ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે અમરેલી જિલ્લામાં રૂ. 272 કરોડના વિવિધ વિકાસલક્ષી અને લોક કલ્યાણકારી યોજનાઓ અને કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કર્યા હતા. અને ત્યારબાદ અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કની નિરીક્ષણ મુલાકાત લઈને એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો. ગીરના પૂર્વ વિસ્તારમાં ધારી નજીક વન વિભાગે આ આંબરડી સફારી પાર્ક 2017થી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂક્યો છે. આ પાર્કમાં ફુડ કોર્ટ, વિવિધ સેલ્ફી પોઈન્ટ્સ, વેઈટિંગ લોન્જ અને વિશાળ પાર્કિંગ જેવી પ્રવાસન વિકાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
અમરેલી જિલ્લાના ધારીના આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી.
૩૬૫ હેક્ટરમાં ફેલાયેલા આ પાર્કમાં પ્રકૃતિ વચ્ચે વિહરતા સિંહો અને પ્રાકૃતિક વૈભવને નિહાળવાનો અનુભવ અદ્ભુત રહ્યો.
સફારી પાર્કમાં શ્વેતનયના, રાજાલાલ, બુલબુલ, લટોરા, શક્કરખોરા અને તેતર જેવા વિવિધ પક્ષીઓ અને ગીધ, શકરો અને… pic.twitter.com/YLIjvZRChO
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 20, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંબરડી ખાતે સૌ પ્રથમ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે ગીરમાં સિંહના ઉદભવથી વર્તમાન વિસ્તરણ સુધીની ગાથાની ડિજીટલ પ્રસ્તુતિ નિહાળી હતી. એટલું જ નહિ, સાંભર બ્રિડિંગ સેન્ટર તથા વન્ય પ્રાણીઓ માટેના રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની પ્રવૃત્તિની પણ વિગતો મેળવી હતી. ત્યારબાદ તેમણે આંબરડી સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ માટેના રૂટ પર પ્રાકૃતિક વૈભવ સાથે એશિયાટિક લાયનના વન વિચરણ નિહાળવાનો રોમાંચક અનુભવ પણ કર્યો હતો. આ આંબરડી સફારી પાર્ક પૂર્વીય ગીરના લાક્ષણિક ટેકરાળ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ૩૬૫ હેક્ટરમાં નિર્માણ કરવામાં આવેલો છે. સાસણગીર વિસ્તારના દેવળીયા સફારી પાર્ક ઉપરાંત આ સફારી પાર્ક સિંહદર્શન માટે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સિંહ દર્શન કેન્દ્ર છે.
ઇન્ટરપ્રિટેશન ઝોન તરીકે ઓળખાતો આ સફારી પાર્ક એશિયાટિક લાયન ઉપરાંત ઝરખ, ચિત્તલ, ચિંકારા અને કાળિયાર જેવા વિવિધ પ્રકારના વન્ય પક્ષીઓ માટે પણ વનવિચરણનું આકર્ષણ કેન્દ્ર છે. આ ઉપરાંત આ સફારી પાર્કમાં શ્વેતનયના, રાજાલાલ, બુલબુલ, લટોરા, શક્કરખોરા અને તેતર જેવા વિવિધ પક્ષીઓ અને ગીધ, શકરો અને મધીયો બાજ જેવા શિકારી પક્ષીઓ પણ આકાશમાં મુક્તપણે ઉડતા જોવા મળે છે. સાથોસાથ ઘો, અજગર, કેમેલીયોન અને અન્ય સરિસૃપો આ વિસ્તારને ખરા અર્થમાં જૈવવૈવિધ્યપૂર્ણ બનાવે છે.


નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હળવા વરસાદની આગાહી છે. 23મી સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જેને લઈ વરસાદ પડવાની સંભાવના છે. જેના પરિણામે રાજ્યના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ત્રણ, તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તાપી, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, છોટા ઉદેપુર અને વલસાડમાં પણ વરસાદ વરસી શક છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે.






સોની પરિવારને વેપારમાં ફ્રોડ થયું હતું. સોની પરિવારને લગભગ પોણા ત્રણ કરોડના દાગીના મુંબઈના વેપારીને બનાવીને આપ્યા હતા. મુંબઈની પેઢીઓ તેમનાથી સોના-ચાંદીના દાગીના લઈ ગઈ પરંતુ તેનું પેમેન્ટ ન કરતાં આ સોની પરિવાર દેવામાં ગરકાવ થયો હતો. પરંતુ છેલ્લાં લગભગ 11 મહિનાથી આ વેપારીઓ પૈસા આપી રહ્યા ન હતા. સાથે જ પરિવારને ધમકી પણ આપી રહ્યા હોવાથી દેવામાં સપડાયેલા પરિવારે છેલ્લા પગલાં તરીકે ઉધઈ મારવાની દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. બેન્કમાંથી લોન લીધી હોવાને કારણે પરિવાર હપ્તા ભરવા પણ સક્ષમ રહ્યા નહોતો. જેના પગલે દિવસે ને દિવસે વ્યાજ વધતાં દેવું આકાશ આંબી રહ્યું હતું. આ કારણે આખા પરિવારે સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર કુલ 9 લોકોએ આ ઝેરી દવા ગટગટાવી હતી.


