આણંદ: અમૂલ, બ્રાન્ડ ફાઈનાન્સના ગ્લોબલ ફૂડ એન્ડ ડ્રિંક્સ રિપોર્ટ 2024માં વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ અને ડેરી બ્રાન્ડ બની છે. અમૂલ સાત દાયકાથી વધુનો ઈતિહાસ ધરાવતી અને ૩૬ લાખ ડેરી ખેડૂતોની માલિકીની બ્રાન્ડ છે. વિશ્વની સૌથી મોટી ડેરી પાસે સહકારી રિપોર્ટમાં અમૂલ બ્રાન્ડ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ (BSI) 100 માંથી 91 સ્કોર અને AAA+ રેટિંગ છે. આ વર્ષે બ્રાન્ડ વેલ્યુ 11% વધીને USD 3.3 બિલિયન થઈ છે, અને વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ બની છે. તેમજ, અમૂલે સતત ચોથા વર્ષે સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ ઓફ વર્લ્ડ ટાઇટલ જાળવી રાખ્યું છે. અમૂલ ભારતના ડેરી માર્કેટમાં લગભગ 75 ટકા દૂધ માર્કેટ, 85 ટકા બટર માર્કેટ અને 66 ટકા ચીઝ માર્કેટ સાથે પ્રભુત્વ ધરાવે છે.
અમૂલ તેનું AAA+ બ્રાન્ડ સ્ટ્રેન્થ રેટિંગ Hershey’s સાથે શેર કરે છે, જોકે Hershey’s ની બ્રાન્ડ વેલ્યુમાં 0.5 ટકાનો ઘટાડો થયો હતો બ્રાન્ડ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ (BSI) 100 માંથી 90 સ્કોર થયો હતો અને તે ગયા વર્ષે આ યાદીમાં આગળ રહ્યા પછી બીજા ક્રમે છે.
આ અંગે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું કે, “અમૂલ પહેલેથી જ વિશ્વમાં નંબર વન ડેરી બ્રાન્ડ બની ચૂકી છે. જો કે, નંબર વન સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ તરીકે સ્થાન મેળવવું એ એક મોટી સિદ્ધિ છે છે. અમૂલની બ્રાન્ડિંગ વ્યૂહરચના, તેનુ સહકારી માળખું અને પ્રભાવશાળી માર્કેટિંગ ઝુંબેશને કારણે ઉપભોક્તાઓ સાથે જોડે છે અને ભારતના ઘર-ઘરમાં તેની સ્થિતિ મજબૂત કરી છે.મહત્વનું છે કે અમૂલ ભારતની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ છે, તેનું વાર્ષિક ટર્નઓવર 80,000 કરોડ છે. આ સૌથી મોટી સહકારી બ્રાન્ડ પણ છે, તેની માલિકી ગુજરાતના 36 લાખ ડેરી ખેડૂતો પાસે છે , અને તેમના રોજિંદા જીવનમાં લાખો ગ્રાહકોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે.
અમદાવાદ: લાંબા વિરામ બાદ શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે બપોર સુધીમાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદે વધામણાં કર્યા છે. વૈષ્ણોદેવીથી ગોતા, એસ. જી. હાઇવે પર વરસાદી માહોલ જામ્યો છે. ઓગષ્ટ મહિનામાં પણ વરસાદના વિલંબના કારણે લોકોને ગરમી અને બફારો સહન કરવાનો વારો આવ્યો હતો. તો હવે વરસાદ થતા લોકોને વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો છે અને હાશકારો અનુભવ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ આગામી દિવસો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે. આજે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી શાળાઓમાં લાંબા સમય સુધી ગેરહાજર રહેતા શિક્ષકોનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ગુંજ્યો હતો. વિપક્ષે સતત ગેરહાજર રહેતાં અને વિદેશ પ્રવાસે નીકળેલાં શિક્ષકો સામે સખત કાર્યવાહીની માંગ કરી. સાથે એવો આક્ષેપ કર્યો હતો કે, સરકારી પ્રાથમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો વિદેશમાં રહીને પગાર મેળવે છે.વિરોધ પક્ષના આક્ષેપો સામે શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો કે, ’60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે, જ્યારે 70 શિક્ષકો એવા છે જે ત્રણ મહિનાથી વધુ સમયથી ગેરહાજર છે. શિક્ષણ મંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે, એકે ય ગેરહાજર શિક્ષકને પગાર ચૂકવાયો નથી.’
