ગાંધીનગર: છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગિફ્ટ સિટીની ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમ ઝડપી ગતિએ વિસ્તરી છે. માર્ચ 2020માં 0.5 અબજ કરતાં ઓછા રહેલા કેપિટલ કમિટમેન્ટ્સ (મૂડી પ્રતિબદ્ધતાઓ) ડિસેમ્બર 2025 સુધીમાં વધીને 32.13 અબજ ડોલર સુધી પહોંચ્યા છે, જે અંદાજે 60 ગણો વધારો દર્શાવે છે. આ વૃદ્ધિ ગિફ્ટ સિટીની ભારત કેન્દ્રિત તેમજ વૈશ્વિક રોકાણ વ્યૂહરચનાઓ બંને માટેના પ્લેટફોર્મ તરીકે ઝડપથી વધી રહેલી સ્વીકૃતિ દર્શાવે છે.
આ વિસ્તરણ ભાગીદારોની સંખ્યામાં પણ સ્પષ્ટ જોવા મળે છે. ગિફ્ટ સિટીમાં કાર્યરત ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝ (FME)ની સંખ્યા માર્ચ 2020માં 8 હતી. જે વધીને હાલમાં 202 થઈ છે, જે 25 ગણો વધારો દર્શાવે છે. આ સાથે, ફંડ સ્કીમોની સંખ્યા 10 કરતાં ઓછી હતી તે વધીને 313 થઈ છે. જે પ્રોડક્ટ ઓફરિંગ અને રોકાણ વ્યૂહરચનાઓમાં ઝડપી વધારો દર્શાવે છે. ગિફ્ટ સિટી આધારિત ફંડ્સે કુલ 17.34 અબજ ડોલરની મૂડી એકત્ર કરી છે. જેમાંથી અંદાજે 17 અબજ ડોલરનું પહેલેથી જ રોકાણ થઈ ચૂક્યું છે.
આ અંગે આદિત્ય બિરલા સન લાઇફ એ.એમ.સી. લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સી.ઇ.ઓ.એ. બાલાસુબ્રમણ્યને જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટીનું સશક્ત ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમ તરીકે વિકસવું ભારતની ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રની યાત્રામાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. એબીએસએલએએમસી માટે ગિફ્ટ આઈએફએસસીએ વિવિધતા ધરાવતા ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ લોન્ચ કરવા, વૈશ્વિક અને એનઆરઆઇ રોકાણકારોને વધુ અસરકારક રીતે સેવાઓ આપવા અને સ્થાનિક રોકાણકારોનો વિદેશી તકોમાં પ્રવેશ સુલભ બનાવવા માટે મજબૂત ગેટવે પૂરો પાડ્યો છે. અમે ઓફશોર એસેટ્સ અંડર મેનેજમેન્ટમાં સ્કેલ વધારવા અને વૈશ્વિક રોકાણ ક્ષમતાઓ વિસ્તૃત કરવા પ્રતિબદ્ધ છીએ.”
આ ઉપરાંત, કાર્નેલિયન એસેટ મેનેજમેન્ટ એન્ડ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને સી.આઈ.ઓ. વિકાસ ખેમાણીએ જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટી આધારિત અમારું ઓફશોર ઇનબાઉન્ડ ફંડ સરળતાથી કામ કરી રહ્યું છે. અમે ગિફ્ટ સિટીને માત્ર ભારત માટેના ગેટવે તરીકે નહીં, પરંતુ પહેલેથી જ સ્થાપિત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર તરીકે જોઇએ છીએ, જ્યાં વૈશ્વિક અને સ્થાનિક બંને પ્રકારની કંપનીઓની ભાગીદારી સતત વધી રહી છે. ઝડપથી વિકસતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રગતિશીલ નિયમનાત્મક માહોલ સાથે ગિફ્ટ સિટી અગ્રણી ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહી છે.”
ભાગીદારો, મૂડી અને મૂડીરોકાણમાં સતત વૃદ્ધિ સાથે ગિફ્ટ સિટી વૈશ્વિક રીતે જોડાયેલા ફંડ મેનેજમેન્ટ હબ તરીકે ઉભરી રહી છે, જે ઇનબાઉન્ડ તેમજ આઉટબાઉન્ડ બંને પ્રકારના રોકાણ પ્રવાહોને ટેકો આપે છે.









કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડૉ. ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટીમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોસિએસનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાતથી આ ડેલિગેશને પ્રવાસનો પ્રારંભ કર્યો. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડૉ. ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્ય સત્કાર માટે પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટાઇમ બાઉન્ડ, ક્વોલિટીવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના આપેલા મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ટિમવર્કથી કાર્યરત રહીને આ ગેમ્સ ભવ્યતા પૂર્વક યોજવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે, તેમ જણાવ્યું હતું.
કોમનવેલ સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ.એ આગામી જુલાઈ-2026થી 2 ઓગસ્ટ-2026 સુધી ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ નીહાળવા અને ત્યાંના કાર્ય આયોજનના અભ્યાસ-નિરીક્ષણ માટે આવવાનું મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવ્યું હતું.
ગુજરાતની આ મુલાકાત દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ ડેલીગેશન આગામી કોમનવેલ્થ ગેમ્સ-2030ની રમતો જ્યાં યોજાવાની છે તે સ્થળો અમદાવાદનું વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એકા એરેના તેમજ વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ અને એકતા નગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે સ્થળ મુલાકાત કરવાનું છે.






આ ખેંચતાણ ત્યારે વધુ તીવ્ર લાગી રહી છે કારણ કે રાજ્યનાં મુખ્ય મંત્રી અને TMCનાં સર્વોચ્ચ નેતા મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા નીકળ્યાં છે. હકીકતમાં, ડેરેક ઓ’બ્રાયન, સાગરિકા ઘોષ, મેનકા ગુરુસ્વામી અને સાકેત ગોખલે સહિતનું TMC પ્રતિનિધિમંડળ બુધવારે દિલ્હી સ્થિત ચૂંટણી પંચના કાર્યાલય પહોંચ્યું હતું.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા 23 ફેબ્રુઆરી 2026નાં રોજ 27 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પીઆઈ આર.જી સિંધુની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી, જોકે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાંચની રજૂઆત બાદ આ પીઆઈની બદલીનો ઓર્ડર રદ્દ કરવામાં આવ્યો છે. હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પીઆઈ જી.એમ ચૌધરીની બદલી કરવામાં આવી છે.