
નોટ આઉટ @ 82 : ભદ્રાબહેન સોમાણી
82 વર્ષની ઉંમરે 42 વર્ષની ગૃહિણી જેટલી સ્ફૂર્તિ ધરાવનાર ભદ્રાબહેન સોમાણીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ અને બાળપણ જૂનાગઢમાં. ચાર ભાઈ-પાંચ બહેનોનો પરિવાર. પિતા રેલવેમાં ઓડિટર હતા, ટ્રાન્સફરેબલ નોકરી એટલે ભદ્રાબહેનનો અભ્યાસ જૂનાગઢ, ભાવનગર અને વરતેજમાં થયો. તેમની પાંચ વર્ષની ઉંમરે માતા કેન્સરની બીમારીમાં અવસાન પામ્યાં. મોટી બહેનોએ તેમનું ધ્યાન રાખ્યું. તેમને આછું-આછું યાદ છે કે બાળપણમાં માતાની ગેરહાજરીમાં પિતા તેમને બહુ લાડ લડાવતા. 19 વર્ષની ઉંમરે એસ.એસ.સી. પાસ કર્યા પછી લગ્ન થયું અને અમદાવાદ આવી લગ્ન પછી કોલેજ કરી. થોડો સમય સંયુક્ત કુટુંબમાં રહ્યાં. ભણેલો-ગણેલો પરિવાર છે. બે પુત્રો છે. પતિ અને એક પુત્ર CA, બીજો પુત્ર આર્કિટેક્ટ. બંને પુત્રવધૂઓ સરસ ભણેલી છે. બંને પુત્રો- પુત્રવધૂઓ અને પૌત્ર-પૌત્રી, બધાં વર્કિંગ પ્રોફેશનલ્સ છે! તેઓ મોટા દીકરા સાથે અમદાવાદ રહે છે અને અવારનવાર નાના દીકરાને ઘરે વડોદરા આવજા કરે છે. બંને પુત્ર-પુત્રવધૂઓ સાથે સારું ફાવે.

નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે 6:30 વાગે ઊઠે. ચા-પાણી કરે, થોડું રસોડાનું કામ કરે. નાહી-ધોઈને અડધો કલાક માળા ફેરવે. પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર સાથે નાસ્તો કરે. નવ વાગે પુત્ર-પુત્રવધૂ કામે નીકળી જાય. પછી નોકર આવે એટલે ઘરનાં કામકાજમાં તેને ગાઈડ કરે. એક વાગે જમે, બપોરે થોડો આરામ કરે. છાપું વાંચે. સાડા ત્રણ-ચાર વાગે ચા-પાણી કરી સાંજની રસોઈ કરવા બહેન આવે તેની પાસે રસોઈ કરાવે. થોડું ઘરકામ કરે, મિત્રો અને સગાં-સબંધીઓને ફોન કરે. સાંજે સાડા-સાતે જમ્યા પછી ટીવી જુએ. સોશિયલ છે, મહેમાનો આવે તે બહુ ગમે. ઘરમાં અવરજવર સારી રહે છે. કામકાજ પરવારી રાત્રે 10:30-11:00 વાગે સુઈ જાય.

શોખના વિષયો :
ભરત-ગુંથણનો ઘણો શોખ, સીવણકામ પણ બહુ ગમતું. જો કે થોડા વખતથી ભરત-ગુંથણ-સીવણકામ છોડી દીધું છે. કલા-કારીગીરીમાં રસ. રસોઈ કરવી તથા મિત્રો અને સગાં-સંબંધીઓને જમાડવું ગમે. જાતજાતના મુખવાસ બનાવવાની સારી આવડત.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
એકવડો બાંધો અને ઓછું વજન એટલે તબિયત એકંદરે સારી છે, કાયમ સ્ફૂર્તિમાં રહે છે. ઘણા સમયથી કેલ્શિયમ-વિટામીન-બીપીની ગોળીઓ લે છે, પણ કોઈ મોટી બીમારી નથી. અન્નનળી સાંકડી છે, ઓપરેશન કરી થોડી મોટી કરાવી હતી, પણ જલ્દી ખવાય નહીં અને દવાની મોટી ગોળીઓ ગળાય નહીં.

