Home Blog Page 1324

ભાજપના ‘एक हैं तो सेफ हैं’ પર રાહુલ ગાંધીના પ્રહાર

મુંબઈઃ મહારાષ્ટ્ર ચૂંટણીથી પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પત્રકાર પરિષદમાં એક તિજોરી લઈને પહોંચ્યા હતા, જેના પર લખ્યું હતું કે  ‘एक हैं तो सेफ हैं. તેમણે મહાયુતિ સરકાર પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણી કેટલાક અબજોપતિ અને ગરીબોની વિચારધારાની વચ્ચેની લડાઈ છે. જાતિ જનગણતરી અમારી માટે સૌથી મોટો મુદ્દો છે. અમે એ કરીશું જ.

આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે રાજ્યની મહાયુતિ તથા કેન્દ્રની NDA સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે વર્તમાન સરકારે ફોક્સકોન, એરબસ જેવા સાત લાખ કરોડ રૂપિયાના રોકાણ મહારાષ્ટ્રથી ઝૂંટવીને ગુજરાત ટ્રાન્સફર કર્યા. જેને કારણે મહારાષ્ટ્રના લોકોની નોકરી છીનવાઇ ગઈ છે.

તેમણે અદાણી અને PM મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે એક હૈ તો સૈફ હૈ. તેમના આ નારાથી માત્ર એક જ વ્યક્તિ સાથે મતલબ છે.

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ મુદ્દે તેમણે PM મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે ભાજપ ધારાવાની જમીન માત્ર એક જ વ્યક્તિને આપવા માગે છે. આ જ કારણોસર તે આ પ્રોજેક્ટને લઈને આવી રહી છે. ભાજપ અહીં સ્થિત નાના ઉદ્યોગોને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ બધું માત્ર એક જ વ્યક્તિના હાથમાં આપવા માગે છે.

ધારાવીના વિકાસને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી પાસે ધારાવીના વિકાસને લઈને યોજના છે. અમે અહીંના લોકોને ધ્યાનમાં રાખીને પ્લાન બનાવીશું. અમે માત્ર કોઈ એક વ્યક્તિના કહેવા પર પ્લાન નહીં બનાવીશું. અહીં પૂરનો મુદ્દો પણ છે. આપણે તેના પર પણ કામ કરવાનું છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે હવા માત્ર બે દિવસનો સમય રહ્યો છે. રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવશે.

ઉદ્ધવ ઠાકરે મોટા ડાકુ છે, ભ્રષ્ટાચારમાં લિપ્ત છેઃ CM શિંદે

મુંબઈઃ મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ રાજ્યની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. ઉદ્ધવ ઠાકરે 1997થી CM બનવા ઇચ્છતા હતા. મનોહર, નારાયણના સમયથી CMપદની તેમને લાલસા હતી. તેઓ મહગદ્દાર છે. તેમણે ગઠબંધન તોડ્યું છે. તેમણે વિધાનસભામાં બાળાસાહેબનો ફોટો નથી લગાવ્યો. તેઓ મારી રાજકીય કારકિર્દી ખતમ કરવા ઇચ્છે છે. એમ CM શિંદેએ કહ્યું હતું.

 ઉદ્ધવ ઠાકરે પહેલેથી જ મને જેલ મોકલવા ઇચ્છે છે. તેમણે યોજના બનાવીને શરદ પવારથી મારું નામ બોલાવડાવ્યું. BMCના દ્વારા ઠાકરે ભ્રષ્ટાચાર લિપ્ત છે. રાહુલ ગાંધી પાસે બાળસાહેબને હિન્દુ હ્દયસમ્રાટ કહેવડાવે ઉદ્ધવ. ઠાકરેને કારણે એક-એક દિગ્ગજોએ પાર્ટીને છોડી છે, એમ તેમણે કહ્યું હતું. 

