Home Blog Page 1376

વડોદરામાં PM મોદી-Spain PMના પ્રવાસે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર

વડોદરા: તારીખ 27ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસે આવવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સ્પેનના PM પણ સંસ્કારીનગરી વડોદરાની મુલાકાતે આવવાના છે. વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં ટાટા એરક્રાફ્ટ સ્ટેશનના ઉદ્ઘાટન સમારોહ સહિતના કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્પેન પીએમ હાજરી આપશે. ત્યારે ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેના માટે પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અને વૈકલ્પિક વ્યવસ્થા સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા સ્પેનના પીએમ પેડ્રો સાચે જ 27 ઓક્ટોબરના રોજ વડોદરા શહેરના ITC વેલકમ હોટલ અલકાપુરી તથા સાંઇદિપનગર ટાટા એરક્રાફ્ટ સ્ટેશન તથા લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પધારવાના છે. એરપોર્ટ ખાતે આવ્યા બાદ તેઓ હરણી એરપોર્ટથી નિકળી એરપોર્ટ સર્કલથી અમિતનગર બ્રિજ ઉપર, એલ એન્ડ ટી સર્કલ, ઇ.એમઇ સર્કલ, ફતેગંજ બ્રિજ ઉપર પંડયા બ્રિજ ઉપર અટલ બ્રિજ ઉપર જી.ઇ.બી સર્કલથી નીચે ઉતરી ડાબી બાજુ વળી એકસપ્રેસ હોટલ ચાર રસ્તાથી યુ ર્ટન લઇ ITC વેલકમ હોટલ,અલકાપુરી આવશે. જે બાદ ITC વેલકમ હોટલથી નીકળી, જી.ઇ.બી સર્કલથી અટલ બ્રિજ ઉપર પંડયા બ્રિજ ઉપર, ફતેગંજ બ્રિજ ઉપર, એરપોર્ટ સર્કલથી નટવરનગર ત્રણ રસ્તા (ન્યુ વી.આઇ.પી રોડ) સાંઇદીપનગર ત્રણ રસ્તાથી સાઇ દિપનગર, ટાટા એરક્રાફ્ટ સ્ટેશન, સાંઇદીપ નગર એરક્રાફ્ટ સ્ટેશનથી નીકળી, એરપોર્ટ સર્કલથી સીધા અમિતનગર બ્રિજ ઉપર એવ એન્ડ ટી સર્કલ, એમ.ઇ સર્કલ, ફતેગંજ બ્રિજ નીચે જૂનાવુડા સર્કલ, ફતેગંજ સર્કલથી, નરહરી સર્કલ, કાલાઘોડા સર્કલ, બરોડા ઓટો મોબાઇલ, જેલ રોડ, ભીમનાથ ટ્રાફિક સિગ્નલ ત્રણ રસ્તા રેલવે હેડ ક્વાર્ટર ત્રણ રસ્તાથી મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી સીધા રાજમહેલ મેઇનગેટ ત્રણ રસ્તા, લક્ષ્મી વિલાસ પેલેસ ગેટથી પ્રવેશ કરી લક્ષ્મીવિલાસ પેલેસ આવશે. લક્ષ્મી વિલાસ પેલેસથી નીકળી રાજમહેલ ગેટ મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા રેલ્વે હેડ ક્વૉટરથી જેલ રોડ, ભીમનાથ ટ્રાફિક સિગ્નલ ત્રણ રસ્તા બરોડા ઓટો મોબાઇલ કાલાઘોડા સર્કલ, નરહરિ સર્કલ ફતેગંજ સર્કલથી પંડયા બ્રિજ ઉપર અટલ બ્રિજ ઉપર જી.ઇ.બી સર્કલથી એકસપ્રેસ હોટલ ચાર રસ્તાથી યુ ર્ટન લઇ ITC વેલકમ હોટલ આવશે. ત્યારબાદ ITC વેલકમ હોટલથી હરણી એરપોર્ટ જશે.

આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન થાય અને ટ્રાફિક સુચાર- રીતે ચાવે તે હેતુથી નો-પાર્કિંગ અને નો એન્ટ્રી, વૈકલ્પિક વ્યવસ્થા અંગે જાહેરનામું સુરક્ષા માટે બહાર પાડવાની જરૂર છે. આથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર 27ઓક્ટોબર સવારના 22થી રાત્રે કલાક 3 તથા 28 ઓક્ટોબર સવારના 6 વાગ્યાથી કાર્યક્રમો પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ચૂંટણી પહેલાં ટેમ્પોમાં રૂ. 138 કરોડનું સોનું મળતાં ખળભળાટ

પુણેઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પોલીસે રૂ. 138 કરોડનું સોનું ભરેલો ટેમ્પો જપ્ત કર્યો છે. પોલીસને વાહનોની તપાસ દરમ્યાન આ સોનું મળ્યું છે.પોલીસની સાથે ઇન્કમ ટેક્સની ટીમ પણ સોનાની તપાસમાં લાગી ગઈ છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થવાને કારણે જિલ્લાઓની સરહદે વાહનોના ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.રાજ્યમાં 288 સીટો માટે 20 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલાં પોલીસે  સુરક્ષા વધારી દીધી છે. આચારસંહિતા લાગુ થયા બાદ વિવિધ સ્થળોએ નાકાબંધી કરવામાં આવી રહી છે. જેથી મોટી માત્રામાં રોકડ કે કીમતી ચીજવસ્તુઓ ચૂંટણીના ઉપયોગ માટે લઈ જઈ ન શકાય.

પુણેમાં નાકાબંધી દરમિયાન મોટી માત્રામાં સોનું ઝડપાયું છે. પોલીસે જે સોનું ટેમ્પોમાંથી ઝડપ્યું છે એની કિંમત લગભગ 138 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. સહકારનગર પોલીસે આ સોનું ઝડપ્યું હતું. આ જપ્તી બાદ સવાલો ઊભા રહ્યા છે કે આ સોનું કોનું હતું અને કયા હેતુ માટે લેવામાં આવતું હતું? પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. કહેવાય છે કે આ સોનું ખાનગી કંપનીનું છે. કંપનીને આ સોના અંગેના દસ્તાવેજો આપવા માટે કહેવામાં આવ્યું છે. કંપનીએ તેના દસ્તાવેજો આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચને સુપરત કર્યા છે. આ ટેમ્પો ખાનગી લોજિસ્ટિક કંપનીનો છે. સોનું ભરીને ટેમ્પો મુંબઈથી પુણે જઈ રહ્યો હતો.

હાલમાં પોલીસ (Pune Police) આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચ સાથે મળીને આ મામલે તપાસ કરી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલાં ખેડ-શિવપુર વિસ્તારમાં એક કારમાંથી લગભગ 5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.

અભિષેક બચ્ચન સાથે ડેટિંગની અફવાઓ પર નિમરત કૌરે તોડ્યુ મૌન

મુંબઈ: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય તેમના છૂટાછેડાની અફવાઓને કારણે સોશિયલ મીડિયા પર સતત હેડલાઇન્સમાં રહે છે, પરંતુ અત્યાર સુધી બંનેએ આ મામલે મૌન જાળવી રાખ્યું છે. અભિષેક બચ્ચન સાથે નિમ્રત કૌરનો એક જૂનો ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઐશ્વર્યા રાય સાથેના સ્ટારના લગ્ન વિશે વાત કરતા તેણે કહ્યું કે લગ્ન સામાન્ય રીતે આટલા લાંબા સમય સુધી ટકતા નથી. આ સાંભળીને અભિષેક બચ્ચને તેમનો આભાર માન્યો હતો. આ પછી અભિષેક બચ્ચન અને નિમરત કૌરના ડેટિંગની અફવાઓ સામે આવવા લાગી. અફેરની અફવાઓ વચ્ચે અભિનેત્રીએ પોતાનું મૌન તોડ્યું છે.

