Home Blog Page 1455

ગૃહિણીનાં પગારપાણી…

અવારનવાર મારું પ્રવચન રાખનારા આયોજકો મને વિષય આપતા હોય છે. એક વાર વિષય હતોઃ પરિવારમાં સંવાદિતા જાળવવાના ઉપાય. ક્યારેક કોઈ કહે કે, સ્વામી, “મહિને પંચોતેર-લાખ પાડું છું, મારા પગાર પર જ ઘર ચાલે છે. નોકરીનું મારે કેટલું ટેન્શન હોય. આ પત્નીને સારું, આખો દિવસ ઘરમાં જ હોય, કોઈ ટેન્શન નહીં.”

આ વખતે હું એમને કહું છું એક રીતે તમે સાચા છો, પણ ભાઈ, એ પણ જાણી લેજો કે તમારાં ધર્મપત્ની વરસેદહાડે દોઢ-બે કરોડ રૂપિયાનું કામ કરે છે. મારી વાત સાભળીને ચોંકી જનારને જવાબ આપવાને બદલે જવાબને પ્રવચનમાં આવરી લેતો હોઉં છું.

અમેરિકાના બોસ્ટન શહેરમાં એક કંપની છે, જેનું કામ છે પગાર વિશે જાતજાતનાં સર્વેક્ષણ કરવાનું. કઈ ડિગ્રી કેટલું ભણતર, અનુભવી કે ફ્રેશર, જેવા માપદંડના આધારે કેટલો પગાર મળવો જોઈએ એ નક્કી કરે. આટલું વાર્ષિક પેકેજ મળવું જોઈએ. આ માટે કંપની અવારનવાર વિવિધ શહેરમાં, વિવિધ ક્ષેત્રનાં પગારધોરણ વિશે સર્વે કરાવે છે, જેનાં પરિણામ નોકરી વાંચ્છુકને તેમ જ નોકરી આપનાર કંપનીને, બન્નેને મદદરૂપ થાય છે.

હમણાં થોડા સમય પહેલાં આ કંપનીએ એક સર્વે કર્યો કે, એક સ્ત્રી, જે આખો દિવસ માત્ર ઘરનાં કામ જ કરે છે, ફુલટાઈમ હોમમેકર એટલે કે ગૃહિણી છે એને પગાર આપવાનું નક્કી થાય તો કેટલો, અથવા વાર્ષિક કેટલા પગારનું પૅકેજ બને?

પહેલાં તો એ એનાલિસીસ થયું કે એક સ્ત્રી, ધારો કે, હોમમેકર નથી તો કયાં કયાં કામ કરે છેઃ ડોક્ટર, નર્સ, ટીચર, એકાઉન્ટન્ટ, ક્લાર્ક કે પછી નેશનલ-મલ્ટિનેશનલ કંપનીની સીઈઓ, વગેરે. આ બધી ફુલટાઈમ જોબ કરનારી મહિલા દરરોજ કેવાં કામ કરે છે, કેટલી ઊર્જા ખર્ચે છે, કેવા કેવા લોકો સાથે એમનો પનારો પડે છે એની યાદી બનાવવામાં આવી.

આ ખરેખર સમજવા જેવી વાત છેઃ તમે જ્યાં નોકરી કરો છો અથવા તમારો નાનો-મોટો વેપાર છે તો એમાં તમારે દરરોજ અમુક જ લોકો સાથે પનારો પાડવાનો હોય છે. બીજી તરફ ગૃહિણીએ રોજિંદા જીવનમાં કેવાં કેવાં કાર્ય કરવાનાં હોય છે તથા જાતજાતના લોકો સાથે પનારો પાડવાનો હોય છેઃ સવારના પહોરમાં સ્કૂલે જતાં બાળકો, પતિ માટે ચા-નાસ્તો ત્યાર બાદ લંચ બોક્સ તૈયાર કરવાથી લઈને, રસોઈપાણી અને અન્ય કામ.

-અને કેવા કેવા લોકો સાથે રોજ એનો ભેટો થાય છે? શાકબકાલું કે અન્ય ચીજવસ્તુ વેચનારા, પતિ-સંતાનો, સંયુક્ત કુટુંબ હોય તો સાસુ-સસરા, અવારનવાર વૃદ્ધ માતા-પિતાની દેખભાળ, ઘરકામ કરનારી બાઈ, જો ઘરમાં કાર હોય તો ડ્રાઈવર, કોઈ સભ્યએ ઓનલાઈન મગાવેલી ચીજ ડિલિવર કનાર, ઈસ્ત્રી કરવાવાળો, કપડાંની સંખ્યા ડાયરીમાં નોંધવાની, કૂરિયરકંપનીનો માણસ, બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડ, ઘરમાં કંઈ બગડ્યું તો એ રિપેર કરવા આવનાર… યાદી ઘણી લાંબી છે. ટૂંકમાં એનું વરાઈટી ઑફ વર્ક છે અને ક્લાસ વનથી ક્લાસ ફોર સુધીની રેન્જના વરાઈટી ઑફ પીપલ છે. તમારે નોકરી કે બિઝનેસમાં આટલી બધી વરાઈટી નથી.

