ગાંધીનગર: વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે ગેનીબેન સામે ગત ચૂંટણીમાં હારેલા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે. આમ વાવ બેઠક પર ઠાકોર VS રાજપૂતનો જંગ જામશે. આજે બંને ઉમેદવારો ફોર્મ ભરશે.
સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યાં હતાં અને 15,601 મતથી હારી ગયા હતા. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમને 48,634 મત મળ્યા હતા.
પૂણે: ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પુણે ટેસ્ટની પહેલી ઇનિંગમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ટીમ પહેલી ઇનિંગ બાદ 103 રનથી પાછળ છે. ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શુક્રવારે મેચનો બીજો દિવસ છે. પ્રથમ દાવમાં લંચ સુધી ભારતીય ટીમનો સ્કોર 107 રન હતો.આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે તેના પ્રથમ દાવમાં 259 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સાત વિકેટ ઝડપી. જવાબમાં, ભારતે પ્રથમ દિવસે એક વિકેટ ગુમાવીને 16 રન બનાવ્યા હતા.વર્તમાન સિરીઝની પ્રથમ મેચ 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાઈ હતી. જેમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમનો 8 વિકેટે પરાજય થયો હતો. પ્રથમ ટેસ્ટ જીતીને કિવી ટીમે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
ઘૃણાની વાત પહેલી નજરે ભલે નાની લાગે પરંતુ છે બહુ મોટી. ઘણા સમય પહેલા સમાચાર પત્રોમાં સમાચાર આવ્યા હતા કે ચાલુ ટ્રેનમાં સિગારેટ ના એક નાના ટુકડાએ એવી આગ લગાડી કે કરોડોનો સામાન તથા ઘણા લોકો કોલસાની જેમ સળગી મર્યા. આજ રીતે ઘૃણા રૂપી વિકાર પણ પુણ્ય કર્મોને, મીઠાશને, જ્ઞાનના પ્રકાશને રાખ બનાવી દે છે. જેવી રીતે ભગવાનની યાદ થી પાપ કર્મ ભસ્મ થાય છે તેવી જ રીતે ઘૃણા થી પણ સારા કર્મ ભસ્મીભૂત થઈ જાય છે. માટે જ નષ્ટોમોહાની સાથે સાથે નષ્ટોઘૃણા પણ બનવું જરૂરી છે. ત્યારે જ સ્મૃતિ સ્મૃતિલબ્ધા બની શકીશું.
જહાજ સમુદ્રની અંદર તૂટી જવાથી 106 લોકોના મોત, પુલ થી ઉતરીને ટ્રેન નદીમાં પડી હજારોના મૃત્યુ, ભૂકંપથી હજારો વ્યક્તિઓ કાળના મુખમાં, બે વિમાન આકાશમાં અથડાયા પરિણામે 90 યાત્રીઓના મૃત્યુ. આવા સમાચાર આપણે વારંવાર વર્તમાન પત્રો તથા ટીવી ચેનલો દ્વારા સાંભળતા રહીએ છીએ. આજની દોડભાગની જિંદગીમાં મનુષ્ય સંવેદન હિન બનતો જાય છે. પરિણામે આ પ્રકારની ઘટનાઓ પ્રત્યે તે વધુ સંકલ્પ નથી ચલાવતો. આવા સમયે ઉઠવા વાળા વિચારોને તે વધુ મહત્વ નથી આપતો, પરંતુ વિવેકના કોઈ એક ખુણામાં પ્રશ્ન ઉઠે છે કે આવું શા માટે થાય છે?
વયો વૃદ્ધ પિતાની નજર સામે જુવાન પુત્ર શા માટે મૃત્યુ પામે છે? જેણે હજુ કિશોર અવસ્થાને સ્પર્શ પણ નથી કર્યો તેવા બાળકનું અકાળે મૃત્યુ શા માટે થાય છે? માતાની આંખોના તારા પૂરી આંખ ખોલતા પહેલા જ શા માટે સંસારને બાય બાય કહી દે છે? આખા પરિવારનો આધાર વ્યક્તિ એક સેકન્ડમાં આંખો શા માટે બંધ કરી દે છે?
