Home Blog Page 1474

૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૪

નોટ આઉટ @ 89 : ડૉ. હેમંતભાઈ બ્રોકર

ગુજરાત-રત્ન ગૌરવ એવોર્ડ તથા જૈનસેવા-રત્ન એવોર્ડથી પુરસ્કૃત, માનદ પી.એચ.ડી.(A.M) ડિગ્રીથી શોભિત, પૂજ્ય કૈલાસ સાગરજી મહારાજના પ્રિય ભક્ત અને આ ઉંમરે પણ સમાજના તમામ વર્ગને વૈદકીય સહાય આપવા કટિબદ્ધ છે તેવા હેમંતભાઈ બ્રોકરની વાત સંભાળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

હેમંતભાઈનો જન્મ અમદાવાદમાં, મૂળ ક્ષેત્રપાળની પોળના. સાત ભાઈ-બહેનનું બહોળું ગર્ભ-શ્રીમંત કુટુંબ. તેમના દાદા અમદાવાદ અને મુંબઈ શેરબજારના ફાઉન્ડર-મેમ્બર. પિતાજી ચીમનલાલ શેઠ શેર-બ્રોકર અને એસ્ટેટ-એજન્ટ, રાણા-શેઠ નામે ઓળખાય. વી.એસ.સ્મશાનગૃહ તથા સેનેટોરિયમનું ડોનેશન પિતાએ આપેલું. ઘરમાં ધાર્મિક વાતાવરણ અને વિચારો આગળ પડતા. પરદાદા બેચરદાસ એ પોતાની બાળ-વિધવા દીકરી માટે વર્ષે 1200 રૂપિયાનું વિલ કર્યું હતું જેથી તે સરખી રીતે રહી શકે! દેરાસરમાં પરદાદા બેચરદાસનું પૂતળું પણ છે. સી.જી.રોડના સીમાચિન્હ જેવા લાલ-બંગલાના તેઓ માલિક. 75 સભ્યોનું સંયુક્ત-કુટુંબ આજે પણ વર્ષમાં પ્રસંગે ત્રણ વાર ભેગા થાય! પોતે લાલ-બંગલામાં છેલ્લા 44 વર્ષથી હોમિયોપેથિક દવાઓની નિઃશુલ્ક સેવા કરે છે.

 

શરૂઆતના ત્રણ વર્ષ રાજકુમાર કોલેજ આર.કે.સી.માં અભ્યાસ કર્યો, પછી સી.એન. વિદ્યાલયમાં. એમ.જી. સાયન્સ કોલેજમાંથી, B.Sc.(કેમેસ્ટ્રી અને જીયોલોજી) કર્યું. તેમને શેર-બજારના ધંધામાં રસ ન હતો. તે ધંધો બંધ કર્યો પણ કાર્ડ ચાલુ રાખ્યું. અભ્યાસ પછી હેમંતભાઈએ ‘નવું શું છે?’ની શોધ કરી પ્લાસ્ટિક-ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું. પોલીથીન-બેગ-શીટ, કેનાલ-લાઇનિંગ, પ્લાસ્ટિક-વેલ્ડીંગ, અમદાવાદની મિલોમાં ખાસ વપરાતા ‘જે-બોક્સ’ વગેરે પ્લાસ્ટિક-ટેકનોલોજી વાપરી તૈયાર કર્યાં. ગુજરાતના પ્લાસ્ટીક-ઇન્ડસ્ટ્રીના તેઓ પ્રણેતા.

નિવૃત્તિની પ્રવૃત્તિ :  

સવારે 8:00 વાગે ઊઠે, ચા-પાણી કરી નાહી-ધોઈ માળા ફેરવે, દેરાસર જાય, છાપા વાંચે. ઘણાં જૈન-ટ્રસ્ટોમાં અને પેઢીઓમાં ટ્રસ્ટી છે.આનંદજી-કલ્યાણજી પેઢીમાં 20 વર્ષ સુધી ટ્રસ્ટી રહ્યા. માતાજી નારાયણીએ વિકસાવેલી હોમિયોપેથિક દવાઓ દર્દીઓને તપાસી ફ્રી આપે. છેલ્લાં 44 વર્ષથી ઘણાં દર્દીઓને તેમણે ઘણી વિકટ બીમારીઓમાંથી સાજા કર્યા છે. બે-અઢી લાખ તપસ્વીઓને ડૂંટીના ટીપાં આપી શાતા પહોંચાડી છે.

