GST કાઉન્સિલની 54મી મેરેથોન બેઠક ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક દરમિયાન સ્વાસ્થ્ય વીમા પ્રિટેક્સમાં ઘટાડા અંગે વ્યાપક સર્વસંમતિ સધાઈ હતી. જો કે આ અંગેનો અંતિમ નિર્ણય આગામી બેઠકમાં લેવામાં આવશે. આ ઉપરાંત તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓને આપવામાં આવતી હેલિકોપ્ટર સેવાઓ પરનો હાલનો GST દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે.
Union Finance Minister Smt. @nsitharaman chairs the 54th meeting of the GST Council, at Sushma Swaraj Bhawan, in New Delhi, today.
Along with the Union Finance Minister, Union Minister of State for Finance Shri @mppchaudhary; Chief Ministers of Goa and Meghalaya; Deputy Chief… pic.twitter.com/9oTANxzKYm
— Ministry of Finance (@FinMinIndia) September 9, 2024
GST કાઉન્સિલની બેઠક બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે બે નવા GOM એટલે કે મંત્રી જૂથની રચના કરવામાં આવી છે, જેમાંથી એક સ્વાસ્થ્ય વીમા સાથે સંબંધિત છે. આ જૂથ બિહારના નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આરોગ્ય વીમા પર જીએસટી દરોને તર્કસંગત બનાવવાનું કામ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતને ધ્યાનમાં રાખીને અન્ય સભ્યોને પણ આ ગ્રુપમાં જોડવામાં આવ્યા છે. તેઓ ઓક્ટોબર 2024ના અંત સુધીમાં આ બાબતે રિપોર્ટ કરશે. નવેમ્બરમાં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં આ રિપોર્ટના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
The 54th meeting of the GST Council was held today at New Delhi. pic.twitter.com/ZVoieG0BN2
— GST Council (@GST_Council) September 9, 2024
સૂત્રોએ જણાવ્યું હતું કે મોટાભાગનાં રાજ્યો વીમા પ્રીમિયમના દરમાં ઘટાડો કરવાની તરફેણમાં છે કારણ કે માસિક GST વસૂલાતમાં વધારાને કારણે કરદાતા-મૈત્રીપૂર્ણ પગલાં લેવાનો અવકાશ છે. જો GST દરો ઘટાડવામાં આવે છે તો તે કરોડો પોલિસીધારકો માટે ફાયદાકારક રહેશે કારણ કે પ્રીમિયમની રકમ ઘટશે.
જીએસટીના આગમન પહેલા વીમા પ્રિમીયમ પર સર્વિસ ટેક્સ લાગતો હતો. વર્ષ 2017માં જ્યારે GST લાગુ કરવામાં આવ્યો ત્યારે GST સિસ્ટમમાં સર્વિસ ટેક્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2023-24માં, કેન્દ્ર અને રાજ્યોએ આરોગ્ય વીમા પ્રિમીયમ પર GST દ્વારા રૂ. 8262.94 કરોડ એકત્ર કર્યા હતા, જ્યારે આરોગ્ય રિઇન્શ્યોરન્સ પ્રિમિયમ પર GST તરીકે રૂ. 1,484.36 કરોડ એકત્ર થયા હતા.
ઓનલાઈન ગેમિંગ પર જીએસટી લાદવાને કારણે બમ્પર આવક
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે ઓનલાઈન ગેમિંગ પર GST લાદવાથી આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓનલાઈન ગેમ્સ પર જીએસટીની જાહેરાત બાદથી છેલ્લા છ મહિનામાં આવક 412 ટકા વધીને રૂ. 6909 કરોડ થઈ છે. કેસિનોની આવકમાં પણ 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો છે
આ સમિતિમાં કેન્દ્ર અને રાજ્યના ટેક્સ અધિકારીઓનો સમાવેશ થાય છે. કાઉન્સિલમાં રાજ્યોના નાણા મંત્રીઓ પણ ભાગ લે છે. સ્વાસ્થ્ય વીમા પર જીએસટીનો મુદ્દો પણ સંસદમાં ઉઠાવવામાં આવ્યો છે. વિપક્ષી સભ્યોએ આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમને GST મુક્ત રાખવાની માંગ કરી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ પણ આ મુદ્દે સીતારમણને પત્ર લખ્યો છે.






લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે, “ભારતના યુવાનો અપાર તકોના ચોક પર ઊભા છે અને રિલાયન્સ ફાઉન્ડેશન અને NSDC વચ્ચેનો સહયોગ તેમને ભવિષ્યની નોકરીઓને લઈને સશક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલું છે. રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડેમીનો પ્રારંભ આ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. કૌશલ્યમાં રોકાણ કરીને આપણે માત્ર એક મજબૂત કાર્યબળનું નિર્માણ જ નથી કરી રહ્યા પરંતુ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે તૈયાર નવી પેઢીને પણ ઘડી રહ્યા છીએ.”