એક સમય હતો જ્યારે વૃદ્ધોની આંખોની સામે નવ જવાનોનું મૃત્યુ નતુ થતું. કોઈપણ સ્ત્રી વિધવા નતી થતી, બાળક અનાથ નતા બનતા. અકાળે મૃત્યુ રૂપી દૈત્ય પોતાના પગ સમેટીને ક્યાંક છુપાઈને રહેતા હતા. મનુષ્ય સૃષ્ટિના કોઈપણ ખૂણે તેનું કાળુમોં એક સેકન્ડ માટે પણ કોઈને નજર નતું આવતું. જરૂર સમય તથા માનવીય કર્મોમાં પરિવર્તન આવેલ છે. મનુષ્યના પરિવર્તન દ્વારાજ અનેક પ્રકારના પરિવર્તન થતા હોય છે. માટે જ અકાળે મૃત્યુનો આ માહોલ દિવસે અને દિવસે માનવીય વ્યવહારમાં આવેલ ગિરાવટનું કારણ છે.
જેવી રીતે મનુષ્યનું પતન થતું જાય છે, પ્રકૃતિ દ્વારા બનાવાયેલ મર્યાદાઓ તેની જાતેજ તૂટતી જાય છે. નદીઓ પોતાના કિનારા છોડી દે છે, પહાડ તેની સ્થિરતા ગુમાવી દે છે, ધરતી ખૂબ ભાર અનુભવે છે તથા મનુષ્ય પોતાની અંદરની પ્રકૃતિ તથા બહારની પ્રકૃતિનું રમકડું બનીને રહી જાય છે. મનુષ્યના પરસ્પરના સંબંધો તથા મનુષ્ય અને પ્રકૃતિના સંબંધો પર તમોગુણ એવો કાળો પડછાયો પડે છે કે જેના પરિણામે જલ્દી-જલ્દી અકાળે મૃત્યુ તથા જલ્દી- જલ્દી જન્મ થવા લાગે છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
ગાંધીનગર: વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ ભરશે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સોમવારે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયામાં AICC સેક્રેટરી સુભાષિની યાદવ, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે દાવેદારોની સેન્સ લીધી હતી. જેમાં 8 દાવેદારોએ ટિકિટ માટે દાવેદારી કરી હતી. જેમાં આજે કોંગ્રેસ પક્ષે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંબ રાજપૂતના નામ પર મહોર મારી છે.
બનાસકાંઠા વિધાનસભાની પેટા ચૂંટણીને પગલે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જન આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોર, નાથાભાઈ પટેલ કાંતિભાઈ ખરાડી, દિનેશ ગઢવી, રઘુ દેસાઈ, રાજુભાઈ જોશી સહિતનાઓ સભા સ્થળે ઉપસ્થિત રહ્યા છે. સભા બાદ ગુલાબસિંહ રાજપૂત ફોર્મ ભરશે.ગુલાબ સિંહે ટિકિટ મળ્યા બાદ જણાવ્યું કે, “કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ મને ચૂંટણી લડવાની તક આપી છે એ બદલ હું તેઓનો આભાર માનું છું. કાર્યકરોને સાથે લઈ આ વિધાનસભાની ચૂંટણી અમે ત્રીજી વખત જીતશું. સ્થાનિક પ્રશ્નો છે જેવા કે રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય સહિતના મુદ્દા પર અમે ચૂંટણી લડીશું.”
નવી દિલ્હીઃ ભારત અને ચીનની સેનાઓ LAC પીછેહઠ કરવા લાગી છે. બંને દેશો દ્વારા LAC સમજૂતી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમચોક અને ડેપસાંગ મેદાનોમાંથી ભારતીય અને ચીની સૈનિકો પીછેહઠ કરવાના લાગ્યા છે. સીમાવિવાદ દરમિયાન સૌથી વધુ તણાવ આ વિસ્તારોને લઈને હતો, તેથી અહીં સેનાની પીછેહઠને એક મોટો વિકાસ માનવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસો પહેલાં જ ભારત અને ચીન વચ્ચે ઘણા મુદ્દાઓ પર સમજૂતી થઈ છે. તે સમજૂતી બાદ જ પાંચ વર્ષ બાદ બ્રિક્સ સમિટમાં પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષી બેઠક જોવા મળી હતી. એ અલગ વાત છે કે ચીને પોતાના જારી કરેલા નિવેદનમાં સરહદ વિવાદનો કોઈ ઉલ્લેખ નથી કર્યો, પેટ્રોલિંગ પોઈન્ટને લઈને કોઈ નિવેદન આપ્યું નથી. બીજી તરફ પીએમ મોદીએ સરહદ કરારનું ખુલ્લેઆમ સ્વાગત કર્યું અને બંને દેશો વચ્ચે પરસ્પર સમજણ પર ભાર મૂક્યો.
