંબઈમાં ખતમ થઈ રહ્યું છે ઠાકરે પરિવારનું વર્ચસ્વ?

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો મુજબ રાજ્યમાં મહાયુતિ ગઠબંધનની સરકાર બનશે. મહારાષ્ટ્રમાં ભાજપ અને મહાયુતિની આંધી ચાલી રહી છે. આ ચૂંટણી ખાસ છે, કેમ કે સૌપ્રથમ વાર ઠાકરે પરિવારના બે સભ્યો ચૂંટણી મેદાનમાં છે, જેમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે સામેલ છે.

માહિમ સીટથી અમિત ઠાકરેની હાર થઈ છે, જ્યારે આદિત્ય ઠાકરે જીતવામાં સફળ રહ્યા છે, પણ તેમની જીતનું અંતર ઘટી ગયું છે.મુંબઈની 36 સીટો પર શિવસેના UBTની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. ઉદ્વવ સેના MVAમાં સૌથી વધુ 22 સીટો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે એના સહયોગી પક્ષો કોંગ્રેસ 11, શરદ પવાર 2 અને SP પાસે બે સીટ છે, જ્યારે શિવસેના (શિંદે) 18, NCP (અજિત પવાર)  અને ભાજપ 17 સીટો પર લડી રહ્યો છે.

મુંબઈમાં શિવસેનાના ત્રણ ફાટા શિંદે સેના, ઉદ્ધવ સેના અને મનસે પણ ચૂંટણી મેદાનમાં છે. મતોની ગણતરીમાં શિંદે સેના અને ઉદ્ધવ સેના અનેક સીટો પર આગળ છે, પણ મનસે ખાતું ખોલવા માટે સંઘર્ષ કરી રહી છે. રાજ્યની જેમ મુંબઈમાં મહાયુતિની લહેર નજરે પડી રહી છે. માહિમમાં અમિત ઠાકરે ત્રીજા ક્રમે છે.  

ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે 8100 મતથી જીત પણ મેળવી છે. તેમણે ભાજપના દિગ્ગજ નેતા મિલિંદ દેવરા હાર આપી છે.

હું આધુનિક અભિમન્યુ છું, ચક્રવ્યુહ તોડ્યું : દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોથી ભાજપ ઉત્સાહિત છે. રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઘણા મોટા નેતાઓ સાથે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે આ જીત એકતાની છે. અમે બધાએ સાથે મળીને ચૂંટણી લડી છે અને જનતાએ મહાયુતિને આશીર્વાદ આપ્યા છે. આ દરમિયાન તેણે પોતાને આધુનિક અભિમન્યુ ગણાવ્યા હતા. ફડણવીસે કહ્યું કે હું આધુનિક યુગનો અભિમન્યુ છું અને ચક્રવ્યુહને કેવી રીતે તોડવું તે જાણું છું. ડેપ્યુટી સીએમએ કહ્યું, ‘મહારાષ્ટ્રના તમામ લોકો સાથે મળીને જીત લાવ્યા છે. અમને પ્રિય બહેનો અને વહાલા ભાઈઓનો ટેકો મળ્યો છે. અમે લોકસભાની ચૂંટણી દરમિયાન જે બનાવટી વાર્તા બનાવવામાં આવી હતી તેને તોડી નાખી છે.

બીજેપી નેતાએ કહ્યું કે અમારી વિરુદ્ધ જે ચક્રવ્યુહ બનાવવામાં આવ્યું હતું તેને અમે તોડી નાખ્યું છે. આ ચૂંટણીમાં ચોક્કસ ધર્મનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો. તમામ ઋષિ-મુનિઓના આશીર્વાદ પણ અમને મળ્યા અને તેઓએ એકતાનો સંદેશ આપ્યો. આપણા મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ અજિત પવાર અને તમામ નાની પાર્ટીઓએ પણ સાથે મળીને કામ કર્યું. આ મહાયુતિની જીત છે. હું પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું, જેમના કારણે આ જીત મળી છે. આ ઉપરાંત હું ગૃહમંત્રી અમિત શાહનો પણ આભાર વ્યક્ત કરું છું. તેણે અહીં સમય આપ્યો અને વિજય મેળવ્યો.

