મુંબઈ:પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મ ‘લેજન્ડ ઓફ મૌલા જટ્ટ’ ટૂંક સમયમાં ભારતમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ચેતવણી આપી છે કે આ ફિલ્મને કોઈ પણ સંજોગોમાં મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે પાકિસ્તાની કલાકારોની ફિલ્મોને ભારતમાં કેમ રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવે છે?

રાજ ઠકારેએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કહ્યું કે કળાની કોઈ રાષ્ટ્રીય સીમા હોતી નથી, જે અન્ય મામલોમાં ઠીક છે, પરંતુ પાકિસ્તાન માટે આ બિલકુલ કામ નહીં કરે. ભારતથી નફરતના જોરે અલગ થયેલા દેશમાંથી અભિનેતાએને નાચવાં-ગાવાં અને તેમની ફિલ્મને બતાવવા લાવવા માટે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે? સરકારને આ મહારાષ્ટ્ર તો શું દેશના કોઈ પણ રાજ્યમાં રિલીઝ ન થવા દેવી જોઈએ.
થિયેટર માલિકોને રાજ ઠાકરેની ચેતવણી
તેમણે એમ પણ કહ્યું હતું કે, “બાકીના રાજ્યોએ શું કરવું જોઈએ? હાલ તો એ વાત ચોક્કસ છે કે આ ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેવામાં નહીં આવે. આ પહેલા પણ જ્યારે આવી ઘટનાઓ બની હતી ત્યારે મહારાષ્ટ્રે આપેલો ફટકો બધાને યાદ છે. નવનિર્માણ સેના, હવે થિયેટર માલિકોને નમ્રતાપૂર્વક વિનંતી કરવામાં આવે છે કે તેઓ ફિલ્મોના સ્ક્રીનિંગની દુવિધામાં ન પડે.”
फवाद खान नावाच्या पाकिस्तानी अभिनेत्याचा, ‘लिजेंड ऑफ मौला जट’ नावाचा सिनेमा लवकरच भारतात प्रदर्शित होणार आहे. महाराष्ट्र नवनिर्माण सेना हा सिनेमा कुठल्याही परिस्थितीत महाराष्ट्रात प्रदर्शित होऊ देणार नाही. पाकिस्तानी कलाकारांचे सिनेमे मुळात भारतात प्रदर्शित का होऊ दिले जातात?…
— Raj Thackeray (@RajThackeray) September 22, 2024
રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, “આ ફિલ્મ રીલિઝ થવાની આસપાસ નવરાત્રીનો તહેવાર શરૂ થશે. હું મહારાષ્ટ્રમાં કોઈ સંઘર્ષ નથી ઈચ્છતો અને આ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પોલીસ મહાનિર્દેશકની ઈચ્છા નથી અને અમે ઘર્ષણ ઇચ્છતા પણ નથી, તેથી આપણે સમયસર પગલાં લેવા જોઈએ અને જોવું જોઈએ કે આ ફિલ્મ આપણા દેશમાં રિલીઝ ન થાય.”
તેમણે ઉમેર્યુ કે,”એ ન ભૂલવું જોઈએ કે જો થિયેટર માલિકો, જેઓ મરાઠી ફિલ્મો માટે થિયેટર આપવામાં આનાકાની કરે છે, જો તેઓ પાકિસ્તાની સિનેમાને તેમની ધરતી પર આવવા દે, તો આ ઉદારતા મોંઘી સાબિત થશે. હું ઈચ્છું છું કે કોઈપણ રાજ્ય પાકિસ્તાની માટે થિયેટર ઉપલબ્ધ કરાવે. સિનેમામાં કોઈ સંઘર્ષ ન હોવો જોઈએ અને મને ખાતરી છે કે સરકાર તેના પર યોગ્ય ધ્યાન આપશે.”
તમને જણાવી દઈએ કે ફવાદ ખાનની ‘લેજન્ડ ઓફ મૌલા જટ્ટ’ પાકિસ્તાન અને અન્ય દેશોમાં રિલીઝ થઈ છે અને પાકિસ્તાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. હવે ભારતમાં ઝી સ્ટુડિયોએ તેના કોપી રાઈટ્સ ખરીદી લીધા છે, જે તેને 2જી ઓક્ટોબરે રિલીઝ કરી રહ્યાં છે.



