ગુજરાત આ વર્ષે વરસાદ ગ્રાફ ખુબ ઉપર ગયો છે. ચોમાસા દરમિયાન સરેરાશ વરસાદથી વધુ ગુજરાતમાં વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે ફરી એક વખત વરસાદનું જોર ઘટતું હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પાછલા 24 કલાકમાં 34 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાય છે. જેમાં નવસારીના ચિકલી તાલુકામાં સૌથી વધુ 27 મીમી વરસાદ નોંધાય છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજ સુધીમાં સરેરાશ 44 ઈંચ એટલે અને સૌરાષ્ટ્રમાં નોર્મલ 30.50 સામે 38 ઈંચ એમ એકંદરે સવાયો વરસાદ વરસી ગયો છે. અને ગુરૂવારે સૌરાષ્ટ્રમાં એકદંરે વરસાદનો વિરામ યથાવત રહ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના સુબીર, વધઇ, ગણદેવીમાં 20 મીમી કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે 19 તાલુકામાં સરેરાશ 1 થી 19 મી.મી. વરસાદ નોંધાયો હતો.
સરકારી આંકાડ પ્રમાણે હાલ સુધીમાં રાજ્યમાં 1098 મી.મી. (આશરે 44 ઈંચ), તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 79.50 ઈંચ અને સૌરાષ્ટ્રમાં 38 ઇંચ વરસાદ વરસ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં એકદંરે 24 ટકાથી વધુ, સૌરાષ્ટ્રમાં 28 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 144 ડેમ ભરાયેલા હોઈ હાઈ એલર્ટ ઉપર છે. જો કે ભારે વરસાદના પગલે ભારે વાવેતર થઈ શક્યું નથી અને આજ સુધીમાં 99 થી 97 ટકા વાવણી પૂરી થઈ છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ સહિત અમુક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત આગામી 18 સપ્ટેમ્બર સુધી હાલમાં ભારે વરસાદની કોઇ શક્યતા નથી. આમ, 17 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન છે ત્યારે ત્યાં સુધી હાલમાં ભારે વરસાદની કોઇ શક્યતા નથી. જો કે છૂટાછવાયા સ્થળે હળવા-ભારે ઝાપટાં વરસી શકે છે.
નોર્થ કોરિયાના પ્રતિબંધિત ન્યુક્લિયર સેન્ટરના ફોટા પહેલીવાર સામે આવ્યા છે. આ યુરેનિયમ સંવર્ધન સ્થળ છે. જ્યાં મોટી સંખ્યામાં સેન્ટ્રીફ્યુજ લગાવવામાં આવ્યા છે. આ એક ખાસ મશીન છે, જે પરમાણુ બોમ્બ બનાવવા માટે સામગ્રી તૈયાર કરે છે. નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને તાજેતરમાં જ આ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ સિવાય જાપાનના સમુદ્રમાં 600 mm મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કિમ જોંગ ઉને આ સ્થળ સિવાય ન્યુક્લિયર વેપન ઈન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે વેપન ગ્રેડ ન્યુક્લિયર મટિરિયલ બનાવવાનું કહ્યું છે. સાથે જ વૈજ્ઞાનિકોને કહ્યું છે કે ઉત્પાદિત પરમાણુ સામગ્રીની માત્રામાં વધારો કરો. જો કે આ પહેલીવાર છે જ્યારે ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમની તસવીરો સામે આવી છે.કિમ જોંગ ઉન જ્યાં ફરે છે તે જગ્યા પર સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે તસવીરો સામે આવી છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કિમ જોંગ સેન્ટ્રીફ્યુજની વચ્ચે ફરે છે. આ એ જ મશીનો છે જે યુરેનિયમને પરમાણુ બોમ્બ માટે યોગ્ય બનાવે છે. કિમ જોંગ ઉન આ જગ્યા પર ક્યારે ગયા તે જાહેર કરવામાં આવ્યું નથી. ઉપરાંત, આ સાઇટ દેશના કયા ભાગમાં છે? એ પણ જાહેર કરવામાં આવ્યું નથી. ઉત્તર કોરિયા પાસે ઘણી સંવર્ધન સાઇટ્સ હોવાનું માનવામાં આવે છે. સેટેલાઇટ ઇમેજ દ્વારા પણ આવા સેન્ટરો સામે આવ્યા છે. આ પૈકીનું મુખ્ય યોંગબ્યોન ન્યુક્લિયર સાયન્ટિફિક રિસર્ચ સેન્ટર છે.ઉત્તર કોરિયા પાસે લગભગ 50 પરમાણુ હથિયારો છે. પરંતુ તેની પાસે એટલી બધી પરમાણુ સામગ્રી છે કે તે તેમાંથી 70 થી 90 જેટલાં બીજા પરમાણુ શસ્ત્રો બનાવી શકે છે. તે તેનો ઉપયોગ તેની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલોમાં કરી શકે છે. આ મિસાઈલો અમેરિકા સુધી પહોંચવામાં સક્ષમ છે. આ સિવાય ઉત્તર કોરિયા સબમરીનથી લોંચ કરવામાં આવેલી મિસાઈલ પર પણ કામ કરી રહ્યું છે.