શોખના વિષયો : 

સેવા અને ઓલ્ટરનેટ મેડિસિન તેમના શોખના વિષયો. નાનપણમાં મેચ-બોક્સ અને સિગારેટ-બોક્સ ભેગા કરવા બહુ ગમે. કોઇન-કલેક્શન અને સ્ટેમ્પ-કલેક્શનનો પણ ઘણો શોખ. બાગાયતી-પ્રવૃત્તિમાં ખાસ રુચિ. એક ગુલાબમાં 10 આંખો લગાડી 10 જાતના ફુલનો સુંદર છોડ તૈયાર કર્યો હતો! લો-ગાર્ડન પાસે ગુજરાત હોર્ટીકલ્ચર એસોસિએશન શરૂ કર્યું. બહેનોને ઘેર-ઘેર શાકભાજી ઊગાડવાનું પ્રોત્સાહન આપ્યું! માતા-પિતા સાથે કાશ્મીરથી કન્યાકુમારી ગાડીની મુસાફરી સેલ્ફ-ડ્રાઈવમાં કરી. સાઉથ-આફ્રિકા, રશિયા, ઈજિપ્ત સિવાય આખી દુનિયા ફર્યા છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:   

તબિયત સરસ છે. 2002માં બાયપાસનું ઓપરેશન કર્યું છે. રેગ્યુલર સ્વિમિંગ કરે છે. હાથના હલનચલનની કસરત ‘સ્વાઈસો’ નિયમિત કરે અને સાતે ચક્રોને ચાર્જ કરે. ઈલેક્ટ્રીક સુજોગ પણ કરે. ખોરાકમાં વૈદરાજ હાર્ડીકરએ સૂચવ્યા પ્રમાણે ચૌદ-ગણા પાણીમાં જાવરું ઉકાળી બનાવવાના હિમાયતી છે. અત્યાર સુધી પોતાના દર્દીઓને 100 ટન જાવરુ ખવડાવ્યું હશે!

યાદગાર પ્રસંગ:  

1962માં પ્લાસ્ટિકની થેલીમાં ઝાડ ઊગાડવાનો રચનાત્મક વિચાર તેમનો. ફોરેસ્ટ-ડિપાર્ટમેન્ટમાં આ વિચાર લઈને અધિકારીને મળ્યા. જોકે શરૂઆતમાં તેમની આ વાત કોઈએ માની નહીં. થોડા અનુભવ પછી આઠ-દસ લાખ થેલીનો ઓર્ડર પહેલી જ વારમાં લઈ આવ્યા! કોબા જૈન મંદિરમાં ભગવાનની મૂર્તિ પર અમુક ચોક્કસ દિવસે સૂર્ય-કિરણનું તિલક થાય તે તેઓની પરિકલ્પના!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:

નવી-ટેકનોલોજી બહુ સારી રીતે વાપરી શકે છે. મેડિકલ-રિસર્ચ માટે અનેક જાતની સાઈટનો ઉપયોગ કરે છે. તેમણે જાતજાતનાં મશીન બનાવ્યાં છે. 3500 રોગોમાં કામ લાગે તેવું રાઈફ-ફ્રિકવન્સી ડિવાઇસ ‘હેમ-હંસ’ મશીન તેમણે બનાવ્યું છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આજકાલ બધાંને બધું ફટાફટ જોઈએ છે! રોગો વધ્યા છે, સામે જાણકારી પણ ઘણી વધી છે, ઇન્વેસ્ટિગેશન પણ વધ્યું છે, સ્પેસિફિક દવાઓ વધી છે. એલોપથી દવાઓની સાઈડ-ઈફેક્ટને કારણે મેડિકલ-સાયન્સમાં આસ્થા અને ભરોસો ઓછાં થઈ ગયાં છે. લોકો ઓલ્ટરનેટીવ મેથડને આવકારવા માંડ્યા છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

