Home Blog Page 1471

જીમકોરબેટના ઘરે મળ્યું “બ્રાઉન હેડેડ બારબેટ”

ઉત્તરાખંડના જીમ કોરબેટ નેશનલ પાર્કની વાતો આ કોલમમાં ઘણી કરી છે. નેશનલ પાર્કની સફારી જીમ કોરબેટના ઘરની મુલાકાત વગર અધુરી છે. આ ઘર હાલ મ્યુઝિયમની જેમ સચવાયેલ છે.

લગભગ દસેક વર્ષ પહેલા નેશનલ પાર્કમાં સફારી એ જતા પહેલા અમે જીમ કોરબેટના ઘરનું મ્યુઝિયમ જોવા ગયા હતા. એ દરમિયાન નજીકમાં જ એક ઝાડ પર અમે કોઈ પક્ષીની હલચલ જોઈ. નજીક જઈને જોયું તો “બ્રાઉન હેડેડ બારબેટ” નર અને માદા એક પછી એક આવી અને ઝાડની ડાળીમાં બનાવેલ કાણાં જેવા માળામાં બચ્ચાને જીવડા પકડી લાવી ખવડાવતા હતા. બચ્ચા પણ વારાફરતી બહાર આવી જીવડા ખાઈને પાછા અંદર જતા હતા.

આ રમત અમે ઘણો સમય જોઈ પછી ગાડીમાંથી કેમેરો લાવી જીમ કોરબેટના ઘરે રહેતા આ બ્રાઉન હેડેડ બારબેટ પરીવારની બહુ બધી તસવીરો લીધી.

જીમ કોરબેટના ઘર પર બ્રાઉન હેડેડ બારબેટ જોવાની આ ક્ષણો જીવનભર યાદ રહી ગઈ.

રાશિ ભવિષ્ય 19/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક, સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનુ આયોજન પણ થઇ શકે છે, વેપારમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમા વડીલકે ઓફીસમા ઉપલીઅધિકારી સાથે ગેરવર્તન ના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમા ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનુ આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમા જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમા નાનુકામ કરવુજ યોગ્ય છે, કામકાજમા વ્યસ્તતા પણ જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટીવ્યક્તિથી દુર રહેવુ, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમા ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમા પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામકાજ કરવુ યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમા સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમા લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવુ, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગ ના થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમા કોઈની સાથે મનદુઃખ થયુ હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીયકામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળે, વેપારના કામકાજમા લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમા બિનજરૂરી જોખમથી દુર રહેવુ, વાતવાતમા ઉશ્કેરાટ ના આવે તેનુ ધ્યાન રાખવુ સારુ, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમા તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમા લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમા નાનુ અને આયોજન પૂર્વકનુ કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમા દલીલબાજી ના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમા ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે.

પંચાંગ 19/09/2024

લેબનોનમાં ફરી બ્લાસ્ટ, રેડિયો-લેપટોપ અને મોબાઈલ બ્લાસ્ટ

લેબનોનમાં સતત બીજા દિવસે બ્લાસ્ટ થઈ રહ્યા છે. મંગળવારે પેજરમાં બ્લાસ્ટ થયા હતા, જ્યારે આજે તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો વિસ્ફોટ થઈ રહ્યા છે. આમાં લેપટોપ, વોકી-ટોકી અને મોબાઈલ પણ સામેલ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, એક કલાકમાં બેરુત, બેકા, નાબાતીહ અને દક્ષિણ લેબનોનમાં સેંકડો લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મોબાઈલ ફોનની સાથે ઘરોમાં અન્ય ઉપકરણો પણ ફૂટી રહ્યા છે. કેટલીક ઇમારતોમાં આગ લાગી છે. સમગ્ર દક્ષિણ લેબનોન અને બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે.

પેજર બ્લાસ્ટની ઘટનાઓમાં માર્યા ગયેલા હિઝબુલ્લાના છોકરાઓ અને બાળકોના અંતિમ સંસ્કાર દરમિયાન અનેક વિસ્ફોટો પણ સંભળાયા હતા. હિઝબુલ્લાએ મંગળવારે કહ્યું કે આ હુમલા ઇઝરાયેલ દ્વારા કરવામાં આવ્યા છે. આ દાવા બાદ આજે જે હુમલા થયા છે તેના પરથી કહી શકાય કે તેનું કોમ્યુનિકેશન નેટવર્ક ટાર્ગેટ છે. લેબનોન અને સીરિયામાં વિસ્ફોટ થયેલા પેજર્સ હંગેરિયન કંપની દ્વારા બનાવવામાં આવ્યા હતા. તાઈવાનની કંપની ગોલ્ડ એપોલોનું કહેવું છે.

