નવી દિલ્હી: આજે દેશભરમાં શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ભગવાન કૃષ્ણની 5251મી જન્મજયંતિ છે. જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી માટે દેશભરના મંદિરોને શણગારવામાં આવ્યા છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર વિશેષ ભસ્મ આરતી કરવામાં આવી છે.
કૃષ્ણ જન્મસ્થાન મંદિર જે સામાન્ય રીતે 12 કલાક ખુલે છે. તે 26 ઓગસ્ટે 20 કલાક સુધી ખુલ્લું રહેશે, જેથી ભક્તો ભગવાનના અવિરત દર્શન કરી શકે. મંદિરના ગર્ભગૃહને કંસની જેલમાં ફેરવી દેવામાં આવ્યું છે. દ્વાપર યુગમાં અજાતના જન્મ દરમિયાનની સ્થિતિઓ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન મંદિરમાં સવારે 5.30 કલાકે જન્માષ્ટમીની ઉજવણી શરૂ કરવામાં આવી છે.આ વખતે ભાદો કૃષ્ણ અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 3.39 વાગ્યાથી 27 ઓગસ્ટની મોડી રાત્રે 02.19 સુધી રહેશે. ગૃહસ્થો 26મી ઓગસ્ટે જન્માષ્ટમી ઉજવશે. આ દિવસે શ્રી કૃષ્ણની પૂજા કરવાનો શુભ સમય મધ્યરાત્રિના 12.00 થી 12.44 સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન શ્રી કૃષ્ણનો જન્મ થશે અને તેમની જન્મજયંતિ ઉજવવામાં આવશે.
ગાંધીનગર: રાજયમાં હાલમાં 3 સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન રવિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. આજે પણ હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.આજે ગુજરાતના વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, અમરેલી અને ભાવનગરમાં ફરી ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં હજુ વરસાદ માટે ઓરેન્જ એલર્ટની સ્થિતિ જણાવાઈ રહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, બોટાદ, કચ્છ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, રાજકોટ, દીવ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ: શહેરમાં સતત ચાર દિવસથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. રવિવારે સમગ્ર દિવસભર શહેરમાં વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદ બાદ રાત્રિના સમયે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. મોડીરાત્રે શરૂ થયેલો વરસાદ સવારે પાંચ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. જેને પગલે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. અત્યાર સુધીના વરસાદના આંકડાની વાત કરીએ અમદાવાદમાં મોડી રાત્રે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ 6 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં ફરી એકવાર વરસાદે બેફામ વરસતાં મોડી રાતે લગભગ 6 ઈંચ જેટલો ખાબક્યો હતો. જોકે આવી જ સ્થિતિ મણિનગરમાં પણ જોવા મળી. ડ્રેનેજ વ્યવસ્થા બંધ હોવાને કારણે રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાશીએ મોડી રાતે ફરિયાદો કરવી પડી હતી. સાયન્સ સિટી, ગોતામાં 4-4 ઈંચ જ્યારે અમદાવાદના અન્ય વિસ્તારો જેમ કે ઉસ્માનપુરા અને ઓઢવમાં પણ 4-4 અને મેમ્કો તથા બોડકદેવમાં પણ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બીજી બાજુ વટવા, ઈસનપુર, નારોલ, ઘોડાસર સહિતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો અહીં પણ 5-6 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા.આજે પણ અમદાવાદમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોટાભાગના વિસ્તારો પર કાળા ડિબાંગ વાદળોનો કબજો દેખાઈ રહ્યો છે અને ઠેર ઠેર ઝરમર-ઝરમર તો ક્યાંક ભારે વરસાદની સ્થિતિ હજુ પણ જોવા મળી રહી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોવાથી વાહનોની અવર-જવરમાં ભારે તકલીફ પડી રહી છે.
સપ્તાહ દરમિયાન માનસિકથાકના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવા આયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.
આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને, જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.
ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય. મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે.
સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.
સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.
ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.
કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે, જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.
કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.
રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે, લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.
તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.
પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.
આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.
આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.
આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.
આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.
આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.
