ઈતિહાસ એટલે આપણે જે ભણીએ છીએ તે કે પછી આપણે જે ભૂલી ગયા છીએ તે પણ. દરેક ક્ષણ જૂની થતી જાય છે.
અને તે ઈતિહાસ બનતી જાય છે. ઈતિહાસ વ્યક્તિગત પણ હોઈ શકે. પોતાનો ઈતિહાસ, કુટુંબનો ઈતિહાસ, મહોલ્લાનો ઈતિહાસ, શહેરનો ઈતિહાસ, રાજ્યનો ઈતિહાસ, દેશનો ઈતિહાસ, પૃથ્વીનો ઈતિહાસ કે પછી બ્રહ્માંડનો ઈતિહાસ હોય એમાં કેન્દ્રમાં એ જ આવે જેનો ઈતિહાસ હોય. વળી અન્યનો ઈતિહાસ લખવા માટે જે તે પરિસ્થિતિને સમજવી પડે. કોઈ વિદેશી આપણો ઈતિહાસ લખે તો કેન્દ્રમાં તો એના જ વિચારો હોય ને? તો પણ આપણો ઈતિહાસ સમજવા આપણે વિદેશી લખાણોનો સહારો લઈએ છીએ. આપણા ગ્રંથોને જો સાચી રીતે સમજવામાં આવે તો પણ આપણા વિષે ઘણી સાચી માહિતી મળી શકે છે. સંસ્કૃતમાં માત્ર ધાર્મિક વાતો જ નથી. એ ભાષામાં શાસ્ત્રો પણ લખાયા છે. અને શાસ્ત્રો એટલે વિજ્ઞાનના નિયમો.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. જો આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: આપણા વેદોમાં ઘણું બધું વિજ્ઞાન છે. તો પછી વેદને વિજ્ઞાનની રીતે જોવાના બદલે અંધશ્રદ્ધા સાથે કેમ જોડવામાં આવે છે. પૌરાણિક વાતોમાં પણ વિજ્ઞાન છે. પણ તે માત્ર કથાકારો સુધી જ સીમિત કેમ છે?
જવાબ: વેદને અંધશ્રદ્ધા સમજવામાં આવે છે એ માન્યતા ખોટી છે. બની શકે કેટલાક લોકો એ માનતા હોય. પણ વેદમાં ગણિત, વિજ્ઞાન અને સૃષ્ટિના ઘણાબધા રહસ્યો છુપાયેલા છે. તે વાત સહુ જાણે છે. હા પુરાણોને યોગ્ય રીતે સમજવામાં નથી આવ્યા. એનું કારણ એ છે કે જેમને સંસ્કૃત આવડે છે. એમને વૈજ્ઞાનિક સંશોધનો નથી ફાવતા. અને જેમને વિજ્ઞાન આવડે છે તેમને સંસ્કૃતમાં રસ નથી. આપણા ગ્રંથોને સમજવા માટે તેની પાછળનું વિજ્ઞાન સમજવું ખુબ જરૂરી છે. અને એ જ આપણો સાચો ઈતિહાસ સમજાવી શકશે. આ કાર્ય માટે કોઈની રાહ જોવાની જરૂર નથી. એ આપણા સહુની નૈતિક જવાબદારી છે. હું એ કાર્ય કરી રહ્યો જ છુ. જો વધારે લોકો એ દિશામાં કામ કરશે તો એનો લાભ આવનારી પેઢીઓને ચોક્કસ મળશે.
તબીબી શાસ્ત્ર એ જો મેડીકલ સાયંસ ગણાતું હોય તો બધા જ શાસ્ત્રોને વિજ્ઞાન ગણવા જોઈએ. જો ધાર્મિક આધારના બદલે વૈજ્ઞાનિક આધાર શોધવાની પ્રક્રિયા શરુ થશે તો ઘણા એવા રહસ્યો જાણવા મળશે જે અચંબામાં મૂકી શકે છે.