અમેરિકન અધિકારીનો ચોંકાવનારો દાવો

ગોલ્ડ એપોલોએ દાવો કર્યો છે કે અન્ય બુડાપેસ્ટ કંપનીએ આ પેજર્સ બનાવ્યા છે. જ્યારે નિષ્ણાતોનું કહેવું છે કે ડિલિવરી પહેલા જ પેજરમાં વિસ્ફોટક સામગ્રી નાખવામાં આવી હતી. મંગળવારે થયેલા વિસ્ફોટમાં બે બાળકો સહિત 12 લોકોના મોત થયા હતા. 3 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. હિઝબુલ્લાહ અને લેબનીઝ સરકાર બંનેનું કહેવું છે કે ઈઝરાયેલે આ હુમલા કર્યા છે. આ દરમિયાન એક અમેરિકન અધિકારીએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલે હુમલા બાદ અમેરિકાને જાણ કરી હતી. પેજરમાં વિસ્ફોટકનો થોડો જથ્થો હતો.

વિસ્ફોટો પાછળ ઈઝરાયેલનો હાથ 

અલ મનારના અહેવાલ મુજબ બુધવારે લેબનોનના ઘણા વિસ્તારોમાં વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટો વોકી-ટોકીઝમાં થયા હતા જેમાં વિસ્ફોટ થયો હતો તે પેજર્સ હંગેરિયન કંપની દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ વિસ્ફોટો પાછળ ઈઝરાયેલનો હાથ છે. આ વિસ્ફોટો બાદ ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ વધુ વધી ગયો છે.

જમ્મુ કાશ્મીર : પ્રથમ તબક્કામાં કુલ 58.54 ટકા મતદાન થયું

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર કુલ 58.54 ટકા મતદાન થયું હતું. મતદાન માટે સવારથી જ મતદાન મથક પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. 24 બેઠકો પર ચૂંટણી લડતા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં ​​સીલ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. રાજકીય પક્ષો તેમજ મતદારોમાં પણ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાની ચૂંટણી 25 સપ્ટેમ્બરે યોજાશે. ત્રીજા તબક્કાની ચૂંટણી 1 ઓક્ટોબરે છે.

જમ્મુ-કાશ્મીરમાં સાંજે 5 વાગ્યા સુધી 58.19 ટકા મતદાન

  • અનંતનાગ: 54.17%
  • ડોડા: 69.33%
  • કિશ્તવાડ: 77.23%
  • કુલગામ: 59.62%
  • પુલવામા: 43.87%
  • રામબનઃ 67.71%
  • શોપિયન: 53.64%

લાલબાગના રાજાને વિદાય આપવા પહોંચ્યા અનંત અંબાણી, પોતાના હાથે કર્યુ વિસર્જન

મુંબઈ: મુંબઈમાં લાલબાગચા રાજાનું બુધવારે સવારે દક્ષિણ મુંબઈમાં ગિરગાંવ બીચ પર અરબી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થીની ઉજવણીના અંતિમ તબક્કા દરમિયાન હજારો ભક્તો બાપ્પાના અંતિમ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ એવા લોકોમાં હતા જેમણે લાલબાગચા રાજાની અંતિમ મુલાકાત લીધી હતી અને તેમને પોતાના હાથે વિદાય આપી હતી. અનંત પોતે સમુદ્રમાં મૂર્તિનું વિસર્જન કરતો જોવા મળ્યો હતો. આના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં અનંત અંબાણી બાપ્પાની ભક્તિમાં ડૂબેલા જોવા મળે છે.

અનંતે બાપ્પાને વિદાય આપી
દર વર્ષની જેમ આ વર્ષે પણ 11 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં લાખો ભક્તો ઉમટ્યા હતા. આ વખતે પણ મંગળવાર રાતથી જ ગિરગામ ચોપાટી બીચ પર ‘લાલબાગચા રાજા’ ગણેશની શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. અનંત અંબાણી મંગળવારે રાત્રે પંડાલમાં પણ ગયા હતા. અંબાણી પરિવાર જે ગણેશ ચતુર્થીને ભવ્ય રીતે ઉજવે છે, તે લાલબાગચા રાજાના નિયમિત મુલાકાતી છે. શનિવારે રાત્રે મુકેશ અંબાણી, અનંત અંબાણી, તેમની પત્ની રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતા પંડાલમાં પ્રાર્થના કરવા પહોંચ્યા હતા. બુધવારે સવારે વિસર્જન પહેલાં અનંત અંબાણીએ દાનમાં આપેલી લાલબાગચા રાજાની પ્રતિમાના વિશાળ સોનાના મુગટને ઉતારી લેવામાં આવ્યો હતો. હવે સમિતિ તેનો ઉપયોગ સામાજિક કાર્યો માટે કરશે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

