Home Blog Page 1535

કાંદા-લસણ વગરના છોલે

વ્રત-ઉપવાસમાં કાંદા-લસણ વગરની જ વાનગી બનતી હોય છે! કાંદા-લસણ વગરના છોલે પણ સ્વાદિષ્ટ બનતા હોય છે! તો જાણી લો બનાવવાની રીત!

સામગ્રીઃ

  • છોલે 1 કપ
  • આદુનો ટુકડો
  • ચાની ભૂકી 2 ટે.સ્પૂન
  • લવિંગ 3-4
  • તમાલ પત્ર 2
  • તજનો ટુકડો ½ ઈંચ
  • ટામેટાં 2-3
  • ખમણેલું નાળિયેર 1 કપ
  • મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર ½ ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • છોલે મસાલો 1 ટી.સ્પૂન
  • ફુદીનાના પાન 10-15
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • તેલ 2 ટે.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન

વઘાર માટેઃ

  • આદુની પાતળી લાંબી ચીરી 1 ટે.સ્પૂન
  • લીલાં મરચાં 2-3
  • તેલ 1 ટે.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન

રીતઃ છોલેને 2-3 પાણીએથી ધોઈ લીધા બાદ બીજા પાણીમાં 7-8 કલાક માટે પલાળી રાખો.

મિક્સીમાં નાળિયેરની છીણ, ફુદીનાના પાન, આદુના ટુકડા નાખીને પેસ્ટ બનાવી લો.

ટામેટાંને લાંબા સુધારીને એક કઢાઈમાં 1 ચમચી તેલમાં ધીમે તાપે 10 મિનિટ સુધી સાંતડવા માટે મૂકો. ત્યારબાદ ટામેટાંને ઠંડા કરીને મિક્સીમાં પીસી લો.

પલાળેલા છોલેમાંથી પાણી કાઢી લઈને કૂકરમાં નાખો. તેમાં 3-4 કપ પાણી ઉમેરી દો. ચાની ભૂકીને એક કોટન રૂમાલમાં ટાઈટ બાંધીને આ પોટલી કૂકરમાં નાખી દો.  તેમજ 2 લવિંગ, 1 તમાલ પત્ર પણ નાખીને કૂકરનું ઢાંકણ બંધ કરીને 8-10 સીટી થવા દો. કૂકર ઠંડું થયા બાદ ચણામાંથી ચાની પોટલી તેમજ લવિંગ અને તમાલપત્ર બહાર કાઢી લો.

કઢાઈમાં તેલ ગરમ કરીને જીરૂ તતડાવો. ત્યારબાદ હીંગ નાખીને કોપરાનું પેસ્ટ સાંતડી મરચાં પાઉડર, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો સાંતડીને 2 મિનિટ બાદ ટામેટાંની પેસ્ટ ઉમેરીને ધીમા તાપે 2-3 મિનિટ સાતંડી લીધા બાદ તેલ છૂટું પડે એટલે છોલે મેળવી દો. ફરીથી છોલેમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે ગેસ બંધ કરી દો.

એક વઘારીયામાં તેલ ગરમ કરી જીરુ તતડાવો. ત્યારબાદ તેમાં આદુની લાંબી પાતળી ચીરી તેમજ મરચાંની ફાડ કરીને વઘારમાં ઉમેરો. 1 મિનિટ સાંતળી લીધા બાદ તેને છોલેની ઉપર રેડી દો. ઉપરથી સમારેલી કોથમીર ભભરાવી દો.

