કોલકાતાઃ પશ્ચિમ બંગાળના માલદા મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ ચૂંટણી પંચે કેસની NIA તપાસના આદેશ આપ્યા છે. ચૂંટણી પંચના આદેશ મળતાં જ NIAએ તપાસ શરૂ કરી દીધી છે. NIAની ટીમે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને અત્યાર સુધીમાં મુખ્ય કાવતરાખોર સહિત કુલ 35 લોકોની ધરપકડ કરી છે. માલદા હિંસા કેસની તપાસ હવે NIA કરી રહી છે. આ મામલે મમતા બેનર્જીનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે તેને બંગાળને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે.
મુખ્ય કાવતરાખોરની ધરપકડ
ADG નોર્થ બંગાળ જયરામને જણાવ્યું હતું કે લોકોને ઉશ્કેરવાના આરોપમાં મોફક્કરુલ ઇસ્લામને બાગડોગરા એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આવી કોઈ પ્રવૃત્તિને અમે મંજૂરી આપવાના નથી. આ ઘટના અગાઉથી આયોજનબદ્ધ હતી કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ ઘટના બાદ ન્યાયિક અધિકારીઓને CAPF સુરક્ષા આપવામાં આવી છે. અત્યાર સુધી 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વકીલ મોફક્કરુલ ઇસ્લામ મુર્શિદાબાદના કાલિયાચક કેસનો મુખ્ય ષડયંત્રકર્તા છે. પશ્ચિમ બંગાળ પોલીસે તેને ત્યારે ધરપકડ કરી જ્યારે તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આરોપી ઇસ્લામનું નિવેદન
ધરપકડ બાદ ઇસ્લામે કહ્યું કે SIRને નામે જેમના નામ ‘D voter’ તરીકે નોંધાયા છે અથવા ડિલીટ થયા છે એવા મુસ્લિમ લોકોના આંદોલનમાં મદદ કરવા માટે તે ત્યાં ગયો હતો. તેણે કહ્યું હતું કે તેણે આંદોલન શરૂ કર્યું નહોતું. તે કોલકાતાથી અલીપુરદ્વાર જઈ રહ્યો હતો અને રસ્તામાં આંદોલન પાસે અટકીને ભાષણ આપ્યું હતું. તેને કારણે કોઈ જજ અટક્યા નહોતા. તેની બાગડોગરા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી.
બુધવારે કાલિયાચકમાં ઘટના બની
માલદાના કાલિયાચક વિસ્તારમાં સાત ન્યાયિક અધિકારીઓને ઉપદ્રવીઓએ બંદી બનાવી લગભગ 8 કલાક સુધી રાખ્યા હતા, જે બાદ સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી કલકત્તા હાઇકોર્ટના ચીફ જસ્ટિસે બંગાળના DGP સાથે વાત કરી, ત્યાર બાદ પોલીસ પહોંચી અને ન્યાયિક અધિકારીઓને મુક્ત કરાયા હતા.
અમદાવાદઃ રાજ્યના અમદાવાદ શહેરમાં CNGની કિંમતોમાં ફરી એક વાર વધારો કરવામાં આવ્યો છે. અદાણી ટોટલ ગેસે CNGના દરમાં પ્રતિ કિલો રૂ. 1.50નો વધારો જાહેર કર્યો છે. આ વધારા બાદ અમદાવાદમાં CNGની નવી કિંમત રૂ. 83.77 પ્રતિ કિલો થઈ ગઈ છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે લોકો પહેલેથી જ વધતી મોઘવારીના દબાણ વચ્ચે રોજિંદા ખર્ચને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શહેરમાં મોટી સંખ્યામાં ઓટો-રિક્શા, ટેક્સી અને ખાનગી વાહનોમાં CNGનો ઉપયોગ થાય છે. તેથી સામાન્ય લોકો માટે હવે રોજિંદી મુસાફરી થોડી વધુ મોંઘી બનશે.
ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલથી જ ઇંધણ અને અન્ય જરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેને કારણે ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ પડ્યો છે. તાજેતરમાં દેશભરમાં ઈરાન યુદ્ધની પરિસ્થિતિને કારણે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધતાં કોમર્શિયલ LPGની કિંમતો પર સીધી અસર પડી છે. સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 195.50નો વધારો કર્યો હતો.
