Home Blog Page 1330

બોપલમાં ફરી ચોંકાવનારી ઘટના, NRI સિનિયર સિટિઝનની હત્યા

અમદાવાદમાં MICAના વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ વધુ એક હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં દીપક દશરથભાઈ પટેલ નામના વ્યક્તિને બોથડ પદાર્થના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાના સમાચાર સામે આવી રહ્યા છે. નોંધનિય છે કે MICAના વિદ્યાર્થીની જેમાં આ બનાવ પણ અમદાવાનો પોષ વિસ્તારમાંનો એક બોપલ જ છે. આજે સવારે બોપલ નજીક ગરોડિયા ગામની સીમ પાસે 65 વર્ષના દીપક દશરથભાઈ પટેલની માથું છૂંદાયેલી હાલતમાં લાશ મળી હતી. સમગ્ર મામલાની જાણ થતાં બોપલ પોલીસ ત્યાં પહોંચી હતી. આ દરમિયાન એફએસએલની ટીમને પણ પુરાવા એકઠા કરવા બોલાવી લેવામાં આવી હતી. દીપકભાઈ નિવૃત્તિના સમયમાં જમીનદલાલીનું કામ કરતા હતાં અને તેઓ અવારનવાર વિદેશ જતા હતા. તેઓ તાજેતરમાં તહેવાર હોવાથી ભારત આવ્યા હતા.

અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના પાંચ દિવસ બાદ જ વધુ એક હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ વખતે સિનિયર સિટિઝનની માથું છૂંદાયેલી હાલતમાં લાશ બોપલ નજીકના ગરોડિયા ગામની સીમ પાસેથી મળી છે. 65 વર્ષના જમીનદલાલ રાતે ઘરેથી હમણાં આવું છું, કહીને નીકળ્યા હતા અને તેમનો સંપર્ક ન હતા તેમનાં પત્નીએ અમેરિકા રહેતાં સંતાનોને આ અંગે જાણ કરી હતી, જેથી અમેરિકાથી તેમણે સંતાનોએ પિતાના આઇફોન મોબાઈલને ટ્રેક કરીને તેમનું લોકેશન શોધ્યું હતું. પરિવારજનો સવારે 9:00 વાગે એ લોકેશન પર પહોંચ્યાં તો ત્યાં દીપક પટેલની લાશ પડી હતી. આ સમગ્ર મામલે બોપલ પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.  મૃતકને બોથડ પદાર્થ દ્વારા એક પછી એક ઘા કરી મારી નાખવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન એફએસએલની ટીમને પણ પુરાવા એકઠા કરવા બોલાવી લેવામાં આવી હતી.

કટ, પોલિશ્ડ હીરાની નિકાસ દ્વિઅંકી દરે વધવાની શક્યતા: GJEPC

મુંબઈઃ દેશની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં ઓક્ટોબર, 2024માં વધારો થયો છે, જેમાં ઓવરઓલ નિકાસ 10.23 ટકા વધીને રૂ. 25,194.41 કરોડ થઈ છે, જેમાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ 12.39 ટકા વધીને રૂ. 11,795.83 કરોડ (રૂ. 10,495.06 કરોડ) થઈ છે, જ્યારે સોનાનાં ઘરેણાં (સાદાં અને જડતરવાળા)ની નિકાસ ઓક્ટોબર, 2024માં 9.83 ટકા વધીને રૂ. 9449.37 કરોડ (રૂ. 8603.33) કરોડ થઈ છે.  

વૈશ્વિક બજારમાં પડાકરજનક અને અનિશ્ચિતતાની સ્થિતિમાં આ પણ નિકાસવધારો નોંધપાત્ર છે. નિકાસગ્રોથ પર ટિપ્પણી કરતાં GJEPCના ચેરમેન વિપુલ શાહે કહ્યું હતું કે આ અમારા ઉદ્યોગ માટે રાહતના સમાચાર છે. અમે ઓક્ટોબરમાં 9.18 ટકાના દરે નિકાસવૃદ્ધિનો અનુભવ કર્યો છે. કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં ઓક્ટોબર, 2023ની તુલનાએ 11.32 ટકાની નોંધપાત્ર વધારો થયો છે. અમને અપેક્ષા છે કે આવનારા સમયમાં –ખાસ કરીને ડિસેમ્બરના ક્રિસમસ દરમ્યાન પણ જેમ્સ અને જ્વેલરીની માગમાં વધારો થશે. આ સિવાય GJEPC હાલનાં બજારોમાં માગ મજબૂત રહેતાં નવાં બજારોમાં પણ વિસ્તરણ કરવા માટે નક્કર પ્રયાસો જારી રાખશે.

