ગણેશ ચતુર્થી 2024: 7મી સપ્ટેમ્બરથી શરૂ થતા ગણેશ ચતુર્થીના તહેવાર પહેલા લાલ બાગના રાજાની પ્રથમ ઝલક સામે આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાનો લુક એકદમ અનોખો છે. ગણેશ ચતુર્થીના પહેલા દિવસે દેશભરમાંથી લોકો લાલબાગના રાજાના દર્શન કરવા આવે છે. મહારાષ્ટ્રના મુંબઈમાં ગણપતિનું એક ભવ્ય મંદિર છે, જેને લાલ બાગના રાજા તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે લાલબાગ રાજાની સ્થાપનાને 91 વર્ષ થશે. ગણેશ ચતુર્થીના આ શુભ અવસર પર હવે લાલબાગના રાજાની પ્રથમ ઝલક સામે આવી છે.
🔱🙏 लालबागचा राजा प्रथम दर्शन! 🙏🔱
‘गणपति बप्पा मोरया!’
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ:
लालबागचा राजा के दिव्य स्वरूप का यह प्रथम दर्शन, आस्था और श्रद्धा से भरी मुंबई की धड़कन है।#lalbaghcharaja#ABVPMumbai#MumbaiGanpati#GaneshChaturthi#GanpatiFestival pic.twitter.com/hNLhtqsREG— ABVP Mumbai (@ABVPMumbai) September 5, 2024
લાલ બાગના રાજાની એક ઝલક મેળવવા માટે લાખો લોકો કતારમાં ઉભા છે. ગણેશ મહોત્સવ દરમિયાન મુંબઈના લાલ બાગના રાજાની સૌથી વધુ ચર્ચા રહે છે. ગણેશ ઉત્સવનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે. આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થશે અને 17 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે.
#Maharashtra : The first glimpse of ‘Lalbaugcha Raja’ was shown in Mumbai ahead of Ganesh Chaturthi.#maharastra #LalbaghchaRaja #Ganeshotsav #GaneshChaturthi2024 #MumbaiMeriJaan pic.twitter.com/WnntI1Ptyp
— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 5, 2024
એવું માનવામાં આવે છે કે દસ દિવસ લાંબી ગણેશ ચતુર્થી દરમિયાન, સામાન્યથી લઈને ખાસ સુધી દરેક લાલ બાગના રાજાની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હોય છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન ગણેશ લાલ બાગની મુલાકાત લેનારા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ગણેશ ચતુર્થીના દસમા દિવસે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ભાગ લે છે.


સમગ્ર કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કન્સેપ્ચ્યુલાઇઝ અને મેનેજ કરવામાં આવ્યું. જેમાં દરેક વિભાગ માટે કૃતજ્ઞતા, સર્જનાત્મકતા અને પ્રશંસાનુ સંયોજન જોવા મળ્યું હતું. વિચારશીલ ભાષણોથી લઈને આકર્ષક સાંસ્કૃતિક પ્રદર્શનો સુધી આ ઉજવણીએ બિઝનેસ લીડર્સના ભાવિને ઘડવામાં શિક્ષકોની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
એસ.બી.એસ. અમદાવાદના ડાયરેક્ટર ડૉ. નેહા શર્માએ વિદ્યાર્થીઓના આ પ્રયાસો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેના જીવનભરના સંબંધોને પ્રકાશિત કરતા ગાઇડસ, મેન્ટર્સ, અને ટ્યુટર્સ તરીકે શિક્ષકોની બહુવિધ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે, SBSના સ્ટુડન્ટ મેનેજર્સે જીવનના તમામ ક્ષેત્રોમાં પોતાની જાતનું વધુ સારું સંસ્કરણ બનવાની પ્રતિબદ્ધતા સાથે તમામ શિક્ષકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
શાંતિ બિઝનેસ સ્કૂલ વિદ્યાર્થીઓને એક એવું વાતાવરણ પુરું પાડે છે. જ્યાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને વ્યક્તિગત વૃદ્ધિ બંને થાય. SBS અમદાવાદ એવા તમામ શિક્ષકોને સલામ કરે છે. જેઓ વિદ્યાર્થીઓના જીવનને સશક્ત બનાવવાના મિશન પર છે અને તેમને સર્વગ્રાહી જીવન જીવવામાં મદદ કરે છે.


એક જૂથ દ્વારા નગરપાલિકામાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં ઘુસીને ઉગ્ર રજુઆત કરાઈ હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા લોકોએ તોડફોડ અને પાલિકા પ્રમુખ સાથે લાફાવાળી કરી હતી. પ્રજાના કામ ન થતાં હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યા. 200થી વધુ લોકોનું ટોળું નગરપાલિકા કચેરીમાં ઘુસી જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

