ગાંધીનગર વિધાનસભા ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વિધાનસભાના પાછળના ભાગે ટાઈલ્સ ઉખડી લટકતી હાલતમાં કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે લટકતી ટાઈલ્સથી વિધાનસભાના બાંધકામને લઈ પ્રશ્નો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ બે વર્ષ પહેલા વિધાનસભાના સ્લેબમાંથી ટાઇલ્સ પડવાથી મોટી જાનહાની ટળી હતી.

તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના નવિનીકરણ કામનું શુભારંભ કરાવ્યું હતું. અંદાજે રૂ. 120 કરોડથી વધુના ખર્ચે વિધાનસભાનો કાયાપલટ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગૃહની બેઠક વ્યવસ્થા 182થી વધારીને 220 કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા- વિઠ્ઠલભાઈ પટેલ ભવનના રૂ. 121 કરોડના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન નવિનીકરણનું ભૂમિપૂજન તત્કાલીન નાયબ મુખ્યંત્રી નિતીનભાઈ પટેલ અને તત્કાલીન મંત્રીઓ, તત્કાલીન ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. વિધાનસભા ખાતેના અધ્યક્ષના કાર્યાલય, મુખ્યમંત્રી કાર્યાલય સહિત કેબીનેટ-રાજ્યકક્ષા મંત્રીઓના કાર્યાલયો, કેબીનેટ ખંડ, શાખાઓ, દંડકની ઓફિસ, શાસક પક્ષ હોલ, વિરોધપક્ષ હોલ તેમજ જુદી જુદી સમિતિઓ માટેના હોલનું ઇન્ટીરરીયર વર્ક-ફર્નીચરની કામગીરી આ પરિયોજના હેઠળ કરવામાં આવ્યું છે. પર્યાવરણ અને વિજળીની બચત થાય તે હેતુથી વિધાનસભાને એલ.ઇ.ડી. લાઇટીંગ અને સોલર સીસ્ટમમથી સજ્જ કરાવવામાં આવી છે. સલામતીના હેતુથી આધુનિક ફાયર સીસ્ટમ લગાવવાની સાથે સંકુલમાં લાયબ્રેરી, પર્યટક લોબી, ઉપહાર ગૃહ, સોવેનીયર શોપ અને ગ્રાઉન્ડ ફલોર પાર્કીંગની સુવિધાઓ જેવી બાબતો સુનિશ્ચિત કરવામાં આવી છે.


CISCE નોર્થ વેસ્ટ રિજનલ એથ્લેટિક મીટનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગ્રાઉન્ડ, નિકોલ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. CISCE રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા છે, જેમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને પાવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની તક મળી. પાવી આગામી 20 થી 23મી સપ્ટેમ્બર દરમિયાન હૈદ્રાબાદમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની પ્રતિયોગિતામાં ભાગ લેશે.
પાવીના માતા નેહા માલૂનું કહેવું છે કે, “તેણી એથ્લેટિક્સ અને બેડમિન્ટન બંન્નેની ટ્રેનિંગ લે છે. સાત વર્ષની ઉંમરથી તેણે બંન્નેની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. 9 વર્ષની ઉંમર સુધી પાવીએ એથ્લેટિક્સની ટ્રેનિંગ લીધી હતી. અત્યારે તેણી માત્ર બેડમિન્ટનની ટ્રેનિંગ લઈ રહી છે. એથ્લેટિક્સ માટેની મહેનત તેણી જાતે જ કર છે. આ માટે શાળા તરફથી પણ પાવીને ખુબ જ સપોર્ટ મળી રહ્યો છે.”
શૈક્ષણિક અને એથ્લેટિક્સ બંનેમાં પાવીનું સમર્પણ, યુવા રમતવીરોને પ્રેરણા આપે તેવું છે. આ સિદ્ધિ તેણીની રમતગમતની સફરમાં સિમાચિન્હરૂપ છે.





