નવી દિલ્હીઃ કોલકાતા રેપ કાંડને લઈને દેશઆખામાં આક્રોશ જારી છે. રસ્તા પર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરતાં કહ્યું હતું કે આ માત્ર કોલકાતામાં હત્યાનો કેસ નથી, પણ આ મુદ્દો દેશના ડોક્ટરોની સુરક્ષાનો છે.
કોર્ટે કહ્યું હતું કે પીડિતાની ગરિમાની સાથે ખેલ થયો છે. મૃતદેહ પણ મોડો સોંપવામાં આવ્યો હતો. કોર્ટે સવાલ કર્યો હતો કે આ કેસમાં FIR પણ કેમ મોડી નોંધવામાં આવી? આ ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે અહીં છીએ. CJIએ પશ્ચિમ બંગાળ સરકાર અને હોસ્પિટલ વહીવટી તંત્રને આકરી ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું હતું કે આ રાષ્ટ્રહિતનો મામલો છે. તેમણે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને બીજી કોલેજમાં શિફ્ટ કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ટિપ્પણ કરી હતી કે રાજ્ય સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ સાબિત થઈ હતી.
કોર્ટ બંગાળ પોલીસના પગલાંથી પણ ખાસ્સી નારાજ છે. કોર્ટે ભાર દઈને કહ્યું હતું કે જ્યારે હોસ્પિટલમાં તોડફોડ થઈ રહી હતી, ત્યારે પોલીસ શું કરી હતી? આ ગંભીર ઘટના છે, જેને નજરઅંદાજ ના કરી શકાય. કોર્ટે સુનાવણી દરમ્યાન એક નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવાના નિર્દેશ આપ્યા હતા. કોર્ટ ખુદ એ ફોર્સની નિગરાની કરશે. મહિલા સુરક્ષા પર કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
કોર્ટે સુનાવણી દરમ્યાન મૃતકની ઓળખ ઉજાગર થવા પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમે પીડિતાના ફોટો અને નામ સોશિયલ મિડિયા પર પ્રસારિત થવાથી બહુ ચિંતિત છીએ આ કેસ દેશમાં સિસ્ટેમેટિક ફેલ્યોરની છે.
ચૂલા ઉપર રસોઈ પકાવવા માટેનું માટીનું નાનકડું સાધન તાવડી કહેવાય છે. આ તાવડીમાં કોઈ પણ રસોઈ બનાવવી હોય તો એને સ્વાદિષ્ટ બનાવવા માટે મીઠું, મરચું, ગળપણ, ખટાશ અને ત્યારબાદ તેજાના કે મરીમસાલા અને કેટલાક કિસ્સાઓમાં તો સૂકો મેવો અને ફળ બધુ નાખવું પડે છે.
આમ એક વખતે કોઈ પણ વાત કે કામ ઉખેળો એટલે એને સંલગ્ન મુખ્ય વસ્તુ સાથે જોડાતી બીજી પણ અનેક સામગ્રી જોઈએ જ. માત્ર પાયાની સામગ્રી હોય તેટલાથી ન ચાલે. આ વાતને ઉજાગર કરવા આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
ગીતકાર- સંગીતકાર આનંદ રાજ આનંદે ગોવિંદાની કોમેડી ફિલ્મો માટે ઘણા ગીતો બનાવ્યા હતા પણ સૌથી મોટો પડકાર એના માટે દુ:ખી ગીત બનાવવાનો આવ્યો હતો. એમાં ગીતકાર આનંદ બક્ષીની મદદ પણ મળી હતી. અને એ માટે ફિલ્મમાં ગોવિંદાનું લાડકું નામ પણ ઉમેરાયું હતું. આનંદ રાજ આનંદ જ્યારે ગોવિંદા સાથેની એક પછી એક સંગીતમય ધમાલ ફિલ્મો કરીને લોકપ્રિય ગીતો આપી રહ્યા હતા ત્યારે ફિલ્મ ‘હદ કર દી આપને’ (2000) માં એક દુ:ખી ગીત બનાવવાનો પડકાર આવી ગયો હતો.