પરિણામ આવતાં સર્વે અથવા એનાલિસીસ કરનારા આશ્ચર્ય પામી ગયાઃ આટલાં કામ તો ફુલટાઈમ સીઈઓ પણ નથી કરતા. એમણે ત્રિરાશિ માંડીને પગાર નક્કી કર્યોઃ 1,78,201 ડોલર. આશરે દોઢેક કરોડ રૂપિયા વરસના. કોવિડકાળમાં આ આંકડો વધીને બે કરોડ પર પહોંચ્યો, કારણ બાળકો, પતિ, વગેરે ચોવીસ કલાક ઘરમાં હતાં એટલે કામનો બોજ, કામના કલાક વધ્યા.

હવે પછી આરામખુરશીમાં ઝૂલતાં ઝૂલતાં ઓર્ડર છોડો ત્યારે આ હકીકત ધ્યાન રાખજો, એમને આદર આપજો. આટલી વાત સમજાઈ જશે તો ઘરમાં સંસ્કાર અને ખાસ તો સંવાદિતા જળવાઈ રહેશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

KBC 16 ને તેનો પહેલો કરોડપતિ મળ્યો, કોણ છે એ યુવક જેણે જીતી માતબર રકમ?

મુંબઈ: ‘કૌન બનેગા કરોડપતિ 16’ને સિઝનનો પહેલો કરોડપતિ મળ્યો છે. UPSCની તૈયારી કરી રહેલા જમ્મુ-કાશ્મીરના ચંદ્ર પ્રકાશે પોતાના નામે 1 કરોડ રૂપિયાની રકમ જીતી લીધી છે. બુધવારે, ચંદ્ર પ્રકાશ હોટસીટ પર રોલ-ઓવર સ્પર્ધક તરીકે હાજર હતો. થોડા સમયમાં સાચા જવાબો આપીને તેણે રૂ. 1 કરોડના પ્રશ્ન સુધીની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી. તેણે અમિતાભ બચ્ચને પૂછેલા 7 કરોડ રૂપિયાના જેકપોટ પ્રશ્નનો પણ સામનો કરવો પડ્યો, પરંતુ તે જવાબ ચૂકી ગયો અને ત્યાં જ રમત છોડી દીધી. હાલમાં અમિતાભ બચ્ચન તેમના પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત દેખાતા હતા.

7 કરોડનો સવાલ અને તેના જવાબ

પહેલા અમે તમને એ સાત કરોડ સવાલ જણાવીએ જેનો જવાબ ચંદ્ર પ્રકાશ આપવામાં ચૂકી ગયો. તેણે કહ્યું કે તેને આ વિશે કોઈ જાણ નથી. આવી સ્થિતિમાં તે થોડો નર્વસ થયો અને પછી અમિતાભ બચ્ચને તેને પ્રોત્સાહિત કર્યો. 7 કરોડ રૂપિયાનો 16મો જેકપોટ પ્રશ્ન છે.

1587માં ઉત્તર અમેરિકામાં અંગ્રેજ માતા-પિતાને જન્મેલ પ્રથમ બાળક કોણ હતું?

તેના વિકલ્પો હતા-
A-વર્જિનિયા ડેર

B-વર્જિનિયા હોલ
C- વર્જિનિયા કોફી
D-વર્જિનિયા સિંક

ચંદ્ર પ્રકાશ ચોક્કસપણે આ પ્રશ્નનો જવાબ આપવામાં નિષ્ફળ ગયો, પરંતુ હોટ સીટ છોડતા પહેલા તેણે એક વિકલ્પ પસંદ કરવો પડ્યો. આ કર્યા પછી જ સાચો જવાબ સામે આવ્યો, જે A- વર્જિનિયા ડેર છે.

એક કરોડનો સવાલ અને તેના જવાબ
હવે અમે તમને જણાવીએ કે એક કરોડ રૂપિયાનો સવાલ, જેનો જવાબ આપીને ચંદ્ર પ્રકાશ કરોડપતિ બની ગયા છે. આ સાથે તેઓ તેમની સાથે મોટી રકમ પણ લેશે. આ રહ્યો પ્રશ્ન અને તેનો સાચો જવાબ

‘કયા દેશનું સૌથી મોટું શહેર તેની રાજધાની નથી પણ બંદર છે, જેના અરબી નામનો અર્થ શાંતિનું ઘર છે?’

