અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની મોટાપાયે ભરતીની જાહેરત કરવામાં આવી હતી. જેમાં કુલ 13, 852 જગ્યાઓ પર વિદ્યાસહાયકની ભરતી કરાશે. જેને લઈને આજથી (સાતમી નવેમ્બર) ઓનલાઈન અરજી કરી શકાશે. જેની છેલ્લી તારીખ 16મી નવેમ્બર છે.

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5માં 5000 જગ્યાઓ માટે વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે. જ્યારે ધોરણ 6થી 8માં ગુજરાતી માધ્યમમાં 7000 જગ્યા પર ભરતી કરાશે. જ્યારે ધોરણ 1થી 8માં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમમાં 1852 જગ્યા પર ભરતી કરાશે. આ ભરતી માટે ગુરૂવાર (સાતમી નવેમ્બર)થી ઓનલાઈન અરજી કરી શકાશે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 16મી નવેમ્બર છે. અરજી કરના ઉમેદવારોએ ભરતી અંગેનું ઓનલાઈન અરજી પ્રત્રક vsb.dpegujarat.in ઉપર ભરી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 8માં નવા શિક્ષકોની ભરતી એટલે કે વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવે છે. તેમજ વિદ્યાસહાયકને પ્રથમ 5 વર્ષ ફિક્સ 26,000 રૂપિયા પગાર આપવામાં આવે છે. ત્યારબાદ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાસહાયક ભરતી માટે અરજી કરવા માટે TET-1 અથવા TET-2 પાસ અકરેલી હોવી જરૂરી છે.







આ બાબતે ડોકટરનું કહેવું છે કે,સેક્ટર-5માં રહેતા 75 વર્ષીય વડીલમાં ઝીકા વાયરસના લક્ષણો જણાયા હતા. આથી તેમનું સેમ્પલ પૂણેની લેબમાં મોકલાયું હતું. લેબના રિપોર્ટમાં ઝીકા પોઝિટિવ આવ્યો છે. હાલ દર્દીની સ્થિતિ સારી છે. દર્દીની હાલત સ્થિર હોવાથી તેમને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. જો કે એન્ટી લારવા, ફોગીંગ અને ફીવર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
ઝિકા વાયરસ સંક્રમિત એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે અને વરસાદ દરમિયાન તેનું જોખમ વધી જાય છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની જેમ ઝિકા પણ વાયરલ ચેપ છે. જ્યારે આનો ચેપ લાગે છે, ત્યારે લોકોને તાવ, માથાનો દુઃખાવો, સાંધામાં દુઃખાવો, સ્નાયુઓમાં દુઃખાવો, લાલ આંખો અને ત્વચા પર ફોલ્લીઓ જેવા લક્ષણો દેખાય છે. ઝિકા વાયરસ મચ્છર કરડવાના 2 થી 7 દિવસમાં ચેપનું કારણ બને છે અને ઘણા કિસ્સાઓમાં તેના લક્ષણો દેખાતા નથી. તેથી ચેકઅપ જરૂરી છે. ડોકટરોના મતે ઝિકા એ સગર્ભા સ્ત્રીઓને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે. આથી સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. લક્ષણો દેખાય કે તરત જ રિપોર્ટ કરાવવો જોઈએ.
મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં પાંચ ન્યાયાધીશની બંધારણીય બેન્ચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમની બેન્ચે ચુકાદામાં નોંધ્યું હતું કે એલ.એમ.વી. અને ટ્રાન્સપોર્ટ વાહનો બન્ને સંપૂર્ણ રીતે અલગ નથી. બંને વચ્ચે અંશતઃ સમાનતા જોવા મળે છે. જેને પગલે 7500 કિલો (માલ વગર) સુધીના ટ્રાન્સપોર્ટ વાહનોને એલ.એમ.વી. લાઇસન્સ ધારકો પણ ચલાવી શકશે. સુપ્રીમે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, જે વાહનોમાં અતી તીવ્રતાવાળા જોખમકારક પદાર્થોને ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યા હોય તેના માટે વિશેષ લાયકાતની જે જરૂરિયાત હોય છે તેને હટાવવામાં નહીં આવે. એટલે કે સુપ્રીમનો ચુકાદો જોખમકારક માલ સામાનની હેરફેર કરતા વાહનોને લાગુ નહીં પડે. તેના માટે અગાઉના નિયમો લાગુ રહેશે.
આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો, સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવો કે હેલમેટ ન પહેરવું વગેરેને કારણે પણ અકસ્માતો થાય છે. આ તમામ કારણોમાં ક્યાંય પણ એ સાબિત નથી થતું કે એલએમવી લાઇસન્સ ધારકો ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવે તો તેને કારણે અકસ્માતો થાય છે.