સદ્ગુરુ: જો તમે દિવસમાં આઠ કે નવ કલાક સૂતા હોવ તો એક વસ્તુ જેના પર ધ્યાન આપવું જોઈએ તે છે કે તમે કેવો ખોરાક લો છો. ઓછામાં ઓછું અમુક ચોક્કસ માત્રામાં, શાકાહારી વસ્તુઓ ખાવી, ખાસ કરીને એવા ખોરાક કે જેમને કુદરતી રૂપમાં, કાચા જ ખાઈ શકાય તેવા હોય તે તમારી સર્વાંગી સુખાકારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે ખોરાક રાંધો છો, ત્યારે મોટી માત્રામાં પ્રાણ અથવા જીવન ઊર્જાનો નાશ થાય છે. આ એક કારણ છે કે જેનાથી સુસ્તી શરીરમાં પ્રવેશી શકે છે. જો તમે ચોક્કસ માત્રામાં તાજા ફળો અને શાકભાજી ખાઓ છો, તો તેના ઘણા જ ફાયદા છે, પરંતુ એક વસ્તુ તરત જ તમારા ધ્યાનમાં આવશે કે તમારી ઊંઘની માત્રા ઓછી થશે.
સ્ટવથી પ્લેટ સુધી – ફટાફટ
ભારતીય સંસ્કૃતિમાં, પરંપરાગત રીતે એવું કહેવામાં આવે છે કે કોઈપણ રાંધેલા ખોરાકને રાંધ્યાના 1.5 થી 2 કલાકની અંદર ખાઈ લેવો જોઈએ. રાંધેલા ખોરાકને લાંબા સમય સુધી ફ્રિજમાં મૂકી રાખ્યા પછી ખાવાથી તમારી ઊંઘની માત્રા વધી શકે છે. ઉપરાંત શરીરને અન્ય ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. તે જ બજારમાં ડબ્બામાં પૅક કરીને મળતા (કેનમાં મળતા) ખોરાક માટે સાચું છે. “તમસ” નામની એક વસ્તુ છે જેનો શાબ્દિક અર્થ “જડતા” થાય છે. આ રીતે રાખવામાં આવતા ખોરાકમાં ઘણું બધું તમસ હશે, જે તમારી માનસિક ચપળતા અને સતર્કતામાં ઘટાડો લાવી શકે છે.
જમ્યા પછી તમે તરત જ ન સૂઓ
ઘણા એવા લોકો હોય છે જેઓ એવી માનસિક સ્થિતિમાં હોય છે કે જ્યાં સુધી તેઓ પોતાને ખોરાકથી ભરીને શરીરને સુસ્ત ન બનાવે ત્યાં સુધી તેઓ ઊંઘી શકતા નથી. તમારે સૂતા પહેલા પાચન થવા માટે પૂરતો સમય આપવો જોઈએ. હું કહીશ કે જો તમે ખાવાના બે કલાકની અંદર સૂઈ જાવ છો તો તમે જે ખાધું હશે તેમાંથી 80% ખાદ્યપદાર્થો બરબાદ થઈ જશે. જો તમે એવી સ્થિતિમાં છો કે જ્યાં સુધી તમારું પેટ પૂરું ભરેલું ન હોય ત્યાં સુધી તમે ઊંઘી શકતા નથી, તો તમારે આ સમસ્યા પર ધ્યાન આપવાની જરૂર છે. આ ઊંઘ વિશે નથી, આ એક ચોક્કસ માનસિક સ્થિતિ છે.
ઊંઘ માટે યોગ્ય સ્થિતિ
જ્યારે શરીર આડા પડેલી સ્થિતિમાં હોય, ત્યારે તમે તરત જ જાણી શકશો કે તમારા ધબકારાના દરમાં ઘટાડો થયો છે. શરીર આ ગોઠવણ કરે છે કારણ કે જો લોહી એટલી જ તાકાતથી ફેંકાશે, તો તમારા માથામાં તે વધારે પડતું જશે, જેનાથી નુકસાન થશે. જે રક્તવાહિનીઓ ઉપર તરફ જાય છે તે નીચે જતી રક્તવાહિનીઓ કરતાં વધુ બારીક હોય છે. જયારે તેઓ મગજ સુધી પહોંચે ત્યારે તેઓ લગભગ વાળ જેવી બની જાય છે, એ હદ સુધી કે તેઓ વધારાનું એક પણ ટીપું લઈ ન શકે.