યુવાનોને દવાની ઝડપી અસર જોઈએ છે. લોકો એલોપથી દવાની અસર ન થાય ત્યારે તેમની પાસે આવે છે. યુવાનોમાં શરીર માટેની જાગૃતિ વધી છે પણ તેઓ રેગ્યુલર દવા લેતા નથી. તેમને બાળકો બહુ ગમે છે. તેમને એક દીકરો,એક દીકરી તથા ચાર પૌત્ર-પૌત્રી અને ત્રણ પ્રપ્રૌત્ર-પ્રપૌત્રી છે.

 

સંદેશો : 

એલોપથી મેડિસિન ઓછી કરી એમાંથી બહાર આવવું જોઈએ અને ઓલ્ટરનેટ મેડિસિન એટલે વૈકલ્પિક સારવાર ઉપર ભાર આપવો જોઈએ.

શું ક્રોધ એ પાપ છે?

વારંવાર પૂછવામાં આવે છે કે જો બધું ઈશ્વર જ છે તો સંસારમાં અપૂર્ણતા શા માટે છે. જો બધું જ પ્રેમ છે તો પછી વાસના, અભિમાન, આસક્તિ, ક્રોધ, અહંકાર, લોભ અને ઈર્ષ્યા જેવી લાગણીઓ શા માટે છે? આ નકારાત્મક લાગણીઓ બીજું કઈ નહિ પણ પ્રેમની વિકૃતિ છે. આ વિકૃતિઓ પ્રાણીઓમાં પણ દેખાય છે, પરંતુ તેમની પ્રકૃતિને કારણે તેમની પાસે તેનાથી મુક્ત થવાનો કોઈ રસ્તો નથી. પરંતુ માણસ વિવેક બુદ્ધિ થી સંપન્ન છે અને તે આ વિકૃતિઓને દૂર કરી અને શુદ્ધ પ્રેમની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે.

દરેક સાચો સાધક ક્રોધમાંથી મુક્ત થવા અને પૂર્ણતાની સ્થિતિમાં પહોંચવા માંગે છે, પરંતુ ઘણી વાર તેની લાગણીઓથી વહી જાય છે. જ્યારે તમારી અંદર ગુસ્સો વધે ત્યારે તમે શું કરી શકો? તમે તમારી જાતને સો વખત યાદ અપાવી શકો છો કે તમારે ગુસ્સો ન કરવો જોઈએ. પરંતુ જ્યારે મૂડ ત્રાટકે છે, ત્યારે તમે તેને નિયંત્રિત કરી શકતા નથી. તે તોફાનની જેમ આવે છે. લાગણીઓ તમારા વિચારો અને તમે આપેલા વચનો કરતાં વધુ શક્તિશાળી છે. ક્રોધ એ આપણા સાચા સ્વભાવની વિકૃતિ છે. તે આ રચનાનો એક ભાગ છે, છતાં આપણે તેને વિકૃતિ કહીએ છીએ કારણ કે તે આત્માને સંપૂર્ણ રીતે ચમકવા દેતું નથી. અને આ પાપ છે. ગુસ્સો એ પાપ છે કારણ કે જ્યારે તમે ગુસ્સે થાઓ છો, ત્યારે તમે તમારું ધ્યાન ગુમાવો છો; તમે આત્માને ભૂલી જાઓ છો.

ગુસ્સો એ નબળાઈની નિશાની છે. મજબૂત માણસ સરળતાથી ગુસ્સે થતો નથી. જ્યારે તમે અન્યની ભૂલો પર ધ્યાન કેન્દ્રિત કરો છો, ત્યારે તમે ગુસ્સે થવા માટે બંધાયેલા છો. ગુસ્સાનું કારણ એ વ્યક્તિની અંદર શું ચાલી રહ્યું છે તેની સંપૂર્ણ માહિતીનો અભાવ છે.