અભિષેકને ડેટ કરવા પર નિમરત કૌરે પ્રતિક્રિયા આપી

નિમરત કૌર તેના કો-સ્ટાર અભિષેક બચ્ચન સાથે ડેટિંગની અફવાઓને કારણે ચર્ચામાં છે. આ બંનેએ ફિલ્મ ‘દસવી’માં સાથે કામ કર્યું હતું, જેના વિશે કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આ પણ અભિષેક અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાનું કારણ હોઈ શકે છે. નિમરત કૌરે તેના સોશિયલ મીડિયા પર એક ઇન્ટરવ્યુ પોસ્ટ દ્વારા ચાલી રહેલી અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. તેણે લખ્યું,’તે કંઈ પણ કરી શકે છે, પરંતુ તેમ છતાં લોકો તો કંઈક કહેશે.’ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેના તાજેતરના ઈન્ટરવ્યુમાં નિમ્રતે પહેલીવાર અફેરની અટકળો વિશે ખુલીને વાત કરી અને પોતાના અંગત જીવન વિશે પણ ખુલાસો કર્યો.

ડેટિંગની અફવાઓ પર નિમરત કૌરે મૌન તોડ્યું

નિમરત કૌરે કહ્યું, ‘હું કંઈ પણ કરી શકું છું અને લોકો એ જ કરશે જે એમને યોગ્ય લાગશે.આ પ્રકારની ગપસપ અટકી શકતી નથી અને હું મારા કામ પર ધ્યાન આપવાનું પસંદ કરું છું. અઠવાડિયાની ડેટિંગની અફવાઓ પછી નિમરત કૌરે આ વિશે વાત કરી છે, જે તેના લગ્નની અફવાઓને કારણે પણ હેડલાઇન્સમાં છે. તાજેતરમાં જ IANS સાથે વાત કરતાં નિમ્રતે કહ્યું હતું કે,’મારા પિતાની યાદમાં એક સ્મારક બનાવવાનું અમારું સપનું હતું અને આખો પરિવાર લાંબા સમયથી તેના વિશે વિચારી રહ્યો હતો. આખરે અમારું સપનું સાકાર થયું.’

દિવાળી પહેલા જ અમદાવાદની હવા બની સૌથી વધુ પ્રદૂષિત

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તહેવાર નિમિતે ગુજરાત ભરમાં ફટાકડાની રમઝટ બોલશે આ સાથે ફટાકડાના ધૂંવાણા સાથે શહેરોનું પ્રદૂષણ વધવાની શક્યતા પણ વધી જતી હોય છે. ત્યારે દિવાળી પહેલા જ અમદાવાદની હવા પ્રદૂષિત બની છે. મોડી રાત્રે અને વહેલી સવારે ફેક્ટરીઓમાંથી છોડાતા ધુમાડાના કારણે હવાનું પ્રદૂષણ વધવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં AQI 250 થી ઉપર પહોંચ્યો છે. આપને જણાવી દઈએ કે, શૂન્યથી 50 AQI હોય તો હવા સારી ગણાય છે. જ્યારે 50થી 100 AQI હોય તો ગુણવત્તા સમાન્ય ગણાય છે. 100થી 200ની વચ્ચે હવાની ગુણવત્તા ખરાબ કહેવાય છે.

ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં છે. દિવાળી પહેલા અમદાવાદની હવા પ્રદૂષિત થઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થતા હવા દૂષિત બની છે. અમદાવાદમાં હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. શિયાળાની શરૂઆત સાથે શહેરની હવા દૂષિત થઈ છે. સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર શહેરના મોટાભાગના વિસ્તારોમાં AQI 250થી ઉપર છે. જ્યારે ચાંદખેડામાં AQI 279, ગ્યાસપુરમાં AQI 216 નોંધાયું છે. તો રાયખડમાં AQI 267, બોપલમાં AQI 261 નોંધાયું છે. આ પરથી લાગી રહ્યું છે કે,દિવાળી દરમિયાન AQIનો આંકડો વધી શકે છે. અમદાવાદીઓ ઝેરી હવા લેવા મજબૂર બન્યા છે. વધતા વિકાસ વચ્ચે મિલો ધૂવાળાના કારણે હવામાં પ્રદૂષણ વધ્યું છે. આપને જણાવી દઈએ કે, 80 થી 120 ઈન્ડેક્સ હોય તો એવરેજ નબળી અને 120 થી 300 ઈન્ડેક્સ હોય તો અત્યંત નબળી કેટેગરી ગણવામાં આવે છે. અમદાવાદમાં પણ બેદરકારીના કારણે હવા સતત ઝેરી બની રહી છે. હાઈવે નિર્માણના કારણે ત્રણ ગણું પ્રદૂષણ વધ્યું છે. હાઈવે પરની હવા શ્વસન સંબંધી બીમારીઓ નોતરી રહી છે.

રાજ્યમાં ઠંડીની શરૂઆત સાથે, જાણો ક્યું શહેર બન્યું સૌથી ઠંડુ

ગુજરાતમાં વિધિવત રિતે ચોમાસાએ વિદાય લીધી છે અને શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. પરંતુ હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડી અનુભય થાય છે, તો દિવસ દરમિયાન ગરમી પડી રહી છે. હવામાન વિભાગ અનુસાર,શુક્રવારે રાજ્યનું લઘુતમ તપામાન 20.7 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત હવામાન વિભાગ અનુસાર 25મી ઓક્ટોબરના ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન 20.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

આપને જણાવી દઈએ કે રાજ્યમાં ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ અને થોડ જ દીવસોમાં રાજ્યમાં ઠંડી જોર ધીમે ધીમે વધશે. ત્યારે હવામાન વિભાગે શહેરોની ઠંડીને લઈ જાણકારી આપી હતી જે પ્રમાણે ગઈકાલે 25 ઓક્ટોબરના રાજ્યનું સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં 20.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કંડલા પોર્ટ પર 26.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ શુક્રવારે 26.3 ડિગ્રીથી લઈને 20.5 ડિગ્રી લઘુતમ તપામાન રહ્યું હતું. આ ઉપરાંત હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસોમાં લોકોએ ફરી ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી અનુસાર, દાના વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વર્તાશે. આહવા, વલસાડ, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ દાના વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે. 70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી કરી છે. 26મી ઓક્ટોબર સુધી દાના વાવાઝોડાની અસર જોવા મળી શકે છે.

રાજ્યમાં નકલી કોર્ટ બાદ શિક્ષણ વિભાગનો નકલી ઓર્ડર

અમદાવાદઃ રાજ્યમાં નકલી ખાદ્ય વસ્તુ, નકલી અધિકારી, નકલી ટોલનાકા, નકલી કોર્ટ બાદ શિક્ષણ વિભાગના નકલી ઓર્ડર પણ મળવા લાગ્યો છે. બનાસકાંઠામાં બ્રિજેશ પરમાર નામના શિક્ષકે શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લિકેટ લેટર બનાવી બદલીનો ઓર્ડર આપ્યો હોવાની ઘટના બની છે.

વડગામની મજાદર પ્રાથમિક શાળાના શિક્ષકનું આ કારસ્તાન હોવાનું સામે આવ્યું છે.જોકે નકલી હુકમ સામે આવતાં જ શિક્ષણ અધિકારીએ તાત્કાલિક પગલાં લીધાં હતાં. શિક્ષક બ્રિજેશ પરમારને સસ્પેન્ડ કરી પોલીસ ફરિયાદના આદેશ પણ આપ્યા છે.

શું છે મામલો?

