Home Blog Page 1478

રાહુલની જીભ કાપનારને રૂ. 11 લાખનું ઈનામ આપીશ :શિવસેના નેતા

મહારાષ્ટ્રમાં શિંદે જૂથના શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપ્યું છે. ગાયકવાડે કહ્યું કે જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ રૂપિયાનું ઈનામ આપશે. શિવસેનાના ધારાસભ્યએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે બંધારણ ખતરામાં છે. આવી નકલી વાતો ફેલાવીને લોકોના મત લીધા અને આજે તેઓ અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે.

આજે તેઓ પછાત લોકો અને આદિવાસીઓ માટે અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે. રાહુલે જે ભાષા બોલી છે કે તેઓ અનામત ખતમ કરી દેશે. હું કહું છું કે જે કોઈ રાહુલની જીભ કાપશે તેને હું 11 લાખ રૂપિયા આપીશ. રાહુલ ગાંધી પછાત લોકો, આદિવાસીઓ અને અન્ય લોકો માટે 100 ટકા આરક્ષણ સમાપ્ત કરવા માંગે છે. આરક્ષણ ખતમ કરવાની ઈચ્છા તેમના મનમાં આવી. કોંગ્રેસનો અસલી ચહેરો સામે આવ્યો. મારું આ નિવેદન મારી પ્રસિદ્ધિ માટે નથી. આપણે પછાત વર્ગો અને ઓબીસીની દુર્દશા જોઈ રહ્યા છીએ. આજે આપણે એ સમાજને આપણી સાથે લાવવાની જરૂર છે. તેમની વેદનાને ધ્યાનમાં રાખીને મેં આ નિવેદન આપ્યું છે.

બીજેપી નેતા બિટ્ટુએ રાહુલ ગાંધીને આતંકવાદી કહ્યા

સંજય ગાયકવાડ પહેલા કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રવનીત સિંહ બિટ્ટુએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેણે રાહુલને આતંકવાદી કહ્યા છે. બિટ્ટુએ કહ્યું કે, રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે, રાહુલ ગાંધીને પોતાના દેશ પ્રત્યે બહુ પ્રેમ નથી. તેણે કહ્યું કે સૌથી પહેલા તે ભારતીય નથી. તેમણે દેશની બહાર ઘણો સમય વિતાવ્યો છે. તેઓ બહાર જાય છે અને બધું ખોટું કહે છે. દેશની સુરક્ષા એજન્સીએ તેની ધરપકડ કરીને તપાસ કરવી જોઈએ.

ભાદરવી પૂનમના મેળાનો ધમધમાટ યથાવત, અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી

અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. આજે આ મેળા ચાર દિવસ પૂર્ણ થયા છે. 51 શક્તિ પીઠમાનુ મહત્વનુ ગણાતુ અંબાજી ખાતે સાત દિવસનો ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો સાત દિવસ માટે આયોજન કરવામાં આવે છે. માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવવા લોકો દુરથી પગપાળા ચાલીને આવે છે.

આજે 16 સપ્ટેમ્બરના રોજ લગભગ 6.48 લાખ માઈભક્તોએ દૂરદૂરથી પગપાળા તેમજ મોટરમાર્ગે પહોંચીને મા અંબાના ચરણોમાં પોતાના શીશ ઝૂકાવ્યા હતા.જયારે ચાર દિવસમાં 16.36 લાખ માઇભક્તોએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રવિવારે 662 ધ્વજાઓ ચડાવવામાં આવી હતી. અંબાજી ભાદરવી પૂનમનો મેળો મધ્યાતરે પહોંચતા જલોતરાથી અંબાજી સુધીના માર્ગો પર પદયાત્રિકોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. ત્યારે અંબાજી દૂર હે, જાના જરૂર હેના નાદ સાથે યાત્રિકો સતત આગળ વધી રહ્યા છે. જો કે, વરસાદના વિરામ બાદ ભાદરવો આકરો તપતા પદયાત્રિકો ગરમીથી બચવા માટે છત્રીઓ માથા પર ઓઢીને ચાલતા જોવા મળ્યા હતા.