વિકલ્પો – A: સોમાલિયા, B: ઓમાન, C: તાંઝાનિયા અને D: બ્રુનેઈ

સાચો જવાબ – C: તાંઝાનિયા

સ્પર્ધક વિશે જાણો

સ્પર્ધક ચંદ્ર પ્રકાશ, જેઓ જમ્મુ-કાશ્મીરના છે, ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યા પછી શોમાં પહોંચ્યા. ચંદ્ર પ્રકાશે શો દરમિયાન જણાવ્યું કે જ્યારે તેનો જન્મ થયો ત્યારે જાણવા મળ્યું કે તેના આંતરડામાં બ્લોકેજ છે, જેના કારણે તેને સર્જરી કરાવવી પડી હતી. તેની સારવાર દરમિયાન તેણે એવી દવાઓ લેવી પડી જેના કારણે તેની કિડની પર અસર થઈ અને પછી તેની સારવાર ચાલુ રહી. હાલમાં ચંદ્ર પ્રકાશ યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે. ચંદ્ર પ્રકાશ અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ કરી રહ્યા છે.

સુવિચાર – ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૪

૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૪

કબીરવાણી: મોક્ષની પૂર્વ શરત તૃષ્ણાનો ત્યાગ

બંધે કો બંધા મિલા, છૂટે કૌન ઉપાય,
કર સેવા નિરબંધ કી, પલમેં લેત છુડાય.

 

તૃષ્ણા બંધનનું કારણ છે, તૃષ્ણાનો ત્યાગ એ મોક્ષની પૂર્વ શરત છે. જે મોહ-માયાના પાશમાં બંધાયેલ છે તેને ગુરુ કરીને મુક્તિ કેમ મળે ? ધર્મનો અર્થ ધન-પ્રાપ્તિનું સાધન એમ માનીને સંપત્તિ અને ચેલાઓનું સામ્રાજ્ય નિર્માણ કરતાં મહંતો-સ્વામીઓ – મુલ્લાઓ કે ગાદીપતિઓ પાસે જનાર મુમુક્ષો અનેક પ્રકારનાં બંધનોમાં ફસાય છે. સંસારનાં બંધનો તો વૈરાગ્ય વિના છૂટે નહીં. બ્રહ્માનંદજીએ કહ્યું કે, “ત્યાગ ટકે નહીં વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી.”

જેમણે જ્ઞાન પ્રાપ્ત કરી આસક્તિમાંથી છૂટકારો મેળવ્યો છે તેવા ગુરુનો અલ્પ સત્સંગ પણ મુક્તિનાં દ્વાર ખોલી આપે છે. મોક્ષના માર્ગે ચાલતા-ચાલતા પણ ઇચ્છાઓની તીવ્રતા ગમે તેવા તપસ્વીને રસ્તો ભૂલવાડી દે છે. સ્થિતપ્રજ્ઞ કે ભક્ત માટે ગીતામાં ભગવાને જે લક્ષણો વર્ણવ્યાં છે તેમાં સર્વ ઇચ્છાઓ તજી, સમતા ધારણ કરી, પરોપકાર માટે પ્રવૃત્તિમય રહેવાનું જરૂરી છે. કબીરજી કોઈ પાખંડ સહન કરી શકતા નથી તેથી તેનો આક્રોશ છે કે, ખોટા માર્ગે કેમ છો ? સાચા માર્ગે ચાલો તો મુક્તિ તો પળવારમાં મળે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

જંગલનો નકલ ખોર રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો

મધ્યભારતના જંગલો અને ગુજરાતના વાંસદા નેશનલ પાર્કમાં જોવા મળતુ સુંદર પક્ષી રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો જેને ગુજરાતીમાં ભિમરાજ પણ કહે છે. ચમકતા કાળા રંગનું રેકેટ આકારની બે પૂંછડી અને માથા પર કલગી વાળુ આ પક્ષી ખુબજ સુંદર દેખાય. ખુબ ચપળ આ પક્ષી સતત અહીં તહીં ઉડયા જ કરે. જંગલમાં પોતાના અવાજ થી એ તરત જ ઓળખાય જાય.

રેકેટ ટેઈલ્ડ ડ્રોંગોની એક ખાસ વિશેષતા એ કે તે આસપાસના પક્ષીના અવાજની એવી સરસ નકલ કરે કે એ પક્ષી પણ ન ઓળખી શકે.

રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો અલગ અલગ પક્ષી સાથે ટીમ બનાવી શિકાર કરે. પોતાના માળાને બચાવવા અને કયારેક માદા પક્ષીને આકર્ષવા પણ આવા બીજા પક્ષીના અવાજો કરે છે.

રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો એ લક્કડ ખોદ થી લઈ કાગડા સુધી અનેકવિધ પક્ષીના અવાજની આબેહુબ નકલ કરી શકે છે. મધ્યભારતના જંગલોમાં રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો ભિમરાજની ફોટોગ્રાફી કરવાની અઘરી પણ ફોટો મળે પછી ખૂબ મજા આવે.

પેરાસિટામોલ સહિત 50 થી વધુ દવાઓ પર મૂકાયો પ્રતિબંધ

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ગુણવત્તા પરીક્ષણમાં 53 દવાઓ ફેલ થઈ છે. આમાં બીપી, ડાયાબિટીસ અને વિટામિન્સ માટેની કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે. CDSCO જે દવાઓ નિષ્ફળ ગઈ છે તેમાં પીડા રાહત આપતી દવા ડિક્લોફેનાક, તાવ ઘટાડવાની દવા પેરાસીટામોલ, એન્ટિફંગલ દવા ફ્લુકોનાઝોલ અને કેટલીક વિટામિન દવાઓનો સમાવેશ થાય છે. આ દવાઓ દેશની ઘણી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. આ દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે અને તેને સ્વાસ્થ્ય માટે જોખમી જાહેર કરવામાં આવી છે.

CDSO 53 દવાઓના પરીક્ષણમાં ફેલ ગઈ છે, જોકે 48 દવાઓની યાદી બહાર પાડવામાં આવી છે. કારણ કે 5 દવાઓ બનાવતી કંપની કહે છે કે આ તેમની દવા નથી. તેમની કંપનીના નામે જ નકલી દવાઓ બજારમાં વેચાઈ રહી છે. જે દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં સન ફાર્મા દ્વારા ઉત્પાદિત પેન્ટોસીડ ટેબ્લેટનો ઉપયોગ એસિડ રિફ્લક્સની સારવાર માટે થાય છે. ઘણા લોકો આ દવાનો ઉપયોગ કરે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો વપરાશ પણ વધ્યો છે, પરંતુ આ દવા પણ ટેસ્ટમાં પાસ થઈ નથી.

કેલ્શિયમ અને વિટામિન ડીની ગોળીઓ – શેલ્કલ અને પલ્મોસિલ ઈન્જેક્શન, જેનો ઉપયોગ હાઈ બીપીની સારવાર માટે થાય છે, તે પણ ટેસ્ટમાં નિષ્ફળ ગયો. અલ્કેમ હેલ્થ સાયન્સની એન્ટિબાયોટિક ક્લાવમ 625 દવા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ. જો કે, કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓએ એવો પણ દાવો કર્યો છે કે સીડીએસઓ દ્વારા ચિહ્નિત કરાયેલી દવાઓની બેચ નકલી છે અને તેમના દ્વારા બનાવવામાં આવતી નથી.

ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર મેઘરાજા બઘટાડી બોલાવી રહ્યા છે. આગામી 30 સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે પણ વહેલી સવારથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત સુધીમાં શહેરના અનેક ઠેકાણે વરસાદી ઝાપટા પડ્યા હતા. આજે આખા દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં 11 મિ.મી વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદના ઝાપટા પડ્યા છે. અમદાવાદમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજ સુધીમાં શહેરમાં અનેક ઠેકાણે વરસાદી ઝાપટા પડ્યા હતા.

આજે વહેલી સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 125 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જે પૈકી સૌથી વધુ 137 મિ.મી (5.39 ઈંચ) વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં નોંધાયો છે. આ સિવાય સુરત શહેરમાં 79 મિ.મી (3.11 ઈંચ), વડોદરા શહેરમાં 77 મિ.મી (3.03 ઈંચ),નવસારીમાં 66 મિ.મી (2.60 ઈંચ), સાબરકાંઠાના પ્રાંતિજમાં 60 મિ.મી (2.36 ઈંચ), સુરતના માંડવી અને નવસારીના ગણદેવીમાં 52-52 મિ.મી (2.05 ઈંચ) વરસાદ વરસ્યો છે. આજે આખા દિવસ દરમિયાન 18 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 7 તાલુકામાં 2 ઈંચથી વધુ, 3 તાલુકામાં 3 ઈંચથી વધુ અને એક તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાત્રે 8 થી 10 વાગ્યા સુધીના બે કલાક દરમિયાન રાજ્યના 72 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 72 મિ.મી (2.83 ઈંચ) વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં ખાબક્યો છે. આ સિવાય મહેસાણાના વિજાપુરમાં 33 મિ.મી (1.30 ઈંચ), છોટા ઉદેપુરમાં 24 મિ.મી, નવસારીમાં 23 મિ.મી, સુરતના કામરેજમાં 21 મિ.મી વરસાદ વરસ્યો છે.

વડોદરામાં સાંજે 6 થી રાતના 8 વાગ્યા દરમિયાન વડોદરા શહેરમાં તોફાની પવન સાથે 65 મિ.મી જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. 40 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂંકાયેલા પવન સાથે ખાબકેલા વરસાદના કારણે વડોદરામાં ઠેર-ઠેર વૃક્ષ અને બેનર ધરાશાયી થઈ ગયા હતા. જેના પગલે વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી સેન્ટરનો કોલ સતત રણકતો રહ્યો હતો. વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી સેન્ટરને વૃક્ષ અને બેનર ધરાશાયી થવાના 200થી વધુ કોલ મળ્યા હતા. જેમાં એક કલાકમાં જ શહેરના રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી, પાણીગેટ, ગુરુકુળ રોડ સહિતના સ્થળે 165થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. જ્યારે વીજ પૂરવઠો ખોરવાયો હોવાના 500થી વધુ કોલ MGVCLને મળ્યા છે. હાલ 12 ટીમ દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષો અને બેનરોને હટાવવાની કામગીરી ચાલી રહી છે.

સુરતમાં બે કલાકમાં વરસ્યો બે ઇંચ વરસાદ

સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડવાથી ટેકસ્ટાઇલ માર્કેટની સ્થિતિ ખરાબ થવા પામી હતી. રઘુકુળ માર્કેટ, મિલેનિયમ માર્કેટ સહીતના માર્કેટોમાં પાણી ભરાયા હતા. માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલી વધી જવા પામી હતી. સુરત શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદથી જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ગાજવીજ સાથે વરસાદ

આણંદના ઉમરેઠ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ઉમરેઠ પંથકના રતનપુરા, લિંગડા થામણા સુંદલપુરા સહિત વિસ્તારમા ધોધમાર વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકરાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

ગુજરાતના 98 તાલુકામાં 1 થી 72 મિ.મી. સુધીનો વરસાદ

ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધીમાં 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વઘુ વરસાદ સુરત શહેરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. વડોદરા શહેરમાં અઢી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં પણ અઢી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવી અને સુરતના માંડવીમા 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

પંચાંગ 26/09/2024

IPL મેગા ઓક્શન પહેલા રીટેન્શનના નિયમો બદલાશે

BCCI આગામી આઈપીએલ સીઝન માટે ફ્રેન્ચાઈઝીઓને પાંચ ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપી શકે છે. જો કે, જો આમ થશે તો રાઇટ ટુ મેચ વિકલ્પ ફ્રેન્ચાઇઝી પાસે ઉપલબ્ધ રહેશે નહીં. પાંચ ખેલાડીઓને રિટેન કરવાનો અર્થ એ છે કે મુંબઈ ઈન્ડિયન્સ હવે હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ જેવા તેમના મુખ્ય ખેલાડીઓને જાળવી શકે છે. જો કે ટીમો કેટલા વિદેશી ખેલાડીઓને જાળવી શકશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.

પાંચ ખેલાડીઓને જાળવી રાખવાની પરવાનગી મળી શકે છે

અહેવાલ મુજબ BCCI મુખ્યાલયમાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં તમામ 10 ફ્રેન્ચાઈઝી સાથે ખેલાડીઓને જાળવી રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મોટાભાગની ફ્રેન્ચાઈઝી પાંચથી છ ખેલાડીઓને નિવૃત્ત કરવાના પક્ષમાં હતી. આ પછી માનવામાં આવે છે કે BCCI પાંચ ખેલાડીઓને નિવૃત્તિ લેવાની મંજૂરી આપશે.

બ્રાન્ડ વેલ્યુ અકબંધ રહેશે

ફ્રેન્ચાઇઝીનું માનવું છે કે પાંચ ખેલાડીઓને જાળવી રાખવાથી તેમની બ્રાન્ડ વેલ્યુ પણ અકબંધ રહેશે. 2022 પહેલા, ફ્રેન્ચાઇઝીઓને વધુમાં વધુ ચાર ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી વધુમાં વધુ ત્રણ ભારતીય અને બે વિદેશી ખેલાડીઓને જાળવી શકાય છે.