એક હોય તે અંતે એક જ રહેવાનું; માજણ્યા ભાઈઓ કદાપિ કલેશ કરે તો પણ તેઓ ભેગા થયા વિના રહેતા નથી. સામાન્ય (નજીવી) તકરાર થવાથી સ્નેહીજનો કંઈ જુદા પડી જતા નથી. એક લોહીવાળામાં ઝટ કુસંપ ન કરાવી શકાય.
જેમ પાણી વહેતું હોય એમાં લાકડી મારો અથવા તલવાર એ પ્રવાહને જુદો નથી કરી શકાતો. બરાબર તે જ રીતે એકલોહિયા માણસોને પણ નાનો મોટો ઝગડો થાય તો પણ એના કારણે ઊભો થનાર વિખવાદ કાયમી ધોરણે દૂર નથી કરી શકતો. આ સંદર્ભમાં અંગ્રેજીમાં પણ કહેવાયું છે ‘Blood is thicker than water’.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
91 વર્ષની ઉંમરે કલાકો સુધી, ઉત્સાહ અને ઉમંગથી, પ્રાર્થના, આરતી, ભજન, ગરબા, પિક્ચરનાં ગીતો વગેરે ગાઈ શકે તેવાં પદ્મલતાબહેનની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ રજવાડી ગામ વાંસદામાં. પિતા રાજ-દરબારમાં ક્લાર્ક. જમીન ઘણી, ગાય-ભેંસ પણ ઘણાં. 4 ભાઈ-4 બહેનનું સુખી કુટુંબ. ઘરમાં કેળવણીનું ઘણું મહત્વ. પદ્મલતાબહેન વાંસદામાં જ SSC સુધી ભણ્યાં. માતાનું બાળપણમાં અવસાન થયું પણ સંયુક્ત-કુટુંબમાં તેમનું બાળપણ સચવાઈ ગયું. 23 વર્ષની ઉંમરે તેમના લગ્ન અમદાવાદમાં યશવંતભાઈ ભટ્ટ સાથે થયા. સાસરીમાં પણ આઠ ભાઈઓનું સંયુક્ત-કુટુંબ! બધાં એક મોટા બંગલામાં સાથે રહેતાં (હજી પણ બધાં તે બંગલામાં સ્વતંત્ર રહે છે). પતિ ઈજનેર, મ્યુનિસિપાલિટીની ઓફિસમાં કામ કરતા. લગ્નજીવનના 10 વર્ષમાં ત્રણ દીકરીઓનો જન્મ થયો. યશવંતભાઈની બંને કિડની ખરાબ થવાથી એક વરસની માંદગી બાદ તેમનું અકાળ અવસાન થયું. 32 વર્ષની ઉંમરે પદ્મલતાબહેન વિધવા થયાં. સસરાએ તેમને સરસ સલાહ આપી: ‘સંયુક્ત-કુટુંબ છે એટલે દીકરીઓને ઘરનાં લોકો ભૂખ્યા નહીં મારે, પણ એમનો સરખી રીતે ઉછેર કરવો હોય તો તમારે કામ કરવું જોઈએ.’ પદ્મલતાબહેને શારદા-મંદિર શાળામાં નોકરી લીધી. શાળાની મદદથી મોન્ટેસરી ટ્રેનિંગ લીધી. 25 વર્ષ નોકરી કરી તથા સવાર-સાંજ ટ્યુશન કર્યાં. મુશ્કેલી બહુ પડી, ગામડાનો ઉછેર, હોશિયારી નહીં, પણ ભગવાનની મહેરબાની અને આસપાસ રહેતાં લોકોનો પૂરેપૂરો સહકાર એટલે તેમણે ત્રણે દીકરીઓને સરસ ભણાવી.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
6.30 વાગ્યે ઊઠે, નાહી-ધોઈ ચા-પાણી કરે. પૂજા-પાઠ, હનુમાન-ચાલીસા, માતાની માળા, વિષ્ણુ-સહસ્ત્રનામ વગેરે કરતાં દોઢ કલાક થાય. પછી જાતે રસોઈ કરે, સાફ-સૂફી કરાવે, મિત્રોને તથા દીકરીઓને ફોન કરે, છાપુ વાંચે. એક વાગે જમે. પછી કલાક આરામ કરે. ઊઠીને ચા પીએ. ઘરનું કામકાજ કરે. છ વાગ્યે ટીવીમાં ધાર્મિક-કાર્યક્રમમાં આરતી, કથા-વાર્તા વગેરે જુએ. સમાચાર જુએ પછી જમે. થોડું ઘણું વાંચે અને 10:30 વાગ્યે સુઈ જાય. એકદમ નિયમિત જીવન છે. 40 વર્ષથી એકલાં રહે છે.