પશ્ચિમ એશિયામાં ચાલુ તણાવનો પ્રભાવ હવે ભારતમાં પણ સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યો છે. અત્યાર સુધી સરકાર સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરતી હતી, પરંતુ બુધવારે કોમર્શિયલ LPG અને વિમાન ઇંધણના ભાવમાં થયેલા વધારાથી સ્પષ્ટ થયું છે કે સમસ્યા વધુ ગંભીર બની રહી છે અને તેની સૌથી મોટી અસર સામાન્ય લોકો પર પડશે. જો ઈરાન તથા અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ લાંબો ચાલશે તો પરિસ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે.
અમદાવાદ: ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી મુજબ, ગીર સોમનાથના વેરાવળમાં માત્ર બે કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. ખેતરમાં ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
પોરબંદરમાં ગાજવીજ સાથે વરસાદ
પોરબંદરના બરડા પંથકમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. આ માવઠાથી મગ, તલ અને અડદ જેવા ઉનાળુ પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભરઉનાળે વરસેલા વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે…
વાવ થરાદ જિલ્લાના વાતાવરણમાં પલટો
વાવ થરાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મોડી રાત્રે કમોસમી વરસાદ શરૂ થયો હતો. લાખણી, દિયોદર અને થરાદ સહિતના તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ પડતા થઇ શકે ખેતી પાકોને નુક્સાન થવા પામ્યું છે.ખેડૂતોની ચિંતા વધી
ભર ઉનાળે થયેલા આ વરસાદને કારણે ખેડૂતોના ઉનાળુ પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. ખાસ કરીને ઘઉં, મગ, તલ, અડદ જેવાં તૈયાર પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અને અચાનક આવેલા આ કમોસમી મારને કારણે ધરતીપુત્રોની હાલત કફોડી બની છે.
ગરમીથી રાહત, પણ મુશ્કેલીની શરૂઆત
એક તરફ જ્યાં કમોસમી વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં ગરમીથી આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 137.24 પાકિસ્તાની રૂપિયા (PKR) અને ડીઝલમાં 184.49 PKR નો વધારો કરવામાં આવ્યો છે. હવે દેશમાં પેટ્રોલ 458.4 PKR પ્રતિ લિટર અને હાઈ-સ્પીડ ડીઝલ (HSD) 520.35 PKR પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. નાણાપ્રધાન મોહમ્મદ ઔરંગઝેબે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.
ઊર્જા મંત્રાલયે નવા દરોની પુષ્ટિ માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું હતું. મલિકે જણાવ્યું હતું કે નવા ભાવ શુક્રવાર (3 એપ્રિલ 2026)થી અમલમાં આવશે. પાકિસ્તાનમાં કેરોસિનના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કેરોસિન 34.08 PKR પ્રતિ લિટર મોંઘું થઈ 457.80 PKR પ્રતિ લિટર સુધી પહોંચી ગયું છે. નોંધનીય છે કે એક ભારતીય રૂપિયા (INR) લગભગ ત્રણ પાકિસ્તાની રૂપિયા (PKR) બરાબર છે.
પાકિસ્તાને ઈંધણના ભાવ કેમ વધાર્યા?
પાકિસ્તાનમાં ઈંધણના ભાવમાં વધારો વૈશ્વિક ઈંધણ સંકટ વચ્ચે થયો છે, જે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા-ઇઝરાઇલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે ઊભું થયું છે. આ સંઘર્ષને કારણે દુનિયાના મહત્વપૂર્ણ તેલ શિપિંગ માર્ગોમાંથી એક — સ્ટ્રેટ ઓફ હોર્મુઝ — બંધ થઈ ગયો છે. આ માર્ગ દ્વારા વિશ્વના લગભગ 20 ટકા તેલ અને ગેસની સપ્લાય થાય છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે યુદ્ધ શરૂ થયા બાદ પેટ્રોલમાં 95 PKR પ્રતિ લિટર અને ડીઝલમાં 203 PKR પ્રતિ લિટર વધારો કરવાની ત્રીજી ભલામણ પણ નકારી દીધી હતી. એ પહેલાં પણ પેટ્રોલમાં 76 PKR પ્રતિ લિટર અને ડીઝલમાં 177 PKR પ્રતિ લિટર વધારાની ભલામણોને નકારી દેવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે 13 માર્ચે આંતરરાષ્ટ્રીય તેલના ભાવ વધ્યા છતાં સમાન પ્રસ્તાવ ઠુકરાવવામાં આવ્યો હતો. જોકે, યુદ્ધ શરૂ થયા બાદ સરકારે 6 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શરૂઆતમાં 55 PKR પ્રતિ લિટરનો વધારો કર્યો હતો.