ટૂંકી મુદતના પ્રશ્ન વખતે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાદીએ આક્ષેપ કર્યો હતો કે, દાંતામાં સતત ગેરહાજર રહેતાં શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરાઈ હોવા છતા કોઈ પગલાં લેવાયાં નથી. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતાં શિક્ષકો જ નહીં, જવાબદાર આચાર્ય-શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ.
કાંતિ ખરાદીના આક્ષેપ સામે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે,’બનાસકાંઠા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં કુલ 12 શિક્ષકો તથા પાટણમાં 7 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. જેમાંથી કોઈપણ શિક્ષકને પગાર ચૂકવાતો નથી. બનાસકાંઠા જિલ્લાના 12 ગેરહાજર શિક્ષકો પૈકી છ શિક્ષકો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરી ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે. બે શિક્ષકોએ સામે ચાલીને રાજીનામું આપ્યુ છે.
નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લામાં બુધવારે એક ફાર્મા યુનિટમાં રિએક્ટર વિસ્ફોટમાં 17 મજૂરોનાં મોત થયાં છે અને 50 અન્ય ઘાયલ થયા છે. અચુતાપુરમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં દવા કંપની એસિએન્ટિયામાં લન્ચ બ્રેક દરમ્યાન એ વિસ્ફોટ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે લંચ બ્રેક દરમ્યાન કંપનીના વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ લાગી હતી.
રાજ્યના CM એન. ચંદ્રબાબુ નાયડુએ વિશાખાપટ્ટનમમાં ફાર્મા એકમમાં આગ લાગવાની ઘટનામાં તેઓ ઘાયલ થયેલા લોકોને મળશે અને એ પછી તેઓ દુર્ઘટનાસ્થળની મુલાકાત લેશે.
તેઓ સત્તાવાર ક્રાર્યક્રમ અનુસાર બંદરગાહ શહેર વેંકોઝીપાલેમના એક ખાનગી હોસ્પિટલમાં સારવાર કરી રહેલા ઇજાગ્રસ્ત શ્રમિકો અને મેડિકલ ટીમોની સાથે વાતચીત કરશે. ત્યાર બાદ CM એસિએન્ટિયા એડવાન્સ્ડ સાયન્સિઝ પ્રાઇવેટ લિ.ની મુલાકાત લેશે.
કંપનીના કર્મચારીએ આ અંગે સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ફાઈટર કંપનીની અંદર ફસાયેલા લોકોને બચાવવામાં વ્યસ્ત છે. આ અકસ્માતમાં ઘાયલ લોકોને NTR હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે.
આ પહેલાં વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ દુર્ઘટનામાં લોકોનાં મોતથી દુખી છે. PMOના જણાવ્યાનુસાર વડા પ્રધાને મૃતકોના પરિવારજનોને રૂ. બે લાખ આપવાની ઘોષણા કરી હતી. ગૃહ મંત્રી વાંગલાપુડી અનિતાએ જિલ્લા કલેક્ટર અને SP ને વિસ્ફોટના સ્થળની મુલાકાત લેવા અને ઘાયલ લોકોને સારી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.
એક કલ્પના કરોઃ તમે જ્યાં રહેતા હો એ સોસાયટીમાં વીજપ્રવાહ ખોરવાઈ જાય છે. એ વખતે તમે શું કરો? રિપેર કરવાની ટ્રાય કરો, વીજકંપનીને ફોન કરો કે પછી બીજાની પણ ગઈ છે કે નહીં એ ચેક કરીને વોટ્સેપમાં બિઝી થઈ જશો?