અનંત અંબાણીએ તાજ દાનમાં આપ્યો હતો
લાલબાગચા રાજાના મસ્તક પર સુશોભિત ભવ્ય 20 કિલો સોનાના મુગટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ તાજ બીજા કોઈએ નહીં પણ અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણીએ બાપ્પાને ચઢાવ્યો હતો. આ તાજને બનાવવામાં બે મહિના લાગ્યા હતા અને ખૂબ કાળજીથી તૈયાર કરવામાં આવ્યા હતા. અનંત અંબાણી દ્વારા આપવામાં આવેલ આ તાજ લાલબાગચા રાજા સમિતિ સાથેના તેમના લાંબા સમયથી ચાલતા સંબંધોના પ્રતીક તરીકે જોવામાં આવતો હતો. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પંડાલમાં મહિલાઓ અને બાળકોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. મેડિકલ સેન્ટર અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. બાપ્પાના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં આવે છે અને ઘણા બધા પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે, જેનો ઉપયોગ સામાજિક કાર્યોમાં થાય છે.

ચંદ્ર અને મંગળ પછી શુક્ર મિશનને પણ કેબિનેટની મંજૂરી

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે 18 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રના અનેક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રસપ્રદ વાત એ છે કે, તેમાં વિનસ ઓર્બિટર મિશન પણ સામેલ છે. આ મિશન હેઠળ ભારતીય વિજ્ઞાનીઓ શુક્ર ગ્રહને સમજવા માટે ત્યાં ઓર્બિટર મોકલીને વિવિધ ડેટા ભેગો કરશે. આ મિશન હેઠળ એક ખાસ સ્પેસક્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. જે શુક્રની ચોતરફ ચક્કર મારીને તેની સપાટી, વાયુ મંડળ અને સૂરજની અસરો વગેરેનો ડેટા ભેગો કરશે. આ સાથે કેબિનેટે ચંદ્રયાન-4, ગગનયાન, ઈન્ડિયન સ્પેસ સ્ટેશન અને નેક્સ્ટ જનરેશન લૉન્ચ વ્હિકલ વિકસાવવાની યોજનાઓને પણ મંજૂરી આપી છે.ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતારવા અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરવા માટે જરૂરી ટેક્નોલોજી વિકસાવવા અને દર્શાવવા માટેના નવા ચંદ્ર મિશન ચંદ્રયાન-4ને પણ મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે શુક્ર ગ્રહ પર વૈજ્ઞાનિક સંશોધન માટે અને શુક્રના વાતાવરણ, ભૂસ્તરશાસ્ત્રને વધુ સારી રીતે સમજવા અને તેના વાયુમંડળની તપાસ કરીને મોટી માત્રામાં વૈજ્ઞાનિક ડેટા મેળવવા માટે શુક્ર પરિક્રમા મિશનને (VOM) પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગ્રહનો અભ્યાસ કરવા 1236 કરોડના ભંડોળ ફાળવાશે, જેમાંથી 824 કરોડ રૂપિયા અંતરિક્ષ યાન પર ખર્ચ કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘ચંદ્રયાન-4 મિશનના વિસ્તરણની સાથે અન્ય ઘણાં નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગગનયાનના વિસ્તરણ અને શુક્ર ગ્રહ પર મિશન મોકલવાની યોજનાનો પણ સમાવેશ થાય છે.’અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, “ચંદ્રયાન-4 મિશનનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તેનું આગામી પગલું ચંદ્ર પર માનવ મિશન મોકલવાનું છે. વિનસ ઓર્બિટર મિશન, ગગનયાન ફોલો-ઓન અને ઇન્ડિયન સ્પેસ સ્ટેશન અને નેક્સ્ટ જનરેશન માટે લૉન્ચ વ્હીકલ ડેવલપમેન્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. ચંદ્રયાન-4 મિશન હેઠળ ચંદ્રના ખડકો અને માટીને પૃથ્વી પર લાવવામાં આવશે. ચંદ્રયાન-4 મિશન ભારતીય અવકાશયાત્રીઓને વર્ષ 2040 સુધીના આયોજન સાથે ચંદ્ર પર ઉતારવા અને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત કરવા માટે જરૂરી ટેક્નોલોજી મેળશે. જેમાં ડોકિંગ/અનડોકિંગ, લેન્ડિંગ, પૃથ્વી પર સુરક્ષિત પરત ફરવા અને ચંદ્રના નમૂનાના સંગ્રહ અને વિશ્લેષણને પૂર્ણ કરવા માટે જરૂરી ટેક્નોલોજીઓનું પ્રદર્શન કરવામાં આવશે.”

ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન મિશન ચંદ્રયાન-4 માટે કુલ ફંડની જરૂરિયાત રૂ.2,104.06 કરોડ છે. જેમાં અવકાશયાનના વિકાસ અને પ્રક્ષેપણની જવાબદારી ISROની રહેશે. ઉદ્યોગ અને શિક્ષણવિદોની ભાગીદારી સાથે આ મિશન મંજૂરીના 36 મહિના સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તમામ નિર્ણાયક ટેક્નોલોજીને સ્વદેશી રીતે વિકસાવવાની પરિકલ્પના કરવામાં આવી છે.

દેશમાં મંકીપોક્સનો બીજો કેસ મળી આવતા ખળભળાટ

કેરળના મલપ્પુરમમાં એમપોક્સ (મંકીપોક્સ વાયરસ)નો એક દર્દી મળી આવ્યો છે. આ વ્યક્તિ યુએઈથી પરત ફર્યો હતો. તેમાં મંકીપોક્સના લક્ષણો હતા. તપાસ રિપોર્ટમાં તે એમપોક્સથી સંક્રમિત જણાયો હતો. કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ આ જાણકારી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં, તેણે કહ્યું કે યુએઈથી પરત ફરેલા વ્યક્તિને એમપોક્સના લક્ષણો જોવા મળ્યા પછી તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં પરીક્ષણ દરમિયાન વાયરસની પુષ્ટિ થઈ હતી. આરોગ્ય મંત્રીએ કહ્યું કે જે લોકો વિદેશ પ્રવાસનો ઇતિહાસ ધરાવે છે તેઓને આ વાયરસના લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગને જાણ કરવી જોઈએ. હોસ્પિટલોમાં સારવાર અને આઈસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. નોડલ અધિકારીઓના ફોન નંબર પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ મેડિકલ કોલેજોમાં સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.

Monkeypox.(photo:Twitter)

કેરળ પહેલા દિલ્હીના એક વ્યક્તિમાં પણ મંકીપોક્સની પુષ્ટિ થઈ હતી. આ વર્ષે ભારતમાં મંકીપોક્સનો આ પહેલો કેસ હતો. હવે કેરળમાં બીજા કેસની પુષ્ટિ થઈ છે. કેરળના આ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને શોધી કાઢવામાં આવી રહ્યા છે. આમાંથી કેટલાકના રિપોર્ટ આવ્યા છે, આ લોકો મંકીપોક્સ નેગેટિવ છે. મંકીપોક્સ કેસની પુષ્ટિ થયા બાદ કેરળનું આરોગ્ય વિભાગ એલર્ટ પર છે. એરપોર્ટ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિમાં એમપોક્સના લક્ષણો દેખાય છે તો તેને આઈસોલેટ કરવામાં આવી રહ્યો છે.

વૈશ્વિક આરોગ્ય ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે

થોડા અઠવાડિયા પહેલા, વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકીપોક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. આફ્રિકામાં આ વાયરસના સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આફ્રિકા સિવાય અન્ય ઘણા દેશોમાં પણ મંકીપોક્સના કેસ નોંધાયા છે. આ વાયરસ બે વર્ષ પહેલા પણ વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ ગયો હતો. તે સમયે વિશ્વભરમાં એક લાખથી વધુ કેસ નોંધાયા હતા. તે દરમિયાન, ભારતમાં પણ લગભગ 30 કેસ નોંધાયા હતા. જો કે આ વખતે માત્ર 2 કેસ નોંધાયા છે, પરંતુ આ વખતે મંકીપોક્સનો બીજો તાણ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. આ વધુ ખતરનાક માનવામાં આવે છે.

ભારતે જળ સંધિની સમીક્ષા માટે પાકિસ્તાનને મોકલી નોટિસ

નવી દિલ્હીઃ પાકિસ્તાન હવે પાણીનાં ટીપેટીપાં માટે તરસવાનું છે, કેમ કે કેન્દ્ર સરકારે સિંધુ જળમાં ફેરફારની માગને લઈને નોટિસ મોકલી છે. આ નોટિસમાં સરકારે કહ્યું છે કે અમે હવે સંધિ યથાવત્ નહીં રાખી શકીએ, એટલે એમાં ફેરફાર કરવાની જરૂર છે.