बंटेंगे तो कटेंगे નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં MVAએ ફેક નેરેટિવ ફેલાવ્યો હતો. વિના કોઈ ડેમેજ મરાઠા અનામત અમે આપી. ઉદ્દવ ઠાકરે હિન્દુત્વને પોતાના હિસાબે દર્શાવે છે. તેમણે વગર બિઝનેસે આટલી મિલકત કેવી રીતે બનાવી? પુત્ર માટે મને તેઓ હટાવવા ઇચ્છે છે. નામ, સિમ્બોલ, રમકડું નથી, બંધારણ હેઠળ અમને મળ્યું છે. મહાયુતિમાં CMની રેસ હું નથી, બહુમતીની સરકાર લાવવાનું લક્ષ્ય છે.

જ્યારે હું પાર્ટી સંભાળતો હતો, ત્યારે ઠાકરેને ખરાબ લાગતું હતું. ઉદ્ધવ ઠાકરે મોટા ડાકુ છે. તેઓ પહેલાં પોતાની અંદર જુએ. તેમનામાં મારી આંખમાં આંખ નાખીને વાત કરવાની હિંમત નથી. તેઓ અન્યોને નોકર સમજે છે, એમ તેમણે કહ્યું હતું.

 

તમામ રાજ્યોમાં દારુબંધી કરવામાં આવે, હું નહીં ગાવ દારૂનાં ગીત: દિલજીત દોસાંજ

મુંબઈ: પંજાબી સિંગર દિલજીત દોસાંઝ તાજેતરમાં તેલંગાણા સરકાર તરફથી લીગલ નોટિસ મળ્યા બાદ વધારે ચર્ચામાં છે. નોટિસમાં તેને ચેતવણી આપવામાં આવી છે કે તે હૈદરાબાદમાં તેના આગામી કોન્સર્ટ દરમિયાન દારૂ, ડ્રગ્સ અથવા હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો વગાડે નહીં. હવે ગાયકે આ નોટિસ પર રમૂજી રીતે પ્રતિક્રિયા આપી છે.

દિલજીત આલ્કોહોલ સંબંધિત ગીતો નહીં ગાય
અમદાવાદ, ગુજરાતમાં તેમના કોન્સર્ટ દરમિયાન દિલજીત દોસાંઝે કોન્સર્ટની આસપાસના કાયદાકીય મુદ્દાને સંબોધિત કર્યો. તેણે અહેવાલ આપ્યો કે તે દિવસે તેને કોઈ સૂચના મળી ન હતી, પરંતુ તેના પ્રેક્ષકોને ખાતરી આપી હતી કે પ્રતિબંધના કાયદાના આદરને લીધે તે પ્રદર્શન દરમિયાન આલ્કોહોલ સંબંધિત ગીતો ગાશે નહીં.

બોલિવૂડ સેલિબ્રિટીઝ પર કટાક્ષ કર્યો
દિલજીતે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે બોલિવૂડમાં આલ્કોહોલ વિશે ઘણા ગીતો છે, પરંતુ તેના કેટલાક ગીતો જ તેનો સંદર્ભ આપે છે. તેણે બોલિવૂડ સેલિબ્રિટી પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે તે દારૂનું સમર્થન કે જાહેરાત તો નથી કરતો ને!.

 

View this post on Instagram

 

A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh)

અમદાવાદમાં તેમના તાજેતરના કોન્સર્ટ દરમિયાન તેમણે જાહેરાત કરી કે, “આજે પણ હું દારૂ પર કોઈ ગીત નહીં ગાઉં. આનું કારણ એ છે કે ગુજરાત એક દારુબંધિત રાજ્ય છે.” તેમણે એ પણ કહ્યું કે તમામ રાજ્યો દારૂ પર પ્રતિબંધ મૂકી દો હું દારૂ વિશે ગીતો ગાવાનું બંધ કરી દઈશ.