અચાનક અંધારું થઈ જવાની ઘટનાનું ઍનાલિસીસ કરીએ તો અમેરિકાવાળાઓનું બિનધાસ્ત અભિગમ સામે આવશે. એ લોકો સીધો કંપનીને ફોન કરીને સ્ટાફને ખખડાવશેઃ લાઈટ ગઈ જ કેમ? કોઈ વળી કેસ પણ ઠોકી દેશેઃ 22 મિનિટ ઈલેટ્રિસિટી ખોરવાઈ એમાં મને બે લાખનું નુકસાન થઈ ગયું.
આની સામે આપણે રિલેક્સ એટિટ્યુડ રાખીએ છીએ. બધાની આવશે ત્યારે મારી આવશે. સારી વાત છે, પણ આવો અભિગમ પ્રગતિમાં અવરોધક બની શકે, ‘એ તો ચાલ્યા કરે’ જેવા લેઈડબૅક એટિટ્યુડથી પ્રગતિ કરી ના શકાય. ખરેખર તો અંધારું ચલાવી જ ન લેવાય એવો આપણો અભિગમ હોવો જોઈએ.
એટિટ્યૂડ અથવા અભિગમ એ ચાર અક્ષરનો એક એવો નાનો શબ્દ છે, જે જીવનમાં બહુ મોટો ફેર લાવી શકે છે. અને જીવનમાં એટિટ્યુડ માત્ર પોઝિટિવ જ નહીં, પણ મોટો રાખવો જોઈએ. એક નાનકડી વાર્તા છેઃ એક મચ્છર પરિવાર બહુ ઉત્સાહિત હતો, કેમ કે એમનું વહાલું બાળ-મચ્છર પાંખો ફૂટ્યા બાદ આજે પહેલી વાર એની નાજુક પાંખો ફફડાવીને ઊડવાનું હતું. રાતે ડિનર બાદ ઘરના સૌ સભ્યો ડ્રૉઈંગ રૂમમાં બેસીને ગપ્પાં મારી રહ્યાં હતાં ત્યારે પેલા બાળ-મચ્છરે અહીંથી તહીં ઉડાન ભરવાની શરૂઆત કરી. એનાં માતા-પિતા આનંદાશ્ચર્યથી એને જોઈ રહ્યાં હતાં. થોડી વારમાં એની ઉડાન પૂરી થઈ એટલે માતા-પિતાએ એને પૂછ્યું, “ડિયર, કેવું લાગ્યું ઊડવાનું?”
મચ્છરનાં માવતર અને તમે પણ સમજી ગયા હશો કે ઘરના સભ્યો બાળ-મચ્છરની ફર્સ્ટ ફ્લાઈટને વધાવવા નહીં, પરંતુ એને બન્ને હથેળીની વચ્ચે મસળી નાખવા તાળી પાડતા હતા, પણ એવા નબળા વિચાર શું કામ કરવા? વિચારવું તો પોઝિટિવ જ વિચારવું.
હંમેશાં પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈ જવું, ઍડજસ્ટમેન્ટ કરી લેવાનો એટિટિયુડ રાખવો. પાણીનો એટિટ્યુડ તમે જોયો હશેઃ જેવું વાસણ એવો આકાર. ગ્લાસ હોય, બાલદી હોય કે બૉટલ હોય. એને જેમાં રેડવામાં આવે એવો શેપ એ ધારણ કરી લે.
ઍડજસ્ટમેન્ટ ઈઝ લાઈફ. કૉમ્પ્રોમાઈઝ ઈઝ લાઈફ… ઍડજસ્ટમેન્ટ ઍન્ડ કૉમ્પ્રોમાઈઝ ઈઝ એટિટ્યુડ ઑફ લાઈફઃ પરિસ્થિતિને અનુકૂળ થઈ જવાનો અને સમાધાન કરી લેવાનો અભિગમ રાખવો. કેમ કે હંમેશાં આપણે ધારીએ એમ જ થાય એ જરૂરી નથી. બીજા શબ્દોમાં, દુનિયા આપણા હિસાબે ચાલે એ જરૂરી નથી.