બનાસકાંઠાના વડગામની મજાદર પ્રાથમિક શાળાના શિક્ષક બ્રિજેશ પરમારે શિક્ષણ વિભાગના સચિવના સહી અને સિક્કા કરી બદલીનો નકલી ઓર્ડર બનાવ્યો હતો. હાલ બદલીનો કેમ્પ યોજાયો હતો, જેમાં શિક્ષકોની બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ મજાદર પ્રાથમિક શાળાના શિક્ષક બ્રિજેશ પરમારે નકલી સહી-સિક્કા સાથેનો ઓર્ડર બનાવી થરાદની ડુવા પ્રાથમિક શાળાના શિક્ષકને આ ઓર્ડર આપી દીધો હતો. આ શિક્ષક જ્યારે જેતે સમયે બદલીના ઓર્ડર મુજબ અન્ય શાળામાં હાજર થવા ગયા ત્યારે આ ઘટનાનો પર્દાફાશ થયો હતો.

 

 

માધુરી સાથે ડાન્સ કરતાં કરતાં પડી ગઈ વિદ્યા બાલન

મુંબઈ: ‘ભૂલ ભુલૈયા 3’ને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી સાથે વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત પણ આ ફિલ્મનો એક ભાગ છે અને તેની સાથે ‘આમી જે તોમર’ પણ હોરર-કોમેડીમાં જોવા મળશે. આ ગીત ફિલ્મના પહેલા અને બીજા ભાગમાં પણ હતું. હાલમાં જ ‘આમી જે તોમર 3.O’ રિલીઝ થયુ છે. મુંબઈમાં આ ગીતની લોન્ચિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યા બાલન અને માધુરી દીક્ષિતે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. માધુરી અને વિદ્યાના પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિદ્યા બાલન પોતાનું સંતુલન ગુમાવી બેઠી
ખરેખર, આમી જે તોમર 3.O પર ડાન્સ કરતી વખતે વિદ્યા બાલન પોતાનું સંતુલન ગુમાવી બેઠી અને સ્ટેજ પર પડી ગઈ હતી. વિદ્યા બાલને આ સમગ્ર પરિસ્થિતિને ખૂબ જ સુંદરતાથી સંભાળી અને બેસીને તેનું પર્ફોમન્સ ચાલુ રાખ્યું. સોશિયલ મીડિયા પર પણ યુઝર્સ વિદ્યા બાલનના વખાણ કરતા થાકતા નથી. વિદ્યાએ જે રીતે આ સમગ્ર પરિસ્થિતિને સંભાળી હતી અને તેના ચહેરા પર એક કરચલીઓ પણ દેખાતી ન હતી, લોકો તેના ફેન બની ગયા છે.

વિદ્યા બાલનની ખૂબ પ્રશંસા થઈ રહી છે
વીડિયો પર કોમેન્ટ કરતી વખતે યુઝર્સ તેના વખાણ કરતા થાકતા નથી. લોકોનું કહેવું છે કે વિદ્યા બાલને આ સમગ્ર પરિસ્થિતિને ખૂબ જ સારી રીતે સંભાળી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- ‘આ રીતે તમે ઠોકરને પાવર મૂવમાં ફેરવો છો.’ બીજાએ લખ્યું- ‘તેણીએ તેને ખૂબ જ સુંદર રીતે સંભાળ્યું.’ અન્ય ઘણા યુઝર્સ છે જેમણે અભિનેત્રીની ખૂબ પ્રશંસા કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)


ભૂલ ભુલૈયા 3 1 નવેમ્બરે રિલીઝ થશે
ભૂલ ભૂલૈયા 3 વિશે વાત કરીએ તો દર્શકો ફિલ્મની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ દિવાળી પર એટલે કે 1લી નવેમ્બરે રિલીઝ થશે. તાજેતરમાં જ મેકર્સ દ્વારા ફિલ્મનું ટાઈટલ ટ્રેક રિલીઝ કરવામાં આવ્યું હતું, જે રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ ગયું હતું. આ ગીતમાં કાર્તિક આર્યન સાથે પીટબુલ અને પંજાબી સેન્સેશન દિલજીત દોસાંઝ પણ જોવા મળી રહ્યો છે. આમ જે તોમર 3.O વિશે વાત કરીએ તો, તે શ્રેયા ઘોષાલે ગાયું છે.