આ દરમિયાન ફડણવીસે રાજનાથ સિંહ અને નીતિન ગડકરી જેવા નેતાઓનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે અમારી પાર્ટીના નેતાઓએ માત્ર તેમની સીટ પર જ નહીં પરંતુ જ્યાં અમારા મિત્રો લડતા હતા ત્યાં પણ કામ કર્યું. આ ચૂંટણીએ સ્પષ્ટ કરી દીધું છે કે આપણે એક થઈશું તો સુરક્ષિત છીએ. ફડણવીસે કહ્યું કે મેં પહેલેથી જ કહ્યું હતું કે હું આધુનિક અભિમન્યુ છું અને ચક્રવ્યુહને કેવી રીતે તોડવું તે હું જાણું છું.

‘આટલી મુશ્કેલ ચૂંટણી મેં ક્યારેય જોઈ નથી’ : હેમંત સોરેન

મુખ્યમંત્રી હેમંત સોરેન બીજી વખત ઝારખંડ પરત ફરી રહ્યા છે. ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાની હેઠળનું ગઠબંધન વિધાનસભાની 81માંથી 57 બેઠકો પર આગળ છે. શનિવારે બપોરે વિજયની પુષ્ટિ થયા બાદ હેમંત સોરેને આ જીતનો શ્રેય તેની પત્ની કલ્પના સોરેન અને તેની ટીમને આપ્યો. હેમંત સોરેને કહ્યું, અમે અમારું હોમવર્ક કર્યું હતું અને અમારા લક્ષ્યો નક્કી કર્યા હતા. અમે જાણતા હતા કે તે ખૂબ જ મુશ્કેલ મેચ હશે. તેથી અમે અમારી ટીમ સાથે જમીન પર કામ કરવા નીકળ્યા. તે મહાન ટીમવર્ક હતું અને અમે જે સંદેશ આપવા માંગતા હતા તે અમે પહોંચાડ્યા.

પત્ની કલ્પનાને ‘વન મેન આર્મી’ કહી

મણે કહ્યું, તમે જોયું કે અમે લોકસભા ચૂંટણીમાં કેવું પ્રદર્શન કર્યું હતું. જો હું જેલની બહાર હોત, તો અમે વધુ સારું કર્યું હોત. તે સમયે મારી પત્ની કલ્પના સોરેન ‘વન-મેન આર્મી’ તરીકે કામ કરતી હતી.

મતદાર અને નેતા વચ્ચેનો સંબંધ વિદ્યાર્થી અને શિક્ષક જેવો હોવો જોઈએ

ભાજપે પોતાના ચૂંટણી પ્રચારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો. આના પર બોલતા હેમંત સોરેને કહ્યું, મુખ્ય વાત એ છે કે લોકો કોણ સાંભળે છે અને તેઓ તેમાંથી શું લે છે. મતદાર અને નેતા વચ્ચેનો સંબંધ શિક્ષક અને વિદ્યાર્થી જેવો હોવો જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીની જરૂરિયાતોને સમજવી જોઈએ.

આવી ચૂંટણી ક્યારેય જોઈ નથી

હેમંત સોરેને કહ્યું, લોકોએ જોયું કે છેલ્લા પાંચ વર્ષમાં અમે કેવી રીતે તેમની સાથે રહ્યા, તેઓએ અમને ખૂબ નજીકથી જોયા. મતદારોના મનમાં હોઈ શકે તેવા દરેક મુદ્દા પર, અમે ખાતરી કરી કે અમે તે પ્રશ્નોના જવાબ આપીએ છીએ. અમે બીજેપી જે ખોટું કરી રહી છે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને અમે જે સાચુ કરી રહ્યા છીએ તેના પર ભાર મૂક્યો.