Home Blog Page 1377

મામી આવ્યાં…શું શું આપી ગયાં?

ગઈ કાલે એટલે 24 ઑક્ટોબરે મામીએ એક વર્ષ માટે વિદાય લીધી. ના ના, મારાં મામીની વાત નથી કરતો. MAMI એટલે મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ… મુંબઈમાં યોજાતા આ ઈન્ટરનેશનલ ફેસ્ટિવલમાં દેશ-વિદેશથી ઘણી સારી ફિલ્મો હતી, જેમાં ખાસ તો કાન્સ ગજવી આવેલી પાયલ કાપડિયાની ‘ઑલ વી ઈમેજિન એઝ લાઈટ’, યુકેની ઓસ્કાર એન્ટ્રી ‘સંતોષ’ અને ડિમ્પલ કાપડિયાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘ગો નોની ગો’.

ફેસ્ટિવલના પાંચમા દિવસે, 23 ઑક્ટોબરે, ‘ગો નોની ગો’ ફિલ્મનો ગ્રાન્ડ પ્રીમિયર યોજાઈ ગયો. આ ફિલ્મ ટ્વિન્કલ ખન્નાએ ‘અપ્લોઝ એન્ટરટેન્મેન્ટ’ અને ‘એલિપ્સિસ એન્ટરટેન્મેન્ટ’ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે અને એ ટ્વિન્કલની જ લઘુ કથા ‘સલામ નોની આપા’ પરથી બની છે. ટ્વિન્કલ ખન્ના દ્વારા લિખિત, 2016માં પ્રકાશિત ‘ધ લિજન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ’ ચાર વાર્તાનો સંગ્રહ છે, જેમાંની એક છે ‘સલામ નોની આપા’. ઢળતી ઉંમરે સ્નેહ પામવા વિશેની આ વાર્તા ટ્વિન્કલનાં નાનીમા (ચુનીભાઈ કાપડિયાનાં પત્ની બિટ્ટી) અને એમનાં બહેનના સંબંધ પર આધારિત છે.

સંયોગથી ‘સલામ નોની આપા’ વાર્તા પરથી એ જ શીર્ષક ધરાવતા અંગ્રેજી નાટકનો ત્રણેક મહિના પહેલાં ‘એનસીપીએ’ માં પ્રીમિયર યોજાયો. લિલેટ દુબે દિગ્દર્શિત નાટકમાં લિલેટ દુબે, જયતિ ભાટિયા, યતીન કર્યેકર, દર્શન જરીવાલા છે.

ફિલ્મના ગ્રાન્ડ પ્રીમિયરમાં ડિમ્પલ કાપડિયાને દીકરી-જમાઈ ટ્વિન્કલ-અક્ષયકુમાર સાથે ઘણા સમય બાદ જોવા-મળવાનું થયું. માનવ કૌલ, રોહન મેહરા, ડિરેક્ટર સોનલ ડબરાલ, વગેરે પણ હતાં.

સ્ક્રીનિંગ બાદ પ્રશ્નોત્તરીમાં અક્ષયે મજાકમાં કહ્યું કે “મારે આ ફિલ્મ બીજી વાર જોવી પડશે, કારણ કે આજે તો ટ્વિન્કલ થોડી થોડી વારે મને કોણી મારી મારીને પૂછ્યા કરતી હતીઃ કેવી લાગે છે કેવી લાગે છે એટલે હું જોઈ નથી શક્યો”.

ફિલ્મની વાત કરીએ તો એ હૃદયસ્પર્શી તેમ જ વિચારમાં પાડી દે એવી છે. પ્યારનો ઓચ્છવ ઊજવતી હળવીફૂલ રોમાન્ટિક કોમેડી જીવનમાં એક સાહચર્યની જરૂરિયાત તથા સેકન્ડ ચાન્સ વિશેની ફિલ્મ છે. ફિલ્મ પચાસ વટાવી ચૂકેલી મહિલા નોનીની આસપાસ ફરે છે, જેની એકમાત્ર સાથી છે એની બહેન બિન્ની. વાર્તામાં જ્યારે એક યોગ પ્રશિક્ષક (માનવ કૌલ)નો પ્રવેશ થાય છે ત્યારે અનપેક્ષિત રોમાન્સ પાંગરે છે જે, સમાજે બનાવેલા માપદંડોને પડકારે છે.