૨૮ ઓગસ્ટ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 28/08/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

નોટ આઉટ @ 83 કાંતિલાલભાઈ હરિયા(શાહ)

ગંજ-બાસોદા (વિદિશા, મધ્યપ્રદેશ)માં લગભગ 40 વર્ષથી નેત્રશિબિર, નિશુલ્ક જલસેવા, ભોજનાલય, કપડાનું વિતરણ, દવા-વ્યવસ્થા જેવાં અનેક સમાજ-સેવાનાં કામોમાં વ્યસ્ત 83 વર્ષના કાંતિલાલભાઈ હરિયા(શાહ)ની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

તેમનો જન્મ ગંજ-બાસોદામાં, 7 ભાઈ-બહેનોનું બહોળું કુટુંબ. પિતા પોતાનો ધંધો કરતા, સ્વતંત્ર-સેનાની હતા, વળી નગરપાલિકાના અધ્યક્ષ હતા અને સમાજસેવામાં પ્રવૃત્ત હતા. કાંતિલાલભાઈએ ૮મા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને પિતાજીના ધંધામાં લાગી ગયા. 40-45 વર્ષ દુકાન ચલાવી. મેડિકલની દુકાન પણ ચલાવી. તે ધંધામાં બહુ નફો છે! છેલ્લાં 25 વર્ષથી તેઓ પોતાની દુકાન ગયા જ નથી! બધો સમય સમજ-સેવામાં આપે છે. પિતાજીનો સેવાનો વારસો કાંતિલાલભાઈએ લીધો છે. તેઓ નાગરિક-સેવા-સમિતિ, રામાયણ મંડપ સંઘ, મુક્તિધામ જેવી અનેક સંસ્થાઓ દ્વારા બાસોદા અને આસપાસના વિસ્તારમાં સેવાનું કામ કરી રહ્યા છે. તેમના પરદાદા અને બીજાં વડીલો સવાસો વર્ષ પહેલાં કચ્છથી અહીં આવી વસ્યાં હતાં અને હવે તેમને માટે તો ગંજ-બાસોદા જ જન્મભૂમી અને કર્મભૂમિ છે!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે વહેલા ઊઠી એક કલાક કસરત કરે. અનુલોમ-વિલોમ-કપાલભાતિ અને ચાલવાનું. 8:30 થી 12:30 અન્ન્સેવામાં વ્યસ્ત! છેલ્લા 41 વર્ષથી જરૂરતમંદ લોકોને રોટી-સબ્જી અને ખીચડી સવાર-સાંજ ખવડાવે છે. કોઈની વર્ષગાંઠ કે સારો પ્રસંગ હોય તો તેમની સેવા મળી જાય, સહયોગ મળી જાય. સેવા-સદન કેમ્પમાં સાંજે પણ ભોજનાલય ચલાવે છે. જરૂરી લોકો માટે દવાની તથા ચશ્માની વ્યવસ્થા કરે. મા-બાપની યાદગીરીમાં ૫ વર્ષથી સો બહેનોને દર વર્ષે સિલાઈ-મશીન આપે છે. કપડાં-વાસણ, જરૂરી વસ્તુઓ પહોંચાડે છે અને શાળાઓમાં મદદ કરે છે.

શોખના વિષયો : 

સેવાએ સૌથી મોટો શોખ! લોકોને મદદ કરવી ગમે. ભજન અને સંગીતમાં રસ ખરો. વાંચવું ગમે. ધાર્મિક ક્રિયાઓ ઓછી કરે, મંદિરે જાય, પણ સેવાના કામ વધારે કરે. ફરવાનો શોખ હતો. ચારધામ, અમરનાથ, કેસરિયાજી વગેરે જઈ આવ્યા છે વિદેશ-યાત્રા પણ કરેલી છે. દર વર્ષે લોકોને ધાર્મિક-સ્થાનોની યાત્રા કરાવે છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. સવારે કલાક કસરત કરે છે. તેમને બાયપાસ અને પ્રોસ્ટેટનાં ઓપરેશનો થયેલાં છે. દવા કરતાં દુઆ જ તેમને માટે વધુ કામ કરે છે, તેવું તેમનું માનવું છે!

યાદગાર પ્રસંગ: 

1995માં રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માની હાજરીમાં, પોતાના પિતાની યાદમાં, આઠ એકર જમીન તેમણે કન્યા-મહાવિદ્યાલય માટે દાનમાં આપી હતી. આજે ત્યાં બહુ સરસ કન્યા-વિદ્યાલય બની ગયું છે, જ્યાં 2000થી વધારે કન્યાઓ ભણી રહી છે!

