Home Blog Page 1477

એશિયન ચેમ્પિયન ટ્રોફીની સેમી ફાઇનલમાં ભારતની જીત

નવી દિલ્હીઃ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની સેમી ફાઇનલમાં ભારતીય હોકીએ દક્ષિણ કોરિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું હતું. ફાઇનલમાં ભારતનો મુકાબલો ચીન સાથે થશે. ચીને સેમી ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

ભારતીય ટીમના ખેલાડીઓએ એકજુટ થઈને પ્રદર્શન કર્યું હતું અને કોરિયન ટીમ ભારતીય ટીમની સામે ટકી શકી નહીં. ભારતે આ મેચ 4-1થી જીતી લીધી હતી. હવે ફાઇનલમાં ભારતનો સામનો ચીન સામે થશે.

આ મેચમાં ભારતીય હોકી ટીમે શાનદાર શરૂઆત કરી અને ભારતે 13મી મિનિટે જ ગોલ કર્યો હતો. ભારત તરફથી આ ગોલ ઉત્તમ સિંહે કર્યો હતો. આ પછી તેમને દક્ષિણ કોરિયા સામેની મેચમાં વાપસી કરવાનો મોકો મળ્યો, પરંતુ તેઓ એ તકનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. બીજા ક્વાર્ટરની શરૂઆતમાં હરમનપ્રીત સિંહે ગોલ કરીને ભારતને 2-0થી આગળ કરી દીધું હતું. ભારત માટે ત્રીજો ગોલ જરમનપ્રીત સિંહે કર્યો હતો. તેણે ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં જ ગોલ કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં કોરિયાએ પોતાનું ખાતું ખોલાવ્યું અને પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કર્યો, જ્યારે ભારત માટે ચોથો ગોલ હરમનપ્રીત સિંહે કર્યો હતો.

એશિયન એમ્પિયન્સ ટ્રોફીની હોકીની ફાઇનલમાં ભારતે છઠ્ઠી વખત પ્રવેશ કર્યો છે, જ્યારે ચીને સૌપ્રથમ વાર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. અત્યાર સુધીમાં ભારતે 38 અને દક્ષિણ કોરિયાએ 11માં જીત મેળવી છે. જ્યારે 12 મેચ ડ્રો રહી છે. બંને વચ્ચે છેલ્લી મુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના પૂલ સ્ટેજમાં થયો હતો. ભારતે આ મેચ 3-1થી જીતી હતી.

100 દિવસમાં 100 એજન્ડા પૂરા કરવા દિવસ-રાત કામ કર્યું: PM

અમદાવાદ:ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા બાદ PM મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે સોમવારે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો. જેમાં તેમણે 8,000 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું. સભા સ્થળે પહોંચેલા PM મોદીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતાં ઝીલતાં મુખ્ય સ્ટેજ સુધી પહોંચ્યા હતા. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી. આર. પાટીલ પણ જોડાયા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