દિલજીતે ફની જવાબ આપ્યો
સિંગરે કહ્યું, “ચાલો એક ચળવળ શરૂ કરીએ. જો તમામ રાજ્યો પોતાને દારૂ મુક્ત રાજ્ય જાહેર કરે તો બીજા દિવસથી દિલજીત દોસાંઝ લાઇવ કોન્સર્ટમાં આલ્કોહોલ આધારિત ગીતો ગાવાનું બંધ કરી દેશે. મારી પાસે બીજી એક દરખાસ્ત છે. હું જે પણ શહેરમાં પરફોર્મ કરું ત્યાં એક દિવસ માટે ડ્રાય ડે ઘોષિત કરવામાં આવે. હું આલ્કોહોલ પર આધારિત ગીતો નહીં ગાઉં.”

વડોદરાની સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા

વડોદરા: શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા)ના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં જ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે રાત્રિના સમયે સયાજી હોસ્પિટલ પર લોકોનાં ટોળાં એકઠાં થતાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. શહેરના નાગરવાડા વિસ્તારમાં પણ સ્થિતિ વધુ બગડે નહીં તેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ભાજપના પૂર્વ મેયર પક્ષના નેતા તેમજ પૂર્વ કોર્પોરેટરો સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

રવિવારે (17મી નવેમ્બર) રાત્રે નાગરવાડા ગોલવાડ વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પાસે બે કોમના યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વિક્રમ પરમાર ઉર્ફે વિકી તથા ભયલુ સહિત ત્રણ યુવક નાગરવાડા સરકારી સ્કૂલ નંબર 10 પાસે ઊભી રહેલી આમલેટની લારી પાસે પૈસાની ઉઘરાણી માટે પહોંચ્યા હતા. ત્યારે બાબર પઠાણ મહેબૂબ અને વસીમ સહિત પાંચથી છ યુવકો સાથે અંગત અદાવત રાખી બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બંને કોમના ઈસમો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિક્રમ અને ભયલુ નામના બે યુવકને નાગરવાડા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર, તેમના પુત્ર તપન પરમાર સહિત અન્ય યુવકો સયાજી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. બંનેની સારવાર ચાલતી હતી, આ દરમિયાન પોલીસ હુમલાખોર બાબર ખાન પઠાણને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લાવી પહોંચી હતી. સયાજી હોસ્પિટલની કેન્ટીન બહાર ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાનો પુત્ર તપન પરમાર ઊભો હતો. આ દરમિયાન અચાનક પોલીસ જાપ્તામાંથી નજર ચૂકવી તલવાર સાથે તપન પરમાર પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસ હુમલાખોરને સયાજી હોસ્પિટલમાં લાવી ત્યારે તેના હાથમાં કોઈ હથિયાર હતું નહીં, પરંતુ પોલીસની પાછળ કોઈ એક બે મહિલા આવી હતી અને તેણીએ બાબર પઠાણને તલવાર આપી હોવાનું માનવામાં આવે છે.

ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, પોલીસની હાજરીમાં બાબર પઠાણને સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. આ દરમિયાન તેના હાથમાં કઈ રીતે તલવાર આવી તે પણ એક તપાસનો વિષય છે, આ સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદાર ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગણી કરી હતી.

USમાં બે ગોળીબારની ઘટનામાં બેનાં મોત, નવ ઘાયલ

ન્યુ યોર્કઃ અમેરિકાના ન્યુ ઓર્લિન્સ શહેરમાં બે અલગ-અલગ ગોળીબારમાં બે લોકોનાં મોત અને નવ લોકો ઘાયલ થયા છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. બધા આઠ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ પોલીસે માહિતી આપી હતી.

એક ઘટના સેન્ટ રોચ વિસ્તારની છે, જ્યાં આઠ લોકો ઘાયલ થયા છે. આશરે 45 મિનિટ પછી એ જ એવન્યુ પર આશરે એક કિલોમીટર ઉત્તરમાં ગોળીબારની એક સૂચના પોલીસને મળી હતી. બીજી ઘટના અલ્મોનાસ્ટર એવન્યુ બ્રિજ વિસ્તારમાં બની છે, અહીં ગોળીબારમાં બે લોકોનાં મોત થયાં હતાં. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. આ ઘટના અંગે માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ કેસની તપાસ ચાલી રહી છે. આ ઘટનાઓ એક પરેડના ઉત્સવ પછી થઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત ઘટનાસ્થળે થયું હતું, જ્યારે બીજાનું મોત હોસ્પિટલમાં થયું હતું. ત્રીજા પીડિતને કારમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જેની હાલત સ્થિર છે.