ફિલ્મમાં રમૂજ છે. ખડખડ હસાવતી કોમેડી નહીં, પણ રમૂજ…અને રમૂજ ફિલ્મના લાગણી વિશેના થિમ સાથે પરફેક્ટ બેસે છે. ડિમ્પલ કાપડિયા બન્યાં છે નોની, જ્યારે આયેશા રઝા બન્યાં છે નોનીનાં સિસ્ટર બિન્ની.

ડિમ્પલ, આયેશા રઝા ઉપરાંત માનવ કૌલ, અને આથિયા શેટ્ટી પણ છે. સોનલ ડબરાલે ફિલ્મ લખીને ડિરેક્ટ કરી છે, નિખિલ સચાન છે સહલેખક. સોનલભાઈ પોતે ઍડવર્ટાઈઝિંગ સૃષ્ટિમાંથી આવે છે, આ એમની પહેલી ફિલ્મ છે. રસપ્રદ વાત એ કે ગો નોની ગોમાં સૂત્રધાર તરીકે અવાજ આપ્યો છેઃ કરણ જોહરે. નોની (ડિમ્પલ કાપડિયા) લાલ કલરની જૂની ફિયાટ હંકારે છે, જેનું (કાર)નું નામ છે બસંતી. આ બસંતીનો સ્વર છે કરણ જોહરનો.

ટૂંક સમયમાં ગો નોની ગો સીધી ઓટીટી પર રિલીઝ થશે.

 

જાળીદાર કોપરાનો મૈસુર પાક

દિવાળીનો તહેવાર એકાદશીથી શરૂ થાય છે. તો ફરાળી મીઠાઈ કોપરાનો જાળીદાર મૈસુબ (મૈસુર પાક) બનાવીને દિવાળી ઉજવણીની શરૂઆત કરી લો!

સામગ્રીઃ

  • સૂકા કોપરાનું છીણ 1 વાટકી
  • સાકર 1 વાટકી
  • ઘી 1 વાટકી
  • પાણી ½ વાટકી

રીતઃ એક ટ્રે અથવા થાળીને ઘી લગાડીને એકબાજુએ રાખી મૂકો.

એક વાસણ અથવા કઢાઈમાં કોપરાનું છીણ, સાકર, ઘી તેમજ પાણી મેળવીને સ્પેટુલા અથવા ઝારા વડે મિક્સ કરો. એકસરખું મિક્સ થયા બાદ ગેસની ફ્લેમ ચાલુ કરી લીધા બાદ કઢાઈને ગેસ ઉપર મૂકો.

ગેસની આંચ તેજ રાખીને કોપરાના મિશ્રણને ઝારા વડે એકસરખું એક જ દિશામાં 2 મિનિટ સુધી સતત હલાવતા રહેવું. વચ્ચે જરા પણ અટકવું નહીં. 2 મિનિટમાં મિશ્રણમાંની સાકર ઓગળે અને પાણી જેવું એકરસ થઈ જાય એટલે તરત જ ગેસની આંચ મધ્યમ-ધીમી કરી દો.

હજી પણ ઝારાને એકસરખો હલાવતા રહો. દર 2 મિનિટે મિશ્રણ બદલાતું રહેશે. જેમ કે, મિશ્રણ ફૂલવા લાગશે તેમજ ઝારો ફેરવતાં મિશ્રણ હલકું પણ થવા માંડશે. ગેસની આંચ મધ્યમ-ધીમી જ રાખવી અને ઝારા વડે મિશ્રણ સતત હલાવતા રહેવું. મિશ્રણ ફૂલેલું હોય તેમજ હલકું થયું હોય અને જેવું મિશ્રણમાંથી ઘી છૂટું પડવા લાગે એટલે ગેસ તરત જ બંધ કરીને ઘી ચોપળેલી થાળી અથવા ટ્રેમાં કઢાઈમાંનું મિશ્રણ રેડી દો.