વડાપ્રધાને GMDC ગ્રાઉન્ડ ખાતે સિંગલ વિંડો આઇ.એફ.સી.એ. સિસ્ટમ લોન્ચ કરી હતી.  ત્યારબાદ વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનની ચાવી આપી હતી. દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચુઅલ ઉદઘાટન કર્યું હતું. બીજી તરફ રેલવેએ વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરી દીધું છે. દેશની આ પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદની વચ્ચે દોડશે. આ ટ્રેન પાંચ કલાક અને 45 મિનિટમાં અમદાવાદ અને ભુજ વચ્ચેનું અંતર કાપશે, જેની વચ્ચે નવ સ્ટેશન પર આ ટ્રેન રોકાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી એફોર્ડેબલ હાઉસિંગ યોજના દેશમાં કાર્યરત છે. લોકોને પોતિકા ઘર મળ્યા છે. વધુ 3 કરોડ ઘર આપવાનો લક્ષ્યાંક વડાપ્રધાને રાખ્યો છે. ગુજરાત આવાસ યોજનામાં અગ્રેસર રાજ્ય છે. એનર્જી સિક્યોર સ્ટેટ હોવાની સાથે સાથે સોલાર પાવર ક્ષેત્રે આગળ છે. ગુજરાતના શહેરો સ્માર્ટ અને ક્લિન બનાવવા માટેની દિશા મળી છે. પાયાની સગવડોની સાથેસાથે મોર્ડન સેવાઓ આપણે વિકસાવી છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ગિફ્ટ આપી છે. દેશમાં રેલવે સેવાઓમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. કચ્છના આર્થિક અને પ્રવાસનને વેગ અપાશે. વર્ષાઋતુ રાજ્યમાંથી વિદાય લઈ રહી છે પણ વિકાસ ઋતુ અટકશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે ઉત્સવના આ સમયમાં ભારતના વિકાસનો ઉત્સવ પણ નિરંતર ચાલુ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “આજથી અમદાવાદ ભુજ વચ્ચે નમો ભારત રેપિડ રેડ શરૂ થઇ ગઇ છે, આ ટ્રેનથી મિડલ ક્લાસ લોકોને ફાયદો થશે. આગામી સમયમાં અનેક શહેરોને નમો ભારત રેપિડ રેલની કનેક્ટિવિટી મળશે. દેશમાં 15થી વધુ રૂટ પર નવી નમો ભારત રેપિડ રેલ દોડાવવામાં આવશે, જ્યારે 125થી વધુ ભારત ટ્રેન લોકોને સેવા આપી રહી છે. આગામી 25 વર્ષમાં આપણા દેશને વિકસિત બનાવવાનો આ ગોલ્ડન પિરિયડ છે. જેમાં ગુજરાતની સૌથી મોટી ભૂમિકા છે. ગુજરાત ભારતનું પ્રથમ એરક્રાફ્ટ આપશે. આજે ગુજરાતમાં એક-એકથી ચઢિયાતી યુનિવર્સિટીઓ છે, આ ઉપરાંત વિદેશી યુનિવર્સિટીઓ પણ ગુજરાતમાં કેમ્પસ શરૂ કરી રહી છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસના કાર્યો માટે દેશવાસીઓ અને ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે. વધુમાં તેમણે કહ્યું, “ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઇ છે. જેમાં આપણે ઘણાં સ્વજનોને ગુમાવ્યા છે.

ત્રીજીવાર વડાપ્રધાનના રૂપમાં શપથ લીધા બાદ પહેલીવાર ગુજરાત આવ્યો છું. ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ હંમેશા મારી ઉપર તમારો પ્રેમ વરસાવ્યો છે. પુત્ર જ્યારે પોતાના ઘરે આવીને સ્વજનોના આશીર્વાદ લે છે ત્યારે તેને નવી ઉર્જા મળે છે. તેનો ઉત્સાહ અને જોશ વધી જાય છે. આટલી મોટી સંખ્યામાં તમે આશીર્વાદ આપવા માટે આવ્યા તે મારું સૌભાગ્ય છે.”

“રાષ્ટ્ર પ્રથમના સંકલ્પ સાથે તમે લોકોએ જ મને દિલ્હી મોકલ્યો છે. મેં લોકસભાની ચૂંટણી દરમિયાન દેશવાસીઓને એક ગેરન્ટી આપી હતી. મેં કહ્યું હતું કે ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસમાં દેશ માટે અભૂતપૂર્વ નિર્ણયો લેવામાં આવશે.

ગત 100 દિવસમાં ઘણાં લોકો મોદીની મજાક ઉડાવવા લાગ્યા. ભાત-ભાતના તર્ક-વિતર્ક આપતા હતા. લોકો વિચારતા હતા મોદી કેમ ચૂપ છે? જેમને જે મજાક ઉડાવવી હોય તેને ઉડાવવા દો. મેં નક્કી કર્યું હતું કે હું એકપણ જવાબ નહી આપું. મારે દેશને કલ્યાણના માર્ગ પર લઈ જવાનો છે તેને છોડીશ નહી. ચૂંટણી દરમિયાન મેં 3 હજાર કરોડ ઘર બનાવવાની ગેરેન્ટી આપી હતી. પરિણામે ગુજરાતના હજારો પરિવારોને ઘર મળ્યા છે.”