જ્યારે તમે સૂઓ ત્યારે જો તમે તમારું માથું ઉત્તર તરફ રાખો અને 5 થી 6 કલાક સુધી આ રીતે રહો, તો પૃથ્વીનું ચુંબકીય ખેંચાણ તમારા મગજ પર દબાણ લાવશે કારણ કે આયર્ન (લોહ તત્વ) તમારા લોહીમાં એક મહત્ત્વપૂર્ણ ઘટક છે. એવું નથી કે આ રીતે સૂવાથી તમે મરી જશો. પરંતુ જો તમે દરરોજ આવું કરો છો, તો તમે મુશ્કેલીને આમંત્રીત કરી રહ્યા છો. જો તમારી ઉંમર થોડી વધુ હોય અને તમારી રક્તવાહિનીઓ નબળી હોય, તો તે હેમરેજ અને લકવાગ્રસ્ત કરે તેવા સ્ટ્રોકમાં પરિણમી શકે છે. જો તમારી સિસ્ટમ મજબૂત હોય, તો પણ તમે સારી રીતે ઊંઘી શકતા નથી કારણ કે મગજમાં જેટલું હોવું જોઈએ તેના કરતાં લોહીનું પરિભ્રમણ વધારે છે.
જો તમે ઉત્તર ગોળાર્ધમાં છો, તો જ્યારે તમે સૂઓ ત્યારે તમારું માથું પૂર્વ દિશામાં રાખવું શ્રેષ્ઠ છે. ઇશાન ખૂણો (ઉત્તરપૂર્વ) બરાબર છે. પશ્ચિમ પણ ચાલશે. દક્ષિણ, જો કોઈ બીજો વિકલ્પ ન હોય તો. ઉત્તર, બિલકુલ નહીં. દક્ષિણ ગોળાર્ધમાં, તમારું માથું દક્ષિણ તરફ ન રાખો.
(સદ્ગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.
કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ રાજ્યના કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપી દીધી છે. શિંદે કેબિનેટે રવિવારે યોજાયેલી બેઠકમાં યુપીએસને લીલી ઝંડી આપી દીધી છે. રાજ્યની એકનાથ શિંદે સરકારે આ વર્ષથી જ એટલે કે માર્ચ 2024થી UPS લાગુ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી લાખો કર્મચારીઓને ફાયદો થશે. આ સાથે મહારાષ્ટ્ર સરકાર પણ UPS લાગુ કરનાર પ્રથમ રાજ્ય બની ગયું છે.
મહારાષ્ટ્રમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં યુપીએસને લઈને 19 મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમાં નાર-પાર-ગીરણા નદીને જોડવાના પ્રોજેક્ટ માટે રૂ. 7,15 કરોડની મંજૂરી, ખેડૂતો માટે દિવસ દરમિયાન અવિરત વીજળી યોજના, સહકારી ખાંડ મિલોને સરકારી ગેરંટી હેઠળ લોનની ચુકવણીનો પણ સમાવેશ થાય છે. સરકારે રાજ્યના વરિષ્ઠ નાગરિકો માટે કોર્પોરેશનની સ્થાપના કરવાનું પણ નક્કી કર્યું છે. આ નિર્ણયથી રાજ્યના લગભગ 50 લાખ વરિષ્ઠ નાગરિકોને ફાયદો થશે.
અમદાવાદ : કૃષ્ણ જન્મ દિવસ શ્રાવણ વદ આઠમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી લડ્ડુ ગોપાલ એટલે કે લાલજીમાં આસ્થા અને પૂજાનું મહત્વ વધ્યું છે. જેના કારણે બાલકૃષ્ણના વાઘા, મુગટ સહિતના ઘરેણાં, પારણાં – હિંડોળા જેવી સજાવટની સામગ્રીનું વેચાણ પણ વધ્યું છે.
નાના લાલજીની સેવા વધતાં એમને લાડ લડાવવાની સામગ્રીમાં પણ વિવિધતા આવતી જાય છે. હાલ બજારમાં જન્માષ્ટમી નિમિત્તે નાના ડિઝાઈનર, હિંડોળા, આસન, મુગટ, કપડાં, ઝવેરાત, પ્રસાદીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
આ સાથે કૃષ્ણના મહોત્સવને ઉજવવા માટે સોસાયટીઓ, ગામ અને તીર્થ સ્થાનોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
કૃષ્ણ જન્મોત્સવ, મટકી ફોડ પારણાંનો ઉત્સવ ઉજવવા જગત આખાયના કૃષ્ણ ભક્તો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.