ઝડપથી વિકસતા રોજગાર જગતમાં કૌશલ્યના ભાવિ તરફ ધ્યાન દોરતા રિલાયન્સ ફાઉન્ડેશનના સી.ઈ.ઓ. જગન્નાથ કુમારે જણાવ્યું, “યુવાનોને તેમની આકાંક્ષાઓ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવવું એ રિલાયન્સ ફાઉન્ડેશનની મુખ્ય વિચારધારાનો એક ભાગ છે. રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડમી તે આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા અને ભવિષ્યની નોકરીઓ માટે યુવાનોને તૈયાર કરવા માટેનું એક પગલું છે.”
રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડમી (
રિલાયન્સ ફાઉન્ડેશન અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) એ પ્લેટફોર્મ પર વિકસિત ભાવિ-લક્ષી કૌશલ્ય અભ્યાસક્રમોની પહોંચ અને અસરને વધારવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડેમીમાં સહયોગ કરવા સંમત થયા છે, જેનાથી સ્કિલ ઈન્ડિયા મિશનને સમર્થન મળશે. સાથે મળીને કામ કરીને બંને સંસ્થાઓ એ સુનિશ્ચિત કરશે કે આ અભ્યાસક્રમો દેશભરની AICTE સાથે સંલગ્ન ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે સુલભ બને અને તેમની રોજગાર ક્ષમતા અને ભાવિ કર્મચારીઓની તૈયારીમાં નોંધપાત્ર વધારો કરે.
સમગ્ર ગુજરાતમાં 11 લાખ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લેનાર રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જામનગર રોડ ઉપર રૂપિયા ૩૦૦ કરોડનાં માતબર ખર્ચે ૧૪૦૦ રૂમમાં, ૫૦૦૦ નીરાધાર-બીમાર-પથારીવશ વડીલો માટે એક નવા સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલ આ સંસ્થા 600 જેટલા વૃદ્ધોને આશરો આપી રહી છે. અહીં નિવાસ, ભોજન અને તબીબી સારવાર સહિતની વ્યવસ્થા આપવામાં આવે છે. ગુજરાતભરમાંથી વૃદ્ધો અહીં આશરો લેવા આવે છે. હવે આ સંસ્થા વધુ વૃદ્ધોને સમાવી શકાય તે માટે જામનગર રોડ ઉપર 30 વીઘા જમીનમાં નવા પરિસરનું નિર્માણ કરી રહી છે.
મોરારીબાપુની કથામાં દરરોજ 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. સૌરાષ્ટ્રનાં વિવિધ ગામો અને શહેરોમાંથી વિશેષ બસથી જોડાવવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી વધુ લોકો કથાનો લાભ લઇ શકે. વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. સંસ્થાના અગ્રણીઓ વિજયભાઈ ડોબરિયા અને મિલનભાઇ ખેતાણીએ જણાવ્યું હતું કે, “રાજકોટમાં યોજાનાર રામકથાની સૌથી મોટી ખાસિયત તો એ છે કે આ કથા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો માટે થઇ રહી છે. કથામાં વિદેશથી પણ દસ હજાર રામકથા પ્રેમીઓ આવશે.”
કથા દરમિયાન પર્યાવરણ જતન, જીવનમાં વૃક્ષોના મહત્ત્વ અંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કથામાં જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃદ્ધાશ્રમનાં વૃદ્ધોની સેવા-ચાકરી, નવા પરિસરના નિર્માણ અને વૃક્ષારોપણ પ્રવૃતિના વિકાસ માટે વાપરવામાં આવશે. જે કોઈ કથામાં આવશે તેને તુલસી સહિતના રોપા અને ચકલીના માળા, બર્ડ ફીડરનો પ્રસાદ પણ આપવામાં આવશે.
આરોગ્ય મંત્રાલયે રવિવારે દિલ્હીમાંથી શંકાસ્પદ કેસ મળ્યો હોવાની માહિતી આપી હતી. આ વ્યક્તિ વિદેશથી ભારત આવ્યો હતો અને તેને હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. હાલ તેની સ્થિતિ સ્થિર છે, તેમ સરકારે જણાવ્યું છે. આરોગ્ય મંત્રાલયની જાહેરાતમાં કહેવાયું છે કે, શંકાસ્પદ દર્દીને ખરેખર મંકીપોક્સનો ચેપ લાગ્યો છે કે નહીં, તે જાણવા સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ અગાઉ મંકીપોક્સ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. આ ગંભીર બિમારીના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થઈ ચુક્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલની હાલની વસ્તી, આજુબાજુના ગામો તથા તાલુકા જિલ્લાના બાયપાસ તેમજ શહેરના ટ્રાફિક સાથોસાથ આવનારા વર્ષોના વિકાસને ધ્યાનમાં લઈને આ બે નવા બ્રિજ ફોરલેન બનાવવાના દિશા નિર્દેશો પણ આપ્યા છે.