સરકારની (આવાસ) યોજનામાં અઢી લાખની મદદની સામે તેમણે પણ બે લાખની મદદ કરી અને બધી કામ કરનાર બહેનોનાં મકાન બની ગયાં! જો ધનવાન માણસો પોત-પોતાના માણસોનું જ ધ્યાન રાખે તો પણ બધાનું સચવાઈ જાય!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

આંખની (રેટિનાની) તકલીફ છે એટલે તેઓ માત્ર મોબાઈલનો ઉપયોગ કરે છે, પણ, તેમની નાગરિક સેવા સમિતિની ઓફિસમાં બધું કામ નવી ટેકનોલોજીની મદદથી જ થાય છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પહેલાનો જમાનો સંસ્કારનો જમાનો હતો. અત્યારે જાહોજલાલી છે, પણ સંસ્કાર નથી. પૈસા છે, પણ સંતોષ નથી. વડીલોને આદર-સન્માન મળતાં નથી. બાળકો ઓછાં થઈ ગયાં છે. ગરીબ કોઈપણ સમાજનો હોય, તેને મદદ કરવી જોઈએ. આજકાલ બદલાવ આવી ગયો છે: ભણેલા લોકોને દસ-બાર હજારનો પગાર મળે છે જ્યારે મહેનત કરનાર લોકો મહિને 30-35,000 કમાઈ લે છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

ગામની યુવા-પેઢીને સકારાત્મક કાર્યો કરવા તેઓ સતત માર્ગદર્શન આપતા રહે છે, પણ હવે ગામમાં બાળકો અને યુવાનો ઘણાં ઓછાં થઈ ગયાં છે, ઘણાં ઘરોમાં એક જ બાળક હોય છે. તેઓ નોકરી-ધંધો કરે કે સેવા કરેભણી-ગણીને બાળકો અને યુવાનો ગામની બહાર નીકળી જાય છે, તેઓ બીજા સમાજમાં હળેમળે છે, બીજા સમાજમાં લગ્ન કરે છે.

સંદેશો :  

તેમનું માનવું છે…. ભગવાને તમને આપ્યું છે તો વાપરો, પણ તમારા પોતાનાથી આગળ પણ આપો. પોતાની કમાણીના  25% ગરીબોને મદદ કરવી જ જોઈએ. પુત્ર સપુત હોય તો પૈસા મૂકી જવાની જરૂર નથી અને પુત્ર કુપૂત હોય તો પણ તમારા પૈસા બચવાના નથી. માટે તમે જાતે જ તમારા પૈસા જરૂરી લોકોને, ગરીબોને  આપો અને તેમની મદદ કરો. સત્યવાદી બનો અને ઈમાનદારીથી જીવન જીવો.

ખાલી અને હળવા બનો

જો પ્રેમ જ નાં હોત તો વિશ્વ તકલીફ વગરનું હોત! વિશ્વની તમામ સમસ્યાઓ પ્રેમને કારણે થાય છે! જ્યાં પ્રેમ નથી, ત્યાં તમે ઈર્ષ્યા નથી કરી શકતા. ઈર્ષ્યા છે તો એનું કારણ પ્રેમ છે. તમારામાં લોભ આવે છે કારણ કે તમે વસ્તુઓને ખૂબ પ્રેમ કરો છો. ક્રોધ એટલા માટે આવે છે કે તમે પૂર્ણતાને ચાહો છો; તેથી જ તમે ભૂલ પર ગુસ્સો કરો છો. જયારે તમે તમારી જાતને ખૂબ પ્રેમ કરો છો અને ત્યારે જ તો તમારામાં અભિમાન અને ઘમંડ આવે છે.