પોતાનામાં ગુસ્સો બતાવવો એ ખોટું નથી. તમારા ગુસ્સાથી અજાણ રહેવાથી જ તમને નુકસાન થાય છે. ગુસ્સો બતાવવા માટે એક સ્થાન છે, પરંતુ જ્યારે તમે પોતે ગુસ્સે થાઓ છો, ત્યારે તમે સંપૂર્ણપણે હચમચી જાઓ છો. તમે જે નિર્ણયો લો છો કે તમે ગુસ્સામાં બોલો છો તેનાથી તમે ક્યારેય ખુશ છો? ના, કારણ કે તમે તમારી સંપૂર્ણ જાગૃતિ ગુમાવો છો. જો તમે સંપૂર્ણ જાગૃત છો અને તમે ગુસ્સે છો, તો તે ઠીક છે.

વાસ્તવમાં ક્રોધ એક સાધન છે. જ્યારે તમે તેને નિયંત્રિત કરી શકો ત્યારે તે ઉપયોગી છે. જ્યારે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને ક્યાં ઉપયોગ કરવો તે જાણો છો ત્યારે તે અજાયબીઓ કરી શકે છે. તેને કૌશલ્યની જરૂર છે – તમારી શક્તિને નિયંત્રિત કરવાની કળા.

આધ્યાત્મિક પ્રથાઓ તમને તમારી એકાગ્રતા જાળવવામાં અને નાની નાની ઘટનાઓથી વિચલિત થવામાં મદદ કરે છે. આ તે છે જ્યાં તમારા વિશે, તમારા મન વિશે, તમારી ચેતના વિશે અને તમારા સ્વભાવમાં વિકૃતિના મૂળ વિશે થોડું જ્ઞાન મદદ કરશે. જ્યારે તમે થાકેલા અને તણાવમાં હોવ છો, ત્યારે તમે તમારો ગુસ્સો ગુમાવો છો અને ગુસ્સે થઈ જાઓ છો.

શ્વાસ લેવાની તકનીકો અને ધ્યાન મનને શાંત કરવામાં ખૂબ અસરકારક છે. આપણા શ્વાસ આપણને ઘણું શીખવે છે, જે આપણે ભૂલી ગયા છીએ. ધ્યાન એ ભૂતકાળ અને ભૂતકાળની ઘટનાઓમાંથી ગુસ્સો દૂર કરવાનો છે. તે ક્ષણને સ્વીકારે છે અને દરેક ક્ષણને સંપૂર્ણ અને ઊંડાણપૂર્વક જીવે છે.

ઘણીવાર ગુસ્સો આવે છે કારણ કે તમે વર્તમાન ક્ષણને સ્વીકારતા નથી. તમે પૂર્ણતા શોધો છો; તેથી જ તમે અપૂર્ણતાઓ પર ગુસ્સે થાઓ છો. જ્યારે કોઈ ભૂલ કરે છે, ત્યારે જાણો કે તે દોષિત નથી; આંતરિક તણાવ તેને તે ભૂલ કરવા દબાણ કરી રહ્યો છે. બસ આ સમજણ અને ધ્યાનના થોડા દિવસોનો સતત અભ્યાસ આપણા જીવનની ગુણવત્તા બદલી શકે છે.

સામાન્ય રીતે, તમે તમારો ગુસ્સો ખુલ્લેઆમ બહાર કાઢો છો અને ભાગ્યે જ સ્મિત કરો છો જાણે હસવું મોંઘું હોય. અજ્ઞાનતામાં ગુસ્સો સસ્તો છે અને સ્મિત મોંઘું છે. શાણપણમાં સ્મિત મફત છે – સૂર્યપ્રકાશ, પવન અને પાણીની જેમ – અને ક્રોધ હીરાની જેમ ખૂબ ખર્ચાળ છે. તમારું સ્મિત સસ્તું અને ગુસ્સો મોંઘો બનાવો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

રાશિ ભવિષ્ય 18/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનુ આયોજન થઈ શકે છે તેમા ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમા નાનુ અને અનુભવમુજબનુ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમા પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, વણમાગી સલાહકે સુચન આજના દિવસે ના આપવી ઈછાનીય છે. વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, યુવાવર્ગે કોઈનીસાથે અર્થહીન વાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમા સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનારવર્ગથી દુર રહેવુ જરૂરી છે, ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવુ, ઉશ્કેરાટથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમ ન કરવુ, ઉતાવળિયા નિર્ણયથી બચવુ.


