રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા વિરામ પર છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 2 તાલુકા જામનગર અને ધારીમાં 3-3 મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આજે 19 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા 20 અને 21 ઓગસ્ટના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 19 ઓગસ્ટના રોજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના તેમજ અન્ય તમામ જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
20, 21 અને 22 ઓગસ્ટના રોજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના, સોરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ મઘ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના તેમજ દક્ષિણ ગુજરાત અને મઘ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુરમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 23, 24 અને 25 ઓગસ્ટના રોજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના તેમજ અન્ય તમામ જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
આજે પવિત્ર રક્ષાબંધનનો પર્વ છે, ત્યારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પણ રક્ષાબંધનની ભવ્ય રીતે ઉજવણી થઇ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અનેક બહેનોએ રક્ષા સૂત્ર બાંધ્યુ હતુ. આ તમામ બહેનોએ પોતાના ભાઇ CM ભૂપેન્દ્ર પટેલના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
આજે રક્ષાબંધનના પાવન પર્વે રાજ્યના વિવિધ વર્ગોની બહેનોએ મોટી સંખ્યામાં મને રક્ષાસૂત્ર બાંધીને શુભકામનાઓ પાઠવી. સૌ બહેનોના સ્નેહ બદલ તેમનો આભારી છું. pic.twitter.com/wFVEZAYifr
ગાંધીનગરમાં આવેલા મુખ્યમંત્રીના નિવાસસ્થાને રક્ષાબંધનની જોરશોરથી ઉજવણી કરવામાં આવી. અનેક બહેનો મુખ્યમંત્રી નિવાસસ્થાને વહેલી સવારથી જ પહોંચી ગઇ હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે રાખડી બાંધી હતી. તો મુખ્યમંત્રીએ પણ સૌ કોઇને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભાજપની મહિલા નેતાઓએ પણ મુખ્યમંત્રીને રક્ષા સુત્ર બાંધ્યુ હતુ.
શેરથા ગામ સ્થિત ગજાનંદ નિશાન મંગલમ સ્વસહાય જૂથની બહેનો રાખડી બનાવવાની પ્રવૃત્તિ કરે છે. આજે આ બહેનોએ મને રક્ષાકવચ બાંધીને મંગલભાવ વ્યક્ત કર્યો.
રાખડી બનાવવાની કામગીરીથી દેશમાં સ્વસહાય જૂથોની અનેક બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે તે ખૂબ આનંદની વાત છે. આ સૌ બહેનોને ઉજ્જવળ… pic.twitter.com/MJyJLnwXkr
વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.
અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.
આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.
વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત, ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.
કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.
તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.
વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.
જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.
યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.
તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમા પરિચિતકે જુનાસંપર્કમા કામકાજ કરવામા આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા સમયનો દુર્વ્યય વધુ થાય
આજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમા સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વાક્નુ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીમા પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમા કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવોતો કંઇક સારુ શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમા આયોજનબદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમા અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.
ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલનું રવિવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. રાકેશ પાલે તામિલનાડુના ચેન્નાઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ભારતીય કોસ્ટ ગાર્ડ ઓફિસરે આ જાણકારી આપી છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચેન્નાઈમાં ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલના અકાળ અવસાન પર ગહન શોક વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે તે એક સક્ષમ અને પ્રતિબદ્ધ અધિકારી છે.
Deeply saddened at the untimely demise of Shri Rakesh Pal, DG, Indian Coast Guard in Chennai today. He was an able and committed officer under whose leadership ICG was making big strides in strengthening India’s maritime security. My heartfelt condolences to his bereaved family.
રાકેશ પાલ એક સક્ષમ અને પ્રતિબદ્ધ અધિકારી : સંરક્ષણ મંત્રી
તે જ સમયે, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પણ રાકેશ પાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ વ્યક્તિગત રીતે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. રાજનાથ સિંહે ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલના નિધન પર તેમના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા શોક વ્યક્ત કર્યો.
તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલના અકાળે નિધનથી ખૂબ જ દુઃખી છું. તેઓ એક સક્ષમ અને પ્રતિબદ્ધ અધિકારી હતા, જેમના નેતૃત્વમાં ICG ભારતની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા માટે ખૂબ પ્રગતિ કરી રહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસની નોંધ લીધી છે. આ અંગેની સુનાવણી 20 ઓગસ્ટે હાથ ધરાશે. સર્વોચ્ચ અદાલતની વેબસાઇટ પર 20 ઓગસ્ટની યાદી અનુસાર, મુખ્ય ન્યાયાધીશ (CJI) D.Y. ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચ આ મામલાની સુનાવણી કરશે. આ મામલો કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના એક તાલીમાર્થી ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યા સાથે સંબંધિત છે.