મિશ્રણ ટ્રેમાં પાથરતી વખતે વચ્ચે લેવલ કરવા માટે ચમચો જરા પણ ના લગાડવો. મિશ્રણને આપમેળે ફેલાવા દો. મિશ્રણ પથરાઈ જાય એટલે ટ્રેને ચારે કિનારેથી પકડીને સેટ કરી લો. પણ ચમચો ઉપર ના ફેરવવો. નહીંતર તેમાં જાળી નહીં પડે. આ કોપરાના મૈસુર પાકને 10 મિનિટ માટે થોડો ઠંડો થવા દો. 10 મિનિટ બાદ તરત જ ચપ્પૂ વડે તેના ચોસલા કરી લો. ત્યારબાદ તેને ઢાંકીને ફરીથી 2-3 કલાક માટે સેટ થવા દો.

કોપરાનો મૈસુર પાક એકદમ ઠંડો થઈ જાય એટલે એક થાળીમાં ટ્રેને ઉંધી વાળીને ચોસલા બહાર કાઢીને ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે.

 

પંચાંગ 26/10/2024

દિવાળીમાં મુસાફરો માટે 278 સ્પેશિયલ ટ્રેન દોડશે

દિવાળીના તહેવારમાં લોકો પોતાના માદરે વતન જતા હોય છે. ત્યારે લોકો પરિવાર સાથે તહેવાર ઉજવવા માટે રેલવે વિભાગે મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે. દિવાળી અને છઠ પૂજા દરમિયાન ટ્રેનમાં મુસાફરો વધારે મુસાફરી કરતા હોય છે. જેના પગલે રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે. મુસાફરોને હાલાકી ન પડે જેને લઈ 278 સ્પેશ્યલ ટ્રેન દોડશે તેવી જાહેરાત કરાઈ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદ 22, રાજકોટ 9, ભાવનગર 4, વડોદરા 4 તેમજ ઉધના સુરત અને વાપીથી 21 ટ્રેન દોડશે. જ્યારે અન્ય સ્ટેશન પર પણ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોની ભીડ વધુ હોય ત્યાં વધુ ટ્રેન ફાળવાઈ છે. પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતને ધ્યાને રાખી ફાળવણી કરાઈ છે. આ સિવાય હાવડા અને સદન માટે પણ ટ્રેન જાહેર કરાઈ છે. અત્રે જણાવીએ કે, જાહેર કરેલ સ્પેશિયલ ટ્રેનનુ બુકિંગ શરૂ કરાયું છે. વડોદરા સ્ટેશન પર બરૌની એક્સપ્રેસ પ્લેટફોર્મ 2ના બદલે 1 પર ચાલશે જ્યારે બાંદરા ટર્મિનસની અવધ એક્સપ્રેસ વડોદરા પ્લેટફોર્મ 6 પરથી ચાલશે. આપને જણાવીએ કે, નક્કી કરેલા પ્લેટફોર્મ પર પહોચવા માટે રેલવ ની મુસાફરોને અપીલ કરવામાં આવી છે.

જ્યારે ઐશ્વર્યાએ અભિષેક તેમજ તેના સાસુ અને સસરા વિશે કહી હતી આવી વાત

મુંબઈ: અભિનેત્રી ઐશ્વર્યા રાય તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. બચ્ચન પરિવાર અને પતિ અભિષેક બચ્ચન વચ્ચે અણબનાવની અફવાઓ દરેક જગ્યાએ છે. લોકો દાવો કરી રહ્યા છે કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે કંઈ જ યોગ્ય નથી. તેમના સંબંધોમાં તણાવ છે. આ દાવાઓ વચ્ચે ઘણા જૂના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જે જૂના IIFA એવોર્ડ્સનો છે. આ વીડિયોમાં ઐશ્વર્યાને એવોર્ડ મેળવ્યો હતો, જે બાદ તે ખૂબ જ ખુશ દેખાતી હતી અને સમગ્ર બચ્ચન પરિવાર માટે ખૂબ જ ખાસ વાતો કહી હતી. આ વાતો સાંભળીને અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પણ તેની સામે જોતા જ રહી ગયા.

