Home Blog Page 1588

સ્થાનિક બજારમાં સોના-ચાંદીની કિંમતો ઘટી, જાણો નવી કિંમતો

શેર માર્કેટમાં પાછલા થોડા સમયથી ઉત્તાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે આજે સવારે કિંમતી ધાતું એટલેકે સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. સ્થાનીય બજારમાં સોનાની કિંમતો 1000 પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમતો મંગળવારે 66400 હતી જે આજે 80 ઘટીને 65600 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી છે. ગુજરાત મહાનગરમાંના એક અમદાવાદમાં ગઈકાલે સોનાની કિંમતો 72000 પ્રતિ 10 ગ્રામની સપાટીએ સ્થિર રહ્યા હતા. તો ચાંદીનો ભાવ રૂ. 500 ઘટી રૂ. 80500 પ્રતિ કિગ્રા બોલાઈ રહ્યો હતો. MCX પર 7 ઓગસ્ટના 3 વાગ્યા મુજબ 69017 પ્રતિ 10 ગ્રામ પર અને ચાંદી 5 સપ્ટેમ્બર વાયદો 79315 પ્રતિ કિગ્રા પર ટ્રેડ થઈ રહ્યું છે.

ત્યારે કોમોડિટીની આ ઉથ્થલ પાથલનું કારમએ અમેરિકી ડોલર હોવાનું જાણવા સૂત્રો પાસેથી મળી રહ્યું છે. અમેરિકી ડોલરમાં તેજીના કારણે સોનાના ભાવમાં પ્રેશર જોવા મળ્યું છે. કોમેક્સ પર સોનાનો ભાવ ઘટી 2388 ડોલર પ્રતિ ઔંશ થયો હતો. એક દિવસ પહેલાં તે 2400 ડોલર પ્રતિ ઔંશ હતો. અમેરિકામાં મંદીની ભીતિ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા સર્જાઈ છે. ડોલર ઈન્ડેક્સમાં તેજીના પગલે સોનામાં પ્રેશર જોવા મળ્યું છે. ટ્રેઝરી યીલ્ડમાં વધારો પણ કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો થયો છે. જો કે, રોકાણકારોને હજી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો ઘટે તેવી આશંકા છે. ફેડ તરફથી રેટ કટનું ચિત્ર સ્પષ્ટ થાય બાદમાં સોના-ચાંદીનું વલણ નક્કી થવાનો કોમોડિટી નિષ્ણાતે જણાવ્યુ છે.

અમેરિકાના આ ગુજરાતી પણ સરકારના આ કેમ્પેઈનમાં જોડાયા!

અમેરિકા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રિય વૃક્ષ વડની સંખ્યા વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી અભિયાન ‘એક પેડ મા કે નામ’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનને રાજ્ય અને દેશના સીમાડાઓને પેલે પાર વિદેશથી પણ સમર્થન મળી રહ્યું છે.મૂળ અમદાવાદના અને હાલમાં અમેરિકાના ડલાસ ખાતે સ્થાયી થયેલા સ્વાતંત્ર્યસેનાની દંપતી સ્વ. ગોકળદાસ પટેલ અને સ્વ. લલિતાબહેન પટેલના દીકરા અશોકભાઈ પટેલે મુખ્યમંત્રીના પ્રકૃતિ પોષક અભિયાનને ડલાસથી સમર્થન આપ્યું છે. તેમણે ડલાસ સ્થિત તેમના નિવાસસ્થાને માતાની યાદમાં છોડ રોપી અમેરિકામાં વસતા તમામ ભારતીયો અને ગુજરાતીઓને આ અભિયાનમાં જોડવાનો સંકલ્પ લીધો છે.અશોકભાઈ જણાવે છે, “ભારતીય માટીની સુગંધ પ્રસરાવતા આવા અભિયાનોથી વિદેશની ધરતી પર ભારતીયો અને ગુજરાતીઓનું ગૌરવ વધે છે. જેથી અમેરિકામાં વસતા NRI અને NRG નાગરિકોને પણ તેમના માતાના સન્માનમાં આ અભિયાનમાં જોડવાનો અમારો સંકલ્પ છે.”રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી આઝાદીના આંદોલનમાં જોડાયેલા ગુજરાતીઓ પૈકી દંપતી ગોકળદાસભાઈ અને લલિતાબહેન પ્રથમ પંક્તિમાં સામેલ હતા. શિક્ષણ અને સમાજ સુધારા માટે પણ તેમનું યોગદાન અનન્ય છે. જેને પગલે તેમના પુત્ર અશોકભાઈ અને સમગ્ર પરિવારને રાષ્ટ્રભાવના વરસામાં મળી છે, તેમ કહેવું જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય. આમ, વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો થકી ‘એક પેડ મા કે નામ’ અભિયાન વસુધેવ કુટુંબકમની તર્જ પર દુનિયાભરમાં વિસ્તરી રહ્યું છે અને દુનિયાભરના નાગરિકોને પ્રેરણા આપી રહ્યું છે.