શોખના વિષયો :
ગાવાનો ખૂબ શોખ. રિટાયર થયાં પછી સી.એન.વિદ્યાલયમાં સંગીતના ક્લાસ કર્યાં! પ્રાર્થના, આરતી, પૂજા, ગરબા, ભજન પિક્ચરનાં ગીતો આવડે. લોકોને હળવા-મળવાનું ગમે. સૂર-સંગમ ક્લબમાં દસ વર્ષથી સભ્ય છે. ઉપવાસ કરવા ગમે. બંને નવરાત્રી કરે. મહિલા-મંડળમાં પ્રમુખ હતાં. શાળાના ગ્રુપમાં પણ એક્ટિવ છે. રસોઈ બનાવવી બહુ ગમે છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સારી છે, હરતાં-ફરતાં છે. પોતે તબિયતનું ઘણું ધ્યાન રાખે જેથી દીકરીઓને તકલીફ પડે નહીં! દિયર-જેઠ અને તેમનાં બાળકો આસપાસ જ રહે છે. સવારે નાસ્તામાં દૂધ સાથે હળદર-સૂંઠ-ગંઠોડા લે, ખાખરો અને કેળું ખાય. સાંભળવાની થોડી તકલીફ છે, મણકાની તકલીફ છે. બંને પગે ઓપરેશન થયાં છે, પણ ભગવાનની કૃપાથી ખુશ-ખુશ છે.
યાદગાર પ્રસંગ:
તેમણે જીવનમાં આર્થિક તકલીફ ઘણી જોઈ છે. પતિની કિડનીની માંદગી એક વર્ષ ચાલી, પણ હવે બધું સરસ છે. દેરાણી-જેઠાણી સાથે સારું ફાવે, તેમને બહેનની જેમ સાચવે. ત્રણે વેવાઈ સારા મળ્યા છે. વચલા વેવાઈ તો કહે: “તમે દીકરીનું એટલે લક્ષ્મીનું દાન કર્યું છે!” લગ્ન વખતે બધું આયોજન તેમણે કર્યું અને પૈસા પણ લીધા નહીં. હમણાં જ સુરતના ગ્રુપમાં ‘માતા’ વિષય ઉપર નિબંધ લખવાનો હતો તેમાં તેમને સરસ ઇનામ મળ્યું!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
ટેકનોલોજીનો બહુ સારો ઉપયોગ કરે છે. નવરાશના સમયમાં ભજનો, પ્રવચનો, કથાઓ શાંતિથી સાંભળે. ઘરનાં સભ્યો સરસ માહિતી મોકલી આપે. અઠવાડિયામાં બે-ત્રણ વાર પરદેશ રહેતાં કાકી અને અન્ય કુટુંબીઓને મોબાઈલ-ફોન કરે. જોકે ટાઈમ-ઝોનનો ખ્યાલ રહેતો નથી એટલે ક્યારેક કસમયે ફોન થઈ જાય!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
ગામડામાં માણસો બહુ પ્રેમાળ અને લાગણીશીલ. શારદા-મંદિર શાળાની બહેનો તેમને બહુ સાચવતી. પહેલાં લોકો બીજાને માટે સમય ફાળવી શકતાં. હવે બધાં પોતપોતાના વ્યવસાયમાં એટલાં બધાં બીઝી છે કે બીજાનો વિચાર કરી શકતાં નથી.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
બાળકો સાથે કામ કર્યું છે, એટલે બાળકો સાથે ફાવે અને બાળકોને પણ તેમની સાથે બહુ ગમે! બાળકોને લીધે જ તેઓ દુઃખ ભૂલી ધગશથી કામ કરી શક્યાં. પૌત્રો સાથે બહુ ફાવે અને પૌત્રોને પણ તેમના હાથની ગરમાગરમ ભાખરી ખાવી બહુ ગમે! સમય હોય ત્યારે સોસાયટીના બાળકોને ભેગાં કરી વાર્તા કરે!