યુરેનિયમ એ કુદરતી રીતે બનતું કિરણોત્સર્ગી પદાર્થ છે. પરમાણુ બળતણ બનાવવા માટે, સામાન્ય યુરેનિયમને ખાસ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. ત્યારબાદ તે યુરેનિયમ-235 આઇસોટોપ બને છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી ચીફ રાફેલ ગ્રોસીએ કહ્યું કે યોંગબ્યોનમાં પરમાણુ સંવર્ધન સુવિધા સતત કામ કરી રહી છે.કિમ જોંગ ઉને ગુરૂવારે જાપાનના દરિયાકાંઠે 600 mm મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સી KCNA દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ રોકેટના પરીક્ષણ દરમિયાન કિમ જોંગ ઉન પોતે ત્યાં હાજર હતા. રોકેટોએ તેમના લક્ષ્યોને સફળતાપૂર્વક પાર કર્યા હતા. આ લક્ષ્યો જાપાનના સમુદ્રમાં નિર્ધારિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત સહિત દેશમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં ચિંતાજનક વધારો નોંધાય રહ્યો છે. છેલ્લા 8 મહિનામાં જ હૃદયને લગતી ઈમરજન્સીના કુલ 54721 કેસ નોંધાયા છે. એટલેકે પ્રતિ દિવસે સરેરાશ 225 જ્યારે પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે પ્રથમ 8 મહિનામાં હૃદયને લગતી ઈમરજન્સીના 46868 કેસ નોંધાયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં 15 ટકાથી વઘુનો વધારો થયો છે.
ઈમરજન્સી સેવાના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં હૃદયની સમસ્યાના 7541 કેસ નોંધાયેલા છે. આ વર્ષે એક જ મહિનામાં નોંધાયેલા આ સૌથી વઘુ કેસ છે. આમ, ઓગસ્ટ મહિનામાં દરરોજ સરેરાશ 243 વ્યક્તિ હૃદયની સમસ્યાનો શિકાર બની છે. આ વર્ષે પ્રથમ 8 મહિનામાં જે જિલ્લામાં સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેમાં અમદાવાદ 16200 સાથે મોખરે છે. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં પ્રતિ દિવસે 67 વ્યક્તિને હૃદયની ઈમરજન્સી સારવાર લેવી પડી છે. સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેવા જિલ્લામાં સુરત 4491 સાથે બીજા, રાજકોટ 3578 સાથે ત્રીજા, વડોદરા 2797 સાથે ચોથા ભાવનગર 2754 સાથે પાંચમાં, જામનગર 2040 સાથે છઠ્ઠા જ્યારે જુનાગઢ 2006 સાથે સાતમાં સ્થાને છે. સૌથી ઓછા 435 કેસ પાટણમાં નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં આ વર્ષે 2.41 લાખ આઉટડોર જ્યારે 32960 ઈન્ડોર દર્દી નોંધાયા છે. આ વર્ષે 317 દર્દીમાં બલૂન, 1038માં ડિવાઇસ, 860માં પેસમેકર, 5189માં પ્લાસ્ટિ-સ્ટેન્ટ મુકવામાં આવેલા છે.