યાદગાર પ્રસંગ:
બાળપણમાં તેઓ જૂનાગઢ રેલવે-કોલોનીમાં રહેતાં ત્યારે પાડોશી ઠક્કરકાકા તેમને રોજ રમાડે. ઠક્કરકાકાને બીડી પીવાની આદત. નાની ભદ્રા તેમને રોજ બીડી પીતા જુએ. એકવાર રમતાં-રમતાં ભદ્રાએ ઠક્કરકાકાના ખિસ્સામાંથી બીડી કાઢી લીધી અને કાકાની સ્ટાઈલમાં બીડી પીધી! પછી શું થયું હશે તેની તો કલ્પના જ કરવાની!
માતાની ગેરહાજરીમાં 12 વર્ષની ઉંમરે પપ્પા અને ભાઈ સાથે મળીને બધું ઘરકામ કરતાં તે તેમને યાદ છે. એક જ અઠવાડિયાની તૈયારીમાં, પિતરાઈ-બહેનના દિયર સાથે, ઘર-આંગણે લગ્ન થયા હતા. જાનમાં ફક્ત પાંચ જણ આવ્યા હતા તે કેવી રીતે ભૂલાય!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
ઘરમાં બધાં ટેકનો-સેવી છે, પણ ભદ્રાબહેન જાતે નવી ટેકનોલોજીનો ઉપયોગ ઓછો કરે છે. મોબાઇલ પર પોતાની જરૂરિયાત જેટલું કામ કરી લે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
ઘણા બધા ફેરફાર થઈ ગયા છે, પણ તેમને બધું સ્વીકાર્ય છે! તેઓ કોલેજ જતાં ત્યારે ઘરનું બધું કામ કરીને જતાં. પૈસાની તકલીફને લીધે હાથ કાયમ ખેંચમાં રહેતો. આવક ઓછી, બચત બિલકુલ નહીં. કુટુંબનો અને મોટાઓનો સપોર્ટ એટલે તે સમય નીકળી ગયો! હવે પૈસાની કોઈ તકલીફ નથી, ઘરમાં બધાં જ એક્ટિવ છે અને સરસ કમાય છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
કુટુંબના યુવાનોને વારે-તહેવારે મળવાનું થાય. દીકરા-વહુના અને પૌત્ર-પૌત્રીનાં મિત્રો સાથે પણ હળવા-મળવાનું ગમે. નાતના મહિલા-મંડળમાં એક્ટિવ છે એટલે ત્યાં પણ ઘણાં યુવાનોને મળવાનું થાય. પૌત્રી સોલો-ટ્રાવેલર છે, એકલી-એકલી આખી દુનિયામાં ફરે છે, પોતાની જાતને સારી રીતે સંભાળી લે છે પણ તેમને ડર રહે છે! આજના ઘણા યુવાનો બહુ રિસ્પોન્સિબલ હોય છે અને પોતાનું કામ જાતે ફોડી લે છે. બાળકો વાહન ઝડપથી ચલાવે તે એમને ગમતું નથી.

સંદેશો :
કુટુંબના સુખ જેવું મોટું સુખ કોઈ નથી. સૌ-સૌની રીતે રહે તે યોગ્ય છે. હળીમળીને, સંપીને રહે એટલે બસ! જરૂર પડે ત્યારે એકબીજાને કામ લાગે તેવી કુટુંબ-ભાવના આજનાં યુવાનોમાં પણ વિકસે તેવી ઈચ્છા ખરી!
વાણીના ચાર પ્રકારો: શ્રી શ્રી રવિશંકર
વાણીના ચાર પ્રકારો હોય છે– પરા, પશ્યન્તિ, મધ્યમા, વૈકરી. મનુષ્યો જે બોલે છે તે માત્ર ચોથા પ્રકારનું હોય છે. આપણે વૈકરી પ્રકારની ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ વાણીનું સૌથી સ્પષ્ટ સ્વરૂપ છે. મધ્યમાં વૈકરી કરતાં સૂક્ષ્મ હોય છે. તમે બોલો તે પહેલા વિચારના સ્તરે જ વાત સમજાઈ જાય. જ્યારે તમે વાત વિચારના સ્તરે હોય ત્યારે જ જો જાણી લો છો તો તે મધ્યમા છે. પશ્યન્તિ જ્ઞાનાત્મક છે. તેમાં શબ્દો બોલવાની જરૂર હોતી નથી. પરા એ વ્યક્ત નહીં થયેલું, સ્પષ્ટ નહીં થયેલું જ્ઞાન છે.