આજનો દિવસ સામાન્ય છે, મનમા થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમા સમયનો દુરવ્યય થાય, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણ ના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજી ના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવુ, નોકરી-ધંધામા પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગને ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, વેપારમા કોઈ મોટાજોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમા કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવુ બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમા કોઈ લાભની તક દેખાઈ શકે છે.


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામા થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બને તેમજ જો નસીબ સાથ આપેતો ઘણુ બધુ કાર્ય થઇ શકશે, મુસાફરીના યોગ છે, વેપારમા લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમા મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમા કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતીકે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.

પંચાંગ 18/09/2024

લેબનોનમાં સીરીયલ પેજર બ્લાસ્ટ, 5ના મોત, 1500 ઘાયલ

લેબનોનમાં સીરીયલ પેજર બ્લાસ્ટ થયા છે. જેમાં 5 લોકોના મોત થયા છે. લેબનોનમાં લગભગ 1500 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તેમની સંખ્યા વધી શકે છે. ઘાયલોમાં આરોગ્ય કર્મચારીઓ, ઈરાનના રાજદૂત મોજીતબા અમાની અને હિઝબુલ્લાહ લડવૈયાઓનો સમાવેશ થાય છે. હિઝબુલ્લાએ આમાં ઈઝરાયેલની સંડોવણીની શંકા વ્યક્ત કરી છે. હુમલા બાદ લેબનીઝ સરકારે તમામ લોકોને તેમની પાસે રહેલા પેજર ફેંકી દેવા જણાવ્યું છે. પેજર ઉપરાંત રેડિયો અને ટ્રાન્સમીટર પણ બ્લાસ્ટ થયા હોવાના અહેવાલ છે.

 

હિઝબોલ્લાહ પરનો આ તાજેતરનો હુમલો હ્રદયસ્પર્શી છે. લેબનોનમાં જે રીતે શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવામાં આવ્યા છે તે આ પ્રકારનો પહેલો હુમલો છે. એવું માનવામાં આવે છે કે હિઝબુલ્લાહ લડવૈયાઓ પેજરનો ઉપયોગ કરે છે. હિઝબુલ્લાહે આ હુમલાઓને લઈને એક નિવેદન જાહેર કર્યું છે.

અમે વિસ્ફોટના કારણની તપાસ કરી રહ્યા છીએ: હિઝબુલ્લાહ

કહેવાય છે કે મંગળવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ પેજર બ્લાસ્ટ થવા લાગ્યા હતા. આ વિસ્ફોટોનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. હિઝબુલ્લાહ એજન્સીઓ વિસ્ફોટોનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

PM મોદી 21 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે અમેરિકા જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ અંગે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી 21 સપ્ટેમ્બરે અમેરિકાના ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં ચોથી ક્વાડ કોન્ફરન્સમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે. ભારતીય સમુદાયના લોકો પીએમ મોદીને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. સમાચાર છે કે ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીને આવકારવા માટે ખાસ તૈયારીઓ કરી છે અને તેમની યોજનામાં જોરદાર સ્વાગત કરવાનો પણ સમાવેશ થાય છે.

સમિટને સંબોધશે

23 સપ્ટેમ્બરે પીએમ મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર 2024’ને સંબોધિત કરશે. આ દરમિયાન તે ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે પીએમ મોદી તેમના સંબોધન દરમિયાન ભારત અને વિશ્વ સામેના વર્તમાન પડકારો અને તેના ઉકેલોનો પણ ઉલ્લેખ કરી શકે છે.

ઇટાલીના PM મેલોનીએ PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમને X અને ભવિષ્યમાં ભારતને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે અમે ઈટાલી અને ભારત વચ્ચેની અમારી મિત્રતા અને સહયોગને વધુ મજબૂત કરીશું. મેલોનીએ તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા. મને ખાતરી છે કે અમે ઇટાલી અને ભારત વચ્ચેની મિત્રતા અને સહયોગને વધુ મજબૂત કરીશું, જેથી સાથે મળીને આગામી વૈશ્વિક પડકારોનો સામનો કરી શકીશું.

