નવી દિલ્હીઃ વિનેશ ફોગાટ ઓલિમિપિકમાંથી બહાર થવાથી રાજ્યસભામાં જબરદસ્ત હંગામો થયો છે. વિપક્ષના નેતાએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવવાના પ્રયાસ કર્યા હતા, જેને સભાપતિએ એની મંજૂરી નહોતી આપી. TMC સાંસદ ડેરેક ઓબ્રાયનએ પણ એ મુદ્દે અવાજ ઉઠાવવા પ્રયાસ કર્યા હતા, પણ સભાપતિએ તેમને પણ ચેતવણી આપી હતી. ત્યાર બાદ વિપક્ષ- કોંગ્રેસ-TMC અને અન્યોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો હતો.
ત્યાર બાદ સભાપતિ ધનખડે નારાજ થયા હતા. તેમણે વિપક્ષને કહ્યું હતું કે અમર્યાદિત આચરણ નહીં કરો. સંસદની ગરિમા ઓછી નહીં કરો. કેટલાક સાંસદ ખોટી ટિપ્પણી કરી રહ્યા છે.
રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે વિપક્ષના સૂત્રોચ્ચારથી ખાસ્સા નારાજ થયા હતા. તેમણે કહ્યું હતું કે મારી પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. મારી વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરવામાં આવી રહી છે. તેમણે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે હું અહીં તમારી સમક્ષ બેઠવા માટે સક્ષમ નથી અનુભવી રહ્યો, જેથી થોડા સમય માટે હું અહીંથી જઈ રહ્યો છું.
આ પહેલાં વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુશ્તીની ફાઇનલમાં અયોગ્ય ઘોષિત થયા પછી કુશ્તીમાંથી સંન્યાસની ઘોષણા કરી છે. વિનેશે એલાન કરતાં લખ્યું હતું કે તે હારી ચૂકી છે અને હવે તાકાત નથી બચી.
વિનેશ ફોગાટે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક ભાવુક પોસ્ટ કરી છે. તેણે પોતાનું દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે મા, કુશ્તી મારાથી જીતી ગઈ અને હું હારી ગઈ. માફ કરજો તમારું સપનું અને મારી હિંમત –બંને તૂટી ગયા છે. અલવિદા કુશ્તી 2001-2024.
વિનેશ ફોગાટ બુધવારે પેરિસ ઓલમ્પિક 2024 માં 50 કિલો ફ્રીસ્ટાઈલ ફાઈનલમાંથી ડિસ્ક્વોલિફાય થઈ ગઈ હતી. ફક્ત 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે વિનેશ ફોગાટને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી તેને લઈને ભારતીય અધિકારીઓએ પણ નિયમ ને લઈને અનેક પ્રયત્નો કર્યા, પરંતુ આ નિયમમાં ફેરફાર થયો નહીં અને ઓલમ્પિકમાં ગોલ્ડ જીતવાનો ગોલ્ડન ચાન્સ વિનેશ ફોગાટના હાથમાંથી નીકળી ગયો.





મક્ક્મ ગતિથી આગેકૂચ કરી રહ્યા છે, વધુ ને વધુ મેડલથી સમ્માનિત થઈ ભારતનું નામ રોશન કરી રહ્યા છે.


વિદ્યાર્થીઓને અભિનંદન આપતા યુનુસે કહ્યું કે, આ નવી જીતનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. તમારી ભૂલોથી વિજયને સરકી જવા ન દો. જનરલ ઝમાને કહ્યું, મને વિશ્વાસ છે કે યુનુસ આપણને લોકશાહીના માર્ગ પર પાછા લાવશે, જેનો લાભ બધાને મળશે. યુનુસને સેનાનું સંપૂર્ણ સમર્થન છે. જનરલ ઝમાને કહ્યું, વચગાળાની સરકારની સલાહકાર પરિષદમાં 15 સભ્યો હોઈ શકે છે. આર્મી ચીફે આશા વ્યક્ત કરી હતી કે ત્રણથી ચાર દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. ગુનામાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે નહીં. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમને દેશના નૌકાદળ અને વાયુસેનાના વડાઓનું સમર્થન છે.
ઢાકામાં ભારતીય હાઈ કમિશનના બિન-જરૂરી કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો વ્યાપારી ફ્લાઈટ્સ દ્વારા સ્વેચ્છાએ ભારત પરત ફર્યા. જો કે, ભારતીય મિશનના તમામ રાજદ્વારીઓ ઢાકાથી કામ કરી રહ્યા છે. ભારતના ચાર આસિસ્ટન્ટ હાઈ કમિશન પણ છે. એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ બુધવારે સ્પેશિયલ ફ્લાઈટ ચલાવી હતી અને ઢાકામાં ફસાયેલા 400 થી વધુ લોકોને ભારત લાવ્યા હતા.

સ્વભાવગત છે કે છૂટતી નથી. ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞનાં અને ભક્તનાં જે લક્ષણો વર્ણવ્યાં છે. તેમાં આ જ સંદેશો છે કે આશા અને માયા વચ્ચે સીધો સંબંધ છે. ભગવાન કૃષ્ણ મનની તમામ આશાઓ છોડવા કહે છે, કારણ કે આશાનું બીજ માયાના આવરણમાં ખૂબ ઝડપથી પાંગરે છે. માન – અભિમાન – અહં – ગર્વના કારણે મનુષ્ય અન્ય માટે ત્રાસદાયક બને છે. સાથે સાથે પોતાનો વિનાશ નોંતરે છે.