મુંબઈઃ મહારાષ્ટ્રના બદલાપુરની એક સ્કૂલમાં બે બાળકોની સાથે યૌન ઉત્પીડનની ઘટના પર બોમ્બે હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે જો સ્કૂલ પણ સુરક્ષિત નથી, ત્યારે શિક્ષણના અધિકાર વિશે વાત કરવાનો શો અર્થ? ગયા સપ્તાહે સ્કૂલમાં આશરે ચાર વર્ષની બાળકીઓનું યૌન ઉત્પીડન થયું હતું. આ ઘટનાની માહિતી સામે આવતાં લોકોમાં ભારે આક્રોશ હતો. આ ઘટનાની વિરુદ્ધ લોકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
હાઇકોર્ટે આ ઘટનાની સ્વયંમ માહિતી લેતાં સુનાવણી કરી હતી. કોર્ટે પોલીસ અને રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. જસ્ટિસ રેવતી મોહિત ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ખંડપીઠે કહ્યું હતું કે આ કેવી સ્થિતિ છ. , જે બહુ ચોંકાવનારી છે. કોર્ટે સવાલ કર્યો હતો કે બાળકીઓનું ઉત્પીડનની ફરિયાદ સ્કૂલના જવાબદાર લોકોએ કરી હતી. એના પર કોર્ટે જણાવ્યું હતું કે બાળકીઓએ એની ફરિયાદ કરી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે તો શું તમે પોક્સો હેઠળ કોઈ કેસ નોંધ્યો છે?
આ સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે બાળકીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બધા પગલાં લેવામાં આવશે અને SIT કોઈ કસર નહીં છોડે અને આ કેસને ઝડપથી આગળ વધારશે. કોર્ટે રાજ્ય સરકાર પાસે સોગંદનામું માગ્યું છે, જેમાં કેસને SITને સોંપતા પહેલાં બદલાપુર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનું વિવરણ હોય. આ મામલે આગામી સુનાવણી 27 ઓગસ્ટે થશે.








આ કાર્યક્રમમાં કોચ ડેવલપમેન્ટ વર્કશોપ કરવામાં આવશે. સાથે જ શૈક્ષણિક સંસ્થાઓ અને રમત-ગમત સંકુલોમાં જાતિય સમાનતા અંગેના કોચિંગ સત્રો પણ યોજવામાં આવશે. આ કાર્યક્રમોમાં વ્યક્તિગત અને વર્ચ્યુઅલ તાલીમના સંયોજનથી દરેક કોચને લાભ મળશે. પરિણામે તેઓ પોતાના ફ્રિસ્બી સત્રોનું નેતૃત્વ કરવા, નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને આ જેન્ડર મિક્ષ રમતને પ્રોત્સાહન આપીને છોકરીઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે સક્ષમ બનાવશે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય નેતૃત્વની ભૂમિકામાં સેવા આપતા સહભાગી કોચમાં 40 ટકાનો વધારો અને 30 ટકા કાર્યક્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે લિંગ સમાનતા પહેલમાં સક્રિયપણે યોગદાન આપવાનો છે. પહેલમાં પુરુષ-સાથી વર્કશોપનો પણ સમાવેશ થાય છે, જે રમતગમતમાં લિંગ સમાનતા માટે સહાયક વાતાવરણને પ્રોત્સાહન આપશે અને કોર્ટમાં અને બહાર સમાવેશ કરવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.
આ કાર્યક્રમના ડિજિટલ મીડિયા ઝુંબેશ #PlayWithUS દ્વારા, યુ.એસ. એમ્બેસી અને કોન્સ્યુલેટ્સ આ પહેલ અને અન્ય યુએસ-ભારત રમતગમત સહયોગની અસર દર્શાવી રહ્યા છીએ.



કોલકાતા રેપ-હત્યા કેસઃ ડોક્ટરોને કામ પર પરત ફરવા CJIની અરજ
નવી દિલ્હીઃ કોલકાતાના RG કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની ટ્રેની ડોક્ટરના રેપ-હત્યા મામલે લોકોમાં ગુસ્સો છે. આ મામલે સુપ્રીમ કોર્ટેમાં CBIએ સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો હતો. આ મામલે કોર્ટમાં CBIએ રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ઘટનાસ્થળે પુરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવી હતી અને એજન્સીએ ત્યાં સુધી કહ્યું હતું કે આ કેસમાં ઢાંકપિછોડો કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
એજન્સીએ કહ્યું હતું કે હોસ્ટિપલના વહીવટ તંત્રનું વલણ ઉદાસીનભર્યું રહ્યું હતું. આ ઘટનાની સૂચના પીડિયાના પરિવારજનોને વિલંબથી આપવામાં આવી હતી. પરિવારને પહેલાં સુસાઇડના ખબર આપવામાં આવ્યા હતા. હત્યાને સુસાઇડ બતાવવાનો પ્રયાસ સંદેહ પેદા કરે છે. આ ઘટના પર પડદો નાખવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. કોર્ટે પણ કહ્યું હતું કે પોલીસ ડાયરી અને પોસ્ટમોર્ટમના સમયમાં અંતર છે. આરોપીની મેડિકલ તપાસ પર પણ કોર્ટે સવાલો ઊભા કર્યા હતા.
કોલકાતા મામલે જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે આ કેસ ચોંકાવનારો છે. અમે 30 વર્ષમાં આવો કેસ નથી જોયો. આ કેસ આઘાત આપનારો છે. બંગાળ પોલીસનો વ્યવહાર શરમજનક છે. કોર્ટે પંચનામાને લઈને પણ અનેક સવાલ ઊભા કર્યા હતા. કોર્ટે સવાલ કર્યો હતો કે જો કુદરતી મોત હતું તો પોસ્ટમોર્ટમ કેમ કર્યું? પોસ્ટમોર્ટમ પછી FIRથી આશ્ચર્ય થાય છે.સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને આશ્વાસન આપ્યું હતું કે તેમની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે, પરંતુ ડોક્ટરોએ ડ્યુટી પર પરત ફરવું પડશે, કેમ કે કેટલાય ગરીબ દર્દીઓ છે, જે બે-બે વર્ષ પહેલાં એપોઇન્ટમેન્ટ લે છે, તેમને સારવાર વગર પરત ના મોકલી શકાય. CJI ચંદ્રચૂડે વિરોધ પ્રદર્શન કરી રહેલા ડોક્ટરોને અપીલ કરી હતી તે તેઓ તેમના કામ પર પરત ફરે.