ઐશ્વર્યાની સ્પીચ
આઈફામાં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીત્યા બાદ ઐશ્વર્યા રાયે પોતાની સ્પીચમાં ટ્રોફી હાથમાં પકડીને કહ્યું,’મને બેસ્ટ પરિવાર આપવા માટે ભગવાનનો આભાર, મારા પિતા અહીં છે, મા- પાપા મારા માટે સૌભાગ્યની વાત છે કે હું તમારી વહુ છું. હું બધું જ કરવાનો પ્રયત્ન કરીશ જેથી મારી કળા તમારી અપેક્ષાઓ પૂરી કરે. અભિષેક તમે વિશ્વના બેસ્ટ પતિ છો, હું તમને પ્રેમ કરું છું, આભાર. આ દરમિયાન તે ઘણી ખુશ દેખાતી હતી. આખો બચ્ચન પરિવાર પણ તેના માટે ખૂબ જ ઉત્સાહિત દેખાતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Star Retro 2 (@star_retro2)

પરિવાર ખૂબ જ ખુશ દેખાતો હતો

સામે આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અનિલ કપૂર શ્રેષ્ઠ અભિનેત્રી માટે ઐશ્વર્યા રાયના નામની જાહેરાત કરે છે. આ પછી ઐશ્વર્યા રાય પોતાની ખુરશી પરથી ઉભી થાય છે. તેણી પાસે બેઠેલા અભિષેકને ચુંબન કરે છે. તે સાસુ અને સસરા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના આશીર્વાદ લે છે અને પછી સ્ટેજ પર પહોંચે છે. આ દરમિયાન ઐશ્વર્યાના માતા-પિતા પણ ત્યાં હાજર હોય છે. આ ખાસ અવસર પર તે એક ભાષણ આપે છે, જેને અમિતાભ બચ્ચન ખૂબ ધ્યાનથી સાંભળે છે અને જયા બચ્ચન તેના વખાણ સાંભળીને ખૂબ ખુશ થાય છે. અભિષેક પણ ઉત્સાહિત દેખાય છે.

આ વીડિયો જોયા બાદ ફેન્સ ઐશ્વર્યા રાયના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક સમયે તે કૌટુંબિક એકતા વિશે વાત કરી રહી હતી. હા, ભલે આજે પરિવારમાં મતભેદની વાતો ચાલી રહી છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે ઐશ્વર્યા રાય અને આખો બચ્ચન પરિવાર સાથે જોવા મળતો હતો. દરેક ખાસ અવસર પર ઐશ્વર્યા રાય પોતાના પરિવાર પર ખાસ ધ્યાન આપતી જોવા મળી હતી. આના પર પ્રતિક્રિયા આપતા એક વ્યક્તિએ લખ્યું, ‘ઐશ્વર્યા પાઠને ધ્યાનમાં રાખતી હતી.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું કે પરિવારમાં આટલી બધી એકતા હતી, હવે શું થયું? અન્ય એક યુઝરે લખ્યું, લાગે છે કે બચ્ચન પરિવારને કોઈની નજર લાગી ગઈ છે.

PM મોદી ગુજરાતીઓને આપશે દિવાળી ભેટ, 4800 કરોડના વિકાસકાર્યોનું થશે ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરે ગુજરાતના મહેમાન બનશે. આ ગુજરાત પ્રવાસ દરમિયાન PM  ગુજરાતીઓને દિવાળી પર વિકાસકાર્યોની ભેટ આપશે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમરેલી જિલ્લામાં 4800 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લામાં વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી 705 કરોડના પાણી પુરવઠા વિભાગના  વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ સાથે તેઓ અમરેલીના ગાગડિયો નદી પર 35 કરોડના ખર્ચે બનેલા ભારત માતા સરોવરનું લોકાર્પણ કરશે, 20 કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ અને કૂવા રિચાર્જ સહિતના એક હજાર કામોનું ખાતમુહૂર્ત અને 590 કામોનું લોકાર્પણ કરશે. આ સિવાય 2800 કરોડ રૂપિયાથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ના વિવિધ કાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ 1094 કરોડના ખર્ચે રેલ વિભાગ હેઠળ ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. 705 કરોડના વિકાસકાર્યોમાં બોટાદ જિલ્લા માટે નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની પસવી જૂથ ઓગમેન્ટેશન પાણી પુરવઠા યોજના ભાગ-2ના કામોના ખાતમુહૂર્તનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.  જેના કારણે બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના 1298 ગામો અને 36 શહેરોના લગભગ 67 લાખ લાભાર્થીઓને વધારાનું 28 કરોડ લિટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જ્યારે, ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની સ્કીમો હેઠળ જિલ્લાના મહુવા, તળાજા અને પાલીતાણા તાલુકાના 95 ગામોને આવરી લેવામાં આવ્યા છે, જેની વસ્તી લગભગ 2.75 લાખ લોકોની છે.