સવાલ: મેં મારા વડીલોના લગ્ન જીવન જોયા છે. એ લોકો સુખી નથી. હવે એ જ લોકો મને લગ્ન કરવા માટે દબાણ કરે છે. શું લગ્ન કરવા જોઈએ? અને જો મારું જીવન પણ એમના જેવું બની જશે તો?
જવાબ: તમારી આગળની પેઢી સામે પડકારો ઘણા બધા હતા. સાવ અંધારા જીવનમાંથી અચાનક ટેકનો યુગ સુધીના સફરમાં એડજેસ્ટ થવામાં એ લોકો કદાચ સહવાસ અને સમજણ જેવા વિષયોને ન્યાય ન આપી શક્યા. જેના કારણે એમની આગળની પેઢી જે ઉદાહરણ આપી શકી એવું એ લોકો ન કરી શક્યા. જીવનને સમજવાનો એમની પાસે કદાચ સમય જ નહોતો. સતત બદલાવ પણ તણાવનું કારણ બને છે. પણ એક સમજવા જેવી બાબત એ છે કે એ લોકો પણ એક બીજાને નિભાવી શક્યા છે. જે પણ મતભેદ હશે. લડતા હશે, ઝગડતા હશે પણ પ્રેમ પણ એટલો જ કરતા હશે. આમ પણ બે બુદ્ધિશાળી જીવ ભેગા થાય એટલે વિચારો તો અલગ પડે જ.
પહેલા નારી ચલાવી લેતી હતી. હવે સવાલ પૂછે છે. અને દરેક સવાલનો જવાબ હોય જ એવું નક્કી પણ નથી હોતું. તમારી પેઢીએ ટેકનો યુગ જોયો છે. તમને આ વિશ્વ અલગ નથી લાગતું. તમે સવાલોથી ટેવાયેલા છો. વળી પરસ્પર માટેની સમજણ પણ વધારે છે. લગ્ન જીવન એ કોઈ અન્યના ઉદાહરણનો વિષય જ નથી. દરેક યુગલના સંબંધો અલગ હોય છે. લગ્ન જરૂરી છે. જો યોગ્ય વ્યક્તિ મળે તો ચોક્કસ લગ્ન કરવા જોઈએ.
સુચન: વધારે પડતો પ્રકાશ પણ માનસિક તણાવ આપી શકે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)








સમયે ઈતિહાસ-આધારિત વેબ સિરીઝ ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ ઓટીટી પર, ‘સોની લિવ’ પર સ્ટ્રીમ થઈ. ‘સાબરમતી રિપોર્ટ’નાં વડા પ્રધાને વખાણ કર્યાં. ‘ફ્રીડમ એટ મિડનાઈટ’નાં મારે કરવાં છે. દરેક ઈતિહાસપ્રેમીએ, ભારતના ઈતિહાસમાં રસ ધરાવનારાએ જોવી જોઈએ. નવી પેઢીએ તો ખાસ આ સિરીઝ જોવી જોઈએ.




દેશમાં સૌથી વધુ સુરક્ષિત રાજ્યોમાં ગુજરાતનું નામ મોખરે હોય છે. ગાંધીના ગુજરાતમાં લોકો સપનાને પાંખો આપવાની આશાએ આવતા હોય છે, પણ શું આપણું ગુજરાત સુરક્ષિત છે? વધતા ક્રાઈમ આંકડા જોઈ રાજ્યમાં દીકરી તો શું દીકરાની સુરક્ષાને લઈ વાલીઓમાં ભયનો ફફડાટ વધતો જઈ રહ્યો છે. નાની વાતે મોટું ધિંગાણું કરવું જાણે સામાન્ય વાત બની ગઈ છે.