લખનૌઃ ઉત્તર પ્રદેશમાં છેલ્લા એક દિવસમાં ભારે વરસાદને લીધે 10 લોકોનાં મોત થયાં છે. રાહત કમિશનરની ઓફિસના જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન ભારે વરસાદથી મૈનપુરીમાં પાંચ લોકોનાં મોત થયાં છે, જ્યારે જાલૌન અને બાંદામાં બે-બે લોકો અને એટામાં એક વ્યક્તિનું મોત થયાં હતાં. હવામાન વિભાગે અયોધ્યા અને રુહેલખંડ વિસ્તારોમાં એક ડઝનથી વધુ જિલ્લાઓમાં બહુ વરસાદ, અચાનક પૂર અને વરસાદથી જોડાયેલી અન્ય ઘટનાઓની ચેતવણી જારી કરી છે.
રાહત કમિશનર જીએસ નવીનકુમારે કહ્યું હતું કે હાલ વરસાદને જોતાં વધુ વરસાદને જોતાં જિલ્લાઓની 24 કલાક નિગરાની માટે પૂર PAC, SDRF અને NDRFની ટીમોની જરૂરિયાતને હિસાબે તહેનાત કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 28.6 મિમી વરસાદ નોંધાયો હતો. રાજ્યના 75 જિલ્લાઓમાં 51માંથી વધુ વરસાદ નોંધાયો છે.આ દરમિયાન IMD એ ત્રણ દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે દિલ્હી, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર મધ્ય પ્રદેશમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. આમાં એક પૂર્વ-પશ્ચિમ ટ્રેક મોસમી ચોમાસાની ટ્રેક સાથે ભળી ગઈ છે. આ ટ્રેક હવે દિલ્હી નજીકથી પસાર થાય છે. આ કારણોસર વરસાદની પણ સંભાવના છે. આ સમયગાળા દરમિયાન વરસાદ સાથે વાવાઝોડું અને ભારે પવન પણ ફૂંકાઇ શકે છે.
છેલ્લા 24 કલાકમાં હાથરસમાં સૌથી વધુ 186 મિમી વરસાદ નોંધાયો છે. બુલંદ શહેર અને સંભલમાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મુંબઈ:બૉલિવૂડની પાવરફુલ અભિનેત્રી જેમની એક્ટિંગને કોઈ પરિચયની જરૂર નથી અને જે પોતાના બોલ્ડ વ્યક્તિત્વ માટે જાણીતી છે એવી રિચા ચઢ્ઢાને દીકરીના જન્મ પછી પહેલીવાર એક ખાસ એવોર્ડ ફંક્શનમાં જોવા મળી હતી. મહિલા સશક્તિકરણની એક ઈવેન્ટમાં અભિનેત્રી રિચા ચઢ્ઢાએ હાજરી આપી હતી. “આઈ એમ વુમન” એવોર્ડમાં હાજરી આપીને તેને કાર્યક્રેમને ખાસ બનાવ્યો હતો. અહીં તેણીને ‘વુમન ઓફ સબસ્ટન્સ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી હતી.
કરણ ગુપ્તા એજ્યુકેશન ફાઉન્ડેશન (KGEF) અને IE યુનિવર્સિટી દ્વારા આયોજિત ઇવેન્ટની પાંચમી આવૃત્તિમાં મહિલાઓની સિદ્ધિઓ અને નેતૃત્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. KGEF ના સ્થાપક અને IE યુનિવર્સિટીના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. કરણ ગુપ્તાએ રિચા ચઢ્ઢાની સિદ્ધિઓ અને તેના અદભૂત અભિનયની પ્રશંસા કરી અને તેણીને આ પુરસ્કારની સાચી હકદાર ગણાવી. ગુપ્તાએ જણાવ્યું હતું કે, “રિચા ચઢ્ઢા એક અદ્ભુત મહિલા છે જે પોતાના મનની વાત કરવામાં ક્યારેય ડરતી નથી. તેણીની હિંમત અને વિશ્વાસ તેની ફિલ્મી કારકિર્દીથી આગળ વધે છે, કારણ કે તે મહિલાઓના અધિકારો અને સામાજિક ન્યાય માટે જુસ્સાથી હિમાયત કરે છે.”
આ પેનલમાં ડેલોઈટના મેનેજિંગ ડિરેક્ટર મિનલ દેશપાંડે, મહિલા અધિકારો માટે અગ્રણી વકીલ મૃણાલિની દેશપાંડે અને એબીડીએલના વાઇસ પ્રેસિડેન્ટ રેશમ છાબરિયા, ડિસેબિલિટી રાઈટ્સ એક્ટિવિસ્ટ સ્વર્ણલતા જે જેવી નોંધપાત્ર હસ્તીઓ સામેલ હતી. આ ચર્ચાઓ રોહિત રોય, ઝાયેદ ખાન અને મધુ શાહ જેવી પ્રભાવશાળી વ્યક્તિઓ દ્વારા સંચાલિત કરવામાં આવી હતી, જેમણે મહિલાઓની સિદ્ધિઓ અને પડકારોના ઉભરતા લેન્ડસ્કેપમાં મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરી હતી.
KGEF અને IE યુનિવર્સિટી વચ્ચેનો સહયોગ વૈવિધ્યતા, સમાવેશ અને મહિલા સશક્તિકરણને આગળ વધારવાની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે, વધુ સમાવેશી અને સહાયક વૈશ્વિક સમુદાય બનાવવાનો પ્રયાસ કરે છે.
નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આપ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે, ઘણા મહિનાઓ પછી કેજરીવાલને જામીન મળ્યા છે. આમ આદમી પાર્ટીમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
The Moment When CM @ArvindKejriwal Got Bail From Supreme Court 🥹
કેજરીવાલને સી.બી.આઈ. કેસમાં જામીન પણ મળી ગયા છે. આ પહેલાં ઈ.ડી.ના કેસમાં પણ તેમને જામીન મળ્યા હતા. ત્યારે જાણીએ કે અરવિંદ કેજરીવાલને કઈ શર્તો પર સુપ્રીમ કોર્ટે જામીન આપ્યાં છે. દિલ્હીના મુખ્યમંત્રીને સુપ્રીમ કોર્ટમાંથી 10-10 લાખ રૂપિયાના બે બોન્ડ પર જામીન મળ્યા છે.ED કેસમાં જામીન આપતી વખતે જે શરતો મૂકવામાં આવી હતી તે જ શરતો સી.બી.આઈ. કેસમાં સુુપ્રીમ કોર્ટે રાખી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલ કોઈપણ ફાઇલ પર સહી કરી શકશે નહીં. આ સાથે તેમની ઓફિસ જવા પર પણ પ્રતિબંધ રહેશે. એટલું જ નહીં, તે આ મામલે કોઈ નિવેદન કે ટિપ્પણી પણ કરી શકશે નહીં.
અરવિંદ કેજરીવાલ ન તો મુખ્યમંત્રી કાર્યાલય જઈ શકશે કે ન તો સચિવાલય.
કોઈપણ સરકારી ફાઇલ પર જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી સહી નહીં કરી શકે.
તેઓ આ કેસ કે સમગ્ર મામલા અંગે કોઈ જાહેર નિવેદન અથવા ટિપ્પણી કરશે નહીં.
કોઈપણ રીતે કોઈ સાક્ષી સાથે વાત નહીં કરે.
આ કેસ સાથે સંબંધિત કોઈપણ સત્તાવાર ફાઇલની ઍક્સેસ નહીં કરે.
જરૂર પડશે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે.