PM  મોદીએ વધુમાં કહ્યું, “સત્તા માટે લાલચી લોકો ભારતના ટૂકડે ટૂકડા કરવા માગે છે, આ લોકો જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 પાછો લાવવાનું કહે છે. ભારતને બદનામ કરવાનો કોઈ મોકો છોડતા નથી. ગુજરાતને પણ બદનામ કરવાનું કામ કરે છે એટલે ગુજરાતે સતર્ક રહેવાનું છે.”

અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવા 1:20 કલાકની જોવી પડશે રાહ

અમદાવાદ: આજે ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ગુજરાત પ્રાવાસે આવ્યા છે. તો બીજી બાજું ગુજરાતમાં મહત્વના તહેવારોની પણ ઉજવણી પણ થઈ રહી છે. જ્યાર તારીખ 16 ના ઈદ અને તારીખ 17ના રોજ ગણેશ વિસર્જનને લઈ પણ અમદાવાદમાં ધૂમધામ ચાલી રહી છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકસા કાર્યોની ભેટ પણ આપી છે. PM મોદીએ લીલી ઝંડી આપ્યા બાદ અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ છે.

હાલ મોટેરાથી ગાંધીનગરના સેકટર-1 સુધીનો અને ગિફ્ટ સિટી સુધીનો રૂટ જ શરૂ કરાયો છે. જ્યારે મહાત્મા મંદિર સુધીના રૂટ પર હાલ કામગીરી ચાલુ છે. જેના કારણે આ રૂટ પરની મેટ્રો આવનાર સમયમાં કામ પૂર્ણ થયા બાદ શરૂ થશે. જે લોકો અમદાવાદ શહેરમાં ચાલતી મેટ્રો ટ્રેનનો અનુભવ કરી ચૂક્યા છે તેમને અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મુસાફરી માટે સમય ફાળવવો પડશે. કારણે કે આ રૂટ અમદાવાદ સિટીમાં ચાલી રહેલી મેટ્રો સર્વિસ કરતા થોડો અલગ છે. અમદાવાદ શહેરમાં ચાલી રહેલી મેટ્રો દર 10થી 12 મિનિટે દોડી રહી છે. જ્યારે મોટેરાથી ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન વચ્ચે 1 કલાક અને 20 મિનિટની ફ્રિકવન્સી છે. એટલે કે બે ટ્રેન વચ્ચે સવા કલાકનું અંતર છે. અમદાવાદની મેટ્રો સવારે 6:20 વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત હોય છે. જ્યારે ગાંધીનગર-અમદાવાદ વચ્ચેની મેટ્રો સવારે 7:20 થી શરૂ થશે અને સાંજે 7:20 સુધી કાર્યરત રહેશે. પરંતુ અમદાવાદ મેટ્રોની જેમ જ આવનાર દિવસોમાં આ રૂટને પણ ટ્રાફિક મળશે ત્યારે ઓછા સમયમાં અને મોડે સુધી ટ્રેન મળી શકે તેની સંભાવના છે.

રાજ્યમાં ચોમાસું નબળું પડ્યું, જાણો હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.  કચ્છમાં પણ આગામી 7 દિવસ સુકુ વાતાવરણ રહેશે. રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ વરસ્યો છે. 

16થી 17 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. 16 અને 17 સપ્ટેમ્બરના રોજ કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદની શક્યતા છે. હાલના સમયમાં  ચોમાસું નબળું પડવાનું શરૂ થયું છે. જો કે આ વખતે વરસાદની મોસમ લાંબી ચાલશે. આ જ કારણ છે કે ચોમાસાનો વરસાદ અટકવાના સંકેત દેખાઈ રહ્યા નથી. આ સાથે હવામાન વિભાગે બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના વ્યક્ત કરી છે. જેના કારણે વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

રાજ્યમાં આ વખતે છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ બ્રેક સિઝનનો 124.99 ટકા વરસાદ વરસ્યો છે.  સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32  ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 129.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 129.18 ટકા વરસાદ વરસી ચૂક્યો છે..જ્યારે મધ્ય ગુજરાતમાં 121.03 ટકા તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 107.66 ટકા વરસાદ વરસ્યો છે.