 

આજે પીએમ મોદીના ત્રીજા કાર્યકાળનો 100મો દિવસ પણ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લામાં થયો હતો. 2001 થી 2014 સુધી તેમણે સતત ત્રણ વખત ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી, જેમાં રાજ્યમાં નોંધપાત્ર આર્થિક વૃદ્ધિ અને શાસન સુધારણા જોવા મળી. તેમણે 2014માં વડાપ્રધાન તરીકે તેમની નવી રાજકીય સફર શરૂ કરી હતી અને આજે તેમના ત્રીજા કાર્યકાળનો 100મો દિવસ પણ પૂર્ણ થયો છે.

અનંત ચતુર્દશી: વિઘ્નહર્તાની મૂર્તિઓનું વિસર્જન

અમદાવાદ: ભાદરવા સુદ ચૌદસ અનંત ચતુર્દશીએ ગણેશોત્સવના પંડાલમાંથી ગણપતિના વિસર્જનનો દિવસ. ગણેશજીની શહેરમાં નાની-મોટી હજારો મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતું. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં મહાનગર પાલિકાએ ખુલ્લા પ્લોટમાં તેમજ રિવરફ્રન્ટ પર ગણેશ વિસર્જન કુંડ તૈયાર કર્યા.ઈકો ફ્રેન્ડલી ગણેશ માટેના પાટિયા પણ મુક્યા. ગણેશોત્સવની ઉજવણી દરમિયાન ઉપયોગમાં લીધેલ ચીજવસ્તુઓને મુકવા માટે પ્લાસ્ટિકના અલગ-અલગ બીન્સ પણ મુક્યા. શણગારની વસ્તુઓ, પૂજામાં ચઢાવેલા ફૂલ-પત્તા, પડિયા-પ્રસાદના બોક્ષને વાપર્યા પછી ક્યાં મુકવું એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. આ સાથે પાણીના કુંડ બહાર સાવધાનીના પાટિયા પણ મુકવામાં આવ્યા.આ ગણેશોત્સવમાં નાની મૂર્તિઓનું પ્રમાણ વધારે હતું. મોટી મૂર્તિઓના વિસર્જન માટે ખાસ ક્રેઈન મુકવામાં આવી હતી.અમદાવાદ શહેરમાં કોઈપણ બનાવ ન બને એ માટે વિસર્જનના માર્ગો પર તેમજ કુંડ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

સ્ત્રી 2 સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની

સ્ત્રી 2 જે બોક્સ ઓફિસ પર એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે અને તોડી રહી છે, તેણે હવે વધુ એક મોટો રેકોર્ડ તોડ્યો છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મે મંગળવારના કલેક્શન સાથે વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટે રિલીઝ થયેલી શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની આ હોરર કોમેડી ફિલ્મ એક મહિના પછી પણ લોકોના દિલ જીતી રહી છે. આ ફિલ્મે હવે તેના 34મા દિવસના કલેક્શન સાથે શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’નો મોટો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે.

સ્ત્રી 2 હિન્દી સંસ્કરણમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, સોમવાર સુધી, સ્ત્રી 2 ની કુલ કમાણી 583.35 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સકનીલ્કના અહેવાલ મુજબ, સ્ત્રી 2 એ તેના 34માં દિવસે (17 સપ્ટેમ્બર મંગળવાર) સાંજે 5 વાગ્યા સુધી 1 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે સ્ટ્રી 2નું કુલ કલેક્શન 584.35 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની જવાન અત્યાર સુધી હિન્દી વર્ઝનમાં ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. હવે આ તાજ મહિલા 2ના નામે શણગારવામાં આવ્યો છે. જવાનના હિન્દી સંસ્કરણે 584 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે હવે આ આંકડો પાર કરીને શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ નંબર 1 હિન્દી ફિલ્મ બની ગઈ છે.