સપ્ટેમ્બરનો આખો મહિનો કેન્દ્ર સરકાર તરફથી નૅશનલ ન્યુટ્રિશન મન્થ અથવા તો પોષણ માહ તરીકે ઊજવવામાં આવે છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય દેખીતી રીતે જ લોકોને સમતોલ આહાર એટલે કે બૅલેન્સ્ડ ડાયટનું મહત્ત્વ તેમ જ એનાથી થતા ફાયદા વિશેની જાણકારી આપવાનો છે. આ મહિનાની ઉજવણીની શરૂઆત 1982માં સરકાર દ્વારા કરવામાં આવી હતી.
1980માં સૌપ્રથમ માલન્યુટ્રિશન એટલે કે કુપોષણને અટકાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગર્ભવતી સ્ત્રીઓને પોષણ વિશેની માહિતી આપવા ઉપરાંત એમને દવા તથા પોષક આહાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી, જે યોજના સરકારી રુગ્ણાલયો તથા આરોગ્ય કેન્દ્રોમાં હજી ચાલે છે. ગર્ભાવસ્થાની શરૂઆતથી લઈને બાળકના જન્મ પછી એટલે કે કુલ આશરે 1000 દિવસ સુધી માતા અને બાળકને સારું પોષણ મળી રહે એ માટે સરકાર દ્વારા પોષક આહાર પૂરો પાડવામાં આવે છે. ન્યુટ્રિશન રિહેબિલેશન સેન્ટર (એનઆરસી) અને ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ (આઈસીડીએસ)ની નાનામાં નાના ગામમાં સુદ્ધાં શરૂઆત થઈ, જે અંતર્ગત નવજાત શિશુથી માંડી પાંચ વર્ષ સુધીનાં કુપોષિત બાળકોને ૧૪ દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખીને એમનું વજન વધારવાના પ્રયત્ન કરવામાં આવે છે, જેથી એ સ્વસ્થ જીવન જીવી શકે.
આ તો થઈ સરકારી યોજનાની વાત. હવે તો ન્યુટ્રિશન મન્થમાં અલગ અલગ હૉસ્પિટલમાં તેમ જ અનેક સંસ્થા દ્વારા ન્યુટ્રિશન અવેરનેસને લગતા પ્રોગ્રામ કરવામાં આવે છે, જેથી સમાજ પૌષ્ટિક ખોરાક લેવા માટે જાગ્રત થાય. વર્ષ 2024ની ન્યુટ્રિશન મન્થનો થીમ (વિષય) છે: બિયોન્ડ ધ ટેબલ.
આ વખતે થીમના મુસદ્દામાં કેટલાંક મહત્ત્વનાં પાસાં આવરી લેવામાં આવ્યાં છે, જેમ કે ખેતરમાં ધાન્ય કઈ રીતે ઊગે ત્યારથી લઈને એ ખોરાક બને છે ત્યાં સુધીની પ્રોસેસ, જુદી જુદી વનસ્પતિનું મહત્ત્વ, એના ઉત્પાદનની પ્રક્રિયા, એનું ડિસ્ટ્રિબ્યુશન, અલગ અલગ ખાદ્ય પદાર્થ કેટલા સમય સુધી ખાવાલાયક હોય છે, ખેતરમાં ખેડૂતો દ્વારા અનાજ કે વનસ્પતિને કઈ રીતે ઉગાડાય છે અને માર્કેટ સુધી તેમ જ ત્યાંથી છૂટક અનાજ તેમ જ કરિયાણાની દુકાન સુધી પહોંચતાં લાગતા સમય અંગેની જાણકારી અને ત્યાર બાદ ઘરે લાવ્યા પછી પણ અનાજ, કરિયાણું, શાકભાજી, ફ્રૂટ, વગેરે જેવી રોજબરોજની સામગ્રીઓને સ્ટોર કઈ રીતે કરવી? તેમ જ ખાદ્યોનો બગાડ કઈ રીતે અટકાવવો આ પ્રકારના મુદ્દાને ધ્યાનમાં રાખીને આ વર્ષનો થીમ નક્કી કરવામાં આવ્યો છે.