સબસિડીના પગલાંની જાહેરાત
નાણાં પ્રધાન ઔરંગઝેબે રાહત પગલાંની પણ જાહેરાત કરી. તેમણે જણાવ્યું હતું કે ટૂ વ્હીલર વાહનો માટે પ્રતિ લિટર 100 PKRની સબસિડી આપવામાં આવશે. આ સબસિડી દર મહિને મહત્તમ 20 લિટર સુધી મર્યાદિત રહેશે અને ત્રણ મહિના માટે લાગુ રહેશે.
ગીર સોમનાથ: જિલ્લામાં વાતાવરણમાં આવેલા ઓચિંતા પલટાએ ખેડૂતની ચિંતામાં વધારો કર્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકી પડ્યો. જેના કારણે વિવિધ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને ગીરની ઓળખ સમાન કેસર કેરીને… આ કુદરતી આફત તૂટી પડતા ખેડૂતો પાયમાલ થવાની ભીતિ સેવી રહ્યા છે.વેરાવળ તાલુકાના પંડવા ગામ અને તેની આસપાસના વાડી વિસ્તારોમાંથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. પંડવા ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર, વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે, જેનાથી સીઝનની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
આ વર્ષે આંબા પર સારો મ્હોર અને નાની કેરીઓ (ખાખડી) જોઈને ખેડૂતો તેમજ બગીચા રાખનારા ઈજારદારો સારા નફાની આશા રાખી રહ્યા હતા. પરંતુ, કમોસમી માવઠાએ તમામ ગણતરીઓ ઊંધી પાડી દીધી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હજુ કેરી નાની અવસ્થામાં હતી, ત્યારે જ પવન અને વરસાદના કારણે તે મોટા પ્રમાણમાં ખરી પડી છે. વરસાદી પાણી પડવાથી અને ભેજવાળા વાતાવરણને કારણે બાકી રહેલી કેરીઓમાં પણ રોગચાળો આવવાની અથવા ડાઘ પડવાની શક્યતા વધી ગઈ છે.વેરાવળ પંથકમાં માત્ર કેરી જ નહીં, પરંતુ ખેતરોમાં ઉભેલા ઉનાળુ પાક જેવા કે બાજરી અને મગફળીને પણ આ વરસાદી માહોલની માઠી અસર થવાની શક્યતા છે. કમોસમી વરસાદને કારણે ઘાસચારો પલળી જવાથી પશુપાલકોની ચિંતામાં પણ વધારો થયો છે.
જો તમારી બાજુમાં કોણ ઉભું છે એનાથી તમારી કીમત નક્કી થતી હોય, તો તમારી કોઈ કીમત જ નથી એવું સીધે સીધું જ સાબિત થાય છે. આપણે જ્યારે ઉભા હોઈએ અને કોઈ જાણીતા માણસને મળવા આવવાનું મન થાય, ત્યારે આપણી સાચી કીમત ગણાય. કોણ શું કહેશે એ વિચારવામાં જીવનની અદ્ભુત ક્ષણો ખોવાના બદલે મનને ગમતું કરવામાં જ જીવનની સાચી મજા છે. કોઈનું નુકસાન કર્યા વિના સરળ અને સુખી જીવન જીવતો માણસ જ સફળ માણસ ગણાય.