અહેવાલ મુજબ પ્રથમ ગોળીબારની ઘટના સ્થાનિક સમય મુજબ બપોરના 3:30 વાગ્યાની આસપાસ બની હતી, આ ઘટનામાં આઠ લોકો ગોળીથી ઘાયલ થયા હતા. ન્યુ ઓર્લિયન્સ પોલીસ જણાવ્યું હતું કે તમામને સારવાર માટે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પોલીસે હવે એક શૂટરની ધરપકડ કરવામાં આવી છે. અલબામા કાનૂન પ્રવર્તન એજન્સીએ જણાવ્યું હતું કે આ ગોળીબારમાં 12 લોકો ઘાયલ થયા હતા. સેકન્ડ લાઇન તહેવારોની ઉજવણી દરમિયાન ગોળીબારની ઘટનાઓ બની હતી, ન્યુ ઓર્લિયન્સમાં પરંપરાગત પરેડ યોજવામાં આવે છે.

 

Miss Universe 2024: ડેનમાર્કની પ્રથમ જીત,વિક્ટોરિયા કજેરના માથે સજ્યો તાજ

21 વર્ષની વિક્ટોરિયા કજેરે ‘મિસ યુનિવર્સ 2024’નો ખિતાબ જીત્યો છે. આ વિશ્વની સૌથી વધુ માન્યતા પ્રાપ્ત સૌંદર્ય સ્પર્ધામાં ડેનમાર્કની પ્રથમ જીત છે. તેણીને મિસ નિકારાગુઆ, શેનીસ પેલેસિયોસ દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો. ફર્સ્ટ રનર અપ નાઈજીરિયાની ચિદિન્મા અદેત્શિના રહી હતી. જ્યારે બીજી રનર અપ મેક્સિકોની મારિયા ફર્નાન્ડા બેલ્ટ્રાન છે.

કજેરે 125 સ્પર્ધકોને હરાવ્યા
ડેનમાર્કની વિક્ટોરિયા કજેર થીલ્વિગે મેક્સિકોમાં આયોજિત 73મી મિસ યુનિવર્સ સ્પર્ધા જીતી છે. 21 વર્ષીય સ્પર્ધકે ભારતની રિયા સિંઘા સહિત વિશ્વભરના 125 સ્પર્ધકો સામે સ્પર્ધા કરી હતી. વિક્ટોરિયા ડેનિશ ઉદ્યોગસાહસિક અને વ્યાવસાયિક ડાન્સર છે. 21 વર્ષની વિક્ટોરિયાએ ડેનમાર્કની પ્રથમ મિસ યુનિવર્સ બનીને ઈતિહાસ રચ્યો છે.

વિક્ટોરિયા કજેર કોણ છે?
2004 માં ડેનમાર્કના રાજધાની ક્ષેત્રમાં ગ્રિબ્સ્કોવ, સોબોર્ગમાં જન્મેલી વિક્ટોરિયાનો ઉછેર કોપનહેગનમાં થયો હતો. તેણે બિઝનેસ અને માર્કેટિંગમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. વિક્ટોરિયાએ એક પ્રોફેશનલ ડાન્સર તરીકે ઘણી પ્રશંસા મેળવી છે અને હવે તેનું લક્ષ્ય વકીલ બનવાનું છે. વધુમાં, તે નિયમિતપણે માનસિક સ્વાસ્થ્ય સમર્થન માટે હિમાયત કરે છે. તે પ્રાણી અધિકારના મુદ્દાઓને પણ સમર્થન આપે છે અને સૌંદર્ય ઉદ્યોગસાહસિક તરીકે કામ કરે છે.