સંદેશો :
જીવન જીવવાનું અઘરું છે. સમજથી અને હિંમતથી કામ કરવું. પોતાની જાતમાં અને ઈશ્વરમાં વિશ્વાસ રાખવો.
ભારત અને કેનેડા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. પીએમ મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની નિંદા કરી છે. હું કેનેડામાં હિંદુ મંદિર પર ઇરાદાપૂર્વકના હુમલાની સખત નિંદા કરું છું. અમારા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ ભયાનક છે.. હિંસાના આવા કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય નબળો પાડી શકશે નહીં. અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડા સરકાર ન્યાય સુનિશ્ચિત કરે અને કાયદાના શાસનને જાળવી રાખે.
I strongly condemn the deliberate attack on a Hindu temple in Canada. Equally appalling are the cowardly attempts to intimidate our diplomats. Such acts of violence will never weaken India’s resolve. We expect the Canadian government to ensure justice and uphold the rule of law.
કેનેડામાં ભારતીયોની સુરક્ષા અંગે ચિંતિતઃ વિદેશ મંત્રાલય
કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમે ગઈકાલે ઓન્ટારિયોના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓ દ્વારા કરવામાં આવેલી હિંસાની નિંદા કરીએ છીએ. અમે કેનેડા સરકારને વિનંતી કરીએ છીએ કે તમામ પૂજા સ્થાનો આવા હુમલાઓથી સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરે. તેમણે કહ્યું કે અમને એ પણ આશા છે કે હિંસામાં સામેલ લોકો પર કાર્યવાહી કરવામાં આવશે. અમે કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છીએ. ભારતીયો અને કેનેડિયન નાગરિકોને સમાન રીતે સેવાઓ પૂરી પાડવા માટે અમારા કોન્સ્યુલર અધિકારીઓની ઍક્સેસ ધાકધમકી, ઉત્પીડન અને હિંસા દ્વારા અવરોધાશે નહીં.
ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો
તમને જણાવી દઈએ કે, રવિવારે ખાલિસ્તાની સમર્થકોએ બ્રામ્પટનમાં હિન્દુ મંદિરમાં શ્રદ્ધાળુઓના સમૂહને નિશાન બનાવ્યું હતું. જો કે આ ઘટના બાદ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે મંદિરમાં હિંસાની ઘટનાઓ અસ્વીકાર્ય છે. દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે.
આ ઘટનાને કારણે કેનેડાના હિંદુઓમાં નારાજગી સતત વધી રહી છે. બ્રેમ્પટન મંદિરના પૂજારીએ એકતા બતાવવા વિનંતી કરી હતી અને ‘જો તમે ભાગલા પાડો છો, તો તમે વિભાજિત થઈ જશો’ના નારા લગાવ્યા હતા. કેનેડામાં હિન્દુઓએ એક થવાની જરૂર છે. જો તમે સંગઠિત રહેશો, તો તમે સુરક્ષિત રહેશો.
મુંબઈ: ‘ભૂલ ભુલૈયા 3’ના સ્ટાર્સ કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન અને દિગ્દર્શક અનીસ બઝમી તાજેતરમાં જ તેમની હોરર-કોમેડી ફિલ્મના પ્રચાર માટે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો’માં પહોંચ્યા હતા. આ એપિસોડની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં સુનીલ ગ્રોવરનું પાત્ર ડફલી તૃપ્તિને 2023માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘એનિમલ’માં રણબીર કપૂર સાથેના તેના ઈન્ટિમેટ સીન વિશે પૂછતો જોવા મળે છે. જ્યારથી આ વીડિયો વાયરલ થયો છે, લોકો કોમેડિયન સુનીલને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
સુનીલ ગ્રોવરે તૃપ્તિના બોલ્ડ સીન્સ પર સવાલ ઉઠાવ્યા
‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો’ની ક્લિપ સુની ગ્રોવરને પૂછવા સાથે શરૂ થાય છે, ‘તમે તે છો જે એમિનલ (એનિમલ)માં હતા?’ અભિનેત્રી કહે છે, ‘હા, તે હું જ હતી. જોયુ મેં,તમે મારા વિશે શું શું કહ્યું છે. આ પછી ડફલીએ પૂછ્યું, ‘તમે રણબીર કપૂર સાથે જે પણ કર્યું છે… મને આશા છે કે તે ફિલ્મના શૂટિંગનો જ એક ભાગ હશે. તે ઈન્ટિમેટ સીન…રિયલમાં તો એવું કંઈ નહોતું,ખરું ને? આ સાંભળીને તૃપ્તિ ડિમરી હસી પડે છે અને કહે છે કે આ વાસ્તવિક ન હતું, તે માત્ર ફિલ્મ માટે હતું. અભિનેત્રી આ સાંભળીને ખૂબ જ અનકંફર્ટેબલ થઈ જાય છે.
