નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આશરે 40 કલાકથી આતંકવાદીઓ સાથે ચાલી રહેલી અથડામણ હજી સુધી જારી છે. જોકે આ એન્કાઉન્ટર દરમ્યાન ભારતીય સેનાની 48 રાષ્ટ્રીય રાઇફલ્સનો એક કેપ્ટન શહીદ થઈ ગયો છે, જ્યારે બીજી તરફ સેના દ્વારા ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અથડામણમાં ચાર આતંકવાદીઓ ઠાર થયા હોવાની આશંકા છે. બંને બાજુથી ભારે ગોળીબાર વચ્ચે આતંકવાદીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આ અથડામણમાં એક આતંકવાદી ઘાયલ થયો હોવાની માહિતી છે. આ વિસ્તારમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરક્ષા દળોને એમ4 રાઇફલ મળી આવી છે. આ ઉપરાંત દારૂગોળો અને લોજિસ્ટિક્સ સામગ્રી પણ મળી આવી છે. આ સાથે જ ત્રણ બેગ પણ જપ્ત કરવામાં આવી છે. બીજી તરફ સર્ચ ટીમનું નેતૃત્વ કરતી વખતે એક સૈન્ય અધિકારી ઘાયલ થયાની પણ માહિતી મળી છે.
સુરક્ષા દળોએ આતંકવાદીઓની યોગ્ય સંખ્યાની માહિતી મેળવવા માટે ડ્રોનનો સહારો લીધો હતો. સેના સંપૂર્ણ વિસ્તારમાં સર્ચ કરી રહી છે અને સુરક્ષા દળ ઘેરો મજબૂત કરી રહી છે. સેનાના જમ્મુ-કાશ્મીર પોલીસના કમાન્ડો પણ આ ઓપરેશનમાં સામેલ છે.
સિયોજધાર વિસ્તારમાં આતંકવાદીઓ દેખાયા હતા, પરંતુ તેઓ ધુમ્મસનો લાભ ઉઠાવીને નાસી છૂટ્યા હતા. સિયોજધાર વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે એટલું ધુમ્મસ હતું કે બે ફૂટના અંતર સુધી પણ જોવું મુશ્કેલ હતું. જેને કારણે સુરક્ષા દળોને સર્ચ ઓપરેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આતંકવાદીઓના ગયા બાદ સુરક્ષા દળોએ ડોડા તરફ સુરક્ષા ઘેરો વધારી દીધો હતો. એક અઠવાડિયા પહેલા પણ ડૂડૂ બસંતગઢમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. ત્યારે પણ આતંકવાદીઓ ભાગી ગયા હતા. એક અઠવાડિયાથી સુરક્ષા દળોએ જંગલમાં જ આ આતંકવાદીઓને ઘેરી લીધા હતા, પરંતુ ખરાબ હવામાન આ આતંકવાદીઓ માટે ઢાલ બની રહ્યું છે.
મુંબઈ: સંજય લીલા ભણસાલી દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત ડ્રામા સીરિઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’માં મલ્લિકા જાનની ભૂમિકા સાથે OTT પર ફરી એકવાર ધૂમ મચાવનાર મનીષા કોઈરાલા આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. તેણે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કેટલીક સુંદર તસવીરો જોવા મળી રહી છે. પોસ્ટ શેર કરતી વખતે મનીષા કોઈરાલાએ કહ્યું છે કે રિચા ચઢ્ઢા અને અલી ફઝલ ઈન્ડસ્ટ્રીના ‘શ્રેષ્ઠ કપલ’માંથી એક છે. મનીષા કોઈરાલા પણ રિચા ચઢ્ઢા સાથે ઑફ-સ્ક્રીન સારો બોન્ડ શેર કરે છે. બંને ખુશીની પળોમાં એકબીજા સાથે જોવા મળે છે.