નોન ટી.પી. જમીનના પ્રિમિયમમાં 40% રાહત, રાજ્ય સરકારે કર્યો નિર્ણય

રાજ્યના 8 શહેરો તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા પ્રિમિયમમાં રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ડી-1 કેટેગરીમાં આવતા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા), ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા), સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા), વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (વુડા) અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રુડા) ડી-2 કેટેગરીમાં જુનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ (જુડા), જામનગર શહેરી વિકાસ સત્તામંડળ (જાડા) અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળ (ભાડા)ના વિસ્તારો ઉપરાંત ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં નોન ટી.પી. એરીયામાં 40 ટકા કપાત બાદ કરીને 60 ટકા જમીનનું પ્રિમિયમ વસુલ કરવામાં આવશે.

આ નિર્ણયથી રાજ્યના ડી-1 અને ડી-2 કેટેગરીના 8 શહેરો અને ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને કપાતમાં જતી જમીન ઉપર જે પ્રિમિયમ ભરવું પડતું હતું તેમાથી મુક્તિ મળશે અને માત્ર તેમની પાસે રહેનારા 40 ટકા કપાતના ધોરણો પછીના સુચિત પ્લોટના અંતિમ ખંડના ક્ષેત્રફળ જેટલા જ વિસ્તારનું પ્રિમિયમ ભરવાનું રહેશે. ગુજરાત સરકારના આ નિર્ણયથી નોન ટી.પી. વિસ્તારમાં 40 ટકા કપાતની જમીનના ભરવાના થતા મહેસુલી પ્રિમિયમની રકમમાંથી મુક્તિ મળવાના કારણે બાંધકામ ક્ષેત્રે પ્રોપર્ટીની કિમતોમાં ઘટાડો થશે અને તેનો સીધો લાભ મધ્યમ વર્ગના પરિવારોને મળશે.

આવા કિસ્સાઓમાં કબ્જેદાર પાસે બાકી રહેતી 60 ટકા જમીન અથવા ખરેખર કપાત બાદ બાકી રહેતી જમીન માટે જ ખેતીથી ખેતી તેમજ ખેતીથી બિનખેતીનું પ્રિમિયમ વસુલ કરવું જોઈએ. એટલું જ નહિ, જ્યાં ટી.પી. લાગુ થઈ હોય ત્યાં કપાત અને રાખવા પાત્ર જમીનનું ધોરણ 40 ટકા અને 60 ટકાનું છે, એજ રીતે જ્યાં ડેવલપમેન્ટ પ્લાન-ડી.પી લાગુ થયો હોય ત્યાં પણ આ જ  ધોરણ એટલે કે, 40 ટકા અને 60 ટકાનું રાખવુ જોઈએ. તે જ રીતે નોન ટી.પી. વિસ્તારમાં પણ 40 ટકા કપાતનું ધોરણ ધ્યાને લઈને બચત રહેતી જમીનના ક્ષેત્રફળ વિસ્તાર જેટલું પ્રિમિયમ વસુલ લેવામાં આવે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળેલી આ વિવિધ રજુઆતોનો સર્વગ્રાહિ અભ્યાસ કર્યા પછી તેનો સકારાત્મક પ્રતિસાદ આપતા આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના ડી-1 અને ડી-2 કેટેગરીના તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળોમાં જ્યાં ટી.પી. લાગુ થઈ નથી તેવા નોન ટી.પી. વિસ્તારમાં હવે પછીથી સંબંધિત સત્તામંડળ પાસેથી વેલીડેશન સર્ટિફિકેટ મેળવ્યા બાદ બાકી રહેતી 60 ટકા જમીન ઉપર ખેતીથી ખેતી અને ખેતીથી બીન ખેતીનું પ્રિમિયમ વસુલ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે.