બીજી તરફ ચીને કહ્યું હતું કે બંને પક્ષો કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઉકેલ શોધવામાં સફળ રહ્યા છે, ચીન આને સકારાત્મક રીતે લે છે. હવે આગામી તબક્કામાં ચીન ભારત સાથે મળીને કામ કરશે અને તેના સોલ્યુશન પ્લાનને એક્શનમાં લાવશે. ચીનનું આ નિવેદન હાથીના દાંત ચાવવાના અને બતાવવાના અલગ જેવું છે. નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે સરહદ વિવાદને લઈને સહમતી સધાઈ ગઈ છે ત્યારે તેના પર ખૂલીને ચર્ચાવિચારણા કરવી જરૂરી છે.
મુંબઈ: શેરબજારમાં આજે સાર્વત્રિક વેચવાલીના પગલે માર્કેટ ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ સતત ઘટ્યું છે. સેન્સેક્સ 708.69 પોઈન્ટના કડાકા સાથે 80,000નું લેવલ ગુમાવ્યું છે. નિફ્ટી પણ 24,400થી ઘટીને નીચા લેવલે પહોંચ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં મોટા કરેક્શનના માહોલ વચ્ચે રોકાણકારોએ આજે વધુ રૂ. 8.32 લાખ કરોડ ગુમાવ્યા છે. 11.11 વાગ્યે સેન્સેક્સ 640.37 પોઈન્ટ અને નિફ્ટી 254.50 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં મોટુ ગાબડું નોંધાયું છે. બી.એસ.ઈ. મીડકેપ સેગમેન્ટમાં કુલ ટ્રેડેડ 132 શેર્સ પૈકી 119 શેર્સમાં 20 ટકા સુધી કડાકો નોંધાતા ઈન્ડેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે વિદેશી રોકાણકારો મોટાપાયે રોકાણ પાછું ખેંચી રહ્યા છે.
અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મોટી કાર્યવાહી કરાઈ હોવાની માહિતી અહેવાલ સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચે લગભગ 50 જેટલાં બાંગ્લાદેશીઓની અટકાયત કરી હોવાની પ્રાથમિક માહિતી છે. આ લોકો શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. અમદાવાદના ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ અજીત રાજિયને જણાવ્યું કે આ મામલે 200થી વધુ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાંચના ઓફસરને આ મામલે બાતમી મળી હતી. ખોટા દસ્તાવેજો બનાવીને આ બાંગ્લાદેશી નાગરિકો શહેરમાં વસવાટ કરી રહ્યા છે. ખોટાં દસ્તાવેજો ઉભા કરીને આધારકાર્ડ, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. દિવાળી ટાળે જ ક્રાઇમ બ્રાન્ચે આ મોટી કાર્યવાહી કરી છે.