મનીષા કોઈરાલાએ બેસ્ટ કપલનો ખુલાસો કર્યો
હાલમાં જ મનીષા કોઈરાલા અને રિચા ચઢ્ઢાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અલી ફઝલ પણ સાથે જોવા મળે છે. એટલું જ નહીં, આ વીડિયોમાં એક ખાસ વ્યક્તિની ઝલક પણ જોવા મળી છે અને તે બીજું કોઈ નહીં પણ ‘હીરામંડી’ લેખક મોઈન બેગ છે. મનીષાએ ઈન્સ્ટાગ્રામ પર બંનેની પ્રશંસા કરી હતી અને તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ જોડી ગણાવી હતી. આ વીડિયોમાં બધા એક સાથે ખૂબ જ ક્યૂટ પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
મનીષા કોઈરાલાની ખાસ પોસ્ટ
બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રી મનીષા કોઈરાલાએ તાજેતરમાં એક નાનો વીડિયો શેર કર્યો હતો, જેમાં હીરામંડી લેખક મોઈન બેગ પણ હાજર હતા. ‘મિર્ઝાપુર’ના ગુડ્ડુ ભૈયા દ્વારા ક્લિક કરવામાં આવેલી તસવીરોમાં દરેકને કેમેરા માટે ફની પોઝ આપતા જોઈ શકાય છે. મનીષા કોઈ વધારે મેકઅપ વિના લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે જ્યારે રિચા ચઢ્ઢાએ પ્રિન્ટેડ પીળો સૂટ પહેર્યો છે અને સનગ્લાસ પહેર્યા છે.
મનીષા કોઈરાલાએ કેપ્શન લખ્યું,’ઈન્ડસ્ટ્રીના બેસ્ટ કપલ, જેને હું મળી છું. તેના ઘરની આસપાસનું વાતાવરણ ખૂબ જ સારું છે @therichachadha અને @alifazal9નો ગઈકાલ માટે આભાર!! જલ્દી મળીશું!! લેખક અને પ્રિય મિત્ર @moinbeg સાથે #heeramandi. અલીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોસ્ટ શેર કરી અને કેપ્શનમાં લખ્યું, ‘તમે રોકસ્ટાર છો! ફરી તમારી સાથે સમય પસાર કરવા માટે આતુર છું.
અલી-રિચા વિશે
રિચા ચઢ્ઢા અને અલી ફઝલના ઘરે 16 જુલાઈના રોજ દીકરીનો જન્મ થયો હતો. તમને જણાવી દઈએ કે આ કપલ પહેલીવાર ‘ફુકરે’માં સાથે જોવા મળ્યું હતું. અહીંથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ અને થોડા સમય સુધી ડેટિંગ કર્યા બાદ 2022માં લગ્ન કરી લીધા.
અમદાવાદના રાયપુરથી કાલુપુર સ્ટેશન તરફ જતા વેપાર ધંધાથી ધમધમતા માર્ગ પર સતત વાહનોનો કોલાહલ સંભાળાય. રાયપુર અને સારંગપુર વચ્ચે આવેલા કાપડ માર્કેટથી અંદર જતા એક મંદિરમાં અમદાવાદના નગરદેવતા બીરાજે છે. એક હજાર વર્ષથી વધુ પ્રાચીન એવી કર્ણાવતી નગરના આ દેવતા એટલે શ્રી કર્ણમુક્તેશ્વર મહાદેવ. બહાર રસ્તા પર જૂના શહેરનો કોલાહલ સંભળાય, પણ અંદર આવો તો અહીંની શાંતિ અનુભવતા જ લાગે કે આ એકદમ પ્રાચીન મંદિર હશે. મંદિરની બાંધણી અને અહીં સચવાઇ રહેલી ખંડિત મૂર્તિઓ આ વાતની શાખ પૂરે છે.
આ પ્રાચીન મંદિર ૧૧મી સદીમાં રાજા કર્ણદેવ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. એના નિર્માણ અને વિકાસનું કાર્ય સિધ્ધરાજ જયસિંહ દ્વારા કરાવવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના ગેઝેટીયર, ભાગ-૨માં કર્ણદેવ સોલંકી દ્વારા સ્થાપિત કર્ણમુક્તેશ્વર શિવાલયનો ઉલ્લેખ થયેલ છે. આ શિવમંદિર ખાતે લક્ષ્મી અને તિલક કન્યાનાં ૯૦૦ વર્ષ જૂનાં શિલ્પો, ૧૨મી સદીની મહીષાસુર મર્દની માતાની પ્રતિમા તથા ચર્તુભૂજ વિષ્ણુ ભગવાનની પ્રતિમા વર્તમાન સમયમાં પણ હયાત છે. મરાઠા સામ્રાજ્યના સમયમાં આ મંદિરની શાસ્ત્રોક્ત પૂજા, વહિવટ માટેનું કાર્ય બાપાશાસ્ત્રી અને કુટુંબીજનોને સોંપાવામાં આવ્યું હતું.