અમેરિકાની હાલની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ચૂંટાયા છે, જેથી અમે તેમના માટે આશાવાદી છીએ કે તેઓ અમેરિકી અર્થતંત્રને સ્થિર રાખવા અને મજબૂત કરવા માટે દૂરંદેશી પગલાં લેશે અને તેઓ વેપાર વ્યવસાય, સપ્લાય ચેઇનને મજબૂત કરવા અને જેમ્સ અને જ્વેલરીની વૈશ્વિક માગ વધારવા માટે પ્રોત્સાહક પગલાં ભરશે, એમ તેમણે કહ્યું હતું.

ચાલુ વર્ષે ઓક્ટોબર, 2024માં સોનાનાં આભૂષણો (સાદાં અને જડેલાં)ની નિકાસ ઓક્ટોબર, 2023ના રૂ. 8603.33 કરોડની તુલનાએ 9.83 ટકા વધી રૂ. 9449.37 કરોડ થઈ હતી. આ વધારો વૈશ્વિક બજારોમાં ભારતીય સોનનાં આભૂષણોની મજબૂત માગ દર્શાવે છે.

જોકે ઓક્ટબર 2024માં સોનાનાં સાદાં ઘરેણાંઓમાં મામૂલી ઘટાડો નોંધાયો હતો, જેની નિકાસ ઓક્ટોબર, 2023ના રૂ. 3748.52 કરોડની સરખામણીએ વધીને  રૂ.3759.92 કરોડ થઈ હતી. જોકે ઓક્ટોબર, 2024માં જડેલાં સોનાનાં ઘરેણાની કુલ નિકાસ ઓક્ટોબર, 2023ના રૂ. 4854.81 કરોડની તુલનાએ 17.19 ટકા વધીને રૂ. 5689.45 કરોડ થઈ હતી. જ્યારે ઓક્ટોબર, 2024માં પોલિશ લેબ-ગ્રો હીરાની કુલ નિકાસ ઓક્ટોબર, 2023ના રૂ. 1135.16 કરોડથી 2-25 ટકા વધીને રૂ. 1160.70 કરોડ થઈ હતી.

એપ્રિલ, 2024થી ઓક્ટોબર, 2024ના સમયગાળામાં નિકાસ

જેમ્સ અને જ્વેલરીની એપ્રિલ, 2024થી ઓક્ટોબર, 2024ના સમયગાળા માટેની નિકાસ ગયા વર્ષના રૂ. 1,50,649.43 કરોડની તુલનાએ 7.89 ટકા ઘટીને રૂ. 1,38,757.7 કરોડ થઈ હતી, જ્યારે સમાન સમયગાળા માટે કટ અને પોલિશ્ડ હીરાની કુલ નિકાસ પાછલા વર્ષના રૂ. 82,238.07 કરોડથી 15.42 ટકા ઘટીને રૂ. 69,558.49 કરોડ થઈ હતી.

 

રિલાયન્સ-ડિઝનીનું મર્જરની પ્રક્રિયા પૂર્ણ, કરોડોની નવી કંપનીના બોસ કોણ?

મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) અને વોલ્ટ ડિઝનીનું મર્જર પૂર્ણ થયું છે. બંને કંપનીઓએ રૂ. 70,352 કરોડની વિશાળ સંયુક્ત સાહસ કંપનીની રચના કરવા માટે તેમની મીડિયા સંપત્તિઓને મર્જ કરી છે. રિલાયન્સે આ ડીલમાં 11,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. નીતા અંબાણી આ નવા સાહસનો કાર્યભાર સંભાળશે. દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની ચેરપર્સન તરીકે કંપનીનું કામકાજ જોશે. સંયુક્ત સાહસનું નેતૃત્વ ત્રણ CEO કરશે. કેવિન વાઝ તમામ પ્લેટફોર્મ પર મનોરંજન સંસ્થાનું નેતૃત્વ કરશે. કિરણ મણિ જોઈન્ટ ડિજિટલ ઓર્ગેનાઈઝેશનનો હવાલો સંભાળશે. સંજોગ ગુપ્તા જોઈન્ટ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશનનું નેતૃત્વ કરશે. તેઓ સાથે મળીને ઉદ્યોગમાં નવા માપદંડો સ્થાપિત કરશે.