કોઈ યાદ કરે છે તો પણ એ સકારાત્મકતા છે. કોઈ અંગત ક્યારેક ન મળવાની ફરિયાદ કરે તો એ પણ સકારાત્મકતા છે, કારણ કે કોઈ તમને પોતાની અંગત વ્યક્તિ માને છે એનો આ પુરાવો છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સ: અમારી સોસાયટીમાં એક વિચિત્ર માણસ રહે છે. એને કોઈની પડી જ નથી. મારી પત્નીને તો એ દીઠો નથી ગમતો. એક વાર મારી પત્નીથી એની ગાડી ઘસાઈ ગઈ. અમે નક્કી જ કર્યું હતું કે આજે તો લડી જ લેવું છે અને કહી દઈશું કે મોટી ગાડી હોય તો બીજે પાર્ક કરો, અમારી ગાડી ઘસાઈ જાય છે. પણ એ તો કશું બોલ્યા વિના મહિનાઓ સુધી એવી ગાડી લઈને ફરતો અને જે મળે એને કહેતો કે કોઈ નવશીખીયાએ આ ઘસી નાખી છે. બોલો, અમારું કેવું લાગે? પછી અમે ખૂબ મહેનત કરી, પણ એમ થોડા પૈસા આવે? અંતે એક તક મળી અને અમે સોસાયટીની કમિટીને સાધી લીધી. ભાગ નક્કી કરીને બધા કામ અમને મળી ગયા. ત્રણ મોટી ગાડી લઈ લીધી. એ માણસ તો અમારી ગાડીની સામે પણ નથી જોતો. ગુસ્સો આવે છે. શું કરીએ?
જ: લોકો શું કહેશે એ સહુથી મોટી સમસ્યા છે. તમે તમને ગમતું કરો. એ માણસ તો તમને ગણતો જ નથી. એને દેખાડી દેવામાં તમે દેવાળિયા થઈ જશો અને એને ખબર પણ નહીં હોય. એ મસ્તરામ છે. એણે ક્યારેય તમારું નામ નથી લીધું, એનો અર્થ કે એને ખબર નથી કે આ નુકસાન તમે કર્યું હતું. તમારા મનમાં ગુનાહિત લાગણી છે. એમાંથી બહાર આવીને જીવવાનું શરૂ કરો. તમે કારણ વિના એને મનમાં ભરીને ફરો છો.
સ: અમે રાજસ્થાની છીએ, પણ પેઢીઓથી અમે ગુજરાતમાં જ છીએ. આમ તો મારું પિયર ગુજરાતી છે, પણ સાસરિય રાજસ્થાની. ટૂંકમાં લવ મેરેજ છે. ત્રણ વરસ પહેલા મારા પતિ કી ક્લબમાં મેમ્બર થયા. એમાં એવું હોય કે પત્નીઓ ગાડીમાં બેસે, ટેબલ ગોળ ફરે, જેની ઉપર ચાવીઓ પડી હોય. જેની સામે જે ગાડીની ચાવી આવે, એ ગાડી અને એની પત્ની પેલા માણસની એક રાત માટે થઈ જાય. એવું બધાની સાથે થાય. આવી મીટિંગ હોય ત્યારે અમારી ગાડી બીજાના ઘરે હોય અને બીજાની ગાડી અમારા ઘરે. તમે અમારું પાર્કિંગ જોશો તો વારંવાર ગાડીઓ બદલાતી લાગશે.
મારો દેખાવ સુંદર નથી, એટલે મારા પતિને એ ક્લબમાંથી કાઢી મૂકવાની વાત થઈ. મારા પતિએ અમારી જ સોસાયટીમાં ઘર ભાડે રાખીને કેટલીક છોકરીઓ વસાવી લીધી. મીટિંગમાં એ હવે એમને લઈ જાય છે. એ બિલ્ડિંગમાં ઓળખાણથી કેમેરા પણ કાઢાવી નાખ્યા છે.
હવે મારા પતિ આ વાતને વેપાર સુધી લઈ ગયા છે. પોતાનું કામ કાઢાવવા આ છોકરીઓને દારૂ સાથે મોકલે છે, જે ખોટું કહેવાય. કોઈ ઈલાજ આપો ને.
જ: તમે જે વાત કરી એ બંને પ્રવૃત્તિ ખોટી જ કહેવાય. તમારે શરૂઆતથી જ વિરોધ કરવો જોઈએ હતો. વળી દેહવ્યાપારનો વ્યવસાય અત્યંત નકારાત્મક છે. એની નકારાત્મક અસર તમારી આવતી પેઢી સુધી આવી શકે છે. એનો વિરોધ કરો. મોડર્ન દેખાવાની લ્હાયમાં તમે ખોટા રસ્તે ચડી ગયા છો. તમારા પતિને સમજાવો. જરૂર પડે તો સોસાયટીના અન્ય લોકોની મદદ લઈને આ કાર્ય બંધ કરાવો.
વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના હેઠળ કેટલીક પેટન્ટ દવાઓ પર 100 ટકા સુધી ટેરિફ લગાવવામાં આવે એવી શક્યતા છે. આ ટેરિફ તે કંપનીઓ પર લાગુ થશે જે આવનારા મહિનાઓમાં તેમની સરકાર સાથે સમજૂતી નહીં કરે.