ભારતભરમાં સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે. દેશના કોઇ પણ પ્રદેશમાં વસતી માતાની અંતિમ એકમાત્ર અભિલાષા સ્વર્ગવાસ બાદ સિદ્ધપુરમાં માતૃગયા ખાતે પોતાના પુત્ર પાસેથી પિંડ ગ્રહણ કરવાની હોય છે. કારતક સુદ અગીયારસથી પૂનમ સુધીના ભીષ્મ પંચક પર્વ સમયે લાખો યાત્રાળુઓ મેળાના સ્વરૂપમાં એકત્ર થઈ સ્નાન-દાન અને પિંડપ્રદાન કરી પિતૃઓને મોક્ષ અપાવવાનો પ્રયત્ન કરે છે.
ગુજરાતના પાટણ જિલ્લામાં પ્રાચીન સરસ્વતી નદી કિનારે વસેલું ઐતિહાસિક સ્થળ એટલે સિદ્ધપુર. સિદ્ધપુર શહેર અતિ પ્રાચીન ધાર્મિક, પવિત્ર અને ઐતિહાસિક નગરી છે. ઉત્તર ગુજરાતમાં આવેલું સિદ્ધપુર શ્રીસ્થલ તરીકે પણ જાણીતું હતું. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહના સમયમાં તેમના નામ પરથી સિદ્ધપુર તરીકે જાણીતું થયું.
ભગવાન પરશુરામે તેમના માતા રેણુકાનું શ્રાદ્ધ અહીં કરેલું. બિંદુ સરોવરને નાભિસ્થાન પણ ગણવામાં આવે છે, અહીં માત્ર માતૃશ્રદ્ધા જ થાય છે, તેવું વિધાન છે. બિંદુસરોવર ભારતનાં પાંચ શ્રેષ્ઠ ધાર્મિક સરોવરોમાનું એક છે. જ્યા પહેલાં કપિલમુનિનો આશ્રમ હતા. અહીં કદર્પઋષિએ અનેક વરસો સુધી તપશ્ચર્યા કરી હતી. કપિલ મુનિની અતિ તપશ્ચર્યાથી ભગવાન નારાયણ કદર્પૂ ઉપરની કરુણાથી ભગવાનનાં નેત્રોથી અશ્રુઓનાં બિંદુઓ આ સ્થળ ઉપર પડયા. જેથી આને બિંદુસરોવર કહેવામાં આવે છે. આને માતૃમોક્ષ સ્થાન પણ કહેવાય છે.
વર્ષ 2012માં અહીં નવીન કુંડનું નિર્માણ, માતૃશ્રાદ્ધનું મહત્વ સમજાવતું પ્રદર્શન, મ્યૂઝિયમ, પાર્કિંગ, કુંડ, શૌચાલય, શ્રાદ્ધ વિધિ માટે જુદી-જુદી છત્રીઓ હેઠળ બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત રુદ્રમહાલયની પ્રતિકૃતિ, ગાર્ડન, સ્નાનાગાર, વી.આઈ.પી રૂમ, ઓફિસ બિલ્ડિંગ, પ્રવેશ દ્વાર, પરિસરની કમ્પાઉન્ડ વોલ, સોલાર સિસ્ટમ વગેરેને વિકસાવવામાં આવ્યા હતા. આ સિવાય સિદ્ધપુરના બિંદુ સરોવર મુકામે આવતા યાત્રાળુઓ માટે પુરતી સ્વચ્છતા, સુરક્ષા, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, પૂજા-વિધિ હોલ, ચેન્જિંગ રૂમ, ગાર્ડન અને ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પણ કરવામાં આવી હતી.



સ્વચ્છતા ઝુંબેશની આ માનવ સાંકળના આયોજક સેનેટરી ઇન્સ્પેક્ટર વિજયભાઈ મકવાણા ચિત્રલેખા.કોમને કહે છે, “આપણો વિસ્તાર, શહેર, રાજ્ય તેમજ દેશ સ્વચ્છ અને સુંદર રહે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી.જી.આઈ. કેન્ટોનમેન્ટ સ્કૂલ, ફિરદોશ અમૃત સ્કૂલના વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને નાગરિકોએ સ્વચ્છતા માટેની માનવ સાંકળમાં ભાગ લીધો હતો.”



પણ એમણે ગાયેલા ગીત પાછળથી અન્ય ગાયિકાના સ્વરમાં રેકોર્ડ કરવામાં આવ્યા હતા. વર્ષો પછી પણ ગાયિકા બનવાનું સપનું પૂરું થયું ન હતું. વિજયતાની બહેન સુલક્ષણા પંડિત પોતે હીરોઈન હોવાથી અનેક ફિલ્મોમાં ગાવાની તક મેળવી લીધી હતી વિજયતાના ભાઈઓ જતીન-લલિત અને પતિ આદેશ શ્રીવાસ્તવ પણ એક સંગીતકાર હોવા છતાં એમણે ગીતો ડબ કરવાનું જ કામ કરવું પડ્યું હતું.