CM બનવા માટે વિધાનસભ્ય હોવું આવશ્યક નથીઃ સૂરજેવાલા

નવી દિલ્હીઃ હરિયાણામાં જોરશોરથી વિધાનસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસની અંદર CMના ચહેરાને લઈને લડાઈ તેજ થઈ છે. પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે CM બનવા માટે વિધાનસભ્ય હોવું જરૂરી નથી. તેમનું નિવેદન દર્શાવે છે કે તેઓ પણ CMપદની રેસમાં છે.

તેમણે કહ્યું હતું કે વર્ષ 2005માં પણ કોંગ્રેસના એક સાંસદને રાજ્યના CM બનાવ્યા હતા. વર્ષ 2005ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત મળી હતી. પાર્ટીએ ત્યારે 90માંથી 67 સીટો પર જીત હાંસલ કરી હતી. એ સમયે પાર્ટી તરફથી ભૂતપૂર્વ CM ભજનલાલ સૌથી મોટા ચહેરો હતા, પરંતુ પાર્ટીના તત્કાલીન સાંસદ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને CM બનાવ્યા હતા.

સૂરજેવાલાનું આ નિવેદન સપ્ષ્ટ કરે છે કે કોંગ્રેસે ચૂંટણીમાં બહુમત હાંસલ કર્યો તો CM પદ લઈને ખેંચતાણ ચાલી રહી છે. જોકે રાજ્યમાં હુડ્ડાનું કદ બાકી નેતાઓ પર ભારે છે.

પાર્ટીના એક વધુ દિગ્ગજ નેતા અને સિરસાથી સાંસદ કુમારી શૈલજા પણ ખૂલીને કહી ચૂક્યાં છે કે તેઓ પણ CMપદના દાવેદાર છે.

બીજી બાજુ, ભાજપમાં પણ CMપદની ખેંચતાણ છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું જ છે કે નાયબ સિંહ સૈની પાર્ટીના CMપદનો ચહેરો છે, પણ રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ વિજ પણ કહી ચૂક્યા છે કે રાજ્યમાં ભાજપની સરકાર બનશે તો તેઓ CMપદનો દાવો રજૂ કરશે.

આમ બંને પક્ષોની વચ્ચે CM કોણ બનશે, એને લઈને લડાઈ જારી છે.

 

શિવસેનાના ધારાસભ્યનું રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન!

મુંબઈ: કોંગ્રેસ સાંસદ અને ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના અમેરિકામાં નિવેદનોને કારણે દેશમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ત્યારે શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘જે વ્યક્તિ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.’બીજી તરફ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. બિટ્ટુએ કોંગ્રેસ નેતાને દેશના સૌથી મોટા આતંકવાદી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘જો એજન્સીએ સૌથી પહેલા કોઈના સામે કાર્યવાહી કરવી જોઈએ તો તે રાહુલ ગાંધી છે. તેમનું નામ આતંકવાદીઓની યાદીમાં નંબર વન પર હોવું જોઈએ.’કેન્દ્રીય મંત્રીના આ વિવાદાસ્પદ નિવેદનની સામે કોંગ્રેસે પણ સામે નિવેદન આપ્યું છે કે, “બિટ્ટુએ પોતાના મગજની સારવાર કરાવવી જોઈએ. બિટ્ટુએ પોતાની તર્ક શક્તિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે.” બીજી તરફ પંજાબમાં વિપક્ષી નેતા પ્રતાપ સિંહ બાજવાએ રવનીત સિંહ બિટ્ટુની ટિપ્પણીની સખત નિંદા કરી છે. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધી વિશે બિટ્ટુની ટિપ્પણી ન માત્ર શિક્ષણ અને સંસદીય સિદ્ધાંતોની સમજણનો અભાવ દર્શાવે છે. પરંતુ જવાબદાર જાહેર વર્તણૂકની સ્પષ્ટ ઉપેક્ષા પણ દર્શાવે છે. તેમની આ ટિપ્પણી પરથી પ્રતીત થાય છે કે, તેમણે પોતાની તર્ક શક્તિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે. તમે મનોચિકિત્સકની મદદ લઈને પોતાના મગજની સારવાર કરાવી લો. બિટ્ટુની બેજવાબદાર ટિપ્પણી લોકશાહીનું અપમાન છે અને તેમને માફ ન કરી શકાય.”