આ વાક્ય તમે ઘણી વાર સાંભળ્યું હશેઃ “મેં તો એમને ચોખ્ખું કહી દીધું કે મારા વિચાર સાથે સંમત થતા હો તો જ આગલી મિટિંગમાં આવજો, અન્યથા આ ચર્ચા અહીં પૂરી થાય છે.”
મહાન વ્યક્તિ આવો અભિગમ રાખીને મહાન નથી બની. મહાન વ્યક્તિઓનો સક્સેસ મંત્ર રહ્યો છેઃ સીએમપીઃ કૉમન મિનિમમ પ્રોગ્રામઃ “થોડું મારું રાખું છું, થોડું જતું કરું છું… તમે પણ તમારું થોડું રાખીને, થોડું જતું કરો. એક કૉમન પ્લૅટફૉર્મ પર આવીએ, સાથે મળીને કામ કરીએ, કંઈ પરિણામ લાવીએ.”
આવો એટિટ્યુડ રાખીને કામ કરશો, આગળ વધશો તો ચોક્કસ સફળતા મળશે. જક્કી વલણ અથવા બીજાનું ન સાંભળવાનો અભિગમ ડેવેલપમેન્ટની આડે આવતું એક મોટું સ્પીડબ્રેકર છે.
-છેલ્લે શ્રદ્ધાની વાતઃ હું તમને એટલું જ કહીશ કે પ્રોફેશનલી ભગવાનમાં માનો. એનાથી ચમત્કાર થશે, ધન-સમૃદ્ધિ મળશે, સ્વર્ગ, મોક્ષ મળશે એ બધાંની આપણે વાત જ નથી કરતા. હું કહું છું, પ્રોફેશનલી. આપણાં પુરાણો, શાસ્ત્રો પ્રત્યે આસ્તિકભાવ રાખવો એ પણ એક એટિટ્યુડ છે.
યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયામાં થયેલા એક સંશોધનનાં તારણ કહે છે કે દરરોજ ભગવાનની સામે પૂરી આસ્થાથી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાથી ઑસ્ટિયોપોરોસીસની સમસ્યા દૂર રહે છે, ભગવાનના નામસ્મરણથી યાદશક્તિ આત્મવિશ્વાસ વધે છે. જપજાપ, નામસ્મરણ તમને ઈમોશનલી સ્ટ્રોંગ બનાવે છે. આ હું નહીં, પણ યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયામાં વિવિધ વયજૂથનાં સ્ત્રીપુરુષો પર થયેલા અભ્યાસનાં તારણ કહે છે. ભગવાન જ કર્તાહર્તા છે, જગતનિયંતા છે એવો એક પોઝિટિવ એટિટ્યુડ રાખશો તો શારીરિક-માનસિક શાંતિ રહેશે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક, સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનુ આયોજન પણ થઇ શકે છે, વેપારમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમા વડીલકે ઓફીસમા ઉપલીઅધિકારી સાથે ગેરવર્તન ના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમા ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનુ આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમા જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમા નાનુકામ કરવુજ યોગ્ય છે, કામકાજમા વ્યસ્તતા પણ જોવા મળે.
આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટીવ્યક્તિથી દુર રહેવુ, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ.
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમા ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમા પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામકાજ કરવુ યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમા સહકાર થોડો ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમા લાભ થઈ શકે છે.
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવુ, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગ ના થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમા કોઈની સાથે મનદુઃખ થયુ હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીયકામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળે, વેપારના કામકાજમા લાભ થઈ શકે.
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમા બિનજરૂરી જોખમથી દુર રહેવુ, વાતવાતમા ઉશ્કેરાટ ના આવે તેનુ ધ્યાન રાખવુ સારુ, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમા તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમા લાભ કે નવીનતક દેખાઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમા નાનુ અને આયોજન પૂર્વકનુ કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમા દલીલબાજી ના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમા ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.
