વેજીટેબલ કબાબ એક બહુ જ હેલ્ધી નાસ્તો છે. જે બહુ જ સરળ રીતથી બની જાય છે. બાળકોને તો આ નાસ્તો બહુ જ ભાવશે!

સામગ્રીઃ
- વટાણા ½ કપ
- ગાજર 1
- બાફેલા બટેટા 2
- સિમલા મરચું 1
- ફણસી ½ કપ
- મકાઈના દાણા ½ કપ
- તેલ 1 ટે.સ્પૂન વઘાર માટે
- લીલા મરચાં 2
- ટે.સ્પૂન
- જીરુ 1 ટી.સ્પૂન
- હીંગ ¼ ટી.સ્પૂન
- કાંદા 2
- આદુ-લસણ ઝીણાં સમારેલાં 1
- હળદર ½ ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
- ગરમ મસાલો ½ ટી.સ્પૂન
- ચાટ મસાલો 2 ટી.સ્પૂન
- મીઠું સ્વાદ પ્રમાણે
- કસૂરી મેથી 2 ટી.સ્પૂન
- ચીઝ ક્યુબ 2
- પનીર 100 ગ્રામ
- કોથમીર ધોઈને સમારેલી 1 કપ
- શેકેલો ચણાનો લોટ ¼ કપ
- તેલ શેલો ફ્રાઈ કરવા માટે
- કાંદા
રીતઃ ગાજરને છોલીને ઝીણા ટુકડામાં સમારી લો. ચોપરમાં ગાજર, વટાણા, ફણસી, સિમલા મરચું, મકાઈના દાણાને ચોપરમાં અધકચરા પણ બારીક ચોપ કરી લો.

એક કઢાઈમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી જીરુ તતડે એટલે સમારેલો કાંદો સાંતડો. તેમાં સમારેલાં આદુ-લસણ અને મરચાંને સાંતડી લો. ત્યારબાદ તેમાં ચોપ કરેલાં શાકભાજી 5-7 મિનિટ સાંતડીને તેમાં હળદર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો ½ ટી.સ્પૂન, ચાટ મસાલો 2 ટી.સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, કસૂરી મેથી નાખી 2 મિનિટ થાય એટલે તેમાં બાફેલો બટેટો ખમણીને નાખો. ત્યારબાદ ચીઝ તેમજ પનીરને પણ ખમણીને ઉમેરો. 2-3 મિનિટ બાદ કોથમીર ઉમેરીને શેકેલો ચણાનો લોટ મેળવીને 2-3 મિનિટ સાંતડીને ગેસની આંચ બંધ કરી દો.
આ મિશ્રણ ઢીલું લાગે તો શેકેલો ચણાનો લોટ થોડો ઉમેરી દો. મિશ્રણ ઠંડું થાય એટલે તેના ગોળા વાળીને ફ્રાઈ પેનમાં શેલો ફ્રાઈ કરી લો. અથવા સ્ટીકમાં લાંબા રોલ લગાડીને તંદૂરી કબાબ બનાવીને પેનમાં શેલો ફ્રાઈ કરી લો.
કાંદાને સ્લાઈસમાં સુધારી તેમાંથી રીંગ છૂટ્ટી પાડી દો. આ સલાડમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ તેમજ 1 ચમચી લીંબુનો રસ મેળવીને સલાડ કબાબ સાથે પીરસો. સાથે કોથમીર-ફુદીનાની લીલી તીખી ચટપટી ચટણી સ્વાદિષ્ટ લાગશે.



ચેટરજીની વાત સાંભળીએ તેમને પાસેથી.






રક્ષા યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર પ્રોફેસર ડૉ. બિમલ એન. પટેલે જણાવ્યું, “આ ભાગીદારીથી આંતરિક સુરક્ષા અને પોલીસી મેકિંગમાં આંતરશાખાકીય અભિગમોને પ્રોત્સાહન મળશે. IIIT-લખનઉની એડવાન્સ ટેક્નોલોજીનો લાભ લઈને સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડિજિટલ પોલીસિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ટેક્નોલોજીના ઉપયોગ વગેરે જેવા મહત્ત્વના ક્ષેત્રો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ જોડાણનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની કાર્યકારી ક્ષમતાઓમાં વધારો કરવાનો છે.”
આ સહયોગથી અનેક પ્રભાવશાળી પહેલ શરૂ થઈ શકે છે. જેમ કે,
IIIT-લખનઉના ડાયરેક્ટર ડૉ. અરુણ મોહન શેરીએ આ ભાગીદારી અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું, “રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે અમારા સહયોગથી ટેક્નોલોજીકલ સંશોધનો અને કાયદાના અમલીકરણ બંન્નેમાં નવા આયામો ઉભા થશે. અમે રક્ષા યુનિવર્સિટી સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ. સાથે મળીને અમે આપણા જવાનોની તેમજ દેશની સુરક્ષામાં વધારો થઈ શકે તેવા સંશોધનો કરવા માટે તત્પર છીએ.”



મળતી માહિતી અનુસાર 11મી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત તારીખ 12 થી 14મી સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જે બાદ 15મીથી 17મી સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી,નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વરસાદ પડી શકે છે.