સુનીલ ગ્રોવર ટ્રોલ થયા
સુનીલ ગ્રોવરનો આ સવાલ સાંભળીને નેટીઝન્સ તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે અને લોકોને આ રીતે તૃપ્તિ ડિમરીના ઈન્ટિમેટ સીનની મજાક ઉડાવવાનું પસંદ ન આવ્યુ. અભિનેત્રીને શોમાં આવા વાહિયાત પ્રશ્નો પૂછવાથી નેટીઝન્સ નાખુશ દેખાયા. જોકે, કેટલાકે કોમેડિયનનો બચાવ કર્યો અને કહ્યું કે સુનીલ ગ્રોવર તે સમયે શોમાં રણબીર કપૂરની પત્ની ડફલીનો રોલ કરી રહ્યો હતો. અગાઉ સુનીલ ગ્રોવરે ડફલીના રોલમાં રણબીર સાથે નકલી લગ્ન કર્યા હતા.
ભુલ ભુલૈયા 3 માં તૃપ્તિ પ્રવર્તે છે
કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત નેને ઉપરાંત, ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 3’માં વિજય રાઝ, રાજપાલ યાદવ, સંજય મિશ્રા, રાજેશ શર્મા અને અશ્વિની કલસેલર પણ છે.
મથુરાઃ દેશમાં AI ટેક્નોલોજીની વાત વચ્ચે હજી પણ અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે. આવું માત્ર ભારતમાં જ થઈ શકે છે. આંધળો સસરોને શણગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ, કહ્યું કશુંને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, એમ બાંકે બિહારી મંદિરમાં હાથીના આકારવાળા માળખાની નીચે ભક્તોનો જમાવડો છે અને બધા લોકો ACમાંથી ટપકતા પાણીને ચરણામૃતનું પવિત્ર જળનું આચમન કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના વૃંદાવનનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો એસીમાંથી નીકળતા પાણીને ચરણામૃત સમજીને પી રહ્યા છે. વિડિયો બનાવીને સોશિયલ પર વાઇરલ થઈ રહ્યો છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે- આને કહેવાય આંધળી ભક્તિ.
કેટલીક વાર લોકો ભક્તિમાં એટલા મગ્ન થઈ જાય છે કે તેઓ અજાણતાં જ અંધ ભક્ત બની જાય છે. મથુરાના બાંકે બિહારી મંદિરમાં આવી જ એક ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ભક્તો મંદિરના પાછળના ભાગમાંથી ટપકતા પાણીને ઠાકુરજીનું ચરણામૃત માનીને પીતા જોવા મળ્યા છે. વાસ્તવમાં મંદિરમાં લગાવેલા એસીમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હતું. એક યુટ્યુબરે આનો વિડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો.
Serious education is needed 100%
People are drinking AC water, thinking it is ‘Charanamrit’ from the feet of God !! pic.twitter.com/bYJTwbvnNK
આ વાયરલ વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક મહિલા એસીનું પાણી ચરણામૃત સમજીને પી રહી છે, જ્યારે એક યુવક મહિલા ભક્તને કહે છે – ‘દીદી, આ એસી પાણી છે, ચરણામૃત નથી.’ આના પર મહિલા હસી પડી અને ત્યાંથી જતી રહી. બાંકે બિહારી મંદિરના પહેલા માળે વરસાદી પાણીના નિકાલ માટેનો માર્ગ છે. તેમનો આકાર હાથીના મોં જેવો છે. મંદિરમાં લગાવેલા એસીમાંથી વિસર્જનનું પાણી પણ આ માર્ગ પરથી ટપકતું રહે છે અને અંધ ભક્તો ચરણામૃત સમજીને પીતા રહે છે.