પ્રેમની દરેક વિકૃતિ સમસ્યાઓ ઊભી કરે છે, છતાં પ્રેમ વિના જીવનનો કોઈ અર્થ નથી. ધારો કે તમે ખૂબ જ સફળ છો અને તમારી પાસે બધી જ સંપત્તિ છે પરંતુ તમારા જીવનમાંથી પ્રેમ ગાયબ છે. તો એ જીવન સાચા અર્થમાં અર્થપૂર્ણ રહેશે નહીં; તે ઉજ્જડ દેખાશે. તમે તેને ગમે તે બાજુથી જુઓ, આપણે જીવનમાં ફક્ત પ્રેમ જ ઇચ્છીએ છીએ; એક દિવ્ય પ્રેમ. જીવનનો હેતુ એ આદર્શ પ્રેમમાં ખીલવાનો છે.

તો તમે પ્રેમમાં તે સ્તર પર કેવી રીતે પહોંચશો જ્યાં તે વિકૃતિઓથી મુક્ત હોઈ અને તમે તમારી જાત સાથે સહજ હોવ?

તમારે એ જોવાનું છે કે જે તમને એ નિર્દોષ પ્રેમથી રોકી રહ્યો છે તે તમારો અહંકાર છે. અહંકાર શું છે? અહંકાર એ સ્વપ્ન જેવું છે. એક સ્વપ્ન ત્યાં સુધી અસ્તિત્વમાં છે જ્યાં સુધી તેનું અસ્તિત્વ ખતમ ન થાય. તમે સ્વપ્નને વાસ્તવિક કહી શકતા નથી, પરંતુ તમે તેને અવાસ્તવિક પણ કહી શકતા નથી કારણ કે તમને તેનો અનુભવ છે. અહંકાર માત્ર અસ્વાભાવિક છે. અહંકાર એ આકાર નથી; તે અંધકાર જેવો નિરાકાર છે. અંધકાર એ ફક્ત પ્રકાશનો અભાવ છે. અહંકાર જેવી કોઈ વસ્તુ નથી. તમે તેને પરિપક્વતાનો અભાવ અથવા શુદ્ધ જ્ઞાનનો અભાવ કહી શકો. જ્ઞાન તમારી આંતરિક સ્થિતિને અનુભવવામાં મદદ કરે છે, જે પ્રેમ છે. પ્રેમ એ કર્મ નથી; તે એક કર્મ થી પરે હોવાની સ્થિતિ છે. આપણે બધા પ્રેમથી બનેલા છીએ. જ્યારે મન વર્તમાન ક્ષણમાં હોય છે, ત્યારે આપણે પ્રેમમય હોઈએ છીએ. વર્તમાન ક્ષણમાં જીવવા માટે તમારા મનને થોડી તાલીમ આપો.

જો બધું જ ઈશ્વર છે અને બધું જ પ્રેમ છે, તો જીવન ક્યાં જઈ રહ્યું છે? જીવન પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. તમે પૂર્ણતા શોધો છો; તેથી જ તમને ભૂલ પર ગુસ્સો આવે છે. પૂર્ણતાના ત્રણ પ્રકાર છેઃ ક્રિયામાં પૂર્ણતા, વાણીમાં પૂર્ણતા અને લાગણીમાં પૂર્ણતા. ધારો કે કોઈ ભૂલ કરે છે અને એ ભૂલ જોઈને તમને ગુસ્સો આવે છે. તો પછી તમારામાં અને ભૂલ કરનાર વ્યક્તિમાં કઈ ખાસ ફરક નથી. વ્યક્તિની ક્રિયાઓની અપૂર્ણતાને કારણે તમારી લાગણીઓ અપૂર્ણ બની ગઈ છે. કોઈ પણ કામમાં ચોક્કસ ખામી હોય છે. પરંતુ જ્યારે લાગણી અપૂર્ણ બની જાય છે, તે લાંબા સમય સુધી ટકી રહે છે. અંદરની પૂર્ણતા ખોવાઈ જાય છે.

આધ્યાત્મિક પ્રક્રિયાઓ તમને નાની ઘટનાઓથી વિચલિતના થઈને સ્વ-કેન્દ્રિત રહેવામાં મદદ કરે છે. દરેક વ્યક્તિમાં દુનિયાના તમામ ગુણો હોય છે. જે ફક્ત સમજણના અભાવ અને તણાવ દ્વારા આવૃત હોય છે. જે પહેલાથી અસ્તિત્વમાં છે તે ગુણોને ઉજાગર કરવાની જરૂર છે. શ્વાસ લેવાની પ્રક્રિયાઓ અને ધ્યાન મનને શાંત કરવામાં ખૂબ અસરકારક છે. તમારા શ્વાસ વિશે કંઈક શીખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણો શ્વાસ આપણને ઘણી બધી વસ્તુઓ શીખવે છે જે આપણે ભૂલી ગયા છીએ. મનની દરેક લયને અનુરૂપ શ્વાસની એક વિશેષ લય હોય છે અને શ્વાસની દરેક લયને અનુરૂપ એક લાગણી હોય છે. તેથી, જ્યારે તમે તમારા મનને સીધા નિયંત્રિત કરી શકતા નથી, ત્યારે તમે તેને શ્વાસ દ્વારા વધુ સારી રીતે નિયંત્રિત કરી શકો છો.

આપણું મન ઘડા જેવું છે જે ઊંધું થઈ ગયું છે. જ્યારે આપણે જન્મ્યા હતા ત્યારે પેહલા સીધા ગરદનના ઘડા સાથે આવ્યા હતા. જીવનનો સંપૂર્ણ ઉદ્દેશ્ય એ છે કે જાગૃત થઈને ઘડાને ઊંધો ફેરવીને તેને ખાલી કરી દો. પરંતુ ઘડામાં ખૂબ જ ચીકણું કંઈક ભરેલું છે; તે ઊલટું ઊભું હોવા છતાં, તે ખાલી નથી. કોઈપણ પ્રાણીની ગરદન સીધી હોતી નથી. માત્ર માણસને માથું ખાલી કરવાની (કર્મનો બોજ ઉતારવાની) તક મળે છે. જીવનનો આખો હેતુ ખાલી અને હળવા થવાનો છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

પંચાંગ 28/08/2024

ગુજરાતમાં વરસાદી તાંડવ, 15ના મોત, 11 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

ગુજરાતમાં વરસાદી ઈમરજન્સી ચાલી રહી છે. રેકોર્ડ વરસાદને કારણે હવામાન વિભાગે ગુજરાતના 27 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અગાઉના 48 કલાકના મુશળધાર વરસાદે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જી હતી. હવે હવામાન વિભાગે 28 અને 29 ઓગસ્ટ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. નદીઓ ખતરાના નિશાનને પાર કરવા અને વિનાશ સર્જવા આતુર છે. રહેણાંક વિસ્તારો ટાપુઓમાં ફેરવાઈ ગયા છે. મુશળધાર વરસાદ બાદ અનેક ફૂટ સુધી પાણી ભરાઈ જવાથી લોકોને ઘરોમાં બંધ રહેવાની ફરજ પડી છે.

એક આફતે ગુજરાત પર તબાહી મચાવી છે. જામનગરથી જૂનાગઢ, વડોદરાથી બનાસકાંઠા અને અરવલ્લીથી અમદાવાદ સુધી જળસંકટ દેખાઈ રહ્યું છે. પોશ વિસ્તારોમાં રહેતા લોકો પણ પાણી ભરાવાથી પરેશાન જોવા મળ્યા હતા. પૂરમાં પાર્ક કરેલી બાઇક અને સ્કૂટર લગભગ ડૂબી ગયા હતા. મુશળધાર વરસાદને કારણે સ્મશાન ભૂમિમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

ત્યારે વડોદરામાં પણ વરસાદના કારણે જે માર્ગો પર વાહનોની અવર જવર વધી હતી. આજે ત્યાં કેટલાય ફૂટ પાણી છે. વડોદરામાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદથી શહેરની ગતિને બ્રેક લાગી છે. લોકો કહી રહ્યા છે કે તેમને કોઈક રીતે પૂરની યાતનામાંથી રાહત મળવી જોઈએ.