આખું વિશ્વ ગોળાકાર છે. તેનો ક્યારેય જન્મ થયો નહોતો કે તે ક્યારેય નષ્ટ થવાનું નથી. આમ, તે અનાદિ, અનંત છે. તો બ્રહ્માજીનું, એટલે કે સર્જકનું, શું કામ હોય છે? કહેવાય છે કે દરેક યુગમાં અનેક બ્રહ્મા, વિષ્ણુ અને શિવ હોય છે.
કાળખંડ અને અવકાશમાં આવું બન્યા કરે છે. આ સર્જનનો સ્રોત શું છે? જ્ઞાન આકાશથી અને પંચમહાભૂતથી પણ પર છે. વેદો કે જેમને સમજી શકાય છે તે વૈકરી નથી. વેદોનું જ્ઞાન આકાશથી પર છે. દૈવી પ્રેરણાઓ એ ક્ષેત્રમાં સ્થાપિત છે જે સર્વત્ર પ્રસરેલું છે.

આકાશ એટલે શું? આકાશને વ્યોમ કે વ્યાપ્તિ તરીકે વર્ણવવામાં આવે છે એટલે કે જે સર્વવ્યાપ્ત છે-સર્વત્ર ફેલાયેલું છે, પ્રસરેલું છે. આકાશની પેલે પાર જે છે તે શું છે? આકાશની પેલે પાર જે છે તેનો વિચાર કરવો અકલ્પનીય છે. દરેક વસ્તુ આકાશમાં સમાયેલી છે,બાકીના ચારેય મહાભૂત આકાશમાં આવેલા છે. પૃથ્વી સૌથી સ્થૂળ છે, તે પછી જળ, અગ્નિ, વાયુ અને આકાશ. વાયુ સૂક્ષ્મ છે, અગ્નિ કરતાં વધારે સૂક્ષ્મ. આકાશ સૌથી વધારે સૂક્ષ્મ છે.
આકાશથી પણ પેલે પાર હોય એવું શું છે? એ છે મન, બુધ્ધિ,અહંકાર અને મહત તત્વ. એટલે કે તત્વજ્ઞાન-વિશ્વના મૂળભૂત ખ્યાલને સમજવો. જ્યાં સુધી તમે વિશ્વ વિશેના એ તત્વજ્ઞાનને નથી સમજતા ત્યાં સુધી પોતાને, આત્માને નહીં જાણી શકો. આકાશની પેલે પાર જે ક્ષેત્ર છે તે અનુભવથી જ જાણી શકાય છે. જ્ઞાનનું સમસ્ત ક્ષેત્ર આકાશ પછી શરું થાય છે.

પ્રાચીન દ્રષ્ટાઓએ પદાર્થ અને તેના ગુણધર્મો વચ્ચેના સંબંધ વિશે વાત કરી છે. એક ચર્ચા ખૂબ રસપ્રદ છે- શું આપણે પદાર્થમાંથી તેના ગુણધર્મને અલગ પાડી શકીએ? એ આખી ફિલસૂફી ખૂબ રસપ્રદ છે અને એનું એ તાત્પર્ય નીકળ્યું કે આપણે પદાર્થમાંથી તેના ગુણધર્મને અલગ પાડી શકતા નથી. શું મોરસમાંથી આપણે ગળપણ અલગ કરી શકીએ? જો એમ કરીએ તો પણ શું મોરસ એમ જ રહેશે? શું અગ્નિમાંથી ઉષ્ણતા અને પ્રકાશ અલગ કરી શકીએ? જો કરી શકીએ તો તે પછી અગ્નિ અગ્નિ જ રહેશે? એવું શું છે જે પદાર્થને ગુણધર્મ પ્રદાન કરે છે? પહેલું શું આવે, ગુણધર્મ કે પદાર્થ?આવા ઘણા પ્રશ્નો છે. તમે ઊંડે ઉતરતા જાવ તો પરમે વ્યોમન પહોંચો છો. બધા દેવી અને દેવતા ત્યાં એ અવકાશમાં વસે છે. પરમે વ્યોમનને, વિશ્વના મૂળભૂત ખ્યાલને જાણ્યા વગર વૈદિક શ્લોકો અને મંત્રો ઉચ્ચારવા નિરર્થક છે. સ્વરૂપ તે અવકાશનો ગુણધર્મ છે.
