Home Blog Page 1422

કેન્દ્રીય કેબિનેટે ગુજરાતને આપી મોટી ભેટ

આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં મોદી સરકાર દ્વારા કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ના વિકાસને મંજૂરી આપી છે.ઉપરાંત 2028 સુધી ફ્રી રાશન આપવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. કેબિનેટ મીટિંગમાં લેવાયેલા ફેંસલા અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમકેએવાય) તથા અન્ય કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત જુલાઈ 2024 થી ડિસેમ્બર 2028 સુધી ફ્રી ફોર્ટિફાઇડ ચોખાનો જથ્થો આપવાનો ફેંસલો કર્યો છે. તેનો કુલ ખર્ચ 17,082 રૂપિયા આવશે. આ ખર્ચ કેન્દ્ર સરકાર ઊઠાવશે.

એપ્રિલ 2022 માં, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ માર્ચ 2024 સુધીમાં તબક્કાવાર રીતે સમગ્ર દેશમાં ચોખાનું વિતરણ કરવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધીમાં તેને ત્રણ તબક્કામાં સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ગરીબોને મફત ફોર્ટિફાઇડ ચોખાના સપ્લાયથી એનિમિયા અને સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ ઓછી થશે.

કેબિનેટે રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં રસ્તાઓને પણ મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં 2,280 કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવશે, જેના માટે 4,406 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સિવાય કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ના વિકાસને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે.

 

વડોદરા ગેંગરેપ મામલે NSUIનો વિરોધ પ્રદર્શન

વડોદરામાં બીજી નોરતે એટલે 4 ઓક્ટોબરના બનેલી ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક સગીરાને ત્રણ લોકોએ પોતાની હવસનો શિકાર બનાવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામ પાસે બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ સમગ્ર ઘટનાને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શહેરોના ડેરી ડેન સર્કલ ખાતે NSUI દ્વારા ભારે સૂત્રોચાર કરી ગૃહ રાજ્યમંત્રીના પૂતળાનું દહન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં NSUIના કાર્યકર્તા ગૃહમંત્રીના પૂતળાનું દહન કરે તે પહેલાં જ પોલીસે આઠથી વધુ કાર્યકર્તાની અટકાયત કરી હતી.

શહેરના ડેરી ડેન સર્કલ પાસે NSUIના કાર્યકર્તાઓ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આરોપીઓને ફાંસી આપો ફાંસી આપોના સૂત્રો ચાર સાથે વિરોધ પ્રદર્શન નોંધાવામાં આવ્યુ હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને NSUI વચ્ચે ભારે ઘર્ષણ બાદ પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકર્તાઓને પોલીસવાનમાં બેસાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડોદરાના ભાયલીમાં શરમજનક ઘટના બની હતી, જેના વિરોધમાં આજે NSUI દ્વારા રસ્તા પર ઊતરીને એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ઘટનાને લઇ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે અને જે આરોપીઓ પકડાયા છે, તેઓને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા થાય તેના વિરોધમાં આજે NSUI દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

ફ્રેન્ચ કલાકારની કલાથી સુશોભિત થશે અમદાવાદની દિવાલ

અમદાવાદ: ફ્રેન્ચ એમ્બેસી, દર્પણ એકેડમી અને એલિયાન્સ ફ્રાન્સિસ, અમદાવાદ(AFA) શહેરની કલા પ્રેમી જનતા માટે એક વિશેષ કાર્યક્રમ લઈને આવી રહ્યા છે. દર વર્ષની જેમ, આ વર્ષે પણ AFA દ્વારા વોલઆર્ટ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ એક વાર્ષિક પ્રોજેક્ટ છે, જેમાં વિવિધ ફ્રેન્ચ આર્ટિસ્ટ ભારત આવીને વિશેષ સ્થળો પર પોતાનું ચિત્રકામ પ્રદર્શિત કરે છે.આ પ્રોજેક્ટના અંતર્ગત, ફ્રેન્ચ કલાકાર એલઝા માર્ટીનો 11 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર 2024 સુધી દર્પણ એકેડમી ખાતેની દિવાલ પર પોતાની ચિત્રકલા રજૂ કરશે. આ કાર્યક્રમ દરરોજ સવારે 10:30 થી સાંજે 6:30 વાગ્યા સુધી ચાલશે. એલઝા માર્ટીનો પ્રસિદ્ધ ફ્રેન્ચ વોલ આર્ટિસ્ટ છે, અને તેઓ એટીઝની કલા શૈલીથી દર્પણ એકેડમીની પાછળની દિવાલ, જે ઉસ્માનપુરા રિવરફ્રન્ટ સામે આવેલી છે તેના પર વિશાળ ચિત્ર દોરશે.આ કાર્યક્રમ સામાન્ય જનતા માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. જેથી કલા પ્રેમીઓ કલાકાર સાથે સીધો સંપર્ક કરી તેમની કલા વિશે વાતચીત કરી શકે.વિશેષ મહત્વની વાત એ છે કે આ ચોથો વોલઆર્ટ પ્રોજેક્ટ છે. જેમાં વિવિધ શહેરોમાં વિરુદ્ધ દિવાલો પર ફ્રેન્ચ કલા નિર્માણ કરવામાં આવશે.