નિર્દેશક મનોજ અગ્રવાલે કહ્યું કે મારે એમાં ગોવિંદા માટે એક સેડ સોંગ જોઈએ છે. ત્યારે આનંદ રાજ આનંદે કહ્યું કે આવી પરીક્ષા લેશો નહીં. ગોવિંદાની આંખમાં જ શરારત હોય છે. એના પર ‘સેડ સોંગ’ આપીશું તો એ નાટક કરતો હોય એવું લાગશે. મનોજે કહ્યું કે સ્થિતિ એવી છે કે એવું દુ:ખી ગીત જોઈશે જ અને તમારે એ બનાવવું જ પડશે. આનંદ મૂંઝવણમાં મુકાયા કે ગોવિંદા માટે દુ:ખી ગીતની શરૂઆત જ કેવી રીતે થઈ શકે? એ ગીતના જ વિચારમાં હતા ત્યારે એક રાત્રે રાજ કપૂરની ફિલ્મ ‘જીસ દેશ મેં ગંગા બહેતી હૈ’ (1960) માં ‘મેરા નામ રાજૂ ઘરાના અનામ, બહેતી હૈ ગંગા જહાં મેરા ધામ’ સાંભળ્યું અને મનમાં ‘રાજૂ’ શબ્દ બેસી ગયો. અને થયું કે ગોવિંદા ‘રાજૂ’ જેવો બંદો તો લાગે છે.
ફિલ્મમાં ગોવિંદાનું નામ રાજ મલ્હોત્રા હતું. તેથી આનંદે મનોજને ફોન કર્યો કે ફિલ્મમાં એક એવો સંવાદ મૂકી શકો કે પ્રેમથી લોકો મને રાજૂ કહે છે. મનોજે કહ્યું કે એવું કરી દઇશ. ત્યારે આનંદે ગીતની વિચારેલી એક લીટી ધૂન સાથે સંભળાવી કે,‘ઓયે રાજૂ, પ્યાર ના કરિયો, ડરિયો, દિલ ટૂટ જાતા હૈ.’ મનોજને ગીતની શરૂઆતની લીટી પસંદ આવી અને એમણે કહ્યું કે ફિલ્મના ગીતકાર આનંદ બક્ષીને સંભળાવી દો. એ એના પરથી ગીત લખી કાઢશે. પણ આનંદ રાજ આનંદે ના પાડી કે તે પોતાની પંક્તિ આપીને બક્ષીજીને વાત કરી શકશે નહીં.
મનોજે આનંદ બક્ષીને વાત કરી અને એમણે આ લીટી પરથી અલગ એક દુ:ખી ગીત લખ્યું. પછી એમણે કહ્યું કે મારી લાઇન કરતાં તારી ‘રાજૂ’વાળી લાઇન વધારે સારી છે એટલે એને જ રહેવા દઇશું. અને આમ બે ‘આનંદ’ નામધારીએ કોમેડી કરતા ગોવિંદા માટે એક આઇકોનિક દુ:ખી ગીત તૈયાર કર્યું હતું. જેમાં સ્વર પણ ખુદ આનંદ રાજ આનંદે આપ્યો હતો. તેઓ આનંદ બક્ષીના આ ગીતને શબ્દોની રીતે સૌથી શ્રેષ્ઠ ગીત માને છે. એમની ‘મૈંને અપને દિલ કો, મેરે દિલ ને મુઝકો રોકા, પ્યાર હૈં ક્યા? એક મસ્ત હવા કા આતા-જાતા ઝૌંકા’ અને ‘પહલે-પહલે પ્યાર કી અચ્છી લગતી હૈં બરસાતેં, ઉસ કે બાદ ના પૂછો, કૈસે કટતી હૈં રાતેં’ પંક્તિઓ આનંદ રાજ આનંદને બહુ પસંદ આવી હતી.
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારાપરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલીફ પડી શકે તેવુ બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.
આજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.
આજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી.
આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે.
આજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.
આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. બંને દેશો એકબીજા પર હુમલો કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ મોદી ટૂંક સમયમાં યુક્રેનની મુલાકાત લઈ શકે છે. પીએમ મોદીની રશિયાની મુલાકાતના લગભગ બે મહિના બાદ યુક્રેનની મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. પીએમ મોદી પોલેન્ડ પણ જશે. પીએમ મોદી 21 થી 23 ઓગસ્ટ વચ્ચે બંને દેશોની મુલાકાત લઈ શકે છે.
વિદેશ મંત્રાલય (MEA)એ કહ્યું છે કે યુક્રેન સિવાય પીએમ મોદી પોલેન્ડની પણ મુલાકાત લેશે. તમને જણાવી દઈએ કે પોલેન્ડ નાટોનું સક્રિય સભ્ય છે. રશિયા સાથેના સંઘર્ષ બાદ પીએમ મોદીની યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાત એટલા માટે પણ ખાસ માનવામાં આવે છે કારણ કે પીએમ મોદી 45 વર્ષ બાદ પોલેન્ડ અને 30 વર્ષ બાદ યુક્રેનની મુલાકાત લેનારા પ્રથમ વડાપ્રધાન બનશે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ઝાલેન્સકી કિવમાં મળશે.
ભારતે વેપાર ચાલુ રાખ્યો છે
વર્ષ 2022માં યુક્રેન પર થયેલા હુમલા બાદ પશ્ચિમી દેશોએ મોસ્કો પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. પરંતુ ભારતે તેની સાથે વેપાર ચાલુ રાખ્યો છે. યુદ્ધની શરૂઆતથી, ભારતે ક્યારેય રશિયા અથવા યુક્રેનને સીધું સમર્થન આપ્યું નથી. ભારત હંમેશા બંને દેશોને વાતચીત અને કૂટનીતિ દ્વારા સંઘર્ષનો ઉકેલ લાવવા વિનંતી કરતું આવ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ભારત રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિની વાત કરી રહ્યું છે અને વાટાઘાટો દ્વારા ઉકેલની તરફેણમાં છે.
યુક્રેનિયનોએ પીએમ મોદીની નિંદા કરી હતી
પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઉપરાંત પોલેન્ડના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને પણ મળશે. પીએમ મોદીએ આ પહેલા રશિયાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને રશિયાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. પુતિન પોતે તેમને લેવા આવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેન્સ્કીએ પણ મોદીની રશિયા મુલાકાતની ટીકા કરી હતી. ત્યારે ભારત પુતિન સાથે પરમાણુ ઉર્જાથી લઈને દવા, અવકાશ અને સૈન્ય સુધીના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે સંમત થયું હતું.
ખતરનાક Mpox એટલે કે મંકીપોક્સે હવે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં દસ્તક દીધી છે. આવી સ્થિતિમાં તેણે ભારત માટે પણ ચિંતા પેદા કરી છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના એરપોર્ટ, બંદરો અને સરહદોના અધિકારીઓને આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરો વિશે સાવચેત રહેવા જણાવ્યું છે. સરકારે હોસ્પિટલોને દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા જણાવ્યું છે. હવે અમે તમને 10 પોઈન્ટ્સમાં મંકીપોક્સ માટે કરવામાં આવતી તૈયારીઓ વિશે વિગતવાર જણાવીએ.
Monkeypox.(photo:Twitter)
એમપોક્સ દર્દીઓની અલગથી સારવાર કરવા માટે દિલ્હીની ત્રણ સરકારી હોસ્પિટલોને મુખ્ય સુવિધા તરીકે પસંદ કરવામાં આવી છે. આ ત્રણ હોસ્પિટલોના નામમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલ, સફદરજંગ હોસ્પિટલ અને લેડી હાર્ડિન્જ હોસ્પિટલનો સમાવેશ થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ રવિવારે વહેલી તપાસ માટે વધતા દેખરેખ વચ્ચે MPox માટે દેશની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રએ તમામ રાજ્યોને એમપોક્સ કેસનો સામનો કરવા માટે હોસ્પિટલોને તૈયાર રાખવા જણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલોને નોડલ કેન્દ્રો તરીકે નિયુક્ત કરવી જોઈએ અને તેના વિશે લોકોને માહિતી આપવી જોઈએ.
WHOના અગાઉના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2022 થી 116 દેશોમાં mpox 99,176 કેસ અને 208 મૃત્યુ થયા છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં Mpox કેસ સતત વધી રહ્યા છે. ગયા વર્ષે વિશ્વભરમાં નોંધાયેલા કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ વર્ષે, અત્યાર સુધીમાં નોંધાયેલા કેસોની સંખ્યા ગયા વર્ષના કુલ કરતાં વધી ગઈ છે, જેમાં 15,600 થી વધુ કેસ અને 537 મૃત્યુનો સમાવેશ થાય છે. 2022 થી ભારતમાં ઓછામાં ઓછા 30 MPox કેસ નોંધાયા છે. MPOXનો છેલ્લો કેસ આ વર્ષે માર્ચમાં નોંધાયો હતો.
પેરિસ ઓલિમ્પિકના સમાપન બાદ હવે તમામની નજર પેરાલિમ્પિક્સ 2024 પર છે. 28 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમ તૈયાર છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પેરાલિમ્પિક ખેલાડીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય ખેલ મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર હતા. આ દરમિયાન પીએમએ તીરંદાજ શીતલ દેવી અને શૂટર અવની લેખા સાથે ખાસ વાતચીત કરી હતી. શીતલે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય પેરિસમાં ત્રિરંગો ફરકાવવાનો છે. ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં 84 ખેલાડીઓની ટીમ મોકલી છે. અગાઉ, ટોક્યોમાં ભારતના 54 પેરા એથ્લેટ્સે ભાગ લીધો હતો, જ્યારે દેશે 19 મેડલ જીત્યા હતા.
આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ પેરાલિમ્પિક ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે 140 કરોડ દેશવાસીઓના આશીર્વાદ એથ્લેટ્સ સાથે છે, તેઓ વિજયી બને. પીએમે સૌથી નાની વયની એથ્લીટ શીતલને પૂછ્યું, “શીતલ, પેરિસમાં તારું લક્ષ્ય શું છે? અને તેના માટે તેં શું તૈયારી કરી છે?” આના પર શીતલે જવાબ આપ્યો, “સર, તૈયારી અને તાલીમ ખૂબ સારી રીતે ચાલી રહી છે. મારો ઉદ્દેશ્ય પેરિસમાં મારા દેશનો ત્રિરંગો ફરકાવવાનો અને રાષ્ટ્રગીત વગાડવાનો છે.”
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના વડા શરદ પવારે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણ પર કટાક્ષ કર્યો હતો. 15 ઓગસ્ટે પોતાના ભાષણમાં પીએમ મોદીએ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’નું સમર્થન કર્યું હતું. 78માં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધરૂપ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ‘દેશે એક રાષ્ટ્ર,એક ચૂંટણી માટે આગળ આવવું પડશે.’
વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર
તે જ સમયે, પુણેમાં પત્રકારો સાથે વાત કરતા શરદ પવારે કહ્યું,’પીએમ મોદી તમામ ચૂંટણીઓ એકસાથે કરાવવાનો આગ્રહ કરી રહ્યા હતા, પરંતુ બીજા જ દિવસે તેઓ ત્રણ અલગ-અલગ રાજ્યો માટે ત્રણ અલગ-અલગ ચૂંટણીની તારીખો જાહેર કરી ગયા. વડાપ્રધાન મોદી એક વાત કહે છે, જ્યારે તંત્ર કંઈક બીજું નક્કી કરે છે.’
શું મહારાષ્ટ્રમાં ડિસેમ્બરમાં ચૂંટણી થઈ શકે છે?