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ અન્વયે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 35 કરોડના ખર્ચે લાઠીના દુધાળા ખાતે હેતની હવેલી પાસે ભારતમાતા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વોટરશેડ ડિપાર્ટમેન્ટ હસ્તકના 4.50 કરોડ લિટર પાણીની સંગ્રહશક્તિ ધરાવતા ચેકડેમને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ઊંડો કરવામાં આવ્યો છે, તેની પહોળાઈ પણ વધારવામાં આવી છે, અને ચેકડેમની બંને બાજુએ માટી નાખીને તેની મજબૂતાઈમાં વધારો કરવામાં આવ્યો છે. તેના પરિણામે ચેકડેમની પાણીની સંગ્રહશક્તિમાં 20 કરોડ લીટરનો વધારો થયો છે. આ ચેકડેમને ભારતમાતા સરોવર નામ આપવામાં આવ્યું છે, અને હાલ ભારતમાતા સરોવરમાં અંદાજે 24.50 કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે.

બીજી ટેસ્ટમાં NZની 301 રનની લીડઃ વોશિંગ્ટનનો ‘સુંદર’ દેખાવ

પુણેઃ ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારત હવે બેકફૂટ પર છે. જોકે તેમ છતાં પહેલી ટેસ્ટમાં જેમ ટીમ ઇન્ડિયાએ વળતી લડત આપી હતી, એટલે હાલ મેચ રસપ્રદ તબક્કામાં પહોંચી છે. હજી ટેસ્ટનો બીજો દિવસ છે, ત્યારે ન્યુ ઝીલેન્ડની પણ બીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટ પડી ગઈ છે અને પ્રવાસી ટીમને હાલ 301 રનની લીડ મળી છે.

ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરે તેના પુનરાગમન સાથે જ તરખાટ મચાવ્યો છે.  ગુરુવારથી શરૂ થયેલી પ્રવાસી ન્યુ ઝીલેન્ડ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટમાં તેણે શાનદાર બોલિંગ કરી છે. તેણે પહેલી ઇનિંગ્સમાં સાત વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં પણ તેણે ચાર વિકેટ ઝડપી છે.   

બીજી ટેસ્ટમાં ન્યુ ઝીલેન્ડના 259 રનના જવાબમાં ભારતનો પ્રથમ દાવ 156 રનમાં સમેટાઈ ગયો હતો. આ રીતે ન્યુ ઝીલેન્ડને પ્રથમ દાવને આધારે 103 રનની લીડ મળી છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન પાસે મિચેલ સેન્ટનરના બોલનો કોઈ જવાબ નહોતો. મિચેલ સેન્ટનરે સાત ભારતીય બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સને બે સફળતા મળી. આ સિવાય ટિમ સાઉથીએ એક વિકેટ પોતાના નામે કરી હતી.  

બીજી ઇનિંગ્સમાં પણ વોશિંગ્ટન સુંદરે રંગ રાખ્યો હતો. ટોમ લાથમ 86 સિવાય ન્યુ ઝીલેન્ડના કોઈ બેટર ક્રીઝ પર વધુ ટકી શક્યા નહોતા. સુંદરે ચાર વિકેટ લીધી હતી, જ્યારે અશ્વિનને એક સફળતા મળી હતી. દિવસને અંતે ન્યુ ઝીલેન્ડની ટીમ 198 રન બનાવીને પાંચ વિકેટ ગુમાવી હતી.