આ નોટિસમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે સંધિ થઈ હતી, ત્યારની અને અત્યારના સમયની સ્થિતિ બદલાયેલી છે અને એથી એમાં ફેરફારની જરૂર છે. આ સંધિનું વાસ્તવિક મૂલ્યાંકન કરવાની જરૂર છે.

છેલ્લા કેટલાક દાયકાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960 સિંધુ જળ સંધિ મામલે વિવાદ વકર્યો છે, ભારત દર વર્ષની જેમ આ વર્ષે પણ 30 ઓગસ્ટ, 2024એ પાકિસ્તાનને આ મુદ્દે સમીક્ષા અને સુધારા-વધારા કરવાની માગ કરતી ઔપચારિક નોટિસ મોકલી હતી. સંધિની કલમ XII (3) અંતર્ગત બંને સરકાર વચ્ચે અમુક ઉદ્દેશો માટે સિંધુ સંધિમાં વિધિવત સુધારા-વધારા કરવાની જોગવાઈ છે.

ભારતીય અધિકારીઓ માને છે કે પાકિસ્તાન ભારત તરફથી તમામ પ્રોજેક્ટ્સનો વાંધો ઉઠાવી રહ્યો છે. તે સિંધુ જળ સંધિ હેઠળ ભારતની ઉદારતાનો લાભ લઈ રહ્યો છે. 1960માં સંધિ થયા બાદથી આ ક્ષેત્રે વિવિધ વિકાસ કર્યો છે. ભારતીય માર્ગદર્શિકા દર્શાવે છે કે અમુક સંજોગોમાં મૂળભૂત અને અણધાર્યા ફેરફારો જોવા મળ્યા છે, જે સંધિની વિવિધ કલમોનું ઉલ્લંઘન દર્શાવે છે.1960ની સંધિને ઘણો સમય થઈ ચૂક્યો હોવાથી હવે તેની વિવિધ કલમો હેઠળ જવાબદારીઓનું પુન: મૂલ્યાંકન કરવુ જરૂરી બન્યું છે. ભારતે ત્રણ મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રથમ, નોંધપાત્ર રીતે બદલાયેલ વસ્તી વિષયક કૃષિ અને પાણીના ઉપયોગની જરૂરિયાત બદલાઈ છે. બીજું, ભારતના ઉત્સર્જનના લક્ષ્યાંકોને પહોંચી વળવા ક્લીન એનર્જીના વિકાસને વેગ આપવાની જરૂરિયાત અને ત્રીજું, જમ્મુ અને કાશ્મીરમાં સતત સીમાપાર આતંકવાદની અસરને રેખાંકિત કરવામાં આવી છે, જે સંધિની સરળ કામગીરીમાં અવરોધ ઊભો કર્યો છે.

ગિરનારમાં પાણીની લાઈન અને ટાંકાને મંજૂરી આપો: તનસુખગિરી બાપુ

જૂનાગઢ: સૌરાષ્ટ્રનો સુપ્રસિદ્ધ અને લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવો ગિરનાર પર પાછલા કેટલા સમયથી વીજ સમસ્યા અને પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેના લીધે પર્વતના ધર્મસ્થાનો અને યાત્રિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હાલ પીજીવીસીએલ દ્વારા 11 કેવીની વીજ લાઈન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બાપુએ રાજ્યના મુખ્યમંત્રી અને તંત્ર પાસે એવી અપીલ કરી છે કે, જે વર્ષો જૂની વીજ પુરવઠાની માંગ હતી તેમાં હાલ 11 કેવી વીજ લાઈન કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે, તો આગામી દિવસોમાં નવરાત્રી દરમિયાન વીજ પુરવઠાનું વહેલી તકે લોકાર્પણ કરવાની માગ કરી છે. જેનાથી અંબાજી મંદિર નવરાત્રીના દિવસોમાં માતાજીનું મંદિર ઝળહળતું રહે.

ગિરનાર પર્વત બાબતે વધુમાં તનસુખગિરી બાપુએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભવનાથથી પર્વત ઉપર પાણીની લાઈન નાખીને પૂરતા પ્રમાણ પાણી મળી રહે તેના માટે સિદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે, તો તેનું કામ પણ વેહલી તકે શરુ થાય અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેમજ હાલ મંદિર પાસે પાણીના ટાંકાની જરૂરિયાત હોવાથી વેહલી તકે પાણીના ટાંકાની મજૂરી મળે, તો મંદિર દર્શન કરવા આવતા યાત્રિકો માટે પાણીની સુવિધા ઉપલબ્ધ થઇ શકે. તેવી મહંત દ્વારા રાજ્ય સરકાર અને તંત્ર પાસે માંગ કરી છે.