જે કંપનીઓએ “મોસ્ટ ફેવર્ડ નેશન” પ્રાઇસિંગ ડીલ કરી છે અને અમેરિકા ખાતે પેટન્ટ દવાઓ તથા તેના કાચા માલના ઉત્પાદન માટે ફેક્ટરી સ્થાપી રહી છે, તેમને કોઈ ટેરિફ લાગશે નહીં. જ્યારે પ્રાઇસિંગ ડીલ કર્યા વગર અમેરિકામાં ઉત્પાદન શરૂ કરતી કંપનીઓ પર શરૂઆતમાં 20 ટકા ટેરિફ લાગશે, જે ચાર વર્ષમાં વધીને 100 ટકા સુધી પહોંચશે.
રાષ્ટ્રીય સુરક્ષા હેઠળ લેવામાં આવ્યું પગલું
સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કંપનીઓ પાસે હજુ ચર્ચા માટે સમય છે. મોટી કંપનીઓને 120 દિવસ અને અન્ય કંપનીઓને 180 દિવસનો સમય આપવામાં આવ્યો છે, ત્યાર બાદ 100 ટકા ટેરિફ લાગુ થઈ શકે છે. અધિકારીએ કઈ કંપનીઓ અથવા કઈ દવાઓ પર ટેરિફ લાગશે તેની માહિતી આપી નથી, પરંતુ જણાવ્યું હતું કે સરકાર પહેલેથી જ મોટી દવા કંપનીઓ સાથે 17 કિંમત સમજૂતીઓ કરી ચૂકી છે, જેમાંથી 13 પર સહી થઈ ગઈ છે.
ફાર્મા ઉદ્યોગે વ્યક્ત કરી ચિંતા
આ નવા નિર્ણયના સંભવિત પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. દવા ઉદ્યોગ સંગઠન ફાર્મા (PHRM)ના CEO સ્ટીફન જે. ઉબલે જણાવ્યું હતું કે અદ્યતન દવાઓ પર ટેક્સ લગાવવાથી ખર્ચ વધશે અને અમેરિકામાં અબજો ડોલરના રોકાણ પર અસર પડી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે અમેરિકામાં પહેલેથી જ બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગનો મોટો આધાર છે અને અન્ય દેશોમાંથી આવતી ઘણી દવાઓ વિશ્વસનીય સહયોગી દેશોમાંથી આવે છે.
ટ્રમ્પના નિર્ણયની મુખ્ય બાબતો
અમેરિકા દ્વારા પેટન્ટ દવાઓ પર 100 ટકા સુધી ટેરિફની જાહેરાત
સરકાર સાથે કિંમત સમજૂતી ન કરનાર કંપનીઓ પર ટેરિફ લાગશે
સમજૂતી + અમેરિકામાં ઉત્પાદન કરતી કંપનીઓ માટે 0% ટેરિફ
સમજૂતી વગરની કંપનીઓ માટે પહેલા 20 ટકા, પછી 4 વર્ષમાં 100 ટકા ટેરિફ
નવી દિલ્હીઃ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાને મુદ્દે 60થી વધુ દેશોની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકનું નેતૃત્વ બ્રિટને કર્યું હતું. આ બેઠક દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને તાત્કાલિક અસરથી ખોલવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તમામ દેશોએ તેને શક્ય તેટલી વહેલી તકે ફરી શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. એ સાથે જ ‘ફ્રીડમ ઓફ નેવિગેશન’ (સમુદ્રી અવરજવરનો સ્વતંત્ર અધિકાર) જાળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવું વૈશ્વિક સમૃદ્ધિ માટે મોટો ખતરો છે.
આ બેઠકમાં ભારતે ફ્રીડમ ઓફ નેવિગેશન પર ભાર મૂક્યો અને આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. વિક્રમ મિસ્રીએ જણાવ્યું હતું કે આ પરિસ્થિતિનો ભારતની ઊર્જા સુરક્ષા પર ગંભીર પ્રભાવ પડી રહ્યો છે.
ભારતે બેઠકમાં શું કહ્યું?