દિવાળીનો તહેવાર પૂર્ણ થયો છે, અને ગુજરાત સહિત દેશમાં ધૂમધામથી આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરી ફટાકાડ ફોડીને ગુજરાતમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. વધુ માત્રામાં ફટાકડા ફોડવાથી હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણની માત્રા ખૂબ જ વધી જતી હોય છે. જે શ્વાસમાં લેવાથી ગંભીર બીમારી નોંતરી શકાય છે. ખાસ કરીને જે લોકોને શ્વાસ સંબંધિત બીમારી પહેલેથી જ હોય તેમના માટે તો આ વાયુ પ્રદૂષણ હાનિકારક કરતાં પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં છેલ્લા દસ દિવસમાં સુરત શહેરનો AQI સૌથી ઊંચો રહ્યું હતું. એટલે કે, ગુજરાત રાજ્યમાં સૌથી પ્રદૂષિત હવા ધરાવતું શહેર છેલ્લા દસ દિવસ મુજબ સુરત શહેર રહ્યું હતું. સુરત શહેરનો AQI 201થી 300ની વચ્ચે હતો. કારણ કે, જ્યારે 200થી વધુ AQI હોય ત્યારે WHO મુજબ શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. તાજેતરમાં જ દિવાળીના તહેવાર પહેલાં સુરત શહેરમાં ગત 26 ઓક્ટોબરના રોજ સૌથી વધુ 281 AQI નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસમાં દેશની રાજધાની દિલ્હીમાં સૌથી પ્રદૂષિત હવા રહી છે. જ્યાં AQI 450ને પાર ગયું હતું. પરંતુ દિલ્હી શહેરની વચ્ચે ઇન્ડસ્ટ્રિયલ એરિયા હોવાથી ત્યાં હંમેશાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ રહ્યું છે. ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવાર દરમિયાન અને તેના કરતાં પહેલાં ગુજરાત રાજ્યની હવા ખૂબ જ પ્રદૂષિત રહી હતી. ખાસ કરીને CPCBના 26 ઓક્ટોબરના રિપોર્ટ મુજબ સુરત સહિત અમદાવાદ શહેરમાં પણ સૌથી વધુ પ્રદૂષિત હવાનું પ્રમાણ હતું. અમદાવાદ શહેરમાં પણ ગત 26 ઓક્ટોબરના રોજ 231 AQI નોંધાયો હતો.
WHO અનુસાર જ્યારે કોઈપણ શહેરમાં AQI 0-50 હોય તો તેને સારી હવા માનવામાં આવે છે. આનાથી મનુષ્યને કોઈપણ નુકસાન થતું નથી. AQI 51- 100 હોય ત્યારે તેને સહી શકાય તેટલું પ્રદૂષણ કહેવામાં આવે છે. જે લોકોને શ્વસનતંત્રને લગતી તકલીફ હોય તેમને થોડા પ્રમાણમાં આ એર ક્વોલિટીથી તકલીફ થઈ શકે છે. AQI 101-200 તેને સામાન્ય કહેવામાં આવે છે તેનાથી અસ્થમા અને ફેફસાંને લગતી બીમારી ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. AQI 201-300 હોય ત્યારે તેને પ્રદૂષિત હવા કહેવામાં આવે છે. વધુ સમય સુધી તેના સંપર્કમાં રહેવાથી ફેફસાં અને શ્વસનતંત્રને લગતી ગંભીર બીમારીઓ થઈ શકે છે. AQI 301-400 હોય ત્યારે તેને અતિ ગંભીર હવા માનવામાં આવે છે તેનાથી શ્વસનતંત્રને ગંભીર હાનિ પહોંચી શકે છે. જ્યારે AQI 400થી વધુ હોય ત્યારે સ્વસ્થ લોકો પણ બીમાર થઈ શકે છે.
અમદાવાદના કાલુપુરથી અવર-જવર કરતાં લોકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. કાલુપુર-સારંગપુર બ્રિજ આગામી દિવસમાં બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રિનોવેશનની કામગીરીના કારણે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશનને કારણે આ સ્ટેશનના મુખ્ય રોડને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ થતું હોવાના કારણે રેલવે વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સારંગપુર બ્રિજ અને કાલપુર બ્રિજને ફોર લેન બનાવવાની કામગીરી હાથ ઘરવામાં આવી છે. 439 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવાશે અને આ બ્રિજનું કામ દોઢ વર્ષમાં પૂર્ણ થાય તેવો અંદજ લગાવવામાં આવી રહ્યો છે. રેલવે સ્ટેશનની અંદર જવા માટે જૂનો એન્ટ્રી ગેટ મુસાફરો માટે શરૂ રાખવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનના મુસાફરોએ બહાર નીકળવા માટે પશ્ચિમ બાજુએ સદર કંપની દ્વારા ફૂટ બ્રીજનો ઉપયોગ કરી શકશે. મુસાફરોએ મેઇન રોડ પર જવું હોય તો મુખ્ય માર્ગને જોડતો 30 ફૂટ નવો જે રોડ બનાવ્યો છે, તેનો ઉપયોગ કરી શકશે. સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન તેમજ કાલુપુર બાજુ જતા લોકો સારંગપુર ટ્રાફિક સર્કલથી સીંધી માર્કેટથી પાંચકુવા થઈને જમણી બાજુ રેલવે સ્ટેશન પહોંચી શકશે. જો કોઈ વ્યક્તિએ કાલુપુર જવું હોય તો તે મોતીમહેલ હોટલવાળા રસ્તાનો ઉપયોગ કરી શકશે. કાલુપુરથી સારંગપુર, રાયપુર, કાંકરિયા, ગીતા મંદિર જવું હોય તો કાલુપુર રેલવે સ્ટેશનથી જે સિંગલ વન-વે ખુલ્લો રાખવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરી શકશે.
જ્યારે બીજી તરફ હાલ સાબરમતી આશ્રમનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જે વર્ષ 2026માં પૂર્ણ થાય તેવો અંદાજ છે. જેને લઈને તારીખ નવમી નવેમ્બર, 2024 બાદથી ગાંધી આશ્રમ રોડ કાયમી માટે બંધ થઈ જશે. જેને લઈને ગાંધી આશ્રમ જવા માટે એક અન્ય રૂટ શરુ કરાયો છે અને બે નવા પાર્કિંગ પ્લોટ પણ બનાવી દેવામાં આવ્યા છે. નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં રાજ્ય સરકાર સાથે ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ અંગે બેઠક યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધિકારીઓ સહિત આશ્રમના સત્તાધીશો હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના કાલુપુર-સારંગપુર બ્રિજને ઉંદરોએ ખોદી નાખતા બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. બ્રિજની ઉપર લોખંડની ગ્રીલ પણ ઉંદરો કોતરી ગયા છે. કાઉન્સિલ ઇકબાલ શેખે અમદાવાદ મનપામાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ બ્રિજનું સમારકામ શરૂ કરાયું હતું.
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમ્યાન નેતાઓ દ્વારા પક્ષપલટો અને બળવો કરવાનો દોર જારી છે. એની અસર સત્તારૂઢ ગઠબંધન મહાયુતિની સાથે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડી (MVA) પર પણ પડી રહી છે. જેથી MVA સહયોગી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ બળવાખોરોને ચેતવણી આપી છે.
આ બળવાખોર નેતાઓને ચેતવણી આપતાં પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તમામ બળવાખોરોએ તેમનાં નામ પાછાં ખેંચી લેવાં જોઈએ, અન્યથા તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
જોકે આજે નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ હતી અને શિવસેના-NCPના ઘણા નેતાઓએ બળવો કરીને નોમિનેશન ફાઈલ કર્યું છે, જેને લઈને MVAએ આજે અલ્ટિમેટમ જારી કર્યું છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી હતી કે અમારી ભૂમિકા એકબીજા સામે લડવાની નથી, પરંતુ સાથે મળીને લડવાની છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ આ અંગે તમામને જાણ કરી છે. NCP અને શિવસેના UBTના ઘણા બળવાખોર વિધાનસભ્યોએ તેમનાં નામાંકન પાછાં ખેંચી લીધાં છે. આ સંદર્ભમાં આજે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે શરદ પવાર સાથે મુલાકાત પણ કરી હતી. આ પછી બંનેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એકતાની વાત કરી હતી.