અંબાજી ભાદરવી પૂનમ મેળા દરમિયાન પરિવારથી વિખુટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવાર સાથે બાળકોનું મિલન કરાવવા બાળ સહાયતા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. અંબાજી ખાતે દાંતા, કામાક્ષી મંદિર અને ખોડીવલી સર્કલ એમ ત્રણ જગ્યાએ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં રવિવાર સુધીમાં બાળ સહાયતા કેન્દ્રો પરથી પાંચ હજાર જેટલા બાળકોને તેમના નામ, સરનામાં, ઇમર્જન્સી મોબાઈલ નંબર લખીને આઈકાર્ડ પહેરાવવામા આવ્યા છે. જેની મદદથી બાળકો ગુમ થયાના કિસ્સામાં વાલી વારસાની ઝડપથી શોધ કરી શકાય છે.

ગણેશ વિસર્જન માટે સુરત પાલિકા દ્ધારા કરોડાના ખર્ચે 21 કૃત્રિમ તળાવ બનાવાયા

ગણેશ વિસર્જનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. બાપ્પાને ભારે હ્રદય સાથે ભાવિકો વિદાય કરવાની તૈયારી કરી રહ્યાં છે, ત્યારે સુરતમાં કૃતિમ તળા બનાવવાનું કામ પૂર્ણ થવાને આરે છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાનું સ્થાપન સુરતમાં થાય છે. ખાસ કરીને ઉધના પાંડેસરા અને લીંબા વિસ્તારમાં શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના થતી હોય છે. આ વખતે કરોડો રૂપિયાના ખર્ચે 21 કુત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે.

તાપી નદીમાં નથી કરવામાં આવતું ગણેશ વિસર્જન

નોંધનીય છે કે સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ગણેશ વિસર્જન ન થતું હોવાથી આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાની કવાયત શરૂ કરી હતી. શહેરના કેટલાક વિસ્તારમાં ગૌરી ગણેશ તથા અન્ય ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું. આવતીકાલે હવે આનંદ ચૌદશ હોવાથી શહેરના તમામ કૃત્રિમ તળાવને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે એનજીટીના આદેશ બાદ સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે કોઈપણ પ્રકારની પ્રતિમાનું વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે દર વર્ષે સુરતમાં હજારોની સંખ્યામાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થતું હોવાથી આ પ્રતિમાના વિસર્જન માટે મહાનગરપાલિકા કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી કરે છે. સુરત મહાનગરપાલિકા દ્ધારા 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે.

લાખોના ખર્ચે બનાવાયા કૃત્રિમ તળાવ

કૃત્રિમ તળાવ તળાવ બનાવવા માટે ગત વર્ષે 35.49 લાખના ખર્ચ થયો હતો. જયાકે ચાલુ વર્ષે 38.01 લાખના ખર્ચે તળાવ બનાવાશે. જ્યારે ઉધના ઝોનમાં ટી.પી. સ્કીમ નંબર-22માં ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે અને ટી.પી. સ્કીમ નંબર-6 (મજૂરા-ખટોદરા) ખાતે રોકડીયા હનુમાન મંદિરની સામે કૃત્રિમ તળાવ બનાવવા 53.82 લાખનો અંદાજ રજુ કરાયો છે. આ ઉપરાંત કતારગામ ઝોનમાં 61.36 લાખના ખર્ચે, અઠવા ઝોનમાં 44.11 લાખના ખર્ચે અને સરથાણા ઝોનમાં 60.28 લાખના ખર્ચે કૃત્રિમ તળાવ બનાવવા માટેની મંજૂરી સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામા આવી હતી. આ ઉપરાંત અન્ય મળી કુલ 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે.

તળાવ બનાવવાના ખર્ચમાં થઈ રહ્યો છે સતત વધારો

દર વર્ષે તળાવ બનાવવા માટેના ખર્ચમાં બે ગણો વધારો, આ વખતે 7.56 કરોડ ખર્ચશે કરવામાં આવશે. ગણેશ ચતુર્થીને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગણેશ ચતુર્થી પર્વ પર લોકો સૌથી વધુ નાની પ્રતિમાઓ સ્થાપિત કરતા હોય છે. તેના વિસર્જન માટે લોકોને હજીરા સહિત અન્ય દરિયાકાંઠે ન જવું પડે આ માટે સુરત મહાનગરપાલિકા કૃત્રિમ તળાવ બનાવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ કૃત્રિમ તળાવ બનાવવા માટે જે ખર્ચ છે. તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

PM મોદીએ વાવોલની શાલીન-2 સોસાયટીની મુલાકાત કેમ લીધી?