ભાજપના મુસ્લિમ કોર્પોટરે હિન્દુ નામ ધારણ કરી લડી ચૂંટણી, કોર્ટે ફરિયાદ નોંધવા કર્યો આદેશ

અમદવાદમાં ભાજપના મુસ્લિમ કોર્પોટરે હિન્દુ નામ ધારણ કરી, દસ્તાવેજ-જન્મતારીખ ખોટા રજૂ કરી ચૂંટણી લડ્યા હોવાનું કૌંભાડ સામે આવ્યું છે. આ મામલે કોર્ટે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.

નોંધનીય છે કે વર્ષ 2021ની અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નવરંગપુરા વોર્ડમાંથી ભાજપ ઉમેદવાર નિરવ કવિની જીત થઇ હતી. જો કે કોંગ્રેસના નવરંગપુરા વોર્ડના ઉમેદવાર જય પટેલે આ જીતને પડકારી અને દાવો કર્યો હતો કે નિરવ કવિ મુસ્લિમ છે,  પોતાનું નામ અને મુસ્લિમ ઓળખ છુપાવી એ ચૂંટણી લડ્યા હતા. આ મામલામાં 4 વર્ષ ચાલેલી પ્રક્રિયામાં કોર્ટે નિરવ કવિ  સામે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.

આ અંગે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે કહ્યું કે નિરવ કવિ મુસ્લિમ હોવા છતાં ખોટું નામ, જાતિ અને ધર્મ બદલી ચૂંટણી લડ્યા હતા. નિરવ જગદીશભાઈ કવિની જાતિ મુસલમાન રાજકવિ મીર છે. નિરવ કવિએ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી ચૂંટણી પંચ સાથે  જનતાને ગેરમાર્ગે દોરી છે.

વધુમાં હિંમતસિંહ કહ્યું કે વર્ષ 2021ની અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં એમણે ઉમેદવારી ફોર્મમાં પોતાની જન્મતારીખ 11/11/77  દર્શાવી હતી, જયારે એમની સાચી જન્મતારીખ 1/6/75 છે. આ ખોટી જન્મતારીખના આધારે એમનું આધારકાર્ડ, ચૂંટણી, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટસ બનાવ્યા હતા. જેની કોંગ્રેસના નવરંગપુરા વોર્ડના ઉમેદવાર જયકુમાર પટેલને જાણ થતાં એમણે સૌ પ્રથમ પોલીસ કચેરીઓમાં લેખિત ફરીયાદ આપેલી, પરંતુ પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન થતાં અમદાવાદ મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ નં.23માં ક્રિમીનલ કેસ IPCની કલમ 191, 192, 193, 196, 414, 420  મુજબ 2721/2021 નંબરનો ગુનો દાખલ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં નિરવ કવિની સાચી જન્મ તારીખ 1/6/1975 સાચી છે એ સાબિત કરવા માટે પંકજ વિદ્યાલય તેમજ સમર્થ હાઈસ્કુલ તરફથી સ્કુલનું જનરલ રજીસ્ટરના રેકર્ડ સાથે કોર્ટમાં જુબાની આપી હતી. અને જન્મ તારીખ 1/6/1975  છે એ સાબિત કરી હતી છતાં કોર્ટે ક્રિમીનલ પ્રોસીઝરની કલમ 203 હેઠળ ફરિયાદ રદ્દ કરી કરી હતી. જેથી અમદાવાદ સીટી સીવીલ એન્ડ સેસન્સ કોર્ટમાં નંબર 16/2023થી ક્રિમીનલ રીવીઝન દાખલ કરી હતી.

બન્ને પક્ષકારોની રજુઆત સાંભળ્યા બાદ સેસન્સ જજ એમ.પી. પુરોહિતે 21-10-2024ના રોજ ચુકાદો આપી ટ્રાયલ કોર્ટનો હુકમ રદ્દ કરી ભાજપના કોર્પોરેટર નિરવ કવિ સામે ઉપરોક્ત કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી પ્રોસેસ કાઢવા હુકમ  કર્યો છે.