સ્વરૂપ એટલે તે ચેતના. સ્વરૂપમાંથી સ્પૂટ એટલે કે વિસ્ફોટ જન્મે છે જેમાંથી સર્જનની, સ્વરિતની ઉત્પતિ થાય છે અને તે નામ અને સ્વરૂપ સાથે એટલે કે સાકાર તરીકે ઉદ્દભવે છે. સર્જનમાં આવેલા લાખો જીવો સ્વરૂપમાંથી ઉદ્ભવ્યા હતા. અવકાશ સિવાયના ચાર મહાભૂત સમયાંતરે ઉધમાત-ખળભળાટ કરતા હોય છે. જો તમે સહાય માટે તેમના પર અવલંબન રાખો છો તો તે તમને હચમચાવીને અવકાશમાં પાછા લઈ જશે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
ચીનમાં કારે ભીડને કચડી નાખી… 35ના મોત, 43 ઘાયલ
ચીનના ઝુહાઈ શહેરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક 62 વર્ષીય વ્યક્તિએ સ્પોર્ટ્સ સેન્ટરની બહાર કસરત કરી રહેલા લોકો પર પોતાની કાર ચલાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા છે જ્યારે 43 લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપી ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે, અને હાલમાં તે જાણી શકાયું નથી કે તે અકસ્માત હતો કે જાણી જોઈને કરવામાં આવેલ હુમલો હતો.
આ અકસ્માત PLA એરશો પહેલા થયો હતો
અહેવાલો અનુસાર, શહેરમાં આ દુર્ઘટનાના એક દિવસ પહેલા જ ચીનની સેના (PLA) મંગળવારે ઝુહાઈમાં સૌથી મોટા એરશોનું આયોજન કરી રહી છે. સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ થઈ ગઈ છે, તેની પારિવારિક અટક ફેન છે. ઝુહાઈમાં શાંગ ચોંગ હોસ્પિટલના એક કર્મચારીએ જણાવ્યું કે કેટલાક ઘાયલ લોકોને ઈમરજન્સી ક્લિનિકમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ તેમને જવા દેવામાં આવ્યા હતા.
દત્તોપંત ઠંગડીની જન્મ જયંતિ નિમિત્તે સ્વદેશી સ્વાવલંબન દિવસની ઉજવણી
અમદાવાદ: આર.એસ.એસ.ના પ્રચારક દત્તોપંત ઠેંગડી સ્વદેશી જાગરણ મંચ, ભારતીય કિસાન સંઘ, અને ભારતીય મજદૂર સંઘના સ્થાપક હતા. તેમની સ્મૃતિમાં સ્વદેશી જાગરણ મંચ અને ભારતીય કિસાન સંઘના સંયુક્ત ઉપક્રમે ૧૦મી નવેમ્બર ૨૦૨૪ના રોજ સ્વાવલંબન દિવસ આયોજિત કરવામાં આવ્યો છે. જે ગાંધીનગર સ્થિત બલરામ ભવન ખાતે યોજાવાનો છે.
દત્તોપંત ઠેંગડીના વારસાને સ્વદેશી મૂલ્યો, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય ગૌરવના ઝળહળતા ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆત હર્ષદભાઈ પટેલ, વિવેકભાઈ કાપડિયા, હાર્દિકભાઈ વાચ્છાણી, કૌશિકભાઈ સપોવડિયા અને ઘનશ્યામભાઈ પટેલ એ દીપ પ્રાગટ્ય કરી કરી હતી. મંચ સંચાલન ગુંજનભાઈ બુચ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા સ્વદેશી જાગરણના પૂર્વ સંયોજક વિવેક ભાઈ કાપડિયા એ દત્તોપંત ઠેંગડીના જીવન અને સ્વાવલંબન ઉપર ખૂબ જ રસપ્રદ માહિતી આપી. R.S.S. ગાંધીનગરના પૂર્વ જિલ્લા સંઘ ચાલક હર્ષદ ભાઈએ દત્તોપંત ઠેંગડીના જીવન મૂલ્યો વિશે વાત કરી. સ્વાવલંબી ભારત અભિયાનના પ્રાંત સમન્વ્યક હાર્દિકભાઈ વાચ્છાણી એ સ્વાવલંબન અને સ્વાવલંબન કેન્દ્ર અંગે માહિતી આપી.