કબીરજી પરંપરાભંજક છે, અદ્વૈતના આરાધક છે અને સત્યના આગ્રહી છે. દંભને વખોડવામાં તેમના શબ્દો ધારદાર હોય છે. બગલા અને કાગડાની સરખામણી દ્વારા દંભીઓનો મુખવટો દૂર કરે છે.
બગલો સફેદ છે, જળમાં તપસ્વી જેમ એક પગે ઊભો રહે છે. એકાગ્ર થઈ ધ્યાનાવસ્થાનો આભાસ રચે છે પણ તેનું ધ્યાન તો માછલીમાં જ છે. બાહ્ય દેખાવ અને આંતરિક ઇચ્છા વચ્ચે મેળ નથી. છળકપટ દ્વારા સ્વાર્થ સાધવાના પ્રયાસોને કબીરજી બગલાની વૃત્તિ-પ્રવૃત્તિ મારફત વર્ણવે છે. કાગડો કાળો છે. ગંદકી આરોગવાની તેની ટેવ છે. જેવો રંગ છે તેવો મનથી છે. આમ છતાં, તે દંભરહિત પ્રવૃત્તિ કરે છે.
કબીરજી કાળાં કર્મો કરવાની ભલામણ નથી કરતા પણ દંભ વિના ખરા દિલથી સત્કર્મ કરવા સૂચવે છે. વિચાર, વાણી અને વર્તનની એકતા માણસને આગવી ઊંચાઈ બક્ષે છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
પશ્ચિમ બંગાળની મમતા સરકારે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં વિરોધ કરી રહેલા ડોકટરોની માંગણીઓ સ્વીકારી લીધી છે. મમતા સરકારે મેડિકલ કોલેજના વર્તમાન પ્રિન્સિપાલ ડૉ. સુર્હિતા પાલને હટાવી દીધા છે. આ સાથે સરકારે હોસ્પિટલના વર્તમાન સુપ્રિટેન્ડેન્ટ અને ચેસ્ટ ડિપાર્ટમેન્ટના એચઓડીને પણ હટાવી દીધા છે. તમને જણાવી દઈએ કે બંગાળ સરકારે માનસ બંદ્યોપાધ્યાયને આરજી તરીકે નિયુક્ત કર્યા છે અને મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નવા પ્રિન્સિપાલની જવાબદારી સોંપી છે. આ પહેલા તેઓ બારાસત મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પ્રિન્સિપાલ તરીકે તૈનાત હતા.
ડૉ.સંદીપ ઘોષની બદલીનો ઓર્ડર રદ
આ સાથે મમતા સરકારે વિરોધ કરી રહેલા ડોકટરોની વધુ એક માંગ સ્વીકારી લીધી છે. સરકારે RG કાર મેડિકલ કોલેજના વિવાદાસ્પદ ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની કલકત્તા નેશનલ મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં ટ્રાન્સફરનો આદેશ રદ કર્યો છે. સંદીપ ઘોષે વિરોધીઓના દબાણમાં રાજીનામું આપી દીધું હતું.
CBIએ સંદીપ ઘોષને બોલાવીને 6 દિવસ સુધી પૂછપરછ કરી હતી
જોકે, ઘટનાના બે દિવસ બાદ જ્યારે મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર સવાલો ઉઠાવવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે તેમની બદનામી થઈ રહી છે, આ છોકરી તેમની દીકરી જેવી છે. માતાપિતા તરીકે રાજીનામું આપીને, મેં તેને બચાવવાનો પ્રયાસ કર્યો. બદનામીના ડરથી રાજીનામું આપનાર અને પીડિતા તેની પુત્રી હોવાનો દાવો કરનાર સંદીપ ઘોષને સીબીઆઈ દ્વારા સતત 6 દિવસ સુધી બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી.