
મોદી સરકાર દ્વારા રૂ. બે લાખ કરોડના રાહત પેકેજની શક્યતા
નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલુ યુદ્ધના આર્થિક પ્રભાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર મોટા પગલાની તૈયારીમાં છે. નાણાં મંત્રાલય લગભગ રૂ. બે લાખ કરોડની ક્રેડિટ સપોર્ટ યોજના પર કામ કરી રહ્યું છે. આ યોજનાનો હેતુ મિડલ ઈસ્ટ સંકટથી પ્રભાવિત સેક્ટરોને રાહત આપવાનો છે. આ પ્રસ્તાવિત યોજના કોરોના કાળ દરમિયાન અમલમાં આવેલી ‘ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS)’ની તર્જ પર તૈયાર કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ નાણાં મંત્રાલય હેઠળનું ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિઝ આ સ્કીમને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે અને આગામી 15 દિવસમાં તેને અમલમાં મૂકવામાં આવી શકે છે.
MSME સેક્ટર પર ખાસ ધ્યાન
રિપોર્ટમાં જણાવાયું છે કે આ યોજનાનું મુખ્ય ફોકસ માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) સેક્ટર પર રહેશે, જે વૈશ્વિક અનિશ્ચિતતા અને સપ્લાય ચેઇનની અડચણોથી સૌથી વધુ પ્રભાવિત થયો છે.
આ સ્કીમ હેઠળ ગેરંટી વગરની લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેને સરકારની ગેરંટીનો આધાર મળશે. આથી નાના વ્યવસાયોને સરળતાથી ફંડિંગ મળશે અને લિક્વિડિટી સંબંધિત સમસ્યામાં રાહત મળશે.
હાલ સિસ્ટમ પર મોટું દબાણ નહીં
અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ અર્થતંત્રમાં કોઈ તાત્કાલિક સિસ્ટમેટિક દબાણ નથી. પરંતુ પરિસ્થિતિ બગડવાની શક્યતા ધ્યાનમાં રાખીને સરકાર પહેલેથી તૈયારી કરી રહી છે. આ પગલાને “પ્રિકોશનરી કુશન” તરીકે જોવામાં આવી રહ્યું છે, જેથી જરૂર પડે ત્યારે પ્રભાવિત સેક્ટરોને તરત સહારો આપી શકાય.
યુદ્ધ ખતમ થયા પછી પણ અસર રહેશે
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ભલે આવનારા સમયમાં ભૂ-રાજકીય તણાવ ઓછો થઈ જાય, તેમ છતાં પ્રભાવિત સેક્ટરોમાં સંપૂર્ણ પુનઃપ્રાપ્તિ થવામાં સમય લાગી શકે છે. સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અને માગમાં અનિશ્ચિતતા તેનાં મુખ્ય કારણો રહેશે.
કોરોના મોડલ પર વિશ્વાસ
કોરોના-19 મહામારી દરમિયાન અમલમાં આવેલી ECLGS યોજનાએ લાખો વ્યવસાયોને રાહત આપી હતી અને MSME સેક્ટરને સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે સરકાર એ જ મોડલ અપનાવી વર્તમાન સંકટનો સામનો કરવાની વ્યૂહરચના બનાવી રહી છે, જેથી આર્થિક પ્રવૃત્તિઓ પર ઓછામાં ઓછો પ્રભાવ પડે.
અમદાવાદમાં IPLની મેચ: કયા રસ્તા બંધ રહેશે અને કયા છે વૈકલ્પિક માર્ગ?
અમદાવાદ: મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની મેચોનો પ્રારંભ થઈ રહ્યો છે. મેચ જોવા આવતા હજારો દર્શકો, VVIP મહેમાનો અને ખેલાડીઓની સુરક્ષા તેમજ વાહનવ્યવહારની સરળતા માટે અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ મેચના દિવસોમાં સ્ટેડિયમ આસપાસના ચોક્કસ માર્ગો પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન અમલી રહેશે.
કઈ તારીખોએ નિયમો લાગુ પડશે?
અમદાવાદમાં રમાનારી કુલ 7 મેચો દરમિયાન આ નિયમો લાગુ રહેશે. જેમાં એપ્રિલ દરમિયાન તારીખ 4, 17, 20, 26 અને 30 તારીખ અને મે દરમિયાન 3 અને 12 તારીખે આ જાહેરનામું લાગું પડશે.
પ્રતિબંધિત માર્ગો
મેચના દિવસે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટીથી મોટેરા ગામ ટી સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગો
ટ્રાફિક જામની સમસ્યાથી બચવા માટે પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે.
(1) તપોવન સર્કલથી: વાહનચાલકો ઓ.એન.જી.સી. ચાર રસ્તા થઈ વિસત ટીથી જનપથ ટી તરફ જઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધ રાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકશે.
(2) કૃપા રેસીડેન્સીથી: કૃપા રેસીડેન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.
આ જાહેરનામું મેચ સાથે સંકળાયેલા અધિકૃત વાહનો, ફરજ પરના સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી સેવાઓના વાહનો અને સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને લાગુ પડશે નહીં. રહીશોએ પોતાની ઓળખ સાબિત કરવા જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અપીલ કરવામાં આવી છે. ક્રિકેટ પ્રેમીઓ અને વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ જાહેરનામાનું પાલન કરે જેથી મેચના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના કે ટ્રાફિકની ગંભીર સમસ્યા ન સર્જાય.
અમેરિકા, ઇરાન યુદ્ધને પગલે બાંગ્લાદેશમાં ઘેરાયું ઊર્જા સંકટ
ઢાકાઃ પશ્ચિમ એશિયામાં ચાલુ યુદ્ધનો પ્રભાવ હવે બાંગ્લાદેશ પર પણ દેખાવા લાગ્યો છે. દેશમાં ઊર્જા અને ઇંધણ સંકટ ગંભીર બનતાં નવી તારિક રહમાન સરકારે નિયંત્રણાત્મક પગલાં જાહેર કર્યાં છે. ઇંધણ બચાવવા અને ઊર્જા વપરાશ ઘટાડવા માટે ઓફિસોથી લઈને શોપિંગ મોલ સુધીના સમય મર્યાદિત કરવામાં આવ્યા છે.
બાંગ્લાદેશમાં ઓફિસનો નવો સમય શું?
સરકારે ઓફિસનાં કામકાજના કલાકો ઘટાડવાનો અને સરકારી ખર્ચમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો છે, જેથી વીજળી અને ઇંધણની માગ નિયંત્રિત કરી શકાય. નવા નિયમ મુજબ બાંગ્લાદેશમાં તમામ ઓફિસો હવે સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. ઊર્જા બચતના પગલાંરૂપે દેશભરની તમામ દુકાનો, રિટેલ આઉટલેટ અને શોપિંગ મોલ દરરોજ રાત્રે 8 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવશે.
ઇંધણ બચાવવા બાંગ્લાદેશ શું પગલાં લઈ રહ્યું છે?
- શિક્ષણ મંત્રાલય રવિવારથી શાળાઓ માટે નવા માર્ગદર્શિકો જાહેર કરશે, જેમાં સમયપત્રકમાં ફેરફાર અને જરૂર પડે તો ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની વ્યવસ્થા હશે.
- શાળાઓ માટે ઇલેક્ટ્રિક બસોના ડ્યૂટી-ફ્રી આયાતની મંજૂરી આપવાનો વિચાર ચાલી રહ્યો છે અને આ પહેલમાં જોડાનારને પ્રોત્સાહન આપવામાં આવશે.
- ઇંધણની અછતને પહોંચી વળવા પેટ્રોલ અને ડીઝલ પર રેશનિંગ લાગુ કરવામાં આવ્યું છે.
- ગભરાટમાં ખરીદી અને જથ્થાબંધ સંગ્રહ અટકાવવા વાહનોના વેચાણ પર મર્યાદા મૂકવામાં આવી છે.
- લાંબી લાઈનો અને વધતી માગને ધ્યાનમાં રાખીને ફ્યુઅલ પંપોના ખુલ્લા રહેવાના સમયને પણ ઘટાડવામાં આવ્યો છે.
- અધિકારીઓએ ચેતવણી આપી છે કે મુખ્ય તહેવારો દરમિયાન થોડી રાહત મળવા છતાં ઇંધણ પુરવઠો હજુ મર્યાદિત રહેશે.

બાંગ્લાદેશમાં વધતું ઇંધણ અને ઊર્જા સંકટ
બાંગ્લાદેશ પોતાની ઊર્જાની જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે. અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક બજારમાં ભાવમાં ઉતાર-ચઢાવ અને સપ્લાય અનિશ્ચિતતા વધી છે, જેની સીધી અસર દેશ પર પડી છે. અંદાજે 17.5 કરોડ લોકોની ઊર્જાની જરૂરિયાત પૂરી કરવા સરકારી એજન્સીઓ સતત પ્રયાસ કરી રહી છે.
અદાણી ટોટલ ગેસે અમદાવાદમાં CNGના ભાવ વધાર્યા
અમદાવાદઃ રાજ્યના અમદાવાદ શહેરમાં CNGની કિંમતોમાં ફરી એક વાર વધારો કરવામાં આવ્યો છે. અદાણી ટોટલ ગેસે CNGના દરમાં પ્રતિ કિલો રૂ. 1.50નો વધારો જાહેર કર્યો છે. આ વધારા બાદ અમદાવાદમાં CNGની નવી કિંમત રૂ. 83.77 પ્રતિ કિલો થઈ ગઈ છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે લોકો પહેલેથી જ વધતી મોઘવારીના દબાણ વચ્ચે રોજિંદા ખર્ચને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શહેરમાં મોટી સંખ્યામાં ઓટો-રિક્શા, ટેક્સી અને ખાનગી વાહનોમાં CNGનો ઉપયોગ થાય છે. તેથી સામાન્ય લોકો માટે હવે રોજિંદી મુસાફરી થોડી વધુ મોંઘી બનશે.
ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલથી જ ઇંધણ અને અન્ય જરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેને કારણે ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ પડ્યો છે. તાજેતરમાં દેશભરમાં ઈરાન યુદ્ધની પરિસ્થિતિને કારણે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધતાં કોમર્શિયલ LPGની કિંમતો પર સીધી અસર પડી છે. સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 195.50નો વધારો કર્યો હતો.
પશ્ચિમ એશિયામાં ચાલુ તણાવનો પ્રભાવ હવે ભારતમાં પણ સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યો છે. અત્યાર સુધી સરકાર સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરતી હતી, પરંતુ બુધવારે કોમર્શિયલ LPG અને વિમાન ઇંધણના ભાવમાં થયેલા વધારાથી સ્પષ્ટ થયું છે કે સમસ્યા વધુ ગંભીર બની રહી છે અને તેની સૌથી મોટી અસર સામાન્ય લોકો પર પડશે. જો ઈરાન તથા અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ લાંબો ચાલશે તો પરિસ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે.
ગુજરાતના અનેક જિલ્લામાં માવઠાનો માર, ખેડૂતો ચિંતિત
દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ
ખેડૂતોની ચિંતા વધીપાકિસ્તાનમાં ડીઝલ લિટરદીઠ 500, પેટ્રોલ 450 PKRથી વધુ
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 137.24 પાકિસ્તાની રૂપિયા (PKR) અને ડીઝલમાં 184.49 PKR નો વધારો કરવામાં આવ્યો છે. હવે દેશમાં પેટ્રોલ 458.4 PKR પ્રતિ લિટર અને હાઈ-સ્પીડ ડીઝલ (HSD) 520.35 PKR પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. નાણાપ્રધાન મોહમ્મદ ઔરંગઝેબે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.
ઊર્જા મંત્રાલયે નવા દરોની પુષ્ટિ માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું હતું. મલિકે જણાવ્યું હતું કે નવા ભાવ શુક્રવાર (3 એપ્રિલ 2026)થી અમલમાં આવશે. પાકિસ્તાનમાં કેરોસિનના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કેરોસિન 34.08 PKR પ્રતિ લિટર મોંઘું થઈ 457.80 PKR પ્રતિ લિટર સુધી પહોંચી ગયું છે. નોંધનીય છે કે એક ભારતીય રૂપિયા (INR) લગભગ ત્રણ પાકિસ્તાની રૂપિયા (PKR) બરાબર છે.
પાકિસ્તાને ઈંધણના ભાવ કેમ વધાર્યા?
પાકિસ્તાનમાં ઈંધણના ભાવમાં વધારો વૈશ્વિક ઈંધણ સંકટ વચ્ચે થયો છે, જે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા-ઇઝરાઇલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે ઊભું થયું છે. આ સંઘર્ષને કારણે દુનિયાના મહત્વપૂર્ણ તેલ શિપિંગ માર્ગોમાંથી એક — સ્ટ્રેટ ઓફ હોર્મુઝ — બંધ થઈ ગયો છે. આ માર્ગ દ્વારા વિશ્વના લગભગ 20 ટકા તેલ અને ગેસની સપ્લાય થાય છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે યુદ્ધ શરૂ થયા બાદ પેટ્રોલમાં 95 PKR પ્રતિ લિટર અને ડીઝલમાં 203 PKR પ્રતિ લિટર વધારો કરવાની ત્રીજી ભલામણ પણ નકારી દીધી હતી. એ પહેલાં પણ પેટ્રોલમાં 76 PKR પ્રતિ લિટર અને ડીઝલમાં 177 PKR પ્રતિ લિટર વધારાની ભલામણોને નકારી દેવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે 13 માર્ચે આંતરરાષ્ટ્રીય તેલના ભાવ વધ્યા છતાં સમાન પ્રસ્તાવ ઠુકરાવવામાં આવ્યો હતો. જોકે, યુદ્ધ શરૂ થયા બાદ સરકારે 6 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શરૂઆતમાં 55 PKR પ્રતિ લિટરનો વધારો કર્યો હતો.
સબસિડીના પગલાંની જાહેરાત
નાણાં પ્રધાન ઔરંગઝેબે રાહત પગલાંની પણ જાહેરાત કરી. તેમણે જણાવ્યું હતું કે ટૂ વ્હીલર વાહનો માટે પ્રતિ લિટર 100 PKRની સબસિડી આપવામાં આવશે. આ સબસિડી દર મહિને મહત્તમ 20 લિટર સુધી મર્યાદિત રહેશે અને ત્રણ મહિના માટે લાગુ રહેશે.
ગીર સોમનાથમાં કમોસમી વરસાદ, કેસર કેરીના પાકને નુકસાન
વેરાવળ તાલુકાના પંડવા ગામ અને તેની આસપાસના વાડી વિસ્તારોમાંથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. પંડવા ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર, વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે, જેનાથી સીઝનની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
વેરાવળ પંથકમાં માત્ર કેરી જ નહીં, પરંતુ ખેતરોમાં ઉભેલા ઉનાળુ પાક જેવા કે બાજરી અને મગફળીને પણ આ વરસાદી માહોલની માઠી અસર થવાની શક્યતા છે. કમોસમી વરસાદને કારણે ઘાસચારો પલળી જવાથી પશુપાલકોની ચિંતામાં પણ વધારો થયો છે.વાસ્તુ : નકારાત્મક ઊર્જા અને જીવનના ખોટા નિર્ણયો
જો તમારી બાજુમાં કોણ ઉભું છે એનાથી તમારી કીમત નક્કી થતી હોય,
તો તમારી કોઈ કીમત જ નથી એવું સીધે સીધું જ સાબિત થાય છે. આપણે જ્યારે ઉભા હોઈએ અને કોઈ જાણીતા માણસને મળવા આવવાનું મન થાય, ત્યારે આપણી સાચી કીમત ગણાય. કોણ શું કહેશે એ વિચારવામાં જીવનની અદ્ભુત ક્ષણો ખોવાના બદલે મનને ગમતું કરવામાં જ જીવનની સાચી મજા છે. કોઈનું નુકસાન કર્યા વિના સરળ અને સુખી જીવન જીવતો માણસ જ સફળ માણસ ગણાય.
કોઈ યાદ કરે છે તો પણ એ સકારાત્મકતા છે. કોઈ અંગત ક્યારેક ન મળવાની ફરિયાદ કરે તો એ પણ સકારાત્મકતા છે, કારણ કે કોઈ તમને પોતાની અંગત વ્યક્તિ માને છે એનો આ પુરાવો છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સ: અમારી સોસાયટીમાં એક વિચિત્ર માણસ રહે છે. એને કોઈની પડી જ નથી. મારી પત્નીને તો એ દીઠો નથી ગમતો. એક વાર મારી પત્નીથી એની ગાડી ઘસાઈ ગઈ. અમે નક્કી જ કર્યું હતું કે આજે તો લડી જ લેવું છે અને કહી દઈશું કે મોટી ગાડી હોય તો બીજે પાર્ક કરો, અમારી ગાડી ઘસાઈ જાય છે. પણ એ તો કશું બોલ્યા વિના મહિનાઓ સુધી એવી ગાડી લઈને ફરતો અને જે મળે એને કહેતો કે કોઈ નવશીખીયાએ આ ઘસી નાખી છે. બોલો, અમારું કેવું લાગે? પછી અમે ખૂબ મહેનત કરી, પણ એમ થોડા પૈસા આવે? અંતે એક તક મળી અને અમે સોસાયટીની કમિટીને સાધી લીધી. ભાગ નક્કી કરીને બધા કામ અમને મળી ગયા. ત્રણ મોટી ગાડી લઈ લીધી. એ માણસ તો અમારી ગાડીની સામે પણ નથી જોતો. ગુસ્સો આવે છે. શું કરીએ?

જ: લોકો શું કહેશે એ સહુથી મોટી સમસ્યા છે. તમે તમને ગમતું કરો. એ માણસ તો તમને ગણતો જ નથી. એને દેખાડી દેવામાં તમે દેવાળિયા થઈ જશો અને એને ખબર પણ નહીં હોય. એ મસ્તરામ છે. એણે ક્યારેય તમારું નામ નથી લીધું, એનો અર્થ કે એને ખબર નથી કે આ નુકસાન તમે કર્યું હતું. તમારા મનમાં ગુનાહિત લાગણી છે. એમાંથી બહાર આવીને જીવવાનું શરૂ કરો. તમે કારણ વિના એને મનમાં ભરીને ફરો છો.
સ: અમે રાજસ્થાની છીએ, પણ પેઢીઓથી અમે ગુજરાતમાં જ છીએ. આમ તો મારું પિયર ગુજરાતી છે, પણ સાસરિય રાજસ્થાની. ટૂંકમાં લવ મેરેજ છે. ત્રણ વરસ પહેલા મારા પતિ કી ક્લબમાં મેમ્બર થયા. એમાં એવું હોય કે પત્નીઓ ગાડીમાં બેસે, ટેબલ ગોળ ફરે, જેની ઉપર ચાવીઓ પડી હોય. જેની સામે જે ગાડીની ચાવી આવે, એ ગાડી અને એની પત્ની પેલા માણસની એક રાત માટે થઈ જાય. એવું બધાની સાથે થાય. આવી મીટિંગ હોય ત્યારે અમારી ગાડી બીજાના ઘરે હોય અને બીજાની ગાડી અમારા ઘરે. તમે અમારું પાર્કિંગ જોશો તો વારંવાર ગાડીઓ બદલાતી લાગશે.
મારો દેખાવ સુંદર નથી, એટલે મારા પતિને એ ક્લબમાંથી કાઢી મૂકવાની વાત થઈ. મારા પતિએ અમારી જ સોસાયટીમાં ઘર ભાડે રાખીને કેટલીક છોકરીઓ વસાવી લીધી. મીટિંગમાં એ હવે એમને લઈ જાય છે. એ બિલ્ડિંગમાં ઓળખાણથી કેમેરા પણ કાઢાવી નાખ્યા છે.
હવે મારા પતિ આ વાતને વેપાર સુધી લઈ ગયા છે. પોતાનું કામ કાઢાવવા આ છોકરીઓને દારૂ સાથે મોકલે છે, જે ખોટું કહેવાય. કોઈ ઈલાજ આપો ને.
જ: તમે જે વાત કરી એ બંને પ્રવૃત્તિ ખોટી જ કહેવાય. તમારે શરૂઆતથી જ વિરોધ કરવો જોઈએ હતો. વળી દેહવ્યાપારનો વ્યવસાય અત્યંત નકારાત્મક છે. એની નકારાત્મક અસર તમારી આવતી પેઢી સુધી આવી શકે છે. એનો વિરોધ કરો. મોડર્ન દેખાવાની લ્હાયમાં તમે ખોટા રસ્તે ચડી ગયા છો. તમારા પતિને સમજાવો. જરૂર પડે તો સોસાયટીના અન્ય લોકોની મદદ લઈને આ કાર્ય બંધ કરાવો.
સુચન: અગ્નિનો દોષ અતિકામી બનાવે છે.




માલદા પ્રોટેસ્ટ કેસના મુખ્ય કાવતરાખોર સહિત 35ની ધરપકડ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના માલદા મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ ચૂંટણી પંચે કેસની NIA તપાસના આદેશ આપ્યા છે. ચૂંટણી પંચના આદેશ મળતાં જ NIAએ તપાસ શરૂ કરી દીધી છે. NIAની ટીમે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને અત્યાર સુધીમાં મુખ્ય કાવતરાખોર સહિત કુલ 35 લોકોની ધરપકડ કરી છે. માલદા હિંસા કેસની તપાસ હવે NIA કરી રહી છે. આ મામલે મમતા બેનર્જીનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે તેને બંગાળને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે.
મુખ્ય કાવતરાખોરની ધરપકડ
ADG નોર્થ બંગાળ જયરામને જણાવ્યું હતું કે લોકોને ઉશ્કેરવાના આરોપમાં મોફક્કરુલ ઇસ્લામને બાગડોગરા એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આવી કોઈ પ્રવૃત્તિને અમે મંજૂરી આપવાના નથી. આ ઘટના અગાઉથી આયોજનબદ્ધ હતી કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ ઘટના બાદ ન્યાયિક અધિકારીઓને CAPF સુરક્ષા આપવામાં આવી છે. અત્યાર સુધી 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વકીલ મોફક્કરુલ ઇસ્લામ મુર્શિદાબાદના કાલિયાચક કેસનો મુખ્ય ષડયંત્રકર્તા છે. પશ્ચિમ બંગાળ પોલીસે તેને ત્યારે ધરપકડ કરી જ્યારે તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આરોપી ઇસ્લામનું નિવેદન
ધરપકડ બાદ ઇસ્લામે કહ્યું કે SIRને નામે જેમના નામ ‘D voter’ તરીકે નોંધાયા છે અથવા ડિલીટ થયા છે એવા મુસ્લિમ લોકોના આંદોલનમાં મદદ કરવા માટે તે ત્યાં ગયો હતો. તેણે કહ્યું હતું કે તેણે આંદોલન શરૂ કર્યું નહોતું. તે કોલકાતાથી અલીપુરદ્વાર જઈ રહ્યો હતો અને રસ્તામાં આંદોલન પાસે અટકીને ભાષણ આપ્યું હતું. તેને કારણે કોઈ જજ અટક્યા નહોતા. તેની બાગડોગરા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી.
બુધવારે કાલિયાચકમાં ઘટના બની
માલદાના કાલિયાચક વિસ્તારમાં સાત ન્યાયિક અધિકારીઓને ઉપદ્રવીઓએ બંદી બનાવી લગભગ 8 કલાક સુધી રાખ્યા હતા, જે બાદ સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી કલકત્તા હાઇકોર્ટના ચીફ જસ્ટિસે બંગાળના DGP સાથે વાત કરી, ત્યાર બાદ પોલીસ પહોંચી અને ન્યાયિક અધિકારીઓને મુક્ત કરાયા હતા.