તેમણે પોતાના નિવેદનમાં એ પણ ચિંતા વ્યક્ત કરી કે આ સંઘર્ષને કારણે ભારતીય નાવિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ગલ્ફ વિસ્તારમાં 18 ભારતીય જહાજો ફસાયેલા છે, જેમાં 485થી વધુ ભારતીય નાવિકો સવાર છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે આ સંકટનો ઉકેલ કૂટનીતિક રીતે ઇચ્છે છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને વહેલી તકે ખોલવાની માગ કરી છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ શું છે અને ક્યાં આવેલું છે?
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંથી એક છે અને તે દુનિયાનું સૌથી મહત્વપૂર્ણ ઓઇલ પરિવહન માર્ગ માનવામાં આવે છે.
આ સમુદ્રી માર્ગ ઈરાનના ઉત્તર ભાગ અને ઓમાન તથા યુનાઇટેડ આરબ અમીરાત (UAE)ના દક્ષિણ ભાગ વચ્ચે આવેલો છે. તેના પ્રવેશ પાસે પહોળાઈ આશરે 50 કિમી (31 માઈલ) છે અને સૌથી સંકુચિત ભાગમાં તે લગભગ 33 કિમી જેટલો રહે છે. આ માર્ગ ફારસની ખાડીને અરબ સાગર સાથે જોડે છે અને ખાડી પ્રદેશમાંથી વિશ્વના અન્ય ભાગોમાં ઓઇલ અને ગેસ પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
માલદા પ્રોટેસ્ટ કેસના મુખ્ય કાવતરાખોર સહિત 35ની ધરપકડ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના માલદા મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ ચૂંટણી પંચે કેસની NIA તપાસના આદેશ આપ્યા છે. ચૂંટણી પંચના આદેશ મળતાં જ NIAએ તપાસ શરૂ કરી દીધી છે. NIAની ટીમે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને અત્યાર સુધીમાં મુખ્ય કાવતરાખોર સહિત કુલ 35 લોકોની ધરપકડ કરી છે. માલદા હિંસા કેસની તપાસ હવે NIA કરી રહી છે. આ મામલે મમતા બેનર્જીનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે તેને બંગાળને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે.
મુખ્ય કાવતરાખોરની ધરપકડ
ADG નોર્થ બંગાળ જયરામને જણાવ્યું હતું કે લોકોને ઉશ્કેરવાના આરોપમાં મોફક્કરુલ ઇસ્લામને બાગડોગરા એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આવી કોઈ પ્રવૃત્તિને અમે મંજૂરી આપવાના નથી. આ ઘટના અગાઉથી આયોજનબદ્ધ હતી કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ ઘટના બાદ ન્યાયિક અધિકારીઓને CAPF સુરક્ષા આપવામાં આવી છે. અત્યાર સુધી 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વકીલ મોફક્કરુલ ઇસ્લામ મુર્શિદાબાદના કાલિયાચક કેસનો મુખ્ય ષડયંત્રકર્તા છે. પશ્ચિમ બંગાળ પોલીસે તેને ત્યારે ધરપકડ કરી જ્યારે તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આરોપી ઇસ્લામનું નિવેદન
ધરપકડ બાદ ઇસ્લામે કહ્યું કે SIRને નામે જેમના નામ ‘D voter’ તરીકે નોંધાયા છે અથવા ડિલીટ થયા છે એવા મુસ્લિમ લોકોના આંદોલનમાં મદદ કરવા માટે તે ત્યાં ગયો હતો. તેણે કહ્યું હતું કે તેણે આંદોલન શરૂ કર્યું નહોતું. તે કોલકાતાથી અલીપુરદ્વાર જઈ રહ્યો હતો અને રસ્તામાં આંદોલન પાસે અટકીને ભાષણ આપ્યું હતું. તેને કારણે કોઈ જજ અટક્યા નહોતા. તેની બાગડોગરા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી.
બુધવારે કાલિયાચકમાં ઘટના બની
માલદાના કાલિયાચક વિસ્તારમાં સાત ન્યાયિક અધિકારીઓને ઉપદ્રવીઓએ બંદી બનાવી લગભગ 8 કલાક સુધી રાખ્યા હતા, જે બાદ સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી કલકત્તા હાઇકોર્ટના ચીફ જસ્ટિસે બંગાળના DGP સાથે વાત કરી, ત્યાર બાદ પોલીસ પહોંચી અને ન્યાયિક અધિકારીઓને મુક્ત કરાયા હતા.