સુરતમાં ઈદ અને ગણેશ વિસર્જન લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

હાલ દેશમાં બે તહેવારની ઉજવણી ચાલી રહી છે. સુરતમાં પણ બે બંને તહેવારની ઉજવણીને લઈ જોરશોરથી તૈયારી કરવામાં આ રહી છે. આ અગાઉ પણ સુરતમાં સૈયદપુર વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાને લઈ સુરતમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે 16 તારીખના ઈદ અને 17 તારીખના ગણેશ વિસર્જન માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં ઈદ અને ગણેશ વિસર્જન મોટા પર્વની ઉજવણી સાથે શહેરમાં ઉત્સાહ, ઉમંગ જોવા મળી રહ્યો છે. સાથે જ ઉચાટભરી સ્થિતિ પણ જોવા મળી રહી છે.

 

બે દિવસ પર્વને લઈ 48 કલાક સુરત પોલીસ માટે ખૂબ જ પડકાર જનક રહેશે આ માટે સુરત પોલીસ જમીનથી લઈ આકાશ સુધીના દરેક ખુણા પર નજર રાખી રહી છે. સુરત શહેરના 25 જેટલા અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ટીયર ગેસના સેલ સાથે ઉભી છે. સુરત પોલીસે સ્પષ્ટ જણાવી દીધું છે કે, કોઈપણ અસામાજિક તત્વ માહોલ બગાડશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ઇદે મિલાદ પર્વ નિમિત્તે રાજમાર્ગ પર નીકળતું ઈદે-મિલાદનું જુલૂસ રદ્દ કરવાનો આવકારદાયક નિર્ણય લઈ મુસ્લિમ સમુદાયે એકતા અને ભાઇચારાના દર્શન કરાવ્યા છે. શહેરમાં વિસ્તાર પ્રમાણે 120થી વધારે જુલુસ નિકળશે. બીજી બાજુ આવતીકાલને મંગળવારે દુંદાળા દેવ ગણેશજીને ભાવભીની વિદાય આપવામાં આવશે. સુરત શહેરમાં 21 કૃત્રિમ તળાવ અને 3 કુદરતી ઓવારા પર 80 હજારથી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરશે. સૈયદપુરાની ઘટના બાદ પોલીસ હાઈએલર્ટ પર છે. અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ ગણાતા 25 જેટલા પોઇન્ટ પર આવેલા 320થી વધુ ધાબા ઉપર પોલીસ તહેનાત છે. દૂરબીનથી દૂર સુધી નજર રાખી રહી છે. 16,000 પોલીસ કર્મીની ચાંપતી નજર છે. ટ્રાફિક વ્યવસ્થા માટે ટીઆરપી સહિતના જવાનો તહેનાત છે.

ગણપતિ વિસર્જન નિમિતે મોટી સંખ્યામાં ગણપતિજીની મૂર્તિઓનુ વિસર્જન કરવા પોત-પોતાના વિસ્તારમાંથી સરધસો નીકળનાર છે. આ સંજોગોમાં જાહેર જનતાના હિતાર્થે તથા સુરક્ષિત ટ્રાફિક નિયમન સરળતાથી થાય અને કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે સુચારૂ ટ્રાફિક નિયમન કરવું ટ્રાફિકની દ્રષ્ટીએ ખૂબ જ જરૂરી છે. જેથી ગણેશ વિસર્જનને લઈ કેટલાક મહત્વના રસ્તા પર પ્રતિબંધ પણ લગાવ્યો છે.