ઇરાન પર ઇઝરાયેલના જવાબી હુમલાથી ધણધણ્યું મધ્ય-પૂર્વ

તેલ અવિવઃ ઇરાન પર ઇઝરાયેલના જવાબી હુમલાથી મિડલ ઇસ્ટમાં ખળભળાટ મચી ગયો છે. જેથી ગિન્નાયેલા ઇરાનના સુપ્રીમ નેતા આયાતોલ્લા ખોમિનીએ ઇઝરાયેલના દરેક હુમલાનો હિસાબ ચૂકતે કરવાની ધમકી આપી છે. એ દરમ્યાન અમેરિકાએ કહ્યું હતું કે ઇઝરાયેલ-ઇરાનનો હિસાબ હવે બરાબર થયો છે.

ઈઝરાયેલે રાજધાની તહેરાનમાં ઈરાની સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો છે. આ હુમલાઓના અવાજ આખા તહેરાનમાં સંભળાયા હતા. ઈઝરાયેલની સેનાએ આ હુમલાઓને જવાબી કાર્યવાહી ગણાવતાં કહ્યું હતું કે તે પોતાના દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે કંઈ પણ કરશે.

આ હુમલાને લઈને ઈઝરાયેલનાં સંરક્ષણ દળો દ્વારા એક ટ્વીટ પણ કરવામાં આવી હતી. આમાં, ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે ઇરાની શાસન દ્વારા ઇઝરાયેલ પર મહિનાઓથી સતત હુમલાના જવાબમાં, ઇઝરાયેલી દળો ઇરાનમાં સૈન્ય લક્ષ્યો પર ચોક્કસ હુમલાઓ કરી રહ્યા છે. ઈરાની શાસન અને તેના પ્રોક્સીઓ સાત ઓક્ટોબરથી ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યા છે.

સેનાએ કહ્યું હતું કે ઈઝરાયેલ ઈરાનની ધરતી સહિત સાત મોરચે લડી રહ્યું છે. ઇઝરાયેલ રાજ્ય, વિશ્વના અન્ય સાર્વભૌમ દેશની જેમ, જવાબ આપવાનો અધિકાર અને ફરજ ધરાવે છે. અમારી રક્ષણાત્મક અને આક્રમક ક્ષમતાઓ સંપૂર્ણ રીતે કાર્યરત છે. અમે ઇઝરાયલ રાજ્ય અને ઇઝરાયલના લોકોના રક્ષણ માટે જે જરૂરી હશે તે કરીશું.

ઈરાન પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓને અમેરિકાએ તેને સ્વરક્ષણ ગણાવ્યું છે. યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા સીન સેવેટે જણાવ્યું હતું કે ઈઝરાયેલે પહેલી ઓક્ટોબરે થયેલા હુમલાના જવાબમાં આ હુમલો કર્યો હતો. ઈઝરાયેલ દ્વારા આ હુમલો સ્વબચાવમાં કરવામાં આવ્યો હતો. જોકે અમેરિકાએ આ હુમલામાં પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો છે.

 

 

 

 

 

 

‘કબીર સિંઘ’ માં વિશાલ મિશ્રાને મોટી તક મળી

ટીવીના રિયાલિટી શૉમાં ભાગ લઈને જાણીતા થયેલા વિશાલ મિશ્રા ગાયક અને સંગીતકાર તરીકે રાતોરાત ‘કબીર સિંહ’ (૨૦૧૯) થી ચર્ચામાં આવી ગયા હતા. એમને આ ફિલ્મમાં કામ પણ રાતોરાત જ મળ્યું હતું. નાની ફિલ્મોમાં ગાયક અને સંગીતકાર તરીકે કામ કરતાં વિશાલને સલમાન ખાને મુરાદ ખેતાની અને અશ્વિન વર્દે સાથે મળીને બનાવેલી ફિલ્મ ‘નોટબૂક’ (૨૦૧૯) માં તક આપી હતી. એણે ગાયેલું ‘નઇ લગદા’ ગીત લોકપ્રિય થયું હતું. વિશાલ જ્યારે ‘નોટબૂક’ માટે ગીત તૈયાર કરી રહ્યો હતો ત્યારે ફિલ્મ ‘કબીર સિંઘ’ માં એક ગીતની જરૂર પડી હતી.

