ઇઝરાયેલ સેનાએ હિઝબુલ્લાહના વધુ એક ટોચના કમાન્ડરને મારી નાખ્યો છે. તેની ઓળખ જાફર ખાદર ફૌર તરીકે થઈ હતી, જે ગયા વર્ષે ઓક્ટોબરથી ઈઝરાયેલ પર અનેક રોકેટ હુમલા માટે જવાબદાર હતો. આમાં જુલાઈ 2024નો હુમલો પણ સામેલ છે, જેમાં ફૂટબોલ મેદાનમાં 12 બાળકો માર્યા ગયા હતા. ખાદર દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના નાસેર બ્રિગેડ રોકેટ યુનિટનો કમાન્ડર હતો. આતંકવાદી જૂથે હજુ સુધી તેમના મૃત્યુની પુષ્ટિ કે ઇનકાર કર્યો નથી.
IDF દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ‘હિઝબુલ્લાહના નાસર યુનિટના મિસાઇલ અને રોકેટ એરેના કમાન્ડર જાફર ખદરનું લેબનોનના જાવિયા વિસ્તારમાં મોત થયું હતું. તે ગોલન તરફ નિર્દેશિત અનેક રોકેટ હુમલાઓ માટે જવાબદાર હતો. જેમાં ઘણા ઇઝરાયલી નાગરિકોના મોત થયા હતા. મજદલ શમ્સ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 12 બાળકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. ગત ગુરુવારે મેટુલા પર રોકેટ હુમલો થયો હતો, જેના કારણે 5 નાગરિકોના મોત થયા હતા.
યુદ્ધ સેનાપતિના મગજમાં લડાય છે. ગીતાજી મેનેજમેન્ટના આ સિદ્ધાંતને ઉજાગર કરે છે. આયોજન શ્રીકૃષ્ણનું છે અને એનું અમલીકરણ અર્જુનના હાથમાં છે અને યુદ્ધ સમયે જીતવું અગત્યનું છે, સિદ્ધાંતો નહીં, એ ન્યાયે શ્રીકૃષ્ણ જેના રથનું પૈડું જમીનમાં ખૂંપી ગયું છે એવા નિઃશસ્ત્ર કર્ણ પર હુમલો કરી એને મારી નાખવા અર્જુનને ઉશ્કેરે છે. તે રીતે ક્યારેય અધર્મ નહીં આચરનાર કે જૂઠ્ઠું નહીં બોલનાર ધર્મરાજ યુધિષ્ઠિર પાસે તે દિવસના સેનાપતિ દ્રોણાચાર્યને હતાશ કરી નાખવા, ‘નરો વા કુંજરો વા, અશ્વત્થમા મુઆ.’ એવું અર્ધસત્ય બોલાવે છે.
આ શાંત અને સ્વસ્થ ચિત્તે ઠંડા કલેજે લેવાયેલા નિર્ણયો બાજી પાંડવોની તરફેણમાં પલટાવે છે. કોઈ પણ કસોટી અથવા યુદ્ધમાં સેનાપતિએ મગજ પર બરફ રાખીને નિર્ણયો લેવાના હોય છે. લાગણી, આવેગ અથવા ઉશ્કેરાટ કે ગુસ્સામાં લીધેલ નિર્ણય એક નાની-સી ભૂલના કારણે જીતની બાજી પલટાવી દે છે. એટલા માટે જ 90 રન કર્યા બાદ સદી પાર કરતાં પહેલાંનો સમય ‘નર્વસ નાઇન્ટીઝ’ કહેવાતો હશે, નહીં?
આંતરિક શક્તિ, સ્થિર અને શાંત મગજ અને તટસ્થતાપૂર્વક નિર્ણય લેવાની શક્તિ આજે પણ મેનેજર માટે પ્રતિસ્પર્ધી ઉપર જીત મેળવવા માટેના મહત્ત્વના હથિયારો છે. પરિસ્થિતિ દોરે તે પ્રમાણે નહીં પણ સ્વસ્થતાથી ગમે તેવા તણાવ વચ્ચે યોગ્ય નિર્ણય લેવાની સ્વસ્થતા જરૂરી છે.