કાર્યક્રમને સફળ બનાવવામાં સ્વાવલંબી ભારત અભિયાન, ગુજરાત પ્રદેશ સંરક્ષક ડો .મયુરભાઈ જોષીના માર્ગદર્શનમાં સ્વદેશી જાગરણ મંચ ગાંધીનગરના સહ સંયોજક જાગૃતભાઈ દવે, સમન્વયક ધર્મેન્દ્રભાઈ પંડ્યા અને જૈમિન ભાઈ વૈદ્યએ જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમને સ્ક્રીન પર જીવંત પ્રસારણ કરીને સ્વદેશી જાગરણ મંચ અખિલ ભારતીય ટીમ દ્વારા સમગ્ર દેશમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં દેશભરના 500થી વધુ જિલ્લાઓમાંથી અને વિશ્વના ૧૮ દેશોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં શ્રી શ્રી રવિશંકર મહારાજ (સ્થાપક – આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન), શ્રી વી. ભગૈયાજી (ઓલ ઈન્ડિયા એક્ઝિક્યુટિવ મેમ્બર, આરએસએસ), અને ડૉ. ચિન્મય પંડ્યા (વાઈસ ચાન્સેલર, દેવ સંસ્કૃતિ વિદ્યાલય, હરિદ્વાર) જેવા નામાંકિત વક્તાઓએ સ્વદેશી વિષય પર માર્ગદર્શન આપ્યું. માનનીય આર. સુંદરમજી (અખિલ ભારતીય સંયોજક, સ્વદેશી જાગરણ મંચ), ડૉ. ભગવતી પ્રસાદ શર્મા (અખિલ ભારતીય સંયોજક, સ્વાવલંબી ભારત અભિયાન) અને કાશ્મીરીલાલ (અખિલ ભારતીય સંયોજક, સ્વદેશી જાગરણ મંચ) આ સમારોહમાં હાજર હતા.
ખ્યાતિ હોસ્પિટલના CEO, ડિરેક્ટરે હાથ કર્યા અધર..
અમદાવાદ: એસ.જી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલનું ફરી એક ચર્ચામાં આવ્યું છે. જ્યાના ડોક્ટરો પર જ દર્દીના જીવ લેવાનો આરોપ પરિવાર જનો દ્વારા મુકવામાં આવ્યો છે. અત્રે નોંધનિય છે કે ખ્યાતી હોસ્પિટલે આ અગાઉ પર દર્દીને છેતર્યા હોવાની વાત સામે આવી હતી. જેમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે ફરી એક વખત બે લોકોને જીવ ગુમાવો પડ્યો છે.
વાત એમ છે કે,પરિવારજનોની જાણ બહાર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાનો દર્દીઓએ આરોપ લગાવ્યો હતો. સોમવારે ઓપરેશનમાં બે દર્દીઓના મોતથી પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. પરિવારજનોના હોબાળાથી ત્યાંથી જવાબદાર તબીબો અને હોસ્પિટલના સત્તાધીશો ગાયબ થઈ ગયાં હતાં. વહેલી સવારથી જ હોબાળા બાદ સ્વાસ્થ્ય મંત્રીએ પણ તપાસના આદેશ આપી દીધાં હતાં. ત્યારે સમગ્ર ગુજરાતમાં આ ઘટનાના પડઘા પડ્યા બાદ હવે ખ્યાતિ હોસ્પિટલના CEO અને ડિરેક્ટરે પોતાનો લૂલો બચાવ કર્યો છે.

ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતે પોતાનો લૂલો બચાવ નિવેદન આપ્યુ હતું કે, અમે બોરિસણા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યુ હતું, જેમાં 20 જેટલા દર્દી ત્વરિત સારવારની જરૂર હોવાથી હોસ્પિટલ આવવાનું કહેવામાં આવ્યુ હતું. જે બાદ તમામ દર્દીઓ સ્વેચ્છાએ જ ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યા હતા. કોઈપણ દર્દીને જબદસ્તી અહીં લાવવામાં નથી આવ્યાં. તમામ દર્દીઓ પોતાની મરજીથી જ અહીં આવ્યા હતાં. હાલ તમામ દર્દીની સારવાર પણ પૂર્ણ થઈ ચૂકી છે અને બધાં જ દર્દીઓને રજા પણ આપી દેવાઈ છે. અહીં આવ્યા બાદ કાર્ડિયોલોજિસ્ટ દ્વારા તેમના એસેસમેન્ટ રિપોર્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં સારવાર અર્થે તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી. તેમાંથી જરૂર પડ્યે સાત દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાંથી ક્રિટિકલ કન્ડિશનના કારણે બે દર્દીઓના મૃત્યુ થયા હતાં. જેના માટે અમે તેમના પરિવાર માટે ખૂબ જ આશ્વાસન રાખીએ છીએ અને અમને તેમના માટે ઘણી સાંત્વના છે. પોલીસ હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તપાસમાં અમારા તરફથી બને એટલો સંપૂર્ણ સહયોગ આપવા માટે બંધાયેલા છીએ.