હરિયાણા ચૂંટણી પરિણામ: ચૂંટણી પંચે ખડગેને પત્ર લખ્યો

હરિયાણા ચૂંટણીમાં ગેરરીતિના આરોપો અંગે ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પરિણામો દરમિયાન મત ગણતરી જાણી જોઈને ઓછી ઝડપે કરવામાં આવી હતી. આ સાથે જ કેટલાક નેતાઓએ ઈવીએમ પર સવાલો પણ ઉઠાવ્યા છે.

કોંગ્રેસના નેતાઓને મળવા બોલાવ્યા

ચૂંટણી પંચે કહ્યું કે અમે પાર્ટી અધ્યક્ષના નિવેદનને ચૂંટણી પરિણામો પર પાર્ટીની ઔપચારિક સ્થિતિ માનીએ છીએ. આ કારણે ચૂંટણી પંચ આજે સાંજે 6 વાગ્યે કોંગ્રેસના પ્રતિનિધિમંડળને મળવા માટે સંમત થયું છે.

ગુજરાતમાં વધુ એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ

ગુજરાતમાં નવરાત્રિની ધૂમ ચાલી રહી છે. મા દુર્ગાના પાવન પર્વ પર વડોદરામાં ત્રણ નરધમોએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવ્યાના સમાચાર સામે આવ્યા હતા. જેના પર વડોદરા પોલીસે નરાધમોના કોર્ટમાં રિમાર્ડ પણ મંજૂર કરાવ્યા છે. ત્યારે બીજી બાજુ મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નિકળે છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા મોડે સુધી ગરબે રમવાની છૂટ પણ આપવામાં આવી છે. એક રિપોર્ટ પ્રમાણે ગત 15 દિવસમાં 8થી વધુ બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. ત્યાં તો રાજ્યના ગૃહમંત્રીના વિસ્તારમાંથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે સામૂહિક દુષ્કર્મ ઘટના બની છે. જેમાં સગીરા પોતાના મિત્રને મળવા ગઇ હતી હતી, આ દરમિયાન ત્રણ શખ્સો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર મારી ત્યાંથી ભગાડી ગયા હતા. ત્યારબાદ સગીરાને અવાવરૂ જગ્યા પર લઇ જઇને સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં કોસંબાની પોલીસ ટીમ, સુરત ગ્રામ્ય Dy.SP, LCB, SOG, પેરોલ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ રેન્જ IG અને SPએ પણ ઘટનાસ્થળે પહોંચી બનાવ અંગેની માહિતી મેળવી હતી. આ બનાવની તપાસ માટે 10થી વધારે ટીમ કામે લાગી છે. પોલીસે સગીરા સાથે હાજર યુવકને ઘટનાસ્થળે લઈ જઈને જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસ આ ઘટનામાં ગઈકાલે રાત્રિથી જ સઘન તપાસ કરી રહી છે. પોલીસને શંકાસ્પદ બાઈક મળી છે તેના આધારે 2 આરોપીની ઓળખ પણ કરી લીધી છે. આ 2 આરોપી પકડાઈ જવાથી ત્રીજા આરોપીની ઓળખ અને તેને પણ પકડવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

નેશનલ અવોર્ડ બાદ રડી પડી માનસી પારેખ

મુંબઈ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોથી કલાકારોનું સન્માન કર્યું હતું. જ્યાં પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીને તેમની દાયકાઓ લાંબી કારકિર્દીનું સન્માન કરતાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે મનોજ બાજપેચી, ઋષભ શેટ્ટી અને માનસી પારેખ સહિતના કલાકારોને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઋષભ શેટ્ટીને ‘કંતારા’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કર્યો હતો. જયારે માનસી પારેખને ‘કચ્છ એક્સપ્રેસ’ માટે અને નિત્યા મેનનને ‘થિરુચિત્રમ્બલમ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર આપીને તેમના કામ માટે પ્રશંસા કરવામાં આવી હતી. આ દરમિયાન માનસી પારેખ ખુબ ભાવુક થઈ હતી અને તેની આંખ ભીની થઈ ગઈ હતી.