ગયા વર્ષે નવેમ્બરમાં આ ડીલની જાહેરાત કરવામાં આવી હતી અને તે હવે પૂર્ણ થઈ છે. આ સંયુક્ત સાહસમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 16.34%, વાયાકોમ 18 46.82% અને ડિઝની 36.84% હિસ્સો ધરાવે છે.

મીડિયા અને મનોરંજન ક્ષેત્રે ધમાકો થશે

100 થી વધુ ટીવી ચેનલો, 30,000 કલાકથી વધુ મનોરંજન સામગ્રી અને પાંચ કરોડથી વધુ દર્શકોની પહોંચ સાથે આ સાહસ મનોરંજન ઉદ્યોગને વિક્ષેપિત કરવા માટે તૈયાર છે. આ સંયુક્ત સાહસ વિશે બોલતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે,“આ સંયુક્ત સાહસની રચના સાથે ભારતીય મીડિયા અને મનોરંજન ઉદ્યોગ પરિવર્તનશીલ યુગમાં પ્રવેશી રહ્યું છે. અમારી ઊંડી સર્જનાત્મક ક્ષમતા અને ડિઝની સાથેનો સંબંધ ભારતીય ગ્રાહકો વિશેની અમારી અજોડ સમજ સાથે ભારતીય દર્શકો માટે પોસાય તેવા ભાવે અપ્રતિમ મનોરંજન સામગ્રી સુનિશ્ચિત કરશે. હું સંયુક્ત સાહસના ભવિષ્ય વિશે ખૂબ જ ઉત્સાહિત છું અને તેની સફળતાની કામના કરું છું.”

તમને મનોરંજનના અસંખ્ય વિકલ્પો મળશે

આ નવા સાહસની રચના પ્રેક્ષકોને મનોરંજનના વિવિધ વિકલ્પો પ્રદાન કરશે. JioCinema અને Hotstar જેવા પ્લેટફોર્મ પ્રેક્ષકોમાં પહેલેથી જ લોકપ્રિય છે. હવે આ ડીલ પછી વધુ શાનદાર કન્ટેન્ટ જોવા મળશે. આ એન્ટરપ્રાઈઝ પાસે ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમતોના પ્રસારણ અધિકારો પણ હશે.

એકંદરે, રિલાયન્સ અને ડિઝની વચ્ચેના આ સંયુક્ત સાહસે ભારતીય મનોરંજન જગતમાં એક નવો અધ્યાય લખ્યો છે. આ નવું સાહસ આગળ શું કરે છે અને તે ભારતીય પ્રેક્ષકોને કેવી રીતે આકર્ષિત કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, તાપમાનમાં ઘટાડો શરૂ

ગુજરાતમાં આખરે ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે પણ ઠંડીને લઈ આગાહી વ્યક્ત કરી છે. તેમણા જણાવ્યા પ્રમાણે હવે રાજયમાં ઠંડી પડવાની શરૂઆત થશે જેમાં તાપમાનમાં ક્રમશ ઘટાડો થશે સાથે મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થયો છે. અમરેલીમાં સૌથી ઓછું 17 ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં લઘુતમ 19.9 ડિગ્રી, મહત્તમ 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે 24 કલાકમાં અમદાવાદમાં 0.9 ડિગ્રી તાપમાન ઘટ્યું છે.

આજે વધુ એક પશ્ચિમી વિક્ષોભ ઉત્તરના પહાડો પર ત્રાટકશે. આ વખતે હજુ સુધી કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવ્યું નથી. આવી સ્થિતિમાં, તાપમાન તેના સ્તર પર રહે છે, જે ઠંડીના આગમનને અટકાવે છે. અગાઉના વર્ષોમાં 15 નવેમ્બર પહેલા પશ્ચિમી વિક્ષોભ બે-ત્રણ વખત આવતો હતો અને તાપમાનમાં ઘટાડો થતો હતો. બંગાળની ખાડીમાંથી સર્જાયેલા ઓછા દબાણને કારણે આંધ્રપ્રદેશથી તેલંગાણા તરફ ભેજનો પ્રવાહ ચાલુ છે. તેની અસર ઓડિશા અને છત્તીસગઢમાં પણ જોવા મળી શકે છે. રાજ્યમાં ઘટતા તાપમાનની સાથે અમદાવાદ શહેરમાં પણ તાપમાન નીચું જઈ રહ્યું છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, બપોરના સમયે હજી પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, એકંદરે તાપમાનમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી નજીવી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો વર્તાવવા લાગ્યો છે.

યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગનું ગિફ્ટ સિટીમાં નવું કેમ્પસ ખુલ્યું

ગાંધીનગર: યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ (UOW) એ ગુજરાતમાં ગિફ્ટ સિટી ખાતે તેના ઇન્ડિયા કેમ્પસનું ઉદઘાટન કર્યું. ગિફ્ટ સિટી કેમ્પસમાં આ સપ્તાહથી જ માસ્ટર ઑફ ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજી, માસ્ટર ઑફ ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજી (એક્સ્ટેંશન) અને ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ ઇન ફાઇનાન્શિયલ ટેક્નોલોજીના ક્લાસ શરૂ થશે. ટેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા આ પ્રસંગે યુનિવર્સિટીએ ફિનટેક શિષ્યવૃત્તિમાં મહિલા આગેવાનોના પ્રથમ લાભાર્થી તરીકે સેરીન એલ્સા જોજીની પસંદગી કરી છે.ભારતીય સંસ્થાઓ સાથેના સહયોગને વધુ ગાઢ બનાવવાના ભાગરૂપે યુ.ઓ.ડબલ્યુ. ઇન્ડિયાએ ઉદ્ઘાટન સમયે ઓડૂ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી. ઓડૂ એક પ્રખ્યાત ઓપન-સોર્સ બિઝનેસ સોફ્ટવેર સ્યુટ, સી.આર.એમ., ઇ.કોમર્સ, એકાઉન્ટિંગ અને અનેક કામગીરીઓ માટે ટૂલ્સ પૂરા પાડે છે. તેનાથી વિદ્યાર્થીઓ વ્યવહારુ અને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યો મેળવે તે સુનિશ્ચિત કરી શકાય છે.

આ કાર્યક્રમમાં યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગના ચાન્સેલર માઇકલ સ્ટિલે જણાવ્યું કે, “ગિફ્ટ સિટીમાં યુ.ઓ.ડબલ્યુ.નું કેમ્પસ શરૂ કરવું એ અમારી યુનિવર્સિટી માટે એક નવો ઉત્સાહભર્યો અધ્યાય છે અને અમને ભારતના અદ્ભૂત શૈક્ષણિક વારસાનો ભાગ બનવાનો ખૂબ ગર્વ છે. સદીઓથી ભારત જ્ઞાન અને ઇનોવેશનનું આગેવાન રહ્યું છે. અમે આ પરંપરાનો ભાગ બન્યાં એ અમારા માટે પ્રેરણાદાયી છે.”યુ.ઓ.ડબલ્યુ. ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સી.ઇ.ઓ. મારીસા માસ્ટ્રોઇન્નીએ જણાવ્યું કે, “ભારતની ઝડપી આર્થિક અને તકનીકી પ્રગતિએ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ઑસ્ટ્રેલિયાના વિશ્વ-કક્ષાના શિક્ષણને સુલભ કરવા માટે વિદ્યાર્થીઓએ અલગ-અલગ ખંડોમાં જવાની જરૂર નથી. અમે ભારતના પ્રથમ કાર્યરત સ્માર્ટ સિટી, ગિફ્ટ સિટીમાં યુ.ઓ.ડબલ્યુ. ઇન્ડિયા મારફતે વૈશ્વિક શિક્ષણને ભારતના આંગણે લાવી રહ્યાં છીએ. અમારા ગિફ્ટ સિટી ખાતેના કેમ્પસના વિદ્યાર્થીઓ દુબઈ, મલેશિયા અને હોંગકોંગ સહિત અમારા ઓસ્ટ્રેલિયાના અને વૈશ્વિક કેમ્પસ જેવા જ ઉચ્ચ ધોરણોનો અહીં અનુભવ કરશે. આ અનુભવને ઉન્નત કરવા માટે અમારું પ્રથમ જૂથ અમારા દુબઈ કેમ્પસ ખાતે જશે, જેનો સંપૂર્ણ ખર્ચ અમે ઉપાડીશું. એનાથી તેમને અમારા વૈશ્વિક નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય સહયોગમાં સામેલ કરી શકાશે.

ઇન્વેસ્ટમેન્ટ એન.એસ.ડબલ્યુ.ના ડેપ્યુટી સેક્રેટરી રેબેકા મેકફીએ જણાવ્યું હતું કે, “આ મજબૂત પાયા સાથે યુ.ઓ.ડબલ્યુ.ના ભારતમાં વિસ્તરણમાં મદદ કરવા બદલ અમને ગર્વ છે. આ નવા કેમ્પસને જીવંત બનાવવામાં મદદ કરવા માટે સરકારી અધિકારીઓ અને ગુજરાત સ્થિત અગ્રણી વ્યવસાયોની અમને મદદ મળી છે.”