ગાંધીનગર: સોમવારે મહાત્મા મંદિરમાં યોજાયેલી રિન્યૂએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોમાં હાજરી આપતાં પહેલાં રાજભવનથી સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી. તેમણે ગાંધીનગરના વાવોલની શાલીન-2 સોસાયટીના 53 નંબરના બંગલોમાં મુલાકાત લઈ છત પર લાગેલી સોલર પેનલ નિહાળી હતી. તેમજ બંગલો માલિક જક્સી સુથાર અને તેમના પત્ની સાથે વાત કરી હતી. વડાપ્રધાનને જોવા માટે આસપાસની સોસાયટીના લોકો ધાબે ચડી ગયા હતા. ગાંધીનગરના કોર્પોરેટર અને પૂર્વ મેયર પ્રેમલસિંઘ ગોલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, વાવોલ મહાત્મા મંદિરની એકદમ નજીક આવેલું હોવાથી વડાપ્રધાન અહીં આવ્યા હતા. પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત ગાંધીનગર શહેર-જિલ્લાએ સૌથી વધુ લાભ લીધો છે. શાલીન-2 સોસાયટીમાં કુલ 65 બંગલો છે, જેમાંથી 22 ઘર પર સોલર પેનલ લાગેલી છે.

PM સૂર્ય ઘર યોજના હેઠળ રહેણાક મકાનો માટે સરકાર દ્વારા સબસિડી નક્કી કરવામાં આવી છે. જેમાં 1 કિલો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 30,000ની સબસિડી, 2 કિલો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 60,000ની સબસિડી, 3 કિલો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 78,000ની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે. આ યોજનાનો લાભ ભારતના કુલ 1 કરોડ પરિવારોને રૂ. 75,000 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારા મફત વીજળી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના 20 લાખ ઘરોએ પીએમ સૂર્યઘર યોજનાનો લાભ લીધો છે.

મહારાષ્ટ્ર: યુવતીની છેડતી મામલે હિન્દુ સંગઠનોએ પોલીસ સ્ટેશનની બહાર કર્યો હંગામો

મુંબઈ: મહારાષ્ટ્રના હિંગોલીમાં ગઈકાલે રાત્રે ભારે અરાજકતા સર્જાઈ હતી. અહીં હિન્દુ મહિલાની છેડતીની ઘટના બાદ હિન્દુ સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો હતો. આ દરમિયાન સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અહીં જણાવું રહ્યું કે આ મામલો હિંગોલીના બસમત વિસ્તારનો છે. અહીં બસમતમાં એક હિન્દુ યુવતીની રોડ પર છેડતી કરવામાં આવી હતી. સ્થાનિક લોકોને આ ઘટનાની જાણકારી મળતા જ તેઓએ પોલીસ સ્ટેશન સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

હકીકતમાં, ઘટના પછી જ્યારે છોકરી તેની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગઈ, ત્યારે આરોપ છે કે પોલીસે કેસ નોંધવાની ના પાડી. જેથી નાગરિકોએ વિરોધ શરૂ કર્યો હતો. નાગરિકોની માંગ છે કે તાત્કાલિક કેસ નોંધવામાં આવે અને પોલીસ અધિકારીની બદલી કરવામાં આવે. આ માંગણીઓને લઈને સ્થાનિક લોકોએ મોડી રાત સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

લોકોએ વિરોધ કર્યો
મામલો વેગ પકડતો જોઈને પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને આરોપીઓ સામે ઝડપથી કેસ નોંધ્યો હતો અને આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવાનું આશ્વાસન આપીને વિરોધને શાંત પાડ્યો હતો. પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પીડિત મહિલા હિન્દુ સમુદાયની છે અને રવિવારે સાંજે શાકભાજી ખરીદવા બજારમાં ગઈ હતી. આ દરમિયાન અબ્દુલ મજીદ અને અબ્દુલ ઉસ્માન નામના યુવકોએ યુવતીની છેડતી કરી હતી. આ ઘટના બાદ પીડિતા તેના ઘરે આવી અને પછી તેના પરિવારના સભ્યો સાથે પોલીસ સ્ટેશન પહોંચી જેથી કેસ નોંધાવી શકાય.

પોલીસે ગુનો નોંધ્યો
આરોપ છે કે આ સમયગાળા દરમિયાન પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવાના બદલે તેમને કાર્યવાહીનું આશ્વાસન આપીને પરત કરી દીધી હતી. આ બાબતે પોલીસ સ્ટેશનમાં જ હોબાળો શરૂ થયો હતો. આ ઘટનાની માહિતી મળતા જ હિન્દુ સંગઠનના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન હિન્દુ સંગઠનોએ માંગ કરી હતી કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક કેસ નોંધવામાં આવે. તમને જણાવી દઈએ કે આ વિરોધમાં કેટલાક સંતો અને ઋષિઓએ પણ ભાગ લીધો હતો. મામલો વણસતો જોઈને પોલીસે ઝડપથી કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી.