NCP (SP)ના શરદ પવારે પણ કહ્યું છે કે મહાવિકાસ અઘાડીમાં મૈત્રીપૂર્ણ લડાઇનો કોઈ પ્રશ્ન જ નથી. બળવાખોર ઉમેદવારોએ તેમનું નામાંકન પાછું ખેંચવું જ પડશે.
મુંબઈ: નેવુંના દાયકામાં તબ્બુ સાથે ઘણી અભિનેત્રીઓ બોલિવૂડમાં આવી, પરંતુ તબ્બુનો જલવો કઈંક અલગ જ રહ્યો. ઘણી અભિનેત્રી આવીને ગઈ પણ તબ્બુનો સિક્કો હંમેશાં ઊંચો ઉછળતો રહ્યો. એક કલાકાર તરીકે પોતાની જાત પર કામ કરતી રહી. પચાસની ઉંમર વટાવી ચૂકેલી તબ્બુ હજુ પણ ફિલ્મોમાં મુખ્ય અને દમદાર રોલ કરી રહી છે. આજે (4 નવેમ્બર 1971) આ શાનદાર અભિનેત્રીનો જન્મદિવસ છે, આ અવસર પર તેની કેટલીક અનસીન તસવીર જોઈએ.
તહેવારોની સિઝન દરમિયાન યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ સિસ્ટમ(UPI) દ્વારા થતા નાણાકીય વ્યવહારોમાં ઉછાળો નોંધાયો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના તાજેતરના અહેવાલમાં જણાવામાં આવ્યું છે કે, ઓક્ટોબર મહિનામાં દેશમાં 16.58 બિલિયન UPI વ્યવહારો થયા હતા. જેની કિંમત આશરે રૂ. 23.5 લાખ કરોડની છે. જે ડિજિટલ પેમેન્ટ સેક્ટરની વધતા હતા મહત્વને દર્શાવે છે.
ઓક્ટોબરમાં ગત મહિનાની સરખામણીએ વ્યવહારોની સંખ્યામાં નોંધપાત્ર રીતે 10 ટકાનો વધારો થયો છે. અને તેમના મૂલ્યમાં 14 ટકાનો વધારો થયો છે. આ વૃદ્ધિ UPIની સગવડતા અને દેશમાં ઉપલબ્ધ સૌથી સરળ ચુકવણી પ્રક્રિયાઓમાંની એક તરીકેનું સૂચક છે. દૈનિક વ્યવહારના આધારે ઑક્ટોબરમાં રૂ. 75801 કરોડના સરેરાશ ટ્રાન્ઝેક્શન મૂલ્યના 535 મિલિયન વ્યવહારો થયા હતા. જ્યારે સપ્ટેમ્બરમાં રૂ. 68800 કરોડના સરેરાશ વ્યવહાર મૂલ્ય સાથે દૈનિક સરેરાશ 501 મિલિયન વ્યવહારો થયા હતા. અન્ય પેમેન્ટ પ્લેટફોર્મ્સ જેવા કે IMPS((Immediate Payment Service)માં પણ ઓક્ટોબરમાં વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં 467 મિલિયન વ્યવહારો નોંધાયા હતા. સપ્ટેમ્બરમાં 430 મિલિયન ટ્રાન્ઝેક્શનની સરખામણીમાં આ 9% નો વધારો દર્શાવે છે. IMPS દ્વારા ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય અગાઉના મહિનામાં રૂ. 5.65 લાખ કરોડથી 11% વધીને રૂ. 6.29 લાખ કરોડ થયું છે. તેવી જ રીતે ફાસ્ટેગ દ્વારા ટ્રાન્ઝેક્શન સપ્ટેમ્બરમાં 318 મિલિયનથી 8% વધીને 345 મિલિયન થઈ ગયું છે. જે વ્યવહારોનું મૂલ્ય રૂ. 5620 કરોડથી રૂ. 6115 કરોડ થયું. આ વર્ષના પહેલા છ મહિનામાં UPI આધારિત વ્યવહારોમાં 52%નો વધારો થયો છે. જે ગયા વર્ષમાં આ સમયગાળામાં 51.9 અબજથી વધીને 78.97 અબજ થયુ છે. વધુમાં આ વ્યવહારોનું મૂલ્ય રૂ. 83.16 લાખ કરોડથી 40 ટકા વધીને રૂ. 116.63 લાખ કરોડ થયું છે.