જ્યારે માનસી પારેખ એવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચી તો તે પોતાના આંસુ કાબુમાં રાખી શકી નહોતી. જ્યારે તે એવોર્ડ મેળવી રહી હતી ત્યારે તે રડી પડી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ખભા પર હાથ મૂકીને તેમને સાંત્વના આપી. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

માનસી ‘કચ્છ એક્સપ્રેસ’ની અભિનેત્રી અને નિર્માતા છે
6 જાન્યુઆરી, 2022ના રોજ રિલીઝ થયેલી માનસી પારેખની પ્રોડક્શન ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં રત્ના પાઠક શાહ અને દર્શિલ સફારી જેવા ઘણા કલાકારો છે. માનસી પારેખે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા તો ભજવી જ હતી સાથે ફિલ્મની નિર્માતા પણ ખરી. ફિલ્મની વાર્તા તેના પતિની બેવફાઈની શોધ કર્યા પછી મહિલા સશક્તિકરણની સફરને અનુસરે છે.

લખીમપુર ખીરીમાં ભાજપના વિધાનસભ્યની મારપીટ, વિડિયો વાઇરલ

લખીમપુર ખીરીઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં અર્બન કોઓપરેટિવ બેન્કના ડેલિગેટ્સની ચૂંટણીના નામાંકનમાં ભારે બબાલ થઈ હતી. ભૂતપૂર્વ સભાપત પુષ્પા સિંહના પતિ અને બાર એસોસિયેશનના પ્રમુખ અવધેશ સિંહે ભાજપના ધારાસભ્ય યોગેશ વર્માને પોલીસની સામે લાફો ઝીંકી દીધો હતો. ભાજપ વિધાનસભ્યની મારપીટનો વિડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

આ થપ્પડ મારવાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.  પ્રાપ્ત માહિતી અનુસાર લખીમપુર ખીરીમાં અર્બન કોઓપરેટિવ બેન્કના ડેલિગેટ્સના નામાંકન દરમ્યાન બે પક્ષો આપસમાં લડી પડ્યા હતા. બંને પક્ષો વચ્ચે તૂતૂ-મૈંમૈં પછી વિવાદ થઈ ગયો હતો. એ દરમ્યાન અવધેશ સિંહે ભાજપના વિધાનસભ્યને માર માર્યો હતો.

બાર એસોસિયેશનના પ્રમુખ અવધેશ સિંહનાં પત્ની પુષ્પા સિંહ આ ચૂંટણીમાં ઉમેદવાર છે. ભાજપના ધારાસભ્ય યોગેશ વર્માએ ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે એક વિધાનસભ્યનો ઝભ્ભો ફાડી નાખવામાં આવ્યો હતો અને મારપીટ કરવામાં આવી હતી.

ધારાસભ્ય અને બાર એસોસિયેશનના પ્રમુખ સામસામે આવી ગયા હતા. ત્યાર બાદ ધારાસભ્યના સમર્થકોએ અવધેશ પર હુમલો પણ કર્યો હતો. આ ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પોલીસે દરમિયાનગીરી કરીને બન્નેને અલગ કરતાં ધારાસભ્યને દૂર લઈ ગઈ હતી, પરંતુ બીજા જૂથના લોકોએ ધારાસભ્યને ઘેરી લીધા હતા અને મારપીટ શરૂ કરી હતી. પોલીસે ભારે મુશ્કેલીથી ધારાસભ્યને બચાવ્યા હતા.

શું છે મામલો?

આ ઘટના બાદ મિડિયા સાથે વાત કરતાં ધારાસભ્ય યોગેશ વર્માએ કહ્યું હતું કે આજે અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી છે, ભાજપના કાર્યકરો નામાંકન લેવા આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. પહેલા ટ્રેડ યુનિયનના નેતા રાજુ અગ્રવાલને માર મારવામાં આવ્યો અને તેમનું પેમ્ફલેટ ફાડી નાખવામાં આવ્યું. જ્યારે હું તેમને મળવા આવ્યો ત્યારે વકીલ અવધેશ સિંહે પણ મને લાફો ઝીંકી દીધો હતો.