કેજરીવાલે એલજી સાથે મુલાકાતનો સમય માંગ્યો

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એલજી વીકે સક્સેના સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે સીએમ કેજરીવાલ આવતીકાલે તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. તમને જણાવી દઈએ કે, સીએમ કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ બે દિવસ પછી પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે.

તમને જણાવી દઈએ કે, સીએમ કેજરીવાલે રવિવારે AAP કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી લોકો તેમને ઈમાનદારીનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે નહીં. તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં વહેલી ચૂંટણીની પણ માંગ કરી હતી.

CM કેજરીવાલના રાજીનામા પછી પાર્ટીમાં મોટી હલચલ

નવી દિલ્હીઃ આપ સંયોજક CM કેજરીવાલ પછી દિલ્હીના CM કોણ હશે? એ સવાલ પર સસ્પેન્સ છે, ત્યારે રાજકીય વર્તુળોમાં આપના પાંચ મોટા નેતાઓનાં નામ CM ઉમેદવાર માટે રેસમાં સૌથી આગળ ચાલી રહ્યાં છે. આપની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની મીટિંગ સાંજે CM નિવાસસ્થાને મળશે. આ મીટિંગમાં જે નામ પસંદ કરવામાં આવશે એને આપા વિધાયક દળની મીટિંગમાં રાખવામાં આવશે અને એ પછી એ નામની જાહેરાત કરવામાં આવશે.

આ PACમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, મનીષ સિસોદિયા, સંજય સિંહ, સંદીપ પાઠક, ગોપાલ રાય, આતિશી, એનડી ગુપ્તા, દુર્ગેશ પાઠક, પંકડ ગુપ્તા, રાઘવ ચઢ્ઢા, ઇમરાન હુસૈન અને રાખી બિડનાનનો સમાવેશ થાય છે.

CM અરવિંદ કેજરીવાલે જ્યારથી રાજીનામાની જાહેરાત કરી છે, ત્યારથી જ સવાલ થઈ રહ્યો છે કે, આખરે દિલ્હીના નવા CM કોણ હશે?  પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજને પૂછવામાં આવ્યું હતું કે  દિલ્હીના નવા CM કોણ હશે? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે આ વિશે તમને જેટલી જાણકારી છે, તેટલી જ મને છે.

તેમણે કહ્યું હતું કે ‘ભાજપને લઈને જબરદસ્ત નારાજગી છે. તે ચૂંટાયેલા CMની પાછળ પડી ગઈ છે અને પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. તેમ છતાં (કેજરીવાલ) જેલથી બહાર નીકળ્યા તો તેમણે સત્તાનું સુખ ન ભોગવ્યું. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી જનતા નહીં કહે, ત્યાં સુધી હું આ ખુરશી પર નહીં બેસું. કેજરીવાલને વડા પ્રધાનના ઈશારે ફસાવવામાં આવ્યા છે અને હવે તેમના ષડ્યંત્રનો પર્દાફાશ થઈ ગયો છે.

 

 

 

 

 

 

 

 

 

રસ્તા પર ભગવાનની સ્થાપના કરવા માટે વાસ્તુમાં કોઈ નિયમો છે?

વરસાદ માત્ર આગાહી પૂરતો સીમિત થઈ જાય ત્યારે કેવું લાગે? આકાશમાં વાદળ જામે અને પલળી જવાનું મન થાય. પછી દિવસો સુધી એ વાદળો વરસે નહીં પણ પરસેવો પલાળી દે, ત્યારે કેવું લાગે? થોડા છાંટા પડે ને રેઈનકોટ પહેરી લઈએ, ત્યાં ઉઘાડ નીકળે તો કેવું લાગે? વરસાદની પહેલી હેલી પળવારમાં પતિ જાય અને પછી ખાબોચિયામાં મચ્છરો ઊછરે ત્યારે કેવું લાગે? એ મચ્છરોને ડામવા ધુમાડો થાયને મચ્છરો ઘરમાં ઘુસી જાય ત્યારે કેવું લાગે? મચ્છરો માટે જીવદયા રાખીએ તો પણ એ કરડી જાય ત્યારે કેવું લાગે? બરાબર તાવ આવે અને ત્યાર ચોમાસું જામે ત્યારે કેવું લાગે? જીવનમાં પણ આવું જ છે. માણસ જે ઈચ્છે છે તે બધું થતું નથી. તો પછી જે થાય છે એની મજા લઈએ તો કેવું?

મિત્રો. આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઇ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલ ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: આ હવામાનનું કોઈ વાસ્તુ હોય ખરું? હવામાનની આગાહી કહે છે કે હવે અઠવાડિયા સુધી વરસાદ નહીં પડે. અને પછી બીજા દિવસે કહે છે કે ચાર સિસ્ટમ સક્રિય છે એટલે જળબંબાકાર થઈ જશે. એ લોકો કોઈ વૈજ્ઞાાનિક રીતે તપાસ નહીં કરતા હોય? કેટલા વરસોથી ખેડૂતોનો પાક ધોવાઇ જાય છે. આવું ચાલે?

જવાબ: સર્વ પ્રથમ તો વાસ્તુ શબ્દ મન ફાવે ત્યાં ન વાપરવા વિનંતી છે. આપણાં શાસ્ત્રોમાં વિજ્ઞાન છે. જો આપણે જ એને સન્માન નહીં આપીએ તો અન્ય લોકો તો નહીં જ આપે. આ કોઈ મજાકનો વિષય નથી. થોડા વરસોથી વરસાદ મોડો પડે છે. પ્રિ મોન્સૂનને ચોમાસુ ન માની લેવાય. વળી કેટલાક વ્યક્તિગત વરતારાને હવામાન વિભાગ કરતા પણ વધુ મહત્વ અપાય ત્યારે ભૂલ થઈ જાય. પહેલાના ખેડૂતો અનુભવ થી કામ કરતા. એમની ખેતી સારી રહેતી. ભાગીયો મહેનત કરે. એને આવું જ્ઞાન ન જ હોય. વળી પાક નિષ્ફળ જાય એના માટે વાસ્તુ કેવી રીતે જવાબદાર ગણાય?
ખેતી માટે વસ્તુના નિયમો હોય છે. એ સમજવા માટે એનો અભ્યાસ કરશો.

સવાલ: રસ્તા પર કે ચાર રસ્તા પાસે ભગવાનની સ્થાપના કરવામાં આવે તેના માટે વસ્તુમાં કોઈ નિયમો છે?

જવાબ: જી, નહીં. આવા કોઈ નિયમો નથી. ઈશ્વરને સન્માન આપી શકાય એ રીતે જ સ્થાપના કરી શકાય. ઘણા રિવાજનો કોઈ આધાર મળતો નથી. માણસની ઈચ્છાઓ એને નિયમો સાથે બાંધછોડ કરાવે છે.

સૂચન : ઘોંઘાટએ ભારતીય સંસ્કૃતિનો ભાગ નથી.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

PMએ અમદાવાદ ગાંધીનગરને જોડતી મેટ્રોની ભેટ આપી

અમદાવાદ: દેશ પ્રધાનમંત્રી ગુજરાતની મુકલાપ પર છે. આજે 16 સપ્ટેમ્બરે PM મોદીનો ગુજરાતમાં બીજો દિવસ છે. ત્યારે ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનથી PMએ ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. સેક્ટર 1ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસી મુસાફરી કરી હતી. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. તેમજ બાળકો સાથે મોદીએ વાતચીત કરી હતી.

ઉલ્લેખનીય છે આ PM ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યવાસીઓને વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. આ ઉપરાંત PM સવારે વાવોલમાં પીએમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી અને ત્યાં સોલર સિસ્ટમ નિહાળી હતી. સાથે જ લાભાર્થી સાથે વાર્તાલાપ કર્યો હતો. બાદમાં 10:30 વાગ્યે મહાત્મા મંદિરમાં રિન્યૂએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.

જ્યારે PM સંબોધન આપ્યું હતું તેમણે કહ્યું કે એક નાનકડા પરિવારની મહિનાની વીજ ખપત 250 યુનિટ છે અને 100 યુનિટ વીજળી ઉત્પન્ન કરી વેચી રહ્યા છે. એને વર્ષે 25,000ની બચત થશે અને વીજબિલની બચત અને કમાણી મળીને 25000નો ફાયદો થાય છે. જો આ પૈસાને PPFમાં નાખી દે તો ઘરમાં દીકરીનો જન્મ થયો હોય અને 20 વર્ષ બાદ 10-12 લાખ રૂપિયા હશે. બાળકોના અભ્યાસથી લઈ લગ્ન સુધીમાં આ પૈસાથી મોટો લાભ થશે.