યુ.ઓ.ડબલ્યુ. ઇન્ડિયાના વિદ્યાર્થીઓ વિદેશોના 7,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ સાથે જોડાશે અને સ્નાતક થયા પછી 199 દેશોમાંથી 1,90,000 કરતાં વધુ મજબૂત પૂર્વ વિદ્યાર્થીઓના સમુદાયમાં જોડાશે. આ પ્રસંગે ઑસ્ટ્રેલિયા અને ભારતના ટોચના ઉદ્યોગ જગતના લોકો, શિક્ષણવિદો અને સરકારી અધિકારીઓ હાજર રહ્યાં હતા.

PM મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાવાના સમાચાર છે. જેના કારણે પીએમ મોદીના વિમાનને દેવઘર એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આવી સ્થિતિમાં તેમને દિલ્હી પરત ફરવામાં વિલંબ થઈ શકે છે. ઝારખંડમાં ચૂંટણી સભાને સંબોધિત કરવા ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામીના સમાચાર છે. જેના કારણે પીએમ મોદીના વિમાનને દેવઘર એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આવી સ્થિતિમાં તેમને દિલ્હી પરત ફરવામાં વિલંબ થઈ શકે છે.

આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વિમાનને દેવઘરમાં જ ટેક ઓફ કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. રાહુલ ગાંધી શુક્રવારે ઝારખંડના ગોડ્ડામાં ચૂંટણી રેલી બાદ દિલ્હી પરત ફરવાના હતા, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા વિમાનને ગોડ્ડાના બેલબદ્દાથી ઉડવાની પરવાનગી આપવામાં આવી ન હતી. જે બાદ તેમણે દેવઘર એરપોર્ટ પર 45 મિનિટ રાહ જોવી પડી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી વિમાનમાં બેસીને પોતાનો મોબાઈલ જોતા રહ્યા. જે બાદ રાહુલ ગાંધીના વિમાનને ટેકઓફ માટે ક્લિયરન્સ ન મળવાને લઈને પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે, પીએમ મોદીની સભાને કારણે તેમના વિમાનને ઉડવાની મંજૂરી આપવામાં આવી નથી. બાદમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વિમાનને મહાગામથી ટેક ઓફ કરવાની મંજૂરી મળી હતી.

આપને જણાવી દઈએ કે, ઝારખંડ ચૂંટણીના બીજા તબક્કામાં 20 નવેમ્બરે 38 સીટો પર મતદાન થવાનું છે. આ તબક્કામાં કુલ 528 ઉમેદવારો મેદાનમાં છે. આમાં ઘણા એવા ઉમેદવારો છે જે મોટા નેતાઓની રમત બગાડી શકે છે. પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દિવસમાં બીજી વખત બિહાર આવ્યા છે. શુક્રવારે, તેમણે જમુઈના બલ્લોપુરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર આદિવાસી ગૌરવ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમએ બિરસા મુંડાના નામે 150 રૂપિયાનો સિક્કો અને 5 રૂપિયાની સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

ગુજરાતમાં બે ગમખ્વાર રોડ અકસ્માત, 7ના મોત

ગુજરાતકમાં અવાર નવાર રોડ અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે આજે ફરી ગુજરાતમાં ગમખ્વાર અકસ્માત થયાની સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 7 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યો છે. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર નજીક નેશનલ હાઈવેના પુલ પરથી કાર નીચે પટકાતાં શામળાજીથી દર્શન કરી પરત જતાં પરિવાને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

જ્યારે બીજી બાજુ અન્ય એક અસ્માતની વાત કરીએ તો આજે વહેલી સવારે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના મોત થયા હતા. હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂરઝડપે પસાર થઈ રહેલી કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર નજીક શામળાજી મંદિરે દર્શન કરી પરત જતાં પરિવાને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં નેશનલ હાઈવેના પુલ પરથી લગભગ 35 ફૂટ નીચે કાર પટકાઈ હતી. જેથી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર એક જ પરિવારના ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. ટીંટોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૃતકો નડિયાદ બાજુના છે. ભાવનગરના 3 યુવાનો કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે GRAP 3 લાગુ કરવાનો નિર્ણય

નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણને કારણે સ્થિતિ દિન-પ્રતિદિન વણસી રહી છે. દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં હવે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. વધતા પ્રદૂષણને કારણે CM આતિશીએ આદેશ આપ્યો હતો. આગામી આદેશ સુધી દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં માત્ર ઓનલાઇન ભણાવવામાં આવશે. નવી દિલ્હીમાં ગુરુવારે સવારે સરેરાશ AQI 430 નોંધાયો હતો, જે ગંભીર શ્રેણીમાં આવે છે. જ્યારે બુધવારે સરેરાશ AQI 349 નોંધાયો હતો.

પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચતાં CAQM એ ગુરુવારે દિલ્હી-નેશનલ કેપિટલ રિજિયન (NCR)માં GRAP ફેઝ-3 હેઠળ નિયંત્રણો લાદ્યાં છે. રાજધાનીમાં હવાની ગુણવત્તા સતત બીજા દિવસે ‘ગંભીર’ કેટેગરીમાં રહી હતી, જેને કારણે સત્તાવાળાઓએ પ્રદૂષણ વિરોધી કડક પગલાં લાદવાનું સૂચન કર્યું હતું, જે શુક્રવારથી અમલમાં આવશે.દિલ્હીનાં 39 પ્રદૂષણ મોનિટરિંગ સ્ટેશનોમાંથી 32એ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)ને ગંભીર જાહેર કર્યો છે. આ હવામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. અહીં તમામ પ્રાથમિક (પાંચ ધોરણ સુધી) શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. બાળકો ઓનલાઇન ક્લાસમાં અભ્યાસ કરશે.

એર કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ NCR એટલે કે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી આવતી બસોને દિલ્હી આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. CNG અને ઇલેક્ટ્રિક વાહનોની સાથે BS-4 ડીઝલ બસોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અમેરિકન વૈજ્ઞાનિક હિરેન જેઠવાએ 14 નવેમ્બરે દિલ્હીની સેટેલાઇટ તસવીરો શેર કરી છે. હિરેનને મતે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છે અને AQI ગંભીર કેટેગરીમાં છે. અન્ય કેટલાંક શહેરોની ગરમીની અસર દિલ્હી પર પડી રહી છે. પંજાબના ખેડૂતો ખેતરોમાં પરાળી સળગાવી રહ્યા છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો પણ AQIને બગાડી રહ્યો છે.

 

Opinion: ખોટી સારવાર કરતા ડોક્ટરોને કેમ અટકાવવા?

કેન્દ્ર સરકાર ઘણી ખરી યોજનાઓ બનાવે છે. જેના અમલીકરણથી દેશના ગરીબ કે મધ્યમ વર્ગને સારી સહુલિયત પ્રાપ્ત થાય. આ યોજના બનાવવા પાછળનો મુખ્ય હેતુગરીબોની સુખાકારીનો હોય છે. પરંતુ આ યોજના ક્યાંકને ક્યાંક ગરીબો સાથે અમીરોની અમીરાત વધારવાનું માધ્યમ પણ બની ગયુ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કેગરીબોની સુવિધા અને જીવનધોરણ ઉપર લાવવા માટે બનેલી યોજનામાંથી નાના લુફોલ્સ ગોતી સરકારી તિજોરી પર હાથ સાફ કરનારાઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે કાંઇ થયું એ એનું ઉદાહરણ છે. પ્રશ્ન એ થાય કેસરકારી કે પ્રાઈવેટ કોઈ પણ હોસ્પિટલમાં ખોટી રીતે પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને કેમ અટકાવી શકાય?

આ વખતે ઓપિનિયન વિભાગમાં સરકારી યોજનાને સહુલિયત બનતી અટકાવવા માટે અલગ અલગ વર્ગ લોકો શું આપ્યો અભિપ્રાય આવો જાણીએ..