“ગુજરાતમાં કાયદામાં કોઈ પણ ખામી નથી, પરંતુ કાયદાના અમલીકરણ કરતી વખતે ક્યાકને ક્યાક ખોટ પડી જાય છે. બીજી બાજુ કાયદા વ્યવસ્થાને લઈ લોકોમાં જે ડર હોવો જોઈએ, એ નથી. ઉદાહરણ તરીકે આપણે ડ્રીંક અને ડ્રાઇવનો કેસ લઈએ તો, લોકોને ખબર છે કે આ ગુનો છે, તેમ છતા કરે છે, કેમકે એ લોકોને ખબર છે કે કાંઈ પણ કરીને થોડા રૂપિયા આપી, જામીન પર કે પછી ઓળખાણથી છૂટી જવાશે. મોટો ગુનો ત્યારે બને છે જ્યારે કોઈ એક સ્તર પર અધિકારી કે કર્મચારીએ કોમ્પ્રોમાઈશ કર્યુ હોય. તેના પર કડક કાર્યવાહી થાય તો, લોકોમાં કાનૂન વ્યવસ્થાનો ભય ઊભો થાય. સાચી વાત તો એ છે કે નિયમો બન્યા છે લોકોના સારા માટે, તેમ છતાં આપણે નિયમોને મેન્યુ પ્લેટ કરીએ છીએ. કેમ કે ગુનો કરનારાએ પહેલાથી જ કાયદાની છટકબારી શોધી લીધી હોય છે. સુઘડ સમાજ માટે આપણે આપણા બાળકો અને યુવાનોને કાયદાની સમજ આપવી જોઈએ, સાથે ગુનાખોરી કર્યા બાદના પરિણામોનું ભાન કરાવવું જોઈએ.”
“પહેલાના જમાનામાં આટલું પોપ્યુલેશન ન હતું. પણ હવે અલગ અલગ રાજ્યોમાંથી લોકો ગુજરાતમાં રોજીરોટી કમાવા આવતા હોય. હવે તે લોકો એવું વિચારતા હોય કે મારે ગુજરાતમાં રોજીરોટી માટે ટકવાનું છે. બીજી બાજુ સ્થાનિકોને એવું થાય કે આ અમારી જગ્યા પર અતિક્રમણ થાય છે. પોપ્યુલેશન સાથે લોકોનો સંઘર્ષ વધ્યો, બીજી પાસુ એ છે કે કાયદાના જ્ઞાનની કમી. હાલની તકમાં પણ એવા લોકો છે જેને કાયદા વિશે સામાન્ય જ્ઞાન પણ નથી હોતું. રાજ્યમાં ક્રાઈમ તો વધ્યો પણ તેની સામે પોલીસ ફોર્સ કેટલી છે? આજે પણ સમાચારમાં પોલીસ ભરતીની જાહેરાત છપાઈને આવે છે. પોપ્યુલેશન વધારા સાથે કાનૂની ઓછી સમજ અને પોલીસ ફોર્સમાં ઘટાડો આ પરિબળોથી ગુનાના રેશિયોમાં વધારો થઈ રહ્યો છે. કોઈ પણ માણસથી ગુનો ત્યારે થાય છે જ્યારે વાત તેમના અહંકાર, સ્વાભિમાન કે અસ્તિત્વ પર આવી જાય છે.”
“ગુનાખોરી વધવા પાછળનું એક કારણ એવુ છે, કે ટેકનોલોજી ખુબ આગળ વધી ગઈ છે. પહેલાના લોકોમાં કાયદાની રીતે આટલી માહિતી ન હતી. પરંતુ હવે ટેક્નોલોજીની મદદથી લોકો પાસે પૂરતી કાયદાની સમજ હોય છે, કે મારે કોની સામે કેવી રીતે લડવાનું છે. ગુજરાતમાં એડલ્ટ ક્રાઈમ રેશિયો સાથે જુરિનલ ક્રાઈમમાં પણ ઉતરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. કેટલાક આરોપીએ નાના બાળકોને ટાર્ગેટ બનાવી તેની પાસે ગુનો કરાવશે, કેમકે આરોપીને ખબર છે બાળક તો છૂટી જવાનું છે. આ કિસ્સાને કાયદાની દ્રષ્ટિ માંથી છટકબારી જ કહી શકાય. બીજુ બાજુ ટેકનોલોજી આગળ વધી સોશિયલ મીડિયા જોઈ લોકોમાં સાયકોલોજીક ડિસઓર્ડર થાય. પોતાના સેટીસફેક્સન માટે લોકો કોઈ પણ પગલું ભરી દેતા હોય આવી હિંમત માત્રને માત્ર ટેકનોલોજીથી આવે છે. મારા મત પ્રમાણે સરકાર ઘણી વખત સારા કાયદા લાવતી હોય છે. પણ તેનું અમલીકરણ થતા થતા તે નબળો થઈ જાય છે. જ્યા સુધી કાયદાનો કડક અમલીકરણ નહીં થાય ત્યાં સુધી આવા ગુના વધવાની શક્યતા તો રહેવાની જ છે. હાલના સમયમાં ગુજરાતમાં પોલીસ ફોર્સની સંખ્યા પુરતા પ્રમાણમાં છે, પણ તેની ડ્યુટી જે જગ્યા પર આપવામાં આવી તે સરખી રીતે કરવામાં આવે તો પણ આવા ગુના રેશિયોમાં ઘટાડો થઈ શકે.”