રિન્યૂએબલ એનર્જીના ઉદ્ધાટન સમારોહમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ હાજર હતા. પ્રધાનમંત્રીએ પ્રદર્શન નિહાળી ચરખો ચલાવ્યો હતો. ત્યાર બાદ PM મોદીએ અહીં સંબોધન કર્યું હતું. ત્યાથી તેમણે જણાવ્યું હતુ કે 2030 સુધી 500 ગીગા વોટ એનર્જીનો ટાર્ગેટ હાંસલ કરવા ઘણા મુદ્દા પર એકસાથે કામ કરી રહ્યા છીએ. અત્યાર સુધી પીએમ સૂર્યોદય મફત વીજળી યોજના હેઠળ 13 મિલિયન લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. દુનિયાને પણ લાગે છે કે, ભારત 21મી સદીની ફિન્ટેક ફેસ્ટ છે. ભારતની ડાઈવર્સિટી, કેપેસિટી, પોટેન્શિયલ, પર્ફોમન્સ યુનિક છે. ઇન્ડિયન સોલ્યુશન્સ ફોર ગ્લોબલ એપ્લિકેશન. છેલ્લા 100 દિવસમાં 15થી વધુ નવી મેડ ઇન ઇન્ડિયા વંદે ભારત ટ્રેન લોન્ચ કરી છે, વિન્ડ એનર્જી પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છીએ. જેમાં 700 કરોડથી વધારે રકમનો ખર્ચ કરશે.

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે ગુપચુપ રીતે મંદિરમાં સાદાઈથી કર્યા લગ્ન

મુંબઈ: બોલિવૂડ સ્ટાર કપલ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે લગ્ન કરી લીધા છે. તેણે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી, જેના પછી ચાહકોને આ ખુશખબર મળી. સિદ્ધાર્થ સાથેના લગ્નની જાહેરાત કરતી વખતે અદિતિએ કૅપ્શનમાં લખ્યું, ‘તમે મારો સૂર્ય છો, હું તમારો ચંદ્ર અને મારા બધા તારા… અનંતકાળ માટે પિક્સી સોલમેટ બની રહેજો… હસવા માટે, ક્યારેય મોટા ન થવા માટે, પ્રેમ માટે, પ્રકાશ અને જાદુ માટે… મિસેજ અને મિ. અદુ-સિદ્ધુ.

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે ઈન્સ્ટાગ્રામ પર ઘણી બધી તસવીરો શેર કરી છે. તે મંદિરની બહાર દેખાય છે. અદિતિએ ભૂરા રગંની સાડી પહેરી છે. સરળ ગજરાની હેરસ્ટાઈલ સાથે દુલ્હનના રૂપમાં અભિનેત્રી ખુબ જ સુંદર દેખાય છે. જ્યારે કે સિદ્ધાર્થે સફેદ રંગની ધોતી અને કુર્તા પહેર્યા છે, જેમ કે દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં પહેરવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ તેલંગાણાના વાનપર્થી સ્થિત 400 વર્ષ જૂના શ્રીરંગપુર મંદિરમાં લગ્ન કર્યા હતા અને કોઈએ તેના વિશે સાંભળ્યું પણ ન હતું.

અદિતિ અને સિદ્ધાર્થની આ તસવીરોમાંથી એકમાં તેઓ મંડપમાં બેઠેલા જોવા મળે છે અને પૂજારી તેમના લગ્ન કરાવી રહ્યા છે. બંનેના ગળામાં માળા છે અને હાથ જોડીને બેઠા છે.

અન્ય એક તસવીરમાં ઘરની મહિલાઓ અદિતિ અને સિદ્ધાર્થને આશીર્વાદ આપી રહી છે.

કેટલીક તસવીરમાં બંને એકબીજાને ગળે લગાવી રહ્યાં છે. આ તસવીરો પોસ્ટ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. ચાહકો તેમને અભિનંદન પાઠવી રહ્યાં છે. સોનાક્ષી સિન્હા, અનન્યા પાંડે, દુલકર સલમાન, આથિયા શેટ્ટી, દિયા મિર્ઝા સહિત ઘણા સ્ટાર્સે પણ અભિનંદન પાઠવ્યા છે.