વાવની પેટા ચૂંટણી માટે આવેલા રૂ. 7 કરોડ જપ્ત?: બે યુવકની ધરપકડ

માવલઃ રાજસ્થાનના માવલમાં સીમાવર્તી ચેકપોસ્ટ પર પોલીસે એક કારમાંથી રૂ. સાત કરોડની રોકડ જપ્ત કરી છે. આ જપ્તી એ વખતે થઈ, જ્યારે પોલીસ સંદિગ્ધ ગતિવિધિઓને કારણે કારને અટકાવીને તપાસ કરી હતી. આ રોકડ કારની સીટની નીચે છુપાવવામાં આવી હતી.

રાજ્યમાં પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે  જ દિલ્હીતી ગુજરાત આવતી કારમાં અધધધ રોકડ મળી આવવી એ શંકા ઊપજે છે. આ નાણાંનો ઉપયોગ ચૂંટણીમાં તો ગેરકાયદે કામ  કરવામાં આવનાર તો કે કેમ એ એક સવાલ છે.

અમીરગઢ ચેકપોસ્ટ પાસે આવેલી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પોલીસે એક કાર ઝડપી  છે, જેમાં સાત કરોડથી વધુની રકમ મળી છે. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં આટલી મોટી રકમ મળી આવતાં અનેક તર્ક-કુતર્ક ચાલી રહ્યા છે.

પોલીસે સાત કરોડની સાથે સંજય રાવલ અને દાઉદ સિંધી નામના બે શખસની અટકાયત કરી છે. આટલી મોટી રકમને ગણવા માટે પોલીસે બેંકમાંથી મશીન મગાવ્યું હતું. હાલ આ બે ઈસમો આટલી મોટી રકમ કોને આપવા અને કયા કામ માટે લઈ જતા હતા તે અંગેની પોલીસ દ્વારા પૂછપરછ કરી રહી છે.

 

 

તહેવારોને લઈ પોલીસ તંત્ર સજ્જ, 12 હજાર જવાનો રહેશે તૈનાત

અમદાવાદ: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે તહેવારો આવતાની સાથે જ પોલીસ સજ્જ બની ગઈ છે. અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓ-અધિકારીઓ તહેવારના સમયે ખાસ ફરજ બજાવશે. નોંધનીય છે કે આ વર્ષ તહેવારો સમય પર અંદાજે 12 હજાર જેટલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. તેવી માહિતી સામે આવી છે. દિવાળી સમય પર પોલીસ દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે. પોલીસ અલગ-અલગ જગ્યાએ ફરજ બજાવશે સાથે સાથે SRPની ટીમો પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે. સોની બજાર અને બેંક ATM પર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. આ ઉપરાંત પોલીસ કંટ્રોલ રૂમથી પણ નજર રખાશે.

જાહેર સ્થળો જેવા કે બસ, મેટ્રો, રેલવે સ્ટેશન પર પોલીસની હાજરી રહેશે. શહેરમાં શંકાસ્પદ ગતિ વિધિયો પર નજર રાખશે સાથે સાથે અમુક શંકાસ્પદ માણસો દેખાશે તો તેની પણ પૂછપરછ કરાશે. ભીડ ભાડ વાળી જગ્યાઓ પર સતત નજર રાખવામાં આવશે. અમદાવાદ પોલીસ દિવાળીના સમયે લૂંટ કે ચોરી જેવી ઘટનાઓ ના બને તેને લઈ સજ્જ છે. સાથે સાથે વિસ્તારમાં લગાવેલ સીસીટીવીના આધારે નજર રાખવામા આવી રહી છે. ભાડુઆતને મકાન કે પ્રોપર્ટી ભાડે આપનારને લઈ તપાસ ચાલુ છે. ફટાકડાના વિતરણ માટે 146 સ્ટોરને કાયમી મંજૂરી આપવામા આવી છે. હંગામી મંજૂરી માટે 33 અરજી આવી છે જેની પ્રક્રિયા ચાલુ છે.