ગેરલાયક ઠેરવ્યા બાદ વિનેશ ફોગાટની તબિયત બગડી

2024 પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ માટે દાવેદાર માનવામાં આવતી ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી છે. હવે સમાચાર આવ્યા છે કે વિનેશ ફોગાટની તબિયત બગડી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડિહાઈડ્રેશનને કારણે વિનેશ ફોગાટને કોઈ હોસ્પિટલમાં નહીં પરંતુ સ્પોર્ટ્સ વિલેજની અંદર આવેલા પૉલિક્લિનિકમાં દાખલ કરવામાં આવી હતી. એવી પણ માહિતી મળી છે કે કોઈ ગંભીર બાબત નથી. તેને ટૂંક સમયમાં રજા પણ મળી શકે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે વિનેશ ફોગટનું વજન 100 ગ્રામ વધી ગયું હતું, જેના કારણે તેને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી. બધાને વિનેશ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા હતી. ગઈકાલે રાત્રે તેણે સેમિફાઈનલમાં શાનદાર જીત નોંધાવી હતી. શાનદાર પ્રદર્શન કરનાર વિનેશ ફોગાટ પાસેથી ગોલ્ડ મેડલની પૂરી અપેક્ષા હતી. હવે તેની ગેરલાયકાત બાદ ચાહકોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

પરિવારે ષડયંત્રની આશંકા વ્યક્ત કરી હતી

વિનેશ ફોગાટની ગેરલાયકાત બાદ તેના પરિવારના સભ્યોએ સરકાર અને પૂર્વ ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે આમાં સરકાર અને બ્રિજભૂષણ શરણ સિંહનો હાથ છે. તમને જણાવી દઈએ કે વિનેશ બપોરે 12.30 વાગ્યે (08 ઓગસ્ટ) ફાઈનલ મેચ રમવાની હતી. ફાઈનલ મેચમાં વિનેશનો મુકાબલો અમેરિકાની સારાહ એન હિલ્ડેબ્રાન્ડનો હતો.

જાણો શું તમે હજુ પણ સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવી શકશો?

નિયમો અનુસાર અયોગ્ય જાહેર થયા બાદ હવે રેસલર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024માં કોઈ મેડલ જીતી શકશે નહીં. મતલબ કે ફાઇનલમાં પહોંચવા છતાં વિનેશે મેડલ વિના ઘરે પરત ફરવું પડશે. તે સ્પષ્ટ છે કે ફાઇનલમાં પહોંચવા છતાં, ગોલ્ડ મેળવવાની વાત છોડી દો, હવે વિનેશ ફોગાટને સિલ્વર અને બ્રોન્ઝ પણ ગુમાવવો પડશે.

બંગલાદેશમાં હિંસાને લીધે ડુંગળીના વેપારીઓને નુકસાન થવાની શક્યતા

નવી દિલ્હીઃ બંગલાદેશમાં તખતાપલટ પછી હિંસાનો દોર જારી છે. બંગલાદેશી લોકો મંદિર અને હિન્દુઓ પર હુમલા કરી રહ્યા છે.આ હિંસા જારી રહેવાથી ભારતના ડુંગળીના વેપારીઓની ચિંતા વધારી દીધી છે, કેમ કે ભારત-બંગલાદેશની સરહદે નાશિકથી ગયેલી ડુંગળીની ટ્રકો ફસાઈ ગઈ છે.