ચૂંટણી પંચે ગયા અઠવાડિયે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું રાજ્ય સરકારની લાડલી બેહન યોજનાને કારણે ડિસેમ્બરમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ શકે છે? શું રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની શક્યતા છે?
સરકારની લાડલીબહેન યોજના પર શરદ પવારે શું કહ્યું?
તેના પર પવારે કહ્યું કે આ એક એવો સવાલ છે જેના વિશે ચૂંટણી પંચને પૂછવું જોઈએ. પવારને પૂછવામાં આવ્યું કે શા માટે એકનાથ શિંદે સરકાર દ્વારા લાડલી બેહન જેવી યોજનાઓ માટે ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જ્યારે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ વગેરે પ્રદાન કરતી યોજનાઓ ભંડોળના અભાવને કારણે લટકી રહી છે. આના પર પવારે કહ્યું,’વિવિધ પેન્ડિંગ સ્કીમ્સ અને સ્કોલરશિપ માટે ફંડની જોગવાઈ નથી, પરંતુ આ દરમિયાન નવી સ્કીમ્સ શરૂ કરવામાં આવી રહી છે જે નાણાકીય બોજ બનાવે છે. મને આશા છે કે મુખ્યમંત્રી અને તેમના સાથીદારો આ અંગે પોતાનું વલણ રજૂ કરશે.
નાયબ મુખ્યપ્રધાન અજિત પવારના હવે ચૂંટણી ન લડવાના નિવેદન વિશે પૂછવામાં આવતા શરદ પવારે કહ્યું કે આવો નિર્ણય લેવાનો દરેકને અધિકાર છે. પરંતુ પવારે કહ્યું કે તેઓ જાણતા નથી કે નાયબ મુખ્ય પ્રધાનનો ખરેખર અર્થ શું છે
નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરતાં મમતા સરકારને ‘સુપ્રીમ’ ફટકાર
નવી દિલ્હીઃ કોલકાતા રેપ કાંડને લઈને દેશઆખામાં આક્રોશ જારી છે. રસ્તા પર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરતાં કહ્યું હતું કે આ માત્ર કોલકાતામાં હત્યાનો કેસ નથી, પણ આ મુદ્દો દેશના ડોક્ટરોની સુરક્ષાનો છે.
કોર્ટે કહ્યું હતું કે પીડિતાની ગરિમાની સાથે ખેલ થયો છે. મૃતદેહ પણ મોડો સોંપવામાં આવ્યો હતો. કોર્ટે સવાલ કર્યો હતો કે આ કેસમાં FIR પણ કેમ મોડી નોંધવામાં આવી? આ ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે અહીં છીએ. CJIએ પશ્ચિમ બંગાળ સરકાર અને હોસ્પિટલ વહીવટી તંત્રને આકરી ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું હતું કે આ રાષ્ટ્રહિતનો મામલો છે. તેમણે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને બીજી કોલેજમાં શિફ્ટ કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ટિપ્પણ કરી હતી કે રાજ્ય સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ સાબિત થઈ હતી.
કોર્ટ બંગાળ પોલીસના પગલાંથી પણ ખાસ્સી નારાજ છે. કોર્ટે ભાર દઈને કહ્યું હતું કે જ્યારે હોસ્પિટલમાં તોડફોડ થઈ રહી હતી, ત્યારે પોલીસ શું કરી હતી? આ ગંભીર ઘટના છે, જેને નજરઅંદાજ ના કરી શકાય. કોર્ટે સુનાવણી દરમ્યાન એક નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવાના નિર્દેશ આપ્યા હતા. કોર્ટ ખુદ એ ફોર્સની નિગરાની કરશે. મહિલા સુરક્ષા પર કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
કોર્ટે સુનાવણી દરમ્યાન મૃતકની ઓળખ ઉજાગર થવા પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમે પીડિતાના ફોટો અને નામ સોશિયલ મિડિયા પર પ્રસારિત થવાથી બહુ ચિંતિત છીએ આ કેસ દેશમાં સિસ્ટેમેટિક ફેલ્યોરની છે.