ડો.મેહુલ શાહ, એક્ઝિક્યુટીવ મેમ્બર, ગુજરાત મેડિકલ કાઉન્સિલ

અમે છેલ્લા ઘણા વર્ષોથી જોતા આવ્યા છીએ કેઆ પ્રકારની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં બનેલી ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાં ઘણી વસ્તુ સંકળાયેલી છે. જેમાં ડોક્ટરો પણ ખુબ જ ખરાબ રીતે જવાબદાર છે. ડોક્ટર કોઈ પણ લેવલનો હોય તેના દર્દીના હિતમાં જ કામ કરવું જોઈએ. અને જ્યારે પણ ડોક્ટર સમાજના અહિત કામ કરે ત્યારે ડોક્ટરને તાત્કાલિક ધોરણે છુટા કરી દેવા જોઈએઅને તેના પર કડક કાર્યવાહી કરવી જોઈએ. જેનાથી બીજી વખત આવી ઘટના કરતા પહેલા ડોક્ટર વિચારે. આવી ઘટનામાં કોઈ દિવસ એક હાથે તાળી વાગતી ના હોયએટલે આપણે આવી ઘટનાનું ગંભીરતાથી ચિંતન થવું જોઈએ. ડોક્ટર જ્યારે પણ દર્દી સામે હોય ત્યારે તેમના મગજ વ્યવસાયિક પ્રલોભન તેમના મનમાં ન હોવું જોઈએ. આવી ઘટના ફરી ના બને તે માટે અશોશિયસન પણ સતત કાર્યરત છે. આ ઘટના પર કાઉન્સિલરે પણ સુઓમોટો લઈ જવાબદાર વ્યક્તિને નોટિસ ફટકારી અને જરૂરી કડક કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય માણસ પણ બીજા અભિપ્રાય તરીકે પોતાના ડોક્ટરની સલાહ લઈ આગળ વધવું જોઈએ.

અમિત પટેલ, હાઈકોર્ટ એડવોકેટ, અમદાવાદ

આ ઘટના ફરી ન બને તે માટે એક પ્રિકોશન બહાર પાડવા જોઈએ. અત્યાર સમયમાં એવુ બને છે કે ચાલુ ઓપરેશનમાં સરકારી યોજનાના કાર્ડ ઈસ્યુ થઈ જાય છે. એનો મતલબ એવો છે આ વસ્તુનું ઉપર સુધી એવું સેટિંગ છે કે આવી યોજનાનો લાભ ઉઠાવો સરળ બને છે. તેના પર કડક નિર્ણય લેવાની જરૂર છે. કોઈ પણ સરકારી યોજનાના કાર્ડની પ્રોપર ચેકિંગ થવું જોઈએ. તો બીજી બાજુ દર્દીને એવુ હોય છે કે આ યોજનાથી સારી સારવાર મળશેપણ એવું હોતું નથી. સાચી વાત તો એ છે કે હોસ્પિટલમાં સરકારી યોજનાના કાર્ડથી થતી સારવાર ડોક્ટર શિખાવ લેવાલના હોય છે. એટલે સામાન્ય દર્દી કરતા મા કાર્ડના દર્દીઓની સારવારમાં ફરક હોય છે. નિયમો એટલા કડક કરવા જોઈએ કે સામાન્ય દર્દી અને સરકારી યોજનાના દર્દીઓની સારવાર સમાન રીતે થાય. આ ઉપરાંત કાનૂની રીતે આવા ડોક્ટર પર સેક્સન 105 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. આવા કેસમાં જે સરકારી અધિકારી ભાગીદાર હોય તેમના વિરુદ્ધ પણ FIR થવી જોઈએ. બીજી બાજુ સામાન્ય નાગરિકોએ પણ સારવાર લેવા પહેલા તમામ માહિતી મેળવવી જોઈએ. સારવારડોક્ટર વિશેની તમામ જાણકારી મેળવવી જોઈએ.

રોહિત પટેલ, સામાજિક કાર્યકર, અમદાવાદ

ડોક્ટર દર્દી માટે ધરતી પરનો ભગવાન હોય છે. ભલે ડોક્ટર લાખો રૂપિયા ખર્ચી ડોક્ટર બન્યા હોયપરંતુ તેમને માનવતા દાખવવી જોઈએ. પૈસા કમાવા સાથે તેમના હાથે ખોટું કામ ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આયુષ્માન કાર્ડમા કાર્ડ સરકારે ગરીબોની સેવા માટે બનાવવામાં આવ્યા છે. જેનો દુઉપયોગ આ ડોક્ટરો કરે છે. જ્યારે પણ દર્દી સારવાર માટે જાય છેત્યારે પહેલો પ્રશ્ન એવો કરવામાં આવે છે કે ઈન્સ્યોરન્સ છે કે કાર્ડ છેઆવી રીતે રૂપિયા હેઠવાની સ્કિમમા ડોક્ટર અને સરકારની જ કામય છે. જેમાં હેરાન ખાલી નાનો માણસ જ થાય છે. આ ઉપરાંત આવી યોજનાના ફિડબેકની સુવિધા શરૂ કરવી જોઈએ. સારવાર દરમિયાન તેમાં શુ સુવિધા મળી શુ સુવિધા નથી મળી તેની જાણ સરકારને થાય. અને આ ફિડબેકના આધારે કાર્ડના નિયમોમાં સુધારા વધારા કરવા જોઈએ.

ભરત કાપડિયા, મેનેજિંગ ટ્રસ્ટી, દર્દી સેવા સહાયક સમિતિ, અમદાવાદ

આ કિસ્સામાં દર્દીઓનો વાંક હોતો નથીડોક્ટર પર આંધળો વિશ્વાસ મુકી દર્દી ડોક્ટર પાસે જતો હોય છે. આ સમયે કોઈ પણ વ્યક્તિ ન વિચારે કે સામા પક્ષે વ્યક્તિ આવું કામ આપણી સાથે કરશે. તેમ છતા મારા મત પ્રમાણે કોઈ પણ દર્દી એ જે-તે લાઈનના બીજા એક્સપર્ટ ડોક્ટરની સલાહ લેવી જોઈએઅને પછી જ આગળનો નિર્ણય કરવો જોઈએ. ઘણી વખત એવું બને કે પ્રાઈવેટ હોસ્પિટલમાં સારા ડોક્ટર મળી જતા હોય છે. તો ક્યારેક સરકારી હોસ્પિટલમાં પણ ખરાબ ડોક્ટર મળી જતા હોય છે. આવી વસ્તુથી બચવા NGO અને સામાન્ય માણસને અવેરનેસ ફેલાવી જોઈએ. દવાખાના સમયે શું ધ્યાન રાખવું જોઈએ તેનાથી માહિતગાર કરવા જોઈએ. આવા ડોક્ટર ઓછું શિક્ષણ પ્રાપ્ત કરેલા લોકોને જ ટાર્ગેટ કરે છે. આ ડોક્ટરોની ભૂલ નથી જાણી જોઈને કરેલું કૃત્ય છે. સરકારી યોજનાના કાર્ડના નિયમો કડક કરવા જોઈએ.

(તેજસ રાજપરા – અમદાવાદ)

સગીર પત્નીની સાથે સહમતીથી સેક્સ પણ બળાત્કારઃ હાઇકોર્ટ

મુંબઈઃ સગીર પત્ની સાથે જો સહમતીથી પણ સેક્સ કરવામાં આવ્યું હશે તો એને પણ બળાત્કાર માનવામાં આવશે, એમ બોમ્બે હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું. સહમતીને આધારે તેને યોગ્ય ઠેરવવાની દલીલ કાયદેસર રીતે સ્વીકારી શકાય નહીં. હાઈકોર્ટની નાગપુર બેંચે પોતાના પતિ વિરુદ્ધ બળાત્કારની મહિલાએ ફરિયાદ કરી હતી. એની સુનાવણી કરતી વખતે કોર્ટે પતિને 10 વર્ષની સજાને યોગ્ય ઠેરવતાં આ ટિપ્પણી કરી હતી.

જસ્ટિસ GA સનપની સિંગલ બેન્ચે કહ્યું હતું કે સહમતીથી સેક્સ માટે કાયદાકીય ઉંમર 18 વર્ષ છે. ન્યાયાધીશે કહ્યું હતું કે અહીં કહેવાની જરૂર છે કે 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે શારીરિક સંબંધ બાંધવો એ બળાત્કાર દુષ્કર્મ છે. તે પરિણીત છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. કોર્ટે કહ્યું, ’18 વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધ દુષ્કર્મ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને હાલના કેસમાં પત્ની સાથે સહમતીથી શારીરિક સંબંધોનો બચાવ સ્વીકારી શકાય નહીં.

નીચલી અદાલતનો નિર્ણય યથાવત

પત્નીએ દુષ્કર્મની ફરિયાદ કરતાં નીચલી અદાલતે પતિને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી, હવે નીચલી અદાલતના આ નિર્ણયને હાઈકોર્ટની બેન્ચે યથાવત રાખ્યો છે. અહેવાલો અનુસાર આરોપી વ્યક્તિએ ફરિયાદી મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે મહિલા ગર્ભવતી થઈ, તો તેણે પાછળથી લગ્ન કરી લીધાં. લગ્ન પછી પણ તેમના સંબંધો સામાન્ય ન રહ્યા. આ સંબંધ દિવસે-દિવસે બગડતો ગયા. જેનાથી કંટાળીને મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.