બંગલાદેશમાં હિંસાને લીધે સ્થાનિક ડુંગળીના સપ્લાય પર પ્રતિકૂળ અસર પડી હતી. જેને કારણે દેશમાં  બજારમાં ડુંગળીની કિંમતો સતત વધી રહી છે. જેને પગલે આમ આદમીની આંસુ આવી ગયા છે. હવે બંગલાદેશમાં વધતી હિંસા અને તણાવને કારણે સરહદ ખોલવમાં પાંચથી છ દિવસ લાગવાની સંભાવના છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 70થી 80 ટ્રક બંગલાદેશની સરહદે ફસાયેલી છે. બંગલાદેશમાં 80,000 ટન ડુંગળીની નિકાસ માટે કેન્દ્ર સરકારે થોડા દિવસો પહેલાં જ મંજૂરી આપી હતી. આ હિંસાને પગલે બંગલાદેશની સરહદ ખૂલવામાં હજી કેટલા દિવસો લાગશે, એ કંઈ નક્કી નથી. જો આવું થયું તો ડુંગળીના વેપારીઓએ મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે.ડુંગળીના ઉત્પાદકોની સમસ્યા પર સ્વાભિમાની શેતકરી સંઘટનાના અધ્યક્ષ  અને ભૂતપૂર્વ સાંસદ રાજુ શેટ્ટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પરિવહન સુચારુ કરવા માટે હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. એ સાથે કેન્દ્ર સરકારને બંગલાદેશની સરકારથી સંપર્ક કરવાની અપીલ પણ કરવામાં આવી છે. આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બંગલાદેશની હાલની સ્થિતિની પ્રતિકૂળ અસર ડુંગળીના ઉત્પાદક ખેડૂતો પર પડી રહી છે.

 

ક્રિકેટર પર મેચ ફિક્સિંગનો આરોપ, 5 વર્ષનો પ્રતિબંધ મૂક્યો

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે યુવા બેટ્સમેન એહસાનુલ્લા જનાતને તમામ ક્રિકેટ પ્રવૃત્તિઓ પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. જનાત પર મેચ ફિક્સિંગનો આરોપ હતો, જે તેણે સ્વીકાર્યો હતો. એહસાનુલ્લા જનાત કાબુલ પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ દરમિયાન મેચ ફિક્સિંગમાં દોષી સાબિત થયો હતો. અફઘાનિસ્તાનના ખેલાડીએ એસીબી અને આઈસીસીના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ઉલ્લંઘનનો આરોપ સ્વીકાર્યો છે.

26 વર્ષના એહસાનુલ્લા જનાતે 2017માં ડેબ્યૂ કર્યું હતું. તેણે ત્રણ ટેસ્ટ, 16 વનડે અને એક T20 આંતરરાષ્ટ્રીય મેચમાં અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું. જનાતને એક પ્રતિભાશાળી ક્રિકેટર માનવામાં આવતો હતો, જેણે નાની ઉંમરે ડેબ્યૂ કર્યું હોવાનું પણ કહેવાય છે. જેના કારણે તેની યાત્રા મુશ્કેલ બની ગઈ હતી.

શાંતિ બિઝનેસ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ખાસ કારકિર્દીલક્ષી કાર્યક્રમ

અમદાવાદ: “શાંતિ બિઝનેસ સ્કૂલ” દ્વારા સ્નાતક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે એક ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. “ટ્રાન્સફોર્મિંગ એમ્બિશન્સ ઇન ટુ એચિવમેન્ટસ” થીમવાળી આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની આકાંક્ષાઓને સાકાર કરવા માટે પ્રેરણા આપવા અને માર્ગદર્શન આપવાનો હતો.“આ ઓરિએન્ટેશન પ્રોગ્રામના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના પૂર્વ નિયામક પંકજ ઓંધિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કરીને વિદ્યાર્થીઓ સાથે મૂલ્યવાન આંતરદૃષ્ટિ શેર કરતાં ખાસ કરીને UPSC અને GPSC જેવી સિવિલ સેવાઓમાં કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા સલાહ આપી. IAS અને IPS જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાઓ માટે પ્રારંભિક તૈયારીના મહત્વ પર ભાર મૂક્યો, તેમજ યોગ્ય અભિગમ અને સફળતા માટે નિર્ણાયક પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. ત્યાર બાદ સંસ્થાના ડિરેક્ટર ડો. નેહા શર્માએ આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. કાર્યક્રમમાં ડૉ. રવિરાજ ગોહિલ, ડૉ. નીરવ વ્યાસ અને ડૉ. સુરભી પિલ્લઈ દ્વારા નિષ્ણાત સેશને લેવામાં આવ્યા હતા. ડૉ. વ્યાસે “સમસ્યા-ઉકેલ અને નવીન કૌશલ્યો, “વિદ્યાર્થીઓના વિવિધ પડકારો પર પ્રકાશ પાડતા અને સંશયવાદ અને આશાવાદ પર ભાર મૂકતા, નવીન ઉકેલો પ્રદાન કરવાની ચર્ચા કરી.” ટેક્નોલોજી ઓફ અવર ટાઈમ” પર ડૉ. ગોહિલના સેશનમાં જટિલ તકનીકી ખ્યાલોને અસરકારક રીતે સમજાવવામાં આવ્યા હતા. ડો. પિલ્લાઇએ ભાષા સુધારણા અને વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપતા “કોમ્યુનિકેશન અને પર્સનાલિટી ડેવલપમેન્ટ”ના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ઇન્ટરેક્ટિવ સત્રોની વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

મુંબઈ: ઘાટકોપર ખાતે લગ્નગીતોનો કાર્યક્રમ યોજાયો, શ્રોતાઓએ માણ્યા ફટાણાં

મુંબઈ: ઘાટકોપરના બ્રાહ્મણ સમાજના હૉલ ખાતે લગ્નનો જબરો માહોલ જામ્યો હતો. 150 ની કૅપેસીટીના હૉલમાં 250 જેટલાં શ્રોતાઓએ લગ્નગીત માણ્યા હતાં.’આવા કાળા કાળા વૉંદરા ચ્યોંથી આયા રે ‘ કે વેવાઈને સંબોધી ગવાતું’ ઓલ્યા જમડાનં વચમૉથી કાઢો રે, હું તો લાજી મરુ સુ…’ જેવાં ફટાણાંએ હાસ્યની છોળો ઉડાડી હતી.

મુંબઈમાં ગવાતાં લગ્નગીતો અને ગામમાં ગવાતાં લગ્નગીતોમાં શું ફરક છે અને શા માટે લગ્નગીતની આપણી ધરોહર હજી ગામમાં સચવાઈ છે એની જાણ કરાવતા કાર્યક્રમ “ઉત્તર ગુજરાતનાં લગ્નગીતો… કંકુ છાંટી કંકોતરી મોકલો”નું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઘાટકોપર બ્રાહ્મણ સમાજ તથા સ્વર સાધના ગ્રૂપ, મુલુંડ સહયોગી સંસ્થા હતાં.

ઉત્તર ગુજરાતનાં લગ્નગીતોનો આ કાર્યક્રમને લોકોએ ભરપુર માણ્યો હતો. કંકુ છાંટી કંકોતરી મોકલો…ચારે કંકોતરી ચારે ગામ મોકલાવજો રે…કંકાવટી માં કંકુડા રોળાવો… આજ મારે લખવી રે કંકોતરી..આવાં કંકોતરી લખતી વખતે ગવાતાં ગીતો ગણપતિની સ્તુતિ પછી રજૂ થયાં. તે પછી પીઠી ચોળતી વખતે, ગ્રહશાંતિ વખતે ગવાતાં ગીતોનો પણ રંગ જામ્યો હતો. જાન નીકળે ત્યારે ગવાતું ‘લીલુડા વૉંસની વૉંસળી રે..’ વરને પોંખતી વખતનાં, ફૂલેકાનાં અને કન્યા વિદાયનાં એવાં લગ્નવિધિ સાથે જોડાયેલા અનેક તળપદાં ગીતો સાંભળી શ્રોતાઓમા હરખની લાગણી છવાઈ ગઈ હતી.

વીણા પંડ્યા તથા સરોજ ઉપાધ્યાયે પોતાનાં ગાનથી લગ્નનો માહોલ સતત જાળવી રાખ્યો. મોટા ભાગની શ્રોતા બહેનોએ પણ પોતાનો સૂર પૂરાવ્યો. અતુલ પંડ્યાએ ફૂલેકા વખતના સલોકો( શ્લોક જેને ઉત્તર ગુજરાતમાં અરૂડો કે રૂડો કહે છે)અને મંગલાષ્ટક ગાયાં. કવિ સંજય પંડ્યાએ પણ ગામમાં લગન વખતે સ્ત્રીઓ ઘૂમટો તાણી ફટાણાંની ઓથે વેવાઈને હાથ લાંબા કરી કરી કેવું ચોપડાવતી એનો ઉલ્લેખ કર્યો.

ડૉ.પ્રો.હિતેશ પંડ્યાએ પણ સંચાલનમાં બામણા, વાંકાનેર વગેરે ગામોમાં ગવાતાં લગ્નગીતોની વાત કરી બે ગીતો લલકાર્યા પણ ખરાં. લગ્નગીતો લોકસાહિત્યનો એક અવગણી ન શકાય એવો હિસ્સો છે એ વાત એમણે ભારપૂર્વક રજૂ કરી. આ કાર્યક્રમમાં ગાયેલાં ગીતોનું સંકલન વીણા પંડ્યાએ કર્યું હતું. એ લગ્નગીતોની સંકલિત પુસ્તિકા પણ શ્રોતાઓને ભેટ આપવામાં આવી હતી. કી બોર્ડ પર કાનજીભાઈ ગોઠી અને તબલાં પર યુવાન તૃપ્તરાજ પંડ્યાએ પણ અદ્ભુત જુગલબંધી કરી. સ્થાનિક નગરસેવિકા બિન્દુ ત્રિવેદીએ આ રજૂઆતને દિલથી વધાવી અને જણાવ્યું કે ઉત્તર ગુજરાતનાં મિત્રો અવારનવાર ‘ ગૉમમૉં લગન માટે જઈએ છીએ ‘ એમ કહેતાં ત્યારે મને થતું કે ગૉમમૉં હું દાટ્યું છ એ ખબર પડતી નથી! આજે જાણ થઈ કે ઉત્તર ગુજરાતવાળાં લગ્ન માટે ગૉમમૉં ચ્યમ દોડ છ!

બિન્દુ ત્રિવેદી ઉપરાંત, ઘાટકોપર બ્રાહ્મણ સમાજના પ્રમુખ પ્રવીણભાઈ, બારીશી નેટવર્કના રાકેશ જોષી, અકાદમીના સભ્ય નિરંજન પંડ્યા, કટાર લેખક મુકેશ પંડ્યા , તન્ના કૉલેજના પ્રોફેસર અમી મકવાણા કાર્યક્રમમાં હાજર હતાં. આ કાર્યક્રમનું સંકલન કવિ સંજય પંડ્યાએ કર્યું હતું.

વિનેશ ફોગાટે એક રાતમાં 1 થી 1.5 કિલો વજન ઘટાડ્યું

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ જીતવાની રેસમાંથી બહાર છે. તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે અને તેનું કારણ તેનું વધેલું વજન છે. ઓલિમ્પિકમાં કુશ્તીના નિયમો અનુસાર તેનું વજન 50 કિલો હોવું જોઈએ. આમાં, 100 ગ્રામ વધારાનું ભથ્થું છે પરંતુ વિનેશનું વજન 50 કિલો 150 ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. 50 ગ્રામના કારણે તે ફાઈનલમાંથી બહાર ફેંકાઈ ગયો છે. રમત રમતા પહેલા દરેક ખેલાડીનું વજન તપાસવામાં આવે છે. વિનેશ ફોગાટ સેમી ફાઈનલ રમ્યા બાદ વધુ વજન ધરાવતી જોવા મળી છે. અહેવાલો અનુસાર, વિનેશે પોતાનું વધેલું 2 કિલો વજન ઘટાડવા માટે એક રાત પહેલા પણ સખત મહેનત કરી હતી.

હવે સવાલ એ છે કે આટલી ઝડપથી વજન ઘટાડવું કેટલું યોગ્ય કે ખોટું? આજકાલ, લોકો સામાન્ય જીવનમાં પણ ઝડપી વજન ઘટાડવાની દિનચર્યાને અનુસરવા લાગ્યા છે. આ પદ્ધતિ તમને સ્લિમ બનાવી શકે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેનાથી શરીરને શું નુકસાન થાય છે.

વિનેશ ફોગાટે વજન ઘટાડ્યું

રિપોર્ટ્સ અનુસાર, વિનેશ ફોગટે એક રાતમાં 1 થી 1.5 કિલો વજન ઘટાડ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે ડીહાઈડ્રેશનના કારણે તેમની તબિયત બગડી હતી અને તેમને ત્યાં મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે ઝડપથી વજન ઘટવાને કારણે વિનેશને આ સ્વાસ્થ્ય સમસ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે શરીર પર વધારાના દબાણને કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે.

વિધાનસભાનું ચોમાસુ સત્ર મળશે, તાંત્રિકો પર સરકારની લાલ આંખ

ગાંધીનગર: આગામી 21 ઓગસ્ટથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળશે. 15મી વિધાનસભાનું પાંચમું સત્ર 21 ઓગસ્ટે બપોરે 12 કલાકે મળશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા વિધાનસભાના તમામ સભ્યોને આ તારીખે સભાગૃહમાં હાજર રહેવાની અપીલ કરી છે. વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર મહત્વના બિલ પણ લાવી શકે છે. પરંતુ હાલ સુધી ક્યા બીલ સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે, તેની માહિતી મળી રહી નથી.

આ અગાઉ ચોમાસુ સત્ર સમયસર બોલવવા માટે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખી માગ કરી હતી. ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને ધારાસભ્યો પ્રશ્નો પૂછી શકે તે માટે અમિત ચાવડાએ માગ કરી છે, વિધાનસભાનું સત્ર ટૂંક મુદ્દતથી બોલાવવાના બદલે સમયસર બોલવાવની માગ કરાઈ હતી. પરંતુ વિધાનસભાનું સત્ર કેટલા દિવસ મળશે તેની હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્યમાં કાળો જાદુ, તાંત્રિક અનુષ્ઠાનો પર રાજ્યની સરકાર લગામ લાગડી શકે છે. રાજ્ય સરકાર આવી ઘટનાઓને રોકવા માટે કાયદો લાવી શકે છે. ગુજરાત સરકારે ગેરકાયદેસર તાંત્રિક ગતિવિધિઓ, કાળા જાદૂ અને અઘોરી અનુષ્ઠાનો પર અંકુશ લગાવવા માટે કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે. ગૃહ વિભાગે ગુજરાત હાઈકોર્ટમાં માહિતી આપી કે સરકાર કાળા જાદૂ અને અઘોરી પ્રથાઓ જેવી અમાનવીય ગતિવિધિઓ પર અંકુશ લગાવવા માટે અધિનિયમ માટે ડ્રાફ્ટ બિલ વિધાનસભાના આગામી સત્રમાં લાવવામાં આવશે. આ નિર્ણય પાછલા મહિને અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા દાખલ એક જનહિત અરજી પર હાઈકોર્ટ દ્વારા સરકાર પાસે જવાબ મંગાયા બાદ લેવામાં આવ્યો છે.

વિનેશ ફોગાટની જગ્યાએ ક્યુબાની કુસ્તીબાજ લોપેઝ ફાઈનલ રમશે

બુધવારે પેરિસથી આવેલા સમાચારે હજારો કિલોમીટર દૂર બેઠેલા ભારતીયોના દિલ તોડી નાખ્યા. ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે મહિલાઓની ફ્રી સ્ટાઇલ 50 કિગ્રાની ફાઇનલમાં પહોંચીને પોતાને ગોલ્ડ અથવા સિલ્વર મેડલની ખાતરી આપી હતી. દરમિયાન, સમાચાર આવ્યા કે બુધવારે સવારે ગોલ્ડ મેડલ માટેની મેચ પહેલા વજન દરમિયાન તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું.

આ સ્થિતિમાં, તેણીને ફાઇનલમાં અયોગ્ય ઠેરવવામાં આવી હતી. ફાઈનલમાં વિનેશ ફોગાટનો સામનો યુએસએની સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સાથે થવાનો હતો. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઊભો થાય છે કે ફાઇનલ મેચ કયા કુસ્તીબાજો વચ્ચે રમાશે. તેમજ ગોલ્ડ અને સિલ્વર મેડલ કોને આપવામાં આવશે?

આ કુસ્તીબાજો વચ્ચે ફાઈનલ રમાશે

તમને જણાવી દઈએ કે મહિલાઓની ફ્રી સ્ટાઇલ 50 કિગ્રાની ફાઇનલમાં યુએસએની સારાહ એન હિલ્ડેબ્રાન્ડનો મુકાબલો ક્યુબાની રેસલર યુસ્નેલિસ ગુઝમેન લોપેઝ સામે થશે. પેરિસ ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બીજા દિવસે હાથ ધરવામાં આવેલા વજનમાં વિનેશ અયોગ્ય હોવાનું જણાયું હતું. ઇન્ટરનેશનલ રેસલિંગ નિયમોના સેક્શન 11 મુજબ, વિનેશ (ભારત)ને તે કુસ્તીબાજ દ્વારા બદલવામાં આવશે જેને તેણે સેમિફાઇનલમાં હરાવ્યો હતો. આ કારણોસર ક્યુબાના યુસ્નેલિસ ગુઝમેન લોપેઝને ફાઈનલ રમવાની તક આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જાપાનની યુઇ સુસાકી અને યુક્રેનની ઓક્સાના લિવાચ વચ્ચેની રેપેચેજ મેચ બ્રોન્ઝ મેડલ માટે હશે.