મુંબઈ: જ્યારે પણ ટીવીના સૌથી લોકપ્રિય ટીવી શોની વાત કરવામાં આવે છે ત્યારે ડિરેક્ટર બી.પી.સિંહના ડિટેક્ટીવ શો સીઆઈડીનું નામ ચોક્કસપણે સામેલ કરવામાં આવે છે. લગભગ 20 વર્ષથી આ સિરિયલે ભારતના દરેક ઘરમાં લોકોનું મનોરંજન કર્યું છે. આ શોએ માત્ર વર્ષો સુધી પ્રેક્ષકોનું મનોરંજન જ નથી કર્યું પરંતુ બદલાતા ટીવી ટ્રેન્ડ વચ્ચે એક કલ્ટ ઈન્ડિયન શો પણ બની ગયો. જ્યારે શો સમાપ્ત થયો ત્યારે સોશિયલ મીડિયા ‘એક યુગનો અંત’ પોસ્ટથી ભરાઈ ગયું હતું. ચાહકોએ આ શો પરત કરવાની માંગ શરૂ કરી દીધી હતી. આ શોની સ્ટાર કાસ્ટના પણ ખૂબ વખાણ થયા હતા. તેના પાત્રો, એસીપી પ્રદ્યુમન, દયા, અભિજીત અને ફ્રેડી લોકોના દિલમાં વસી ગયા. હવે એવું લાગે છે કે મેકર્સ સમજી ગયા છે કે લોકો આ શોને ફરીથી જોવા માટે કેટલા બેતાબ છે.
જી હા, સીઆઈડી શૉ ફરી એકવાર ટીવી સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. આ શોના ફેન્સ માટે સારા સમાચાર છે. નિર્માતાઓએ ગુરુવારે CIDની નવી શ્રેણીની જાહેરાત કરી છે. હા! તમારો ફેવરિટ શો 6 વર્ષ પછી ટીવી પર કમબેક કરી રહ્યો છે. લાંબા વિરામ બાદ એસીપી પ્રદ્યુમન, દયા અને અભિજીત ફરી એકવાર હત્યારાઓનો ખુલાસો કરશે. આ વખતે શો એક નવા ફ્લેવર અને સ્ટાઇલ સાથે આવશે. જે ટૂંકી ઝલક સામે આવી છે, તેમાં તમે જોઈ શકો છો કે ACP પ્રદ્યુમન આગ લાગતી જગ્યા પર પહોંચે છે. આ સિવાય ઈન્સ્પેક્ટર દયા અને ઈન્સપેક્ટર અભિજીતની આંખો બતાવવામાં આવી છે. આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે આ શોનો પહેલો પ્રોમો 26 ઓક્ટોબરે રિલીઝ થશે.
CIDની શરૂઆત વર્ષ 1998માં સોની ટીવી પર થઈ હતી. 2018 સુધી આ શોએ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું. આ શો વર્ષોથી એક કલ્ટ સિરિયલ બની ગયો. લોકો હજુ પણ એસીપી પ્રદ્યુમન અને દયા જેવા તેના કલાકારો વિશે વાત કરે છે. હવે આ ચર્ચા ફરી વધી રહી છે, કારણ કે CID 6 વર્ષના લાંબા ગાળા બાદ સોની ટીવી પર વાપસી કરવા જઈ રહી છે. ગુરુવારે, સોની ટીવીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર CIDની નવી સીઝનનો પ્રથમ વીડિયો શેર કર્યો. જેમાં તમને એસપી પ્રદ્યુમન (શિવાજી સાટમ), ઈન્સ્પેક્ટર દયા (દયાનંદ શેટ્ટી) અને સિનિયર ઈન્સ્પેક્ટર અભિજીત (આદિત્ય શ્રીવાસ્તવ)ની ઝલક જોવા મળશે. મેકર્સે ઈન્સ્ટા પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘તમારા કેલેન્ડર્સને માર્ક કરો, 26 ઓક્ટોબરે એક બ્લોકબસ્ટર પ્રોમો વીડિયો લોન્ચ કરવામાં આવશે.’ આ જાહેરાત બાદ ચાહકોનો ઉત્સાહ આસમાને છે.
જે રીતે રામાનંદ સાગરના પૌરાણિક શો ‘રામાયણ’ અને બીઆર ચોપરાના ‘મહાભારત’ને નાના પડદાની કલ્ટ સિરિયલ ગણવામાં આવે છે, એ જ રીતે ‘સીઆઈડી’ને પણ તે દરજ્જો મળ્યો છે. દરેક એપિસોડમાં CID ટીમ એક રસપ્રદ કેસના સસ્પેન્સને ઉકેલે છે, જેને ચાહકો જોવાનું પસંદ કરે છે. આશા છે કે, CID 2માં આ સ્પાય થ્રિલર ટીવી શોમાં વધુ સસ્પેન્સ જોવા મળશે.