ભાગવત વિદ્યાપીઠમાં વેદ-શાસ્ત્રોનું અધ્યયન કરતાં ઋષિકુમારો દ્વારા શ્રીમદ્ ભાગવતજીના 18,000 શ્લોકોનું મૂલ પારાયણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર શ્રાધ્ધ પક્ષ દરમિયાન યજમાન પોતાના પિતૃઓના ફોટા સાથે આ પારાયણમાં પધરામણી કરી પૂજા અર્ચના કરી રહ્યા છે.
સમસ્ત પિતૃઓના મોક્ષ માટેનો આ શ્રીમદ્ ભાગવત મૂલ પારાયણ મહોત્સવ તારીખ 18 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી સવારે 8 થી 10 દરમિયાન ચાલશે.
ઋષિકુમારોની શાસ્ત્રોક્ત, વેદોક્ત, મંત્રોની આગવીશૈલીની પૂજાથી પિતૃ તર્પણનો આ મહોત્સવ ભક્તિમય બની જાય છે.


સુરતના ડુમસ રોડની લા મેરેડિયન હોટેલ ખાતે આયોજિત સમારોહમાં વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદ્દો, હીરા-ટેક્ષટાઈલ, ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, હેલ્થ, હોટેલ એસોસિએશન, સહકારી ક્ષેત્ર, સુગર મિલો, એ.પી.એમ.સી., ફૂડ પ્રોસેસિંગ, એકવા ફાર્મિંગ, GIDCના પ્રમુખો, ક્રેડાઈ, સી.એ., સોલાર એનર્જી જેવા ક્ષેત્રોના વિવિધ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી અને મહાનુભાવોએ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું અનાવરણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું કે, “સુરત પરિક્ષેત્રનો તેજ અને સસ્ટેનેબલ વિકાસ કરવો એ કેન્દ્ર સરકારની નેમ છે. જેને પૂરી કરવા ગુજરાત સજ્જ છે. ત્યારે ગુજરાતના વિકાસ મોડેલને આ પહેલ નવી ઉર્જા પૂરી પાડશે, બુસ્ટ આપશે એમ જણાવતાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વિકસિત ભારત @ 2047 હેઠળ સરકારે ગુજરાતનું અર્થતંત્ર 2047 સુધીમાં ૩.૫ ટ્રિલીયન ડોલર બનાવવાનું અને ૩૪ લાખ જેટલી નવી રોજગારની તકોનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે. સુરતે રાજ્યની આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે આગવી ઓળખ મેળવી છે.”
વડાપ્રધાન જેને લઘુ ભારત કહે છે તે સુરત અને તેની આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ વિઝન સાથે નીતિ આયોગે એક આગવી પહેલ કરી છે, ત્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો માટે પણ આવા જ ભવિષ્યલક્ષી માસ્ટર પ્લાન બનાવીશું એમ પણ CMએ ઉમેર્યું હતું.
ૉમુખ્યમંત્રીએ ઉમેર્યું કે, “1960 પછીના દાયકાઓ સુધી ગુજરાતના વિકાસની ગતિવિધિઓ વાપીથી તાપીના બેલ્ટ સુધી સીમિત રહી હતી. દરિયો, રણ, ડુંગરાઓ ધરાવતા ગુજરાતમાં એ સમયે વિકાસની કોઈ સંભાવના ન હતી. વીજળી, પાણી, રોડ-રસ્તા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનું કોઈ સ્થાન કે દિશા ન હતા. પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની રફતાર પકડી છે. આર્થિક વિકાસની આ યોજના સુરત અને આસપાસના અન્ય પાંચ જિલ્લાઓના વિકાસનો રોડમેપ કંડારશે. આવનારા ૨૫ વર્ષના વિકાસને કેન્દ્રમાં રાખી, ડેવલપમેન્ટ એક્શન પ્લાન સાથે અમે આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યાં છીએ.”