આ મંદિરમાં શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના અને હવન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત, દર વર્ષે પરશુરામ જયંતિના દિવસે મંદિરેથી વિશાળ નગરયાત્રા નીકળી શહેરમાં ફરી પાછી પરત મંદિરે આવે છે.
અયોધ્યા: અયોધ્યામાં ચોરોએ રામ લલ્લા મંદિર તરફ જતા રામ પથ અને ભક્તિ પથ પર લગાવેલી 50 લાખ રૂપિયાથી વધુની કિંમતની 3800 બામ્બુ લાઇટ અને 36 ગોબો પ્રોજેક્ટર લાઇટની ચોરી કરી છે. ચોરીની આ ઘટનાઓ અયોધ્યાના સૌથી મહત્વપૂર્ણ અને સુરક્ષિત સ્થાન પર બની હતી, જ્યાં પોલીસને આ ચોરીની ગંધ સુધ્ધાં નથી આવી.
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રેક્ટ હેઠળ યશ એન્ટરપ્રાઈઝ અને ક્રિષ્ના ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા રામપથનાં વૃક્ષો પર 6400 બામ્બુ લાઇટ અને ભક્તિપથ પર 96 ગોબો પ્રોજેક્ટર લાઇટો લગાવવામાં આવી હતી. આ કંપનીના પ્રતિનિધિ શેખર શર્માના જણાવ્યા અનુસાર રામપથ અને ભક્તિપથ પર લગાવવામાં આવેલી 3800 બામ્બુ લાઇટ અને 36 ‘ગોબો પ્રોજેક્ટર લાઇટ’ ચોરાઈ ગઈ છે. તેમના દ્વારા રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવવામાં આવ્યો છે.પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આ કંપનીને લાઇટ ચોરીની જાણ મે મહિનામાં થઈ હતી, પરંતુ ચોરીના બે મહિના પછી 9 ઓગસ્ટે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
અયોધ્યામાં 12.97 કિલોમીટર લાંબો રામ પથ રેકોર્ડ 10 મહિનામાં બનાવવામાં આવ્યો છે. રામ પથ અયોધ્યાના અંદરના ભાગમાં નવા બનેલા ધર્મપથ, ભક્તિ પથ અને રામજન્મભૂમિ પથમાં જોડાઈને કોઈ પણ વ્યક્તિ રામલલાના દર્શન કરવા જઈ શકે છે. અયોધ્યાના અંદરના ભાગમાં નવનિર્મિત રામ પથ, ધરમ પથ, ભક્તિ પથ અને રામ જન્મભૂમિ પથને રવેશ લાઇટિંગ, મ્યુરલ પેઇન્ટિંગ, વિન્ટેજ વિક્ટોરિયન સોલાર ટેલ લેમ્પ્સ, કલાત્મક રીતે ડિઝાઇન કરાયેલ આર્ક લેમ્પ્સ, યોગ્ય પેવમેન્ટ, ઇનલેન્ડ ડ્રેનેજ અને કોંક્રીટ આઉટ સાથે સુધારવામાં આવ્યા છે. તેમ જ કેરેજ વે, ગ્રીનરી સક્ષમ ડિવાઈડરથી સજાવવામાં આવ્યા છે.
અમદાવાદ: બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા ઉભી થયા બાદ પ્રજા હિંસક બની ગઈ. અનામતના આંદોલનથી શરૂ થયેલી અરાજક પરિસ્થિતિનો ભોગ બાંગ્લાદેશના હિંદુઓને બનાવવામાં આવ્યા. તેમના પર અત્યાચાર થયા ધાર્મિક સ્થાન, મકાનોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જેનો બાંગ્લાદેશ સહિત આખીય દુનિયાના હિંદુઓએ સડકો પર ઉતરી ઉગ્ર વિરોધ કર્યો હતો.હિંદુ બહુમતી ધરાવતા ભારતમાં પણ હવે બાંગ્લાદેશના હિંદુઓની સહાનુભૂતિ અને સમર્થનમાં લોકો માર્ગો પર આવી રહ્યા છે. દેશમાં ઠેર ઠેર હિંદુઓ પર અત્યાચાર બંધ થાય એ માટે ઉગ્ર દેખાવો પણ થઈ રહ્યા છે.અમદાવાદ શહેરના પૂર્વમાં આવેલા સી.ટી.એમ વિસ્તારમાં શ્રી શિવ રાણા સેવા ટ્રસ્ટ, યુથ ઓફ યુનિવર્સ, શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ જેવા હિંદુ હિત માટે સતત જાગૃત સંગઠનોએ હિંદુઓના રક્ષણ માટે ઉગ્ર માંગ કરી હતી. હિંદુ સંગઠનોએ બાંગ્લાદેશી ઘુસપેઠીયાઓને પણ તગેડી મુકવાની માંગ કરી બેનર્સ અને પોસ્ટર્સ સાથે માર્ગ પર દેખાવો કર્યા હતા.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હીના CM કેજરીવાલની વચગાળાના જામીન અરજીને ફગાવી દીધા છે. દિલ્હી લિકર કૌભાંડમાં કેજરવાલ વચગાળાના જામીન ઇચ્છતા હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં આ કારણે એક અરજી દાખલ કરી હતી, પરંતુ કોર્ટે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે જ્યાં સુધી બંને પક્ષોને સાંભળી ના લેવામાં આવે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની રાહત ના આપી શકાય. હવે આ મામલામાં આગામી સુનાવણી 23 ઓગસ્ટે થવાની છે.
સુપ્રીમ કોર્ટે CM કેજરીવાલની જામીન અરજી ફગાવતાં CBIને નોટિસ જારી કરી હતી. જેથી સૌથી પહેલાં CBIને કોર્ટમાં જવાબ આપવાની તક મળશે. કેજરીવાલના વકીલ સિંઘવીએ આરોગ્યનાં કારણોનો હવાલો આપતાં વચગાળાના જામીનની માગ કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ભુઇયાંની ખંડપીઠે આમ આદમી પાર્ટીના સંયોજકની અરજી પર સુનાવણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે હજી થોડા દિવસ પહેલાં મનીષ સિસોદિયાને રાહત આપતાં લિકર કેસમાં જામીન આપ્યા હતા. કોર્ટે તર્ક આપ્યો હતો કે સિસોદિયા તો માત્ર બીમાર પત્નીથી મળવા માટે જામીન ઇચ્છતા હતા, એટલે તેમને જામીન આપવામાં આવ્યા હતા.
આ પહેલાં દિલ્હી હાઇકોર્ટે પાંચ ઓગસ્ટની CMની ધરપકડને કાયદેસર ઠેરવી હતી. કોર્ટે કહ્યું હતું કે CBIનાં કૃત્યોમાં કોઈ બદઇરાદો નહોતો, જેનાથી એ માલૂમ પડે છે કે આપ નેતા કોઈ પણ પ્રકારના સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. કોર્ટે કહ્યું હતું કે કેજરીવાલ કોઈ સાધારણ નાગરિક નથી. બલકે મેગસાયસાય એવોર્ડ વિજેતા અને આમ આદમી પાર્ટીના સંયોજક છે.
લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ પર આયોજિત કાર્યક્રમમાં CM યોગી આદિત્યનાથે કહ્યું હતું કે પાકિસ્તાનનો ભારતમાં વિલય થઈ જશે. તેમણે પડોશી દેશ પાકિસ્તાન સંદર્ભે મોટો દાવો કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનનો વિલય થશે અથવા તો એ ખતમ થઈ જશે.
કોંગ્રેસ વિભાજનની ત્રાસદી માટે ક્યારેય માફી નહીં માગે. કોંગ્રેસને જ્યારે પણ તક મળી છે, ત્યારે એણે દેશનું ગળું દબાવ્યું છે. તેમનાં પાપોની ક્યારેય માફી નહીં આપી શકાય. બંગલાદેશમાં 1947માં 22 ટકા હિન્દુ હતા અને આજે સાત ટકા રહી ગયા છે. અમારી બધાની સહાનુભૂતિ એ હિન્દુઓની સાથે હોવી જોઈએ. અખંડ ભારતનું સપનું જ આ પ્રકારની ઘટનાનું સમાધાન હશે, એમ તેમણે કહ્યું હતું.
જો 1947માં દેશમાં રાજકીય નેતૃત્વની પાસે મજબૂત ઇચ્છાશક્તિ હોત તો વિશ્વની કોઈ તાકાત એ ભાગલા ના કરી શકત. કોંગ્રેસની સત્તાના લોભે ભારતેને બરબાદ કર્યું છે. જ્યારે-જ્યારે એની પાસે સત્તા ગઈ છે તેમણે દેશની કિંમતે રાજકારણ રમ્યું છે. જ્યારે 1947માં પંડિત નેહરુ અને કોંગ્રેસ પક્ષ તિરંગો ફરકાવીને ઉજવણી કરી રહ્યા હતા, એ સમયે અગણિત લોકો માતૃભૂમિ છોડવા માટે લાચાર હતા. છેલ્લાં 10 વર્ષમાં ભારતની પ્રગતિ વિશ્વને અચંભિત કરી રહી છે. એટલે વિશ્વમાં ક્યાંય પણ સંકટ આવે છે તો વિસ્વ ભારત તરફ આશાભરી મીટે જુએ છે, એમ તેમણે કહ્યું હતું.
કાયમ નવું-નવું જાણવાની તાલાવેલી અને અંગ્રેજી-શાળાનો અભ્યાસ એટલે અત્યારની ટેકનોલોજી સરસ રીતે અપનાવી, 94 વર્ષની ઉંમરે youtubeની મદદથી દેશ-વિદેશની ઢીંગલીઓ બનાવી, નવી-નવી વાનગીઓ બનાવી અને ધાર્મિક પ્રોગ્રામો જોઈ પોતાને પ્રવૃત્ત રાખતાં ગજબનાં ઉત્સાહી સુશીલાબહેન કાંતિલાલ વોરાની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
સુશીલાબહેનનો જન્મ મોસાળમાં વઢવાણમાં, ઊછેર જામનગરના સુખી કુટુંબમાં. ધોરણ 5 સુધીનો અભ્યાસ જામનગર, સમજુબા હાઈસ્કુલમાં કર્યો. ધ્રાંગધ્રાના ખમતીધર(વજુ-કલજી વોરા)પરિવારમાં લગ્ન થયું. લગ્ન પછી ધ્રાંગધ્રા, કલકત્તા, સુરેન્દ્રનગર, મીઠાપુર ફરવાનું થયું. (હાલ વડોદરા છે) પતિનું અવસાન 2006માં થયું. પુત્રવધૂ (ઉષા, શાંતિલાલ શાહ પરિવાર, ઓખા)ના અવસાન પછી ઘરની બધી જવાબદારી સુશીલાબહેને ઊપાડી લીધી. સગવડતા હોવાં છતાં રસોઈ માટે કોઈ મહારાજ રાખ્યો નથી. રોજની રસોઈ અને નાસ્તા જાતે બનાવે છે! 5 બેડરૂમના ફ્લેટની સાફ-સફાઈ અને સંભાળ જાતે રાખે છે!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે 6:00 વાગે ઊઠે. 7:30 સુધી પ્રતિક્રમણ અને ધાર્મિક ક્રિયાઓ ચાલે. પછી દીકરા સાથે ચા-નાસ્તો કરી સામાયિક અને ઘરનું કામ કરે. ત્યારબાદ રસોઈ કરે. બે વાગ્યે દીકરા સાથે જમે. છાપુ વાંચે, થોડો આરામ કરે. પાંચ વાગ્યે ખાખરા શેકે! મિત્રો સાથે અને ઘરનાં સગા-સંબંધીઓ સાથે મોબાઈલમાં વાતચીત કરે. છ વાગ્યે પાણી પી અને પ્રતિક્રમણ કરે. સાડા-આઠે દીકરા માટે રસોઈ બનાવે. પછી વાંચે, whatsapp મેસેજ જુએ, youtube ઉપર ધાર્મિક-પ્રોગ્રામ જુએ, 10:00 વાગે સૂઈ જાય. પહેલાં તો જાતે રિક્ષામાં દેરાસર જતાં, હવે થોડા વખતથી જતાં નથી.
શોખના વિષયો :
ભરત-ગુંથણ, સિલાઈ-કામ, રસોઈ. યુવાનીમાં બાળકોનાં કપડાં સિવતાં, શોખ માટે વિવિધ દેશનાં પહેરવેશ પ્રમાણે ઢીંગલી બનાવતાં. ખૂબ ધાર્મિક છે. સુશીલાબહેન દરેક સામજિક-પ્રસંગમાં ઉત્સાહભેર ભાગ લે છે. વર્ષો સુધી તેમણે દેરાસર-મંડળનો વ્યવહાર સાચવ્યો. સાધુ-સંતની વેયાવચ્ચ ખૂબ કરેલી છે. જૈન હોવાથી વર્ષોથી એકાસણાં કરે છે, ઉકાળેલું પાણી જ લે અને સંધ્યા પછી પાણી પણ નહીં વાપરવાનું! જૈન-ધર્મનાં ઉપધાન, વર્ષિતપ જેવાં ઉગ્ર તપ અને 17 ચોમાસા (પાલીતાણા રહીને) કરેલ છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
આંખ અને પગની થોડી તકલીફ છે. આંતરડાના કેન્સરનું 2005માં ઓપરેશન થયેલ, પણ ભારે હિંમત અને વિલ-પાવર! યાદશક્તિ ગજબની. મોબાઈલના રીચાર્જના 84 દિવસ પૂરા થઈ જશે એ યાદ કરાવી દે! વ્યાખ્યાન સાંભળતાં-સાંભળતાં હાથ ચાલુ જ હોય! જાતે સો બટવા બનાવી પાલીતાણા મહારાજ-સાહેબને પહોંચાડ્યા હતા.
યાદગાર પ્રસંગ:
સુશીલાબહેન સુરેન્દ્રનગરના દેરાસરમાં આગળ પડતો વહીવટ કરતાં. ચોમાસામાં પાલીતાણા જાય ત્યારે પાલીતાણાના દેરાસરનો પણ વહીવટ કાબેલ રીતે કરે. સુરેન્દ્રનગરમાં એકવાર એક મહારાજ-સાહેબનું ચારિત્ર વાંધાજનક લાગ્યું ત્યારે સુશીલાબહેને વિરોધ કરી મહારાજ-સાહેબને સંસારમાં પાછાં મોકલી આપ્યાં. ધર્મમાં ચુસ્ત છતાં વિચારધારા ઓપન!જૈન-ધર્મનાં નાટકોમાં પણ ભાગ લેતાં. તેમણે પાલીતાણામાં રાવણ-મંદોદરીનો નાચ પણ કર્યો છે!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
શાળાનો અભ્યાસ અંગ્રેજીમાં કરેલ અને નવું-નવું જાણવાની તાલાવેલી, એટલે નવી ટેકનોલોજી સાથે સહેલાઈથી તાલ મિલાવી શકે છે. મોબાઈલમાં વોટ્સ-એપ, યુ-ટ્યુબ, ફેસ-બુક વાપરતા આવડી ગયું છે, VIDEO જોઈને પુત્ર માટે જાતજાતની વાનગી બનાવે! ફોનથી અને ઓનલાઈન ખરીદી કરવી અને તેનો હિસાબ રાખવો પણ તેમને ફાવે છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
તેમને દેશમાં ગમે, પણ જ્યાં જાય ત્યાં સેટ થઈ જાય! બધું અપનાવી લે! ગામમાં તો વસ્તારી કુટુંબ અને સાધુ-સંતોની અવરજવર ચાલુ હોય. ગામનાં બધાં લોકો ઓળખે, જ્યારે હવે શહેરમાં તો આડોશ-પાડોશમાં પણ એટલી ઓળખાણ નથી હોતી! ગામમાં ખરીદી, શાક, મોદી બધું જાતે કરતાં. હવે જાત ચાલતી નથી અને ઓનલાઇન કામ કરતાં સારું ફાવે છે એટલે બધું ઓનલાઇન મંગાવે છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
તેમને એક પુત્ર(વિજય), એક પુત્રી(ઈલા દોશી) અને બે પૌત્ર છે. મોટો પૌત્ર(પ્રણવ) અને પૌત્રવધૂ(મિતાલી) ઓસ્ટ્રેલિયા રહે છે. બીજો પૌત્ર(આદિત્ય) હાલ મુંબઈ છે. દેરાસરના વહીવટમાં આગળ પડતાં એટલે દેરાસરમાં આવતાં યુવાનો અને બાળકો સાથે સરસ ફાવે. દેરાસરમાં આવતાં બાળકોમાં ધર્મના સંસ્કાર હોય, એ સંસ્કાર હશે ત્યાં સુધી ધર્મ જીવતો રહેશે! કુટુંબનાં નાનાં બાળકોને તો અવારનવાર મળવાનું થાય. યુવાનો અને બાળકો સાથે બહુ ગમે.
સંદેશો :
વડીલોને ખાસ કહેવાનું કે : પોતાની રીતે નવું-નવું શીખતા રહો, સ્વાવલંબી બનો. અત્યારના સમયને અનુસરીને રહો. જાતે જ પોતાનું કામકાજ કરી લો. આળસ કરવી નહીં. યુવાનો કહે તેમ કરો અને તેમનો પ્રેમ મળવો.
આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.
તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.
નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.
લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.
આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.
આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.
મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.
થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
ધાર્મિક સ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.
તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.