હોસ્પિટલના સેમિનાર હોલમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ 9 ઓગસ્ટના રોજ સેમિનાર હોલમાં ગંભીર ઈજાઓ સાથે મળી આવ્યો હતો. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા હાઈકોર્ટે 13 ઓગસ્ટે કોલકાતા પોલીસ પાસેથી કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવાનો આદેશ આપ્યો હતો. સીબીઆઈએ 14 ઓગસ્ટથી તપાસ શરૂ કરી છે.
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના નેતા ચંપઈ સોરેન ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. પોતાના એક્સ હેન્ડલ પર લખેલી લાંબી પોસ્ટમાં ચંપઈ સોરેને સંકેત આપ્યો છે કે તે ટૂંક સમયમાં જ જેએમએમ છોડી દેશે. દરમિયાન, કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને લગભગ પુષ્ટિ કરી છે કે ચંપાઈ સોરેન રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનનો ભાગ બનવા જઈ રહ્યા છે.
चंपाई दा आप टाईगर थें,टाईगर हैं और टाईगर ही रहेंगें।
NDA परिवार में आपका स्वागत है।
जोहार टाईगर…@ChampaiSoren
ચંપઈ સોરેનને ટેગ કરતાં જીતન રામ માંઝીએ X પર એક પોસ્ટમાં લખ્યું, ‘ચંપઈ દા તમે ટાઈગર હતા, ટાઈગર છો અને ટાઈગર જ રહેશે. એનડીએ પરિવારમાં આપનું સ્વાગત છે. તમને જણાવી દઈએ કે માંઝીની પાર્ટી હિન્દુસ્તાન અવમ મોરચા ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનમાં સામેલ છે. જીતનરામ માંઝી મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં MSME મંત્રી છે. તમને જણાવી દઈએ કે ચંપાઈ સોરેનને બિહારથી અલગ કરીને અલગ ઝારખંડ રાજ્ય બનાવવામાં તેમની ભૂમિકા માટે ‘ટાઈગર ઓફ કોલ્હન’ તરીકે ઓળખવામાં આવે છે.
તે ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો વચ્ચે, ચંપઈ સોરેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક લાંબી પોસ્ટ શેર કરી, જેમાં તેણે ખૂબ ‘આત્મનિરીક્ષણ’ કર્યા પછી તેના ભવિષ્ય માટે ત્રણ સંભવિત વિકલ્પો વિશે વાત કરી. જેએમએમના નેતાએ રવિવારે કહ્યું કે મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા પછી, તેમના આત્મસન્માનને ફટકો પડ્યો અને તેમને પાર્ટીમાં તેમની ભૂમિકા વિશે કડવો અનુભવ થયો, જેના કારણે તેમને વૈકલ્પિક માર્ગ શોધવાની ફરજ પડી.
શ્રાવણની પૂનમ રક્ષાબંધન આવે એટલે સિઝનેબલ બજારમાં રંગબેરંગી વિવિધ રાખડીઓ જોવા મળે છે. સમયની સાથે દર વર્ષે રાખડીઓમાં પણ ડિઝાઈન, સામગ્રીમાં નવીનતા જોવા મળે છે. ભાઈ બહેનના પવિત્ર બંધનની દોરીમાં રેશમથી માંડી હીરા, મોતી, સોના, ચાંદી, રુદ્રાક્ષ સહિત અનેક ચીજવસ્તુઓ પરોવવામાં આવે છે. એમાંય બાળકોને મનોરંજન આપતા પાત્રો વાળી રાખડીઓમાં પણ વિવિધતા આવતી જાય છે. છોટાભીમ, મોટુ પતલુ, હનુમાન, ટોમ એન્ડ જેરી, છોટા ભીમ, રાધા કૃષ્ણ જેવા અનેક પાત્રો સાથેની રાખડીઓ બજારમાં ઉપલબ્ધ છે. આ સાથે અત્યારના સમયનું સૌથી પ્રચલિત ફાસ્ટ ફૂડ પિઝા, વડાપાંઉ, ફ્રૂટી વાળી રાખડીઓ પણ બજારમાં મળી રહી છે. ભાઈ બહેનની લાગણીઓ સાથે બાળકો મનોરંજન આપતા પાત્રો અને ફાસ્ટ ફૂડ દર્શાવતી રાખડીઓ બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.