ફાર્મિંગનું પ્રાથમિક જ્ઞાન મેળવવાથી આપણે જે આહાર લઈ રહ્યાં છીએ એનું મહત્ત્વ સમજી શકીએ અને જે-તે આહાર કયા કયા સ્ટેજને પસાર કર્યા બાદ આપણે આરોગી રહ્યાં છીએ એની સમજ પણ કેળવી શકીએ એ આ વખતના થીમનો ઉદ્દેશ્ય છે. સાથે સાથે ઘરની બહાર અગર થોડી જગ્યા હોય તો કિચન ગાર્ડન જેવી સકારાત્મક પ્રવૃત્તિ દ્વારા ઑર્ગેનિક શાકભાજી અને ફળ મેળવી શકીએ. અમુક શાકભાજી તો તમે મોટા કુંડામાં પણ વાવી શકો છો, જેના દ્વારા શુદ્ધ અને કેમિકલયુક્ત દવા-ખાતર વગરનાં શાક અથવા ફ્રૂટ મેળવી શકશો. ફાર્મિંગ અથવા કિચન ગાર્ડન જેવી પ્રવૃત્તિ દ્વારા તમે જે કોઈ વનસ્પતિ ઉગાડો છો તો એના પ્રત્યે તમને મમત્વ બંધાય છે અને એ સાત્ત્વિક હોવાને કારણે એનો ઉપયોગ શરીર માટે ઉપકારક રહેશે.
પોષણ માટેનું માર્ગદર્શન માત્ર ગરીબ કે પછાત વર્ગો માટે જ નથી, પરંતુ સમાજના તમામ વર્ગે એ વિશે સતર્ક થવાની જરૂર છે. ગરીબો તેમ જ પછાત વર્ગના લોકો પોષણ મળે એટલા પૂરતો આહાર પણ લઈ શકતા નથી એ કારણે પણ એમને આ સમજણ આપવી જરૂરી છે, જ્યારે બીજા બધા વર્ગોમાં આહારની ખોટી આદતોને કારણે કુપોષણ, એનિમિયા, ઓવરવેઈટ, લો ઈમ્યુનિટી જેવી સમસ્યા નજરે પડે છે.
આપણા દેશમાં એનિમિયા એ સ્વાસ્થ્યને લગતી સૌથી મોટી, સૌથી વધુ લોકોને કનડતી સમસ્યા છે. આ સમસ્યા સમાજના દરેક વર્ગમાં છે. નાનાં બાળકોમાં તો આ પ્રમાણ 67 ટકા જેટલું ઊંચું છે. કિશોરીઓ (એડોલેસન્ટ ગર્લ)માં આ પ્રમાણ 59 ટકા છે તો સરેરાશ બાવન ટકા સગર્ભા સ્ત્રીઓ એનિમિયાથી પીડાય છે, જેનું મુખ્ય કારણ પોષણ અંગેનું અજ્ઞાન છે. તાજાં લીલાં શાકભાજી અને ફળો તથા ગોળ, તલ, બાજરો, બીટરૂટ, પૌંઆ, વગેરે પૂરતા પ્રમાણમાં લેવામાં આવે તો એનિમિયાને અમુક હદ સુધી અટકાવી શકાય છે. આ ખાદ્ય પદાર્થો આસાનીથી મળી રહે છે અને બધાંને પરવડે એવા જ વિકલ્પ છે. જો કે એના મહત્ત્વ વિશેની સભાનતા ન હોવાને કારણે અથવા તો અસ્વીકાર્ય હોવાને કારણે એનો ઉપયોગ થતો નથી. બાળકો, કિશોરીઓ તેમ જ સ્ત્રીઓ એનું મહત્ત્વ સમજે અને એમાંથી સ્વીકાર્ય વાનગીઓ બનાવીને નિયમિત ઉપયોગ કરે તો સ્વાસ્થ્યને લગતી આ સમસ્યા દૂર થઈ શકે છે .ખરેખર તો પોષણનું મહત્ત્વ દરેક વ્યક્તિએ સમજવું જરૂરી છે, જેના દ્વારા ભવિષ્યમાં સ્વસ્થ સમાજ તૈયાર થઈ શકશે.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.