વહીવટીતંત્ર અને એડીઆરએફની ટીમ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને બચાવી રહી છે. વાસ્તવમાં વડોદરાની વિશ્વામિત્ર નદીમાં આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વિશ્વામિત્ર નદીમાં ઉછાળો આવ્યો છે. આ નદી ખતરાના સ્તરથી 8 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો ડૂબી જવાનો ભય છે. પ્રશાસનની ટીમે અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.

IMDનો અંદાજ શું કહે છે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 ઓગસ્ટે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા ભારે વરસાદને લઈને રેડ એલર્ટ પર છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ છે.

શહેરોમાં પાણી ભરાવાને કારણે મુશ્કેલી

આ ઉપરાંત રાજકોટમાં 2 દિવસમાં 20 ઈંચથી વધુ વરસાદના કારણે શહેરમાં પાણી ભરાઈ જતાં લોકોની મુશ્કેલી વધી રહી છે. જેના કારણે રાજકોટ શહેરના એન્ટ્રી પોઈન્ટ માધાપર ચોકડી ખાતે વાહનોની અવરજવરને અસર થાય છે. જૂનાગઢમાં પણ સતત વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. ડેમ છલકાઈ રહ્યા છે. ડેમ ફુલ હોવાથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગનું રેડ એલર્ટ જણાવી રહ્યું છે કે આકાશી આફતનો ખતરો હજુ ટળ્યો નથી.

ત્રણ દિવસમાં 15ના મોત થયા છે

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદમાં 15 લોકોના મોત થયા છે. મોરબીમાં 1, ગાંધીનગરમાં 2, આણંદમાં 6, વડોદરામાં 1, ખેડામાં 1, મહિસાગરમાં 2, ભરૂચમાં 1 અને અમદાવાદમાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. અને છેલ્લા ત્રણ દિવસમાં 11,043 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી જિલ્લામાં સૌથી વધુ 4160, વલસાડમાં 1158, આણંદમાં 1081, વડોદરામાં 1008 લોકોને ખસેડવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં પૂરના પાણી અને ભારે વરસાદમાં ફસાયેલા 353 લોકોને બચાવી લેવાયા છે, જેમાંથી સૌથી વધુ 150 લોકોને આણંદ જિલ્લામાં, 108 ખેડામાં, 59 મોરબીમાં, 20 નવસારીમાં અને 10 લોકોને સુરેન્દ્રનગરમાંથી બચાવવામાં આવ્યા છે.

જય શાહ બન્યા ICC ના નવા BOSS

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે ઈતિહાસ રચ્યો છે. તેઓ ICCના સૌથી યુવા અધ્યક્ષ બન્યા છે. જય શાહ ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે. ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થશે. બાર્કલેએ ત્રીજી મુદત માટે ઇનકાર કર્યો હતો. હવે જય શાહની ICCના નવા અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે.

જય શાહ હાલમાં 35 વર્ષના છે

જય શાહ હાલમાં 35 વર્ષના છે. ICCના પ્રમુખ બનનાર તેઓ 5મા ભારતીય છે. અગાઉ જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહર ICCના અધ્યક્ષ રહી ચૂક્યા છે. જગમોહન દાલમિયા 1997માં પ્રથમ એશિયન ICC પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. શરદ પવાર 2010 થી 2012 સુધી ICCના પ્રમુખ હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના સહ-માલિક એન શ્રીનિવાસન આઈસીસીના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2014 થી 2015 સુધી તેણે ICC ના પ્રમુખ તરીકેની ભૂમિકા ભજવી હતી. શશાંક મનોહર 2015 થી 2020 સુધી ICCના પ્રમુખ હતા.