આ સિવાય ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર રાજેન્દ્ર ખાબોટનું નિવેદન પણ સામે આવ્યું છે. ડિરેક્ટરે જણાવ્યું કે, જે દર્દીના મોત થયાં છે તેનું જવાબદાર ભગવાન છે. દર્દીઓની સારવાર યોગ્ય પ્રોટોકોલ મુજબ કર્યા હોવા છતાં યશ મળતો નથી. દર્દીના મોત પર પોલીસ તપાસ કરી રહી છે, તેમાં અમે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. 90 થી 120 દર્દીઓ કેમ્પમાં આવ્યા હતાં, જેમાંથી 19 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા. જેમાંથી ફક્ત 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. કારણકે, તેમની ધમનીઓ બંધ દેખાઈ. નળીઓ બંધ હોય તો જ અમે એન્જિયોપ્લાસ્ટી કરીએ. તે પણ ઈસીજી દરમિયાન જ દર્દીઓને બોલાવવામાં આવ્યા હતાં. અમે ધમની બંધ ન હોય તો શું કામ એન્જિયોપ્લાસ્ટી કરીએ? સાતમાંથી પાંચ પણ સાજા છે અને ડિસ્ચાર્જ થઈ જશે.
ભાવનગરમાં યોજાશે શાસ્ત્રીય સંગીતનો અનોખો કાર્યક્રમ
ભાવનગર: બનારસ ઘરાનાના ખયાલ ગાયકીની ગાયક બેલડી એટલે પદ્મભૂષણ પંડિત રાજન-સાજન મિશ્રા. કમનસીબે રાજન-સાજન બંધુઓમાંથી રાજન મિશ્રાએ કોરોના કાળમાં વર્ષ 2021માં આ દુનિયાને અલવિદા કરી એટલે આ જોડી તો તૂટી છે, પણ એમના ચાહકોના દિલમાં એમની યાદો હજુ અકબંધ છે. આગામી 15 થી 17 નવેમ્બર દરમ્યાન ભાવનગરમાં યોજાનાર એક કાર્યક્રમ એની સાખ પૂરે છે.
હા, પંડિત રાજન મિશ્રાની 73મી જન્મ જયંતિ નિમિત્તે ભાવનગરમાં સલોનીબહેન ગાંધીએ ત્રણ દિવસીય ક્લાસિકલ સંગીતના કોન્સર્ટનું આયોજન કર્યું છે. આગામી 15, 16 અને 17મી નવેમ્બરના રોજ લિવિંગ વીથ મ્યૂઝિક અને અનુભૂતિ ટ્રસ્ટ દ્વારા યોજાનાર આ કાર્યક્રમમાં શાસ્ત્રીય સંગીતનું પરફોર્મન્સ તો હશે જ, સાથે એક ખાસ વર્કશોપ પણ યોજાશે.
ભાવનગરમાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ, સરદારનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં 15મી નવેમ્બરના રોજ વોકલમાં સ્વર્ણેશ મિશ્રા અને કથકમાં વિશાલ ક્રિષ્ના પર્ફોમ કરશે. જ્યારે 16મી નવેમ્બરના રોજ અભિષેક મિશ્રાનો સોલો તબલા પર્ફોમન્સ છે અને વોકલમાં સુનંદા શર્માનું પર્ફોમન્સ છે. 17મી નવેમ્બરના રોજ વાયોલિન વાદક વિદૂષી કલા રામનાથનું પર્ફોમન્સ છે. આ સિવાય 16મી નવેમ્બરના રોજ પદ્મભૂષણ પંડિત સાજન મિશ્રાની વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 17મી નવેમ્બરના રોજ વાયોલિન વાદક વિદૂષી કલા રામનાથની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ વિશે વાત કરતાં આયોજક સલોની ગાંધી ચિત્રલેખા.કોમને કહે છે, ‘આ બધાં જ કલાકારો એક કે બીજી રીતે સ્વ. પંડિત રાજન મિશ્રા સાથે જોડાયેલા રહ્યા છે. કોઈએ તેમની સાથે કામ કર્યુ છે તો કોઈ એમની પાસેથી શીખ્યું છે. આથી એમની સાથેના પ્રેમના લીધે તેઓ આ કાર્યક્રમ કરવા માટે આવી રહ્યા છે.’
ઉલ્લેખનીય છે કે, સલોનીબહેને વર્ષ 2017માં પંડિત રાજન સાજન મિશ્રા સાથે ‘ભૈરવ સે ભૈરવી તક’ ટાઈટલ હેઠળ વર્લ્ડ ટૂર કરી હતી. અમદાવાદ સહિત દુનિયાભરમાં રાગની સમજ કેળવાય અને ભારતીય શાસ્ત્રીય સંગીતથી લોકો વધારે પરિચિત થાય તે માટે આ વર્લ્ડ ટૂર યોજવામાં આવી હતી. ક્લાસિકલ સંગીત પણ આપણી સાંસ્કૃતિક ધરોહર જ છે અને એને જાળવી રાખીને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે એ સતત પ્રયત્નશીલ છે.
સલોનીબહેન વિશે થોડી વાત કરીએ તો તેઓ વર્ષો સુધી સ્પિક મેકે (SPIC MACAY) મુવમેન્ટ સાથે જોડાયેલા રહ્યા છે, જે વિવિધ સંસ્થાઓમાં ક્લાસિક્લ સંગીત અને સંગીતકારોના કાર્યક્રમો ઓર્ગેનાઈઝ કરે છે. એના કારણે એ વર્ષોથી આ બધાં કલાકારોને ખૂબ જ નજીકથી જાણે છે.
સલોનીબહેનનું કહેવું છે કે, ‘રાજનજીની ઈચ્છા હતી કે આપણા તરફથી જેટલી થઈ શકે તેટલી ઈન્ડિયન ક્લાસિકલ સંગીતને પ્રમોટ અને પ્રિઝર્વ કરવું જોઈએ. તેને યંગ જનરેશન સુધી લઈ જવાના પ્રયત્નો થવા જોઈએ. જીવનમાં છેલ્લે તેમણે નક્કી પણ કર્યું હતું કે હું માત્ર શીખવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરીશ અને શો સિલેક્ટેડ કરીશ. પરંતુ કુદરતનું બીજું જ કંઈક પસંદ હતું. મારા આ પ્રયત્નોનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે શાસ્ત્રીય સંગીત આગામી પેઢી સુધી પહોંચાડવું. આપણી યુનિક શાસ્ત્રીય સંગીત પદ્ધતિ છે કે તેવી વિશ્વમાં બીજે ક્યાંય નથી. આપણાં બધાં સૂરો સમય અને સિઝન સાથે સંકળાયેલા હોય એવું તો વિશ્વમાં બીજે ક્યાંય નથી.’
સલોનીબહેને આગળ વાત વધારતા કહ્યું કે, ‘આજે ક્લાસિકલ સંગીતમાં લોકોને રસ પાડવો ખૂબ જ અઘરો છે. આ પ્રકારના મહાન કલાકારોના કાર્યક્રમનું આયોજન કર્યા બાદ પણ લોકોને ઓડિટોરિયમ સુધી લાવવા માટે અથાગ પ્રયત્નો કરવા પડે છે. જ્યારે વિદેશી કલાકારો માટે આપણે લાખો રૂપિયા ખર્ચીને સાંભળવા જઈએ છીએ! પોતાના જ સંગીત અને ક્લાસિકલ કલાકારો પ્રત્યે આપણે ઉદાસિનતા દાખવીયે છીએ એ ખૂબ જ દુઃખની વાત છે.’