2022 થી શરૂ થઈ યાત્રા
તેણીની સૌંદર્ય સ્પર્ધાની યાત્રા દેશની સૌથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા ‘મિસ ડેનમાર્ક’થી શરૂ થઈ હતી. તેણીએ 2022 માં જ્યારે ‘મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ’ ના ટોપ 20 માં પ્રવેશ મેળવ્યો ત્યારે તેને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી. પ્રતિકાત્મક ઢીંગલી સાથે તેની સામ્યતાને કારણે ‘હ્યુમન બાર્બી’ નામ આપવામાં આવ્યું.વિક્ટોરિયા ચાહકોની ફેવરિટ બની હતી, જેણે વિશ્વભરના જજીસ અને પ્રેક્ષકો બંને પર કાયમી છાપ ઊભી કરી હતી. સપ્ટેમ્બર 2024માં વિક્ટોરિયાને ‘મિસ યુનિવર્સ ડેનમાર્ક 2024’નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. હવે તેણે ‘મિસ યુનિવર્સ 2024’નો તાજ પહેરીને ઈતિહાસ રચી દીધો છે.

સુવિચાર – ૧૮ નવેમ્બર ૨૦૨૪

પંચાંગ 18/11/2024

૧૮ નવેમ્બર ૨૦૨૪

દિલ્હીમાં પ્રદૂષણને કારણે બગડતી પરિસ્થિતિ વચ્ચે GRAP-4 લાગુ

દેશની રાજધાની દિલ્હીમાં બગડતી હવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, GRAPનો સ્ટેજ-4 રવિવારે લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. દિલ્હીમાં આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતી અથવા આવશ્યક સેવાઓ પૂરી પાડતી અને તમામ સીએનજી અથવા ઈલેક્ટ્રિક ટ્રકો સિવાય ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત 10 અને 12 સિવાયના તમામ વર્ગો માટે શાળાઓ બંધ રહેશે.

આ સાથે, દિલ્હીની બહાર નોંધાયેલા હળવા વ્યાપારી વાહનો, CNG અથવા BS-VI ડીઝલ વાહનો સિવાય, આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતા હોય અથવા આવશ્યક સેવાઓમાં રોકાયેલા હોય તેવા વાહનો સિવાય, દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દિલ્હીમાં નોંધાયેલા ડીઝલ વાહનો, મધ્યમ અને ભારે માલસામાનના વાહનો (MGVS અને HGVS) ના ચલાવવા પર પણ પ્રતિબંધ રહેશે.

CM આતિષીએ શું કહ્યું?

દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, “કાલથી GRAP-4 લાગુ થવાથી, ધોરણ 10 અને 12મા ધોરણ સિવાયના તમામ વિદ્યાર્થીઓ માટે શારીરિક વર્ગો બંધ કરવામાં આવશે. તમામ શાળાઓ આગામી આદેશો સુધી ઑનલાઇન વર્ગો ચલાવશે.”

AQI 457 પર પહોંચ્યો

દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) રવિવારે ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચ્યા બાદ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ આદેશ જારી કર્યો હતો. દિલ્હીમાં AQI સાંજે 4 વાગ્યે 441 નોંધાયું હતું, જે પ્રતિકૂળ હવામાનને કારણે 7 વાગ્યા સુધીમાં વધીને 457 થયું હતું. આદેશ અનુસાર, હાઇવે, રસ્તા, ફ્લાયઓવર અને અન્ય જાહેર પ્રોજેક્ટ સહિત તમામ બાંધકામ પ્રવૃત્તિઓ પર અસ્થાયી પ્રતિબંધ રહેશે.

CAQM એ વર્ગ 6 થી 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગો ચલાવવાનું સૂચન કર્યું છે. તેમાં એવી ભલામણ પણ કરવામાં આવી છે કે નેશનલ કેપિટલ રિજન (NCR) માં ઓફિસો 50 ટકા ક્ષમતા સાથે કામ કરે, જ્યારે બાકીના કર્મચારીઓ ઘરેથી કામ કરે.