યુવતી પર દુષ્કર્મના આરોપમાં આજ કી રાત ગીતના કોરિયોગ્રાફર વિરુદ્ધ FIR

મુંબઈ: 21 વર્ષની એક યુવતીએ તેલુગુ કોરિયોગ્રાફર શેખ જાની બાશા, જેઓ જાની માસ્ટર તરીકે જાણીતા છે, તેના પર અનેક વખત યૌન શોષણનો આરોપ લાગ્યો છે. સાયબરાબાદ રાયદુરગામ પોલીસે આરોપો પર કાર્યવાહી કરીને વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેણે જાની સાથે ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું અને તે છેલ્લા કેટલાક મહિનાઓથી તેનું યૌન શોષણ કરી રહ્યો હતો. પીડિતાએ જણાવ્યું હતું કે ચેન્નાઈ, મુંબઈ અને હૈદરાબાદ સહિત વિવિધ શહેરોમાં એક સાથે શૂટિંગ દરમિયાન તેણે ઘણી વખત તેનું જાતીય શોષણ કર્યું હતું. તેણીએ પોલીસને જણાવ્યું હતું કે જાનીએ હૈદરાબાદના નરસીંગીમાં તેના ઘરે પણ તેનું શોષણ કર્યું હતું.

જાની માસ્ટરે 21 વર્ષની યુવતી પર બળાત્કાર કર્યો હતો
સાયબરાબાદ પોલીસે કોરિયોગ્રાફર જાની માસ્ટર વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ નોંધ્યો છે. સાયબરાબાદની રાયદુરગામ પોલીસે જાની માસ્ટર તરીકે જાણીતા કોરિયોગ્રાફર શેખ જાની બાશા સામે FIR નોંધી છે અને જાતીય સતામણીના આરોપો બાદ આ મામલે તપાસ ચાલુ રાખી છે. જાની માસ્ટર વિરુદ્ધ આઈપીસી કલમ 376 (બળાત્કાર), 506 (ગુનાહિત ધમકી) અને 323 (દુઃખ પહોંચાડવું) હેઠળ રાયદુરગામ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, ‘મહિલા નરસિંગીની રહેવાસી હોવાથી કેસ ત્યાંની પોલીસને સોંપવામાં આવ્યો છે અને વધુ તપાસ કરવામાં આવશે.’

પ્રખ્યાત કોરિયોગ્રાફર જાની માસ્ટર કોણ છે?
આ મામલો સૌપ્રથમ તેલંગાણા વુમન સેફ્ટી વિંગ (WSW)ના ડાયરેક્ટર જનરલ શિખા ગોયલ સાથે ઉઠાવવામાં આવ્યો હતો, જેમણે પીડિતાને પોલીસમાં કેસ નોંધાવવાની સલાહ આપી હતી. શિખા ગોયલે કહ્યું કે”મેં તેમને જાતીય સતામણી નિવારણ (PoSH) અધિનિયમ હેઠળ આંતરિક તપાસ શરૂ કરવાની સલાહ આપી હતી અને આરોપોમાં ફોજદારી આરોપોનો સમાવેશ થતો હોવાથી, તેમને કાયદો અને વ્યવસ્થા પોલીસમાં કેસ નોંધવા માટે પણ કહેવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે જાની માસ્ટર તેલુગુ ફિલ્મોના કોરિયોગ્રાફર છે. તેણે કન્નડ સિનેમામાં ઘણા શાનદાર ગીતોની કોરિયોગ્રાફી પણ કરી છે. બોલિવૂડમાં તેણે ફિલ્મ ‘જય હો’નું ‘ફોટોકોપી’, ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ટાઈટલ ટ્રેક, ‘લાલ પીલી આંખિયા’ અને ‘સ્ત્રી 2’નું ‘આજ કી રાત’ અને’આય નયી’ ગીતને કોરિયોગ્રાફ કર્યા છે.