આમ, આજના મેનેજરે તો સારથિ એટલે કે કૃષ્ણ અને અર્જુન એટલે કે યોદ્ધા, બંનેનો રોલ પોતાનામાં આત્મસાત્ કરવાનો છે. આજનો મેનેજર કદાચ એ રીતે અર્જુન કરતાં વધુ સહાનુભૂતિને પાત્ર છે, ખરું ને?
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
ભારતે ભારતીય ગૃહમંત્રી અમિત શાહ વિશે કેનેડાના મંત્રીની ટિપ્પણીને ‘વાહિયાત અને પાયાવિહોણી’ ગણાવી છે અને તેની સામે સખત વિરોધ પણ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે કેનેડિયન હાઈ કમિશનના પ્રતિનિધિને બોલાવવામાં આવ્યો છે અને ભારત તરફથી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આવી બેજવાબદારીભરી કાર્યવાહીથી દ્વિપક્ષીય સંબંધો પર ગંભીર અસર પડશે. કેનેડાના સરકારી અધિકારીઓએ ભારતને બદનામ કરવા અને અન્ય દેશોને પ્રભાવિત કરવા માટે જાણીજોઈને આંતરરાષ્ટ્રીય મીડિયામાં પાયાવિહોણા આરોપો લીક કર્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે કેનેડાના અધિકારીઓ જાણીજોઈને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભારત વિરુદ્ધ પાયાવિહોણી વાતો ફેલાવે છે જેથી ભારતની છબી ખરાબ થઈ શકે. આ દર્શાવે છે કે ભારત લાંબા સમયથી કેનેડા સરકારની આ વ્યૂહરચના અને રાજકીય એજન્ડા વિશે જે વિચારી રહ્યું છે તે યોગ્ય છે. આવા બેજવાબદારીભર્યા પગલાં બંને દેશોના સંબંધો પર ગંભીર અસર કરી શકે છે.
શું છે સમગ્ર મામલો
હકીકતમાં, તાજેતરમાં કેનેડામાં નાગરિક સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની સુનાવણી ચાલી રહી હતી. આ સુનાવણીમાં કેનેડાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર ડેવિડ મોરિસને કહ્યું કે તેમણે ભારતના ગૃહમંત્રી અમિત શાહનું નામ વોશિંગ્ટન પોસ્ટને લીક કર્યું છે. આ પછી હોબાળો મચી ગયો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદીઓને નિશાન બનાવવાની ઝુંબેશ પાછળ ભારતના ગૃહ પ્રધાન શાહનો હાથ છે.
અમેરિકાએ શું કહ્યું?
કેનેડાના આ આરોપોને લઈને હોબાળો થયો હતો. ભારતે તેને વાહિયાત અને પાયાવિહોણું ગણાવ્યું છે. બીજી તરફ અમેરિકાએ બુધવારે કહ્યું કે ભારતીય ગૃહમંત્રી પર કેનેડાના આરોપો ચિંતાજનક છે. અમેરિકાએ એમ પણ કહ્યું કે તે આ મામલે કેનેડાની સરકાર સાથે સલાહ લેવાનું ચાલુ રાખશે.
આ સિવાય કેનેડાની સંસદમાં દિવાળીની ઉજવણી રદ કરવાના સમાચાર પર ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમે આ સંબંધમાં કેટલાક અહેવાલો જોયા છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કેનેડામાં વર્તમાન વાતાવરણ અસહિષ્ણુતા અને ઉગ્રવાદના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. કેનેડા સરકાર દ્વારા ભારતીય નાગરિકો માટે વિઝાની સંખ્યામાં ઘટાડો કરવા પર વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે કેનેડામાં કામ કરતા અમારા લોકોની સુખાકારી પર નજર રાખી રહ્યા છીએ. તેમની સુરક્ષા માટે અમારી ચિંતા મજબૂત છે.
જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સવારથી સેના અને આતંકવાદીઓ વચ્ચે બે અલગ-અલગ અથડામણ ચાલી રહી છે. જ્યારે સુરક્ષા દળોએ અનંતનાગમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જ્યારે શ્રીનગરના ખાનયારમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. જો કે હજુ એકથી બે આતંકીઓ ત્યાં છુપાયેલા છે. જે ઘરમાં આતંકીઓ છુપાયા હતા ત્યાં મોટો વિસ્ફોટ થયો હતો. આ પછી ઘરમાં આગ લાગી હતી. વિસ્તારમાં ભારે ધુમાડો જોવા મળી રહ્યો છે. આ ઓપરેશનમાં સેનાના ઘણા જવાનો ઘાયલ પણ થયા હોવાનું કહેવાય છે. જેમાંથી બે સીઆરપીએફ અને બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે ખાનયારમાં લશ્કરના આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આમાં લશ્કરનો એક મોટો કમાન્ડર છે, તે અહીં છુપાયેલો છે અને કોઈ મોટો ગુનો કરવાની યોજના બનાવી રહ્યો છે. આ પછી વિસ્તારને સુરક્ષા જવાનોએ ઘેરી લીધો હતો. સવારથી જ સુરક્ષાકર્મીઓ આતંકીઓના બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તે સતત ગોળીબાર કરી રહ્યો હતો, જેમાં ચાર જવાન ઘાયલ થયા હતા.
મળતી માહિતી મુજબ, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં છુપાયેલા આતંકવાદીઓને બહાર લાવવા માટે સેનાએ કેટલાક પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યો છે જેથી ઘરના એક ભાગમાં આગ લાગી અને અંદર છુપાયેલા આતંકીઓ ધુમાડો જોઈને બહાર આવી ગયા અને જેથી તેઓને પકડી શકાય અને આ એન્કાઉન્ટર જે ઘણા કલાકોથી ચાલી રહ્યું હતું તેને પાર પાડી શકાય.
આ પહેલા ખાનયારમાં તૂટક તૂટક ગોળીબાર ચાલુ હતો. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સુરક્ષા દળો આતંકવાદીઓના છુપાયેલા ઠેકાણા શોધીને તેમને ઘેરી લેતા જોવા મળે છે. વીડિયોમાં ઝડપી ગોળીબાર અને વિસ્ફોટનો અવાજ પણ સંભળાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે ખાનયારમાં એક ટોચના બિન-સ્થાનિક કમાન્ડર સહિત લશ્કરના 2 થી 3 આતંકીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે. પોલીસ અને CRPFનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે.
સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે. 20મી ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થશે. શિયાળુ સત્ર દરમિયાન વન નેશન-વન ઈલેક્શન અને વકફ બિલ પર ભારે હોબાળો થવાની સંભાવના છે. કેબિનેટ વન નેશન-વન ઈલેક્શન અંગેના અહેવાલને મંજૂરી આપ્યા બાદ શિયાળુ સત્રમાં બિલ રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વિપક્ષી પાર્ટીઓ વન નેશન-વન ઈલેક્શનનો વિરોધ કરી રહી છે અને દેશમાં એક સાથે ચૂંટણીના પક્ષમાં નથી.
આ સિવાય વકફ બિલ પર બનેલી JPC સંસદના શિયાળુ સત્રમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે છે. આ અંગે પણ હોબાળો થવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ વકફ (સુધારા) બિલ 2024 પર બોલતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ બિલ સંસદના શિયાળુ સત્ર દરમિયાન પસાર કરવામાં આવશે.
આજે ગુજરાતીઓ લોકો માટે નવા વર્ષ પ્રારંભ થયો છે. આ સાથે આજના દિવસે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો. ભગવાનની ગોવર્ધન લીલાના દર્શન અને નવા વર્ષની શરૂઆત સાથે દર્શનાર્થીએ દર્શન કર્યા. આજથી શરૂ થતાં નવા વર્ષ નિમિતે લોકોએ ભગવાનના દર્શનથી કરી શરુઆત કરી. નવા વર્ષે દર્શનાર્થીઓની ઇસ્કોન મંદિરમાં ભારે ભીડ જોવા મળી. ઇસ્કોન મંદિરમાં ગોવર્ધન પૂજા સાથે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું. ઇસ્કોન મંદિર અમદાવાદમાં પણ અન્નકૂટ મહોત્સવ ઉજાવામાં આવે છે.