જય શાહ બિનહરીફ ચૂંટાયા હતા

જય શાહ ICCના આગામી સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. શાહ ઓક્ટોબર 2019 થી BCCI સેક્રેટરી અને જાન્યુઆરી 2021 થી એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 1 ડિસેમ્બર, 2024ના રોજ અધ્યક્ષ પદ સંભાળશે. વર્તમાન ચેરમેન ગ્રેગ બાર્કલેએ ત્રીજી મુદત ન લેવાનો નિર્ણય કર્યા બાદ ચેરમેન પદ માટે શાહ એકમાત્ર નોમિની હતા.

જય શાહે ખુશી વ્યક્ત કરી હતી

શાહે કહ્યું, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે મારા નામાંકનથી હું નમ્ર છું. તેણે કહ્યું, હું ક્રિકેટને વધુ વૈશ્વિક બનાવવા માટે ICC ટીમ અને અમારા સભ્ય દેશો સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છું. અમે એવા નિર્ણાયક તબક્કે ઊભા છીએ કે જ્યાં બહુવિધ ફોર્મેટ, અદ્યતન તકનીકીઓના સહઅસ્તિત્વને સંતુલિત કરવું અને તે વધુને વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. અમારો ઉદ્દેશ્ય ક્રિકેટને પહેલા કરતા વધુ લોકપ્રિય બનાવવાનો છે.

ગુજરાત તરબોળ, બીજા દિવસે સ્કૂલોમાં રજા જાહેર

છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. જન્માષ્ટમીના દિવસે તો મેઘરાજાએ અમદાવાદ શહેરમાં તોફાની બેટિંગ કરી હતી જેના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આજે પણ આખો દિવસ શહેરમાં વરસાદી માહોલ રહ્યો છે. આવતીકાલે પણ અમદાવાદમાં ભારે વરસાદની સ્થિતિને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેને પગલે સતત બીજા દિવસે અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ ઉપરાંત રાજ્યના દાહોદ, વડોદરા, ખેડા, મોરબી, પોરબંદર અને મહીસાગર જિલ્લામાં તમામ સ્કૂલોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શહેરની તમામ પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક, સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોના આચાર્યને આવતીકાલે રજા જાહેર કરવા માટે મૌખિક સૂચના આપી દેવામાં આવી છે. જેમાં અમદાવાદમાં સતત ચાલુ રહેલા વરસાદ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

અંબાલાલ પટેલની મોટી આગાહી, 3 દિવસ હજુ ભારે

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ફરી એકવખત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ રાજ્યમાં હજુ 30 ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહેશે. જેમા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડશે. જુનાગઢ, પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે. આગામી 30 ઓગસ્ટ સુધી હળવા વરસાદી ઝાપટા પડશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ ઉપર વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે, અત્યંત ભારે કરતા પણ વધુ વરસાદ ખાબકી શકે છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 102 ટકા વરસાદ પડી ગયો છે. 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ પડ્યો. 24 કલાકમાં વરસાદના કારણે 1 દાહોદ અને 2 ગાંધીનગરમાં કુલ 3ના મોત થયા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે માર્ગ વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે. ચોમાસા દરમિયાન ધોધામર વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થતા આજની તારીખે 636 રસ્તાઓ બંધ છે. જેમાં સ્ટેટહાઈવે 34, પંચયાતના 557 અને અન્ય 44 માર્ગો બંધ છે.

આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પણ વારંવાર નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે, નદી તળાવની આસપાસ ન જાય અને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળ ઉપર સ્થળાંતર કરે તથા પાણીનું વહન વધુ હોય તેવા વિસ્તારોમાં ન જાય. આ ઉપરાંત મહાનગરોમાં પણ ભારે વરસાદને કારણે વાહનચાલકોને જરૂરિયાત સિવાય રસ્તા ઉપર વાહન લઈને ન નીકળે અને પાણી ભરાયું હોય તેવા સ્થળ ઉપર જવાનું ટાળવા માટે અપીલ કરવામાં આવી રહી છે.