PM મોદીએ જણાવ્યો 1,000 વર્ષનો પ્લાન

મોદી 3.0 ના 100 દિવસ પૂર્ણ થયા છે. આ દરમિયાન ભાજપના દરેક સાંસદ કરેલા કામ માટે દેશની જનતાને દોષ આપવામાં વ્યસ્ત છે. ગુજરાતના ગાંધી નગરમાં આયોજિત ‘ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મીટિંગ એન્ડ એક્ઝિબિશન’ (રી-ઈન્વેસ્ટર્સ 2024)ની ચોથી આવૃત્તિમાં દેશના વડાપ્રધાને 100 દિવસના કામો તેમજ આગામી 1000 વર્ષ માટેની યોજનાની પણ ચર્ચા કરી હતી. ને જણાવ્યું હતું. આ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં દેશનો વિકાસ કરવાની વાત કરી હતી. ચાલો તમને એ પણ જણાવીએ કે તેમણે રી-ઈન્વેસ્ટ 2024 પ્રોગ્રામ વિશે દેશને કેવા પ્રકારની માહિતી આપી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસોમાં, તેમની સરકારે દેશની ઝડપી પ્રગતિ માટે દરેક ક્ષેત્ર અને પરિબળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. ગાંધીનગરમાં ‘ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્ઝિબિશન’ (રી-ઈન્વેસ્ટર્સ 2024)ની ચોથી આવૃત્તિને સંબોધતા તેમણે કહ્યું કે માત્ર દેશવાસીઓ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને લાગે છે કે 21મી સદી માટે ભારત શ્રેષ્ઠ સ્થળ છે. વડા પ્રધાને કહ્યું કે પ્રથમ 100 દિવસમાં (કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યકાળના) તમે અમારી પ્રાથમિકતાઓ, ગતિ અને સ્કેલ જોઈ શકો છો. અમે દેશની ઝડપી પ્રગતિ માટે જરૂરી દરેક ક્ષેત્ર અને પરિબળ પર ધ્યાન આપવાનો પ્રયાસ કર્યો છે. મોદીએ કહ્યું કે ભારતની વિવિધતા, સ્કેલ, ક્ષમતા, ક્ષમતા અને પ્રદર્શન અનન્ય છે અને તેથી જ હું તેને વૈશ્વિક એપ્લિકેશન માટે ભારતીય ઉકેલો કહું છું.

આગામી 1,000 વર્ષનો આધાર તૈયાર કરવામાં આવી રહ્યો છે

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આગામી 1000 વર્ષ માટે વિકાસ માટે પાયો નાખે છે અને ધ્યાન માત્ર ટોચ પર પહોંચવા પર જ નહીં પરંતુ તે સ્થાન જાળવી રાખવા પર છે. તેમણે રી-ઈન્વેસ્ટ 2024માં કહ્યું કે અમારા માટે ગ્રીન ફ્યુચર અને ચોખ્ખું શૂન્ય ઉત્સર્જન માત્ર શબ્દો નથી. આ દેશની જરૂરિયાતો છે અને અમે તેને પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. સરકાર અયોધ્યા અને અન્ય 16 શહેરોને મોડલ ‘સોલર સિટી’ તરીકે વિકસાવવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે 140 કરોડ ભારતીયોએ દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ કર્યો છે.

ગ્રીન એનર્જી પર 12 હજાર કરોડ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકારે આ 100માં ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સંબંધિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. માહિતી આપતાં પીએમએ કહ્યું કે દેશ 31 હજાર મેગાવોટ હાઇડ્રોપાવર જનરેટ કરવા પર ઝડપથી કામ કરી રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 12 હજાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. પીએમએ કહ્યું કે દેશમાં રિન્યુએબલ એનર્જીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર આના પર એક પોલિસી તૈયાર કરી રહી છે જેથી સમગ્ર દેશમાં ગ્રીન એનર્જી સપ્લાય કરી શકાય. તે બાકીના વિશ્વમાં પણ નિકાસ કરી શકાય છે.

