ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતના કિસ્સામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે હાઈકોર્ટમાં ટ્રાફિક નિયમોના પાલનને લઈ સુનવણી હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોને લઈને હાઈકોર્ટે કડક વલણ આપનાવ્યું છે. હેલ્મેટના નિયમોનું પાલન નહીં થવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસને આદેશ આપ્યો છે કે, ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન ફરજિયાત પણે કરાવવામાં આવે અને પાછળ બેસનારને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે.

હાઈકોર્ટ ટકોર કરતા કહ્યું કે, જનતા હાલ સુધી પણ ટ્રાફિક નિયમોના પાલનના મુદ્દાને ગંભીરતાથી લેતા નથી, હજુ લોકો હેલ્મેટ પહેરતા નથી, દ્રિચક્રી વાહનો માટે હેલ્મેટ ફરજિયાત છે. હેલ્મેટ લઇને બેદરકારી રાખશો નહી. એટલું જ નહી પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ કર્યો હતો. વધુમાં ટકોર કરતાં કહ્યું હતું કે 15 દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે અને રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ના થવી જોઈએ. અધિકારીઓ મનસ્વી વર્તશે તો ચલાવી લેવામાં નહી આવે.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે. માત્ર ચલણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી થઈ શકે નહીં. નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ટુ-વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો કાયદો અમલમાં મૂક્યો હતો. પરંતુ વાહનચાલકો વિવિધ બહાના બનાવીને હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે ત્યારે ઘર્ષણની સ્થિતિ સર્જાતી હોય છે.













રિઝર્વ બેન્કની નાણાં નીતિ જાહેર થવાના રહેલાં નિફ્ટી 24,300 પર પહોંચ્યો હતો. મેટલ, ફાર્મા, મિડિયા, પાવર, ટેલિકોમ અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં સૌથી વધુ તેજી થઈ હતી, જ્યારે મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ બે ટકાની તેજી સાથે બંધ થયા હતા. અદાણી પોર્ટસના શેરોમાં સૌથી વધુ 3.42 ટકાની તેજી થઈ હતી. જેથી BSE સેન્સેક્સ 875 પોઇન્ટ ઊછળીને 79,468.01ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 305 પોઇન્ટ ઊછળીને 24,297.50ની સપાટીએ બંધ રહ્યો હતો. BSE એક્સચેન્જ પર કુલ 4031 શેરોમાં કામકાજ થયાં હતાં. એનાથી 2988 શેરો તેજી સાથે બંધ થયાં હતાં અને 945 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે 98 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 196 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 24 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.
અમદાવાદના હેરીટેજ સ્થળોની વાત આવે એટલે સરખેજ રોજાનું નામ અવશ્ય આવે. ગુજરાતના સુલતાનો, એમના કુટુંબીજનોની કબરો અને બેનમુન કલાકૃતિ સાથેની મસ્જિદો સરખેજમાં આવેલી છે. આશરે 171 એકર ક્ષેત્રફળ ધરાવતું સુંદર તળાવ છે. મહેમૂદ બેગડાના મહેલના અવશેષો અહીં જોવા મળે છે.
IACCના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ બોહરાએ જણાવ્યું હતું કે, “IACC-MSME સેન્ટર ઓફ એક્સેલન્સનું ધ્યેય MSMEને વૈશ્વિક માંગને પહોંચી વળવા અને તેમની નિકાસ ક્ષમતાને વિસ્તૃત કરવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કરવાનો છે. આ કેન્દ્રનો લોન્ચિંગ MSMEને યુએસ માર્કેટ દ્વારા પ્રસ્તુત વિશાળ તકોનો ઉપયોગ કરવા માટે સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. આ પહેલ ભારતીય MSMEના વિકાસને આગળ ધપાવશે. અમારૂ લક્ષ્ય અન્ય શહેરોમાં સમાન સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કરવાનું છે”.
MSME પર દિવસભર ચાલનારી કોન્ફરન્સ દરમિયાન MSMEsને ભવિષ્યમાં નિકાસ માટે તૈયાર કરવા, MSMEsને નિકાસ ફાઇનાન્સ પ્રદાન કરવા અને નિકાસ પ્રોત્સાહનો અને MSME માટે ઉપલબ્ધ લાભો પર મુખ્ય ઉદ્યોગ અગ્રણીઓ તેમની વિચારો રજૂ કરશે.