નિર્માતા મુરાદ ખેતાનીએ એને યાદ કર્યો હતો. એમણે સંદીપને મળવા માટે કહ્યું હતું. ત્યારે સંદીપ રેડ્ડી વાંગા નિર્દેશિત ‘કબીર સિંઘ’ નું આલબમ જુદા જુદા સંગીતકારો સાથે તૈયાર થઈ ચૂક્યું હતું. પરંતુ વધુ બે ગીતની જરૂર જણાઈ હતી. સંદીપનો વિશાલને ફોન આવ્યો કે આવતીકાલે મારે એક ગીતનું શુટિંગ કરવાનું છે. ગમે તેમ કરીને એક ગીત તૈયાર કરી મોકલી આપો. વિશાલ લંડનમાં હતો અને માતા-પિતાની ઊંઘ ના બગડે એટલે બહાર બગીચામાં જઈ રાતોરાત ગિટાર પર એક ગીત ‘તૂ પેહલા પેહલા પ્યાર’ તૈયાર કર્યું અને સવારે પાંચ વાગે પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરીને મોકલી આપ્યું હતું.

વિશાલે પોતે રેકોર્ડિંગ કરેલું એના અવાજવાળું ગીત ફિલ્મમાં પણ વાપરવામાં આવ્યું હતું. પાછળથી અરમાન મલિકના સ્વરમાં રેકોર્ડ કરી આલબમમાં સમાવવામાં આવ્યું હતું. આ ગીત બની ગયા પછી વળી એક રાત્રે સંદીપનો વિશાલને ફોન આવ્યો કે ફિલ્મની ફાઇનલ કોપી જે થિયેટરમાં મોકલવાની હોય છે એ તૈયાર થઈ ગઈ છે પણ એક ગીતની જરૂર પડી છે. વિશાલ એમને મળવા સ્ટુડિયો પહોંચી ગયો. સંદીપે જે દ્રશ્યો પર ગીત મૂકવાનું હતું એ બતાવ્યા. વિશાળ ઘરે પાછો પોતાના સંગીત રૂમમાં આવી ગયો. ત્યારે એ દ્રશ્યો પર બીજું કોઈ ગીત વાગતું હતું. વિશાલે કલાકોની મહેનત પછી એક ગીત તૈયાર કર્યું અને અઢી વાગે એમની પાસે પહોંચી ગયો. એણે શરૂઆતના શબ્દો ‘કૈસે હુઆ, કૈસે હુઆ, તેરા મેરા તેરા દિલ એક કૈસે હુઆ’ જાતે જ રચીને ગીત બનાવ્યું હતું.

આખું ગીત લખવાનું મનોજ મુંતશીરને સોંપવામાં આવ્યું હતું. ત્યારે સંગીત કંપનીના ભૂષણકુમાર પણ ત્યાં હાજર હતા. એમણે સૂચન કર્યું કે ગીતમાં ‘કૈસે હુઆ, કૈસે હુઆ, તેરા મેરા તેરા દિલ એક કૈસે હુઆ’ શબ્દોને બદલે ‘કૈસે હુઆ, કૈસે હુઆ, તૂ ઇતના જરૂરી કૈસે હુઆ’ કરીએ તો વધારે સારું લાગશે. ફિલ્મ ‘કબીર સિંઘ’ રજૂ થયા પછી બંને ગીતને બહુ પસંદ કરવામાં આવ્યા અને વિશાલનું ગાયક જ નહીં સંગીતકાર તરીકે પણ નામ મોટું થઈ ગયું હતું. સંદીપ રેડ્ડી વાંગાએ વિશાલ પાસે એ પછીની પોતાની ફિલ્મ ‘એનિમલ’ (૨૦૨૩) માટે ‘પેહલે ભી મેં’ ગીત તૈયાર કરાવ્યું હતું.