આ માટે યુવા ક્લાસિકલ સંગીતકારોને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષથી સલોનીબહેન પંડિત રાજન મિશ્રા ફેલોશિપ શરૂ કરી રહ્યા છે. અંડર-30 ઉંમર માટે આ ફેલોશિપ શરૂ કરવામાં આવી છે. જેમાં એક ટોકન અમાઉન્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. યુવા કલાકારોમાં ટેલેન્ટ હોય છે પરંતુ તેમની પાસે આર્થિક ભંડોળના અભાવે તેઓ ના છૂટકે બીજા કામો તરફ વળી જાય છે. આ ફેલોશિપમાં જે કલાકારને સપોર્ટ કરવામાં આવે તેને મોટા પ્લેટફોર્મ પર પર્ફોમ કરવા માટે મળે તે પ્રકારના પ્રયત્નો પણ સલોનીબહેન દ્વારા કરવામાં આવી રહ્યા છે. પંડિત સાજન મિશ્રાના હસ્તે આ ફેલોશિપ આ વર્ષે પ્રથમ વખત આપવામાં આવશે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
મોંઘવારી દર 14 મહિનાની ઊંચી સપાટીએઃ RBIની લક્ષ્મણરેખા પાર કરી
નવી દિલ્હીઃ મોંઘવારીને મોરચે આમ આદમીને ઓક્ટોબરમાં મોટો આંચકો લાગ્યો છે. ખાદ્ય પદાર્થોની કિંમતોમાં વધારો થવાને કારણે રિટેલ ઇન્ફ્લેશન ઓક્ટોબરમાં વધીને 6.21 ટકાએ પહોંચ્યો છે, જે સપ્ટેમ્બરમાં 5.49 ટકાએ હતો. રિટેલ ફુગાવાનો દર 14 મહિનાની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
છેલ્લા બે મહિનાથી શાકભાજી અને ખાદ્ય ચીજોના ઊંચા ભાવોએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું છે. દેશમાં શાકભાજીના ભાવોમાં 80 ટકા ઉછાળાને કારણે ફુગાવો ઓક્ટોબરમાં વધી 42.18 ટકા નોંધાયો છે. જે સપ્ટેમ્બરમાં 36 ટકા હતો. અનાજમાં રિટેલ ફુગાવો 6.94 ટકા નોંધાયો છે.
તહેવારો તેમ જ આયાત ડ્યૂટીમાં વધારો તદુપરાંત ડોલર સામે રૂપિયો નબળો પડતાં ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. સ્થાનિક એડિબલ ઓઈલ બજારમાં તેલના ભાવ 20થી 40 ટકા સુધી વધ્યા છે. પરિણામે મોંઘવારી વધી છે. ખાદ્ય તેલો પર રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં 2.47 ટકા સામે અનેક ગણો વધી 9.51 ટકા થયો છે.
રિઝર્વ બેન્કે રિટેલ મોંઘવારી દરનો લક્ષ્યાંક ચારથી છ ટકા રાખ્યો છે. રિટેલ મોંઘવારી દરે RBIએ નક્કી કરેલા લક્ષ્યાંકને પાર કરી લીધો છે. જેથી મધ્યસ્થ બેન્ક આગામી સમયમાં ઊંચા ફુગાવાના દરને લીધે વ્યાજદરોમાં કાપ કરે એવી શક્યતા નહીંવત્ છે.
સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર તહેવારોની સીઝન અને ઊંચી માગના કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. પરિણામે સપ્ટેમ્બર, 2024માં ઔદ્યોગિક ઉત્પાદનો (ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન-IIP) 3 ટકા વધ્યો છે. જે ઓગસ્ટમાં 0.1 ટકા ઘટ્યો હતો. ગત વર્ષે સપ્ટેમ્બર, 2023માં IIP 6.4 ટકા વધ્યો હતો.





“રાગીણી આમ આંટા મારવાથી યશનું પ્લેન અમેરિકામાં વહેલુ લેન્ડ નહીં થાય. એક બાજુ બેસી જા, એ પહોંચીને ફોન કરશે.” પતિની વાત સાંભળી રાગીણીબહેન ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા, નીરજભાઈ ટેન્શનમાં આવી ગયા. “શુ થયું રાગીણી, કેમ આમ રડી રહી છે? બધુ ઠીક તો છે ને ?”
આવા સમયે ખાસ કરીને માતા સંતાનથી દૂર થવાનું સહન નથી કરી શકતી, ત્યારે એ એમ્પ્ટી સિન્ડ્રોમથી પિડાય છે. આ વિશે અમદાવાદના સોશિયલ એક્ટિવિસ્ટ પ્રો.ડો. સ્મિતા જોશી 
આ વિશે ખેડાના જાણીતા ફેશન ડિઝાઈનર અને બ્યુટિશિયન અલ્પા ચૌહાણ 