 

સાવિત્રી જિંદાલનો મોટો નિર્ણય, આ પાર્ટીને આપ્યું સમર્થન

આ વખતે ભાજપે હરિયાણાની હિસાર બેઠક પરથી સાવિત્રી જિંદાલને ટિકિટ આપી નથી. તેણીએ મશાલ પ્રતીક સાથે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને જીતી હતી. સાવિત્રી જિંદાલ તેમના સાંસદ પુત્ર નવીન જિંદાલ સાથે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ધર્મેન્દ્ર પ્રધાન અને સાંસદ બિપ્લબ દેબને મળ્યા હતા. આ બેઠકમાં ભાજપને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો હતો.

74 વર્ષીય સાવિત્રી જિંદાલે કોંગ્રેસના ઉમેદવાર રામ નિવાસ રાણાને 18,941 મતોના માર્જિનથી હરાવ્યા હતા. તેમને 49,231 મત મળ્યા હતા. બીજેપી ઉમેદવાર કમલ ગુપ્તા ત્રીજા ક્રમે છે. સાવિત્રી જિંદાલે તેમના પતિના અવસાન બાદ 2005માં જિંદાલ ગ્રુપની કમાન સંભાળી હતી. તે જ સમયે, તેની માતાની જીત પછી, પુત્ર નવીન જિંદાલે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં વિજયની નિશાની જોવા મળી હતી.

તે દેશની સૌથી અમીર મહિલા અને પાંચમી સૌથી અમીર ભારતીય છે. તેમની કુલ સંપત્તિ 36.3 અબજ ડોલર છે.
સાવિત્રી જિંદાલની કંપની સ્ટીલ અને પાવર પ્રોડક્શન, માઇનિંગ અને પોર્ટ જેવા બિઝનેસ સાથે સંકળાયેલી છે.
સાવિત્રી જિંદાલીએ કોંગ્રેસની ટિકિટ પર 2005માં પ્રથમ વખત હરિયાણા વિધાનસભા ચૂંટણી જીતી અને 2009માં તેમની જીતનું પુનરાવર્તન કર્યું. સાવિત્રી જિંદાલ હુડ્ડા સરકારમાં મંત્રી પણ રહી ચૂકી છે. જો કે, તે જ વર્ષે, તેમના પુત્ર નવીન જિંદાલ પછી, તેઓ પણ ભાજપમાં જોડાયા. પરંતુ ચૂંટણી ન મળતાં તેમણે બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી.

 

ઇઝરાયેલના ભીષણ હુમલાથી હવે હિજબુલ્લાના બદલાયા સૂર

નવી દિલ્હીઃ ઇઝરાયેલી સેનાએ દક્ષિણી લેબનોનમાં જોરદાર હવાઈ હુમલા કર્યા છે. ઇઝયારેયલી સુરક્ષા દળોએ લેબનોનમાં હિજબુલ્લાના અન્ડરગ્રાઉન્ડ કમાન્ડ સેન્ટરો પર અનેક એર સ્ટ્રાઇક કરી છે. આ સૈન્ય કાર્યવાહીમાં 50થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં હિજબુલ્લાના સાઉથ ફ્રન્ટ અને રાડવાન ફોર્સના છ સિનિયર કમાન્ડર પણ સામેલ છે. જેથી હિજબુલ્લા હવે શાંતિની વાત કરી રહ્યું છે.

ઇઝરાયેલે દક્ષિણી લેબેનોનમાં જમીની હુમલા પણ શરૂ કર્યા છે, જે સતત જારી છે. એ દરમ્યાન હિજબુલ્લાએ કહ્યું હતું કે એણે તેના મૃતક કમાન્ડરોને સ્થાને નવી નિમણૂકો કરી દીધી છે. બીજી બાજુ ઇઝરાયેલી સેનાએ ભૂમધ્ય સાગરના 60 કિલોમીટર ક્ષેત્રમાં નિવાસીઓએ તથા માછીમારોને સમુદ્ર તટથી દૂર રહેવાની ચેતવણી આપી છે.

અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યુ મિલરે એક બ્રિફિંગમાં કહ્યું હતું કે હિજબુલ્લાના મંગળવારના યુદ્ધવિરામના આહવાનથી સ્પષ્ટ માલૂમ પડે છે કે આતંકવાદી જૂથ બેકફૂટ પર જઈ રહ્યું છે. હિજબુલ્લાના ઉપનેતા નઇમ કાસિમનું કહેવું છે કે અમારા જૂથની ક્ષમતા હજી પણ યથાવત્ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ઇઝરાયેલના હુમલા પછી ઇઝરાયેલી જમીની ઘૂસણખોરી કરવા માટે પાછળની તરફ ધકેલી રહ્યા છે.

મિલરે કહ્યું હતું કે અમે આ સંઘર્ષનું કૂટનીતિ સમાધાન ઇચ્છીએ છીએ. તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે શું લેબનોનના નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે મિલરે જણાવ્યું હતું કે અમેરિકાના અધિકારી હંમેશાંથી મધ્યસ્થીઓ હેઠળ લેબેનોનમાં વિવધ ખેલાડીઓની સાથે વાતચીત કરી રહ્યા છે.

 

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળ્યા બાદ ગદગદ થયા મિથુન ચક્રવર્તી

મુંબઈ: બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 8 ઓક્ટોબર 2024 ના રોજ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપ્યો. ભારતીય સિનેમાની દુનિયાનો સૌથી મોટો એવોર્ડ મળ્યા બાદ મિથુન ચક્રવર્તી ખૂબ જ ઉત્સાહિત છે અને તેણે પોતાની ખુશી પણ વ્યક્ત કરી છે. 350 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલા મિથુન ચક્રવર્તીએ વર્ષોની મહેનત અને સતત પોતાની કળામાં સુધારો કરીને દર્શકોના દિલ જીતીને આ એવોર્ડ મેળવ્યો છે. એવોર્ડ મળ્યા બાદ અભિનેતાની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે, જ્યાં તેણે કહ્યું કે ભગવાને તેણે ઉઠાવેલી સમસ્યાઓનું વ્યાજ સાથે ફળ આપ્યું છે.

મિથુને ખુશી વ્યક્ત કરી

દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળવાની ખુશી વ્યક્ત કરતાં મિથુન ચક્રવર્તીએ કહ્યું,હું શું કહું, હું હજી સુધી બરાબર પચાવી શક્યો નથી, હું હજી પણ એ જ હેંગઓવરમાં છું. હું માત્ર એટલું જ કહી શકું છું કે આટલું મોટું સન્માન મેળવવા બદલ તમારો આભાર. મેં ગમે તેટલી તકલીફો સહન કરી હોય, ભગવાને મને કદાચ વ્યાજ સાથે તેનું ફળ આપ્યું પાછું આપ્યું છે. મિથુન ચક્રવર્તીએ યુવાનો માટે પણ ખાસ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું,’જુઓ, બધા સપના જુએ છે, હું જાણું છું કે ઘણા પ્રતિભાશાળી બાળકો છે, પરંતુ પૈસાની અછત છે, તેમ છતાં હિંમત હારશો નહીં, આશા છોડશો નહીં, સપના જોવાનું બંધ કરશો નહીં.’

આગામી ફિલ્મો અંગે મિથુન ચક્રવર્તીએ કહ્યું કે,’હું કંઈપણ પ્લાન કરતો નથી.’ તેમણે વધુમાં કહ્યું કે,’ફિલ્મ પહેલા અઠવાડિયામાં ફ્લોપ થઈ ગઈ હતી. લોકોએ કહ્યું કે તે આંગળીઓ ઉંચી કરીને કેવો ડાન્સ કરી રહ્યો છે, પરંતુ પછી લોકો સમજી ગયા અને તેને અપનાવવા લાગ્યા અને તે એક તબક્કો બની ગયો અને આ તબક્કો હજુ પણ ચાલુ છે. આ ડાન્સ મૂવ હજુ પણ ચાલે છે, લોકો તેની નકલ કરે છે અને વિદેશોમાં તે અલગ વાત છે.

પદ્મભૂષણ જ્યારે મળ્યો તે અંગેની લાગણી વ્યક્ત કરતા મિથુન ચક્રવર્તીએ કહ્યું,’ જ્યારે દરેકને પદ્મ ભૂષણ મળી રહ્યો હતો મને લગાતું કે મને કેમ નથી મળી રહ્યો, મારાથી નાના કલાકારોને પણ મળી રહ્યો છે, હું વિચારતો હતો કે મને કેમ નથી મળી રહ્યો. અને આખરે જ્યારે મને તે સન્માન મળ્યું, ત્યારે મને ખૂબ જ ગમ્યું.