“ગુજરાતના સરકારી કાયદા વ્યવસ્થા ખુબ સારી છે, પણ આપણે ત્યાં બે માનસિકતા શિક્ષિત વર્ગ અને અશિક્ષિત વર્ગ, તેની માનસિકતામાં પરિવર્તન આવે તો ગુનાખોરીમાં ઘટાડો થઈ શકે. મારા મત પ્રમાણે સામાન્ય લોકોમાં જાગૃતિ ઓછી છે. કાયદા અને વ્યવસ્થાનું પાલન કરવા માટે સામાન્ય જનતાને પણ સુધરવું પડે. પોલીસ ફોર્સ વાત થાય તો જરૂરિયાત પ્રમાણે આપણે પાસે પોલીસ બળ છે, આ ઉપરાંત પણ સરકાર પોલીસની ભરતી કરતી રહેતી જ હોય છે. એવુ નથી ગુના વધવામાં પુર જનતાનો વાંક ક્યાંકને ક્યાંક સરકારનો એકાંદરો વાંક છે. શિક્ષણ નીતિ સુધરે તો ગુનામાં ઘટાડો થવાની પૂરી શક્યતા છે. બીજી બાજુ કાયદા થોડા કડક કરવાની જરૂર છે. જેમાંથી આવા ગંભીર ગુના કરનારા છટકબારી ન કરી શકે. નીતિ બદલશે તો પરિસ્થિતિ બદલાશે.”
“ગુના વધી રહ્યા છે એ વાતને નકારી ન શકાય, પરંતુ એનો અર્થ એ નથી કે આખી કાયદા વ્યવસ્થા નબળી છે. આમ જોવા જઈએ તો આખા દેશમાં ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે, પ્રસાશન પોતાનું કામ કરે જ છે. આજના સમયની સમસ્યા એ છે કે, ગુના થાય ત્યારે લોકો તરત જ પોલીસ તંત્રને દોષ આપવાનું શરૂ કરી દે છે. પરંતુ એકમાત્ર પોલીસ વિભાગ પર આખી જવાબદારી મૂકવી યોગ્ય નથી. ગુનાને રોકવા માટે દરેક નાગરિકનું જાગૃત હોવું અને પોતાના ભાગનો સહયોગ આપવો અત્યંત આવશ્યક છે. કાયદા અને વ્યવસ્થાની જવાબદારી એ માત્ર પ્રશાસન માટે નથી, પણ સમાજના દરેક સભ્ય માટે છે. હકીકતમાં, જો કાયદા વ્યવસ્થા ખરેખર એટલી નબળી પડી ગઈ હોત, તો આજની દિનચર્યા જીવવી પણ મુશ્કેલ થઈ ગઈ હોત. લોકો રસ્તા પર નીકળવામાં પણ ડરી જતા, પરંતુ આજે પણ આપણી સુરક્ષિતતાના મજબૂત આધાર તળે ગુજરાતમાં લોકો નિડર રીતે જીવવાં સક્ષમ છે.”