મંકીપોક્સ બાદ હવે નિપાહ વાયરસનો ખતરો

કેરળમાં નિપાહ વાયરસના કારણે એક દર્દીનું મોત થયું છે. આ વર્ષે નિપાહના કારણે આ બીજું મોત છે. દર્દી બેંગલુરુના મલપ્પુરમનો રહેવાસી હતો. આ મૃત્યુ બાદ વહીવટીતંત્ર એલર્ટ પર છે અને મૃતકના સંપર્કમાં આવેલા અન્ય દર્દીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. વ્યક્તિના સંપર્કમાં આવેલા 151 લોકોનું ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાંથી પાંચને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. નિપાહના કારણે થયેલા આ મોત બાદ કેરળ સરકાર એલર્ટ પર છે. દરમિયાન, દેશમાં મંકીપોક્સ વાયરસનો ખતરો પણ છે. દિલ્હીમાં એક દર્દીમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે, જો કે આ વર્ષે કેરળમાં મંકીપોક્સનો કોઈ કેસ સામે આવ્યો નથી, પરંતુ આ વાયરસના કેસ વધવાની આશંકા છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આ બંને વાયરસ ખતરનાક સાબિત થઈ શકે છે. નિપાહ વાયરસની વાત કરીએ તો તેની ઓળખ સૌપ્રથમ 1998માં મલેશિયામાં થઈ હતી. પછી આ રોગ ડુક્કરમાંથી માણસમાં ફેલાય છે. આ પછી ખબર પડી કે આ વાયરસ ચામાચીડિયાથી માણસોમાં ફેલાયો છે. કેટલાક લોકોએ ચામાચીડિયા દ્વારા ચાખેલા ફળો ખાધા હતા. આ પછી તેને નિપાહનો ચેપ લાગ્યો. નિપાહ ફેલાવનાર ચામાચીડિયાને ફ્રુટ બેટ કહેવામાં આવે છે. આ વાયરસનો કોઈ ઈલાજ નથી. જો તેને યોગ્ય સમયે નિયંત્રિત કરવામાં ન આવે તો તે મગજ અને ચેતાતંત્ર પર સીધો હુમલો કરે છે. આ સ્થિતિમાં દર્દીનો જીવ બચાવવો મુશ્કેલ બની જાય છે.

મંકીપોક્સ વાયરસ વાંદરાઓથી માણસોમાં ફેલાય છે. પછી એક વ્યક્તિથી બીજામાં તેનું પ્રસારણ શરૂ થયું. આ વાયરસ શારીરિક સંભોગ દરમિયાન અને ચેપગ્રસ્ત વ્યક્તિના નજીકના સંપર્કમાં આવવાથી ફેલાય છે. જો કે મંકીપોક્સની રસી હવે મંજૂર થઈ ગઈ છે, પરંતુ આ વાયરસનો ખતરો હજુ પણ યથાવત છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મંકીપોક્સને જાહેર આરોગ્ય કટોકટી પણ જાહેર કરવામાં આવી હતી. વિશ્વના ઘણા દેશોમાં મંકીપોક્સના કેસ પણ વધી રહ્યા છે. આફ્રિકામાં આ વાયરસના 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. જોકે ભારતમાં અત્યાર સુધી માત્ર એક જ કેસની પુષ્ટિ થઈ છે, પરંતુ વહીવટીતંત્ર એલર્ટ પર છે અને તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે.

બંને વાયરસ કેટલા ખતરનાક છે?

લેડી હાર્ડિન્જ હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ.એલ.એચ.ઘોટેકર કહે છે કે કેરળમાં છેલ્લા કેટલાક સમયથી નિપાહ વાયરસના કેસ આવી રહ્યા છે. કેસો ત્યાં આવે છે, પરંતુ એવા સ્તરે વધતા નથી કે કોઈ જોખમ હોય. આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. જો મંકીપોક્સની વાત કરીએ તો ભારતમાં માત્ર એક કેસ નોંધાયો છે. તે દર્દીમાં પણ જૂનો તાણ જોવા મળ્યો હતો. દુનિયાભરમાં જે તાણ ફેલાઈ રહ્યો છે તે હજુ ભારતમાં નથી. આવી સ્થિતિમાં, આ બંને વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ તેમની સામે રક્ષણ મેળવવા માટે સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને એરપોર્ટ પર દેખરેખ વધારવી જોઈએ અને જો કોઈ દર્દીમાં આ વાઈરસના લક્ષણો દેખાય તો તેમને આઈસોલેટ કરવા જોઈએ.