રાજ્યમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે ગઈ કાલે હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. પાછલા 24 કલાકમાં ગુજરાતમાં લગભગ તમામ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ નોંધવામાં આવ્યો હતો. ભારે વરસાદને પગલે રાજ્યમાં ક્યાકને ક્યાક જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. રાજ્યમાં હાલ વરસાદનું ડિપ ડિપ્રેશન સર્જાયું છે જેના લીધે હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં સોમવારથી શરૂ થયેલો વરસાદ અવિરત વરસી રહ્યો છે. જેના કારણ શહેરવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ શહેરની વાત થાય તો શહેરમાં લગભગ 5થી 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભાર વરસાદને પગલે અમદાવાદમાં જળબંબાકાર થઈ ગયુ છે. શહેરના રસ્તાઓ અને સોસાયટીઓમાં ગોઠણથી કેડસમા પાણી ભરાઈ ગયાં છે. ગત 24 કલાકમાં નરોડા અને મણીનગરમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉસ્માનપુરામાં 11 ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં સરેરાશ 5 થી 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આખી રાત વરસાદ વરસતાં સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ અમદાવાદના ચાંદખેડા, વૈષ્ણવદેવી, ગોતા, અડાલજ, થલતેજ, બોપલ, ન્યૂ સીજી રોડ, સાબરમતી સહિતાના વિસ્તારોમાં મેઘરાજાએ બેટીંગ શરૂ કરી દીધી છે. આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થઇ ગઇ ગયું છે.

અમદાવાદમાં આજે પણ અમુક વિસ્તારમાં ધીમી ધારે તો અમુક એરિયામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બિનજરૂરી બહાર નહીં નીકળવા સલાહ આપવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાઇ જતાં 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ટ્રેન સેવા અને હવાઇ સેવાને પણ અસર પહોંચી છે. ફ્લાઇટો અને ટ્રેનો સમય કરતાં મોડી ચાલી રહી છે.



રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે.
રાજકોટમાં ઉપલેટાના મોજીરા પાસે આવેલ મોજ ડેમ ઓવરફ્લો થઈ ગયાની માહિતી મળી રહી છે. વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.




આજે (27 ઑગસ્ટ) સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર જિલ્લા સહિત દાહોદ, પંચમહાલ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ફિલ્મ એને મળી હતી અને પછી છીનવાઈ ગઈ હતી. પરંતુ એ એના જ નસીબમાં હતી. ગુલશને અનિલ કપૂર સાથે ફિલ્મ ‘હમ પાંચ’ (૧૯૮૦) માં એક હીરો તરીકે જ શરૂઆત કરી હતી. સમય જતાં તે ખલનાયક તરીકે લોકપ્રિય થઈ રહ્યો હતો. તે ફિલ્મોમાં કામ કરવા સાથે સ્ટેજ શૉ કરતો હતો. એક વખત શાહરૂખ અને આમિર ખાનનો એક સ્ટેજ શૉ હતો એમાં ભાગ લેવા ગુલશન અમેરિકા ગયો હતો. ત્યારે એક મિત્રની ભલામણથી ગુલશન હોલિવૂડના નિર્દેશક ડંકનને એમની આગામી ફિલ્મ ‘ધ સેકન્ડ જંગલ બુક: મોગલી એન્ડ બાલૂ’ માટે મળવા એક હોટલમાં ગયો. મળતા પહેલાં વાળ ઓળીને વ્યવસ્થિત થવા એ બાથરૂમમાં ગયો.