આ વર્ષે અમદાવાદ સ્થિત ઇસ્કોન મંદિરમાં 108 કિલોગ્રામ ચોખા ઘીના ગોવર્ધન પર્વત બનાવવામાં આવ્યો. આ સાથે 108 કિલોગ્રામ ડ્રાય ફ્રૂટ, 108 કિલોગ્રામ ફ્રૂટ, ફરસાણ પણ ધરાવવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે 400થી વધારે વાનગીઓનો અન્નકૂટ પણ ધરાવવામાં આવી. ભગવાન રાધા-ગોવિંદ, શ્રીનાથજી ગોપાલ જી, રાધા-કૃષ્ણ, સીતા- રામ- લક્ષ્મણ ભગવાનને નવા વસ્ત્રો તથા અલંકારો પહેરવવામાં આવ્યા. જ્યારે મંદિરના ભક્તો દ્વારા આખો ગોવર્ધન પર્વત બનાવામાં આવ્યો. આ ગોવર્ધન પર્વત બનાવવાની તૈયારી આગલા દિવસે રાતે ચાલુ થઇ હતી. જેમાં આખી રાત ભગવાન માટે શીરો બનાવવામાં આવ્યો. સવારે 4:30 કલાકે મંગળા આરતીથી સમગ્ર કાર્યક્રમ શરૂ થઇ ગયો. જેમાં અલગ અલગ પ્રકારનાં ડ્રાય ફ્રૂટ, ફ્રૂટ, ફરસાણથી આખો ગોવર્ધન તૈયાર કરવામાં આવ્યો.
આજે નૂતન વર્ષના પ્રારંભે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના થલતેજ ખાતે પોતાના નિવાસસ્થાને નવા વર્ષની લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમિત શાહને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. ભાજપના કાર્યકર્તાઓ અને નાગરિકો થલતેજ ખાતે નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહ મંત્રીને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતાં.
સુરતમાં કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી. આર. પાટીલે પણ પોતાના નિવાસસ્થાને પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી અને લોકોને શુભેચ્છા સંદેશ આપ્યા હતા. તેઓએ લોકોને અપીલ કરી હતી કે પોતાના ઘરે વિકસિત ભારત અને જલ સંસાધનને લઈ દીપ પ્રગટાવે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા સાંસદ દિનેશ મકવાણા, સાંસદ એચ.એસ.પટેલ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ભાજપ અમદાવાદ શહેર પ્રમુખ અમિત પી. શાહ, મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગદાણી સહિત અમદાવાદનાં ધારાસભ્યો, કોર્પોરેટરો અને અમદાવાદના પૂર્વ ધારાસભ્યો સહિતના લોકો નિવાસસ્થાને પહોંચ્યા હતા. નવા વર્ષની શુભેચ્છા પાઠવતા સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. દિવાળી અને નવા પર્વના નિમિત્તે હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું. છેવાડાના પગથીયા પર દરેક વ્યક્તિ સુધી સુખ સમૃદ્ધિ પહોંચે તે માટે અમે કટિબદ્ધ છીએ. દિવાળીના પર્વ નિમિત્તે આપણે દીપ પ્રગટાવીએ છીએ. દીપમાળા પ્રગટાવવાના પગલે અંધકાર દૂર થાય છે. આપણે એક દિવસ દિવાળીના નામે દીપ પ્રગટાવીએ. એક દીપ નવા વર્ષના નામે પ્રગટાવીએ. એક દીપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર 2047 સુધી વિકસિત ભારતના નામે પ્રગટાવીએ અને એક દીપ જળસંચય જન ભાગીદારી તેમજ જન આંદોલનના નામે પ્રગટાવીએ.
શ્રીનગર શહેરના ખાનયાર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ શનિવારે સવારે શહેરના ખાનયાર વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળોની સર્ચ પાર્ટી પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું, જેણે જવાબી કાર્યવાહી કરી. ગોળીબાર ચાલુ છે, પરંતુ હજુ સુધી બંને તરફથી કોઈ જાનહાનિના સમાચાર નથી. આ વિસ્તારમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે.